Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022729/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( પરમપૂજનીય ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર મંત્રીશ્વરનું જીવનચરિત્ર VN có 2 ep 226 (ભાગ-૨) , 11 : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ ( 0) V ( S) પરમપૂજનીય ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર &@R, છ 985 ભાગ-૨) Rઠ હઠીસિક સ્થાનઃ શ્રી વિજય : ભાષાંતર કર્તા : મોતીચંદ ઓધવજી ભાવનગરી .સિંહની વાડી, અમદા (૧ 98+ + 0032 - પસંજે સે કેt2 બ્રિજ ય નેમિસુરિ જ્ઞાન , ૩. : પ્રેરક : પ.પૂ. પ્રાચીન મૃતોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા : સંપાદક : પ.પૂ.પંન્યાસ પ્રવરશ્રી સત્યસુંદરવિજયજી ગણિવર્ય પ્રથમ આવૃત્તિ : ૫૦૦ કિંમત : ૧૫૦-૦૦ ૨ : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ કૃપા વર્ષો સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ-સુવિશાલગચ્છસર્જક આચાર્યદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ-વર્ધમાનતપોનિધિ-ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સમતાસાગર-સંયમસમર્પણાદિગુણગણાર્ણવ પ.પૂ.પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયગણિવર્ય આજ્ઞાપ્રસાદ: સિદ્ધાન્તદિવાકર-ગીતાર્થગચ્છાધિપતિ આચાર્યદિવશ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા Page #4 -------------------------------------------------------------------------- ________________ : લાભાર્થી : સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નાગપુર વર્ધમાન નગર જે. જૈન સંઘના આંગણે થયેલ પ્રથમ ઉપધાન તપની આરાધના નીમીત્તે પ્રવચન પ્રભાવક પંન્યાસ સત્યસુંદર મ.સા.ની પ્રેરણાથી આ ગ્રંથનો સંપૂર્ણ લાભા સકલ જૈન સમાજ (નાગપુર) અધ્યક્ષ : વિજય દર્દા (સાંસદ રાજ્યસભા). Page #5 -------------------------------------------------------------------------- ________________ ઃઃ પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકુમાર બી. જરીવાલા ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ‘ઈ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન નં.: ૨૨૮૧ ૮૩૯૦ ચંદ્રકાંતભાઈ સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, જનતા હોસ્પિટલ પાસે, પાટણ (ઉ.ગુ.) મો.: ૯૯૦૯૪ ૬૮૫૭૨ અક્ષય શાહ ૫૦૬, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર, મુલુંડ(વે.), મુંબઈ-૪૦૦ ૦૮૦. મો.: ૯૫૯૪૫ ૫૫૫૦૫ ટાઈપ સેટીંગ - મુદ્રક જય જિનેન્દ્ર ગ્રાફીક્સ (નીતિન શાહ - જય જિનેન્દ્ર) ૩૦, સ્વાતિ સોસાયટી, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪. મો. ૯૮૨૫૦ ૨૪૨૦૪ ફોન : (ઓ) ૨૫૬૨ ૧૬૨૩ (ઘર) ૨૬૫૬ ૨૭૯૫ E-mail : jayjinendra90@yahoo.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂચિપત્ર-અનુક્રમણિકા સર્ગ છછું : શ્રેણિક રાજા ચેલણાને હાર અને નન્દાને ગોળા (દડા) આપે છે. હાર ન પસંદ પડવાથી રીસાઈ જઈ જીવ આપવા તૈયાર થયેલી ચેલ્લણા. હસ્તીપાલક અને મહસેના વેશ્યાનો સંવાદ. ઘર વેચીને તીર્થ હોય નહીં. બ્રાહ્મણ અને કિંશુકવૃક્ષનું દષ્ટાંત. બ્રહ્મદત્તચક્રવર્તીની. ઉપકથા. એકાંત અટવીમાં અમૃતસરોવર. નીતિભ્રષ્ટ નાગકન્યાની અદભુત ઘટના. બ્રહ્મદત્તને દેવતાનું વરદાન. દુરાગ્રહી દારાના પ્રેમાધીન પતિરાજ. અજ જેવા પશુનું પ્રશસ્ત પુરુષત્વ. આશાભંગ થયેલી ચેલ્લણા હારીને હેઠી બેસે છે. સાકેતપુરનો દાનેશ્વરી રાજા ચંદ્રાવતંસક. એનો કાયોત્સર્ગ, અને દાસીની મર્કટ ભક્તિને લીધે પ્રાણત્યાગ. પાછળ ગાદીએ આવેલા એના જ્યેષ્ઠ પુત્ર ઉપર વિપત્તિનું વાદળ. એને લીધે એનો વૈરાગ્ય અને સંસારત્યાગ. એના ભ્રાતૃપુત્રોના કુપાત્ર કુમારોની કહાણી-મુનિજનોની કદર્થના. ત્યાગી કાકો ઉશ્રુંખલ ભત્રીજાને ઠેકાણે લાવે છે-બળાત્કારે ધર્મ. મેતાર્યનો જન્મ-કુલહીનતા. મણિ મૂકનારો છાગ. પૂર્વજન્મના મિત્રદેવતાની સહાય-સાંન્નિધ્યને લીધે કુલહીનતા જતી રહે છે અને શ્રેણિકરાજા મેતાર્યને પોતાની પુત્રી આપે છે. ચોવીશ વર્ષના ગૃહવાસને અંતે એનું સર્વસ્ત્રો સહવર્તમાન ચારિત્રગ્રહણ. આત્મશોધક કસોટી. એનો કાળધર્મ અને મોક્ષ. મોક્ષનાં સુખ કેવાં હોય એ પ્રશ્નના નિરાકરણ પર પુલિન્દ-ભીલનું દષ્ટાંત. (પૃષ્ટ ૧ થી ૪૦.) સર્ગ સાતમો : ચેલ્લણા રાણીના હારનું બુટી જવું. એને સાંધી આપનાર મણિકારનું મૃત્યુ અને મર્કટયોનિમાં પુનર્જન્મ. હારનો અપહાર. એને શોધી લાવવા માટે શ્રેણિકરાજાનું અભયકુમારને આકરું ફરમાન. એવામાં (રાજગૃહીમાં) સુસ્થિતનામા આચાર્યનું આગમન. એમનો ઉપાશ્રયના ચોકમાં નિશ્ચળ કાયોત્સર્ગ. હારની શોધમાં ફરતો અભયકુમાર થાકીને ધર્મધ્યાનનિમિત્તે એજ ઉપાશ્રયમાં આવી ચઢે છે. હારનો ચોર (પેલો વાનર) રાત્રિને સમયે કાયોત્સર્ગે રહેલા આચાર્યના કંઠમાં હાર નાખી જાય છે. એ જોઈ આચાર્યના એક શિષ્યનો ગભરાટ અને ભયોચ્ચાર. અભયકુમારના Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂછવાથી એ શિષ્યે કહેલો આત્મવૃત્તાન્ત. વળી બીજા શિષ્યને હાર જોઈને ઉત્પન્ન થયેલો ‘મહાભય'. અભયના પ્રશ્નપરથી એણે યે કહેલું ‘આત્મવૃત્તાન્ત.’ ' એજ પ્રમાણે ત્રીજા અને ચોથા શિષ્યની સંભ્રાન્તિ અને આત્મ-વૃત્તાન્ત.' આમ ચાર શિષ્યોની સાથે ધર્મગોષ્ટીમાં રાત્રિના ચાર પહોરનું વ્યતીત થવું-અને અભયકુમારનું ઘેર જવા માટે બહાર નીકળવું. બહાર નીકળતાં જ સૂરિજીના કંઠમાં હાર જોઈ ખેદયુક્ત હર્ષ ! ઉદ્યોગ ન ફળ્યો, સમય ફળ્યો. હાર લઈને પિતા-શ્રેણિકને અર્પણ કરવો. માતપિતાનો હર્ષ-પ્રશંસા-આશીર્વાદ. (પૃષ્ટ ૪૧ થી ૯૯) સર્ગ આઠમો : માળવા દેશમાં ઉજ્જયિની નગરીનું વર્ણન. એના ચંડપ્રદ્યોત રાજાનો લોભ-રાજગૃહરોધ. અભયનો અભેદ્ય ભેદચંડપ્રદ્યોતનું પલાયન. એની પ્રખર પ્રતિજ્ઞા-‘અલ્ટિમેટમ.’ એની ગણતરીબાજ ગણિકાનું શ્રેણિકના જયવત્ત જિનમંદિરમાં આવવું. એ કુટિલાની કપટજાળપાપિણીના પ્રપંચની પરાકાષ્ટા. કાક છેતરાય છે-અભયકુમારનું હરણ. અભયકુમારની એક સ્ત્રી-ખેતર પુત્રીની કર્મકથારૂપ ઉપકથા-શોક્યનું સાલ. ફેંકી દીધેલું રત્ન પુનઃ પરીક્ષકના હાથમાં. ચંડપ્રદ્યોતરાજાનાં ચાર રત્નો. રાજકુમારી વાસવદત્તા. એને માટે સંગીતશિક્ષકની શોધ. કૌશામ્બીનો સંગીતપ્રવીણ ઉદયન રાજા. રાજાપ્રધાનની એના ઉપર દૃષ્ટિ. એને પકડી મંગાવવાની કુટિલ યુક્તિ. કૃત્રિમકુંજરરાજરૂપ છલપ્રપંચથી ઉદયનનું સપડાવું-અને રાજપુત્રીના સંગીતશિક્ષક તરીકે રહેવું. કાણી શિષ્યા અને કુષ્ટી ગુરુ ! ગુરુશિષ્યા કે પતિપત્ની ! વિકટ હસ્તીને વશ કરનાર વત્સરાજ ઉર્ફે ઉદયન વાસવદત્તાનું હરણ કરી જાય છે હાથી હાથણીની રેસ'. ચંડપ્રદ્યોતનો રોષ-એના અમાત્યની સમજાવટ, પ્રસંગેપ્રસંગે ચંડપ્રદ્યોતે અભયને આપેલાં ચાર ‘વર'. એ ચારેની એકસામટી માગણી. ચંડપ્રદ્યોત પર હિમપાત ! અભયકુમારનો મોક્ષ-છૂટકારો. વળતી એની ચાહન ‘ચેલેન્જ'. શત્રુબન્ધનનાટક. પ્રદ્યોતમદમર્દન. અભયકુમારપ્રતિજ્ઞાપૂરણ. (પૃષ્ટ ૧૦૦ થી ૧૫૦). " સર્ગ નવમો : રાજગૃહીમાં ધનદત્તશેઠ અને વસુમતી શેઠાણી. અનર્ગળ દ્રવ્ય છતાં સંતતિ ન હોવાથી વસુમતીનો શોક. એનાં અન્તરાય Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્મનો ક્ષયોપશમ અને પુત્ર-જન્મ. એ પુત્ર-કૃતપુણ્ય-નો એક સાગરદત્તશેઠની પુત્રી જયશ્રી સાથે વિવાહ. કૃતપુણ્યની ભોગવિલાસથી પરામુખતા. શેઠને આંગળીએ નચાવનારી શેઠાણીના અનિષ્ટ આગ્રહને લીધે કૃતપુણ્યને નીચ સોબતમાં મૂકવો. કામના અમોઘશસ્ત્રરૂપ દેવદત્તાવેશ્યાના ફંદમાં કૃતપુણ્યનું ફસાવું. ત્યાંથી દ્રવ્યક્ષીણ થયે એનો બહિષ્કાર, અને પશ્ચાત્તાપ. પુનઃ ગૃહગમન અને દીન ગૃહિણીનો સત્કાર. કૃતપુણ્ય દ્રવ્યોપાર્જનાર્થે દેશાત્તર જવા નીકળે છે. એક અતુલદ્રવ્યસંપત્તિવાળી વિધવા શ્રેષ્ઠિની. એના એકનાએક પુત્રનો ચચ્ચાર સ્ત્રીઓ મૂકીને સમુદ્રને વિષે જળનિવાસ. સંતતિ નહીં હોવાના કારણે રાજ્ય તરફનાં દ્રવ્યહરણના ભયે, કોઈ પુરુષની શોધમાં શ્રેષ્ઠિની. શહેર બહાર નીકળીને રહેલા સંઘમાં રાત્રિને વિષે પલંગ પર નિદ્રા લેતા કૃતપુણ્યને પલંગસહિત ઉપડાવી જવો. ત્યાં એની ચારે પુત્રવધૂઓની સાથે બારવર્ષપર્યન્ત ગૃહવાસ અને બાળગોપાળની સમૃદ્ધિ. એના વિશેષ ભાગ્યની અદભુત ઘટના. મણિગર્ભિત મોદક. ગંગાતીરે હત્યારો હાથી. તપોવનમાં સેચનકનો જન્મ-ક્રીડા અને હત્યારા પિતા સાથે યુદ્ધ. યુદ્ધમાં પિતાનું મૃત્યુ. શ્રેણિકને ત્યાં પુત્ર-નંદિષેણનો જન્મ. કૃતઘ્ની કુંજરનો શ્રેણિકની હસ્તીશાળામાં કારાવાસ. ત્યાં એની ઉશ્રુંખલતા અને વિર્ભાગજ્ઞાન-પૂર્વ ભવનું સ્મરણ. વિધિનું વિધાનતત્ત્વકનું આક્રમણ. મોદકે મોદકે મણિ. પ્રપંચની પુતળી-દેવદત્તાવેશ્યાનું પારાવાર પાંડિત્ય. કર્મિષ્ટ કૃતપુણ્યની વૈતસી વૃત્તિ. અભિજાત અભયકુમારના અલૌકિક બુદ્ધિપ્રયોગવડે કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ. સાસુના દુર્ભાગ્ય કે વધુના સદભાગ્ય. મહાવીરપ્રભુનું સમવસરણ–આગમન. શ્રેણિકરાજા, કૃતપુણ્ય વગેરે પ્રભુને વંદન કરવા જાય છે. પ્રભુની દેશના-ધર્મનું સ્વરૂપ. અભયદાન ઉપર તસ્કરનું દૃષ્ટાંત. બાર ભાવનાનું સ્વરૂપ. કૃતપુણ્યનો પૂર્વભવ. દેવદ્રવ્યભક્ષણવિષે વ્યાખ્યાન. દેવદ્રવ્યભક્ષકનું દષ્ટાંત. કૃતપુણ્યનો વિરક્તભાવ અને દીક્ષા ગ્રહણ (પૃષ્ઠ ૧૫૧ થી ૨૨૫) પરિશિષ્ટ-ટિપ્પણી. (પૃષ્ટ ૨૨૬ થી ૨૪૦). Page #9 -------------------------------------------------------------------------- ________________ 592_ અભયકુમા | પરમપૂજનીય ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર 19,99 મંત્રીશ્વરનું જીવનચરિત્ર 27 ભાગ-૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૐ નમ: શ્રી સર્વાયા કોર અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર સર્ગ છઠ્ઠો પછી શ્રેણિકરાજાએ દેવતાએ આપેલી વસ્તુઓમાં સુંદર હાર હતો તે ચેલણા રાણીને, અને રમણીય ગોળા હતા તે પટ્ટરાણી નંદાને આપ્યા. એટલે નંદાએ ઈર્ષ્યા લાવીને કહ્યું- હે સ્વામી ! તમે મને આ ગોળા આપીને નિશ્ચયે મારી મશ્કરી કરો છો. એથી તો મને ખેદ થાય છે ! હું તે શું એક કુમારિકા છું કે એ ગોળાવડે રમું ? આમ કહીને એણે બંને ગોળા સહસા ક્રોધ કરીને ભીંત તરફ ફેંક્યા એટલે એ, માળામાંથી નીચે ભૂમિપર પડવાથી ઇંડુ ફૂટી જાય એમ તત્ક્ષણ ફુટી ગયા. એટલે એક ગોળામાંથી સૂર્ય અને ચંદ્ર જ હોય નહીં એવાં, પોતાની કાંતિથી સર્વ દિશાઓને પૂરી દેતાં બે કુંડળ નીકળ્યાં; અને બીજા ગોળામાંથી અત્યંત કોમળ એવાં બે દેવદૂષ્ય (વસ્ત્ર) નીકળ્યાં. એ જોઈને તો નંદાને અત્યંત આનંદ થયો અને તક્ષણ એ લઈ લીધાં. ખરું જ છે કે પ્રાણીઓને ઘડીમાં ખેદ અને ઘડીમાં હર્ષ થાય છે. પણ નંદાને મળેલી આ વસ્તુઓ જોઈ ચેલણાને એ લેવાનો લોભ થયો, કારણકે પ્રાણી માત્રને જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ તૃષ્ણા વૃદ્ધિ પામતી જાય છે. આમ હોવાથી પતિની માનીતી ચલણાએ પતિને કહ્યું- હે નાથ ! ૧. દૂષ્ય વસ્ત્ર; દેવદૂષ્ય-દેવતાઈ વસ્ત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છછું) Page #11 -------------------------------------------------------------------------- ________________ એ કુંડળ વગેરે મને અપાવો કે જેથી મારાં આભૂષણ સંપૂર્ણ થાય. અહો ! સ્ત્રી જાતિને ગમે તેટલું મળે તો પણ તૃપ્ત થતી નથી એ ખોટું નથી. પણ નીતિમાન રાજાએ તો અને ઉત્તર આપ્યો કે હે પ્રિયા ! તારી આ માગણી અયુક્ત છે. કારણકે તને જે સર્વથી સુંદર લાગ્યું હતું તે મેં તને પ્રથમથી જ આપ્યું છે; અને નાનાં બાળકોને રમવાના રમકડાં જેવું હતું તે તને પસંદ નહીં પડવાથી મેં તારી બહેનને આપ્યું છે-તેમાંથી એના પ્રારબ્ધના યોગે નિધિની પેઠે આભૂષણો નીકળ્યાં તો તુજ સદ્વિવેકવાળી છે તો કહે શું એ પાછું લઈ લેવું ? આપીને પાછું લેવું એ વમન કરેલું પ્રાશન કરવા તુલ્ય છે. માટે હે ચેટકરાજપુત્રી ! તારે આમ બોલવું અયોગ્ય છે. જો તું જ આમ બોલીશ તો પછી અન્ય સાધારણ સ્ત્રીઓમાં અને તારામાં શું અંતર રહ્યું ? તું એકવાર ઋજુપણે બોલી ચુકી છે તો હવે સમજુ થઈને પુનઃ બોલવું રહેવા દે; કારણ કે હે કોમળાંગી ! અયુક્ત ભાષણ કરનારને હંમેશા શરમાવું પડે છે. એ સાંભળીને તો અતિશય ક્રોધ થવાથી ચેલ્લણા પતિને કહેવા લાગી-આવાં ધૂર્તતાભર્યા વિવિધ ભાષણોથી મૂર્ખ જન જ છેતરાય છે. મને તો એ આભૂષણો જો. તમે નહીં અપાવો તો હું પ્રાણ ત્યાગ કરીશ. કારણકે માનભંગ થયા પછીનું જીવન એ ખરું જીવન નથી. એ સાંભળીને શ્રેણિકરાજાએ કહ્યુંહે માનિની ! કદી પણ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અથવા રત્નાકર સાગર પોતાની મર્યાદા મૂકે તો પણ હું એ વસ્તુ તને નહીં અપાવું. વળી તારે પણ પ્રાણ કાઢીને સર્વ બંધુજનોના ઉપહાસને પાત્ર થવું એ પણ યોગ્ય નથી. આમ મારા વારતા છતાં તારે ન માનવું હોય તો ભલે દુરાગ્રહી થઈને તારા મનનું ધાર્યું કર. પોતાના પતિ શ્રેણિક નરપાળનાં આ વચનો સાંભળીને તો ક્રોધાવેશથી હાલતાં પયોધરવાળી એ ચેલ્લણા રાણી સાચે જ મરવા માટે ગવાક્ષ પર ચઢીને નીચે ભૂમિપર પડતું મૂકવાનું કરે છે ત્યાં, એક વેશ્યાની સાથે ગુપ્તા રીતે વાતચીત કરતા એક મહાવત અને હસ્તિપાલક એની દૃષ્ટિએ પડ્યા. એટલે એણે વિચાર્યું–આ લોકો શી ગુપ્ત વાત કરે છે એ હું સંતાઈને સાંભળું. આમ વિચારીને સમાધિસ્થ હોય નહીં એમ નિશ્ચળ રહી સાંભળવા લાગી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #12 -------------------------------------------------------------------------- ________________ એ વેશ્યા જેનું નામ મહસેના હતું એણે હસ્તિપાલકને કહ્યું- હે પ્રિય ! આ રાજહસ્તિનું જે ચંપકમાળા આભૂષણ છે તે મારે આજના મહોત્સવમાં પહેરવું છે માટે મને એ પહેરવા આપો. એ પહેરીને હું મારા સખીવર્ગમાં મારી શોભા દેખાડીશ. તમારા પ્રસાદરૂપી કલ્પવૃક્ષથી મારા મનોરથ સિદ્ધ કરો. પણ એ હસ્તિપાલકે તો ઉત્તર આપ્યો કે-હે વિવેકશાળી સ્ત્રી ! જો રાજાને ખબર પડે કે આ આભૂષણ મેં તને આપ્યું છે તો મને એક ચોર ગણીને રાજા મારો વિનાશ જ કરે. માટે મને અને મારા સ્વજનોને વિપત્તિમાં લાવી નાખનારું એ કાર્ય મારાથી નહીં થાય. કારણ કે “વિચક્ષણ પુરુષ કદિ ઘર બાળીને તીર્થ કરે નહિ.” એ પરથી વેશ્યા બોલી-જો તમે મને નિશ્ચયે જ એ નહીં આપો તો હું સાહસ કરીને પ્રાણ આપીશ. પછી તમને પશ્ચાતાપ થશે; કારણ કે મારી સાથે ભોગવેલા વૈભવો તમને યાદ આવશે. પણ મને લાગે છે કે તમારા આ કૃત્રિમ સ્નેહથી હું પૂરેપૂરી ઠગાણી છું. હસ્તિપાલકને કહ્યું-તું પ્રાણત્યાગની વાત કરે છે; પરંતુ તારા વિના અનેક સુંદર નાયિકાઓ આ પૃથ્વી પર પડેલી છે તે શું તું નથી જાણતી ? ચીભડી હશે તો જ પરણાશે કે ? વળી બીજું-કદાપિ તું દેહત્યાગ કરીશ તો એમાં મારી ગાંઠ કાંઈ જવાની નથી; કેવળ તું તારા જીવની જઈશ; અને દુશ્મનોનું ધાર્યું થશે. માટે આવો નિમિત્ત વિનાનો દુરાગ્રહ ત્યજી દે, અને મારી સાથે રહે છે તેમ રહે. જીવ દેવાને તૈયાર થઈ છે તો આગળ કાંઈ આંબા નથી રોપી મૂક્યા ! હસ્તિપાલક અને મહસેનાનો આ સંવાદ સાંભળીને પાસે ઊભેલા મહાવતે પોતાના મિત્રને કહ્યું- હે સખે ! એને છૂટી મૂક; ભલે એને કરવું હોય એ કરે. ખેંચતાણનું ઔષધ “ઢીલું મૂકવું” એજ છે, એ તે નથી સાંભળ્યું ? વળી જે નરમાશથી-સહેલાઈથી ગ્રાહ્યમાં આવતા નથી-માની જતા નથી એવાઓની સાથે તો કાંઠા વિનાના ઘડાની જેમ કઠોર વર્તન જ રાખવું જોઈએ; બ્રાહ્મણે કેશુડાના વૃક્ષના સંબંધમાં રાખ્યું હતું તેમ. હસ્તિપાલકે પૂછ્યું-એ શી વાત છે ? મહાવતે ઉત્તર આપ્યો-જાણવાની હોંશ હોય તો સાંભળ:અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છછું) ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ અને કિશુંકવૃક્ષની કથા. ઉત્તર દિશાને પંથે વિચરતા કોઈ બ્રાહ્મણે માર્ગમાં એક કેશુડાનું વૃક્ષ દીધું. એ જોઈને એના પુષ્પમાં રહેલા રાગને લીધે જ જાણે એને એના પર રાગ થયો. આ વૃક્ષના પુષ્પો સદા પારાગ મણિની જેવાં શોભે છે માટે હું એનું બીજ મારા દેશમાં લઇ જાઉં કે જેથી ત્યાં પણ આવે કેશુડા ઉગે-એમ વિચારી એ બ્રાહ્મણ એનું બીજ ઘેર લેતો આવ્યો અને હોંશે વાડીમાં વાવ્યું. ખરું જ કહ્યું છે કે પ્રાણીઓ ખરા ધર્મકાર્યો ત્યજી દઈને નિરંતર અન્યત્ર વૃથા ઉધમ કરે છે. બ્રાહ્મણ તો અન્ય સર્વ કામધંધો ત્યજી દઈને એ બીજાને હંમેશા જળસિંચન કરવા લાગ્યો. ખરું તો એ હતું કે એણે શ્રી જિનભગવાનનો સદા સ્નાત્રાભિષેક કરવો જોઈ તો હતોએથી જ નિશ્ચયે એના મનોરથ સિદ્ધ થાત. હવે સ્વચ્છ, શીતળ અને મિષ્ટ જળવડે સિંચાયા કર્યાથી એ બીજમાંથી મનહર પલ્લવ, અંકુર અને પત્ર પ્રગટી નીકળ્યાં. આમ બ્રાહ્મણના મનોરથની સાથે એ વૃક્ષ વૃદ્ધિ પામવા લાગ્યું; અને બાગના અન્ય વૃક્ષોની શોભામાં પણ વધારો થયો. એનું સૌંદર્ય જોઈને બેવડા હર્ષ સહિત નીહાળ્યા કરતો બ્રાહ્મણ “એને પુષ્પ આપશે.” એવી આશાએ વિશેષ વિશેષ જળસિંચન કરવા લાગ્યો. પણ હે મિત્ર ! એ વૃક્ષનું મૂળ અતિ જળસિંચનને લીધે બહુ સ્નિગ્ધ થઈ જવાથી વડના વૃક્ષની જેમ એને પુષ્પ ન આવ્યાં. આથી તો એ બ્રાહ્મણની સર્વત્ર નિંદા થઈ અને એને ક્રોધ પણ ચઢ્યો. કારણકે બ્રાહ્મણને એ એવી ક્રોધરૂપી પીડા વહોરવા બજારમાં જવું પડતું નથી ! એણે વિચાર્યું–આ વૃક્ષના મૂળમાં જળ સિંચી સિંચીને મેં ખરેખર દુ:ખનો ભાર જ ઉપાર્જન કર્યો છે. માટે હવે તો એને બાળી જ નાખું. કારણકે “ગોળ ખાય તે ચોકડા પણ ખમે.” એમ ક્રોધાધીન થઈને એણે પોતાનો સાક્ષાત્ કોપજ હોય નહીં એવો દેદિપ્યમાન અગ્નિ એ વૃક્ષના મૂળમાં મૂક્યો. એટલે તો, અત્યાર સુધી પુષ્કળ જળસિંચનથી ભેજભેજ થઈ રહ્યો હતો એ આ અગ્નિથી દૂર થયો અને ત્યાં ઋક્ષતા-કોરાડું થઈ ૧. રંગ. ૨. સ્નેહ-પ્રેમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ રહ્યું. તેથી કેશુડાને પુષ્પ આવ્યાં; અને તે ચોતરફ ફાલ્યું-તે જાણે એના જેવો ક્રોધાવિષ્ટ બ્રાહ્મણ વળી હજુ પણ કંઈ વિશેષ અનિષ્ટ કરશે એવા ભયથી જ હોય નહીં ! આ વાત કહીને મહાવત હસ્તિપાલકને સમજાવે છે કે, હે મિત્ર ! આમ જ દુરાગ્રહી સ્ત્રીનો કઠોર સ્વભાવ પણ સુધારી શકાય છે. માટે જો એ હોંશથી પથ્યનું અનુપાલન ન કરે તો પછી તારે તારું હિત સાચવવું. આ સકળ વિશ્વ પોતાનું હિત સમજનાર અને કરનાર પ્રાણીને જ સર્વત્ર સન્માન આપે છે; જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સુવર્ણની માળા વડે અજ એટલે બકરાનું સન્માન કર્યું હતું તેમ. - હસ્તિપાલકે પૂછ્યું- હે મિત્ર ! આ કાંઈ વિશેષ રમણીય દષ્ટાંત લાગે છે. તો એ શું છે ? એ બ્રહ્મદત્ત કોણ હતો ? એનું વૃત્તાંત સાંભળવાની મારી ઈચ્છા છે. મહાવતે ઉત્તર આપ્યો-ભાઈ ! જો તારી એવી ઈચ્છા હોય તો કહી સંભળાવું. ઉત્કંઠા કે જિજ્ઞાસા હોય એવાને “મહાભારતની કથા પણ સંભળાવવી જોઈએ. ત્યારે આવી એક નાનીશી કથાની તો વાત જ શી ? સાંભળ. બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા. સર્વ દેશોથી અધિક “પંચાલ” નામે વિખ્યાત દેશ છે. ત્યાં કીડીઓના નગરની જેમ નિરંતર અનેક વણજારાઓના કાફલા આવ-જાવ કર્યા કરે છે. અન્ય દેશથી અહીં આવેલ બહુ બહુ વ્યાપારીઓ દ્રવ્ય મેળવીને હર્ષ સહિત ઘેર જાય છે; ચતુર સેવકવાળા વાદીની જેમ. એ પંચાલ દેશમાં રન, સુવર્ણ ઈત્યાદિનું ધામ એવું કાંપીલ્યપુર નામનું પ્રખ્યાતનગર છે. તે શેષનાગની પેઠે શુભશાલવલયથી સુરક્ષિત ૧. કાયદાની કોર્ટમાં “વાદી” અને “પ્રતિવાદી' હોય છે. તેમાંનો આ “વાદી’ Plaintiff. સેવક-મુનિમ જો ચતુર હોય તો વાદી-શેઠ કોર્ટમાં પ્રતિવાદી પાસેથી પોતાનું લેણું દ્રવ્ય લઈને ઘેર જાય છે. ૨. શેષનાગ પોતાની શુભ દેદિપ્યમાન, શાળ-વિશાળ, વલય-ફણાને લીધે સુરક્ષિત. નગર શ્વેતશાળના વૃક્ષોની વાડથી સુરક્ષિત. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યાંના નાગરિકોમાં, ધૂત-મધપાન-પરદારાસેવન-ચોરી-માંસભક્ષણમૃગયા-વેશ્યાગમન, એ જે સાત વ્યસનો કહેવાય છે તે લેશમાત્ર પણ હતાં નહીં. ત્યાં બ્રહ્મદત્ત નામનો શ્રેષ્ઠ, સાર્વભૌમ રાજા રાજ્ય કરતો હતો. એની પાસે મનવાંછિત પૂરનારા નવ દ્રવ્યભંડાર હતા. એણે અનેક મુગટબંધી રાજાઓને પણ નમાવ્યા હતા. રૂપમાં દેવાંગનાઓનો પણ પરાભવ કરનારી એના અંતઃપુરની સ્ત્રીઓ હતી એમની સાથે એ એક સ્ત્રીને જ ભોગવતો હોય નહીં એમ, નિત્ય સુખવિલાસ કરતો. એકદા આ બ્રહ્મદત્ત ચક્રવર્તી વાયુ કરતાં પણ અધિક વેગવાળા કોઈ અશ્વ પર આરૂઢ થઈને અનેક રાજાઓની સંગાથે બહાર ફરવા નીકળ્યો. કારણકે પૃથ્વીના પતિ એવા રાજાઓને ‘અશ્વની સવારી' એ એક જાતનું કૌતુક છે. દુષ્ટ સ્વભાવવાળા અશ્વે વેગમાં દોડતાં દોડતાં બ્રહ્મદત્તને કોઈ મહાન અટવીને વિષે લાવી મૂક્યો; પાપીજનોને એમનાં પાપ કુગતિને વિષે લઈ જાય છે તેમ. પાછળ એનું સકળ સૈન્ય હતું એ એને અશ્વ ક્યાં લઈ ગયો.' એ ચિંતામાં ઘણે વખતે એની પાસે આવી પહોંચ્યું. અથવા તો (કહ્યું છે કે) એક પણ તુંબડા વિનાના અનેક રેંટ હોય એથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી તો બ્રહ્મદત્ત પોતાના સર્વ મંડલિકોની સંગાથે નગર ભણી પાછો આવ્યો. અને દિવસ સંબંધી જે કાર્યો કરવાનાં હતાં તે કરીને, દિવસ પૂરો થયે, સૂર્ય જેમ સમુદ્રને વિષે પ્રવેશ કરે છે તેમ એણે પોતાના અંતઃપુરને વિષે પ્રવેશ કર્યો. ત્યાં શયનને વિષે રાણીએ એને પ્રશ્ન કર્યો-હે નાથ ! એ દુષ્ટ અશ્વ તમને લઈ ગયો ત્યાં તમે કશી પણ આશ્ચર્યકારક ઘટના જોઈ હોય તો તે કહો. કારણ કે આ પૃથ્વી સેંકડો કૌતુકોથી ભરેલી છે. રાજા-ચક્રવર્તીએ ઉત્તર આપ્યો-હે પ્રિયે ! મેં એક નવીન કૌતુક ત્યાં જોયું છે તે તું એકચિત્તે સાંભળ. ૧. પાણી કાઢવાના રેંટ અનેક તૈયાર હોય, પણ જેમાં પાણી ભરાઈને ભહાર આવે એવું એક તુંબડું કે ઘટ આદિ ન હોય તો બધું નકામું, તેમ અનેક મંડળિક રાજાઓ હાજર છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તી વિના બધું શૂન્યકાર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ξ Page #16 -------------------------------------------------------------------------- ________________ એ દુષ્ટ અશ્વ મને જે મહાન અટવીને વિષે લઈ ગયો ત્યાં પુચ્છના આઘાતના રવથી વનરાજ- સિંહો ગર્જના કરી રહ્યા હતા. ચિત મદના ઝરવાથી અનેક ભ્રમરોને સંતુષ્ટ કરતા હસ્તિઓ મેઘની પેઠે ગાજી રહ્યા હતા. વળી ક્યાંક શીંગડાના આઘાતથી અગ્નિના તણખા ઉત્પન્ન કરતા મહિષોના ટોળાં યુદ્ધ કરી રહ્યા હતા. કોઈ સ્થળે શરીરે અલમસ્ત એવાં ભુંડ, ક્ષેત્રકાર હળવડે ભૂમિ ખોદે છે તેમ, પોતાનાં નસકોરાવતી ભૂમિ ખોદી રહ્યા હતા, તે જાણે આદિ વરાહાવતારને શોધી કાઢવાને માટે જ હોય નહીં ! વળી ક્યાંક તો નિત્ય લીલું અને અત્યંત પ્રિય એવું ઘાસ ચરી ચરીને પુષ્ટ થયેલા હરિણો, જાણે ચંદ્રમાના અંકને વિષે રહેલા પોતાના સજાતીય (મૃગ) ને મળવાને માટે જ હોય નહીં એમ આકાશમાં ફાળ મારી રહ્યા હતા. કોઈ સ્થળે તો, હે સુંદરી ! સ્વેચ્છાએ ચર્ચા કરતી ચમરીગાયો પોતાની વાળવાળી પુછડીઓને કોઈ કાપી જશે એવા ભયથી વાંસની ઝાડીમાં ભરાઈ જતી દેખાતી હતી. આ સ્થળે ગ્રીષ્મઋતુના તાપથી અત્યંત અકળાઈ ગયેલો હું, દુશ્મનથી પણ ચઢી જાય એવી દુષ્ટ તૃષાથી પીડાવા લાગ્યો. પણ એટલામાં તો અશ્વ પરથી ઉતરી જળની શોધમાં ભટકતાં એક સુંદર સરોવર મારી દૃષ્ટિએ પડ્યું; ગુફામાં કોઈ સજ્જન નજરે પડે તેમ. તીરપર ઉગેલાં અનેક વૃક્ષોને લીધે શ્યામ જણાતું એ સરોવર, અંદર રહેલા વિકસ્વર શ્વેત કમળોને લીધે, અનેક તારાગણને ધારણ કરતા શરદઋતુના આકાશના જેવું શોભી રહ્યું હતું. વળી એ કાંઠે રહેલી અનેકવર્ણી શેવાળને લીધે, જાણે મુઠ પાસે વિવિધરંગી વસ્ત્રથી વીંટળાયલું કોઈ ચકચકિત ખડ્ગ હોય નહીં એવો ભાસ થતો હતો. ચક્રવાકરૂપી સુવર્ણના અલંકારોવાળા, વાયુએ હલાવેલા મોજાંરૂપી હસ્તોવડે, પાસે રહેલા પોતાના વૃક્ષોરૂપી પુત્રોને, એ સરોવર જાણે આલિંગન દેતું હતું ! ક્રીડા કરતા અને સાથે સાથે મધુર રાગવડે આલાપ દેતા અનેક હંસોના સમૂહને લીધે પોતાની વિવિધતા સ્થાપન કરતું એ (સરોવર), વળી જાણે આ જગતને વિષે અદ્વૈતવાદનો નિષેધ કરતું હતું ! હે સુંદરી ! એ સરોવર નીહાળતાં મને હૃદયને વિષે જે આનંદ થયો તે હું વર્ણવી શકતો નથી. પણ ત્યાં જે ખરી મધુરતાયુક્ત કૌતુકમય ઘટના બની તે હવે મને યાદ આવે છે તે કહું છું.અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ એ સરોવરનું અમૃતસમાન જળ જોઈને, હે પ્રિયે ! મારો આત્મા જીવનયુક્ત થયો, અંતઃકરણ ઉલ્લાસ પામ્યું અને ઈન્દ્રિયો તથા રોમરાય વિકસ્વર થયા. હે સુંદરી ! મેં એના જળમાં અવગાહન કરવાને હર્ષસહિત પ્રવેશ કર્યો; જેમ કોઈ પરાક્રમી ક્ષત્રિય દુશ્મનના સૈન્યનું મંથન કરવાને એ સૈન્યને વિષે પ્રવેશ કરે તેમ. જળમાં મેં મત્સ્યની જેમ યથેચ્છ ક્રીડા કરી, મરૂદેશ-મારવાડના પ્રવાસીની પેઠે, એનું યથેચ્છ પાન કર્યું અને શૌચવાદીની જેમ એમાં સારી રીતે સ્નાન કર્યું. આમ જળને ઉચિત સર્વ ક્રિયાઓ કરીને જેવો હું બહાર નીકળવા જાઉં છું ત્યાં તો સરોવરમાંથી એક સ્વરૂપવાન નાગકન્યાને નીકળતી દીઠી. એ કન્યાનું સૌંદર્ય જોઈને વિસ્મય પામી મેં વિચાર્યું-જે પ્રજાપતિબ્રહ્માએ પોતાની પુત્રીને પણ છોડી નથી એ આ કન્યાને સરજીને એને વિષે લુબ્ધ થયો નહીં એ પણ એક આશ્ચર્ય જ છે. નિશ્ચયે એનું મનહર મુખ જોઈને, રંભા નામની અપ્સરાએ ચંદ્રમારૂપી દર્પણને વિષે પોતાનું અમૃતમય વંદન નીહાળતાં જ પોતાનો ગર્વ સર્વ ગળી જવાથી જે ઊંડો નિશ્વાસ મૂક્યો હશે તેને લીધે જ એ ચંદ્રમાને વિષે કાળાશ થયેલી છે; લોકો એને વિષે જે લાંછનની વાત કહે છે એ અસત્ય છે ! સર્વ ચરાચર જગતને જીતવાને તત્પર એવા કામદેવના હસ્તને વિષે જો એ સ્ત્રીના કટાક્ષરૂપી બાણ હોય તો નિઃસંશય કંદમૂળ કે ફળપત્રનો આહાર કરનારા, કે બહુ દિવસ, પક્ષ કે માસ પર્યન્તના ઉપવાસ રૂપી તીવ્ર તપશ્ચર્યા કરનારા યોગીજનો પણ એની પાસે લેશમાત્ર પણ ટકી શકે નહીં. હે સુલોચના ! હું આવા આવા વિચાર કરતો હતો ત્યાં તો એ નાગકન્યા સરોવરમાંથી નીકળી તેની પાસેના એક શીતળ વડના વૃક્ષની નીચે બેઠી; તે જાણે એ વૃક્ષની અધિષ્ઠતા દેવી જ હોય નહીં ! હે રાણી ! વળી એવામાં જ એ વૃક્ષપરથી કાળપાશની જેવો અતિ ભયંકર ગોનસ જાતિનો સર્પ ઉતરીને હર્ષસહિત એની પાસે આવ્યો. પેલી ૧નાગ ૧. નાગકન્યા એટલે સર્પકન્યા નહીં પણ નીચે “પાતાળ” કહેવાતા પ્રદેશમાં વસતી કહેવાતી કોઈ અલૌકિક સૌંદર્યવાળી જાતિની કન્યા. (નાગલોક=પાતાળલોક) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) . Page #18 -------------------------------------------------------------------------- ________________ કન્યા પણ તત્ક્ષણ પોતાનું એવું અદ્ભુત રૂપ ત્યજીને એક સર્પિણી થઈ ગઈ; નાટકને વિષે નટી પોતાનો સુંદર સીતાનો વેષ ત્યજીને રાક્ષસીનો લે તેમ. પછી એ સર્પિણી પેલા સર્પની સંગાથે, હું ભાળું એમ, હર્ષસહિત સુરતસુખ ભોગવવા લાગી; કારણ કે એવાઓના વિવેકરૂપ ચક્ષઓ મદને લીધે અંધ થયેલા હોવાથી એમને લાજ કે શરમનો છાંટો પણ હોતો નથી. હે પ્રિયે ! આમ પરસ્ત્રીને પોતાની સ્ત્રીની પેઠે ભોગવતા એ સર્પને જોઈને મને ક્રોધ ઉત્પન્ન થયો. કુળને કલંક લગાડનારા આવા આચરણવાળી સ્ત્રીઓને જોઈને ખેદ થયા વિના પણ કેમ રહે ! અહો ! કામથી પીડાયેલી એ સ્ત્રી સધ સર્પિણીનું કૃત્રિમ રૂપ લઈ એક સર્પની સંગાથે સુખા ભોગવવા લાગી એ કેવું આશ્ચર્ય ! પરંતુ નિર્દય કામદેવે આ વિશ્વમાં કોને વિડમ્બના પમાડી નથી ! એવા નિર્લજ્જ કુપાત્રો સમજે છે કે એઓ પોતે જાણે અદૃશ્ય જ છે ! પણ એમને શિક્ષા કરવાનો મને વિચાર થયો એટલા માટે કે અન્ય કોઈ પુનઃ આવું આચરણ કરે નહીં. વળી રાજાઓનો પણ ધર્મ છે કે-શિષ્ટ જનોનું પાલન કરવું, અને અશિષ્ટ-અવિવેકીઓનો નિગ્રહ કરવો. હે ચંદ્રમુખી ! આમ વિચારી, સરોવરની બહાર નીકળીને મેં લાલચોળ નેત્રો કરી એ બંનેને ચાબકાનો પ્રહાર કર્યો, જેવી રીતે અશ્વોને ખેલાવનાર કરે છે તેમ. મારા પ્રહારથી બંને મૂછ પામ્યા એટલે મેં એમને છોડી દીધા; કારણ કે ઉત્તમ સુભટો કદી વૈરીને પણ પડ્યા ઉપર પ્રહાર કરતા નથી. એટલામાં તો, હે પ્રિયે ! આપણું પાયદળ-હસ્તિ-અશ્વ આદિનું સૈન્ય મને શોધતું આવી પહોંચ્યું; જેવી રીતે ઉત્તમ કવિની કાવ્ય પદ્ધતિને વિષે "અભિધેયની પાછળ વ્યંગનો સમૂહ આવે છે તેમ. તે સમયે મારું ચિત્ત વ્યગ્ર હોવાથી, મૂછમાંથી જાગ્યું એવું જ પેલું યુગલ ક્યાંક જતું રહ્યું તેની મને ખબર રહીં નહીં અથવા તો સાચું જ કહ્યું છે કે જે પલાયન કરી જાય છે તે જ જીવતો રહે છે. પછી તો તું જાણે છે કે હું સમગ્ર પરિવાર સહિત અહીં આવ્યો. આ પ્રમાણે, હે પ્રિયે ! મેં જે વિસ્મયકારક કુતૂહલ ૧. અભિધેય-અભિધેય અર્થ-મૂળ અર્થ. વ્યંગ્ય-વ્યંગ્ય, અર્થ-વાચ્ય અર્થ-મૂળ અર્થ પરથી બીજા જે જે અર્થ નીકળે છે તે. હરેક શબ્દના મૂળ અર્થની પાછળ બીજા અનેક અર્થો નીકળે છે તેમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) Page #19 -------------------------------------------------------------------------- ________________ જોયું હતું તે તને કહી સંભળાવ્યું. એ વૃત્તાંત રાણીને કહી સંભળાવીને બ્રહ્મદત્ત ચક્રવર્તી શરીર ચિંતાને અર્થે અંતઃપુરથી બહાર નીકળ્યો. ત્યાં તો તેણે સર્વ દિશાઓને પ્રકાશમય કરતા એક દેવતાને પોતાની સમક્ષ ઊભેલા જોયા. તે દેવે ચક્રવર્તીને કહ્યું-દુષ્ટ લોકોને નિગ્રહ કરનારા હે બ્રહ્મદત્ત ! તું સર્વદા વિજય પામ. હું તારી પાસે કંઈ કાર્યપ્રસંગે આવ્યો છું. બ્રહ્મદત્ત તો ‘આ અતિ તેજસ્વી શરીરવાળો કોણ હશે અને એ અહીં ક્યાંથી આવ્યો હશે એમ ચિંતવતો કહેવા લાગ્યો-હે ભાઈ ! તમારે અહીં આવવાનું શું પ્રયોજન છે તે કહો. દેવે ઉત્તર આપ્યો-હે નરપતિ ! તેં સરોવરને વિષે જોઈ હતી તે મારી પ્રિયા હતી. એણે ત્યાંથી ઘેર આવીને મને કહ્યું કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મને બહુ બહુ કદર્થના પમાડી. મેં એને એનું પ્રયોજન પૂછ્યું ત્યારે એ મારી પ્રિયાએ મને જે કહ્યું તે હું તને કહું છું.' મારી પ્રિયા કહે “હે પ્રાણનાથ ! તમારી પાસેથી અનુમતિ મેળવી હું સરોવરમાં ક્રીડા કરવા ગઈ હતી પણ ક્રીડા કરીને બહાર નીકળી ત્યાં બ્રહ્મદત્તે મને ભાળી. એટલે કામદેવે પોતાના સમસ્ત બાણોવડે એના પર પ્રહાર કર્યો; કારણકે દેદીપ્યમાન દીપકની શિખાની પાસે ભમતા પતંગીયાનું કુશળક્ષેમ ક્યાં સુધી રહે ! એ દુરાત્માએ મને પ્રાર્થના કરી કે-મારું શરીર મદનની જવાળાએ તપી ગયેલું છે તેને, હે સુંદરી ! તું તારાં અમૃતરસ કરતાં પણ અધિક એવાં અંગોના સંગમવડે શીતળતા પમાડ.” પણ મેં તો તેના કઠોર વચનોની તર્જના કરીને કહ્યું કે-તું નીચ અધમ મનુષ્ય છો, અને હું તો દેવાંગના છું. તો કોયલ અને કાગડાનો સમાગમ કેમ થાય ? વળી તું લોલુપપણાને લીધે જાતિની કદાચ દરકાર ન કરતો હો તો પણ તું નરકથી પણ ડરતો નથી કે દશમુખવાળા રાવણની પેઠે પરસ્ત્રીને વિષે મન કરે છે ? પણ સાચું જ કહ્યું છે કે બીલાડીના બચ્ચાંની નજર દૂધ પી જતી વખતે એ દૂધ ઉપર જ હોય છે; માથે પડવાને ઊંચકાયેલી લાકડી તરફ એનું ધ્યાન હોતું નથી. મને તારું મુખ જોવાથી પણ પાપ લાગે છે માટે મારી દૃષ્ટિથી એકદમ દૂર થા. પણ મેં અનેક વાર આમ નિષેધ કર્યો છતાં એ પાપીને તો ઉલટો ક્રોધ થયો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ભવાભિનંદી પ્રાણીઓને હિતવચનો પણ અશાંતિને અર્થે થાય છે. મારાં વચનો સાંભળીને એણે તો મને વેચાતી લીધેલી ગુલામડીની પેઠે નિર્દયપણે ચાબુકનો પ્રહાર કર્યો. હે પ્રિય ! તમારા જેવા મારા સ્વામી છતાં આમ બન્યું તે વ્યાજબી થયું છે ? દેવ બ્રહ્મદત્તને કહે છે કે-મારી સ્ત્રીએ કહેલી વાત સાંભળીને મને અતિશય ક્રોધ ચઢ્યો; કારણકે સ્ત્રીનાં વચનથી લોકોનો સગાભાઈ પ્રત્યેનો વિશ્વાસ પણ જતો રહે છે. એટલે મેં તો એ મારી કામદેવની પુતળી સમાન પ્રિયાને સાત્ત્વન પમાડીને કહ્યું- હે પ્રિયે ! ખેદ ન કરું. હું હમણાં જ જઈને એને મારા જ હાથવડે હણીને ક્ષણમાં તારું વેર લઈશ. એણે મારા જેવો બળવત્તર સ્વામી હયાત હોવા છતાં કેવળ એશઆરામમાં રહેવાને ઉચિત એવી તારા જેવી સ્ત્રીને એ પ્રમાણે તાડના કરી છે, તો એમ જ સમજવું કે એણે કેસરીસિંહની કેસર-છટા લેવાનો પ્રયત્ન કર્યો છે.” મારી સ્ત્રીને આમ કહીને ત્યાંથી હું નદીના પૂરના વેગે અહીં તારી પાસે આવ્યો તો, હે રાજન ! તેં મારી સ્ત્રીની કથા તારી રાણીને કહી તે મેં બહાર રહીને ગુપ્તપણે યથાસ્થિત સાંભળી તેથી સ્ત્રીના વચનોરૂપી. વાયુથી ઉદ્દીપ્ત થયેલો મારો કોપાગ્નિ શમી ગયો છે. માટે હે રાજન ! મેં જે દુષ્ટ ચિંતવન કર્યું છે તેની તું મને ક્ષમા આપ. કારણ કે મહંતપુરુષોની ક્ષમા જ ખરી પ્રિયા છે. વળી મારી પાસેથી કંઈ “વરદાન માગી લે, કેમકે દેવદર્શન અમોઘ (ખાલી) જાય નહીં. ચક્રવર્તીએ કહ્યું- હે દેવ ! મારે કોઈ વસ્તુની ઉણપ નથી; તો પણ તમારું દર્શન અમોઘ ન જાય માટે હું માગી લઉં છું કે-મારા નગરને વિષે વ્યાધિ, અકાળ મરણ અને અન્ય પણ કોઈ પ્રકારના ઉપદ્રવ વિશેષ ન થાઓ. એ સાંભળીને દેવે એને એ વર આપ્યું. વળી એટલું આપ્યા પછી કંઈ વિશેષ મહત્વવાળું વર માગવાનું દેવે કહેવાથી બ્રહ્મદત્તે માગ્યું કે-હું સર્વ પ્રાણીઓની ભાષા સમજી શકું એમ કરો. દેવે એ વરદાન પણ આપ્યું પણ સાથે ઉમેર્યું કે હે રાજન, જો એ પ્રમાણે સાંભળેલી વાત તે અન્ય કોઈને કહીશ તો નિશ્ચયે તારું મૃત્યુ થયું સમજવું. આમ બ્રહ્મદત્તને સર્વ સ્પષ્ટ કહીને દેવતા અંતર્ધાન થયો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ પ્રાયે આવાં આવાં દૂષણોએ કરીને દૂષિત એવાં વરદાન આપી જાય છે. પણ આપણને એક અજા એટલે બકરી પણ જે દૂધ આપે છે તે ક્યાં છગણિકા વિનાનું હોય છે ? પછી આવું શ્રેષ્ઠ વરદાન મળવાથી અત્યંત હર્ષ પામેલા બ્રહ્મદત્તે પોતાનાં અંતઃપુરને વિષે પ્રવેશ કર્યો. ચક્રવર્તી રાજાઓ તો ઘણા થઈ ગયા પણ એમનામાં સર્વ પ્રાણીઓની ભાષા સમજનારા બ્રહ્મદત્ત જેવા તો વિરલા જ થયા છે. હવે એક વખત વાત એમ બની કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાને માટે કસ્તુરી આદિનું વિલેપન બનાવરાવ્યું હતું-એ વિલેપન જોઈને રાજાની ગૃહકોકિલાનું મન એમાં મુગ્ધ થયું એટલે એણે પોતાના પ્રિયતમ કોયલને કહ્યું-હે પ્રાણેશ્વર ! રાજાના વિલેપનમાંથી મને થોડું લાવી આપો; કેમકે મારે પણ મારા અંગને એથી વિભૂષિત કરવું છે અને એમ કરીને મારા જીવતરને સફળ કરવું છે. કોયલે કહ્યું-પ્રાણેશ્વરી ! એ વાત તદ્દન અશક્ય છે. જો હું વિલેપન લેવા જાઉં તો મારી તો મૂડી અને વ્યાજ બંને જાય. માટે હું એ લાવી દઈશ નહીં. દેવતાના આપેલા વરદાનને લીધે કોકિલ અને કોકિલાની વાતચિત ભરસભામાં બ્રહ્મદત્ત જ સાંભળીને સમજી શક્યો. તેથી એને (એકલાને) હસવું આવ્યું. કારણ કે કોઈ વાતનો, માણસ મર્મ સમજે છે તો જ તે મર્મના હાર્દ પ્રમાણે તે મનુષ્યના મુખ ઉપર સૂચક ચિન્હો પ્રકટી નીકળે છે. સકલ સભાને વિષે પોતાના સ્વામીનાથ-એકલાને હાસ્ય ઉત્પન્ન થયું તેનું કારણ રાણીએ એને પૂછ્યું. તો એણે ઉત્તર આપ્યો-હે સુંદરી ! એ તો અમસ્તુ; કાંઈ છે નહીં. પણ રાણીને વહેમ પડ્યો એટલે પુનઃ પુનઃ કર્યું; છતાં બ્રહ્મદત્તે હાસ્યનું કારણ દર્શાવ્યું નહીં. એટલે રાણી સમજી કે રાજાએ નિશ્ચયે મારી જ મશ્કરી કરી છે. આમ થવાથી એનું મન બહુ વ્યાકુળ થયું કે રાજાને પોતાના તરફ કંઈ વસવસો હોવાથી એ હાસ્યનું ૧૨ ૧. (બકરાની) લીંડી. ૨. ઘેર પાળેલી કોયલ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #22 -------------------------------------------------------------------------- ________________ કારણ ગુપ્ત રાખે છે. એટલે એ બોલી કે-હે પ્રાણનાથ ! એ તો બચ્ચાં હોય એને આમ છેતરી શકાય ! હું કાંઈ નાનું બાળક નથી કે મને આમ ઊડાવો છે ! જો તમે મારી સમક્ષ એ ખુલ્લેખુલ્લું નહીં કહો તો હું જરૂર પ્રાણત્યાગ કરીશ. કારણકે અપમાન કરતાં મૃત્યુ સારું. રાજાએ કહ્યું-હે હરિણાક્ષી ! તું પ્રાણ ત્યજીશ કે નહીં-એ તો કોણ જાણે; પણ સાચું પુછાવતી હો તો હું તો કહું છું કે એ હાસ્યનું કારણ જો હું પ્રકટ કરું તો મારા તો તત્ક્ષણ પ્રાણ જાય એમ છે. કારણકે ધોબીનો ગર્દભ ધોબીનેય લાત મારીને જતો રહે છે એ તું ક્યાં નથી જાણતી ? આમ સમજાવતાં છતાં રાણી તો પોતાનો દુરાગ્રહ ન ત્યજ્યાં અને કહેવા લાગી-તમે મને આવું જૂઠું જૂઠું કહીને શા માટે છેતરો છો ? જો બોલવાથી જ માણસો મૃત્યુ પામતા હોય તો આ સકળ પૃથ્વી નિર્મનુષ્ય જ થઈ જાય ! આવી દુરાગ્રહી સ્ત્રીના પ્રેમપાશને આધીન હોઈને રાજાએ તો છેવટે સેવકો પાસે ચિતા તૈયાર કરાવી; હાથણીના સ્પર્શને વિષે મોહિત થયેલો હાથી ખાઈમાં પડવાને તૈયાર થાય તેમ. પછી, “ચાલ, દેવિ ! તને મારા હાસ્યનું કારણ કહું.” એમ કહી રાણીને લઈ ચિતા પાસે જવા નીકળ્યો. ધિક્કાર છે એને કે પોતે એક ચક્રવર્તી રાજા છતાં આમ મૂર્ખ બને છે ! નગરવાસી લોકો પણ ચકલે ચૌટે ભેગા થઈ પરસ્પર કહેવા લાગ્યા કેશું આપણા રાજા પાસે કોઈ યોગ્ય રાજપુરુષ કે અન્ય કોઈ હિતૈષી છે કે નહીં ? જો હોય તો તો એક ખીલી જેવા ક્ષુદ્ર કાર્યને અર્થે ચૈત્ય-મંદિર સમાન મહાન નૃપતિના દેહની ઉપેક્ષા કેમ હોય ? અથવા તો નિશ્ચયે હવે એનું રાજ્ય સધ ડુબી જવા બેઠું છે ! એવામાં વાત એમ બની કે એક અજ અને અજા રસ્તે થઈને જતા હતા તેમાંથી અજાએ પોતાના સ્વામી અજને કહ્યું-હે નાથ ! આ રાજાના લાખો અશ્વો જે યવનું ભોજન કરે છે એ યવના ચારાની મને ઈચ્છા થઈ છે તો એમાંથી મારે માટે થોડા લઈ આવો. અજ એટલે બકરાને ઉત્તર આપ્યો-હે પ્રિયા ! એ યવપર કોને રૂચિ ન થાય ? સૌને રૂચિ થાય. પણ તું અણસમજુ છો. એ કામ તો કળાબાજ પુરુષોનું છે. અશ્વો યવ ખાય છે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ એ આપણા જેવા અસમર્થ ક્યાંથી ખાઈ શકે ? ધૃતમાં ઘણીયે સુગંધ છે, પણ તે ગોમયને શા કામની ? ધાર કે હું યવ લેવા જાઉં ને રાજપુરુષો મને હણવા આવે તો શું તું વચ્ચે આવીશ ? માટે હું તો એવા યવ લેવા જતો નથી. એ સાંભળીને અજા (બકરી) બોલી-જો મને એ નહીં લાવી આપો તો હું પ્રાણ ત્યજીશ; તો પછી તમને પશ્ચાત્તાપ થશે. તમને પ્રાણ જવાનો ભય છે; પણ જોતા નથી કે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે સમગ્ર પૃથ્વીનો સ્વામી છે તે યે પોતાની સ્ત્રીને અર્થે પ્રાણ આપવા તૈયાર થયો છે ? અથવા તો જો આ હાડકાની મુઠ્ઠી જ તમને વહાલી હોય, અને હું તમને વહાલી ન હોઉં, તો જાઓ, મારા યે તમે પતિ નથી. આવું સાંભળ્યા છતાં અજે તો મન કઠણ રાખીને કહ્યું-જો તારે મરવું જ હોય તો ભલે મર; મારે તો જીવવું છે. કારણકે પ્રાણ ત્યજવાથી આપણું સર્વસ્વ નષ્ટ થાય છે. વળી તું કહે છે કે આપણો દંપતીપણાનો સંબંધ હવે ગયો, તો હું કહું છું કે ભલે ગયો; કારણકે હે મૂર્ખ ! મેં તારા જેવી અનેકને ત્યજી દીધી છે તેમના વિના મને ચાલ્યું તેમ તારા વિના પણ ચાલવાનું. આ બ્રહ્મદત્ત એક ક્ષુદ્ર પત્ની પર મોહિત થઈ પૃથ્વીને અનાથ કરી મરવા તૈયાર થયો છે તે મૂર્ખ છે; એ નરપતિ નહીં, પણ નરપશુ છે. ધિક્કાર છે એને ! એના અંતઃપુરમાં રૂપવતી સ્ત્રીઓ અનેક છે છતાં શા માટે એ આ એકને અર્થે આવો સર્વ પુરુષાર્થને સધાવનારો ઉત્તમ મનુષ્યભવ ગુમાવવા તૈયાર થયો છે ? અથવા તો મને લાગે છે કે વિધિ જ્યારે અવળો હોય છે ત્યારે માણસની બુદ્ધિ જ નિશ્ચયે નષ્ટ થઈ જાય છે. અજ અને અજાના આ સંવાદ પશુભાષા જાણનારા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અર્થતિ સાંભળ્યો. તે પરથી તે મનમાં જ કહેવા લાગ્યો.-મારાં કરતાં તો આ અજ સમજુ ઠર્યો. કારણકે પશુ છતાં એનામાં રાગનો નિગ્રહ કરનારું પુરુષત્વ છે અને હું એક ચક્રવર્તી છતાં એટલું યે પરાક્રમ મારામાં નથી. ૧૪ ૧. છાણ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર છે મને કે મેં મોહિત થઈને આ સાર્વભૌમ રાજ્ય ત્યજી દઈ મૂર્ખ બની આવું અવિચારી કાર્ય કરવા માંડ્યું ! આ પશુએ મને પણ પશુ કહ્યો એ પણ મારા જેવાને યોગ્ય સંબોધન દીધું છે. એના પર મારે કાંઈ પણ કોપ કરવાનું કારણ નથી. યથાર્થ સત્ય કહે ત્યાં કોપ શાનો ? ઉચરાગ કે ઉગ્ર વિશ્વની મૂછમાં પ્રાણીઓ યોગ્યાયોગ્ય કાંઈ પણ જાણતા નથી, એટલે હિતકારક આચરણ એઓ ક્યાંથી જ કરી શકે ? કારણકે સર્વ શુભ કાર્યો જ્ઞાન હોય એઓ જ કરી શકે છે. આ અજના વચન મને શ્રવણગોચર થયા એ મને તત્ક્ષણ ઉપકારી થયા છે માટે મારે એ અજનું ગુરુની પેઠે સન્માન કરવું જોઈએ; અન્યથા હું એના ત્રણમાંથી મુક્ત થઈ શકીશ નહીં. આવો વિચાર કરીને બ્રહ્મદતે પોતાના કંઠમાં સુવર્ણની માળા હતી તે કાઢીને સવિસ્મય તે પશુના ગળામાં પહેરાવી. કારણ કે મૃત્યુના મુખમાંથી ઉગારનારને ગમે તેવી અમૂલ્ય વસ્તુ પણ આપવા યોગ્ય છે. પછી એણે અત્યાર સુધી ધારણ કરી રાખેલી દયાને બાજુએ મૂકી રાણીને કહ્યું-હું તને મારા હાસ્યનું કારણ નહીં કહું; તું મરતી હો તો ભલે મર. કારણકે તું મૂર્ખ છે; હું મૂર્ખ નથી. કુષ્ટના વ્યાધિવાળો ઉગપીડાને લઈને બળી મરવા તૈયાર થાય એની સંગાથે બીજાઓએ પણ બળી મરવું એ ક્યાંનું ડહાપણ ? આમ મહાવૈદ્યના હાથમાં આવેલા દર્દીની જેમ ચક્રવર્તી મૃત્યુના મુખમાં જતો બચ્યો. રાણી પણ આશાભંગ થઈ પોતાને આવાસે ગઈ. કારણકે જેવા તેવાથી કંઈ સહેલાઈથી પ્રાણ કાઢી શકાતા નથી. (મહાવત કહે છે) માટે હું સમજુ હસ્તિપાલક ! તું પણ બ્રહ્મદત્તની જેમ, આ વેશ્યાના દુરાગ્રહને લાત મારી સુખી થા. કહેવત છે કે વારાંગનાઓનું ભલું ક્યાંથી થાય ? ગવાક્ષમાં રહેલી ચેલ્લણા આ સર્વ વૃત્તાંત સાંભળીને મદ ત્યજી કહેવા લાગી-આ મહાવતે કહેલી વાત સર્વ યર્થાથ છે. એવા તુચ્છ જાતિના માણસોના પણ બુદ્ધિવૈભવ કેવો આશ્ચર્યજનક છે ! અથવા તો સરસ્વતી દેવી જેના પર પ્રસન્ન થાય છે એઓની બુદ્ધિ એવી જ હોય છે. એ બુદ્ધિમાને કહ્યું તે સત્ય જ છે. જો હું મરીશ તો મારા જીવની જઈશ. જેના મસ્તક પર રાજા હાથ મુકશે એજ ચેલણા (રાજાએ માની એજ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ રાણી) થશે. જો મેં આ વાતમાં મૃત્યુ અંગીકાર કર્યું હોત તો નિશ્ચયે મારો પુનઃજન્મ રૌરવાદિ નરકને વિષે થાત; કારણ કે કષાયરૂપી વૈરિઓને લીધે જે દુર્ગતિ પ્રાપ્ત થાય છે તેમાંથી ઉદ્ધાર કરનાર કોઈ નથી. આમ મહાવતે કહેલી વાત ઉપરથી રાણી પ્રાણ ત્યજી દેવાની વાત પરથી અટકી. લોકો ગમે તેમ માનતા હોય પણ માણસ હારે છે ત્યારે જ હેઠા બેસે છે. અનેક રત્નોના કિરણોને લીધે ઈન્દ્રના ધનુષ્ય જેવો દેદીપ્યમાન એવો એ હાર પછી તો ચલ્લણાના હૃદય પર શોભવા લાગ્યો. (અર્થાત ચેલ્લણાએ એ પહેર્યો.) તે જાણે એના હૃદયને વિષે રહેલા કોઈ દેવના પૂજન-અર્ચનને અર્થે એણે એ દયપર સ્થાપન કર્યો હોય નહીં ! આમ થવાથી એ ચેલ્લણા દિવ્ય કુંડળધારી અને દેવદુષ્ય વસ્ત્રથી અલંકૃત એવી નંદા રાણીથી (જાણે સ્વર્ગને વિષે રહેલી ઈન્દ્રની ઈન્દ્રાણીથી અધિક હોય નહીં એમ) અધિક શોભવા લાગી. હવે દેવમંદિરો, સભાસ્થાનો, તળાવ, કુવા, ધર્મના મઠ આદિ અનેક સ્થળો જ્યાં શોભી રહ્યા છે એવું અને સર્વ સંપત્તિના ભાજનરૂપ એવું કોઈ સાકેતપુર નામનું નગર હશે. ત્યાં ઊંચા ઊંચા સુરાલયનો શિખર પર રહેલા સુવર્ણના કળશોને વિષે પ્રતિબિંબિત થયેલો ચંદ્રમા જાણે એ કળશોને એમના પીતવર્ણને લીધે ભ્રમથી અંબુજ એટલે કમળ પુષ્પ સમજીને એનો. સુગંધ લેવાને હોંશે હોંશે આવ્યો હોય નહીં ! એમ દીસતું હતું. આ નગરને વિષે જેની આગળ નિરંતર બુધમંડળ રહેતું હતું એવો અને જેને લેશ માત્ર પણ મિત્રના આશ્રયની જરૂર ન હતી (અર્થાત્ બળવાન) એવો, નવીન ચંદ્રમા હોય નહીં એવો ચંદ્રવતંસક નામનો રાજા હતો. એના ૧. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર “કષાય' કહેવાય છે. ૨. (રાજપ) શાણા પ્રધાનોનું મંડળ; (ચંદ્રપક્ષે) બુધ નામનો ગ્રહ (જે હંમેશા ચંદ્રમાની નજીદીકમાં જ રહે છે.) ૩. રાજાને ચંદ્રમાની ઉપમા આપી; પણ ચંદ્રને તો મિત્ર એટલે સૂર્યની હમેશા ગરજ છે (કારણ કે એને સૂર્યનું જ તેજ પોષે છે; અને આ રાજાને તો કોઈ મિત્રદોસ્તદારની સહાયનો ખપ નથી) (એ પોતાના બાહુબળ પર ઝૂઝનારો છે. માટે એને નવીન ચંદ્રમા” કહ્યો. ૧૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ હસ્તને વિષે જાણે કોઈ નવીજ જાતનો ખગરૂપી સૂર્ય રહેતો કારણ કે એ એના શત્રુઓની સ્ત્રીઓના ઉપયોધરને વિષે રહેલું પય બીલકુલ શોષી લેતો હતો. એનો પ્રતાપગ્નિ સમુદ્રને વલ્લભ એવા સરોવરો, નદીઓ. અને કુવાઓના ગર્ભને વિષે પણ રહેલા એવા એના શત્રુઓને સુદ્ધાં અત્યંત બાળતો હતો. કહેવત છે કે દેવની આગળથી કોઈ છૂટે નહીં. નિરંતર એક મુખે ત્યાગ કરતા એ રાજાના માર્ગણો કદિ નિષ્ફળ પાછા ફરતા નહીં અને શરસિવાય બીજા માર્ગણો" ક ષ્ણવદનના દેખાતા નહીં. આ રાજા ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થમાં ધર્મને જ ઉત્કૃષ્ટ પુરુષાર્થ માનતો હતો અથવા એમાં કાંઈ આશ્ચર્ય નહોતું કારણ કે વિચક્ષણ પુરુષો હંમેશા મહાપ્રયાસ વડે પણ મૂળને જ ગ્રહણ કરે છે. જેમ કામદેવને રતિ અને પ્રીતિ એમ બે સ્ત્રીઓ કહેવાય છે તેમ આ ન્યાયવંત રાજાને પણ પોતાના જેવી સુંદર અને કદિ પણ કલેશ નહીં કરનારી બે ૧. અહીં કવિએ “પય” શબ્દના (૧) જળ અને (૨) દૂધ એ બે અર્થ ઉપર શ્લોક રચ્યો છે. આકાશને વિષે રહેલો સૂર્ય પૃથ્વી પર આવેલાં પયોધર એટલે જળના સ્થાન-નદી સરોવર આદિના પય-જળને શોષી લે છે. અને રાજાનું ખડગ એના શત્રુઓના પ્રાણ લે અને એમની સ્ત્રીઓને વિધવા બનાવે એટલે એઓ નિ:શ્વાસ મૂકે તેથી એમના પયોધર-સ્તનમાં રહેલું પય-દૂધ શોષાઈ જાય. આમ સૂર્ય કરતાં બીજી (નવીન) રીતે “પયોધર” ના “પય” ને શોષનારા રાજાના ખગને કવિએ “નવીન” સૂર્ય કલપ્યો. (અલંકાર શ્લેષ). ૨-૩. યાચકો એકજ વાર માગણી-યાચના કરે ત્યાં તો રાજા ત્યાગ-દાના દેતો. માર્ગણ (૧) યાચક, (૨) તીર-બાણ, યાચકો નિષ્ફળ (દાનવિના) ન પાછા ફરતા. તેમ રાજા બાણ ત્યાગ કરતો (છોડતો) એ યે નિષ્ફળ (શત્રુના પ્રાણ લીધા વિના ન પાછા ફરતા. ૪. શર=બાણ. ૫. એટલે કે યાચકો. ૬. બાણના છેડા લોહના હોય છે એટલે એ કૃષ્ણવદનના (કાળા મુખવાળા) કહેવાય. અન્ય માર્ગણો એટલે કે યાચકો કૃષ્ણવદનના એટલે વીલા મુખવાળા (નીરાશ) દેખાતા નહીં; કારણકે રાજા દાન દેતો એથી સંતુષ્ટ થઈને જતા. અહીં બધે “શ્લેષ” અલંકાર છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓ હતી. પહેલી સતી શિરોમણી દેખાવે તેમ નામે સુદર્શના, અ ને બીજી શીલરૂપી ગુણરત્નની ઉત્કૃષ્ટ ભૂમિ પ્રિયદર્શના. વળી સુદર્શનાને, જાણે સ્વર્ગ થકી પૃથ્વીપર અશ્વિનીકુમાર ઉતરી આવ્યા હોય નહીં એવા (૧) ગુણોરૂપી રત્નોના સાગર સાગરચંદ્ર અને (૨) જ્યેષ્ટભ્રાતા પ્રત્યે પૂજ્યભાવ દર્શાવનાર અને ઉત્તમ મુનિઓના ઉપદેશને પાળનાર મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. બીજી પ્રિયદર્શનાને પણ પ્રધુમ્ન સમાન રૂપવાન બે પુત્રો હતા; એક સૂર્યમંડળના જેવો અત્યંત તેજસ્વી ગુણચંદ્ર, અને બીજો શુકલપક્ષના ચંદ્રમાં જેવો રક્તમંડળવાળો બાલચંદ્ર. રાજાએ પહેલા પુત્ર સાગરચંદ્રને હર્ષસહિત યુવરાજપદ આપ્યું હતું; કારણ કે સદ્ગુણી જ્યેષ્ટ પુત્રને રડતો મૂકીને નાનાને ક્યાંય અપાતું નથી. વળી મુનિચંદ્રકુમારને ગરાસમાં અવંતિકા નગરી આપી હતી. અથવા તો સ્વામીના યોગ્ય દાનને કોઈ પણ કદાચિત્ ઉલ્લંઘન કરતું નથી. આ પ્રમાણે ઉત્તમ કુટુંબીજનોથી પરિવરેલો અને મહાન્ રાજ્યલક્ષ્મીએ સંયુક્ત એવો નરપતિ ધર્મ, અર્થ અને કામની ઉપાર્જના ને વિષે કાળ નિર્ગમન કરતો હતો. એકદા માઘમાસમાં એક રાત્રિએ પ્રબળ ધર્મવાસનાવાળા એ રાજા પાપકર્મનો નાશ કરવાની ઈચ્છાથી પોતાના મહેલને વિષે મુનિની જેમ કાયોત્સર્ગે રહ્યો; ને મનમાં એવો નિશ્ચય કર્યો કે “જ્યાં સુધી આ દીપક બળ્યા કરશે ત્યાંસુધી હું કાયોત્સર્ગ નહીં પારું; કારણ કે બીજે રસ્તે આ જગતમાં સિદ્ધિ નથી.” થોડા વખતમાં પ્રથમ પહોરની સમાપ્તિને સુચવવા વાળી ઘડી વાગી તે જાણે તેના અનેક કર્મરૂપી દુશ્મનોના મસ્તક પરજ વાગી હોય નહીં ! એવામાં દીપકમાં તેલ થઈ રહેવા આવ્યું તેથી તેનો ૧. દેખાવમાં સુદર્શના=રૂપવતી. ૨. સૂર્યની સ્ત્રી અશ્વિનીનો પુત્ર. એઓ અત્યંત રૂપવાન હતા. ૩. એ નામનો શ્રીકૃષ્ણનો એક પુત્ર. ૪. ચન્દ્રપક્ષે, રક્ત (લાલ-રતાશ પડતું) છે મંડળ (બિંબ) જેનું. કુમારપક્ષે, રક્ત (પ્રીતિવાળું) છે મિત્રમંડળ જેનું એવો. (અલંકાર શ્લેષ). ૫. કમાણી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ: આ ચાર મનુષ્ય-જીવનના ચાર મુખ્ય હેતુઓ-પુરુષાર્થ છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ મંદ પડવા લાગ્યો કારણ કે સ્નેહનો નાશ ક્યાંય પણ અભ્યદયનો હેતુ થતો નથી. તે વખતે શય્યાની પરિચારિકા દાસીએ “મારો રાજા અંધકારને વિષે કેવી રીતે રહેશે.” એમ વિચારીને દીપકને વિષે તેલ પૂર્યું. (અહો ! અજ્ઞાન જનોનું આચરણ ખરેખર દુઃખદાયક હોય છે.) તેલ પૂરાવાથી ભવનની અંદર સર્વત્ર પ્રકાશ થઈ રહ્યો; લિંગવતી' નામની પરિભાષા-ટીકાથી શાસ્ત્ર જેમ પ્રકાશમાન થઈ રહે છે તેમ. એવામાં ધર્મ રાત્રિને સમયે “આ રાજાના દયને વિષે ભાવદીપક દીપી રહ્યો છે માટે હવે મારું શું પ્રયોજન છે એમ જાણીને જ જાણે દીપક જતો રહેવા લાગ્યો. એટલે પેલી દાસીએ મારા રાજાની પેઠે ગુણવાળો અને અંધકારનો નાશ કરવાની શક્તિવાળો આ દીપક (મારા રાજાના તરફ) સ્નેહ (પ્રેમ) ઘટાડતો જણાય છે એમ ધારીને જ જાણે એમાં સ્નેહની વૃદ્ધિ કરી (તેલ પૂર્યુ), અને દીવેટ પણ સંકોરી તેથી દીપક વિશેષ પ્રકાશ કરવા લાગ્યો-તે જાણે રાજાના ધ્યાનરૂપી દીપકની સાથે સ્પર્ધા કરવાને જ હોય નહીં ! રાજા ચઢતે પરિણામે ધ્યાનની કોટિ પર આરોહણ કરવા લાગ્યો એવામાં ચોથા પહોરનો સમય થયો અને દીપક વળી ઝાંખો થવા લાગ્યો. અહો ! આ જગતમાં આપત્તિ વધવા માંડે છે ત્યારે કેટલી વધે છે ? દાસીએ તો રાજાને વિષે વત્સલતાને લીધે વળી દીવામાં તેલ પૂર્યું ! કહેવત છે અજ્ઞાન લોકની ભક્તિ મર્કટે કરેલી ભક્તિના જેવી છે દીવો તો તેલ પૂરાયાથી “હું તો હવે સર્વ વિપત્તિ ઉલ્લંઘી પાર ગયો.” એમ મહાહર્ષ સહિત જણાવતો હોય નહીં એમ ચોમેર પ્રકાશ ફેંકતો ઝળઝળાટ બળવા લાગ્યો. આ વખતે ભવદુઃખનો ભીરૂ નરપાળ પણ વિશેષ ભાવના ૧. સ્નેહ=(૧) તેલ (૨) પ્રેમ. ૨. અભ્યદય (૧) ઉજાશ. (૨) ઉદય. ૩. અમુક વાક્યમાં અમુક શબ્દનો અર્થ અમુકજ થવો જોઈએ એવો જેમને લીધે નિશ્ચય થઈ શકે એવા કેટલાક સંયોગ, વિયોગ, સાહચર્ય આદિ લક્ષણો છે તે લક્ષણોમાંનાં એકનું નામ લિંગ છે. અને એ લિંગવાળી ટીકા તે લિંગવતી ટીકા. ૪-૫ રાજાપક્ષે ગુણરસગુણ; અંધકાર=અન્યાય. દીપકપણે, ગુણ-દીવેટ, અંધકાર=અંધારું. અહીં પણ “શ્લેષ” છે. ૬. ભયવાળો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાવવા લાગ્યો- “પ્રાણી ભવાંતરથી નિશ્ચયે એકલો જ આવે છે, એકલો જ નરકતુલ્ય ગર્ભવાસને વિષે દુઃખમાં રહે છે અને એકલો જ યોનિરૂપ યંત્રથકી બહુ વેદના સહન કરતો બહાર નીકળે છે. વળી એકલો જ અન્ય કોઈના શરણ વિના અનેક પ્રકારની વ્યાધિઓથી પીડાય છે. અને એકલો જ પોતાના કર્મ પ્રમાણે મળેલી ગતિમાં પરવશપણે જાય છે. સકળ અપરિગ્રહથી પ્રાણી ન્યારો છે, પિતા-પુત્ર-માતાથી પણ પ્રાણી ન્યારો. છે, આ દેહથી પણ તે ન્યારો છે, તો હવે મમતા ક્યાં કરવી ? હે જીવ ! તેં ક્યાં ક્યાં અત્યંત વેદના નથી સહન કરી ? માટે હવે અહીં જો તું ભાવ રહિત હશે તો તને બહુ અલ્પ નિર્જરા (કર્મનો ક્ષય) થશે. જિનેશ્વરના વચનોના જ્ઞાતા સાધુજનો પણ એ વેદના શ્રદ્ધા સહિત સહન કરે છે તો મહાફળવતી થાય છે. માટે હે જીવ ! તું પણ આ માથે પડેલી વિપત્તિ સહન કરી લે, જેથી ઈચ્છિત વસ્તુની સત્વર સિદ્ધિ થશે. વળી તારાં પાપકર્મોનું તેં જે નરકભવને વિષે દુઃખ અનુભવ્યું છે તેની પાસે તો. આ દુ:ખ નિશ્ચયે અનંત મે ભાગે છે. અસ્થિર, મલિન અને પરતંત્ર એવા જે શરીરની પાસે કોઈ વખત વિપરીત કાર્ય પણ કરાવવામાં આવે છે, તે શરીરની પાસે તેનો જે ખરો ઉત્તમ ધર્મ છે તે (ધર્મ) શા માટે ના કરાવવો ?” આમ ભાવના ભાવતા, પુષ્પથી પણ સુકુમાર એવા એ રાજાએ ધ્યાનથી લેશ પણ ડગ્યા વિના શેષ રાત્રિ અત્યંત વેદના સહન કરીને પ્રાણ ત્યજ્યા. આવું ઉત્તમ મૃત્યુ પામવાથી એનો જીવ તત્ક્ષણ સ્વર્ગને વિષે એક સમૃદ્ધિવાન દેવરૂપે ઉત્પન્ન થયો. (કોઈક કારણને લીધે એને મુક્તિ તો ન મળી, પણ તેટલા માટે એને દેવત્વ પણ શું ન મળે ?) આવા સત્યના ભંડારરૂપ રાજાની તોલે બીજો કોઈ મનુષ્ય નહીં આવે, કારણકે એણે પોતે ફક્ત ચિત્તને વિષે ધારેલું હતું તે પણ લીલામાત્રમાં બહુ ઉત્તમ રીતે નિર્વહન કર્યું છે. કેટલાક તો પોતે બોલીને અંગીકાર કરેલું પણ કલીબની જેમ ધીરજ ન રહેવાથી યથેષ્ટ ભાષણ કરનારા બાળકોની પેઠે બીજી જ ક્ષણે ત્યજી દે છે એ કેવું ખેદજનક છે ? ૧. માલમિલકત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #30 -------------------------------------------------------------------------- ________________ કમંડલુ-કપાલ-દંડ-શ્વેત કે રક્ત વસ્ત્રો આદિ ધારણ કરવાથી શું ? તેમ કેશનો લોચ કરવાથી પણ શું ? ખરું વ્રત તો સ્વીકાર કરેલા વ્રતનું પરિપાલન કરવું એજ છે. પછી એ સદ્ગત રાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો તે પ્રજાજનનાં મનોરંજન કરતો રાજ્યગાદી શોભાવવા લાગ્યો; સુવર્ણનો કાન્તિમાન કળશ ઉત્તમ દેવમંદિરના શિખરને દેદીપ્યાન કરે છે તેમ. એકદા એણે પોતાની અપર માતાને કહ્યું-તમે આ મારું અખિલ રાજ્ય ગ્રહણ કરો; તમારા ઉભય પુત્રો એના સ્વામી થાઓ; હું તો હવે આ ભવથી ઉદ્વિગ્ન થયેલો છું તેથી પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. આમ નરપતિએ પોતે આવીને આપવા માંડ્યું છતાં એ એને ગમ્યું નહીં, કારણકે “લ્યો, લ્યો” કહેતાં તો તસ્કરો પણ ગ્રહણ કરતા નથી. પણ એકદા એ અપરમાતાએ એને રાજમાર્ગ પર હસ્તિરથ-અશ્વ-ચામર-છત્ર અને બન્દિજનોના સમૂહથી શોભી રહેલો, મંડલિક અધિપતિઓ, મુખ્ય અમાત્યો અને પ્રતિહાર આદિ પરિવારથી સંયુક્ત હરતો ફરતો જોયો એટલે એને પશ્ચાત્તાપ થયો તેથી ચિંતવવા લાગી “એક વખતે એણે મને રાજ્ય આપવા માંડ્યું હતું છતાં પણ તે મને ગમ્યું નહીં. હવે મારે શું કરવું ? હવે મારે ફક્ત હાથ ઘસવા રહ્યા ! જો મેં તે સમયે રાજ્યગ્રહણ કર્યું હોત તો મારા પુત્રો પણ નિશ્ચયે આવો વૈભવ ભોગવત.” ખરું જ કહ્યું છે કે અલ્પમતિ જનોને યોગ્ય સમયે વિચાર સુઝતો નથી. તથા આમ કરતાં એ અપરમાતાને એક એવો વિચાર સુઝયો કે હવે તો હું એનો ઘાત કરું તોજ રાજ્ય મારા પુત્રોનું થાય. બરાબર યોગ્ય સમયે ફળ ન તોડાણું તો છેવટે હવે ક્ષુધા લાગી ત્યારે તોડું. ત્યારે હવે શું હું એને વજ્જી ચરી નાખું ? તીક્ષ્ણ ખડ્ગથી વિદારી નાખું ? જળને વિષે ડુબાવી દઉં કે અગ્નિથી મૃત્યુ પમાડું ? એ રાંક જેવો શું કરવાનો છે ? એનામાં કાંઈ સત્ત્વ નથી.” આમ નિશ્ચય ઉપર આવ્યા પછી એણે પોતાના કાર્યની સિદ્ધિને અર્થે રસોઈયાને આજ્ઞા કરી કે “આ મારો પુત્ર સુધા ૧. સંસાર તજી વિરક્ત થયેલા યોગીજનો પાસે આ વસ્તુઓ હોય છે એ ઉપરથી એઓ ઓળખાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ સહન કરી શકે એવો નથી માટે તારે નિત્ય પ્રભાતે એને માટે કંઈ નાસ્તો મોકલ્યા કરવો.” એટલે રસોઈયાએ એ પ્રમાણે કરવા માંડ્યું. એકદા એણે એક ઉત્તમ કેસરીઓ મોદક દાસીની સાથે રાજાને મોકલાવ્યો, એવો કઠણ કે જાણે દાંતને પાડી નાખવાને માટે એક પાષાણનો ગોળો હોય નહીં! દાસીના હાથમાં એ જોઈને રાણીએ પૂછ્યુંઆ તારા હાથમાં શું છે ? દાસીએ કહ્યું-રાજા માટે મોદક લઈ જાઉં છું. રાણી (રાજાની અપરમાતા) એ કહ્યું-એ કેવો છે ? મને દેખાડ તો ખરી, એમ કહીને એ મોદક એણે પોતાના વિષવાળા હાથમાં લીધો. અને “અહો ! છે તો બહુ સુંદર, પણ એમાં લેશ માત્ર સુવાસ નથી.” એમ કહીને દાસીને પાછો આપ્યો. અહો! માયા કપટવાળા મનુષ્યોની વચનચાતુરી સામાને કેવી કેવી રીતે વિશ્વાસ ઉત્પન્ન કરાવે છે ! દાસીએ તો એ પછી રાજાને જઈને આપ્યો. તે વખતે દૈવયોગે એના બે અપરભાઈઓ પાસે હતા એટલે રાજાના મનમાં વિચાર થયો-આ મારા નાના ભાઈઓ સુધિત છતાં મારાથી એ કેમ ખવાય ? એમ કહી એણે એ એમને વહેંચી આપ્યો; કારણ કે સજ્જનોને લઘુ ભાઈ ઉપર પુત્રસમાન પ્રેમ હોય છે. પછી બંને ભાઈઓએ એ મોદક ખાધો. પણ ત્યાં તો એમની દૃષ્ટિ ભાંગવા માંડી, શરીર ધ્રુજવા લાગ્યું અને એમને મૂર્છા આવી. એ પરથી રાજા તો પોતાનું સર્વ રાજ્ય હારી બેઠો હોય એમ આકુળ વ્યાકુળ થઈ ગયો. “જરૂર આ કોઈ વિષનો વિકાર છે, અન્યથા આમ થાય નહીં. માટે એનો સત્વર ઉપાય કરું, કારણ કે પછી મોડું થશે તો શત્રુની પેઠે એ દુર્જય થઈ પડશે.” એમ વિચારી પ્રવીણ વૈદ્યોને બોલાવીને તત્ક્ષણ સુવર્ણનું પાન અને ઉત્તમ મંત્રો આદિ ઉપાયો વડે રાજાએ પોતાના લઘુ બંધુઓને સ્વસ્થ કર્યા. પછી ખરું સ્વરૂપ જાણવા માટે તરત જ દાસીને બોલાવીને પૂછ્યુંઆ અત્યંત ઘોર પાપ કોણે કર્યું? દાસીએ કહ્યું-હે નાથ ! ખરી હકીકતની આમાં મને કંઈ ખબર નથી. પણ આપની અપરમાતાએ મારી પાસેથી એ મોદક પોતાના હાથમાં લઈ જોયો હતો; માટે કદાચિત્ એણે આવું નિંધ પાપકાર્ય કર્યું હોય તો ! નિશ્ચયે, હે સ્વામી ! અગ્નિ ત્યાંથી જ પ્રગટ્યો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. પછી રાજાએ પણ પોતાની અપરમાતાને બોલાવીને નિષ્ફર વચનો કલા-અરે ડાકણ ! તારું હૃદય આવું રૌદ્ર કેમ થયું ? તેં આવું ઘોર પાપાચરણ કેમ આદર્યું ? તને તે વખતે રાજ્ય આપવા માંડ્યું હતું છતાં તેં નિસ્પૃહતા બતાવીને તેં લીધું નહીં, અને હવે આવું કર્યું; તારાં ઉભય વર્તન પરસ્પર વિરોધી છે (મળતાં આવતાં નથી.) તારી નેમ તો નિરર્થક મારા પ્રાણ લેવાની હતી; એમાં જો કથંચિત મારું મૃત્યુ થયું હોત તો તારી જેવી અધર્મિણીની શી ગતિ થાત ? હે માતા ! તું હવે નિ:સંશય આ રાજ્ય ખુશીથી ગ્રહણ કર. જે કાર્ય પ્રેમથી સિદ્ધ થાય છે તે વિરસતાથી શા માટે કરવું જોઈએ ? એમ કહી તેજ ક્ષણે તેને રાજ્યધુરા સોંપી રાજાએ હર્ષ સહિત ચારિત્ર લીધું. અથવા તો એવા પુત્રને એવું જ વરદાન હશે ! પછી એ રાજર્ષિ ઉગ્ર ચારિત્ર પાળતા અને દુશ્ચર તપશ્ચર્યા કરતા, સાક્ષાત્ સાધુ ધર્મ જ હોય નહીં એમ સતત શાસ્ત્રામૃતનું પાન કરવા લાગ્યા. એકદા ત્યાં અવંતી નગરીથી બે મુનિઓ આવ્યા. એમને રાજર્ષિએ ત્યાંના સાધુઓના સુખશાતાના સમાચાર પૂછળ્યા. એ પરથી એમણે ઉત્તર આપ્યો-હે મહામુનિ ! ત્યાં રાજાનો અને પુરોહિતનો એમ બંનેના પુત્રો જાણે રાગ અને દ્વેષના લઘુભાઈઓ હોય નહીં એમ નિત્ય સાધુઓને હેરાન કર્યા કરે છે. ભક્ત-પાન-વસ્ત્ર આદિ વસ્તુઓના સંબંધમાં કાંઈ અડચણ નથી; ત્યાંના શ્રાવકોની ભકિત નિરૂપમ છે. વળી ત્યાં સાધુઓને આગમનો શુદ્ધ પાઠ ભણવા ગણવાનું–અર્થ સમજવાનું અને નવા શિષ્યને અભ્યાસ કરાવવાનું કાર્ય સર્વદા બહુ સારું ચાલે છે. સર્વ વાત સાંભળીને રાજર્ષિને સહસા દુઃખ લાગ્યું. “સાધુઓને ઉપસર્ગ કરનારા એ બંને તો ભવકુપને વિષે પડશે; પણ મુનિઓની કદર્થના થાય છે. એ સારું થતું નથી.” એમ વિચારી ગુરુની આજ્ઞા લઈને એ બંનેને ઉપદેશ આપી સમજાવવાને માટે સત્વર અવંતી ભણી ચાલ્યા. અથવા તો મુનિઓ સદા પરોપકારને વિષે તત્પર જ હોય છે. હવે અવંતીમાં આવીને રાજર્ષિ ઉપાશ્રયમાં વસતિ માગી લઈને રહ્યા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પૂર્વે જે સાધુઓ આવીને રહેલા હતા. એમણે એ મહર્ષિની ભક્તિ કરી; અને ગોચરીનો વખત થયો ત્યારે તેઓએ કહ્યું-અમે તમારે માટે ભક્તપાન લાવીશું; કારણકે શાસ્ત્રમાં પણ ત્રણ દિવસનું આતિથ્ય કહેલું છે. એ સાંભળી રાજર્ષિએ કહ્યું “તમે કહો છો તે વાસ્તવિક છે પણ હું બીજાની આણેલી ભિક્ષા જમતો નથી. માટે કોઈ, પ્રતિપક્ષીઓનાં તેમજ હિતૈષીઓનાં ઘરને જાણનારા મુનિને મારી સાથે મોકલો.” એ પરથી એ સાધુઓએ પણ એક નાનો શિષ્ય ઘર બતાવવા માટે સાથે આપ્યો. કહેવત છે કે જ્યાં પૈસે સરતું હોય ત્યાં ચતુર માણસ રૂપીઓ ખરચતા નથી. સર્વે ગૃહસ્થોના ઘર બતાવી રહ્યા પછી પેલા રાજપુત્રનું મંદિર જોવાની ઉત્કંઠાવાળા રાજર્ષિને તે પણ દેખાડ્યું; જેમ યુદ્ધને વિષે ઉતરી પડવાને સજ્જ થયેલા સુભટને શત્રુનું સૈન્ય દેખાડવામાં આવે છે તેમ. કંઈક નવું જુનું થશે એમ સમજીને રાજર્ષિએ તરત જ પેલા લઘુશિષ્યને રજા આપી અને પોતે મોટે સાદે “ધર્મલાભ” કહીને કુમારના મંદિરને વિષે પ્રવેશ કર્યો. એ “ધર્મલાભ” સાંભળીને હા ! હા ! હા ! એમ ઉચ્ચ સ્વરે બોલતી અંતઃપુરમાંથી સ્ત્રીઓ બહાર આવી અને મુનિને અંદર પ્રવેશ કરતા વાર્યા; કોઈ કૃપણના ઘરની સ્ત્રીઓ ભિક્ષુકને વારે છે તેમાં પણ મુનિએ તો સાદ કાઢીને એમને પૂછ્યું-કેમ, બહેનો તમે કેમ મુંઝાઈ જાઓ છો ? શું અંદર કોઈ ફણિધર સર્પ કે દુષ્ટ ચોર જેવું કોઈ છે ? એમ કહી ઋષિ તો વાર્યા છતાં આગળ ને આગળ વધવા લાગ્યા. પેલી સ્ત્રીઓ પણ વિચારવા લાગી કે “કોઈ ગાંડા માણસને કહીએ કે જોજે ભાઈ, રખેને કંઈ સળગાવી દેતો નહીં એ સાંભળીને તો ઉલટો એ વિશેષ સળગાવે છે તેમ આ સાધુ વાર્યા છતાં આગળ ને આગળ ચાલ્યા જ આવે છે માટે એનામાં કંઈક નવીનઆશ્ચર્ય હોવું જોઈએ.” એવામાં તો મુનિ મંદિરના મધ્ય ભાગ સુધી આવી પહોંચ્યા. કેમકે જે માણસે અમુક કાર્ય કરવાનું મન સાથે નક્કી કર્યું છે તે માણસ કંઈ પણ જોખમની દરકાર કરતો નથી. ૧. અતિથિનો સત્કાર. ૨૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #34 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો “અહો ! આપણને રમવાને માટે બહુ સુંદર રમકડું એની મેળે આવી પહોંચ્યું.” એમ કહીને પેલા બંને કુમારોએ મુનિને તક્ષણ બાંધ્યા; અને સાથે જ પોતાની સદ્ગતિનું દ્વાર પણ બંધ કર્યું ! પછી હાવભાવ સહિત અને હસ્ત અને ચરણની આંગળીઓના ઉપન્યાસપૂર્વક સુંદર નૃત્ય કરો એમ એમણે મુનિને કહ્યું; કારણકે નિબુદ્ધિ માણસને સ્થાન સ્થાનનો વિચાર હોતો નથી. મુનિએ પણ એમને કહ્યું-ત્યારે તમે વારિત્ર લ્યો કારણકે હું નૃત્ય કરીશ તે, સાથે કાંઈ વાઘ જેવું નહીં હોય તો શોભશે નહીં. આમ બંને કુમારોએ વારિત્ર લીધું અને મુનિ ધરતી પર મનહર નૃત્ય કરવા લાગ્યા. પણ કુમારો બંને વગાડતાં વગાડતાં વિષમ તાલ દેતા હતા. તેથી નૃત્યના તાલમાં ભંગ થવા લાગ્યો. તેથી મુનિએ કહ્યું-તમને સુંદર રીતે વગાડતાં આવડતું નથી તેથી હું નૃત્ય નહીં કરું. આ પરથી ક્રોધાવિષ્ટ થઈને બંને જણ મુનિને પ્રહાર કરવા ઉઘુક્ત થયા. (કહેવત છે કે અમુક કાર્ય આવડતું નથી ત્યારે અજ્ઞાન માણસ કલહરૂપી કાર્ય શોધી કાઢે છે.) એટલે તો કળાવેદિ મુનિએ એ બંનેને મારી મારીને ખોખરા કર્યા. કારણકે ગંધહતિ આગળ સામાન્ય હસ્તિ ક્યાં સુધી ટકે ? એમણે એક મલ્લની પેઠે સંધિ બંધનકળાથી બંનેને વક્ર કરી નાખ્યા અને પોતે ત્યાંથી ઉપવનમાં જઈને રહ્યા. કારણકે શિક્ષાને યોગ્ય હોય એવા મનુષ્યની સાથે સમજાવટની વાત કરવાની હોતી નથી. તક્ષણ સેવકજનોએ એ બંને કુમારોની એવી કષ્ટમય સ્થિતિ જોઈને રાજાને ખબર આપ્યા કે કોઈ મુનિ એમની એવી દુર્દશા કરી ગયા છે. તે પરથી મુનિચંદ્ર રાજાએ પોતે ઉપાશ્રયે આવીને ગુરુની આગળ, કુમારોને નિર્દયપણે દુઃખ ભરી સ્થિતિમાં કોઈ મુનિ મુકી ગયાની ફરીયાદ કરી. ગુરુએ એ સાંભળી પોતાના સાધુ મંડળને પૂછી જોયું પણ એઓ તો કહે કે અમે કશુંયે જાણતા નથી. અમે તો એ કુમારોના દુઃખને લીધે એમના પાડોશીઓનાં ઘર સુદ્ધાં ત્યાં છે. કારણકે અગ્નિની સમીપમાં કોણ જાય? વળી જ્યારે એ કુમારોને કોઈ મુનિ મળે છે ત્યારે તો એ એમ જાણે છે કે આજે તો ગોળનું ગાડું મળ્યું. એને એઓ વિવિધ રીતે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છ8) ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ બાધા ઉપજાવે છે એને લીધે અમારે દેવગુરુની બહુ ચિંતા રાખવી પડે છે. હે ગુરુજી ! આજે નવા આવેલા મુનિને પણ એમણે સંતાપ્યા હશે અને એથી જ એમની આવી દુર્દશા થઈ હશે ! કારણકે બિલે બિલે કાંઈ ઘો હોય નહીં; ક્યાંક સર્પ પણ હોય. એ સાંભળીને ગુરુએ કહ્યું-હે રાજન્ ! તમે એ મુનિની શોધ કરાવો; કારણકે જેનામાં ભાંગવાની શક્તિ છે તેનામાં પાછી સાંધવાની શક્તિ પણ હોવી જોઈએ. પછી રાજાએ ચોતરફ પોતાના સેવકજનોને મોકલી ભાળ કઢાવી. એમણે એમને બહાર વનમાં શોધી કાઢ્યા એટલે રાજા પોતે ત્યાં આવ્યો અને વનના મધ્યમાં ગયો. ત્યાં એણે શમગુણથી શોભતા અને શાસ્ત્રનો પાઠ કરતા પોતાના સહોદર સાગરચંદ્રને દીઠા. એમને મહાઆદર સહિત વંદન કરીને રાજા લાજને લીધે અધોમુખ રહ્યો, તે જાણે પૃથ્વીને એમ પૂછવાને હોય નહીં કે “તું મુનિજનને વહાલી છો માટે કહે હું શું કહું ? પછી મુનિએ એને કહ્યું “હે ભૂપતિ ! તું ચંદ્રાવતંસક્ર રાજાનો પુત્ર છતાં, મુનિજન તરફ દુષ્ટ વર્તણૂક ચલાવતા તારા બાળકોને વારતો નથી તે શું સારું કહેવાય છે ? તેં તારા પિતાની સ્થિતિ જોઈ છે ? અથવા તો ભૂપતિના પાશમાં રહેલો સિંહપુત્ર શૃગાલમાંથી પણ ગયો ? પણ એમાં તારો દોષ નથી; સર્વ લોકો પોતાના પુત્રોને સદ્ગુણી જ લેખે છે. વાઘણ પણ પોતાના શિશુને ભદ્રિક અને સૌમ્યદયવાળું માને છે. પણ આ સાધુજનની હીલના કરવાથી હાનિ થાય છે અને એમને તાડના કરવાથી મૃત્યુ નીપજે છે. અહીં આવનારા મુનિઓને ઉપદ્રવ કરનારા તારા બંને બાળકો નિશ્ચયે દુરાત્મા છે.” એ સાંભળી રાજાને બહુ પશ્ચાત્તાપ થયો તેથી રાજર્ષિના ચરણમાં પડીને કહેવા લાગ્યા-હે ક્ષમાનિધિ ! એકવાર મારો અપરાધ ક્ષમા કરો, બંને બાળકોનું આવું દૂષણ મેં મૂકાવ્યું નહીં એથી મને બહુ ખેદ થાય છે. અથવા તો સંપત્તિને લીધે અંધ બનેલા મારા જેવાઓ સર્વત્ર સુંદર સુંદર જ ભાળે છે. હવે તો તમારા સહોદર પર અનુગ્રહ કરી, દુ:ખદાયક અવસ્થામાં પડેલા બંને કુમારોને કૃપા કરી જલદીથી સાજા કરો; કારણકે એઓ તમારા પણ ફરજંદ છે. એ સાંભળીને રાજમુનિ બોલ્યા-હે નૃપાળ ! કુમારોને હું એ શરતે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ સાજા કરું કે જો એઓ પ્રવ્રજ્યા અંગીકાર કરે. અથવા તો ગુણકર ઔષધ બળાત્કારે પણ પાવું પડે છે. રાજાએ ઉત્તર આપ્યો-હે ગુરુ ! વ્રતના સંબંધમાં હું શું કહી શકું ? એમનું જ વચન લ્યો; કારણ કે ઢાંકણું દઢ દીધું હશે તો પછી કુડલીમાંથી ઘી કયાંથી નીકળી જશે ? પછી રાજર્ષિએ જઈને બંને કુમારોના અવયવો સીધાં કર્યા એટલે રાજાએ કહ્યુંહે કુમારો ! જો તમારે જીવવાની ઈચ્છા હોય તો તમે ચારિત્ર અંગીકાર કરો. એટલે કુમારોએ મન વિના પણ એમનું વચન સ્વીકાર્યું; અથવા તો જીવવાને માટે મનુષ્ય સુબંધુ મંત્રીની પેઠે શું નથી આદરતો ? રાજર્ષિએ પછી કુમારોને લોચ કરાવીને દીક્ષા આપી અને અનુક્રમે એમને અભ્યાસ પણ કરાવ્યો. વિના પ્રયોજને પાપ બાંધતા પ્રાણીઓને બળાત્કારે પણ ધર્મ કરાવવો એ યે સુંદર છે. રાજપુત્ર પણ આ મારા કાકા છે એમ માનતો શુદ્ધ મને ક્રિયા બધી કરતો. કહેવત છે કે ધર્મવિષયે કે કર્મવિષયે પ્રાણીને મમતા થાય એ પણ નિશ્ચયે બહુ સારી વાત છે. વળી પુરોહિતનો પુત્ર પણ વિચારવા લાગ્યો-આવું ચારિત્ર મને પ્રાપ્ત થયું તે ખરેખર શુભકારી થયું છે; પણ આટલું ઠીક ન થયું કે મને બળાત્કારે પ્રવજ્યા અંગીકાર કરાવી. ઉપરાંત એને જાતિમદ થયોકે હું ઉત્તમ જ્ઞાતિનો છું; કારણકે પક્ષીવર્ગમાં જેમ ગરૂડ, તેમ સર્વ જ્ઞાતિઓમાં બ્રાહ્મણજ્ઞાતિ ઉત્તમ છે. અનુક્રમે બંને જણ ઉત્તમ વ્રતનું અનુપાલન કરતા કાળધર્મ પામી સ્વર્ગે ગયા. પણ મોક્ષરૂપી ઉત્તમ ફળ આપનારું મુનિપણું એમને ફક્ત સ્વર્ગ આપનારું થયું એટલે એ કંઈ આશ્ચર્યકારક ન થયું. ત્યાં સ્વર્ગને વિષે બંને એ પરસ્પર નક્કી કર્યું કે આપણામાંથી જે પ્રથમ ચ્યવે તેને બીજાએ પ્રતિબોધ દેવો. કહેવત છે કે સજ્જનોની મૈત્રી ભવિષ્ય ફળની જ જોવાવાળી છે. રાજગૃહી નગરીને વિષે કોઈ મેદિની નામની પ્રવીણ સ્ત્રી હતી તે માંસ વેચીને આજીવિકા ચલાવતી હતી. કહેવત છે કે પાપી જનોની જીવિકા પણ મલિન હોય છે. એ મેદિનીને કોઈ શેઠની સ્ત્રી સાથે દઢ મૈત્રી થઈ અને તેને જ તે નિરંતર માંસ આપવા લાગી. પેલી પણ મેદિનીને કહેવા લાગી-હે સખિ ! તારે હવેથી મારા વિના અન્ય કોઈને માંસ આપવું નહીં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) Page #37 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે નીચ જનની સાથે રહેવાથી નીચ આચરણ થાય છે અને તેથી જ માણસ એવાની સાથે લપટાય છે. શેઠની સ્ત્રીએ મેદિનીને પ્રીતિને લીધે તેના કુટુંબ સહિત પોતાના ઘર પાસે લાવીને રાખી. કહેવત છે કે ગાઢ પ્રેમથી પરવશ બનેલા માણસો પોતાની નિંદાની પણ દરકાર કરતા નથી. હવે પુરોહિત પુત્રનો જીવ જાતિમદને લીધે મેદિનીની કુક્ષિએ પુત્રપણે અવતર્યો; અથવા તો કર્મ યોગ્ય અવસરે નિશ્ચયે યોગ્ય ફળ આપે જ છે. વળી શેઠની સ્ત્રી જેને નિરંતર મૃતબાળક જ અવતરતાં હતા. તેણે પણ તેજ વખતે એક મૃતબાળાને જન્મ આપ્યો. કહેવત છે કે આ જગતમાં કોઈના સર્વે મનોરથો વિધિએ પૂર્યા નથી. મેદિનીએ તે વખતે સખીને પોતાનો પુત્ર આપવાની અને પ્રાણરહિત બાળા પોતે રાખી લેવાની વાત કરી. કારણ કે પોતાનું બગાડીને મિત્રનું કાર્ય સાધી આપવું એને જ પંડિત પુરુષો મૈત્રી કહે છે. એ સાંભળીને શેઠની સ્ત્રીએ એ પુત્રને સદ્ય ગુપ્ત રીતે પોતાને ઘેર મંગાવી લીધો; એક નિર્ધન મનુષ્ય ક્યાંથી કોઈનો દ્રવ્યભંડાર મળી જવાથી છાની રીતે પોતાના ઘરભેગો કરે છે તેમ. શેઠ તો પુત્ર જન્મ્યો જાણીને તત્ક્ષણ બહુ હર્ષ પામ્યો; અને મેઘ એટલે વર્ષાદનો છંટકાવ થવાથી નીપવૃક્ષ અંકુરિત થાય એમ એ પણ રોમાંચિત થયો. વળી એ શેઠ એમ પણ ચિંતવવા લાગ્યો કે અહો ! મારે પુત્ર થયો એટલું જ નહીં પરંતુ એ જીવતો પણ રહ્યો; એટલે તો મારે ભોજન, અને તે પર દક્ષિણા પણ મળે એવું થયું. ધનવાન શેઠે વળી આ પ્રસંગે હોંશેથી વૃદ્ધ વર્ઝનક મહોત્સવ પણ કર્યો; કારણકે શું પ્રિય પુત્ર અવતર્યે માતપિતા પોતાના મનોરથો નથી પૂરતા ? • પછી અવસરે શેઠે પોતાના સમાન ગોત્રિકોની સમક્ષ, પુત્રનું, ગુણને અનુસારે, નામ પાડ્યું. એમ કે આર્ય (પ્રભાવશાળી) જીવને લીધે વંશ મેત એટલે ટકી રહ્યો માટે મેત આર્ય-મેતાર્થ એવું નામ હો. હવે આ બાળક પિતાના ગૃહને વિષે શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે દિનપ્રતિદિન વધવા લાગ્યો. અનુક્રમે પિતાએ એને સમગ્ર ઉચ્ચ કળાનું જ્ઞાન અપાવરાવ્યું. એમ કરતાં કરતાં એ બાલ્યાવસ્થા પસાર કરીને સુંદર સ્ત્રીઓને મોહ ઉપજાવનાર એવી યુવાન વયે પહોંચ્યો; જેવી રીતે આમ્રફળ ખટાશગુણને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ત્યજીને મિષ્ટભાવને પામે છે તેમ. એવામાં એનો પૂર્વભવનો મિત્ર જે દેવ હતો તે એને શુદ્ધ સમકિત પ્રાપ્ત કરાવવા માટે એની પાસે આવ્યો, જેમાં પોતાના પ્રીતિપાત્ર એવા મિત્રને ઘેર બીજો મિત્ર પ્રાસંગિક સલાહ લેવા દેવા આવે છે તેમ. એ દેવે એને ધર્મ અને શૈર્યને આપનાર, તથા વૈરાગ્યને ઉત્પન્ન કરનાર એવાં સ્વપ્નો બતાવવા વગેરે વિધાનોથી અનેક રીતે બોધ આપ્યો. પરંતુ એને એ બોધ લાગ્યો નહીં. કારણકે મોહ ત્યજવો એ બહુ દુષ્કર વાત છે. પછી અનુક્રમે શેઠે પુત્રનો આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. એને એકવાર પાલખીને વિષે બેસી ફરતો જોઈને પેલો માંસવાળો આંસુ લાવીને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો- “જો આપણને પુત્ર પ્રાપ્ત થાય તો હું પણ આમ કરું.” એવામાં તો તેની સ્ત્રી-મેદિનીએ બન્યો હતો તે સર્વ વૃત્તાંત દેવમાયાને લીધે એને અથેતિ કહી દીધો. એટલે તો પતિએ એ (મેતાર્ય)ને શિબિકામાંથી ક્ષણવારમાં ખાડાને વિષે પાડી દીધો; જેવી રીતે (યોગીનું) અસદ્ આચરણ યોગીના મનને ઉપશમશ્રેણીના છેવટના પગથીયા પરથી પાડી નાખે છે તેમ. પછી યમદૂતના જેવો ઉન્મત્ત એ મેદન તો બંધુજનોનાં મુખ ઝંખવાણા કરી દઈ એ મેતાર્યને પોતાનો બંદીવાન હોય તેમ ભર્સના કરતો કરતો પોતાની ઝુંપડીએ ખેંચી ગયો. ત્યાં માંસ મધ આદિની ગંધને લીધે અનેક માખીઓવાળા કાળામશ નરકવાસ જેવા ચરબીના ભરેલા ઝુંપડામાં રહ્યો છતા એ અત્યંત વિષાદ પામ્યો. એને એ પ્રમાણે વિલક્ષશૂન્યચિત્ત જોઈને પેલો દેવ ત્યાં પ્રકટ થયો અને એને કહેવા લાગ્યો છે મિત્ર ! મેં તને અનેક વખત બહુ બહુ બોધ દીધો છે છતાંયે તું હજુ સર્વ જાણતાં છતાં પ્રમાદ કરે છે ? મેતાર્ય કહે-હે મિત્રદેવ ! હું સર્વ જાણું છું; પણ મારાથી આજ વખતે દીક્ષા લેવાનું બનશે નહીં. કારણકે મારી જેવાઓ બહુ ભીરૂ એટલે બીકણ હોય છે. માટે કૃપા કરીને મને બાર વરસની અવધિ આપો. ત્યાર પછી તમે જે કહેશો તે હું કરીશ; કારણકે તમે મારા ખરેખરા ગુરુ છો. એ સાંભળીને દેવતાએ પણ કહ્યું-તારા મનમાં અન્ય પણ જે હોય તે કહે, કે જેથી તે પણ હું પૂર્ણ કરું. અહો ! પ્રેમ શું નથી આપતો ? એ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ પરથી મેતાર્ય પણ હર્ષ પામીને કહેવા લાગ્યો-હે દેવ ! મને રાજાની કન્યા અપાવો કે જેથી મારું કુલહીનતારૂપી કલંક નાશ પામે. ખરું જ છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. દેવે એને કહ્યું-સાંભળ, દાન દેવાથી કાષ્ટના દેવના મુખ પણ ઉઘડે છે; માટે હે ભાઈ ! જો આ એક સુંદર છાગ તને આપું છું તે હંમેશા રત્નોની જ વિષ્ટા કરે છે-તે રત્નો તારે રાજાને આદરપૂર્વક ભેટ આપ્યાં કરવાં. શ્રેષ્ઠિપુત્ર મેતાર્યે પણ સાક્ષાત્ લાભ પોતેજ હોય એવો એ છાગ, જે લક્ષણથી તો એક ઉત્તમ અશ્વ જેવો હતો, તેને હર્ષપૂર્વક લઈને પોતાના ઘરના આંગણમાં બાંધ્યો. પછી એ છાગ તો દેવતાના એવા અકથ્ય પ્રભાવથી હમેશાં રત્નો મૂકવા લાગ્યો. તે રત્નો મેતાર્યનો પિતા એક થાળમાં ભરીને રાજાને મહેલે ગયો. ત્યાં એણે એ રત્નપૂરિત થાળ એને ભેટ મૂક્યો; અને વિજ્ઞપ્તિ કરી કે, આપની પુત્રી મારા પુત્ર વેરે આપો. ખરેખર રાગીજનો સ્થાનાસ્થાન કંઈ જાણતા નથી. રાજાના માણસો તો “અરે, આવું અસમંજસ શું કહે છે ? હે વૃદ્ધ ! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે શું ?” એમ કહીને એને ચોરની પેઠે ગળેથી જ પકડ્યો અને બહાર હાંકી કાઢ્યો. પણ એ તો પ્રતિદિન એ પ્રમાણે જ રત્નનો થાળ ભરીને રાજાને ભેટ આપી જતો; જાણે પોતાના વીશ નખોના પ્રઘર્ષણથી જ ઉપાર્જન કરીને ક્યાંકથી લઈ આવતો હોય નહીં, અર્થાત્ વિના પ્રયાસે, એની મેળે જ ક્યાંકથી મફત મળી જતાં હોય, ને રાજાને આપી જતો હોય એમ. અને રાજા પણ લોભી એટલે લોભને લીધે હંમેશા એ ભેટ લઈ લેતો. પણ એણે પોતાની કન્યા તો એને આપી નહીં. અહો જુઓ તો ખરા. શ્રેણિક પણ કેવું કરે છે ? પણ એકદા અભયકુમારે શેઠને પૂછ્યું “તમે આ મણીઓ નિત્ય ક્યાંથી લાવો છો ? અમારા જેવા આ સમગ્ર પૃથ્વીના સ્વામીથી પણ આવા રત્નોનું દાન દેઈ શકાતું નથી.” એટલે પેલાએ ઉત્તર આપ્યો-હે મંત્રીશ્વર, આપ સત્ય પૂછો છો; આપનો પ્રશ્ન વાસ્તવિક છે. પણ મારે ત્યાં એક છાગ છે તે, સ્વાતિ નક્ષત્રના મેઘ જેમ મોતીના સમૂહને ઉત્પન્ન કરે છે તેમ, નિત્ય મણિઓની જ વિષ્ટા કરે છે-મૂકે છે. તે પરથી રાજપુત્ર અભયકુમારે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) 30 Page #40 -------------------------------------------------------------------------- ________________ કહ્યું-આ તારો આવા ગુણવાળો છાગ છે તે થોડા દિવસ અમારે ત્યાં પણ મૂકી જા. અહો ! પોતાની સ્ત્રીની પેઠે લક્ષ્મી પણ કોને પ્રિય નથી ? શેઠે હા કહી છાગ આપ્યો એ અભયકુમારે રાજાના મહેલમાં બાંધ્યો. જુઓ ! માનવજનનું કે પશુનું, તેઓ જે કાર્ય કરી આપે છે તેને લીધે જ ગૌરવ થાય છે. હવે શ્રેષ્ઠિને ઘેર મણિ મૂકતો હતો તે છાગ રાજાને ત્યાં તો ભૂત પણ ભાગી જાય એવી ઉત્કટ ગંધવાળી બહુ લીંડી મૂકવા લાગ્યો. એટલે અભયકુમારને નિશ્ચય થયો કે જરૂર એ કોઈ દેવની માયા છે. તેણે વળી એની પરીક્ષા કરવા માટે એ શેઠને કહ્યું કે “શ્રેણિક રાજાને ચૈત્યવંદન કરવા વૈભારગિરિ પર જતાં (તાપને લીધે) કષ્ટ વેઠવું પડે છે, માટે એમના રથને ત્યાં જતાં રાજમાર્ગની જેમ લેશ પણ તાપ ન લાગે એમ કરી આપો.” અભયકુમારે એવી માગણી કરી એટલે તુરત રથને જવાને માર્ગે દેવશક્તિથી વાદળાં ચઢી આવ્યાં અને તેને લીધે છત્રછાયા થઈ રહી. ફરીથી વળી બીજું અભયકુમારે પેલાને કહ્યું-આ નગરના કોટને તું સુવર્ણમય (સોનાનો) કરાવી આપ. ખરેખર વિચક્ષણ પુરુષો બીજા પાસે એવું જ કાર્ય કરાવે છે કે જે આશ્ચર્યભૂત અને દુષ્કર હોય. પણ દેવતાએ તો ઈન્દ્રજાલિકની જેમ તત્ક્ષણ નગરનો કોટ સુવર્ણનો કરી દીધો. એટલે પછી અભયકુમારને પણ તેને રાજપુત્રી આપવાનું મન થયું તેથી એને કહ્યું–જો તું સમુદ્રના મોજાથી સ્નાન કરે તો રાજા તને પોતાની પુત્રી આપે. ખરું જ છે કે વિચક્ષણ પુરુષ મલિન એટલે અણધોયેલા મુખે તિલક કરતો નથી. અભયકુમાર કહે છે ત્યાં તો પૃથ્વીમાંથી ફૂંફાડા મારતા સર્પોના ગુંછળાને ગુંછળા નીકળી આવતા હોય અથવા ક્યાંકથી યુદ્ધ કરવાને જોશબંધ મહાસેના વહી આવતી હોય એવો લોકોને ભાસ કરાવતો, પ્રચંડ વાયુ અને પુષ્કળ રેતી ઉછાળતો, તથા મહાન ગર્જના કરતો રત્નાકરસાગર ધસતો આવતો દેખાયો. તે જાણે પોતાના ઉછળી રહેલા મોજાંરૂપી હસ્તો ઊંચા કરીને (પોતાના) પુત્ર ચંદ્રમાને આલિંગન દેવાને ૧. ચંદ્રમા સમુદ્રમાંથી નીકળ્યો-ઉત્પન્ન થયો કહેવાય છે માટે સમુદ્રનો પુત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ) ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છતો હોય નહીં ! (એવો ભાસ થવા લાગ્યો.) વળી એને વિષે ફીણ ફીણ થઈ રહ્યા હતાં તેથી તો જાણે શ્વેતવસ્ત્ર ધારણ કરીને હર્ષ સહિત મગધ દેશની નદીઓને જાતે વરવાને આવેલો વરરાજા હોય નહીં એવો દેખાતો હતો ! શંખ-છીપો-મોતી અને મણિઓના સમૂહ પણ એને વિષે હતા તે જાણે મગધરાજને માટે પ્રીતિ સહિત તે તે વસ્તુઓની ભેટ લાવ્યો હોય નહીં એમ સમજાતું હતું ! અને મત્સ્ય-મકર-કર્મ વગેરે જે એનામાં હતા તેને ન્હાને તો અત્યંત હર્ષઘેલો સમુદ્ર, જાણે પોતાના કુટુંબીઓને બતાવવાને ઉદ્યત થયો હોય નહીં (એમ જણાતું હતું !). આવા દેવમાયાથી આવેલા સમુદ્રના જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠિપુત્ર મેતાર્ય પૂર્ણ શુદ્ધ થયો. કારણ કે માનવજનથી શુદ્ધ થયેલાઓ પણ દેવતાઓથી વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. પછી “હવે બહુ થયું” જાણી શ્રેણિકરાજાએ એને પોતાની પુત્રી આપી. આમ નવનવ સ્ત્રીઓના સહવાસમાં એ વણિકપુત્ર પાલખીમાં બેસીને નિરંતર નગરને વિષે ફરવા લાગ્યો; કારણકે એવા પુરુષોની ભાગ્યસંપદા કોઈ અવર્ણનીય પ્રકારની હોય છે. વળી એવી પતિપરાયણ, કુળવાન અને શીલવ્રતવાળી એ નવ પત્નીઓથી મેતાર્ય, એક ધર્મબુદ્ધિ મુનિ બ્રહ્મચર્યની નવ ઉત્તમ વાડ વડે શોભે તેમ, શોભવા લાગ્યો. અને સર્વ સ્ત્રીઓ સંગાથે નિશદિન સુંદર વિષયસુખ ભોગવતાં જાણે બાર દિવસ જ થયા હોય નહીં તેમ બાર વરસ વ્યતીત થયાં. એ વખતે અવધિ પૂરો થયો એટલે એનો મિત્ર-દેવતા હતો તે એને ચારિત્ર લેવાનું સમજાવવાને પુનઃ ત્યાં આવ્યો. કારણ કે સત્પરષોનો પોતાના મિત્ર પ્રત્યે સર્વદા સ્નેહ રહે છે. પણ મેતાર્યની સ્ત્રીઓએ એ દેવતાને કહ્યું- હે દેવ ! કૃપા કરીને, ત્યારે અમને પણ એટલા વર્ષ આપો. જે કૃપા તમે એકને દર્શાવી તે અમને નહીં મળે ? પોતાના મિત્રની સ્ત્રીઓના આવા ઉપરોધથી એમને પણ દેવતાએ હા કહી. પ્રાર્થના કર્યાથી કલ્પવૃક્ષો પણ મનવાંછિત પૂરે છે તો દેવતા પૂરે એમાં શું ? આમ મેતાર્ય ચોવીશ વર્ષ પર્યન્ત દેવસુખ ભોગવતો પૂર્વભવના સંચિત કર્મને લીધે ગૃહસ્થાશ્રમમાં રહો; કારણકે બંધનોથી જકડાયેલો હોય એ બંદિખાનામાંથી ૩૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #42 -------------------------------------------------------------------------- ________________ યવ લીધા હશે ? એ શાંતચિત્તવાળા અને ઈન્દ્રિયોને દમન કરવાવાળા જણાય છે, એટલે ચોક્કસ નિર્લોભી હોવા જોઈએ. અથવા તો એમણે એ લીધા પણ હોય કારણ કે કંચન ને કામિનીનો કોને લોભ નથી હોતો ? એમ વિચારીને એણે મુનિને આદરપૂર્વક પૂછ્યું-અહીંથી યવ કોણે લીધા તે કહો. કારણકે હમણાં જ અહીં તમારી નજરે હતા એ તમે જાણો છો. મુનિ જાણતા હતા છતાં કૌંચ પક્ષી તરફ દયાભાવ ધરાવીને સોનીને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં; કારણકે સાધુપુરુષો પરને પીડા ઉત્પન્ન કરે એવાં વાક્યો બોલવા કરતાં મુંગા જ રહે છે. એટલે સોની તો મુનિને ચોર સમજીને જાણે પોતાને જ પાપકર્મથી વીંટાળતો હોય એમ એના મસ્તકની આસપાસ ભીનો કરેલો ચામડાનો કટકો (વાઘરી) વીંટાળવા લાગ્યો. છતાં મુનિએ એને “યવ કૌંચપક્ષી ચરી ગયો છે” એ વાત જણાવી નહીં. આમ મુનિ મૌન રહ્યા એટલે તો સોનીએ એને મસ્તકે પેલું ચામડું કસકસાવીને બાંધ્યું. એથી એમના મર્મ અતિનિષ્ફરપણે ભેરાતાં હોય એવી દુસહ પીડા મુનિને થઈ. છતાં લેશમાત્ર ક્રોધ ન થયો, એટલું જ નહીં પણ ઊલટી એના પ્રત્યે કરૂણા ઉત્પન્ન થઈ; કારણકે મહાત્મા પુરુષોની આવી જ રીત હોય છે. “હું આ પૃથ્વીપર હોત નહીં, તો આ સોનીની આમ મારા તરફ દુષ્ટ વર્તણુક થાત નહીં કારણકે ચિત્રકારથી કાંઈ ગગનને વિષે ચિત્ર આલેખાતું નથી. મારે માટે એને આવા કાર્યમાં પ્રયોજાવું પડ્યું એટલે એમાં ખરું કહીએ તો મારો જ દોષ છે. લીંબડાની પાસે રહેલા આમ્રવૃક્ષમાં જો કડવાશ આવે તો તે લીબડાનો જ દોષ. જો એ સોની મને આવો ઉપસર્ગ ન કરે તો મને ક્ષમાની તક મળે જ ક્યાંથી ? કેમકે કસોટી પર ઘસાયા વિના વિદ્રમ-પરવાળાનું તેજ દેખાવામાં આવતું નથી. મને આજે ઘણે દિવસે કોઈ દૈવયોગે જ ક્ષમા કરવાનો આવો અવસર મળ્યો છે. આવે પ્રસંગે ક્ષમા કરવી તેજ (સાચી) ક્ષમા છે. અન્યથા નહીં. એની કૃપાથી મને ક્ષમા કરવાની ઉત્તમ તક આવી રીતે પ્રાપ્ત થઈ તેથી એ મારો કેવળ ઉપકારી થયો છે; અને તે મારે એક ધર્મગુરુની સમાન પૂજ્ય છે. પણ મને એટલું મનમાં બહુ સાલે છે કે એ મારે નિમિત્તે અગાધ ભવસમુદ્રમાં પડશે અને ત્યાં એને અત્યંત વેદના. ૩૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #43 -------------------------------------------------------------------------- ________________ યવ લીધા હશે ? એ શાંતચિત્તવાળા અને ઈન્દ્રિયોને દમન કરવાવાળા જણાય છે, એટલે ચોક્કસ નિલભી હોવા જોઈએ. અથવા તો એમણે એ લીધા પણ હોય કારણ કે કંચન ને કામિનીનો કોને લોભ નથી હોતો? એમ વિચારીને એણે મુનિને આદરપૂર્વક પૂછ્યું-અહીંથી યવ કોણે લીધા તે કહો. કારણકે હમણાં જ અહીં તમારી નજરે હતા એ તમે જાણો. છો. મુનિ જાણતા હતા છતાં કૌંચ પક્ષી તરફ દયાભાવ ધરાવીને સોનીને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં; કારણકે સાધુપુરુષો પરને પીડા ઉત્પન્ન કરે એવાં વાક્યો બોલવા કરતાં મુંગા જ રહે છે. એટલે સોની તો મુનિને ચોર સમજીને જાણે પોતાને જ પાપકર્મથી વીંટાળતો હોય એમ એના મસ્તકની આસપાસ ભીનો કરેલો ચામડાનો કટકો (વાઘરી) વીંટાળવા લાગ્યો. છતાં મુનિએ એને “યવ કૌંચપક્ષી ચરી ગયો છે” એ વાત જણાવી નહીં. આમ મુનિ મૌન રહ્યા એટલે તો સોનીએ એને મસ્તકે પેલું ચામડું કસકસાવીને બાંધ્યું. એથી એમના મર્મ અતિનિષ્ફરપણે ભેદતાં હોય એવી દુઃસહ પીડા મુનિને થઈ. છતાં લેશમાત્ર ક્રોધ ન થયો, એટલું જ નહીં પણ ઊલટી એના પ્રત્યે કરૂણા ઉત્પન્ન થઈ; કારણકે મહાત્મા પુરુષોની આવી જ રીત હોય છે. “હું આ પૃથ્વીપર હોત નહીં, તો આ સોનીની આમ મારા તરફ દુષ્ટ વર્તણુક થાત નહીં કારણકે ચિત્રકારથી કાંઈ ગગનને વિષે ચિત્ર આલેખાતું નથી. મારે માટે એને આવા કાર્યમાં પ્રયોજાવું પડ્યું એટલે એમાં ખરું કહીએ તો મારો જ દોષ છે. લીંબડાની પાસે રહેલા આમ્રવૃક્ષમાં જો કડવાશ આવે તો તે લીંબડાનો જ દોષ. જો એ સોની મને આવો ઉપસર્ગ ન કરે તો મને ક્ષમાની તક મળે જ ક્યાંથી ? કેમકે કસોટી પર ઘસાયા વિના વિદ્યુમ-પરવાળાનું તેજ દેખાવામાં આવતું નથી. મને આજે ઘણે દિવસે કોઈ દૈવયોગે જ ક્ષમા કરવાનો આવો અવસર મળ્યો છે. આવે પ્રસંગે ક્ષમા કરવી તેજ (સાચી) ક્ષમા છે. અન્યથા નહીં. એની કૃપાથી મને ક્ષમા કરવાની ઉત્તમ તક આવી રીતે પ્રાપ્ત થઈ તેથી એ મારો કેવળ ઉપકારી થયો છે; અને તે મારે એક ધર્મગુરુની સમાન પૂજ્ય છે. પણ મને એટલું મનમાં બહુ સાલે છે કે એ મારે નિમિત્તે અગાધ ભવસમુદ્રમાં પડશે અને ત્યાં એને અત્યંત વેદના ૩૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ ભોગવવી પડશે.” આવી ઉત્તમ ભાવના ભાવતાં ક્ષણવારમાં એનાં નયન બહાર નીકળી પડ્યાં ! તે જાણે મુનિને હવે કેવળજ્ઞાનદર્શનરૂપી ચક્ષુ આવશે, માટે અમારું શું કામ છે એમ કહીને જતાં રહ્યાં હોય નહીં ! એટલામાં વાત એમ બની કે એજ સ્થળે કોઈ લાકડાંના ભારાવાળાએ પોતાને મસ્તકેથી ભારો પછાડ્યો તેમાંથી એક કટકો ઊડીને પેલા કૌંચપક્ષીને કંઠે લાગ્યો-વાગ્યો તેથી તેના મુખમાંથી વમન થઈને પેલા યવ નીકળી પડ્યા. હા ! થોડા વખત પહેલાં આ પ્રમાણે બન્યું હોત તો કેવું સારું થાત ? લોકો તો એ જોઈને પેલા સોનીની નિંદા કરવા લાગ્યા-હે અતિઅધમ ! પાપના કરનારા ! તેં મુનિ પ્રત્યે કેમ ગેરવર્તણુક ચલાવી ? તારા યવ તો કૌંચ ચરી ગયો હતો ! મહામુનિ તરફ આવું વર્તન ચલાવ્યું તે “ખાઈ ગયો ભુંડ, ને માર ખાધો પાડે ! એવું થયું છે. હે દુષ્ટ ! ઋષિના ઘાતક ! હવે તારી શી ગતિ થશે ? તું ક્યાં જઈશ ? તારા જેવાનું મુખ જોવામાં પણ લોકો પાપ ગણશે. પ્રજાજન સોનીનો આમ તિરસ્કાર કરે છે ત્યાં તો કોઈ પરાક્રમી વીર પુરુષ શત્રુના દળને હણીને જય પતાકા મેળવે તેમ સાધુ મહારાજાએ ઘાતકર્મને હણી લીલામાત્રમાં કેવળજ્ઞાન લક્ષ્મીને પ્રાપ્ત કરી. લોચન ગયાં હતાં છતાં કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એને સર્વ લોકાલોક પ્રકાશિત દેખાવા લાગ્યું. અથવા તો એમ જ કહોને કે આ લોચન આદિ જે છે તે કેવળજ્ઞાનરૂપી રાજાના સેવકના પણ સેવક જેવાં છે. પછી જેનાં સર્વ કર્મ ખપી ગયાં છે એવા એ મુનિ શ્વાસ રૂંધાઈ જવાથી કાળધર્મ પામી એક સમય માત્રમાં શાશ્વતી સિદ્ધિને પામ્યા; કારણકે ચેતનનો સ્વભાવ જ એવો છે કે ઊંચે ચઢવું. જેવી રીતે સાથે ચોંટેલું કાષ્ટ છુટું પડી જાય તો તુંબડું જળમાં એકદમ ઉપર ગતિ કરી આવે છે, અને વળી જેમ અગ્નિની શિખા પર ઊંચે જાય છે તે પ્રમાણે જ જેમણે પોતાનાં સર્વ કર્મ ખપાવ્યાં છે તેમની ગતિ પણ ઉર્ધ્વ છે.” જૈનધર્મરૂપી શ્રેષ્ઠરાજ્યનું જાણે એકછત્રત્વ બતાવતી હોય નહીં એવી, ઊંધા ધરી રાખેલા છત્રના આકારની, મધ્યભાગમાં આઠ યોજન જાડી અને ત્યાંથી ન્યૂન થતી થતી છેક છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યલોકપ્રમાણ સિદ્ધશિલા છે. તે શિલાની ઉપર એક યોજન પછી કેવળ અલોક છે. અહીંથી મોક્ષે જતો જીવ, સિદ્ધદશામાં; એ સિદ્ધશિલાની ઉપરના યોજનના છેવટના ચોવીશમા ભાગમાં સ્થિતિ કરી રહે છે અને ત્યાં અહીંના શરીરનો બેતૃત્તીયાંશ ભાગ અવગાહે છે. આમ ત્યાં સર્વ જીવોનો એકસરખો શાશ્વતભાવ વર્તે છે. ત્યાં નથી ઈષ્ટનો વિયોગ, નથી વૈરિનો મેળાપ, નથી દીનતા-અભિમાન-જન્મ જરા કે મૃત્યુ, નથી આધિ કે વ્યાધિ. વળી ખેદ-ભય-શોક-તિરસ્કાર-છેદ-ભેદ-વધ-બંધન આદિ કે અન્ય પણ કંઈ અશુભ ત્યાં નથી. કારણકે ક્ષીરસાગરમાં ખારાશ હોય નહીં. ત્યાં તો અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અને અનંત ચારિત્ર-એ અનંતા પાંચવાનાં જાણે પંચતાના વિજયસૂચક હોય નહીં એમ ત્યાં નિરંતર વર્તે છે. જે સુખ એ સિદ્ધ રાશિના જીવોને છે તે નથી આ મનુષ્યલોકમાં, કે નથી દેવલોકમાં. કારણકે સૂર્યના તેજ જેવું તેજ અન્યત્ર ક્યાંય હોય નહીં. જેમ એક પુલિંદ હતો તે પોતે જાતે જોયેલા નગરની શોભા કેવી હતી તે કોઈપણ ઉપમાથી સમજાવી શક્યો નહીં તેમ આ સિદ્ધના જીવોનાં સુખ પણ કોઈ વર્ણવી શકે નહીં. એ પુલિંદનું દષ્ટાંત આ પ્રમાણે અત્યંતરૂપને લીધે ઈન્દ્રસમાન, ઉત્તમ બુદ્ધિને લીધે બૃહસ્પતિ તુલ્ય, અને તેજસ્વિતામાં સૂર્ય કરતાં પણ શ્રેષ્ઠ-એવો જિતશત્રુ નામે રાજા હતો. એકદા આ જિતશત્રુ રાજા એક વિપરીત શિક્ષિત અશ્વ પર આરૂઢ થયો એવામાં એ અશ્વે એને ઉપાડીને એક ગાઢ અધંકારમય અરણ્યને વિષે લાવીને નાખ્યો; જીવહિંસા જેવી રીતે પ્રાણીને ભવ (અનેકવિ) ને વિષે નાખે છે (અનેકભવ કરાવે છે) તેમ. ત્યાં, તે એક લોભી માણસની જેમ તૃષ્ણાને લીધે દુઃખી થવા લાગ્યો તેથી જળ શોધવાને અશ્વ પરથી નીચે ઉતર્યો; કારણકે ઊંચે રહેવાનું (ઉચ્ચ સ્થાન) તો સ્વસ્થ કે સુખી હોય તેને જ ગોઠે છે. તૃષા બહુ લાગી હતી પણ ક્યાંયથી જળ મળ્યું ૧. પંચતા=પંચત્વ-મૃત્યુ. ૨. ભિલ. ૩. તૃષ્ણા (૧)લોભ (૨)પાણીની તરસ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૩૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ નહિ તેથી મૂર્છા આવવાથી તે પૃથ્વી પર ઢળી પડ્યો. સુકુમાર પ્રાણીઓ જરાજરામાં પણ કલેશ પામે છે, તો મહાદુ:ખ આવી પડે ત્યારે તો શું થાય ? એવામાં ત્યાં જાણે રાજાના કોઈ ઉત્તમ કર્મથી આકર્ષાઈને જ હોય નહીં એમ એક ભિલ્લ આવી પહોંચ્યો. તે રાજાનો સુંદર વેષ જોઈને બહુ વિસ્મય પામ્યો. અને “આ જરૂર કોઈ મોટો રાજા આવી દુર્દશાને પામ્યો છે માટે એના પર ઉપકાર કરું, કારણકે મારા જેવાને આવા મોટા માણસનો સમાગમ ક્યાંથી ?” એમ વિચારી તેણે તત્ક્ષણ કમળપત્રને વિષે જળ આણી રાજાના મુખપર છાંટ્યું. અહો ! એના જેવા ભિલ્લને વિષે પણ કેવો દયાગુણ રહેલો છે ! જળ છાંટવાથી રાજા તુરત જ શુદ્ધિમાં આવ્યો. અહો ! “અભિધાન સંગ્રહ” (કોષ) ને વિષે જળનાં ‘જીવન,’ ‘અમૃત' આદિ ઉત્તમ નામપર્યાય કહ્યાં છે એ યુક્ત જ છે. પછી નિદ્રામાંથી જાગ્યો હોય એમ ચારે દિશામાં દષ્ટિ ફેરવતો રાજા બેઠો થયો એટલામાં એનું સર્વ સૈન્ય ચિંતાને લીધે એની પાછળ શોધમાં નીકળ્યું હતું તે ત્યાં આવી પહોંચ્યું એટલે રાજા ત્યાંથી નગર ભણી જતાં પોતાને જીવાડનાર એ પુલિંદને સાથે લઈ ગયો; જેમ ધર્માસ્તિકાય જીવના પુદ્ગળોને અન્ય સ્થાને લઈ જાય છે તેમ. નગરમાં જતાં એ પુલિંદ ઊંચે જોઈ જોઈને નગરની શોભા નિહાળવા લાગ્યો. પણ એના જેવો અરણ્યવાસી જેને આવાં સુંદર જંગમ મંગળો જોવા ન મળ્યા હોય તે આમ કાન માંડીને ઊંચે નેત્રે જોઈ રહે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી ત્યાં રાજાએ તેને અપ્સરા સમાન મનહર સ્ત્રીઓ અને સેવકવર્ગ સહિત એક આવાસ રહેવાને માટે આપ્યો. કારણકે કૃતજ્ઞ પુરુષોના કાર્યો સુંદર હોય છે. આ પૃથ્વી પર બે નરોનો જ સર્વદા ખપ છે. એક, જે અપકાર પર ઉપકાર કરે છે; અને બીજો, જે ઉપકાર પર કદિ અપકાર કરતો નથી. વળી શૌર્ય, ધૈર્ય, નીતિ, દાક્ષિણ્યતા, વક્તૃત્વ, સ્થિરતા અને ગૌરવ આદિ ગુણોનો સમૂહ ભલે હોય; પણ જો “ઉપકાર કરવો” અને ‘ઉપકાર જાણવો' એ બે ગુણો ન હોય તો તે સર્વ નેત્ર વિનાના મુખ જેવું લાગે છે. ત્યાં પુલિંદે ઘણા દિવસ વારાંગઓના સ્પર્શરૂપ-રસ-ગંધ અને સુસ્વરોના ઉપભોગમાં નિર્ગમન કર્યા; અપ્સરાઓની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ) 39 Page #47 -------------------------------------------------------------------------- ________________ સંગાથે દેવતાઓ કરે તેમ. એટલામાં જાણે એની ઉત્કૃષ્ટ સંપત્તિ જોવાને માટે જ હોય નહીં એમ વર્ષાઋતુ આવી. એટલે, જેમાં અનેક શ્વેત બગલીઓ હાર બંધ ઊડા ઊડ કરી રહી છે એવી વાદળીઓ આકાશને વિષે દેખાવા લાગી-તે જાણે રાજાને જીવિતદાન આપનાર પુલિંદની શિલાલિખિત (શિલા પર કોતરેલી) યશઃ પ્રશસ્તિઓ હોય નહીં ! કુદરતી વૈરી એવા જળની સંગાથે મિત્રતા થઈ માટે અત્યંત હર્ષ ઉત્પન્ન થયો હોય નહીં ! એમ દેખાતા આકાશમાં વિજળીના ચમકારા થવા લાગ્યા. વળી પૃથ્વીને પોતાના શત્રુરૂપ ઘોરવાયુની કુક્ષિને વિષે રહેલી જોઈ જાણે મેઘરાજાને મત્સર ઉત્પન્ન થયો હોય નહીં એમ એ પોતાનાં મોટા મોટા તીર જેવા તીક્ષ્ણ છાંટાઓથી એને (પૃથ્વીને) ભેદવા લાગ્યો. અને “હે પુલિંદ ! તું આ નવા તાજા જળને વિષે પૂર્વની પેઠે ક્રીડા કરવા ચાલ” એમ કહી એને બોલાવતા હોય નહીં એમ ઝરાઓ ખળખળ અવાજ કરવા લાગ્યા. એ સમયે પેલો પુલિંદ ઊંચા મહેલની અગાશીને વિષે ઊભો ઊભો નદીનાળાઓ વહી રહ્યા હતાં એ જોતો હતો. ત્યાં એને પોતાનો અટવીપ્રદેશ બહુ સાંભરી આવ્યો, હસ્તિને વિંધ્યાચલ પર્વતની ભૂમિ સાંભરી આવે એમ. એટલે એને તત્ક્ષણ પોતાના સંબંધી પુલિંદ લોકોને મળવાની ઉત્કંઠા થઈ. કારણકે આમ્રવૃક્ષના વનને વિષે રહ્યા છતાં ઊંટને તો લીંબડો અને ખજુરી પ્રત્યે જ ઈચ્છા રહે છે. અહીં હવે વિશેષ રહેવાની સર્વથા અનિચ્છાવાળા ભિલને રાજાએ માંડમાંડ જવાની રજા આપી. કારણકે ઉપકાર કરનાર વ્યક્તિનો પરિત્યાગ સજ્જનોને પ્રાણત્યાગ કરતાં પણ વિશેષ દુ:ખદ થઈ પડે છે. ભીલની સાથે જતી વખતે આજ્ઞાંકિત અનુચરો હતા અને પોતે શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણો પહેર્યાં હતા, એટલે એ ગયો ત્યાં એના બંધુજનો પણ એને બહુવાર સુધી જોઈ રહ્યા છતાં ઓળખી શક્યા નહીં. પણ ઊલટાં એને જોઈને ભયથી નાસી જવા લાગ્યા, જેવી રીતે તપસ્વીઓના મૃગ સાધુજનોને પણ જોઈને નાસી જાય છે તેમ. પણ પુલિંદે “તમે આમ ભયભીત થઈને કેમ જતા રહો છો, હું ફલાણો પુલિંદ છું, આપણે પૂર્વે વિવિધ પ્રકારે ક્રીડા કરતા તેનું શું તમને સ્મરણ નથી ?” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ એમ કહી એમને વિશ્વાસ બેસાડ્યો. એટલે તરત જ એઓ એને ભેટી પડ્યા. તે જાણે નિત્ય લાલનપાલન થયેલું હોવાથી બહુ મૃદુ થયેલા એના શરીરનું સ્પર્શસુખ મેળવવાને અર્થે જ હોય નહીં ! એમણે પછી અત્યંત હર્ષ સહિત એને પૂછ્યું-ભાઈ ! તું આટલા દિવસ ક્યાં હતો ? અમે તારી સર્વ સ્થળે શોધ કરી હતી, પણ ગુપ્તમંત્રની પેઠે તું ક્યાંય દેખાયો નહીં. પેલા ભીલે પણ પોતાની યથાસ્થિત હકીકત અથેતિ કહી બતાવી તે સાંભળી બધા ભીલો બહુ વિસ્મય પામ્યા. કારણકે એ રીતે એમને સ્વર્ગનું સુખ અનુભવવાનું મળ્યું. વળી એમણે એને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે આપણી સ્ત્રીઓ જેવી ત્યાં સ્ત્રીઓ ખરી કે ? આપણા ચણોઠીના હાર જેવા ત્યાં હાર ખરા કે ? આપણા નિવાસ છે તેવાં ત્યાં નિવાસસ્થાન ખરા કે ? આ અને એવા જ બીજા પ્રશ્નો એમણે પૂછ્યા, પરંતુ એ (ભિલ્લ) નગર કેવું હતું એ જાણતો હતો છતાં લેશમાત્ર ઉત્તર આપી શક્યો નહીં. કારણકે નગરમાં જે હતું તેની સમાન અહીં કંઈ પણ હતું નહીં. (કવિ કહે છે) હે જનો ! એજ પ્રમાણે સિદ્ધના સુખોની બીજા કોઈ પણ સુખની સાથે સરખામણી થઈ શકે નહીં. તો પણ હું તેનું કંઈક ઉદાહરણ આપું છું તે સાંભળો. વેણુ-મૃદંગ-વીણા આદિના સ્વર સંગાથે ઉત્તમ ગીત નિરંતર સાંભળવાનાં હોય, સ્વરૂપવાન સ્ત્રીઓ નિત્ય દૃષ્ટિએ પડતી હોય, ઉત્તમ સુગંધી દ્રવ્યો સુંઘવા મળતાં હોય, શ્રેષ્ઠ પ્રકારના પકવાન જમવા મળતાં હોય, ઈચ્છિત મધુર ઠંડા જળ પીવા મળતાં હોય, સ્વાદિષ્ટ મુખવાસ આરોગવા મળતા હોય, અત્યંત મૃદુ શય્યા સુવા મળતી હોય, અને મેઘની ગર્જનાથી ચમકેલી પ્રિયા પોતે આવીને આશ્લેષ દેતી હોય-આવા ભોગવિલાસમાં રહેતા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય તેથી અનંતગણું સુખ સિદ્ધ દશાને વિષે વર્તે છે. સિદ્ધના સુખનો ખ્યાલ કંઈક આથી પણ આવી શકશે કે-એનો અનંતમો ભાગ પણ સમસ્ત આકાશને વિષે સમાઈ શકતો નથી. આવા શાશ્વત એકાંત સુખને વિષે એ મેતાર્ય મુનિનો જીવ યાવચંદ્રદિવાકરૌ સ્થિત થઈને રહેશે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ) ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ મુનિ અને સોની સંબંધી વાત ફરતી ફરતી રાજા શ્રેણિકને કાને પહોંચી. એ ઝેર જેવી હકીકત સાંભળીને એનાં નેત્ર લાલચોળ થયા અને એણે મુનિની હત્યા કરનારાને સહકુટુંબ હણવાનો આદેશ કર્યો. પણ તે જ ક્ષણે એ હત્યારા સોનીએ પણ ઘર બંધ કરી અંદર સહકુટબ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. કારણકે મૃત્યુ સમાન ભય નથી. પછી દીક્ષિત થયેલા એ સર્વે રાજાની સમક્ષ ગયા અને એને ધર્મલાભ પૂર્વક આશીર્વાદ દીધો કે “હે રાજન જેમ સૂર્ય તેજના અંબારવડે વૃદ્ધિ પામે છે તેમ તારાં ધર્મ કાર્યો પણ વૃદ્ધિ પામતાં રહેજો. જૈનધર્મને વિષે દઢતાવાળા રાજા શ્રેણિકે પણ એ સોનીને વળતું ખાસ કરીને કહ્યું કે-જ્યાંસુધી તું જીવે ત્યાં સુધી આ તારા ચારિત્રને સારી રીતે પાળજે. હું તને એટલા માટે જ છોડી મૂકું છું.” અહો ધન્ય છે પંડિત પુરુષોને કે તેઓ સાધારણજનોને બોધ આપીને કે છેવટ બળ પણ વાપરીને પાપકાર્યો કરતાં અટકાવી શુદ્ધધર્મ પમાડે છે. શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો છઠ્ઠો સર્ગ સમાપ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #50 -------------------------------------------------------------------------- ________________ સર્ગ સાતમો. શુદ્ધ સમક્તિથી શોભતા શ્રેણિકરાજા ચેલ્લણા આદિ અનેક રાણીઓ સાથે અંત:પુરને વિષે દિવસો નિર્ગમન કરે છે; અને સર્વનીતિનો ભંડાર, ઉત્તમવિક્રમશાલી, બુદ્ધિમાન મંત્રીશ્વર અભયકુમાર પણ ધર્મ, અર્થ ને કામ-એ ત્રણે પુરુષાર્થ સાધતો સર્વ રાજકાર્યભાર ચલાવે છે. એવામાં અત્યંત સુખમાં રહેતી ચેલ્લણારાણીનો દુર્દરાંકદેવે આપેલો હાર એકદા, બંધુઓનો સ્નેહ ત્રુટે છે તેમ ત્રુટી ગયો. બહુ વક્ર હોવાથી એ હારને કોઈ પાછો સાંધવા સમર્થ થયું નહીં. અથવા તો વંશ એટલે જે વાંસ-તેના વનના અતિ ગહન એવા મધ્યભાગને ક્યાંથી જ જોઈ શકાય ? વળી કોઈ એ હાર કેમ સાંધવો તે જાણતા હતા છતાં. “જે એ હાર સાંધશે તે મૃત્યુ પામશે એમ હતું તેથી” એને સાંધવા તૈયાર થયું નહીં. કેમકે પ્રજ્વળી રહેલી અગ્નિમાં કોણ પડે ? ભયંકર સર્પના મુખને વિશે કોણ હાથ નાખે ? એટલે શ્રેણિકરાજાએ પટહ વગડાવી ઘોષણા કરાવી કે જે કોઈ એ દિવ્ય હાર સાંધી આપશે એને એક લક્ષદ્રવ્ય આપીશું. કારણકે આવાં મહત્વનાં કાર્યો બહુ દ્રવ્ય વિના થાય જ નહીં. એ સાંભળી કોઈ મણિકારે (મણિયારે) વિચાર કર્યો કે “એ હાર સાંધીને હું દ્રવ્ય ગ્રહણ કરું. શા માટે એવા લક્ષદ્રવ્ય વૃથા જતા કરવા ? મને અgણું વરસ થયાં છે, સોમાં બે ઓછાં છે. વળી લક્ષ્મી દુર્લભ છે, પ્રાણ તો ફરી જન્મશું ત્યારે આવશે જ. મારા નામનો ઉદ્ધાર કરનારા આ પુત્રો છે તે જીવે છે એ બસ છે. પોતાના પુત્રોને અર્થે આજીવિકા પૂરતું ન આપે એ પિતા શાનો?” એમ વિચારીને પટહ વગાડનારા પાસે જઈને એણે પટહને છળ્યો.-તે જાણે એણે કાળરૂપી સુતેલા સર્પને જગાડ્યો હોય નહીં ! એણે રાજા પાસેથી પહેલા જ અર્ધ લક્ષ હસ્તગત કર્યા; કારણકે ઠામવાસણ લેવાં હોય તો એનું પણ પહેલેથી બહાનું દેવું પડે છે. - પછી તે એક એકાંત સ્થળે એ હાર સાંધવા-પરોવવા લઈ ગયો; કારણકે સુંદર કાવ્યરચના કરવી હો તે યે એકાંતમાં જ થાય છે. પછી ત્યાં સરખી ભૂમિને વિષે એ હાર પાથરીને મોતીઓ બરાબર ગોઠવ્યા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ અને પોતાના કાર્યની સિદ્ધિને અર્થે એ હારના દોરાઓને મધવાળા કર્યા. કારણકે મધવાળું એટલે કે મીઠું બોલનારું મુખ હોય છે એવા જનોનાં કાર્ય સિદ્ધ જ થાય છે. પછી વરવધુના વસ્ત્રના છેડાની જેમ પેલા દોરાઓના છેડાને અને મોતીઓને બરાબર મેળવીને મુક્યા. એટલે એ દિવ્ય મોતીઓના વેધને વિષે મધની લાલચે કીડીઓ આવીને પ્રવેશ કરવા લાગી અને દોરાના છેડા મુખમાં લઈને બહાર નીકળવા લાગી કારણકે કાર્ય સિદ્ધ થયા પછી કોણ બીજે જાય ? જ્યારે સર્વે દોરા મોતીઓના વેધને વિષે પરોવાઈ ગયા ત્યારે મણીઆરે દોરાના છેડા કાપી નાખીને જોઈએ તે પ્રમાણે બંધ દીધા. આ પ્રમાણે બુદ્ધિના પ્રયોગથી એણે પૂર્વે હતો તેવો હાર બનાવી દીધો. અથવા તો એવા મહાબુદ્ધિમાનની બુદ્ધિને શું અગમ્ય છે ? હાર તૈયાર થયો કે તુરત મણિકારના મસ્તકના ફૂટીને સાત કટકા થયા. પિતાના મૃત્યુથી શોકાતુર પુત્રોએ એનું મૃત્યુકાર્ય કર્યું. આવા પ્રાણ દઈને પણ દ્રવ્ય મુકી જનાર પિતાના વિયોગથી કોને દુ:ખ ન લાગે ? પછી તેઓ હાર લઈને રાજાને દેવા ગયા. કોઈ અવરની વસ્તુ વિનાકારણ ઘરમાં રાખી મુકવી જોઈએ નહીં-તો પછી રાજાની વસ્તુનું શું જ કહેવું ? રાજાએ એમનો પાન સોપારીથી જ સત્કાર કર્યો અને હાર લીધો; પણ એમના દેવા અધુરા હતા તે પચાસ સહસ્ત્ર દ્રવ્ય એમને દીધા નહીં. એટલે વિલખે મોંએ ઘેર આવ્યા ને કહેવા લાગ્યા “રાજાએ તો આપણને છેતર્યાં ! એવો અન્યાય કરનારા રાજાનું કામ તે કોણ કરે ? મોટા લોકો જ્યાં સુધી પોતાનું કાર્ય ન સિદ્ધ થયું હોય ત્યાં સુધી જ નાનાઓની પાસે નીચા નમીને આદરભાવ બતાવે છે. જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી જ આસન, શયન, દાન, ભોજન અને વાતચીતમાં ગૌરવ દેખાય છે. કામ થઈ રહ્યા પછી કોઈ પૂછતું યે નથી કે તું શું કરે છે? આપણે અર્ધલક્ષદ્રવ્યની આશાએ રાજાના દરબારમાં ગયા હતા પણ તેની જગ્યાએ હજાર કે સો પણ મળ્યા નહીં. અહા ! જો શ્રેણિકરાજા આવો ન્યાય આપે તો બીજા દ્રવ્યાનુરાગી રાજા શું ન કરે ? હાથીને ભલે કેડ સુધી પાણી હોય પણ ત્યાં જવામાં રાસભ એટલે ગધેડાઓનું તો નિશ્ચયે મૃત્યુ જ થાય છે. અથવા એટલો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ એ શ્રેણિક સારો છે કે પ્રથમ આપેલું છે તે પાછું લઈ લેતો નથી. કારણકે આ કલિયુગમાં એવા લોકો પણ દેખાય છે. એવા પણ કોઈ કૃતઘ્નપાપબુદ્ધિ લોકો હોય છે કે જેઓ પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી પોતાના પર ઉપકાર કરનાર તરફ કેવળ બેદરકાર રહે છે એટલું જ નહીં પરંતુ એમને વિવિધ અને મોટા સંતાપમાં નાખે છે; પારધીઓ હરણોને ફાંસામાં નાખે છે તેમ. માટે આપણા એટલા પુણ્ય સારાં કે આવેલું ગયું નથી. કારણકે પોતાની મૂળ મૂડી હોય તે ન ખોઈ બેસે એને યે ભાગ્યશાળી સમજવો.” આમ મન વાળીને મણિકારના પુત્રો પોતપોતાના કામમાં જોડાયા. કારણકે કામધંધામાં જોડાવાથી કાર્યસિદ્ધ થાય છે; ખાલી ચિંતાથી કંઈ થતું નથી. હવે (વાત એમ બની છે કે) મણીઆર આર્તધ્યાનમાં મૃત્યુ પામીને વાનરરૂપે અવતર્યો છે ને મોટો થયો છે તેથી આખા નગરમાં ફર્યા કરે છે, કારણકે આ જાતિ ક્યાંય પગવાળીને બેસતી નથી. એ કણિકની ભિક્ષાવૃત્તિ કરનારા બ્રાહ્મણની જેમ ઘેરઘેર, ફરતાં ફરતાં એકદા પોતાનો જ ઘેર આવ્યો; ચોપાટની બાજીમાં સોગઠી (ઘરમાં) આવે છે તેમ. ઘર તથા ઘરના માણસોને જોઈ એને વિચાર થયો કે મેં આ સર્વને ક્યાંય એકવાર જોયેલ છે. પરંતુ એક મંદ અભ્યાસીને ગ્રંથ યાદ આવતો નથી તેમ મને એ યાદ આવતું નથી. આ પ્રમાણે ઉહાપોહ કરતાં એની આંખો મીંચાઈ ગઈ, અને સત્પુરુષોની લક્ષ્મીને જોઈને દુર્જનને થાય તેમ એને મૂર્છા આવી ને નીચે ભૂમિ પર પડી ગયો. એ જોઈ એના પુત્રો કહેવા લાગ્યા-આ વાનર બહુવાર સુધી આપણી સામું ને સામું જોઈ રહ્યો હતો, ને આપણને જોઈને જ કોઈ કારણથી એને એકદમ મૂર્છા આવી છે; બીમાર માણસને પિત્તના જોરથી થાય તેમ. પછી એમણે એને પોતાનો એક સંબંધી હોય એમ શીતળ પાણીનો છંટકાવ કર્યો અને પંખાવતી પવન નાખ્યો. એવામાં મૂર્છા વળવાથી વાનર ઊભો થયો. ખરે જ જળ અને વાયુ જ જગતને જીવાડનાર છે. વાનરને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાની ઓળખાણ આપવા સારુ એણે ભૂમિપર લખ્યું કે હું હાર સાંધી આપનારો તમારો પિતા મણીકાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ છું. મારા કર્મોને અનુસારે આ ગતિમાં આવ્યો છું એ સાંભળી એના પુત્રોને, પ્રાણી માત્રને વિવિધ નીચયોનિને વિષે જન્મ આપનાર જે કર્મતેના તરફ અતિ ધિક્કાર ઉત્પન્ન થયો. “અહો ! પ્રાણીને કોઈવાર દેવતા થયા પછી નરક્યોનિમાં જન્મવું પડે છે; રાજા થયો હોય ત્યાંથી શંકનો પણ અવતાર આવે છે; સકળશાસ્ત્રના વેત્તા-માંથી એક મૂર્ખમાં મૂર્ખનો, અને ચારે વેદ જાણનાર વિપ્રના અવતારમાંથી એક મ્લેચ્છનો અવતાર ભોગવવો પડે છે. એક વખત કામદેવ જેવું રૂપ હોય છે તેને બીજી યોનિમાં કદ્રુપો અવતાર પણ આવે છે. બહુ જ પવિત્રતા-સોચમાં રહેનારાને વિષ્ટામાં કૃમિપણે ઉત્પન્ન થવું પડે છે. સંસાર આવો છે તે જોતાં છતાં પણ પ્રાણીઓ એમાંથી નીસરી જવાનું મન જ કરતાં નથી. તેમ શરીર અને મનનાં અનેકાનેક દુ:ખોરૂપી કંદનો નાશ કરવાને દાવાનળ સમાન એવા ધર્મનો પણ તેઓ આશ્રય લેતા નથી.” મણિકારના પુત્રો આપ્રમાણે ચિંતવન કરતા હતા, એવામાં વાનરે ફરીથી અક્ષરો લખ્યા કે “રાજાએ પાછળ આપવા કહેલું અર્ધલક્ષ દ્રવ્ય તમને મળ્યું કે નહીં ?” એટલે પુત્રોએ ખેદ સહિત કહ્યું કે “ઘણું મળ્યુંઆંગળ ભરીને નાકની ઉપર ! પાછળ રાજાએ અમને ફૂટી બદામ પણ આપી નથી; કારણકે માણસને શરમ ફક્ત આંખની જ છે.” એ સાંભળી વાનરને રાજા પ્રત્યે બહુ ક્રોધ થયો કે હવે મારે કંઈક ઉપાય કરવો પડશે. કહ્યું છે કે નાનાને પણ ક્રોધ થાય તે ભૂંડો છે. ત્યારથી એ વાનર પેલા હારને ઉપાડી લાવવાની ઈચ્છાએ છિદ્રો શોધવા લાગ્યો; કારણકે પરાક્રમ કરવાની શક્તિ ન હોય એવાને છળકપટ એજ પરાક્રમ. વાનરે અંતઃપુરની નજીકમાં વિશેષ વખત રહેવા માંડ્યું; કેમકે સ્થાને કે અસ્થાને જતાં તિર્યંચને કોઈ રોકતું નથી. એકવાર રાજહંસી સમાન સુંદરગતિવાળી અને હાર-કુંડળ-કેયૂર વગેરે આભૂષણો પહેરેલાં હોવાથી વિશેષ શોભી રહેલી ચેલ્લણારાણી ક્રીડા કરવાને માટે એક દાસીને સાથે લઈ રાજાના અશોક બાગને વિષે ગઈ; કારણકે ચંદ્રમા પણ એક જ કળાથી સંતુષ્ટ નથી રહેતો, હંમેશા વિશેષ વિશેષ કળા વધારતો જાય છે. પોતાને જળને વિષે ક્રીડા અર્થે ઉતરવું હતું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ୪୪ Page #54 -------------------------------------------------------------------------- ________________ તેથી પોતાના સર્વ આભૂષણો ઉતારીને એણે દાસીના હાથમાં મૂક્યા. અશોક વૃક્ષની નીચે બેઠેલી દાસીએ પણ એ બધાનું એક ગુંછળું કરીને પોતાને માથે મૂક્યું.- જાણે કે પોતાને પૂજનીય એવી જે રાણી-તેની વસ્તુઓ પણ પોતાને પૂજ્ય છે; માટે તે તેમને માથે ચઢાવતી હોય નહીં ! પછી ચેલ્લણારાણી વાવમાં નહાવા ઉતરીતે જાણે જળને વિષે પડેલું પોતાનું પ્રતિબિંબ લેવાને જ હોય નહીં ! વળી રાણીએ એકદમ નીચે ઉપર ડુબકી મારવાથી તે બહુ જ ઉછળવા લાગ્યું-તે જાણે ચેલણાના દેહનો ક્યાંયથી માંડમાંડ સ્પર્શ થયો તેથી પોતાનો હર્ષ બતાવતું હોય નહીં ! રાણી પોતે પણ ન્હાતાં ન્હાતાં સીધી કે તીરછી ડુબકી મારતી તે વખતે તે જાણે સાક્ષાત જળદેવતા હોય એવી શોભતી હતી. વળી રાણીની ક્રીડાથી વાવ પણ ડોળાઈ ગઈ. અથવા તો મોટાનો ભાર મોટા જ સહન કરી શકે છે. વાવના પાણીમાં વળી રાણીના શરીર પર ચાળેલો અંગરાગ ઉતરી આવ્યો-તે જાણે, જેના ઘરમાં આપણે ઉતરીએ છીએ તેને ભાડું દેવું પડે છે, તેમ, વાવે રાણી પાસેથી ન્હાવાનું ભાડું લીધું હોય નહીં ! આ અવસરે ક્યાંકથી ફરતો ફરતો પેલો વાનર અહીં આવી પહોંચ્યો. અથવા તો જેમના ચિત્ત અવ્યગ્ર ન રહેતા શાંતિવાળા હોય છે તેને અવસર મળી જ રહે છે. જે અશોક વૃક્ષની નીચે પેલી દાસી બેઠી હતી તેજ વૃક્ષની ટોચ ઉપર તે વાનર આવીને બેઠો. કારણકે કાર્યની સિદ્ધિ સમીપમાં આવવાથી જ થાય છે. આજે બહુ વખતે મારો મનોરથ સિદ્ધ થયો એમ કહેતો તે જળના બિંદુની જેમ ટોચ પરથી એક શાખા ઉપર ઉતરી આવ્યો. ત્યાં બેઠાબેઠા તેણે પેલી દાસીના મસ્તકપરથી બીજા આભૂષણો ન લેતાં ફક્ત હાર જ લઈ લીધો; જેવી રીતે સિંહ બીજાને પડતા મૂકીને હાક મારનારને પકડી લે છે તેમ. એ હાર એણે એવી રીતે લઈ લીધો કે દાસીને લેશ પણ ખબર પડી નહીં; કારણકે હસ્તલાઘવવાળાઓમાં એવી જાતની કળા હોય છે. પછી વાનર ચિંતવવા લાગ્યો કે-હવે આ હાર એક પણ મોતી હાથ ન આવે તેમ તોડી નાંખીને ફેંકી દઉં ? કે કોઈ ગુપ્ત સ્થળે કૃપણ પુરુષો ધન સંતાડે છે તેમ સંતાડી દઉં ? અથવા મારા જાતિભાઈ વાનરોને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ એમાંથી અનેક મોતી આપે કે જેથી તે પહેરીને એઓ પણ મનુષ્યોની પેઠે શોભી નીકળે ? અથવા તો આવા વિકલ્પો જ મારે શા માટે કરવા ? આ હાર મારા પુત્રોને જ આપું. ખરી રીતે એઓ જ આ દક્ષિણા ને યોગ્ય છે, એમ વિચારી એણે એ હાર કોઈને ખબર ન પડે તેમ પોતાના મોટા પુત્રને જઈને આપ્યો. પુત્રે પણ આકાશને ઝળહળાવી મુક્તા એવા એ હારને ગ્રહણ કર્યો; કારણ કે અમુક કાર્યનું પરિણામ શું આવશે એનો પહેલાથી કોઈ વિરલા જ વિચાર કરે છે. એવામાં ચલ્લણારાણી, સમુદ્રમાંથી લક્ષ્મી બહાર આવે તેમ, વાવમાંથી ભીને શરીરે બહાર આવી. દાસીએ પોતાના મસ્તક પરથી આભૂષણો ઉતાર્યા તો તેમાં હાર ન મળે. દિવ્ય હાર ગયો જાણી બહુ શોક કરતી. ચલ્લણારાણીનો તો જાણે જીવ જ ઊડી ગયો ! તેણે દાસીને કહ્યુંઅરે ! તું ઊંઘતી લુંટાણી ! મૂર્ખ, ખરે જ તારા ગલોફાં કાણાં થયા છે અને તું ખાય છે ? આટલો હાર ન સાચવી શકી ત્યારે તેં કર્યું શું ? હવે વર વિનાના જાનૈયા શા કામના ? મને એ હાર વિના એકપણ આભૂષણ ગમતું નથી. કેમકે વિદ્વાનોને પણ ધ્વનિકાવ્ય વિના. બીજું કાવ્ય રચતું નથી. દાસીએ કહ્યું કે-સ્વામિની ! મને પણ કદિ ન થયું હોય એવું આશ્ચર્ય આજ થાય છે. તમે મારા પર ક્રોધ ના કરો. કારણકે મેં તો પશુ કે મનુષ્ય કોઈને હાર લઈ જતાં જોયો નથી. તમે સ્નાન કરતા હતા તે વખથે કોણ અહીં આવી શકે તેમ હતું ? કારણકે ગ્રીષ્મકાળના મધ્યાહ્ન સમયે સૂર્ય સામે જોવાને કોણ સમર્થ છે ? કોણ જાણે એ પગ કરીને ક્યાંય જતો રહ્યો ! નહીં તો ક્ષણમાત્રમાં ક્યાં જાય ? પછી બંનેએ મળીને અશોક બાગમાં બધે તપાસ કરી પણ આકાશપુષ્પની પેઠે એની ક્યાંય ભાળ લાગી નહીં. એટલે એકદમ જઈને ચેલ્લણાએ સર્વ વ્રત્તાંત રાજાને જણાવ્યો. અથવા તો જેનું સર્વસ્વ ગયું હોય તેની આવી જ સ્થિતિ થાય છે. રાજાએ પણ નગરને વિષે પડહ વજડાવ્યો કારણકે એમ કરવાથી જ કદાચિત ફળ આવે તો આવે એમ હતું. “જે કોઈએ મુગ્ધભાવથી હાર લીધો હોય એણે આવીને અમને આપી જવો. મનમાં લેશ પણ ભય ક્ષણમા જાણે એ પણ સમયે સૂર્ય સામાવી શકે તેમ હતું જ ૪૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ રાખવો નહીં. એમ છતાં પણ એ હાર આપી જશે નહીં અને અમને પાછળથી ખબર પડશે તો મહાશિક્ષા કરવામાં આવશે.” આ પ્રમાણેનો રાજાનો ઢંઢેરો લોકોની જાણ માટે શેરીએ અને ચૌટે-સર્વ સ્થળે ફેરવવામાં આવ્યો. પણ કોઈ આપવા આવ્યું નહીં કારણકે કહેવા માત્રથી કોણ આપવા આવે ? પછી તો રાજાએ અભયકુમારને આકરો હુકમ ફરમાવ્યો કે “સાત દિવસમાં તું આ હાર લાવી આપ. જો નહીં લાવી આપે તો ચોરનો ન્યાય તે તારો ન્યાય થશે.” અહો ! ધણીની જીભને ગમે તેમ બોલવાની છૂટ છે ! અભયકુમાર પણ તે પરથી હારની શોધમાં સર્વત્ર ફરવા લાગ્યો; કારણકે પ્રયાસ વિના પાતાળમાંથી પાણી કાઢવું સહેલું નથી. આ વખતે સાક્ષાત્ ધર્મ જ હોય નહીં એવા સુસ્થિત નામના આચાર્ય વિહાર કરતા કરતા આ જ નગરમાં આવી પહોંચ્યા. એમની સાથે શિવ-સુવ્રત-ધનદ અને યોનય એ નામના ચાર શિષ્યો હતા. અભયકુમારે આપેલા મુકામમાં ધર્મકાર્ય કરવાને અર્થે સૌ ઉતર્યા. કારણકે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ દેહરૂપી આશ્રયની જરૂર છે. અહીં જિનકલ્પ નિષ્પન્ન કરવાની ઈચ્છા હોવાથી સુરિજીએ સ્થિરતાને માટે તુલના કરવાનો આરંભ કર્યો; કારણકે સ્થિરતા વિના કાર્યસિદ્ધિ થતી નથી. જેવી રીતે સમિતિના પાંચ પ્રકાર છે તેજ પ્રમાણે સિદ્ધાન્તમાં તુલનાના પાંચ પ્રકાર કહ્યા છે. (૧) તપથી (૨) સત્ત્વથી (૩) સૂત્રથી (૪) એકત્વથી અને (૫) બળથી. તેમાં પહેલી (તપ:તુલના) ક્ષુધા સહન કરવાને માટે, બીજી (સત્ત્વતુલના) સ્થિરતાને અર્થે, ત્રીજી (સૂત્રતુલના) કાળ જાણવાને માટે, ચોથી (એકત્વતુલના) સંગનો ત્યાગ કરવાને, અને પાંચમી (બળતુલના) વખતે શરીરનું સામર્થ્ય જતું રહ્યું હોય તે પ્રસંગે ચિત્તને ટેકો આપવાને માટે, કરવામાં આવે છે. જિનકલ્પના અર્થી સાધુ એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ એમ સાત-આઠ આદિ ઉપવાસોની, તપશ્ચર્યા કરીને ‘તપસ્તુલના' કરે છે. આ ઉપવાસાદિ તપશ્ચર્યા ત્યાંસુધી કરવી કહી છે કે જ્યાં સુધી સાધુપણાના યોગમાં હીનતા ન આવે. બાધા (વિઘ્ન) ન આવે તો છ માસના ઉપવાસ કરવાને શક્તિવાળા હોય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ४७ Page #57 -------------------------------------------------------------------------- ________________ હવે જે બીજી સત્યતુલના છે તે પાંચ રીતે કાયોત્સર્ગ કરવાથી થાય છે. (૧) ઉપાશ્રયની અંદર (૨) ઉપાશ્રયની બહાર (૩) ચતુષ્કને વિષે એટલે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં (૪) શૂન્ય દેવાલયને વિષે અને (૫) સ્મશાનને વિષે. આ પાંચમો ઓચિંતો કે ઉંદર આદિનો ભય આવી પડે તો તેનો અને ક્રમે ક્રમે નિદ્રાનો પણ પરાજય કરવાનો છે. ત્રીજી સૂત્ર તુલનામાં હંમેશના પરિચયના સૂત્રો નિરંતર ધારણ કરી રાખવાના હોય છે; કે જેથી કોઈ વખત મેઘ કે વંટોળીઆથી નક્ષત્ર કે સૂર્ય આચ્છાદિત થઈ ગયા હોય તો તે પ્રસંગે રાત્રદિવસ પ્રેક્ષા-ભિક્ષા. આદિના સમયની ખબર પડે. - હવે ચોથી એકત્વભાવના નિત્ય ભાવનાની કહી છે તે સાધુ જેમ જેમ ભાવતો જાય તેમ તેમ તેને પોતાના ગુરુ આદિને વિષે પણ મમત્વ રહે નહીં, તો પછી બીજાને વિષે તો શાનો જ રહે. તે આ પ્રમાણે;- આનંદદર્શન-જ્ઞાન-સમ્યકત્વ અને વીર્ય એ છે લક્ષણ જેનાં એવો એક આત્મા જ મારો છે; એ સિવાય અન્ય કંઈ પણ મારું નથી. ધન, ગૃહ, મિત્ર, સ્ત્રી પુત્રાદિ, તથા ઉપકરણો કે આ દેહ પણ મારો નથી, આ ધર્મ બંધુઓ પણ મારા નથી.” એ રીતે મમત્વ મૂળથી કાપી નાખવાથી ઉત્કૃષ્ટ નિઃસંગતા. થઈ શકે છે. આચાર્ય ગુર કે કોઈ પ્રકારનો અભિષેક કે કોઈ બીજું પણ મમતાનું સ્થાન જીવને સુગતિને વિષે લઈ જતું નથી; ફક્ત જ્ઞાનાદિ જ લઈ જાય છે. છેલ્લી બળતુલના બે પ્રકારની કહી છે. શરીરબળથી અને મનોબળથી. કાયોત્સર્ગ વિધિને વિષે જોઈએ તે શક્તિ અથવા શરીરબળ, અને બીજું ધૈર્ય એ મનોબળ. આ બંને પ્રકારના બળ અભ્યાસ કે મહાવરાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લંખ-મલ્લ લોકો આદિના દષ્ટાન્ત જુઓ. આ પ્રમાણે સાધારણ જીવોને દુષ્કર એવો જિનકભી સાધુઓનો આચાર બહુધા સૂત્રોને વિષે વર્ણવ્યો છે. અહીં આવીને ઉતરેલા સુસ્થિત આચાર્યને સર્વોતુલના આદરવી હતી એથી એઓ ઉપાશ્રયની બહાર આવીને નિશ્ચળ કાયોત્સર્ગ રહ્યા. આજે હારની શોધમાં ફરતા અભયકુમારને છ દિવસ પૂરા થઈને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ સાતમો દિવસ છે પણ હારની ભાળ મળી નહીં; અગાધ ઊંડા મહાસાગરમાં ડૂબી ગયેલા વહાણની લોકોને ભાળ મળતી નથી તેમ. તેથી એ વિચારવા લાગ્યો; હારનો તો ક્યાંય પત્તો નથી, અને પૂજ્ય પિતાશ્રીએ આપેલી અવધિમાંથી ફક્ત એક રાત્રિ બાકી રહી છે. હારનો પત્તો નહીં મળે તો કોણ જાણે સ્વામી મને શુંયે કરશે ? કારણકે જ્યાં સુધી ધણીની આજ્ઞા પૂરી બજાવી દઈએ છીએ ત્યાંસુધી જ એઓ સારા છે. શેઠ તુક્યા હોય તો જ સારા. રૂઠ્યા હોય તો તો દૂરથી જ નમસ્કાર કરવા જેવા છે ! હવે તો હું આજની રાત્રિ ધર્મધ્યાનમાં વ્યતીત કરું. આ દુઃખ આવી પડ્યું છે તે કદાચ એમ નષ્ટ થાય, ને આ ઉત્કૃષ્ટ હાર ખોવાયો છે તે વખતે મળી જવો હોય તો મળી જાય; કારણકે ધર્મ વિપત્તિને દૂર કરીને સુખ સંપત્તિ આપનારો છે.” એવો નિશ્ચય કરીને અભયકુમાર ઉપાશ્રયે ગયો અને ત્યાં મુનિઓને પરમ ભક્તિ સહિત વંદન કર્યું. કારણકે એવી ભક્તિને અન્ય કોઈ યોગ્ય નથી. એ પ્રમાણે ઉપાસના કરી અન્ય સર્વ વ્યાપારનો ત્યાગ કરી, મુનિને કેવુંક સુખ હોય છે તે જોવાની ઈચ્છાથી જ જાણે હોય નહીં એમ દર્ભની શય્યાને વિષે બેઠો. આ વખતે, હારને કોઈએ કદાચિત્ અહીં (સમુદ્રમાં) સંતાડ્યો હોય તો તેને મારાં કિરણોવડે ખોળી કાઢું એમ ધારીને જ જાણે, સહસ્ત્ર કિરણ સૂર્યે સમુદ્રને વિષે પ્રવેશ કર્યો; અસ્ત પામવાનું તો માત્ર એક બહાનું જ હતું ! ઊંચા રક્તવર્ણના વાદળાંઓ વડે આકાશને, ચળકાટ મારતા ત્રાંબાનું સ્વરૂપ આપતી સંધ્યાએ પણ પૃથ્વીને સર્વત્ર રક્ત બનાવી દીધી ! અભયકુમાર જેનો પત્તો નથી મેળવી શક્યો એ હારના ચોરનો યશ આલેખવાને માટે (તૈયાર કરેલું) કાજળ (શાહી) જ હોય નહીં એવા અંધકાર વડે આકાશ પ્રદેશ છવાઈ ગયો ! આકાશને વિષે પુષ્પો હોય નહીં એવો જે એનો (આકાશનો) દોષ કહેવાય છે તે દોષ ટાળવાને માટે જ જાણે એણે (આકાશે) તારારૂપી પુષ્પો દેખાડ્યાં (આકાશમાં તારા ઉગ્યા.) વળી, પુષ્પો તો જાણે બતાવ્યાં, હવે ફળ પણ બતાવું એમ વિચારીને જ જાણે ગગને દાગવાળા પરવાળા સમાન રતાશ પડતા ચંદ્રબિંબરૂપ, ગોળ અને પરિપકવ ફળ પણ બતાવ્યું. (આકાશમાં ચન્દ્રોદય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ થયો.) સદ્ગુરુ પોતાની વાણીથી (શ્રોતા) જનોને કરે છે તેવી રીતે ચંદ્રમાએ પણ ચન્દ્રિકાવડે સર્વ જગતને ઉજ્વળ બનાવી દીધું ! તે સમયે મણિકારના પુત્રે વિચાર કર્યો કે “આ મારા ઘરમાં આવ્યો છે તે હાર નથી આવ્યો; પરંતુ વાતાફીર એટલે વમન કરેલો આહાર આવ્યો છે. માટે એને ઘરમાં રાખવો યુક્ત નથી) જો રાજાને ખબર પડશે તો મારે માથે આપત્તિ આવી પડશે; અથવા તો દુષ્ટલક્ષણવાળો અશ્વ ઘરમાં હોય ત્યાં સારાવાના ક્યાંથી હોય ? વળી એને ગમે એટલો ગુપ્ત રાખીશ તો પણ થોડા દિવસમાં એની લોકોને ખબર પડ્યા વિના નહીં રહે; કારણકે પ્રમાર્જનસૌરકળા, ચંદ્રમાની જ્યોત્સના, ચોરી, સ્ત્રીભોગ, અને સ્ત્રીને કહેલી ગુપ્ત વાત-એટલાં વાનાં ચોથે દિવસે પ્રકટ થયા વિના રહેતાં નથી.” એમ ધારીને એણે હાર વાનરને પાછો આપ્યો; અથવા તો. કયો ડાહ્યો પુરુષ આપત્તિને વસ્ત્રને છેડે પોતાને માથેથી નથી ઉતારતો ? પછી વાનરે, હાર પોતાની પાસે પાછો આવ્યો જોઈ, વિચાર કર્યો કે, જેના ઘરમાં હું હાર મુકી આવીશ તેના કદાચિત પ્રાણ પણ રાજા લે; કારણકે ચોરી એ સર્પ કરતાં પણ અધિક છે. માટે તેને વૃથા દંડાવી તેનો વિનાશ કરાવવાથી મારા હાથમાં શું આવશે ? પાડો મુંડવાનું નાપતિને કંઈ મળતું નથી તેમ મને આમાં કંઈ મળશે નહીં. પૂર્વ જન્મના પાપને લીધે આ. જન્મમાં તો હું આવી નીચ યોનિને વિષે ઉત્પન્ન થયો છું. તો હવે વળી એના કરતાં વધારે પાપ શા માટે બાંધુ ? માટે હું હાર કોઈ મુનિની પાસે મૂકી આવું. એમ કરવાથી બધાં સારાં વાનાં થશે. મારી પાસે મારું પોતાનું તો કાંઈ નથી તો પારકી વસ્તુ વડે પણ, સાક્ષાત ધર્મ જેવા આ આચાર્ય અહીં છે એમની ભક્તિ કરું. એમ વિચારી મનમાં પાકો નિશ્ચય કરી હાર સુસ્થિત આચાર્યને કંઠે આરોપણ કરી તે વાનર પોતાને સ્થાને જતો રહ્યો. દૂધ જેવાં ઉજ્વળ મોતીવાળો હાર મુનિને કંઠે રહ્યો છતાં, જાણે, (મુનિના) હૃદયમાં ન સમાવાથી (તેમાંથી) બહાર નીકળી આવેલું ધર્મધ્યાન હોય નહીં ! (એમ દીસતું હતું.) વળી હારના મોતીઓને વિષે ચંદ્રમાના પ્રતિબિંબ પડતા હતા તે જાણે વિવિધરૂપ ધારણ કરીને એ તારારૂપી સ્ત્રીઓના ઉત્સગને વિષે ક્રીડા કરી રહ્યો હોય નહીં એવો ભાસ થતો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) પ૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ હતો ! મુનિરાજે હાર મળવાથી અમને કેમ ત્યજી દીધા માટે ગમે તેમ એનું વેર લેવાને એને લોભના પાશમાં નાખીએ એમ નિશ્ચય કરીને જ જાણે અલંકારોએ મળીને, હારને આચાર્યની પાસે રહેવાને માટે મોકલાવ્યો હોય નહીં ! અથવા તો સૂરિજીને વરવાની ઈચ્છાવાળી મુક્તિસુંદરીએ જ જાણે એમના કંઠને વિષે એ વરમાળા આરોપી હોય નહીં ! એટલામાં આચાર્યશ્રીનો શિવ નામનો શિષ્ય, એમની પાસે જાગરણ કરવાને માટે આવ્યો; જેમ મંત્રસાધકની સિદ્ધિને માટે ઉત્તરસાધક રહે છે તેમ. ગુરુના કંઠમાં મનહરકાંતિવાળો હાર જોઈને, ખડ્ગ-પંજરથી બીધેલા માણસની જેમ શિષ્ય તો ધ્રુજવા લાગ્યો. નિશ્ચયે આ એજ હાર છે કે જેને માટે નિર્ભય એવો પણ અભયકુમાર અત્યંત વ્યાકુળ થયો છે. મુનિજન પારકા તરણા સરખાથી ત્રાસ પામે છે; અને એવાના કંઠમાં આ હાર કોઈએ નાખ્યો છે; એ વાત વિપરીત થઈ છે. અજીર્ણ આહાર હોય નહીં એવો આ હાર મુનિની પાસે હોવાથી એનું શું પરિણામ આવશે એ કહી શકાતું નથી. કોઈની પણ દૃષ્ટિએ પડશે તો હીલના થશે; અથવા તો વિવાદ એજ છે ચેષ્ટા જેની એવું દૈવ પોતાનું ધાર્યું જ કરે છે. આ પ્રમાણે મનને વિષે પીડા પામતા સાધુએ અનેક સંકલ્પ વિકલ્પો કરતાં પોતાની અવધિ પૂરી કરી. એટલે પાછા વસતિમાં પ્રવેશ કરતાં ભયથી મુંઝાયા તેથી “નિસિહી” ને બદલે નિદ્રામાં બીધેલા માણસની જેમ ‘ભય' એટલો શબ્દ બોલી ગયા. એ જોઈ અભયકુમારે પૂછ્યું “હે મુનિવર ! જગતના સર્વ ભાવોથી દૂર રહેલા આપ જેવા મહાત્માને ભય શાનો લાગ્યો ? ચોર, અગ્નિ, સગાસંબંધી, રાજા અને જળ આદિનો ભય કહેવાય છે; એ ભય, પરિગ્રહ નહીં ધારણ કરવાવાળાને હોવો ન જોઈએ. મુનિએ ઉત્તર આપ્યો-હે શ્રાવક ! સાધુઓ તો હંમેશા નિર્ભય હોય છે. પણ મને તો ગૃહસ્થાશ્રમને વિષે અનુભવેલો ભય યાદ આવ્યો. અભયકુમારે પૂછ્યું-આપ મહાત્માને કેવી રીતે ભયનો અનુભવ થયો હતો તે સાંભળવાની મારી ઈચ્છા છે તો તે કહેશો. મુનિએ કહ્યું - હે બુદ્ધિમાન ! શ્રાવક શિરોમણિ ! તારા જેવા વિદ્વાન હોય છે. તે કથાના રસને સમજે છે માટે કહું છું, સાંભળ-” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો વિ મ Page #61 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના પહેલા શિષ્ય શિવમુનિનું આત્મવૃત્તાંત. બહુ ફાલી રહેલા કદળી-બાહુ આદિ વૃક્ષોએ કરી દેવલોકની શોભાને પણ વીસરાવી દેતી ઉજ્જયિની નામની નગરી છે. તેની હવેલીઓના શિખર ઉપર, જાણે નૃત્ય કરનારી સ્ત્રીઓના-નૂપુરવાળા ચરણોના ઠેકા અને હાવભાવને લીધે મનોહર-નૃત્ય જોઈને અત્યંત આનંદમાં આવી ગઈ હોય નહીં એમ, મંદ પવનને લીધે હાલતી શ્વેત ધ્વજાઓને મિષે શ્રીસંઘની કીર્તિ નૃત્ય કરી રહી હતી ! વળી ત્યાં અન્યોન્ય ‘અસંગતિ, પ્રત્યનીક, વ્યાઘાત, "સંકર, "અતિશયોક્તિ, વ્યાજોક્તિ, °અપ્રસ્તુતોક્તિ, ‘સહોક્તિ, અધિક્ષેપ, ૧°સંદેહ, ૧૧અર્થાન્તરાસ, ૧૨દીપક, ૧૩વિરોધ, ૧૪ઉપહતિ, અને ૧૫ભ્રાન્તિ એ માત્ર અલંકારોમાં જ હતા. (પ્રજાને વિષે એમાનું કંઈ હતું નહીં.) આવી અતિ સમૃદ્ધિવાળી નગરીને વિષે પણ શિવ અને શિવદત્ત નામના એમ બે ભાઈઓ તો તદ્દન નિર્ધનાવસ્થામાં રહેતા હતા. કારણકે ભાગ્ય વિના કંઈ મળતું નથી. એકદા અમે બંને સૌરાષ્ટ્ર દેશમાં દ્રવ્ય ઉપાર્જન કરવા ગયા. કારણકે ધનવાન પણ ધનની ઈચ્છા કરે છે તો નિર્ધન એ ઈચ્છા કરે તેમાં કંઈ અયોગ્ય નથી. અમે ત્યાં લાંબા વખત સુધી રહીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું; કારણકે દુ:ખીજનો પણ કોઈવાર સારી સ્થિતિને પહોંચે છે. દ્રવ્ય મળવાથી અમને અમારા કુટુંબીજનોને જઈ મળવાની ઉત્કંઠા થઈ; કારણકે એકલા એકલા ભોગવવું એ હલકા માણસનું કામ છે. પછી અમે અમારું જે દ્રવ્ય હતું તે વાંસળીમાં ભરી લઈને એ વાંસળી કેડની આસપાસ મજબૂત રીતે બાંધી લીધી. કારણકે નિર્ધનોને પ્રાપ્ત થયેલા દ્રવ્ય પર ઘણો મોહ થાય છે. એમ કરીને અમે અમારે ગામ જવા ચાલી નીકળ્યા. ૧. ૧ થી ૧૫ આ બધા અલંકારશાસ્ત્રમાં ગણાવેલા અલંકારો Figures of speech છે. પ્રજામાં એમાનું કાંઈ નહોતું. પ્રજાપક્ષે, ૧=કલહ; ૨=યુદ્ધ; ૩=વિરોધ; ૪=વર્ણસંકર; ૫=વધારી વધારીને વાત કહેવી; ૬=ઉદ્દેશ ગુપ્ત રહે એવી રીતે બોલવું; ૭=વગર અવસરે બોલવું; ૮=બે કે વિશેષે સાથે બોલવું; ૯=અપમાન; ૧૦=શંકા; ૧૧=અમુક વાતનો, થતો હોય તેથી વિરુદ્ધ અર્થ સમજાવવો; ૧૨=ક્રોધનો આવેશ; ૧૩=અણબનાવ; ૧૪=હિંસા;, ૧૫=ભ્રમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૫૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ એ દ્રવ્યની થેલી અને માર્ગમાં વારાફરતી અકેક જણ રાખતા હતા. કારણકે ઘાંચીની ઘાણીમાં પણ બળદો વારાફરતી ઘાણી ફેરવે છે. એવામાં મારી પાસે એ થેલી હતી તે વખતે પાપલોભને વશ થઈ મેં વિચાર્યું કે “ભાઈનો વધ કરીને સર્વદ્રવ્ય હું એકલો લઈ જાઉં,” કારણકે ભાખંડ જેવા પક્ષીઓ પણ ભક્ષને પોતપોતાના મુખ ભણી આકર્ષે છે. મારા ભાઈની પાસે એ દ્રવ્ય હતું ત્યારે એને પણ એવો જ વિચાર આવ્યો હતો. કારણકે રસ આપણી પાસે નથી હોતો (ને બીજાની પાસે હોય છે) તોયે આપણને એની ગંધ તો આવે છે. આવાં અમારા બંનેના પરિણામ થયા એટલે અરસપરસ શત્રુતા ધારણ કરતા અમે વૈતરીણી જેવી જ ગંધવતી નદીની પાસે આવ્યા. એ નદીની વચ્ચે જળની શેવાળથી ભરેલો, નાના પ્રકારના મલ્યોથી સંપૂર્ણ, મોટો, નરકાવાસ (નારકી) જેવો એક ધરો છો. ત્યાં અમે પરિશ્રમ ટાળવા સુખે બેઠા. કારણકે મુસાફરો આવે રસ્તે જળ ભાળે છે. ત્યારે સ્વર્ગસુખ મળ્યું માને છે. બાહ્ય શરીરનો મેલ, અને દુર્ગાનથી ઉત્પન્ન થયેલ અભ્યત્તર મેલ-એ બંને મેલ કેમ સહન થાય એટલા માટે જ જાણે અમે બંને ચોળી ચોળીને, ન્હાવા મંડ્યા. એટલે કર્મરૂપી મેલ જતો રહેવાથી જ હોય નહીં એમ મને શુભ વિચાર આવ્યો કે મારો સહોદરભાઈ મારા તરફ નિરંતર અત્યંત વત્સલ છે છતા મેં પાપીએ બહુ અનિષ્ટ ચિંતવ્યું ! નિસંશય અમારી પાસે છે તે અર્થ (દ્રવ્ય) નથી પણ કેવળ અનર્થ છે. જે વસ્તુને જે રૂપે જોઈએ છીએ તે રૂપે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. માટે મારા જ ભાઈનો વધ કરવાથી બુદ્ધિ ઉત્પન્ન કરનારા આ દ્રવ્ય ત્યજી જ દેવું જોઈએ. ખગ છે તે હંમેશા અનર્થનું કારણ છે તે ભલેને સોનાનું હોય તોયે કામનું નથી-ત્યજી દેવા યોગ્ય છે. એમ વિચારીને મેં થેલીને ધરામાં પડતી મૂકી; કારણકે સર્પ પણ પોતાને પીડા સાન થઈ પડતી કાંચળી ફેંકી દે છે. એ જોઈને શિવદત્તે કહ્યું-ભાઈ ! તેં આ આપણને હાનિકારક અને લોકોમાં હાંસી ઉપજાવનાર, બાળક કરે એવું કાર્ય કેમ કર્યું ? ઊંચા મહેલના શિખર પર એક મોટી શિલાને ઘણે કષ્ટ લઈ જઈ તેને મૂર્ખ માણસ પાછી નીચે ભૂમિ પર પડતી મૂકે તેના જેવું તે આ કર્યું છે. આટલે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) પ3. Page #63 -------------------------------------------------------------------------- ________________ દૂર એ થેલીને ઊંચકી લાવ્યા પછી હવે આપણું ગામ નજીક આવ્યું ત્યારે તે એને જળમાં ફેંકી દીધી એથી મને ખેદ થાય છે. એ સાંભળીને મેં કહ્યું-ભાઈ ! મેં એ થેલી પાસે હતી ત્યારે મને એક વૈરિ તરફ પણ ન થવી જોઈએ તેવી દ્રષબુદ્ધિ તારા તરફ થઈ હતી. એક મંત્રસાધક કરે છે તેમ તારો વધ કરીને સઘળું દ્રવ્ય હું લઈ લઉં એવો મને વિચાર થયો હતો. નિશ્ચયે દ્રવ્ય છે તે ઠગવિદ્યા સમાન છે કારણકે એનાથી મોહિત થઈને માણસો પોતાના જ બાંધવોને હણવા તત્પર થયા છે. તેં એને ફેંકી દીધું તે ઠીક જ કર્યું છે કારણકે સર્વ વિપત્તિનું મૂળ-એવા એ દ્રવ્યનું એમ જ થવું જોઈએ. પછી અમે તો શાંતા ચિત્તથી નિરાંતે ઘરે ગયા. કારણકે લક્ષ્મીરૂપી એ ચિત્રાવલી ગયા પછી કઈ જાતની ઉપાધિ રહે છે ? ત્યાં માતા અને બહેનને નમન કરીને અમે આસનપર બેઠા કારણકે વિનય સર્વત્ર શુભકારી છે. માતાએ અમારું પાદપ્રક્ષાલનાદિ કર્યું કેમકે એ અમથી પણ પુત્રો પ્રત્યે સ્નેહવતી હોય છે તો આમ અમે ઘણે કાળે અતિથિ જેવા આવ્યા ત્યારે તો પૂછવું જ શું ? પછી અમારી મહેમાનગિરિ કરવાને માટે, યમરાજની દૂતી જેવી અમારી બહેન હતી એને, અમારી માતાએ બજારમાંથી મત્સ્ય લાવવા મોકલી. વાત એમ બની હતી કે જ્યારે પેલી દ્રવ્યની થેલી જળને વિષે પડી ત્યારે કોઈ મત્સ્ય એને ભક્ષ સમજીને ગળી ગયો હતો કારણકે તિર્યંચોને જ્ઞાન હોતું નથી. એટલામાં કોઈ માછીએ એજ ધરામાં આવીને એજ મસ્યને જાળમાં પકડ્યો અને ચૌટામાં વેચવા લાવ્યો. અને એજ મસ્યા મારી બહેને ખરીદી કરી ઘેર આપ્યો. ઘેર લાવીનેએ પાપિષ્ઠાએ નરકના દરવાજાનાં દ્વાર ખોલતી હોય નહીં એમ એને ખોલ્યો-ચીર્યો. હે બુદ્ધિમાન મંત્રીશ્વર ! (શિવ મુનિ અભયકુમારને કહે છે) તે વખતે પાષાણમાંથી દર્દ એટલે દેડકો નીકળે એમ આશ્ચર્ય પૂર્વક મલ્યમાંથી પેલી દ્રવ્યની થેલી નીકળી. તે ઊંચકી લઈને એ મારી બહેને પોતાની પાસે સંતાડી દીધી. એ જોઈ મારી માતાએ એને પૂછ્યું-બહેન ! તેં એ શું સંતાડ્યું ? મારી બહેને ઉત્તર આપ્યો-મેં તો કંઈ સંતાડ્યું નથી. તારું. ચિત્ત વ્યગ્ર છે એટલે તને દષ્ટિ, વિભ્રમ થયો છે, પણ મારી માતાને વ્હેમ ૫૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #64 -------------------------------------------------------------------------- ________________ પડ્યો હતો એથી ઉઠીને એની પાસે ગઈ. એટલામાં તો મારી નિર્દય બહેને એક ખડ્ગ લઈને મારી માતાને પ્રાણરહિત કરી. એ જોઈ હાહારવ કરતા અમે ભાઈઓ દોડ્યા એવામાં બહેનના ખોળામાંથી પેલી થેલી નીચે પડી. એને અમે ઓળખી એટલે અમને બહુ ખેદ થયો કારણકે જે અનર્થ થકી અમે નાસી છુટ્યા હતા તે પાછો વળી મુખ આગળ પ્રત્યક્ષ આવીને ઊભો. એવે પ્રકારે અમે જળના પૂરમાં જેને ફેંકી દીધી હતી તે પાછી શાકિનીની જેમ ક્યાંથી નીકળી આવી ? રાજહંસો જેમ નાના તળાવડાને વિષે પ્રેમ બાંધતા નથી તેમને ધન્ય છે ! જેવીરીતે વૃતાંકફળ સર્વ રોગનું નિદાન છે તેવી જ રીતે છેદ-ભેદ-ભયશ્રમ-કલેશ-બંધ અને વધ વગેરે વિપત્તિનું મૂળ દ્રવ્ય જ છે. હવે અમારી માતાનો વધ કરનારી અમારી બહેન ઉપર પણ ક્રોધ કર્યો શું થાય ? કારણકે એમ કર્યાથી બગડ્યું કંઈ સુધરતું નથી. માટે જો બહેનનું અનિષ્ટ કરશું તો એમાં વેર જ વધશે; કોઈ સ્વાર્થ સિદ્ધ થશે નહીં. એ તો એના કર્મે હણાયેલી જ છે. બીજી હાનિ એને શી જોઈએ ? સજ્જનો પડતા ઉપર પાટુ મારતા નથી, માટે ગૃહસ્થાવાસ ત્યજી દઈને અમે નીકળી જવાનો ઈરાદો કર્યો કારણકે બુદ્ધિમાન હોય છે તે સ્વાર્થ જુએ છે; સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. અમને તો પેલા ધરા આગળથી જ આ અનર્થકારી ધન પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો તે આ બહેનનું વૃત્તાંત જોયા પછી અત્યંત વૃદ્ધિ પામ્યો હતો. તે જાણો કે “વસ્ત્ર એક તો હતું જ લાલ, ને એને પુનઃ કસુંબામાં ઝબોળ્યું.” એના જેવું થયું. પછી અમે માતાની ઉત્તરક્રિયા કરીને ધન બધું બહેનને આપી દઈ દીક્ષા ગ્રહણ કરી. હે અભયકુમાર ! આવો ભય મેં ગૃહસ્થાવાસમાં અનુભવ્યો હતો. કારણકે ગૃહસ્થાવાસ વિના અન્ય સ્થળે ક્યાં ભય હોય ? મંત્રીશ્વરે પણ કહ્યું-હે મુનિ ! તમે સત્ય જ કહ્યું છે. હૃદય રૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ખોટું પડતું નથી; તો પણ મદ્યપાન કરનારાઓ મધને ગણે છે તેમ સર્વ પ્રાણીઓ ધનને પ્રાણથી પણ અધિક ગણે છે. ફક્ત વિવેકરૂપી લોચન જેમને હોય છે એઓ જ દ્રવ્યનો સ્વભાવ સમજે છે; કારણકે ખાસ અંજનથી જેમનાં નેત્ર અંજાયેલા છે એઓ જ નિધિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ક્યાં છે તે જાણે છે. મોક્ષમાર્ગના આશ્રિત આપ જેવા મહાત્માઓ જ કૃતાર્થ છે; કારણકે માનસરોવરના સુવાસિત કમળની સમાન બીજા કમળો હોય. ખરા ? આ પ્રમાણે બુદ્ધિશાળી અભયકુમાર મુનિની સાથે ધર્મચર્ચા કરતા હતા ત્યાં બીજો પહોર થયો એટલે ઉત્તમ તપસ્વી એવા સુવ્રત નામના બીજા શિષ્ય આચાર્યશ્રીની પાસે જાગરણ કરવાને આવ્યા. એ પણ ગુરુના કંઠને વિષે હાર જોઈને કંપી ઉઠ્યા. કારણકે એવા મહાત્મા પુરુષોને દ્રવ્ય. થકી ભય ઉત્પન્ન થાય એ એમનું ભૂષણ છે, દૂષણ નથી. અહો ! કોઈએ લોભને વશ થઈને રાજાનો આ હાર ચોરી લીધો હશે પણ મુખને વિષે મોટો કોળીઓ સમાતો નથી તેમ એ એના ચિત્તમાં સમાયો નહીં હોવાથી ક્ષોભ પામીને ગુરુના કંઠમાં નાંખી ગયો જણાય છે; જેવી રીતે. (કુવા પર જળ ભરવા આવેલી) એક સ્ત્રીએ (રસ્તે જતા) બળરામનું સૌંદર્ય જોઈ ક્ષોભ પામી જઈ, સીંચણીયું (ઘડાના કાંઠામાં નાંખવાને બદલે) પાસે ઊભેલા પોતાના પુત્રના કંઠમાં નાંખ્યું હતું તેમ. અથવા તો તે દુષ્ટકર્મીએ આ મુનિ પ્રત્યે કોઈ શત્રુવટને લીધે એમ કર્યું હશે. કારણકે વનમાં રહીને પોતાની ક્રિયા-અનુષ્ઠાન કરતા એવા મુનિઓ પ્રત્યે કોઈ મિત્રભાવે, કોઈ ઉદાસીન ભાવે, તો કોઈ શત્રુભાવે પણ વર્તનારા હોય છે. આમ સંકલ્પ વિકલ્પ કરતા એ સુવ્રતમુનિ વસતિને વિષે પ્રવેશ કરતા “મહાભય” એમ બોલી ઉઠ્યા. એ સાંભળી અભયકુમારે પૂછ્યું “કેસરિસિંહની સાથે તુલના કરી શકાય એવા આપ-મહાત્માને મહાભય કેવો ?” મુનિએ ઉત્તર આપ્યો-વિસ્મરણ થયેલું હોઈ સુભાષિત જેમ પ્રભાતને સમયે એકાએક સ્મરણમાં આવે છે તેમ મને ગૃહસ્થાવાસને વિષે અનુભવેલો ભય અચાનક યાદ આવી ગયો. તે સાંભળી અભયકુમારે પૂછયું-એ મહાભય' આપ મહાત્માએ કેવી રીતે અનુભવ્યો હતો તે જાણવાની મારી ઈચ્છા છે. એટલે એ પૂજ્ય મુનિ બોલ્યા-હે મંત્રીશ્વર ! આ પૃથ્વીપર જેમ જ્યાં જઈએ ત્યાં રજ તો છે જ છે, તેમ આ સંસારને વિષે ભય પણ પગલે પગલે છે. તો પણ મને મહાભય લાગ્યો હતો તે વાત તારા જેવા બુદ્ધિમાનોને શ્રવણ કરવા યોગ્ય છે માટે કહું છું, સાંભળ; પ૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #66 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના બીજા શિષ્યનું આત્મવૃત્તાંત. જ્યાંના ગૃહસ્થીજનો ગંગાના પ્રવાહની માફક અરસપરસ પ્રેમભાવથી રહેતા-વર્તતા હતા એવો, નિરંતર રમણીય, અને સમૃદ્ધિશાલી અંગ નામનો દેશ છે. ત્યાં એકવાર વાવેલા ધાન્યો, જાઈના પુષ્પની જેમ, સર્વ અનેકવાર ફાલ આપતા હતા. તે દેશમાં એક મુખ્ય ગામમાં હું એક શૂરવીર અને વૈભવવાળો કૃષિકાર હતો. રૂપ સૌંદર્યમાં સ્વર્ગની સુંદરીઓ કરતાં પણ ચઢી જાય એવી મારે સ્ત્રી હતી. રાજહંસી સંગાથે રાજહંસ ભોગવે એવા અનેક ભોગસુખ હું એની સાથે હંમેશા ભોગવતો હતો, એવામાં એકદા ત્યાં દુષ્ટ ચોરલોકોએ ધાડ પાડી. ધિક્કાર છે લોકોને કે એઓ ગામડાના વાસને વાસમાં ગણે છે (કારણકે જ્યાં વસનારના જાનમાલની સલામતી નથી એવા સ્થળને લાયક સ્થળ કેમ કહેવાય ?) લોકો ભયના માર્યા જીવ લઈને નાઠા અને જ્યાં ત્યાં જઈને રહ્યાં; કારણકે ગામડામાં વસનારનું બળ કેટલું હોય ? હે શ્રાવક શિરોમણિ ! હું તો તે વખતે, એક પારધી કોટરમાં ભરાઈ બેસે છે તેમ મારા ઘરના એક ખૂણામાં સંકોચાઈને બેસી રહ્યો. મારી પત્ની વિચારવા લાગી-આ ગામના માણસો ગમે તેમ નાસી ગયા-મારા પતિ પણ એજ પ્રમાણે ક્યાંક જતા રહ્યા છે એને જો કોઈ મારી નાખે તો બહુ સારું થાય; કારણકે એ મારા હાથમાં કાંટો વાગ્યો હોય એમ મને ખૂંચે છે. માટે જો હું આ તસ્કરોની સાથે જાઉં તો બહુ સુંદર ભોગ ભોગવવાના મળે; મોટાં ભાગ્ય હોય તો જ આવો અવસર મળે છે. આ ક્ષણે જો જવાનું ન મળ્યું તો હવે મળી જ રહ્યું. કારણકે ઈન્દ્રધ્વજની પૂજાનો વખત વરસમાં ફક્ત એક જ વાર આવે છે. મારી દુષ્ટા સ્ત્રીએ આવો વિચાર કરીને તસ્કરોને સ્પષ્ટ કહ્યું કે “આ ગામની લક્ષ્મી જેવી-મને તમારી પલ્લીએ લઈ જાઓ, કે જેથી હું તમારે વિષે પ્રીતિ અને ભક્તિવાળી તમારી પ્રિયા થઈને રહું. ખરેખર તમે તો મારાં ભાગ્યદેવતાથી આકર્ષાઈને અત્રે આવ્યા છો. “આના જેવી નવયૌવના રૂપસુંદરી પોતે હાલીચાલીને આપણી પાસે આવી છે તેને શા માટે જવા દેવી ?” એવો નિશ્ચય કરીને ચોરલોકો પણ આનંદથી એને ઉપાડી ગયા. કારણકે શીયાળ કદિ પાકેલી બોરડીને મૂકે ખરા. ? એ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ લોકો એને ઉપાડીને પોતાની પત્નીએ લઈ ગયા ત્યાં કોઈ સ્થળે હાથીદાંતના ઢગલા પડ્યા હતા તો કોઈ જગ્યાએ અજા-ગાય-ભેંસ-હસ્તિ અને હરણ આદિના ચામડા પડ્યા હતા. વળી ક્યાંય તો ખીલીઓ ઉપર ચમરી ગાયના ચામરો ટાંગેલા હતા. એક જગ્યાએ પશુઓના હાડકાંના ઢગલાથી ઉકરડા જેવું થઈ રહ્યું હતું. અને સર્વત્ર રક્ત-માંસવસા અને મધની ઉત્કટ દુર્ગધ ફેલાઈ રહી હતી. પલ્લીમાં ચોરોએ મારી એ સ્ત્રીને પોતાના નાયકને અર્પણ કરી કારણકે એવી દુષ્ટાને નાયક સિવાય બીજો કોણ. રાખી શકે ? ચોરોના નાયકે તો એને ઈન્દ્રાણી, જેવી માનીને પોતાની સ્ત્રી બનાવી. અથવા તો રંકને દુઝણી ગાય મળે છે ત્યારે તે ક્યાંય સમાતો નથી. પછી તો એ એની સાથે આનંદમાં સુખ ભોગવવા લાગી કારણકે સ્ત્રી અને લક્ષ્મી સ્વાભાવિક રીતે નીચેનો આશ્રય લે છે. અહીં પાછળ ગામમાંથી ચોર લોકો ગયા એટલે લોકો સૌ પાછા ગામમાં આવ્યા કેમકે ઘરમાંથી સર્પ જતો રહ્યા પછી ઘરના માણસો શા માટે ઘરમાં ન આવે ? હે બુદ્ધિશાળી ! હું પણ “પાંચ માણસો કરે એમાં કરવું” એ ન્યાયે બહાર નીકળ્યો; પણ સર્વ લોકો ગામમાં આવ્યા છતાં મારી સ્ત્રી આવી નહીં. લાજ મૂકીને ગયેલી પાછી આવે જ શાની ? પછી એને પેલા ચોરોએ લઈ જઈને રાખી છે એમ નિશ્ચય થવાથી એના. બાંધવોએ મને કહ્યું- હે સત્ત્વવાન ! કેમ નિરાંતે બેસી રહ્યો છે ? ગમે એટલું ધન આપીને પણ તારી સ્ત્રીને પાછી લઈ આવ. શું તે આ નીતિવાક્યા નથી સાંભળ્યું કે “દ્રવ્ય આપીને પણ સ્ત્રીનું રક્ષણ કરવું. ધણી જીવતાં છતાં સ્ત્રી પર ઘેર હોય એવા અધમ પુરુષમાં ને શ્વાનમાં શું અંતર ? માટે જ્યારે તારી પાસે દ્રવ્યાદિનું જોર છે ત્યારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તને ખબર નથી કે યુદ્ધ કરીને પણ રામ સીતાને રાવણ પાસેથી લઈ આવ્યો હતો ?” સંબંધીઓના આવા ઉત્સાહભર્યા શબ્દોથી મને પોરસ ચઢ્યો એટલે હું તો ચાલ્યો. અથવા તો દુર્બળ રાજાને સુભટો જ ચઢાવીને મરાવી નાખે છે. પ્રિયાનો કયારે મેળાપ થશે એનું રટન કરતો કરતો હું વિષવેલી જેવી ૫૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #68 -------------------------------------------------------------------------- ________________ એ ચોરલોકોની પાળે પહોંચ્યો. ત્યાં દ્રવ્યાદિકથી એક વૃદ્ધા (વૃદ્ધ સ્ત્રી) ને વશ કરીને એની સાથે મેળાપ બાંધ્યો. એણે મને કહ્યું-વત્સ ! દુષ્કર હશે તો પણ હું નિશ્ચયે તારું ઈચ્છિત પાર પાડી દઈશ. મેં કહ્યું- હે માતા ! આ પલ્લીમાં કોઈ એવું નથી કે જેની આગળ હું મારી વાત કહી શકું. પારકું કાર્ય પાર ઉતારી આપનાર તું જ એક છો. ખારા પાણીવાળા મરૂદેશમાં તુંજ મીઠા જળની કૂપિકા છો. હે માતા ! તું પોતાના બંધુજનોની ઉપર વત્સલભાવ રાખે છે અને એવા વત્સલજનોની સમક્ષ જ માણસ પોતાનો અભિપ્રાય દાખવી શકે છે માટે હું વિજ્ઞાપના કરું છું કે હું x x x ગામનો વતની છું અને મારું નામ x x x છે. મારી સ્ત્રીને મારે ગામથી ચોરલોકો અહીં ઉપાડી લાવ્યા છે. તે આ વખતે આ પલ્લીના નાયકના ઘરમાં છે. કારણકે રત્ન ગમે ત્યાં જાય છે પણ સર્વ સ્થળે એની કિસ્મત થાય છે. એટલું કહીને એની સાથે મેં મારી સ્ત્રીને કહેવરાવ્યું કે-હે હરિણાક્ષી ! તારા પગલાંથી પવિત્ર થયેલી આ પલ્લીમાં તારો પતિ તારા પરના પ્રેમથી આકર્ષાઈને આવ્યો છે.” કારણકે સ્ત્રી પુરુષના ગુપ્ત સંદેશા લાવવા લઈ જવામાં વૃદ્ધ સ્ત્રીઓનું જ કામ છે. પેલી વૃદ્ધાએ પણ મારો શિષ્ટાચારયુક્ત પ્રિય સંદેશો તલ્લણ મારી પ્રિયાને પહોંચાડ્યો કે“હે સુંદરી ! તારો સ્વામી અત્રે આવ્યો છે. તારા સમાન સદગુણી સ્ત્રી ઉપર તેનો સ્નેહ યોગ્ય જ છે કેમકે ગુણોને વિષે સર્વનો પક્ષપાત હોય છે જ. એણે મને તારી પાસે મોકલી છે માટે તારે જે ઉત્તર આપવો હોય તે આપ.” મારી સ્ત્રીએ પણ એ વૃદ્ધાને કૃત્રિમ સ્નેહભર્યો ઉત્તર આપ્યો કેએ આવ્યા એ બહુ સારું થયું છે કેમકે એ મને અહીંથી ગમે તેમ છોડાવશે. બીજું કોઈ આવ્યું હોત તો હું છૂટી થાત યા ન થાત. આપણી આ આંગળીઓ છે તે ગમે તેટલી પાસે પાસે છે, છતાં પણ અંતર એટલું અંતર છે; તેમ ગમે તેવા પ્રેમી બંધુઓ સ્નેહ શિરચ્છત્ર સ્વામીનાથના સ્નેહ પાસે પાણી ભરે. હે માતા ! તમારે એમને આદરપૂર્વક કહેવું કે- “ચોર લોકો ઉપાડી ગયા છતાં હું આ જીવિત ધારણ કરું છું તે ફક્ત આપના સંગમની આશામાં. કારણકે આખું જગત્ આશાને આધારે જ રહે છે. મારું મૃત્યુ ન થયું તે ઠીક થયું છે, નહીંતર આપણો મેળાપ થાત નહીં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) પ૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ કહેવત છે કે જીવતો નર ભદ્રા પામે. આજે પલ્લીપતિ ક્યાંય બહાર જવાનો છે માટે તે ગયા પછી તમે મારી પાસે આવજો. અહીંથી છુટવાનો ઉપાય છે તે હું તમને પછી જણાવીશ કેમકે ગુપ્તવાત એકાંત વિના કહેવાય નહી.” હે અભયકુમાર ! (મુનિ પોતાનો વૃત્તાંત જણાવતાં કહે છે) મારી સ્ત્રીના આ શબ્દોથી જાણે કૃતાર્થ થઈ હોય એમ વૃદ્ધા મારી પાસે આવીને હર્ષપૂર્વક કહેવા લાગી-હે વત્સ ! તારી સ્ત્રી તારાજ ચરણકમળનું ધ્યાન ધરતી આ શઠ લોકોના ઘરમાં રહી છે; સીતા રાવણને ત્યાં રહી હતી તેમ. અને એણે કહેવરાવ્યું છે કે પલ્લીપતિ બહાર જાય ત્યારે તમારે મારી પાસે આવવું. એક વકીલ પોતાના અસીલનું કહેવું ન્યાયાધીશ આગળ રજુ કરે તેમ વૃદ્ધાએ મારી સ્ત્રીના એ જુઠા મીઠા શબ્દો મને કહી સંભળાવ્યા. પછી જ્યારે પલ્લીપતિ બહાર ગયો ત્યારે અત્યંત ઉત્કંઠિત એવો હું સંધ્યા સમયે મારી સ્ત્રીની પાસે ગયો કારણકે સંધ્યાસમય એજ ગુપ્ત મળનારાઓનો સમય છે. આહા ! મને જોઈને એ વેશ્યાની જેમ કૃત્રિમ પ્રેમ દર્શાવતી મને સામી લેવા આવી. પછી જાણે મારા કર્ણને વિષે અમૃત વર્ષાવતી હોય એમ કોકિલના જેવા મધુર સ્વરથી મારી સાથે એ દુષ્ટા વાત કરવા લાગી. “હે સ્વામીનાથ ! આપ ભલે પધાર્યા, આપ દીર્ઘાયુ હો; મારાં પૂર્ણ ભાગ્ય કે મને આપના દર્શન થયા ! પણ મને આટલું ન ગોઠ્યું કે આપને મારી પાસે આવવું પડ્યું; કારણકે સમુદ્ર નદીને મળવા જતો નથી, નદી જ સમુદ્રને મળવા જાય છે. પણ પ્રિય ! હું કરું છું ? પરવશ પડી એટલે નિરૂપાય. હંસને મળવાની ઉત્કંઠા ઘણી છતાં પણ પાંજરામાં બંદિખાને પડેલી હંસી શું કરી શકે ? આજે આપનાં મને ઘણે દિવસે દર્શન થયાં; ચોમાસું વ્યતીત થયા પછી કમલિનીને સૂર્યના દર્શન થાય તેમ.” ઘણે કાળે એકઠા થયેલા બંધુ ઉપર થાય એવો પ્રેમ દર્શાવતી એ દુષ્ટા વળી રડવા લાગી. એ જોઈને મને એમ થયું કે અહો ! આનો મારા ઉપર કોઈ અવણ્ય સ્નેહ છે. પછી તો મને એના ઉપર ગાઢ વિશ્વાસ બેઠો કારણકે માયાથી કોણ નથી છેતરાતું ? હું મારે હાથે એની આંખોના પાણી (આંસુ) લુછવા લાગ્યો તે જાણે હું એનું પાણી ઉતારતો ન અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ હોંઉ ! એને વળી મેં આશ્વાસન પણ આપવા માંડ્યુ-પ્રિયે ! શોક શા માટે કરે છે ? સંસારની સ્થિતિ જ આવી છે. કારણકે દોષ વિનાનું કોણ છે? વ્યાધિ વગરનું પણ છે કોણ ? લક્ષ્મી કોને ત્યાં અચળ છે ? કોને કાયમનું સુખ છે ? મારા આ શબ્દોને લીધે એ દુષ્ટાએ પણ પોતાનો શોક ઓછો થયો હોય એવો ખોટો ભાસ કર્યો; અથવા તો સ્ત્રી ચરિત્ર સ્ત્રીઓ જ જાણે છે. પછી એણે મને “હે સ્વામીનાથ ! અહીં બીરાજો” એમ કહીને પલ્લીપતિના પલંગ ઉપર બેસાડ્યો. તેનું ચિત્તતો મલીન જ હતું પણ એ ન જણાવા દેવા માટે, વળી એણે મારા પગ ધોવા માંડ્યા. એવામાં કાંઈ અપશુકન થવાથી પેલો પલ્લીપતિ પાછો આવ્યો. મારા અશાતા વેદનીય કર્મનો સાક્ષાત ઉદય જ હોય નહીં એવા પોતાના એ યારને જોઈને હર્ષ પામી મારી દુષ્ટ પત્ની મને મીઠા શબ્દોથી સંબોધી કહેવા લાગી-હે નાથ ! તમે ક્ષણવાર આ પલંગની નીચે ભરાઈ જાઓ. કારણકે કંઈ ધારીએ છીએ ત્યાં કંઈ થાય છે. હું એને ઠેકાણે પાડીને બધું ઠીક કરું છું. તમારે મનમાં કાંઈ પણ ચિંતા રાખવી નહીં. (મુનિ, મંત્રી અભયકુમારને કહે છે-હે બુદ્ધિશાળી !) હું તો મારી પ્રિયાના વચનથી કંઈક નિર્ભય થઈને ચોરની જેમ પલંગની નીચે ભરાઈ બેઠો. હવે નાયકને મારી સ્ત્રીએ મોટા માન સહિત બોલાવ્યો. એટલે એ પણ સત્વર પલંગ પર આવીને બેઠો. એના પણ બે પગ ધોવા લાગી એટલે મને તો બહુ દુઃખ થયું કે અહો ! આ તસ્કર પણ મારી સ્ત્રી પાસે પગ ધોવરાવીને દાસત્વ કરાવે છે. પારકા હાથ શું સારા લાગતા હશે ? આવી પતિભક્ત (?) સ્ત્રીને છોડાવી લઈ જવાનું તો દૂર રહ્યું, પણ અહીં ઊલટો મારો આત્મા યે પતિત થયો, (હું ઊલટો ઉપાધિમાં આવ્યો.)” હું આમ ચિંતવન કરતો હતો એવામાં, જેના હૃદયની કુટિલતા હું જાણતો નહોતો એવી મારી સ્ત્રીએ પેલાને પૂછ્યું-ધારોકે મારો ભરતાર ક્યાંયથી તમારી પાસે આવે તો તમે એને શું કરો ?” એનો ઉત્તર એ શું આપે છે તે સાંભળવાને હું ટમટમી રહ્યો એવામાં તો એણે કહ્યું કે “હું મારી આવી સુંદર સમૃદ્ધિ પ્રમાણે એની આદરસહિત ભક્તિ કરું અને તમે તેને સોંપી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ દઉં, તારા માતપિતાને સોંપતો હોઉં તેમ. જેને તારા જેવી સુંદર સ્ત્રી મળેલી છે, અર્થાત જે તારો પતિ છે, તે મારે પૂજ્ય જ છે. જેના પર રાજમુદ્રા મારેલી (છાપેલી) હોય તે દ્રમ (સિક્કા) કેમ સ્વીકારાયા વિના રહે ? મને પણ લાગ્યું કે “મારું મનોરાજ્ય જરૂર પરિપૂર્ણ થશે અને પલ્લપતિની સાથે મારે પૂર્ણ પ્રીતિ થશે. આમ એક કાર્યમાં બે કાર્ય થશે.” પણ એનાં, અમૃતસમાન છતાં મારો આદર સત્કાર કરવા વિષેનાં હોવાથી, વિષતુલ્ય વચનો મારી સ્ત્રીને ગમ્યાં નહીં. તેથી એણે એના તરફ જોઈને “મને અતિ કષ્ટ-શૂળ ઉત્પન્ન કરનારાં અનિષ્ટ વચનો ક્યાંથી બોલે છે.” એવા ભાવને સૂચવનારી ભ્રકુટી ચઢાવી. એટલે એનો ભાવ સમજી જઈ એ બોલ્યો-હે સુંદરી ! આ તો મેં તારી પાસે મશ્કરીમાં કહ્યું છે. જો પૂછતી હો તો સત્ય વાત આ છે કે હવે તને પાછી આપી. દેવાની વાત હોય નહીં. સમુદ્રનું મંથન કરીને અતિ કષ્ટ શ્રીકૃષ્ણ લક્ષ્મી આવ્યા તે શું પાછી આપી દેવાને લાવ્યા હતા ? અરે, હું તો ઊલટો એને નિર્દયપણે ગાઢબંધનથી બાંધી ચાબકાવતી ખૂબ મારી મારીને મારા હાથની ખરજ ભાંગ.” અહો ! “વસ્તુ એક અને ઘરાક ઘણા” એથી કેવી મોટી શત્રુવટ થાય છે ? મને તો એ શબ્દો સાંભળીને મારી સ્ત્રીનું ચરિત્ર વંશજાળ જેવું અગાધ જ જણાયું. એ દુષ્ટાએ એવી મીઠી વાણીથી મને બોલાવ્યો, એવો આશ્વાસક સંદેશો પણ કહેવરાવ્યો, આવો ઉત્તમ આદરભાવ. બતાવ્યો અને વળી મને જોઈને કેવી રડી પડી-એ સર્વ એણે મને મારી નાખવાને જ માટે કર્યું ! અથવા તો ખરું જ કહેવાય છે કે છાગ એટલે બકરાંને પોષે છે તે અંતે એને મારી નાખવાને જ. પલંગની નીચે રહ્યો રહ્યો હું આમ ચિંતવન કરતો હતો ત્યાં તો. મારી સ્ત્રીએ નેત્રસંજ્ઞાએ પલિપતિને મારી ખબર આપી દીધી. એટલે તો એણે મને કેશ પકડીને જોરથી પલંગ નીચેથી બહાર ઘસડી કાઢ્યો અને ચામડાની વાધરીવતી એક થાંભલા સાથે બાંધ્યો; તે ચોરીનું કામ કેવું હોય. છે તેની હજુ હવે ચોરોને સમજણ પાડવાને માટે જ જાણે હોય નહીં! પછી વળી નવા અશ્વને ઉત્તમ શિક્ષણ દેતી વખતે કરવામાં આવે છે તેવી રીતે મને ચાબકા વતી અનેક પ્રહાર કર્યા અને માર પણ માર્યો. આવો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ નિર્દય માર ખાવાથી મને બહુ પીડા થવા લાગી. લોકોએ પરવશતાને નરકની ઉપમા આપી છે તે યથાર્થ જ છે. પછી મને એવી અવસ્થામાં મૂકીને, સાક્ષાત્ મારાં અશુભ કર્મના ઓઘ-સમૂહ જેવો એ પલિપતિ સૂઈ ગયો. મારી સ્ત્રી અને એ બંને ગાઢ નિદ્રામાં પડ્યા એવામાં કોઈ શૂનીએ આવીને મારું ચામડાનું બંધન કરડી ખાધું એટલે મારો નિર્વિઘ્ન છટકો થયો. એટલા માટે જ કહ્યું છે કે પાપી લોકો સૂતા જ સારા. આવી આશ્ચર્યકારક ઘટના જોઈને મને વિચાર આવ્યો કે મેઘની ગતિની જેમ કર્મની ગતિ પણ જાણવાને કોઈ શક્તિમાન નથી. મને બંધન કેવું ? ત્યાં વળી આ લોકોને નિંદ્રા ક્યાંથી ? એમાંયે વળી એ શ્વાન આવી ચઢે ક્યાંથી ? ને સહસા મારું બંધન કરડી ખાય ક્યાંથી ? ઝાઝું શું ? આમાં કર્મ જ સુખદુઃખનું હેતુભૂત છે. પણ ત્યારે શું આ પલ્ટિપતિને એના જ ખગથી મારી નાખીને વેર લઉં ? અથવા એ બિચારાનો કંઈ દોષ નથી, એને શા માટે મારવો ? દોષ સર્વ મારી સ્ત્રીનો છે. ત્યારે શું એને મારી નાખું ? અથવા એવી દુષ્ટાને પણ લઈને ઘેર જતો રહું? કારણકે સ્ત્રી ગમે તેવી હોય તોયે પારકે ઘેર એને ન રહેવા દેવી જોઈએ એમ કહે છે. એમ નિશ્ચય થયો, એટલે મેં એને ચોર ન જાગી જાય એમ ઉઠાડી અને ખડગ બતાવીને કહ્યું-દુષ્ટા ! નિર્લજ્જ ! મારું અનિષ્ટ કરનારી તું જ છો. માટે જો કંઈ પણ બોલીશ તો આ ખડગવતી તને ઠાર કરીશ. મેં આટલું કહ્યું એટલે તો એ મારી આગળ ચાલી. મારા હાથમાં ખગ હતું અને અમે બંને અમારા ગામ ભણી ચાલી નીકળ્યા. પણ એ વખતે મારી દુષ્ટ સ્ત્રી તસ્કરને જણાવવાને માટે ગાઢ અંધકારમાં પોતાના વસ્ત્રના છેડામાંથી કટકા ફાડી ફાડીને વેરતી આવી; કારણકે સર્વ કોઈ વેર લેવાને માટે સ્વશક્તિ અનુસાર પ્રયત્નો કરે જ છે. એવામાં રાત્રિ વીતી ગઈ તે જાણે મારે મારી સ્ત્રીનો સમાગમ થયો. તે જોવાનું રાજી ન હોય એટલા માટે જ હોય નહીં ! માર્ગમાં એક વાંસનું ગંભીર વન આવ્યું તેમાં અમે પેઠા એટલે મને એમ થયું કે હવે તો લંકામાં પેઠો. પણ પુરુષમાં એકલું બળ છે; બુદ્ધિ તો સ્ત્રીની જ. એટલે કે મારી સ્ત્રીએ રસ્તે બુદ્ધિ વાપરીને જે વસ્ત્રના કટકા વેર્યા હતા તેને અનુસાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ પેલા ચોરલોકો પાછળ આવી પહોંચ્યા; પગલાંને અનુસારે પગી આવી પહોંચે છે તેમ. મળ્યો, મળ્યો એમ બોલતાં એઓ હર્ષસહિત વાંસના વનમાં પેઠા અને મને ખડ્ગપ્રહારથી જર્જરિત કર્યો. કારણકે વૈરીના હાથમાં સપડાય એને થોડી જ સુકુમાર કન્યા મળવાની હતી ? માર જ મળવાનો હોય અને તે મને મળ્યો. કાષ્ટની જેમ મને પૃથ્વીપર પાડી દીધો અને મારું મૃત્યુ નીપજાવવાની ઈચ્છાથી મારે હાથે, પગે અને મસ્તક પર પ્રહાર કરી કરીને મને અત્યંત દુ:ખ દીધું. પણ આ જગતમાં સ્ત્રીને કારણે કોને દુ:ખ નથી પડતું ? મને મૃતપ્રાય કરી મૂકી મારી સ્ત્રીને લઈને ચોરલોકો પોતાને સ્થળે જતા રહ્યા. ત્યાં એમના નાયકના ઘરમાં, જેને લીધે હું મૃત્યુ તુલ્ય અવસ્થાએ પહોંચ્યો અને પોતાને પોતાના ચિત્તવલ્લભ પલ્લીપતિનો પુનઃસમાગમ થયો એવી, વસ્ત્રના કટકા વેરતા જવાની પોતાની મતિનો ગર્વ કરતી, મારી સ્ત્રી આનંદથી રહેવા લાગી. આ અવસરે ક્યાંયથી એક વાનર મારી પાસે આવ્યો. મારા જેવાને આવે સમયે કોઈ સહાયક આવી મળે એ પણ રૂડાં ભાગ્ય ! મને નિહાળી નિહાળીને જોતાં એને મૂર્છા આવી અને ભૂમિ પર પડ્યો; તે જાણે મારા પર આવી પડેલું દુ:ખ ન જોઈ શકવાથી જ હોય નહીં ! પણ “અહીં રહીશ તો વળી ક્યાંથી ફરી મૂર્છા આવશે.” એવા ભયથી હોય નહીં એમ તે મૂર્છા વળ્યા પછી તરત જ વનમાં જતો રહ્યો. પણ તરત શલ્યનો ઉદ્ધાર કરનારી, અને શલ્યને રૂજવનારી એવી બે ઔષધી, અને એક કમળપત્રમાં થોડું જળ એટલા વાના લઈને પાછો આવ્યો. આવીને એ બેમાંથી એક ઔષધીને શિલાપર ઘસીને એણે મારા વ્રણપર ચંદનનો રસ સીંચતો હોય એમ લેપ કર્યો. એટલા પરથી જ જાણે વાનર, વાનર, વિકલ્પે નર એટલે મનુષ્ય કહેવાય છે. એ ઉત્તમ ઔષધીના પ્રભાવથી ચોરોએ મારા પાંચે અંગોમાં મારેલી ખીલીઓ બહાર નીકળી આવી. ખીલીઓ નીકળી ગઈ એટલે રહેલા ખાલી વ્રણ રૂઝવવાને વાનરે બીજી ઔષધી ઘસીને એના રસનું વિલેપન કર્યું. એટલે અલ્પ સમયમાં વ્રણ સર્વે રૂઝાઈ ગયા. કારણકે ઔષધી, મણિ અને મંત્ર-એ ત્રણે વસ્તુઓનો કોઈ અચિંત્ય જ પ્રભાવ છે, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ એમાં કોઈ અલૌકિક શક્તિ રહેલી છે. આમ હું તો એ વાનરની કૃપાથી નવો અવતાર પામ્યો; વસંતઋતુમાં વૃક્ષો નવપલ્લવ થાય છે તેમ. પછી એ વાનરે મારી સમક્ષ લખી બતાવ્યું કે, હે ભદ્ર ! હું પૂર્વભવમાં તમારા જ સુપ્રસિદ્ધ વ્રજને વિષે સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો. આયુર્વેદનું મારું જ્ઞાન સર્વોત્કૃષ્ટ હતું અને હું સર્વ રોગની ચિકિત્સા કરી શકતો હોવાથી બીજા ધનવંતરી સમાન ગણાતો હતો. પણ કરેલાં કર્મોને અનુસાર, મૃત્યુ પછી હું વાનરયોનિમાં જન્મ્યો છું અને મારા યૂથમાં ચૂથપતિ તરીકે આનંદથી આ અટવીમાં ફર્યા કરું છું. એ પ્રમાણે વાનર અને બળવાન વાનર સંગાથે એકદા ક્રીંડા કરતો કરતો હતો. એવામાં એક બળવાન વાનર આવીને મારી વાનરીને વિષે લુબ્ધ થયો. તેની સાથે મારે, સુગ્રીવને -વાલી સાથે થયું હતું તેવું, પ્રખર યુદ્ધ થયું તેમાં મારો એણે સંપૂર્ણ પરાજય કર્યો છે. કારણકે શેરને માથે સવાશેર હોય છે. દુર્યોધને જેમ પાંડવોનું રાજ્ય લઈ લીધું હતું. તેમ એણે પણ મને હાંકી મૂકી મારું નાયકપણું ખુંચવી લીધું છે, હું વિદ્યમાન છતાં મારો વૈરી મારા સર્વ યૂથનો ભોક્તા થયા છે. કારણકે વસુંધરા વીર મોથા છે. મારા યૂથથી ભ્રષ્ટ થયેલો હું હમણા પદભ્રષ્ટ થયેલી રાજાની જેમ એકલો ફરું છું. ફરતો ફરતો અહીં આવી ચડ્યો તે પણ જાણે તારા પ્રારબ્ધના યોગે તારા આયુષ્યના બળે આકર્ષાઈને જ, એમ જાણજે. તને જોઈને, હે મહાભાગ ! મને વિચાર થયો હતો કે મેં આને ક્યાંક પૂર્વે જોયેલ છે.વારંવાર ઉહાપોહ કરતાં મને મારી પણ પૂર્વભવની જાતિ અને વૈધવિદ્યાનું સ્મરણ થયું. એટલે ઔષધીઓ શોધી લાવી તેથી તને સાજો કર્યા છે, કારણકે સપુરુષોની સર્વ વિદ્યા પરોપકારને અર્થે જ હોય છે. તો હવે પેલા મારા શત્રુ પાસેથી મને મારું ચૂથ પાછું મળે એમ કર-સુગ્રીવે રામને સહાય કરી હતી તેવી રીતે મને સહાય કર. કારણકે આપણી પોતાની વસ્તુ પણ પારકાના હાથમાં ગઈ હોય તે પ્રાણને જોખમમાં નાખ્યા વિના મળતી નથી. હે અભયકુમાર ! (મુનિ પોતાનો વૃત્તાંત કહેતાં કહે છે કે, તે વખતે મેં વાનરને કહ્યું–મારા પ્રાણ બચાવનારે આટલું જ શું માગ્યું-આટલી નજીવી માગણી શું કરી ! એક પુત્ર પ્રભાતમાં ઉઠીને પોતાના માતાપિતાને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કરે-પછી આદર સહિત સુગંધી તેલ વડે અત્યંગ કરી ઉષ્ણ જળથી સ્નાન કરાવે, પોતે પાસે બેસી મક્ષિકાને દૂર રાખી એમને ઉત્તમ ભોજન કરાવે; ચંદનાદિનું વિલેપન કરાવે, સુંદર વસ્ત્રાભરણ પહેરાવે અને ઉપરાંત શ્રવણની જેમ ભક્તિસહિત અવિશ્રાન્તપણે સ્કંધ પર લઈ તીર્થયાત્રા કરાવે-આ પ્રમાણે માતપિતાની સેવા કરનાર પુત્ર એમના પર જે ઉપકાર કરે છે એનાથી પણ અધિક ઉપકાર તેં મારા પર કર્યો છે. તો. તારા ઉપકારનો બદલો મેં તોજ વાળ્યો કહેવાય કે જો, તેં મને પ્રાણાંત કષ્ટ થકી બચાવ્યો તે જ પ્રમાણે, હું પણ તને આવા ગાઢ દુ:ખમાંથી મુક્ત કરું. અથવા તો મને તો એમ જ લાગે છે કે એમ કરવાથી પણ મેં તારા પર ઉપકાર કર્યો નહીં કહેવાય. કારણકે ઉપકાર તો એનું નામ કે જે આપણે પ્રથમ ઉપકૃત થયા સિવાય કરીએ. ઉપકારની સામે ઉપકાર કરવો એતો વણિકશાહી ધર્મ છે, જમા ઉધાર છે; એમાં કંઈ સાધુતા નથી. તો પણ તારા શત્રુનો પરાજય કરવારૂપ કાંઈક ભક્તિ તો, ચાલ હું કરું અથવા તો લોકો ચંદ્રમાના દર્શન કરે છે એને એનું (ચંદ્રમાનું) સન્માન કર્યું કહે છે. (તેમ હું જે તારી ભક્તિ કરીશ તેને લોકો પોતાના મત પ્રમાણે “ઉપકાર” માનશે.) પછી એ વાનર મને જ્યાં પોતે પૂર્વે પોતાના યૂથ સંગાથે ક્રીડા કરતો હતો ત્યાં લઈ ગયો; અને એક વૃક્ષ નીચે મને બેસાડ્યો. કારણકે કાર્યસિદ્ધિમાં એકલું બળ નહીં, પરંતુ બુદ્ધિ પણ જોઈએ છીએ. પછી તે પોતાના શત્રુ સાથે લડવા લાગ્યો. કારણકે ધણી પાસે હોય ત્યારે એક શ્વાન પણ જોર બતાવવા મંડે છે. ત્યાં એ બંનેએ દાંતીઆ કરી કરીને, પૂછડાં ઉલાળી ઉલાળીને, તથા વળી પૃથ્વી પર પછાડી પછાડીને, આકાશને વિષે અદ્ધર ઉછળી ઉછળીને, મોટેથી હુકહુક કરીને, ક્રોધથી નેત્રો લાલચોળ કરી કરીને, મુઠીઓ ઉગામી ઉગામીને, એકબીજાના કેશ પકડી પકડીને. સામસામા બચકાં ભરી ભરીને, અને એકબીજાના શરીર નખવતી વિદારી વિદારીને જબરું યુદ્ધ કર્યું. વાલિ અને સુગ્રીવના યુદ્ધ જેવું એ યુદ્ધ હું પણ આશ્ચર્ય સહિત જોઈ રહ્યો. મેં એ પણ જોયું કે યુથમાંથી એકપણ વાનરે આ બે યોદ્ધામાંના એકને પણ સહાય કરી નહીં. અથવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #76 -------------------------------------------------------------------------- ________________ તો, લોકો તો સૌ કૌતુક જોનારા જ હોય છે. યુદ્ધનું પરિણામ એ આવ્યું કે મારા વાનરને એના શત્રુના નખદાંત આદિના પ્રહારથી પુષ્કળ લોહી નીકળ્યું અને એનો પરાજ્ય થયો. સર્વદા બળવત્તરનો જય થાય છે એ ખરું જ છે. તત્ક્ષણ એ વાનર નાસીને મારી પાસે આવ્યો; અને વાચા નહીં એટલે અક્ષરો લખ્યા કે-તારી પાસે સહાયની આશાએ મેં યુદ્ધ તો ઘણું કર્યું (કારણકે ખીલાના જોરે વાછરડાને પણ ઘણો મદ આવે છે.) પરંતુ તું તો જોઈ જ રહ્યો; ને મારી તો આ દશા થઈ. હે મિત્ર ! મને તારી સહાય ઉપર પૂરો વિશ્વાસ હતો. પણ હવે મારે કોની પાસે પોકાર કરવો ? ચાલતાં ચાલતાં બહુ તો ત્યાં સુધી ચલાય કે જ્યાં સુધી સામી ભીંત ન આવે. વાનરના એ પ્રકારના વચન સાંભળીને મેં કહ્યું-હે વાનર ! તેં કહ્યું તે આપ્ત પુરુષના વાક્યની પેઠે સર્વથા સત્ય છે. પણ હું કંઈ સહાય ન કરી શક્યો તેનું કારણ એ કે-ઉગ્ર કોપ કરીને તમે બંને લડતા હતા તેમાં તું કયો ને તારો શત્રુ કયો એ હું ઓળખી શક્યો નહીં. માટે અજાણતાં કદાચ હું વિપરીત કરી બેસું તો, તને સહાય કરવાનું તો એક બાજુએ રહે પણ ઊલટો તને અનિષ્ટ કર્તા થઈ પડું; જરાકુમારને હાથે અજાણતાં વિષ્ણુકુમારનું થયું હતું તેમ. અજાણતાં આપણી જીભ પણ દાંતવડે નથી કચરાઈ જતી ? માટે સૂર્યનો રથ જેમ પીતવર્ણની ધ્વજાથી ઓળખાઈ આવે છે તેમ તું પણ કોઈ રીતે ઓળખાઈ આવ એટલા માટે કંઠમાં પુષ્પની માળા પહેર. મારા કહેવાથી એણે કંઠમાં માળા પહેરી તે જાણે જ્યલક્ષ્મીએ એને પસંદ કરીને એના કંઠમાં વરમાળ આરોપણ કરી હોય નહીં ! એ માળા પહેરીને એ વેરી સાથે યુદ્ધ કરવા ગયો તે પણ જાણે યુદ્ધને વિષે શરીરને તાપ લાગે એ શમાવવાને માટે જ પહેરી ગયો હોય નહીં ! પછી મેં જઈને એના વેરીને મર્મ પ્રદેશને વિષે એક પથ્થરનો પ્રહાર કર્યો; કિલ્લા ઉપર રહેલો માણસ નીચે રહેલા ઉપર પ્રહાર કરે તેમ. એ ગાઢ પ્રહારને લીધે એના પ્રાણ જતા રહ્યા તે જાણે એવા દુષ્ટ પાસે કોણ રહે એવા આશયથી જ હોય નહીં ! આ વાનરનો વધ થયો તે જાણે હવે પછી ભજવાનારા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ “પલ્લીપતિના મૃત્યુ સંબંધી નાટક”નો “પૂર્વરંગનો પ્રવેશ” થયો હોય નહીં ! આમ શત્રુનો વધ થવાથી મારા એ વાનર-બંધુએ અતિ હર્ષપૂર્વક પોતાના યૂથનું અધિપતિત્વ પ્રાપ્ત કર્યું. પછી એની રજા લઈ હું ક્રોધે ધમધમતો પેલી પલ્લી ભણી ચાલ્યો કારણકે મૃગલાં સિંહને ઘા કરી ગયા હોય એ સિંહ ભૂલી જાય ખરો ? ત્યાં જઈને મેં રાત્રિએ પલ્લીપતિના ઘરમાં ખાતર દીધું તે જાણે મૃત્યુ પામેલાના જીવને નીકળી જવાને દ્વાર કરી આપ્યું હોય નહીં ! પછી મેં જોયું તો પેલો મારી સ્ત્રીની સાથે એક જ શય્યા પર સૂતેલો હતો; જાણે છેવટને નિવૃત્તિને અંશે માયાની સંગાથે લોભ હોય નહીં એમ. (મુનિ અભયકુમારને કહે છે) હે શ્રાવક શિરોમણિ ! એ બંને પર મને મૂળ ક્રોધ તો હતો જ તે આ જોઈને તો વિશેષ પ્રજ્વળ્યો. “બહેન નૃત્ય કરવા તૈયાર થાય એમાં વળી પાછી પગે ઘુઘરા બાંધે એવે વખતે ભાઈનો ક્રોધ શું પ્રજ્વલિત થયા વિના રહે ?” એ દૃષ્ટાંત જેવું મારે અહીં થયું, એટલે મેં તો નિર્દય થઈને, ભયંકર સર્પજ હોય નહીં એવી પલ્લીપતિની તલવાર ત્યાં પડી હતી તે ઉપાડી. તેને કોશ થકી બહાર કાઢી ત્યારે એ દુષ્ટ ચોરના નાયકને ગળી જવાને યમરાજાએ પ્રસારેલી જીવ્યા (જીભ) હોય એવી ચકચકતી હતી ! ગાડીના ધોંસરાને એક દાતરડાવતી કાપી નાખીએ તેવી રીતે મેં એ દુષ્ટ ચોરનું મસ્તક એ ખડ્ગવતી છેદી નાખ્યું. અથવા તો પરાભવ પામેલા મનુષ્યો કોપરૂપી ભૂતને વશ થઈને શું નથી કરતા ? પછી તંત્ર મંત્ર જાણનારો જેમ ડાકણને પકડે છે તેમ મેં મારી દુષ્ટ પત્નીને કેશવતી પકડી તિરસ્કાર યુક્ત વચનો કહ્યા;-અરે ! કુલટા ! મારું કુળ લજાવવાવાળી ઘોર રાક્ષસી, આગળ થા. જો એક પણ શબ્દ બોલીશ તો આ તારા યારનું કર્યું તેવું જ તારું કરીશ. કારણકે ગણીએ ત્યાં સુધી જ સ્ત્રી હત્યા; નહીં તો એ ખરહત્યા જ છે. મારા તરફના આવા ભયથી તે મારી આગળ થઈ; સાંજને વખતે પૂર્વ દિશા તરફ જતાં આપણા શરીરની છાયા આપણી આગળ ચાલે છે તેમ. રસ્તે વળી મેં એને આક્રોશનાં વચન સંભળાવ્યા-હે નિર્લજ્જ દુષ્ટા ! હજુ પણ વસ્ત્રના કટકા વેરતી આવ, કે જેથી તને છેવટનો માર્ગ દેખાડું. એમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ કહી મારી જીવ્હાની મોળ ઉતારતો મારે ગામ પહોંચ્યો; અને એ દુશ્ચારિણીને મારા બંધુઓને સોંપી; અથવા તો ગળા પર થયેલ ગુમડાને કોઈ ફોડાવવા ઈચ્છતું નથી. એ સાંભળી અભયકુમારે પ્રશ્ન કર્યો “એને એકવાર જવા દીધી હતી તો ફરી શા માટે આમ જીવને જોખમમાં નાંખવાનું આદર્યું ? સુવ્રત સાધુએ ઉત્તર આપ્યો-હે કુશાગ્રબુદ્ધિ ! તારો પ્રશ્ન વ્યાજબી છે; પણ મારો એમાં હેતુ હતો-આવી અનર્થ કરનારી સ્ત્રીનું કંઈ બીજું કામ તો નહોતું; પણ મારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી હતી. અભયકુમારે કહ્યું-તમારું કહેવું યથાર્થ છે. કારણકે “અધમ લોકો વિઘ્નના ભયથી કાર્ય આરંભતા જ નથી; મધ્યમજનો કાર્ય આરંભી વિપ્ન આવ્યું તે ત્યજી દે છે; પરંતુ તમારા જેવા સત્ત્વવાન ઉત્તમ પુરુષો સેંકડો વિપ્ન આવે તો પણ આરંભેલું ત્યજી દેતા નથી. પ્રહારથી જર્જરિત થયા છતાં ઉત્તમ ક્ષત્રિય કદિ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી શસ્ત્ર પડતાં મૂકે છે ?” પછી સાધુએ કહ્યું-પછી તો મારી સ્ત્રીનું સકળ ચરિત્ર જોઈ મને વૈરાગ્ય ઉપજ્યો. અહો ! એવા ગૃહોને ધન્ય છે કે જ્યાં સ્ત્રીઓ મૂળથી હોતી નથી. જે દેશને વિષે મરકી, દુષ્કાળ આદિ સંકટો નથી તે દેશ શું ખરેખર પ્રશંસાને પાત્ર નથી ? એવા પુરુષોને ધન્ય છે, એજ વંદનીક છે, એઓ જ આ લોકના ભૂષણરૂપ છે, કે જેઓએ સ્ત્રીને કારણે શુકન પણ જોયા નથી. વિષની વેલડી જેવી સ્ત્રીને વિષે જેઓ આસક્ત નથી થયા એઓ જ સત્યસુખ સમજ્યા છે. એકલા કપટનું જ ધામ, અને સંધ્યાની જેમ ક્ષણમાં રક્ત અને ક્ષણમાં વિરક્ત એવી સ્ત્રીઓનો કોણ વિશ્વાસ કરે ? ચિત્તમાં કંઈક, બોલવાનું બીજું, અને કરવાનું કોઈક ત્રીજું જ-એવાં જેમનાં વિપરીત આચરણ છે એવી સ્ત્રીઓને ધિક્કાર છે ! ગંગાનદીની રેતીનું, હેમાચળ પર્વતનું અને સમુદ્રના જળનું માપ થઈ શકે, પણ સ્ત્રીના હૃદયનું ન થઈ શકે. જેમનાં ચિત્ત માયાકપટથી ભરેલા છે. એવી સ્ત્રીઓનો મનોભાવ કોણ જાણી શકે ? કર્મપ્રકૃતિનું સ્વરૂપ બધા માણસો થોડું જ જાણે છે ! જે સ્ત્રી પતિને અનુરક્ત હોય છે તેમને દૂધસાકર-દ્રાક્ષ-અમૃતની ઉપમા આપવામાં આવે છે અને એઓ પતિ પરલોક અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) Page #79 -------------------------------------------------------------------------- ________________ પામ્ય એમની પાછળ મરે છે. પરંતુ વિરક્ત એટલે પતિને પ્રતિકૂળ-દુષ્ટા હોય છે એને તો નાગણી, દુષ્ટમંત્ર-વિષ વગેરેની સાથે સરખાવે છે; એઓ પોતાના પતિને જીવતો મારી નાખવામાં પાછી પાની કરતી નથી; પોતે જૂઠું રૂએ છે અને પતિને રોવરાવે છે; જૂઠું બોલે છે છતાં સામાને પોતાનો વિશ્વાસ બેસાડવા પ્રયત્ન કરે છે; અને કવચિત વિષ ખાધાનું ડોળ કરવા પણ ચુકતી નથી. કુળ-રૂપ-શૌર્ય-વિધા-દાન કે માનથી પણ એને જીતવી કઠણ પડે છે. છતાં કેટલાક મહારોગી અને કામાધીન પુરુષો જુદી દષ્ટિએ જુએ છે. એઓ કહે છે કે સત્ય-હિતકારક અને સારવાળા જ અમારા આ શબ્દો છે કે-આ અસાર સંસારનો સાર હરિણાલિઓ (સ્ત્રીઓ) જ છે. રાગયુત ચિત્ત છતાં પણ, જેનાથી નિર્વાણ મળે છે એવી જે સ્ત્રી-તેનાં દર્શન એજ દર્શન છે; બીજાં બધાં વૃથા છે.” મને તો વૈરાગ્ય જ થયો હતો તેથી મેં તો ગૃહવાસ ત્યજીને સુસ્થિતાચાર્યની પાસે, સ્ત્રીના વસ્ત્રના છેડાનો પણ જ્યાં સ્પર્શ થવો મુશ્કેલી છે એવી, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. હે નીતિજ્ઞ ! તેં મને “મહાભય”નું કારણ પૂછ્યું હતું તે આજ હતું-મને સંસારમાં અનુભવેલો આ મહાભય યાદ આવ્યો હતો તેથી મારા મુખમાંથી “મહાભય” એ શબ્દો નીકળી ગયા હતા. અથવા ઉત્તમ જ્ઞાનના સંસ્કારને લીધે કંઈ કંઈ સ્મરણો સ્વભાવિક રીતે થઈ આવે જ છે. પછી અભયકુમારે અંજલિ જોડીને મુનિને કહ્યું-આ જગતમાં તમને ધન્યવાદ છે, તમે જ પુણ્યશાલી છો. કારણકે ભવશ્રેણિને અટકાવનાર એવો વૈરાગ્ય તમને પ્રાપ્ત થયો છે. બાકી જે મર્કટ વૈરાગ્ય કહેવાય છે તેતો ઘણાને થાય છે. અભયકુમાર આમ ભાવના ભાવતો હતો ત્યાં તો ત્રીજો પહોર થયો અને ધનદનામના ત્રીજા સાધુ બહાર આવ્યા. સૂરિના કંઠમાં અચાનક હાર જોઈને ક્ષણવાર વીજળીના ચમકારાથી જ હોય નહીં એમ એ કંપાયમાન થયા. “અહો ! પરિણામને નહીં જાણનારા કયા માણસે આવું કૃત્ય ૧. (૧) સુખ. (૨) મોક્ષ. 90 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ કરીને પોતાના આત્માને આ મહાઅગાધ સંસાર સાગરમાં રઝળાવવો ધાર્યો હશે ? કોઈ શત્રુએ જરૂર આ કૃત્ય સૂરિજી ઉપર કલંક-આળ મૂકવા કર્યું છે. કેમકે પાપી માણસોને કૃત્યાકૃત્યનું જ્ઞાન ક્યાંથી હોય ! પણ ચંદ્રમાં તરફ ફેંકેલી ધૂળ જેમ તેને પહોંચતી નથી તેમ નિષ્કલંકને કલંક લાગતું નથી. અભયકુમાર જ હાર ખોવાય માટે ઉદ્વેગમાં ફરે છે તેજ આ હાર છે, અને એનો ઉદ્વેગ પણ વ્યાજબી છે. આનું પરિણામ શું આવશે ? કંઈ ખબર પડતી નથી. પણ એમાં ચિંતા મારે શી કરવી ? ભાવિ હશે તે બનશે.” આવા વિચારમાં પોતાનો ‘સમય' પૂરો કર્યો. પોતાને સૂરિજી પાસે જે એક પહોર સુધી જાગરણ કરવાનું હતું તે પહોર પૂરો થયો એટલે ધીમેથી વસતિમાં પ્રવેશ કરતાં એ મુનિ “અતિભય” એટલું બોલી ગયા. એ જોઈ અભયકુમારે પૂછ્યું-હે મુનિ ! તમારે વળી “અતિભય” શો ? એકલા સુખનું જ ધામ એવા મોક્ષમાં દુઃખનો પ્રવેશ ક્યાંથી ? મુનિએ ઉત્તર આપ્યો-હે શ્રાવકશિરોમણિ ! તારું વચન સત્ય છે; કારણકે મુનિઓ તો સાતે જાતના ભયથી મુક્ત છે. મેં તો ગૃહસ્થાવાસમાં અમુક ભય અનુભવ્યો હતો તે સ્મરણમાં આવ્યો એટલે એમ બોલાઈ જવાયું. કારણકે કોઈનું ચિત્ત સતત એક ધ્યાનમાં તલ્લીન રહેતું નથી. એ સાંભળી અભયકુમારે કહ્યું-એ તમારી કથા સાંભળવાની મારી ઈચ્છા છે કેમકે ઉત્તમ પુરુષોના ચરિત્રો અમૃતથી પણ ચઢી જાય છે. મુનિએ કહ્યુંક્ષુધાતુર હોય છે એને જ ભોજન આપવામાં આવે છે. માટે તને જો ઉત્કંઠા હોય તો મારો વૃત્તાંત કહું; સાંભળ; આચાર્યના ત્રીજા શિષ્ય ધનદનું આત્મવૃત્તાંત. કોઈ પ્રકારનું દુ:ખ ન હોવાથી હષ્ટ પુષ્ટ બનેલ ગાયોના નિવાસ સ્થાન રૂપ, એક વર્ણનું છતાં ચારે વર્ણોથી શોભી રહેલ એવું અને મોટા કૃષિકારોને આરામરૂપ, એક ગામ અવંતી નગરની પાસે આવેલું છે. તે ગામમાં ક્ષાત્રતેજથી દીપી રહેલો હું-એક ક્ષત્રિય વસતો હતો અને અવંતીના એક ઉચ્ચ કુળવાન ક્ષત્રિયની લક્ષ્મી નામની, સ્વરૂપવાન પણ સાક્ષાત્ પાપની મૂર્તિ હોય નહીં એવી કન્યાને, પરિણામનો વિચાર કર્યા વિના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ કેવળ રાક્ષસી વૃત્તિથી પરણ્યો હતો; કારણકે કામી જનોને વિચાર હોતો નથી. એકદા મારી સ્ત્રીને તેડવા હું મારે સાસરે ગયો કારણકે જમાઈઓ સાસરું જાણે પોતાનો ધનમાલનો ભંડાર હોય એવું ગણે છે. અમે ક્ષત્રિયો સહાય આપનારા કહેવાઈએ માટે મારે માર્ગે જતાં સહાયક-સહચર શાનો જોઈએ એમ ધારી હું એકલો જ હાથમાં ફક્ત તલવાર લઈને નીકળ્યો હતો. રસ્તામાં મહાકાળ નામનું એક અત્યંત ભયાનક સ્મશાન આવ્યું; તે જણે પૃથ્વીપર આવી ચઢેલી “રત્નપ્રભા” નારકી જ હોય નહીં ! તે વખતે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબવા (અસ્ત પામવા) લાગ્યો પણ તેના સહસ્ર કર કહેવાય છે તેમાંથી કોઈએ પણ એનો બચાવ કર્યો નહીં. પછી, રાગસહિત અસ્ત પામતા સૂર્યમંડળનું જાણે આલિંગન કરવાથી હોય નહીં એમ સંધ્યાનો રક્તવર્ણ થયો ! અથવા “આ સ્મશાનમાં ઘણા માણસો એકસાથે આવે છે તો પણ ભય પામે છે, છતાં હે વહાલા ! તું ત્યાં એકલો નિર્ભયપણે ક્યાં જાય છે ? આમ રોષ કરીને બોલવાથી જ હોય નહીં, એમ સંધ્યા રક્તવર્ણી થઈ !” આ સ્મશાનનું નામ લેતાં ભય ઉત્પન્ન થતો હતો અને સાક્ષાત્ દૃષ્ટિએ પડતાં તો બીકણના પ્રાણ જ ઊડી જતાં. કારણકે ત્યાં કોઈ સ્થળે અનેક નધણીયાતા કલેવર દૃષ્ટિએ પડતા હતા. કોઈક સ્થળે યમરાજાના પથ્થરના દડા હોય નહીં એવા કપાળોના ઢગ પડ્યા હતા તો કોઈક સ્થળે એના યશના સમૂહ હોય નહીં એવા અસ્થિના ઢગલા પડ્યા હતા. ક્યાંક ચર્મ-રક્ત-વસા અને માંસ આદિ પડ્યા હતા તેથી તે મ્લેચ્છખાટકીના ઘર જેવું દેખાતું હતું. વળી કોઈ જગ્યાએ શૂળી ખોડી મૂકી હતી અને કોઈ જગ્યાએ ઘુવડના નાદ સંભળાતા ને ભૂત નાચતા હતાં. કોઈ જગ્યાએ પિશાચોની ભયંકર ચીસ સંભળાતી હતી, તો કોઈ જગ્યાએ હાથમાં છરી લઈને ફરતી ડાકણો દૃષ્ટિએ પડતી હતી. ક્યાંક ચિંતાના અગ્નિનો ઉદ્યોત તો ક્યાંક ગાઢ અંધકાર નજરે પડતો હતો. કોઈ જગ્યાએ ભેંસ-ભ્રમર અને મસી સમાન ગાઢ કૃષ્ણવર્ણવાળા વેતાળ દેખાતા હતા તો કોઈ સ્થળે મહાભયંકર શિયાળની બૂમો સંભળાતી હતી. સાધુ કહે છે, હે મંત્રીશ્વર ! આવા એ સ્મશાનમાં મેં એ સ્મશાનની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૭૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાત્રી (દેવી) હોય નહીં એવી એક સ્ત્રીને રૂદન કરતી દીઠી. એણે પોતાનું અરધું મુખ ઉત્તરીયવસ્ત્રથી ઢાંકેલું હતું અને એના હાથમાં એક કંઈ ભાજન જેવું હતું. કરૂણા લાવીને મેં એને નિર્ભયતાથી પૂછયું- (કારણકે ક્ષત્રિય જાતિ મૂળથી જ નિર્ભય ગણાય છે) હે ભદ્રે ! તું શા માટે રૂદન કરે છે ? તને કોઈ ચોરલોકો લુંટી ગયા છે ? અથવા તારું કોઈ સ્નેહી પરલોક-મૃત્યુ પામ્યું છે ? અથવા તારા પતિએ મૂઢતાને લઈને બીજી સ્ત્રી પર આસક્ત થઈ તને ત્યજી દીધી છે ? અથવા તારી સાસુ કે નણંદે તને દુ:ખ દઈ કાઢી મૂકી છે ? અથવા તને કોઈ એવી બીજી વિપત્તિ આવી છે ? મને નિઃશંકપણે તારા રૂદનનું કારણ કહે. એ પરથી એ જાણે દૂરથી દોડતી આવવાથી થાકી ગઈ હોય એમ શ્વાસ ખાતી તથા દીનતા દાખવતી મને કહેવા લાગી; હે મહાભાગ ! શાસ્ત્રને વિષે, આપણું દુઃખ એવા પુરુષની આગળ કહેવાનું કહ્યું છે કે જેના દર્પણ સમાન ચિત્તને વિષે એનું પ્રતિબિંબ પડે અથવા જે દુઃખસમુદ્રથી આપણને તારી શકે. જેની તેની પાસે નિષ્કારણ દીનતા (દુઃખ) શા માટે બતાવવી ? પારકે દુઃખે દુઃખી અને એવા દુઃખીનું દુ:ખ ટાળવાના સામર્થ્યવાળા વર્તમાન કાળમાં પૃથ્વી પર છે જ ક્યાં ? એ સાંભળી મેં એને કહ્યું-તારા દુઃખનું કારણ કહે કારણકે એવા સમર્થ પુરુષો પણ છે. સર્વત્ર પંઢ હોતા નથી, ક્યાંય સાંઢ પણ હોય છે. એ દુષ્ટાએ કહ્યું–જો એમ હોય તો, સાંભળ હું જે કહું છું તે આ શૂળીએ ચઢાવેલ છે તે મારો પતિ છે. હું એને પ્રાણ કરતાં પણ અતિ વ્હાલી હતી અને મને એમના પર એટલો જ સ્નેહ હતો. કારણકે બે હાથ સિવાય તાળી પડતી નથી. મારા પતિ મારા તરફ કદિ વિપરીતપણે વર્તતા નહીં. તેમ હું પણ એમને અપ્રિય એવું કંઈ કરતી નહીં. કારણકે ક્યો માણસ પોતાના હિતકર્તા તરફ પ્રતિકૂળપણે વર્તે ? એવામાં આજે નહીં જેવું દૂષણ બતાવીને નીતિ કે દયા વિનાના પાપી તોફાની પોલીસે એની આ દશા કરી છે. કારણકે સર્વ અધિકારમાં આ પોલીસનો અધિકાર અધમ છે. મારા પતિની આ સ્થિતિ જોઈ મેં બહુ બહુ વિલાપ કર્યા. અથવા તો કુલસ્ત્રીઓનો એ ધર્મ જ છે. હે સજ્જન ! બહુ વિલાપ કરીને પણ હું શું કરું ? એવા નિર્દયના હાથમાં સપડાયેલા પ્રત્યે મારા જેવી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓથી થાય પણ શું ? મેં વિચાર કર્યો કે મારા પતિને મારે હાથે છેલ્લી વખત ભોજન કરાવું. કારણકે પતિ સ્ત્રીના હાથથી કઈ સેવાને યોગ્ય નથી ? દિવસે તો દંડપાશિક અધિકારીઓનો ભય હોવાથી અહીં આવી નહીં કારણકે સ્ત્રીઓ ને જ્યાં ત્યાં ભય જ છે. વળી જો કે મારા જેવી કુળસ્ત્રીને શીલરક્ષણને કારણે રાત્રિએ ઘરની બહાર પગ પણ મુકવો ઉચિત નથી તોપણ ઉત્કૃષ્ટ પ્રેમને લીધે પતિને ભોજન કરાવવા અત્રે આવી છું. પણ હું નીચી છું અને એ શૂલિ ઉપર છે તેથી મારો હાથ પહોંચતો નથી; અને એને જમાડવાનો મારો સર્વ પ્રયાસ વૃથા જાય છે. આ મારા રૂદનનું કારણ છે. હવે તમે આવ્યા છો તો મને સહાય કરો. અથવા તો ધાન્યને (સારા પાકને માટે) હસ્ત નક્ષત્રના વર્ષાદની જરૂર હોય છે. મારા સ્વર્ગપ્રતિ પ્રયાણ કરતા પતિને હું ભક્તિસહિત એમનું પ્રિય ભોજન-દહીંભાત જમાડવા લાવી છું. તે સાંભળી મને પણ લાગ્યું કે-અહો ! આ સ્ત્રીની પતિભક્તિ અસાધારણ છે. પાઘડીને વિષે કીરમજના રંગની જેમ મનુષ્યને વિષે પણ અતિશય રાગ-સ્નેહ હોય છે. આવું સ્ત્રીરત્ન ઘેરઘેર હોતું નથી; જેમ શાલના ચોખા દરેક ક્ષેત્રમાં પાકતા નથી તેમ. એમ ધારીને મેં એને મારી પીઠ પર ચઢી એનો મનોરથ સંપૂર્ણ કરવાને કહ્યું. મારું વાક્ય સાંભળીને એ રડતી બંધ થઈ; નારંગી આદિ ફળ મળવાથી એક બાળક રડતું બંધ થાય તેમ. પછી એણે યુદ્ધમાં જવાને તૈયાર થતા સુભટની પેઠે હર્ષ સહિત પોતાના વસ્ત્ર તથા વાળ બરાબર બાંધ્યા; અને એકદમ પોતાનું ભાજન લઈને મારી પીઠ પર ચઢી ગઈ. તે વખતે તે કૈલાસ પર રહેતી રૂદ્રની સ્ત્રી હોય નહીં એવી દેખાવા લાગી. એણે મને વળી કહ્યું-જ્યાંસુધી હું આને ઘેબર આદિ જમાડી ન લઉં ત્યાં સુધી તારે મારી સામે જોવું નહીં કારણકે એમ થાય તો મારા જેવી શરમાળ કુલસ્ત્રીના હાથમાંથી પાત્ર તત્ક્ષણ નીચે પડી જાય. “જે મારી પૃષ્ઠે (પુ૪) લાગશે તેનો હું અધઃપાત કરીશ.” એમ એ મારી પૃષ્ટ (પીઠ) પર રહી છતી સૂચવતી હોય નહીં ! પછી ઘણો વખત થયો છતાં તે નીચે ઉતરી નહીં ત્યારે મને એનો ભાર લાગવાથી વિચાર આવ્યો કે આ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૭૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ તે શું પોતાના પતિને સોનું ખવરાવે છે ? અથવા એ તે એને કેટલુંક ખવરાવશે ? એને હવે કેટલીક વાર છે ? એમ વિચારી મેં ઊંચું જોયું તો એ દુષ્ટા શૂલીપર રહેલ મૃતકમાંથી કાપી કાપીને માંસ લેતી હતી, જાણે કર્મના દળ લેતી-બાંધાતી-હોય નહીં એમ. એટલે “આ નગરની યોગિનીનું સ્થાન છે, ત્યાં શું અસંભવિત હોય ? આ જરૂર કોઈ ડાકણ છે” એવો મને નિશ્ચય થયો, અને હું ક્ષત્રિય હોવા છતાં ભય પામ્યો તેથી મારું ખડ્ગ પણ ત્યાં પડતું મૂકીને નગર તરફ પલાયન કરી ગયો. એટલું જ સારું થયું કે મારાં વસ્ત્ર પડી ન ગયાં ! વળી “આ મારો પતિ છે, એ રખેને મને ઓળખી ગયો હશે.” એવી શંકાને લીધે તે મારી પાછળ મને મારવા દોડી. આગળ હું, અને પાછળ મારી જ તલવાર લઈને એ, એમ અમે બંને, બ્રહ્મહત્યા અને મહેશ્વરની જેમ, દોડવા લાગ્યા. હું નગરમાં પેસવા જાઉં છું ત્યાં તો એણે મને મારી જ તલવાર મારા ઉપર જ મારી. મારાજ અશ્વોએ મારે ત્યાં ધાડ પાડ્યા જેવું થયું. પ્રહાર વાગવાથી હું યક્ષિણીના મંદિરમાં કુળદેવીનું સ્મરણ કરતો કરતો પડ્યો કારણકે માણસો સંકટ સમયે હંમેશા કુળદેવતાનું સ્મરણ કરે છે. “હે દેવિ ! સાસરે જઈને સાક્ષાત્ લક્ષ્મી સમાન, કુળદીપક તથા શરમાળ એવી મારી પત્નીને તેડી આવું એવા ઉત્તમ મનોરથ કરતો હું આ નગરીમાં આવ્યો, ત્યાં તો કોઈ ડાકણે મારી આ અવસ્થા કરી છે. મારે અન્ય કોઈનું શરણ નથી, તું જ કૃપા કરી મારું રક્ષણ કર. કારણકે દૃઢ મજબૂત નાવ સિવાય સાગર ક્યાંય તરાયો સાંભળ્યો છે ?” આ પ્રમાણે અત્યંત પીડા પામતો વિલાપ કરતો હતો ત્યાં કુળદેવતાએ પ્રત્યક્ષ થઈને મને કહ્યું-હે વત્સ ! હે વિખ્યાત વીર શિરોમણિ ! બહુ ખેદ ન કર; ધૈર્ય ધારણ કર. સંપત્તિ આવ્યે જેને હર્ષ થતો નથી; વિપત્તિ આવ્યે વિષાદ થતો નથી અને સંગ્રામમાં પણ ભય લાગતો નથી એવા પુરુષો જ આ જગતના ભૂષણ રૂપ છે. તારા જેવા ક્ષત્રિયમાં પણ કાયરતા આવી તે ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં મંદતા આવ્યા જેવું થયું છે. અમારે આ શાકિનીઓ સાથે વ્યવસ્થા થયેલી છે કે નગરીના બહારના ભાગ પર એમનો હક, અને અંદરનો ભાગ અમારો;;-આમ સૌધર્મ અને ઈશાન અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રોની જેમ વ્યવસ્થા થયેલી છે. પોળની બહાર શાકિનીએ તારા ઉપર પ્રહાર કર્યો છે તેમાં મારું કાંઈ ચાલે તેમ મનથી; કેમકે પોતાની પલ્લીમાં ભીલ લોકો પણ બળવાન હોય છે. પણ તું ચિત્તને વિષે લેશ પણ દુઃખી થઈશ નહીં, તારો આ ઉરૂ છેદાયો છે તે પુનઃ સાજો થશે.” કુળદેવીએ એ પ્રમાણે કહ્યું કે તત્ક્ષણ જલના સિંચવાથી ગડુચી તાજી થાય એમ મારો ઉરૂ સાજો થયો. એટલે તો મેં કુળદેવીને પ્રણામ કરીને પૂર્ણ ભક્તિ અને પરમ આનંદ સહિત એની સ્તુતિ કરવા માંડી;-હે દેવિ ! તું મારા કુળની ચિંતા કરનારી છો, કુળના સર્વ કષ્ટને ચૂર્ણ કરનારી છો; સર્વ આધિ વ્યાધિ નાશ કરવામાં સૂર્ય સમાન છો, સર્વ તાપનો નાશ કરવામાં શરદપૂર્ણિમાના ચંદ્રમા સમાન છો; તુંજ કુળની રક્ષા કરનારી છો, કુળની વૃદ્ધિ કરનારી છો, તુંજ અમારા કુળમાં ચિંતામણિ સમાન છો, કામધેનુ તુલ્ય છો, કલ્પલતા જેવી છો; વળી તુંજ અમારા કુળલોકની પિતામહી છો; હે જગજ્જનની ! તું જ અમારા કુળનો ઉદય કરનારી છો; તારો જય થાઓ, વિજય થાઓ, ઉત્કર્ષ થાઓ, વૃદ્ધિ થાઓ. હે સ્વામિની ! તેં ઉપાય ન કર્યો હોત તો મારું શું થાત ? અમારા કુળની સર્વ વૃદ્ધિ-સમૃદ્ધિ અને કલ્યાણ સર્વ તારો જ પ્રસાદ છે; જળની વૃષ્ટિનો જેમ ધાન્યો ઉપર છે તેમ. મને જીવિત આપનારી હે દેવિ ! મારા જેવો ખલિત જીભવાળો અને મંદબુદ્ધિવાળો તારી કેટલી સ્તુતિ કરી શકે ? અથવા પાંગળો કેટલું ચાલી શકે? આ પ્રમાણે મેં હર્ષસહિત કુળદેવતાની સ્તુતિ કરી કારણકે એના પ્રત્યે બીજું કંઈ ન થઈ શકે તો સ્તુતિ તો કરવાની જરૂર જ હતી. પછી જીવતો રહ્યો એટલે પ્રિયાને સદ્ય મળવાની ઉત્કંઠાથી સસરાને ઘેર પહોંચ્યો તો ત્યાં ઘરના દ્વાર તદ્દન બંધ હતા એટલે દ્વાર ઉઘડાવું છું એમાં વિચારમાં હું ઘર નિહાળવા લાગ્યો તો કુંચીના વિવરમાં દીપકનો પ્રકાશ પડ્યો તેમાં મેં શું જોયું ? પેલી મારી જ સ્ત્રી પોતાની માતાની સંગાથે હર્ષ પૂર્વક સૂરાને અમૃતસમાન ગણી તેનું પાન કરતી હતી; અને વચ્ચે વચ્ચે હોંશે હોંશે માંસ ખાતી હતી. કહ્યું છે કે મદ્યપાન-ઉપાધ્યાય કઈ કઈ કુશિક્ષા નથી શીખવતો ? હું પણ મારી સ્ત્રીનું એ પ્રકારનું આચરણ જોઈ ૭૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર પામી ચિંતવવા લાગ્યો-આ મદ્યપાન કરનારીમાં શીલનો સંભવ ન જ હોય. લસણ ખાનારના મુખને વિષે સુગંધની આશા કોણ રાખે છે ? માણસને સારાસારનો વિચાર ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી અવિવેકનું જ ઘર-એવા સુરાપાનમાં તે લપટાયો નથી. મદ્યપાન એ મહાપાપ છે કેમકે એથી મનુષ્યની બુદ્ધિ ઉષરક્ષેત્રને વિષે વાવેલા બીજની પેઠે સઘ વિનાશ પામે છે. વળી એ સર્વ અનર્થનું પણ મૂળ છે, અશાતાવેદનીય કર્મની પેઠે. મદ્ય એકલો જ હાનિકારક છે તો માંસ સાથે હોય ત્યારે તો વિશેષ હોય એમાં પૂછવું જ શું ? વળી એજ સુરા શાકિની કે અશ્વને આપવામાં આવે તો તો એકલી જ (માંસ વિના પણ) અધિક અનર્થ તે કરે છે. માતા આવી છે એ ન્યાયે એની પુત્રી એના જેવીજ હોય. નાગણીની કુખમાંથી ઉત્પન્ન થાય એ વિષની જ વેલડી હોય. પછી “આવું એમનું ચેષ્ટિત તો જોયું; હવે એમની વાતચીત સાંભળું.” એમ વિચારીને એકાગ્રચિત્તે અને હાલ્યા ચાલ્યા વિના ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. તો માતાએ પુત્રીને પૂછ્યું- “આવું સ્વાદિષ્ટ માંસ ક્યાંથી લાવી ? અથવા તો લાભોદય (કર્મ)થી શું સાધ્ય નથી ? મને તો લાગે છે કે લોકોમાં અમૃતની ખાલી વાર્તા જ છે. આ જ અમૃત છે; પણ મૂઢ લોકો એ જાણતા નથી.” વિશેષ સાવધાન થયો ત્યારે મેં એને ઉત્તર આપતાં સાંભળી કે-હે માતા, આ તને અતિ સ્વાદિષ્ટ લાગ્યું તે તારા જમાઈનું જ માંસ. એ સાંભળી વૃદ્ધા બહુ વિસ્મય પામી કહેવા લાગીપુત્રી ! આવું અસંબદ્ધ-સંબંધ વગરનું શું કહે છે ? પછી તેને પુત્રીએ હર્ષસહિત પોતાનો સવિસ્તર હેવાલ કહી સંભળાવ્યો. પાપી લોકોને પાપકાર્યો કરીને પણ અલૌકિક આનંદ થાય છે. માતાએ એ સાંભળી પુત્રીને કહ્યું-હે પુત્રી ! તેં બહુ ભૂલ કરી છે, તારા પ્રાણપતિને આમ કર્યું તે સારું નથી કર્યું. માણસો ઘણો લોભ કરે છે પણ સ્થાન વિચારવું જોઈએ. હાથણી મદોન્મત્ત થઈ હોય તો પણ પોતાની સૂંઢનું રક્ષણ તો એ કરે જ છે. આ પ્રમાણે માતાએ પોતાની પુત્રીને શીખામણ આપી. કારણકે દુષ્ટ હોય એવા વૃદ્ધોની પાસે પણ કંઈક અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ તો (સમજણ) હોય છે પણ અહંકારીને શિક્ષા વચન ગમતાં નથી તેથી પુત્રી ચિત્તમાં ઈર્ષ્યા લાવીને કહેવા લાગી-મેં વાર્યા છતાં મારા સ્વામીએ શા માટે ઊંચું જોયું ? પોતે કર્યું એનું ફળ એણે ભોગવવું જોઈએ. મારા મનમાં તો હતું કે એ શૂળી પર રહેલાનું હું ઘણું માંસ ઘેર લાવીશ. પણ એમ બન્યું નહીં. મારા કહ્યા પ્રમાણે એ વર્યા નહીં તો એને એમ જ કરવું જોઈએ. કાન ઉંબેળ્યા વિના રાસમને શી ખબર પડે ? મારી ભાર્યાની આવી ચેષ્ટા અને આવાં વાક્યો જોઈ સાંભળી મારાં તો રોમાંચ ખડાં થયાં. મને એમ થયું કે-મને ધિક્કાર છે કે કામદેવના બાણના પ્રહારથી જર્જરિત થઈને હું એને કુળવાન જાણીને હર્ષથી પરણ્યો ! પણ એનાં આચરણ એક પ્લેચ્છ સ્ત્રી કરતાં પણ અધમાં ઠર્યા. રૂપમાં તો ઈન્દ્રવરૂણીના ફળ પણ ચઢી જાય છે. મચકુંદના પુષ્પ અને ચંદ્રમાના સમાન ઉજ્વળ શીલાદિ ગુણ ન હોય તો અજાગળસ્તનના જેવાં કુળને શું કરવું છે ? રમ્ય ગુણ વિના કુળ શા કામનું ? ગુણહીન માણસોને કુળ કલંક જેવું છે. કુળને ઈચ્છીએ છીએ તે ગુણને માટે; ધેનુ-ગાયને ખરીદીએ છીએ તે દૂધને અર્થે-દૂધ વિનાની ગાયનો કોણ ભાવ પૂછે છે ? મારો એના પર રાગ થયો હતો એ એને કુલીન જાણીને; પણ જોઉં છું તો એનાં લક્ષણ આવાં નીકળ્યાં ! જાતિ દિગંતરમાં જતી રહો, કુળ પાતળમાં લય પામો, લક્ષ્મી સંતાઈ જાઓ અને રૂપ પણ ભલે વિરૂપ થઈ જાઓ. મનુષ્યને એમાંની એક પણ વસ્તુ જરૂરની નથી; એને ફક્ત પરમ ઉત્કૃષ્ટ એવા શીલની જ આવશ્યકતા છે કે જેથી આ લોક અને પરલોકને વિષે એનું કલ્યાણ કલ્યાણ થઈ જાય. માટે છુટા ફરનારા પક્ષીઓને જેવો પાશ-જાળ છે તેવો મારે આ ગૃહવાસ છે કે હવે મારે ન જોઈએ. કારણકે પરતંત્રતા રૂપી અગ્નિથી દાઝેલા સૌ કોઈ સ્વતંત્રતાને ઈચ્છે છે.” આમ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી હું સત્વર તેજ પગલે પાછો ફર્યો; કારણકે આગળ કુવો જોઈને કયો બુદ્ધિમાન પાછો નથી ફરતો ? પછી હું તેજ યક્ષિણીના મંદિરમાં જઈને સૂતો; અથવા તો ગમે તે મિષે પણ દેવની પાસે જઈ રહેવું સારું જ છે. હું ચિંતાતુર હતો તો પણ ક્ષણમાત્રમાં મને નિદ્રા આવી. અથવા તો 9 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #88 -------------------------------------------------------------------------- ________________ શૂલીપર રહેલાને પણ નિદ્રા આવે છે એમ કહે છે. થોડો વખત થયો એટલામાં અંધકારની સાથે રાત્રિ પણ ગઈ અને પૂર્વ દિશાનું મુખ વિકસિતા થયું. પછી રફતે રફતે બીજી દિશાઓ પણ સ્વચ્છ અને પ્રકાશિત થઈ. આમ પ્રભાત થયું એટલે મુનિજનો મધુર-ધીમે સ્વરે પ્રતિક્રમણ કરવા લાગ્યા; કારણકે એઓ અન્યદા પણ ઊંચે સ્વરે બોલતા નથી તો આવે વખતે તો શાના જ બોલે ? શ્રમણોપાસક-શ્રાવકો પણ પ્રતિક્રમણ આદિ ક્રિયામાં પડ્યા; કેમકે સાધુજનોની ઉપાસના કરવાવાળાઓએ ધર્મમાં તત્પર રહેવું યુદ્ધ છે. અન્યજનો પણ ગૃહકાર્યો કરવા માટે ત્વરાથી ઉઠી ઊભા થયા; કારણકે સર્વજનો સંસારના કાર્યો કરવા માટે નિત્ય ઉત્કંઠિત રહે છે. પછી હું ત્રિવિધ ત્રિવિધ (મન-વચન અને કાયાએ કરીને) પત્નીનો ત્યાગ કરીને વિષયોને જીતવાની ઈચ્છાએ મારે ગામ આવ્યો. ત્યાં મારા બાંધવોને મારો યથાસ્થિત અભિપ્રાય નિવેદન કરીને આ સંસારના સર્વ પ્રકારના દુઃખથી મુક્તિ આપનાર એવી દીક્ષા મેં ગ્રહણ કરી. હે મંત્રી ! આ “અતિભય” જે મારા અનુભવવામાં આવ્યો હતો તેનું મને સ્મરણ થઈ આવવાથી એ શબ્દ મારા મુખમાંથી સહેજ નીકળી ગયો હતો. કારણકે આ મન એક વાનર જેવું છે તે ગમે ત્યારે ગમે ત્યાં ભમ્યા કરે છે. મંત્રીએ પણ કહ્યું- હે મુનિરાજ ! આપ કહો છો તે સત્ય જ છે પણ લોકો મોહને લીધે સમજતા નથી. જ્ઞાનચક્ષુવડે તમે સ્ત્રીનું સર્વ સ્વરૂપ સમજ્યા છો. અથવા તો મહાસાગરનો મધ્ય ભાગ નાવિક વિના અન્ય કોઈ જાણી શકતો નથી. સ્ત્રીનો સમાગમ ત્યજી દેનાર તમારા જેવાને ધન્ય છે ! કારણકે લોખંડની શૃંખલા કાંઈ જેના તેનાથી તોડી શકાતી નથી. તમે જ શૂરવીર, તમે જ પરમ સ્થિર, તેમ જ પરમ ધૈર્યવાન અને તમે જ ગુણોના ભંડાર છો. તમે જ ક્ષમાવાન, તમે જ યશવાન, તમે જ ગંભીર અને તેમ જ ચતુર છો. કામદેવનો પરાજય કરનાર પણ તમે જ છો. તમે જ વિચક્ષણ છો, તમે જ દેવતા છો, તમે જ સુલક્ષણા છો. કારણકે તમે પરિણામના ફળની આકાંક્ષાવાળા, પણ કામભોગની આકાંક્ષાવગરના હોઈને ઈન્દ્રિયોનું દમન કરી ત્રીજનનો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાગમ ત્યજ્યો છે. પછી છેલ્લે (ચોથે) પહોરે, ગુરુની પાસે જાગરણ કરવાને, ચોથો શિષ્ય બહાર આવ્યો. ગુરુના કંઠને વિષે લટકતો ચકચક્તિ હાર જોઈને, અગ્નિ જોઈને કેસરીસિંહ ભય પામે તેમ, આ મુનિ પણ ભય પામ્યા. “દક્રાંક દેવે આપેલો છે તે જ આ હાર હોવો જોઈએ, આવી બનાવટ મનુષ્યની હોય નહીં. આને માટે જ રાજાએ પુત્રને દુષ્ટ-અનિષ્ટ આજ્ઞા ફરમાવી છે; પણ જેનું મૂલ્ય સકળ રાજ્યની તુલ્ય છે એવી વસ્તુ માટે શું ન કરવું જોઈએ ? મુનિઓ જેના તરફ દૃષ્ટિ સરખી પણ કરે નહીં એવો આ હાર ગુરુરાજના આભૂષણ રૂપ ક્યાંથી થયો ? એ હારના ચોરે આ કાર્ય ઠીક નથી કર્યું; કારણકે એથી તો આખું નગર એનું શત્રુ થયું છે. પણ એ ચોર આ અમારા ગુરુરાજ-મુનિના કંઠમાં શા માટે હાર નાખી ગયો હશે ? (એને બીજા કોઈનો કંઠ નહીં જડ્યો હોય ?) જેને સાળી ન હોય એજ સાસુની મશ્કરી કરવા જાય.” આમ સંભ્રમથી વ્યાકુળ છે ચિત્ત જેનું એવા એ સાધુ પાછા વસતિમાં પ્રવેશ કરતાં “અત્યંત ભય” એમ બોલી ગયા; પોતાની અગાઉ આવી ગયેલા ત્રણ સાધુઓની સાથે જાણે સ્પર્ધા કરતા હોય નહીં એમ. તે પરથી “પ્રથમના સાધુઓની જેમ આ પણ “ભય”નો ઉચ્ચાર કરે છે, તો શું એઓએ અન્યો અન્ય એકસંપ તો નહીં કર્યો હોય ?” એમ વિચારી અભયકુમારે એને પૂછ્યું “તમારે પણ ભય ખરો ? સૂર્ય હોય ત્યાં અંધકાર કેવો ? આ લોકનો ભય, પરલોકનો ભય, રોગનો ભય, મરણનો ભય, આજીવિકાનો ભય, અપયશનો ભય ને અકસ્માત ભયએમ સાત પ્રકારના ભય કહ્યા છે. એમાંના એકનો પણ સાધુજનોમં સંભવા નથી; જેમ, શાંત થયા છે મોહાદિક જેનાં એવા પુરુષને વિષે સાતે કર્મોનો બંધ નથી તેમ.” સાધુ જેમનું નામ યોનય હતું એમણે ઉત્તર આપ્યો-હે બુદ્ધિસાગર ! તું સત્ય કહે છે. પણ મને મારા ગૃહસ્થાવાસમાં થયેલો “અતિશય ભય” યાદ આવવાથી એમ બોલાઈ જવાયું હતું. અભયકુમારે સાંભળવાની ઈચ્છા જણાવ્યાથી મુનિએ પોતાનું ચરિત્ર આ પ્રમાણે કહ્યું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #90 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના ચોથા શિષ્ય ચોવચ મુનિનું આત્મવૃત્તાંત. ઉજ્જયિની નામે નગરી છે. તે સુરાગાર વિનાની હતી છતાં ત્યાં ઠામઠામ સુરાગાર નજરે પડતાં હતાં. ત્યાં પરચક્રનો પ્રવેશ નહોતો છતાં પરચક્ર પરિભ્રમણ કર્યા કરતું હતું. તે અખંડગુણપૂર્ણા છતાં ગુણખંડયુક્ત હતી. તે અલ્પવલણ વાળી છતાં બહુ લવણગુણે ભરેલી હતી; ચારે દિશામાં વિશાળ છતાં અનેક શાળાઓથી પૂર્ણ હતી; અને જળથી ભરપૂર છતાં અજળવ્યાપ્ત હતી. એ નગરીમાં ઉત્તમ ગુણોનો ભંડાર એવો ધનદત્ત નામે એક શેઠ રહેતો હતો, તે નિરંતર વૂલલક્ષવાળો છતાં અ-સ્થલલક્ષ હતો. તેને સુભદ્રા નામે, નામ પ્રમાણે ગુણવાળી, પત્ની હતી. તે “હસ્તિની' એટલે હાથણીની પેઠે ૧°સ-દાના છતાં મદવિનાની હતી. એ બંને પોતાનો કુળાચાર પ્રીતિ સહિત આચરતા હતા. એમાં એમને કુળપરંપરાનો તંતુભૂત ૧. સુર-આગાર=દારૂના પીઠાં. ૨. સુર-આગાર=દેવમંદિર (આગારરસ્થાન) ૩. પર (શત્રુ) + ચક્ર (સૈન્ય)=શત્રુનું સૈન્ય. ૪. પર (ઉત્તમ) + ચક્ર = ઉત્તમ સૈન્ય (પોલિસફોજ પ્રજાના જાનમાલના રક્ષમ માટે ફર્યા કરતી હતી.) પ. અખંડ (સર્વ) ગુણવાળી છતાં ગુણખંડ (ગુણના ખંડ-કટકો-લેશ-ભાગ) વાળી-એ વિરોધ. એ વિરોધને આમ શમાવવો;-અ નહીં, ખંડ ગુણા-થોડા ગુણવાળી,. અખંડગુણા=સર્વ ગુણવાળી. ગુણખંડ ગુણનો સમૂહ. ગુણખંડ યુક્તા=સર્વ ગુણ યુક્ત. “ખંડ” શબ્દના “અ૫ભાગ” અને “સમૂહ” એ બે જુદા જુદા અર્થ પર કવિએ અલંકાર રચ્યો છે. ઉપરના ત્રણે “વિરોધાભાસ” અલંકાર છે. ૬. આ પણ પ્રત્યક્ષ વિરોધ છે. એ વિરોધ પ્રથમના “લવણ” શબ્દનો અર્થ “મીઠું-નીમક” લઈને અને બીજા “લવણ” શબ્દનો અર્થ “સુંદર” લઈને શમાવવો. (લવણ-ગુણ લાવણ્ય.) ૮. વિશાળા (૧) શાળાઓ વિનાની. (૨) વિસ્તીર્ણ. ૯. અહીં પણ વિરોધાભાસ અલંકાર છે. તે વિરોધ આ પ્રમાણે શમાવવો; સંસ્કૃતમાં રત્નો: ૩યો: યતિ અજલ અજડ, જડ=મૂર્ખ, અજડ વિદ્વાન, માટે અજળવ્યાપ્ત વિદ્વાનોની ભરેલી. ૧૦. સ્થૂલક્ષણ (૧) ઉદાર સ્વભાવ, (૨) મંદબુદ્ધિ. ૬. દાન-(૧) કોઈને દાન આપવું તે (૨) હાથીના કુંભસ્થળમાંથી ઝરે છે તે-મદ. સ-દાના (મદઝરતી) છતાં મદ વિનાની-એ વિરોધ, પણ “સ-દાના” એટલે દાન દેતી છતાં મદ(=અહંકાર) વિનાનીએમ વિરોધ શમાવવો. ૧૧. ચારિત્ર-દીક્ષા લેવાનો હતો તે લીધા પહેલાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) Page #91 -------------------------------------------------------------------------- ________________ એક પુત્ર થયો-તે હું. મારે અતિશય પુણ્યવતી-રૂપવતી અને બુદ્ધિમતી એવી શ્રીમતી નામે સ્ત્રી હતી. એનો મારા પર કોઈ લોકોત્તર એટલે અસાધારણ સ્નેહ હતો. તે શાંતિસ્નાત્રના જળની જેમ મારા ચરણામૃતનું પાન કરતી. મારે હાથે એનું કંઈ અપ્રિય થતું તો પણ તે પોતાનો વિનય કે મર્યાદા ત્યજતી નહીં અમારા આસન, ભોજન ને શયન એકસરખાં સાથે જ થતાં. મારી પત્નીને હું કેવળ અમૃતમય ને કેવળ કલ્યાણમય માનતો. આમ કેટલોક કાળ ગયો. એકદા મારી સ્ત્રીએ મને કહ્યું-મારે મૃગપુચ્છનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે. કહ્યું છે કે “નવી વસ્તુનું કોને મન થતું નથી ?” મેં એને કહ્યુંહે કમળાક્ષી ! એ મૃગપુચ્છ ક્યાં મળશે તે કહે તો હું લાવી દઉં. એણે ઉત્તર આપ્યો કે-નાથ ! એ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના મહેલમાં છે. એ કોઈ બજાર કે ચૌટામાં મળી શકે એમ નથી. એ પરથી હે મંત્રીશ્વર ! હું તમારા નગર ભણી ચાલી નીકળ્યો. ખરું છે કે પ્રાણીઓને સાધારણ રીતે કંઈ મિષ વિના પરદેશ જોવાનુ બનતું નથી. પછી હું અહીં પહોંચ્યો એટલે બહારના કોઈ બગીચાને વિષે શીતળ છાયાવાળા વૃક્ષની નીચે વિસામો લેવા બેઠો; તે જાણે અરણ્યવાસનો અગાઉથી જ અનુભવ લેવાને માટે હોય નહીં ! આ સમયે નગરમાં કોઈ મહોત્સવ હશે તેથી ત્યાંની વારાંગનાઓ વસ્ત્રાભૂષણ સજીને નગરની બહાર આવી હતી; અને વ્યભિચારી પ્રમુખ અનેક પુરુષો પણ ક્રીડાર્થે ત્યાં આવતા હતા. કહ્યું છે કે વિદૂષક વિના નાટક હોય નહીં. બગીચામાં વિવિધ પ્રકારની ક્રીડા કરીને એ સ્ત્રીપુરુષો વળી જળક્રીડાને માટે એક તળાવડીમાં પેઠા. એટલે જળ અતિ વેગથી ઉછળવા લાગ્યા. ખરું છે કે અન્યથી પોતાનો પરાભવ થાય એ જળ(ડ)૧થી સહન થતું નથી. એ સ્ત્રીપુરુષો જળમાં ડૂબકી મારતાં હતાં અને ૧. સંસ્કૃતમાં ૬ અને હ્ર ને એક ગણ્યા છે તેથી નત ને સ્થાને નવુ વાંચતા, જડ એટલે અજ્ઞાન, મૂર્ખ. મૂર્ખ પરાભવ સહન ન કરતાં ઉછળી પડે છે. (અમૂર્ખ (સમજુ) હોય તે શાંત રહે છે.) ૮૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ પાછાં બહાર નીકળી આવતાં હતાં તે પરથી જાણે એમ સૂચિત થતું હતું કે સંસારમાં પણ એમણે એવી જ રીતે કરેલ છે. ઉછળતા તરંગોવાળાએ નિર્મળ તળાવમાં વળી એઓ નૌકાની પેઠે તીરછી ડુબકી પણ મારતા હતા. આમ એઓ પાણી ડહોળતા હતા એટલે દીન ચક્રવાક આદિ પક્ષીઓને બહુ ત્રાસ થતો હતો. પણ જેમને જલ(ડ)નું “શરણ હોય એમને નિર્ભયતા ક્યાંથી હોય ? વળી એ જળમાં ક્રીડા કરતી સુંદરીઓનો કેશપાશ છૂટી જઈને આમ-તેમ હાલ્યા કરતા હતા તેથી એમના મુખ જાણે સુગંધને લીધે આકર્ષાઈ આવેલા ભ્રમરોવાળા કમળો હોય નહીં એમ દીસતું હતું. મુક્તાફળ-પ્રવાળા-વૈડુર્યમણિ અને સુવર્ણ આદિના આભૂષણોથી શોભી રહેલી એમની ભુજાઓ જાણે પુષ્પ-પલ્લવ-પત્ર અને ફળથી લચી રહેલી લતાઓ હોય નહીં એમ ભાસ થતો હતો. તળાવના જળ પણ એમનાં અંગપરના કુંકુમથી રંગાઈ ગયા; અથવા તો સ્ત્રીની સમીપમાં જળ-ડ ક્યાં સુધી વિરાગી રહી શકે ? " આ વારાંગનાઓમાં એક મગધસેના નામે અત્યંત સ્વરૂપવાના હતી; જાણે અપ્સરાઓમાં ઈન્દ્રાણી હોય તેવી. એ વખતે કોઈ યુવાન વિદ્યાધર આકાશમાર્ગે જતો હશે તે એને જોઈને મોહિત થયો; દીપકની શિખા તરફ એક પતંગીયું લલચાય છે તેમ. એટલે એણે પરિણામ વિચાર્યા વિના, રાવણ સીતાને ઉપાડી ગયો હતો તેમ, એને અદ્ધર ઉપાડી લીધી. એ જોઈને ત્યાં ક્રીડા કરતા સર્વ નરનારીઓમાં હાહાકાર થઈ રહ્યો કારણકે એમને એ સાકર ખાતા અંદર કાંકરો આવ્યા જેવું થયું. મગધસેના ૧. અનેક જન્મમરણ અનુભવ્યા છે. ૨. જળ=જડ; જડ એટલે મૂર્ખની સંગાથમાં ભય વિના બીજું શું હોય ? ૩. રૂપે રંગે કમળ જેવાં શોભીતાં એમનાં મુખ હતાં. (શરીરનાં કેટલાંક અંગોને કવિઓ કમળની ઉપમા આપે છે. જેમકે, મુખકમળ, હસ્તકમળ, પાદપંકજ (પાદકમળ.) ૪. આવા શરીરનાં વર્ણનમાં લતા શબ્દ કોમળતા સૂચક છે. “ભુજલતા” “દેહલતા” ઈત્યાદિ. ૫. રંગ (૧) રાગ-સ્નેહ-પ્રેમ (૨) રંગ, જળ રાગ (રંગ) વાળા થઈ ગયા તેમાં કંઈ આશ્ચર્ય નહોતું. જળજડ અજ્ઞાની જન સ્ત્રીની સમીપે રાગ (પ્રેમ)મય થઈ જ જાય છે. વિરાગી-રાગ વિના-પ્રેમલબ્ધ થયા વિના. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) Page #93 -------------------------------------------------------------------------- ________________ તો રૂદન કરવા લાગી કે “અરે ! આ પાપાત્માનો મને બહુ ભય લાગે છે, સિંહનો હરણીને ભય લાગે તેમ. અરે ! મને આ પાપીના પંજામાંથી છોડાવે એવો કોઈ કૃષ્ણચતુર્દશીના જન્મેલો અહીં વિદ્યમાન છે ?” એ વેશ્યાને આમ વિલાપ કરતી જોઈ મને દયા આવી તેથી મેં મારા ધનુર્વેદના જ્ઞાનને લીધે કર્ણપર્યન્ત બાણ ખેંચી ફેંક્યું એથી એ વિદ્યાધરનો ચરણ વીંધાઈ ગયો; કામદેવના બાણથી હૃદય વીંધાય છે તેમ. ઘા વાગવાથી વેદના થવાને લીધે એના હાથમાંથી મગધસેના વછુટી ગઈ. (કારણકે અન્યાય કદાપિ ફળતો નથી.) અને એ પડી એવી પાણીમાં જ એવી રીતે પડી કે એનો એક વાળ પણ વાંકો થયો નહીં, તો પછી શરીરના અસ્થિ આદિ ભાંગ્યાની તો વાત જ શેની ? તુરત જ પાણીમાંથી બહાર નીકળી એ મારી પાસે આવી; કારણકે ઉપકારગુણથી આકર્ષાઈને સર્વ કોઈ ઉપકારકર્તાની પાસે જાય છે જ. આવીને એણે હાથ જોડી હર્ષ સહિત મને કહ્યું-હે સ્વામી ! ક્ષણવાર આ શીતળ કદલીગૃહમાં પધારો. એમ કહી ત્યાં લઈ જઈ મને પોતાની દાસીઓ પાસે સારી રીતે સ્નેહ એટલે તેલનું મર્દન કરાવ્યું તે જાણે એમ કરીને એણે પોતાનો સ્નેહજ મારા અંગોમાં (ચોળીને) ઉતાર્યો એમ મને લાગ્યું. પછી સુગંધી જળવડે મને સ્નાન કરાવી વિલેપન કર્યું અને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. વળી કોઈ કાવ્ય જેવું ઉત્તમ વ્યંજન યુક્ત, અને નાના પ્રકારના રસને લીધે મનોહર એવું સુપરિપકવ ભોજન મને જમાડ્યું. ભોજન લઈ આરામ લેવા માટે એક પલંગ પર બેઠો ત્યાં વળી દાસીઓએ ૧. કૃષ્ણ ચતુર્દશી એટલે આપણે દીવાળીની “કાળીચૌદશ” કહીએ છીએ તે. અમુક પ્રકારના ઉત્તમ ગુણોની લાયકાતવાળા માણસ માટે આપણા લોકો કહે છે કે “કાળીચૌદશીને દિવસે એનો જન્મ થયો હશે-છે.” ૨. (૧) ઉપકાર એજ (સદ્દ) ગુણ. (૨) ઉપકારરૂપી ગુણ-દોરી. ૩. કેળના વૃક્ષોનો મંડપ. ૪. સ્નેહ=(૧) તેલ, (૨) પ્રેમ. ૫-૬. કાવ્યની સાથે લેતાં વ્યંજન=વ્યંગ્ય-સૂચિત શબ્દાર્થ; રસ=કાવ્યકારોકવિઓએ કથેલા નવરસ (વીર-કરૂણા, શૃંગાર-શાંત-અદ્ભૂત-બીભત્સ-રૌદ્ર-હાસ્ય અને ભયાનક, ભોજનની સાથે લેતાં, રસ=સ્વાદ; વ્યંજન=મશાલાદાર ખાદ્ય પદાર્થો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૯૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ આવી શ્રમ ઉતારવા મારી સારી રીતે ચંપી કરી. પણ એમાં કંઈ આશ્ચર્ય નહીં કારણકે એ મગધસેના જેવી વિદૂષી શેઠાણીની તહેનાતમાં રહેનારીઓમાં ગમે તેવી સરસ કળા હોવાનો સંભવ છે જ. પછી એ વેશ્યાએ પોતાની કૃતજ્ઞતા દર્શાવવા પૂરા આદરભાવ સહિત મને પૂછ્યું “આપ કોણ છો ? મને ક્યા હેતુથી અને ક્યાંથી અત્રે પધાર્યા છો ? તે મને કહો. કારણકે મહાપુરુષોનું ચરિત્ર સજ્જનને જાણવા યોગ્ય છે.” મગધસેનાના એ પ્રશ્નમાં ઉત્તરમાં મેં કહ્યું- હે કૃતજ્ઞ સુંદરી, હું અવંતી નગરીના એક વેપારીનો પુત્ર છું; મારું નામ XXX છે. મારી શીલ, લજ્જા આદિ ગુણોવાળી, પતિભક્તા સ્ત્રીને મૃગપુચ્છનું માંસ જોઈએ છીએ તેણે મને તે માટે અહીં મોકલેલ છે. એ સાંભળીને બુદ્ધિશાળી મગધસેનાએ તો મને કહ્યું કે “હે પ્રાણદાતા હે આર્યપુત્ર ! ચોક્કસ જાણજો કે તમારી સ્ત્રી દુરાચરણી છે. જો તે સદાચરણી હોત તો તમને આમ મોકલત નહીં.” બુદ્ધિમાન લોકો પરોક્ષવાતને પણ અનુમાનથી જાણી શકે છે. જો તે ભક્તિવાળી હોત તો તમને આવા કષ્ટદાયક કાર્ય-જોખમમાં નાખત નહીં. કારણકે ભાવતું ભોજન હોય તે કોઈ બહાર (મુખથી બહાર) ફેંકી દેતું નથી. (મુખમાં જ મુકે છે.) સ્ત્રીચરિત્ર અને સ્ત્રીઓ જ સમજીએ; સર્પની ચાલ સર્પજ જાણે. મગધસેનાના આ શબ્દો મારાથી સહન થયા નહીં તેથી મેં તો કહ્યું- હે સુંદરી ! તું એમ ન કહે; મારી સ્ત્રી તો શીલ અને ભક્તિનો ભંડાર છે, એને મેં વેઠેલી છે તેથી હું જ એને જાણું. ચંદ્રિકાના ગુણ ચકોર જ જાણે, અન્ય નહીં. મગધસેનાએ પણ વિચાર કર્યો કે માણસનો જેને વિષે પ્રેમ હોય છે તે તેના ગુણ જ દેખે છે; દ્રવ્ય ઝડપી લેનારી છતાં અમારા જેવી (વેશ્યાઓ) ને અમારામાં મુગ્ધ થયેલાઓ ગુણવાળી જ દેખે છે તેવી રીતે. આમ ધારી એ તો વિચક્ષણ હોઈને મૌન રહી. કારણકે બહુ કહેવાથી સામો માણસ એનું કદાચિત બીજું કારણ સમજે. ૧. પોતાના સ્વામીને સંબોધવા હોય ત્યારે સ્ત્રીઓએ વાપરવાનો એ માનભર્યો શબ્દ છે; એ ઘણો ખરો નાટકોમાં વપરાય છે. આર્ય વડીલ સસરા. આર્યપુત્ર-સસરાનો પુત્ર-પતિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ પછી એણે દેદિપ્યમાન કાંતિના સમૂહથી દિશાઓને પ્રકાશિત કરતો એવો પોતાનો ઉત્તમ ચૂડામણિ પોતાને મસ્તકેથી ઉતારીને મારા મસ્તક પર મૂક્યો. વેશ્યાને વિષે એવી અપૂર્વ કૃતજ્ઞતા જોઈને મને પણ આશ્ચર્ય થયું. આમ હું તો પૂરા હર્ષમાં જ હતો, એવામાં તો સાંજ પડી એટલે એણે મને કહ્યું–હે સ્વામીનાથ ! ચાલો હવે આપણે નગરમાં જઈએ. એના અત્યંત આગ્રહને લીધે મેં એનું વચન માન્ય કર્યું, કેમકે કૃતજ્ઞ જનોનું વચન કોઈ ઉથાપે નહીં. એના સેવકોએ પણ રથને અશ્વો જોડ્યા કેમકે કોઈ કોઈ સ્થળે વેશ્યાઓ પણ રાજ્યકર્તી રાણીઓ જેવી હોય છે. ત્યાં તો વાંજિત્રના નાદ થવા લાગ્યા; સ્ત્રીઓ નૃત્ય કરતી ચાલવા લાગી, અને પંડિતો પણ તાળ દેતા દેતા કાવ્યો બોલતા અમારી આગળ ચાલવા લાગ્યા. એટલે હું મગધસેનાની સાથે એના રથમાં બેઠો. અને અમે ઈન્દ્ર-રાજાના આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. એવામાં સાક્ષાત્ જંગમ અંજનગિરિર હોય નહીં એવો એક મદોન્મત્ત હાથી બંધનતંભને ઉખેડી નાખીને લોકોની સન્મુખ દોડતો આવ્યો, એટલે સૌ ભયને લીધે જેમ ફાવ્યું તેમ ચારે દિશામાં નાસી થયા. કહ્યું છે કે હાથીનો વાયુસંચાર પણ કોણ સહન કરી શકે ? એ હાથીએ તત્ક્ષણા મારા રથમાં પોતાનો કરી નાખ્યો-લંબાવ્યો; જેવી રીતે એક ધાડપાડુ કોઈની દુકાનમાં રહેલા ધાન્યના કુંડામાં પોતાનો કર નાખે છે તેમ. હું તો તક્ષણ રથમાંથી ઉતરી ગયો અને હાથીને એકદમ ભમાડવા લાગ્યો; કારણકે મારી કળા બતાવવાનો આ યોગ્ય સમય હતો. ક્ષણમાં એના દંતુશળની ઉપર ક્ષણમાં એના પગની વચ્ચે થઈને, ક્ષણમાં એની પાછળ, ક્ષણમાં એની બંને બાજુએ, ક્ષણમાં આગળ, અને ક્ષણમાં એનાથી દૂરએમ મેં ફર્યા કરવા માંડ્યું. અને એમ કરીને, એક ધનવાન વાચાળ શેઠ આશાએ આશાએ આવતા વણિકપુત્રને આંટા ખવરાવી ખવરાવીને થકવી નાખે છે તેમ મેં એ હાથીને થકવી દીધો. લોકો તો કહેવા લગ્યા કે “આ ૧. હાલતા-ચાલતો આવતો. ૨. મેશનો પર્વત. બંને કાળા અને ઊંચા, માટે એટલા પૂરતી સમાનતા. ૩. કર=(૧) સ્ટ, (૨) હાથ. ૮૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #96 -------------------------------------------------------------------------- ________________ મદોન્મત્ત હાથી આ પરદેશીનો અવશ્ય નાશ કરશે કારણકે બીલાડાની પાસે ઉંદર ક્યાં સુધી ક્ષેમકુશળ રહેશે ? એ ખરેખર ભાન વગરનો છે કે આવા હાથીને તિરસ્કાર પૂર્વક હેરાન કરે છે !” પણ મેં તો મારું કાર્ય શરૂ જ રાખ્યું તેથી, એક માણસ રેચને લીધે થઈ જાય તેમ હાથી થાકીને લોથ પોથ થઈ ગયો. એટલે હું તત્ક્ષણ એની પીઠ પર ચઢી ગયો. ક્ષપકમુનિ ક્ષપકશ્રેણિને શિખરે ચઢે છે તેમ. તેજ વખતે લોકોએ જયજય નાદ કર્યા અને મેં મારા કાર્યથી સંતોષ પામેલા મહાવતોને હાથી સુપ્રત કર્યો. પછી હું રથમાં પાછો બેઠો અને એ વારાંગના પણ મારી એ અલૌકિક કળા જોઈને મને અત્યંત ચાહ લાગી. થોડીવારમાં અમે એના ચુનાથી ધોળેલા ઉત્તમ મંદિર પાસે આવી પહોંચ્યા તેમાં અમે પ્રવેશ કર્યો અને ક્ષણવાર હર્ષસહિત વિનોદાત્મક ગોષ્ટી કરી. આ સમયે એ મગધસેના વેશ્યાએ મને કહ્યું કે-આજે રાજસભામાં નૃત્ય કરવા જવાનો મારો વારો છે; કારણકે અમારો વેશ્યાઓનો એ ધંધો જ છે. માટે તમે પણ ત્યાં આવો અને મારી નૃત્યકળા નીરખો. કેમકે પ્રિયજનો અને કળાના જાણવાવાળા જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી એ કળાનું નામ કળા નથી. મેં કહ્યું-હું રાજસભામાં આવીશ નહીં. કારણકે ઝાઝા માણસો હો ત્યાં ક્યો વિદ્વાન પંચ થવા આવે ? ( યોનયમુનિ કહે છે) હે મંત્રીશ્વર ! પછી તો તે મને લીધા વિના એકલી રાજમહેલમાં ગઈ. કારણકે ચતુર માણસ પોતાની કુળ પરંપરાની પ્રવૃત્તિનું રક્ષણ કરે છે.. ત્યાં જઈ તેણે, દેવાંગના સુધર્માંસભામાં પ્રવેશ કરે છે તેમ, તમારા પિતા, અમાત્યો, સામંતો અને શ્રેષ્ઠીવર્ગ આદિથી શોભી રહેલી રાજસભામાં પ્રવેશ કર્યો. અને રંગભૂમિ પર આવીને આશીર્વાદથી મનોહર એવી દેવસ્તુતિ કરી; (કારણકે બુદ્ધિમાનોનો એવો રીવાજ જ છે.) “સ્નાત્રમહોત્સવને દિવસે સુવર્ણ ગિરિ એટલે મેરૂપર્વતના વિશાલ શિખર ઉપર, જેમની સમીપે હૂ હૂ આદિ નાટકકાર દેવો વ્યવસ્થિત તાલમાત્રાએ કરી રમ્ય અને મધુર ગીતો ગાઈ રહ્યા છે અને રંભા-મેના-ધૃતાચી વગેરે દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે એવા શ્રીમહાવીર ભગવાન તમારું શાશ્વત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કરો.” આવો આશીર્વાદ અપાયા પછી કુશળ તબલચીઓ તકારધોંકાર આદિ શબ્દ કરતા ત્રિવિધ મૃદંગો વગાડવા લાગ્યા; ક્રમ અને વ્યુત્ક્રમવાળા અનેક તાન સહિત પ્રવીણ વીણાવાદીઓ વીણા બજાવવા માંડ્યા; ઘણા સુરવાળી અને અત્યંત મધુર વેણુના વાજીંત્ર પણ નિપુણ વેણુવાદીઓએ શરૂ કરી દીધા. સાથે સાથે ગાયનવાળી સ્ત્રીઓ વસંતશ્રીરાગ-મધુવાદ આદિ રાગના ગાયનો હાથવતી તાલ દઈ દઈને ગાવા લાગી. ઉત્તમ વસ્ત્રાલંકારમાં સજ્જ થઈ આવેલી મગધસેના પણ ક્ષણમાં પૃથ્વી તરફ અને ક્ષણમાં આકાશ તરફ દૃષ્ટિ કરતી વિચિત્ર ચાળા-નયન અને હાથના પ્રક્ષેપ-નવનવીન હાવભાવ-શરીરના વિવિધ અભિનયો આદિ કરતી નૃત્ય કરવા લાગી. એના નૃત્યથી તો સકળ સભાજન ચિત્રમાં આલેખાઈ ગયા હોય અથવા સ્તંભને વિષે કોતરાઈ ગયા હોય એમ તદ્દન નિશ્વળ થઈ ગયા. આ વખતે હું મગધસેનાને ઘેર હતો ત્યાં મને વિચાર થયો કે સર્વ રાજસેવકો આદિ સુંદર ચીજો જોવા સાંભળવામાં વ્યગ્ર હશે માટે રાજમહેલમાં જઈને મૃગપુચ્છનું માંસ લઈ આવીને મારી ભાર્યાની આજ્ઞા સિદ્ધ કરું. કારણકે એ મારે મને તો પરમ દેવતા છે. એમ વિચારી રાજમહેલે જઈ મૃગપુચ્છનું અંગ કાતરી તેનું માંસ લઈ આવ્યો; કારણકે મોહાંધ શું નથી કરતો ? આ વાતની રક્ષાપાલોને ખબર પડી એટલે એમણે રાજાને નિવેદન કર્યું કે-મહારાજા ! કોઈ મૃગપુચ્છનો નાશ કરી ગયું છે. પણ રંગમાં ભંગ પડવાના ભયથી રાજાએ તે વખતે કંઈ કહ્યું નહીં; કારણકે એઓ (રાજાઓ) એમનું ધ્યાન મૂળ વિષય પરથી ચલિત થઈને અન્યત્ર જાય એવું કરનારને પણ કોઈ વખત સહન કરી લે છે. મેં તો મારું કાર્ય સિદ્ધ થયેલું સમજી વળતે દિવસે ઉજ્જયિની પ્રયાણ કરવાનું નક્કી કર્યું અને મગધસેના નૃત્ય કરતી હતી તે જોવા ઊભો રહ્યો. કારણકે કાર્ય પતી ગયા પછી રહેનારને નિરાંત હોય છે. પછી તો હું સભામાં બેસી ગયો અને મારી તરફ કોઈની પણ દૃષ્ટિ આકર્ષાણી નહીં તેથી મને હર્ષ થયો; પણ એવા મહાન મેલાવડામાં કોણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૮૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ , સજ્જન છે કે કોણ દુર્જન છે એ ક્યાંથી જણાય ? હું તો મગધસેના ભણી જ નજર કરી રહ્યો. મને લાગે છે કે એવું એક ધ્યાન જો કોઈ જીવાત્મા જિનભગવાનની મૂર્તિને વિષે લગાવે તો અવશ્ય મોક્ષ જ પ્રાપ્ત કરે. એ વારાંગનાના ચુતરાઈભર્યા નૃત્યને લીધે સંગીતની કોઈ અવર્ય રમણીયતા થઈ રહી; જુઓ, વસ્ત્રપર સુંદર ભાત પડે છે ત્યારે તે કેવું શોભાયમાન દેખાય છે ! એ વારાંગનાની એવી ચતુરાઈ જોઈ હર્ષ પામી રાજાએ એને કહ્યું-હે નર્તકિ ! તારું નૃત્ય અત્યંત આકર્ષક છે, તું પણ કળાકૌશલ્યની ખાણ છે, માટે તારે મનપસંદ કંઈ પણ માગ. પેલીએ ઉત્તર આપ્યો-હે દેવ ! હમણાં એ વર(દાન) આપની પાસે રાખો; સમય આવ્યે માગી લઈશ. (ભવિષ્યને માટે) થોડો ઘણો સંગ્રહ કરી રાખ્યો સારો. એજ પ્રમાણે બીજી વખત પણ પ્રસન્ન થઈને રાજાએ એને વર માગવાનું કહ્યું. પણ એ યે એણે રાજા પાસે જ રહેવા દીધું. છેવટે ત્રીજી વખત પણ માગવા કહેલ વરનાયિકાએ એમની પાસે રહેવા દીધું; કૈકેયીએ કર્યું હતું તેમ. પછી “હું રાજસભામાં છું કે નહીં.” એ શોધી કાઢવા માટે એ વિદુષી નર્તકીએ ઊંચે સ્વરે સભામાં કહ્યું કે,- “મૃગપુચ્છનું માંસ લઈ જનાર, મારો ચૂડામણિ ગ્રહણ કરનાર અને મને જીવિતદાન દેનાર જો અત્યારે આ સભામાં હાજર હોય તો તેણે એ બધાં પરાક્રમ જ કરેલાં છે માટે પ્રગટ થવું; વર્ષાકાળના વાદળાથી મુક્ત સૂર્યની જેમ.” હું જો સભામાં હોઈશ તો એનો ઉત્તર આપીશ-એમ સમજીને તે આ પ્રમાણે બોલી, હું પણ એ સાંભળીને રંગભૂમિ પર આવીને ઊભો અને એને કહેવા લાગ્યો કે “એ હું આ રહ્યો; હે પ્રિયવાદિનિ ! તારા મનમાં જે અભીષ્ટ હોય તે કહી નાખ.” મને જોઈને એ વેશ્યાએ રાજાને કહ્યું-મને ખેચર-વિધાધરથી છોડાવી જીવિતદાન દેનાર આ સજ્જન છે. મૃગપુચ્છના માંસનો ચોર એ છે તો પણ એને તમારા પ્રથમના વરદાનના બદલામાં અભયદાન આપો. તમારા બીજા વરદાનમાં હું એ માંગી લઊં છું કે એ મારો ભર્તાર થાય; વારંગાના એટલે અનેક ધણીની સ્ત્રી, એવું જે મારું નામ છે તે હવે મને ન જોઈએ.” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ મુનિ અભયકુમારને કહે છે-હે અભયકુમાર ! એ મગધસેનાની સર્વ માગણી તારા પિતા-શ્રેણિકમહીપાળે મંજુર કરી. કારણકે મહાપુરુષો એકવચની જ હોય છે. ત્યારપછી સંગીત બંધ પડ્યું એટલે રાજા શ્રેણિક ઊઠીને ઊભા થયા અને સર્વ સભાજનો પણ પોતપોતાને સ્થાને ગયા, આનંદના ઓઘ છૂટ્યા છે એવી એ સ્ત્રી અને પોતાને ઘેર લઈ ગઈ; સાતાવેદનીય પ્રકૃતિ જેમ નરને-માણસને સુખને વિષે લઈ જાય છે તેમ. તેના સંગાથમાં રહીને નવનવીન ગીત આદિ સાંભળીને હું તો આ જ દેહે પ્રતિદિન સ્વર્ગસુખ અનુભવવા લાગ્યો. આવા ઉત્કૃષ્ટ આનંદમાં રહેતાં છતાં મને એક દિવસ મારી શ્રીમતી સાંભરી આવી. કહ્યું છે કે ઘી પીવરાવવા છતાં ઉન્મત્ત માણસ વિશેષ બૂત્કાર કરે છે. મેં કહ્યું-પ્રિયે બહુ દિવસ થયા માટે શ્રીમતી મારી અત્યંત ચિંતા કરતી હશે. માટે મને રાજી થઈને રજા આપ તો જાઉં. તે વિના જવું નથી કારણકે વિચક્ષણ લોકો બંને પક્ષની સંમતિ લઈને કાર્ય કરે છે. ધૂતારી શ્રીમતી અવશ્ય આની સાચેસાચી ફિકર કરતી હશે. એમ ચિંતવતી મગધસેનાએ મને ઉત્તર આપ્યો કે-હે સ્વામીનાથ ! જો તમારે અવશ્ય જવું જ હોય તો મને પણ તમારી સાથે લઈ જાઓ; કારણકે દેવમંદિર ક્યાંય પણ દેવની મૂર્તિ વિનાનું હોતું નથી. તે સાંભળી મેં કહ્યું-તું રાજાના આધીનમાં છો માટે એની રજા લે; કારણકે સામાન્ય માણસના કબજામાં હોય તેવી વસ્તુ ન લેવાય, તો પછી એક રાજાના કબજામાં હોય તેની તો વાત જ શી કરવી ? એ પરથી એણે રાજમંદિરે જઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે મારે આપનું આપેલ ત્રીજું વર માગવાનો અવસર આવ્યો છે માટે એ આપો. રાજાએ હા જ કહી. કેમકે હે અભયકુમાર ! તારા પિતા કદિ પણ અન્યાય કરે એવા નથી. એ પરથી મગધસેનાએ કહ્યું–મારા સ્વામીનાથને હવે પોતાને વતન પાછા ફરવાની ઈચ્છા થઈ છે. માટે આપ આજ્ઞા આપો કે હું પણ એની સંગાથે જાઉં, મારા જેવી એક વેશ્યા હવે એક કુલીન જનની સ્ત્રી થઈ રહે છે તે શું ખોટું છે ? રાજાએ પણ એને જવાની અનુજ્ઞા આપી; કારણકે એકવાર વરદાન કર્યું હોય તે ઉચિત હોય કે અનુચિત હોય પણ તે પાછું ખેંચી 0 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ લેવાતું નથી-પાળવું જ પડે છે. પછી વાહનાદિ વિવિધ સામગ્રી તૈયાર કરીને નવપરિણીત કુળવધુની જેમ તે મારી સાથે ચાલી. રસ્તે નાનાં ગામડાં-શહેર-નગર આદિ જોતાં ખુશી થતાં અમે ઉજ્જયિની પહોંચ્યા. ત્યાં મેં એને નવી પરણી લાવેલી સ્ત્રીની જેમ મુહૂર્તના કારણે સપરિવાર નગર બહાર રાખી. મારી સ્ત્રીને મળવા માટે અત્યંત ઉત્સુકતા હતી છતાં મગધસેનાના કહેવાથી શંકા ઉત્પન્ન થઈ એટલે હું પછી હાથમાં ખડગ લઈને એકલો જ મારે ઘેર ગયો. તો ત્યાં રાત્રે મેં મારી પત્નીને કોઈ પુરુષની સાથે એક જ શય્યામાં સૂતેલી દીઠી. એ જોઈ મને ક્રોધ ચઢ્યો; અથવા તો જે માણસ પોતાની પત્નીને અન્ય પુરુષની સાથે વાત કરતી જોઈ સહન કરી શકતો નથી તે આવો બનાવ બનતો જોઈ ક્યાંથી સહન કરી શકે ? તેથી મેં તો તત્ક્ષણા મ્યાનમાંથી ખડગ બહાર કાઢીને દયા લાવ્યા વિના પેલા પુરુષનું મસ્તક છેદી નાંખ્યું. ખરેખર પ્રાણીને ક્રોધ ચઢે છે ત્યારે એનામાં અને યમરાજામાં કંઈ ફેર રહેતો નથી. પછી “હવે એ પાપિષ્ઠ સ્ત્રી શું કરે છે.” તે જોવાના ઈરાદાથી હું, દિવસના ભાગમાં ઘુવડપક્ષી સંતાઈ રહે છે એમ એટલામાં અંધારામાં સંતાઈ ગયો. એટલામાં પેલા પુરુષના શરીરમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું તેના સ્પર્શથી તત્ક્ષણ દુષ્ટતાની વેલી જેવી મારી સ્ત્રી જાગી ઊઠી. તો પોતાના પ્રિયજનનો શિરચ્છેદ થયેલો જોઈ એને બહુ ખેદ થયો દેખાયો; સોનું ખોવાઈ જવાથી એક ઉંદરડીને થાય તેમ. પણ એ વાતની કોઈને ખબર ન પડે માટે એણે એક સીત્કાર સુદ્ધાં ન કર્યો. અથવા તો જ્યારે કોઈ ધુતારો પોતે જ છેતરાય છે ત્યારે તે હંમેશા નાસી જ જાય છે. એણે ચૌદિશ જોયું કે આસપાસ કોઈ નથી એટલે પેલા મૃતકને એક ખાડો. ખોદીને તેમાં દાટી દીધું, ઉપર ધુળ નાખી ખાડો પૂરી દીધો અને લોહીથી ખરડાયલી ભૂમિ છાણથી લીંપી કાઢી. પછી એ દુષ્ટા પાછી સૂઈ ગઈ; પણ ઘડીક પેલાં ખરી નિદ્રા લઈને ઊઠેલી એ સ્ત્રીને ફરી નિદ્રા આવશ્યકતા વિનાની હતી. હું તો મારી સ્ત્રીનું આવા પ્રકારનું ચેષ્ટિત જોઈ બહુ વિસ્મય પામ્યો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) Page #101 -------------------------------------------------------------------------- ________________ અને ચિંતવવા લાગ્યો કે-ખરેખર ! ભુજંગીની જેમ આ સ્ત્રીઓની ગતિ પણ કુટિલ એટલે વાંકી ચુકી છે. સકળ સ્ત્રી જાતિને શસ્ત્રની-અગ્નિનીવિષની-વાઘની-સર્પની-વીંછીની-વેતાળની-ભૂતની અને પ્રેતની, ઉપમા આપી શકાય. અથવા તો આ ઉપર કહ્યાં તે તો, એમની સામે થઈએ તો જ આપણને મારે છે; અન્યથા નથી મારતા; પણ આ સ્ત્રી જાતિ તો આપણે એને પ્રતિકૂળ રહીએ કે અનુકૂળ રહીએ તો પણ આપણો વિનાશ કરે છે. અનેક શાસ્ત્રો આદિ જાણ્યા છતાં મારી સ્ત્રીનું હૃદય હું પારખી શક્યો નહીં; અથવા પાતાળ કુવાનો તાગ કોણ લાવી શકે છે ? ઘણું બધું જોયેલું હોય એવો પુરુષ પણ નારી જાતિનું હદય જાણી શકતો નથી; કારણકે આકાશ પ્રદેશનું અંતર કોણ દેખી શકે છે ? ઊંચા ગૌત્રમાં જન્મેલી, શમ્બરથી પોષાતી અને તટપ્રદેશના મધ્યમાં રહેલી" એવી પણ સ્ત્રી જાતિ નદીની પેઠે નીચ તરફ વળનારી છે. નારી જનની મનોવૃત્તિ પવન કરતાં પણ ચપળ છે; કારણકે પવનને તો ધમણથી પણ કબજામાં રાખી શકાય છે પણ સ્ત્રીને કોઈ પ્રકારે રાખી. શકાતી નથી. અત્યંત જડના સંગને લીધે, કુત્સિત માર્ગે પ્રવૃત્ત થયેલી સ્ત્રી નદીની જેમ બંને કુળનો નાશ કરે છે. ઉત્તમ કુળમાં જન્મેલી, મેં વારંવાર પ્રશંસેલી અને મારા પિતાએ મને પરણાવેલી એવી છતાં પણ હા ! આ આવી નીચ નીવડી; તો પછી વેશ્યાને વિષે તો વિશ્વાસ જ કેમ કરાય ? પુત્ર પણ જ્યારે પોતાનો નથી, ત્યારે અન્ય જનની તો વાત જ શી કરવી ? ત્યારે અનેક જાર પુરુષોએ સેવેલી આ વેશ્યા પણ મારા ૧. સાપણ-નાગણી. ૨. મધ્યભાગ-અનંદરનો ભાગ. ૩-૪-૫-૬ આ ચારે વિશેષણો સ્ત્રી અને નદી બંનેને સંબોધીને કહેલાં છે. સ્ત્રીના સંબંધમાં (૩) કુળ: (૪) દ્રવ્યથી પોષાતી; (૫) આકાશમાં રાખી હોય તો યે; (૬) નીચદુષ્ટપ્રવૃત્તિ. નદીના સંબંધમાં ૩. પર્વત; ૪. મેઘનું જળ; ૫. બે કાંઠાના મધ્યમાં રહેલી; ૬. નીચાણ ઢાળ. ૭-૮-૯ સ્ત્રીના સંબંધમાં, (૧) અજ્ઞાન; (૨) દુષ્ટ માર્ગે; (૩) શ્વશૂરનું અને તાતનું એમ બંને કુળ નદીના સંબંધમાં, ૧. જળ; ૨. આડે અવળે વાંકે માર્ગે ૩. બંને કાંઠા-તીર. ૯૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #102 -------------------------------------------------------------------------- ________________ ગૃહને વિષે ક્યાં સુધી રહેવાની ? કારણકે સ્વચ્છંદપણે રહેલાને પરતંતા ગોઠતી જ નથી. માટે રોગના જેવા દારૂણ આ ભોગ મારે ન જોઈએ. તેથી આ વેશ્યાને એને ઘેર મૂકી આવીને હું મારું સાચું કાર્ય સિદ્ધ કરું. (યોનયમુનિ અભયકુમારને કહે છે) આ પ્રમાણે ચિંતવન કરતો હું ઘરમાંથી ગુપ્તપણે નીકળી, મગધસેના નગર બહાર બગીચામાં બેઠી હતી ત્યાં જઈ કહેવા લાગ્યો “તેં ભવિષ્ય ભાખ્યું હતું તે પ્રમાણે મારી સ્ત્રી કુલટા ઠરી. ખરું છે કે સ્ત્રીઓનો સ્વભાવ સ્ત્રીઓ જ જાણે છે. માટે ચાલ આપણે રાજગૃહે પાછા જઈએ. વિષની ખાતરી થયા પછી એની પાસે કોણ ઊભું રહે ? મગધસેનાએ હા કહી એટલે અમે તત્ક્ષણ પાછા વળી નીકળ્યા; પાટીવાળો મજુર બોજો મૂકીને તુરત પાછો ચાલ્યો જાય છે તેમ. અમે પાછાવળી રાજગૃહ આવ્યા અને ત્યાં હું શ્રદ્ધા વિના પણ એ વેશ્યાના ઘરમાં રહ્યો; કારણકે એકદમ બંધન તોડી નાખવું અશક્ય છે. એના જેવી અનેક કળાઓમાં પ્રવીણ વારાંગનાના સહવાસમાં મેં કેટલાક દિવસ તો નિર્ગમન કર્યા.” પણ એક દિવસ મેં એને કહ્યું-હે મૃગનયની ! મારે ઉજ્જયિની જવું છે. તો જવાની હા કહે. એ સાંભળી એણે કહ્યું-હે નાથ ! આમ જા આવ શું કરો છો ? વણકર પોતાના કાટલાંને ફેંકે છે અને પાછું લાવે છે એમ નિરંતર કર્યા કરે છે તેની પેઠે તમે પણ ક્યાંથી શીખ્યા ? હે સ્વામિ ! તમે ત્યાં ન જાઓ તો શું બગડી જવાનું છે ? તમારી વ્હાલીના આચરણ શું એક ઘડીમાં જ તમે ભૂલી ગયા ? મેં કહ્યું-પ્રિયે ! તું કહે છે તે સત્ય છે, પરંતુ આપણે ત્યાં ગયા હતા તે રાત્રે મારા માતપિતાને પણ હું મળ્યો નહોતો એઓ મારા વિયોગને લીધે અતિકષ્ટ સહન કરતા હશે. જળ નથી છંટાતું તો વેલા પણ સૂકાઈ જાય છે. બુધના ગ્રહની જેમ જેને પિતાની સાથે હંમેશાં મળવાનું બનતું નથી એવા પુત્રને કુપુત્ર સમજવો; અને એ ચોરની જેમ અસ્પૃહણીય છે. વળી જે માતપિતાના ચરણમાં નમન કરતો નથી તે પુત્રથી માતપિતા પુત્રવાળા નથી જ કહેવાતા. એમની આઠે પહોર સુધી ભક્તિ કરવાનો જેને પ્રસંગ મળતો નથી એવો પુત્ર હોય તે ન હોવા જેવો છે, એવાએ તો માતાનું નિષ્ફળ જ યૌવન હર્યું કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ માટે મને રાજી થઈને રજા આપ કે હું જઈને મારા માતપિતાને સધ મળે. કેમકે મહાભાગ્યશાળીને જ વડીલની સેવા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. મારાં આવા અસરકારક વચનોથી પીગળીને એણે કહ્યું હે સ્વામીનાથ ! જો એમ છે તો તમે ભલે જાવ; સુખે સમાધિએ ઘેર પહોંચો. પણ પાછા આવજો સત્વર. કેમકે જળ વિના મત્સ્ય રહી શકતું નથી તેમ, મારું તમારા વિના થશે. મેં કહ્યું-હે પ્રિયે ! એમ કેમ કહે છે ? મારી પણ તારા વિના એવી જ સ્થિતિ કલ્પજે. જો, ચંદ્ર અને ચંદ્રિકાની પ્રીતિ પણ અરસપરસ સાધારણ છે. માટે હું સધ પાછો ફરીશ, હૃદયમાં જરા પણ અવિશ્વાસ રાખીશ નહીં. કલહંસ દૂર ગયો હોય ત્યાંથી પાછો કમલિની પાસે શું નથી આવતો ? આવાં અમૃતરસ જેવાં મધુર વાક્યો વડે વેશ્યાને સારી રીતે સમજાવીને રજા લઈ નીકળી બંદિખાનામાંથી નાસી છૂટ્યો હોઉં એમ ઉતાવળે પગલે ઉજ્જયિની ભેગો થયો. - ઘેર જઈ વિયોગાગ્નિથી પીડાતા મારા માતપિતાને મારા સંયોગરૂપી શીતળજળથી ઠાર્યા. પછી એમની આજ્ઞા લઈ મારી સ્ત્રી પાસે ગયો; અને પહેલાંની પેઠે કંઈ જાણતો જ ન હોઉં એમ અજાણ્યો થઈને રહ્યો. ધૂતારીએ પણ મારી સાથે પહેલાના જેવું વર્તન રાખ્યું. આમ અમે બંને ધૂતારે ધૂતારા ભેગા મળ્યા. પછી ભોજન સમય થયો એટલે એણે બનાવી રાખેલા ઘેબરમાંથી એક પેલા ખાડા પાસે મૂક્યું અને પછી શેષજનોને ભોજનાદિ પીરસ્યું. માટીના ઢગલા નીચે રહેલા એના પ્રિયજનની તરફ એની અધાપિ આવી ભક્તિ જોઈ મને તો બહુ જ આશ્ચર્ય થયું. પણ એણે તો રોજ નિઃશંક ચિત્તે એમજ કરવું શરૂ રાખ્યું. કારણકે એવા કાર્યમાં પાસ થયેલા પાત્રોને લાજ કે ભય હોતો નથી. એકદા તો પૂરેપૂરી ખાત્રી કરવા માટે મેં એને કહ્યું-આજે તો સાકર નાખીને પાતળા નાના નાના ઘેબર બનાવ. શ્રાદ્ધ પર જેવી બ્રાહ્મણને પ્રીતિ હોય છે તેવી મારે આ ઘેબર ઉપર છે. વળી હે પ્રિયે ! મારા જમ્યા પહેલાં તારે એમાંથી કોઈને પણ આપવું નહીં. મારાં એ વચન સાંભળીને કપટ નાટકની આચાર્યા-મારી સ્ત્રી પોતાના ઉત્તમ ભક્તિભાવનો અભિનય કરતી કહેવા લાગી-હે સ્વામીનાથ ! એમ કેમ કહેવું પડે છે ? પ્રિયનાથ ! શું મારે આપના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૯૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ સિવાય બીજું કોઈ પ્રિયજન છે ? પદ્મિનીને સૂર્ય સિવાય અન્ય કોઈ પ્રિય છે ? અન્ય કોઈને કાંઈ આપું છું તે આપને ભોજન કરાવ્યા પછી જ આપું છું; કારણકે પહેલું આતિથ્ય વડીલનું કરવાનું કહ્યું છે, અને નારીને પતિ એજ વડીલ છે. તો પણ આર્યપુત્રે આપનો અભિપ્રાય જણાવ્યો તે બહુ સારું કર્યું; કેમકે, નહીં તો અજાણપણે ભૂલ થઈ જવાનો સંભવ રહે છે. પછી ઘેબર બનાવી રહ્યા પછી મારાં ચરણ પખાળી મને બેસવાને માટે વિશાળ આસન આપી મારી સમક્ષ થાળ મૂક્યો. પછી એ નિર્લજજ સ્ત્રીએ પેલા ખોદેલાની ઉપર અતિઆદર પૂર્વક સાક્ષાત્ પોતાનું હૃદય હોય નહીં એવો ઘેબર મૂકીને બાકી રહેલા મને પીરસવાને મારી પાસે લાવીને મૂક્યા. એની એવી આશ્ચર્યકારક દુષ્ટતા જોઈને મેં કહ્યું-શું હજુ પણ- ? પણ એટલામાં તો તે બોલી ઊઠી તારે શું કહેવું છે ? મેં કહ્યું-હે કલંકિની ! આ તારો બાપ... આ સાંભળી અતિશય ક્રોધથી ધમધમતી તેણે મને ડરાવવા માટે લલાટમાં ભ્રકુટી ચઢાવીને ને તેનાં નેત્ર અને શરીર લાલચોળ થઈ ગયાં તે જાણે તેના ઉપપતિ ઉપરના રાગને લીધે જ હોય નહીં ! તેના અંગોપાંગમાં થરથરાટ છુટ્યો અને તે ઉતરી ગયેલ હાંલ્લાંની જેમ અતિશય કંપવા લાગી. તો પણ મને મ્હેણું માર્યું કે-રે દુષ્ટ ! મારા પ્રિયજનનો તેં ઘાત કર્યો છે તો તેનું વેર હું આજે લઈશ. બીજાં પણ અનેક કટુ વચનો મને કહ્યાં. કારણકે “નાચવા ઊભા થયા પછી ઘુંઘટો શો કાઢે ?” પછી તો અત્યંત તપી ગયેલા ઘીથી ભરેલી લાલચોળ કડછી લઈને મારી સામે દોડી તે જાણે યમરાજાની સેવિકા હોય નહીં ! એનું રાક્ષસસ્વરૂપ જોઈને ભય પામી હું તો ત્યાંથી નાઠો પણ નાસતાં નાસતાં દ્વાર પાસે પહોંચ્યો નહીં ત્યાં તો તે દુષ્ટા પણ આવી પહોંચી, લોભપ્રકૃતિ જેમ સૂક્ષ્મસંપરાય ગુણઠાણે રહેલા મુનિની પાસે આવે છે તેમ. તુરત જ એણે તે કડછી મારી ઉપર ૧. મોક્ષમહેલે ચઢવાના શાસ્ત્રોક્ત ચૌદ ગુણઠાણા (ગુણસ્થાન) રૂપ ઉત્તરોત્તર ચઢતા ચઢતા ક્રમ (પગથીયા)માંનું આ ‘સૂક્ષ્મસંપરાય' અથવા ‘સૂક્ષ્મલોભ' નામનું દશમું છે. આ ગુણસ્થાને મુનિને હજું સૂક્ષ્મલોભનો અંશ ઉદયભાવથી હોય જ છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ ફેંકી; પણ આવી રૂડી (?) સ્ત્રી મળી હોય ત્યાં શી સારાવાટ હોય ? અડધા દાઝેલે શરીરે મહાકપ્ટે મારા તાતને ઘેર પહોંચ્યો; અથવા તો મરણ પથારીએ પડેલાએ સંજીવનીનું સ્મરણ કરવું જોઈએ. મારી માતા પણ અન્ય સર્વ કામકાજ પડતા મૂકી મારી સારવાર કરવા લાગી; જેમ એક માળી પોતાના બગીચાની સારવાર કરે છે તેમ. એ મારી માતાની કૃપાથી જ હું સારો થયો. જેમના માતપિતા ચિરકાળ પર્યન્ત હયાત હોય છે એમને ખરેખર ભાગ્યશાળી સમજવા. સારા થયા પછી મેં વિચાર્યું કે સ્ત્રી કુમાર્ગે જાય એને “તર્જના કરવી” એ સિવાય અન્ય કોઈ શિક્ષા નથી. કુળને દુષણ દેનારી કુલટાનો પંઢ અને ભાંડની પેઠે ત્યાગ કરવો કહ્યો છે. કારણકે ગાડર સળગ્યું હોય એને દૂર રાખવું જ સલામતી ભરેલું છે. માટે આવી આવી પીડાઓવાળા ગૃહસ્થાશ્રમથી ચાલી નીકળવું સારું છે. અથવા તો મધપાનને વિષે બીજું શું હોય ? કંઈ અસાધારણતાવિચિત્રતા જ હોય. વળી જો ગૃહવાસને વિષે સુખ હોત તો તો જિનેશ્વરો, ચક્રવર્તીઓ કે વાસુદેવો એને લીલામાત્રમાં ત્યજી દેત નહીં. પછી મેં મારા બંધુવર્ગને બોલાવી મારા હૃદયનો ભાવ એમને જણાવી વ્રત ગ્રહણ કર્યું; ને સર્વ ઉપાધિને દાબી દીધી. (યોનયમુનિ અભયકુમારને કહે છે) હે મહાભાગ કુમાર ! આ મેં પૂર્વે અનુભવેલો ભય મને આજે સાંભરી આવ્યો કારણકે પૂર્વે અનુભવેલી વસ્તુઓ ક્યારેક ક્યારેક કોઈવાર સાંભરી આવે છે ખરી. એ મુનિનું આવું કથન સાંભળી અભયકુમારે વિસ્મય પામી વારેવારે માથું ધુણાવતાં કહ્યું-હે મુનીશ્વર ! ગૃહવાસ આપે કહ્યો તેવો જ પ્રાયઃ હોય છે; તોયે એ પ્રાણીઓને બહુ પ્રિય છે. કારણકે તેનું સ્વરૂપ જાણતાં છતાં પણ જેમ મધપાનની ટેવવાળા એને વિષે રચ્યા પચ્યા રહે છે તેમ, અમારા જેવા નિરંતર એ ગૃહવાસને વિષે રક્ત થઈ બેઠા છે. એનું સ્વરૂપ ન જાણનારા એમાં લોભાય એ વિચિત્રતા નથી. કારણકે પતંગોને તો દીપકને વિષે પડતા આપણે કાયમ જોઈએ છીએ. તમે જ ખરા સત્ત્વવાન છો કે ચારિત્ર અંગીકાર કર્યું. કારણકે ઘોર રણને વિષે જેવા તેવાથી પ્રવેશ થઈ શકતો નથી. તમારા જેવા પુણ્યવાનોને ધન્ય છે કે મોક્ષનો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૯૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ માર્ગ સ્વીકાર્યો છે, કારણકે દુર્માર્ગે ચાલનાર સર્વ કોઈ અધોલોકમાં જાય છે. તમે દીક્ષા લીધી તેથી તમે જ તત્ત્વને ઓળખ્યું છે એમ કહેવાય. અથવા તો અતિ કઠિન એવી ત્રયાશ માત્રા નો અવબોધ કોઈક ભાગ્યશાળીને જ થાય છે. મુનિની સાથે આ પ્રમાણે ધર્મચર્ચા કરતા રાત્રિ જતી રહી (પૂરી થઈ.) અથવા તો અંધકારથી કલુષિત થયેલાઓને ધર્મચર્ચા રચતી નથી. મારા જેવો જ્યોતિરૂપ કલાનિધિ વિદ્યમાન છતાં રાજપુત્રને હાર ન જ જડ્યો માટે મને ધિક્કાર છે ! એમ ખેદ કરતો ચંદ્રમા પણ અસ્ત પામ્યો. વળી નક્ષત્રો પણ એક પછી એક ઝાંખા થવા લાગ્યા. કારણકે વૃદ્ધ એટલે મોટેરાના જવા પછી શેષ જે નાનેરા રહે છે તે ગ્રહોની પેઠે કદિ સ્કુરાયમાન થતા નથી. પછી વિદ્ગમ એટલે પરવાળાના જેવી લાલ કાંતિવાળી સંધ્યા ઉદય પામી વિરાજવા લાગી; જાણે પોતાના પ્રિય સૂર્યદેવના આગમનને લઈને કસુંબાના વસ્ત્રો પહેરીને તૈયાર થઈ રહી હોય નહીં એમ. આ વખતે સ્વસ્થાને જવાને તૈયાર થયેલો અભયકુમાર મુનિઓને વંદન કરી ઊભો થયો. અથવા તો ધર્મનીતિ પણ કોઈ વખત રાજનીતિની સમાન હોય છે. ઉત્તમ મંત્રો જેવા પવિત્ર સાધુઓના આવાં આવાં ચરિત્રોનું ચિંતવન કરતો તે જેવો વસતિની બહાર નીકળ્યો તેવો જ સૂરિમહારાજાના કંઠપ્રદેશને વિષે રહેલો હાર એની દષ્ટિએ પડ્યો. એને એ વખતે અત્યંત હર્ષ થયો. જેના ગુમ થવાથી તેની જિંદગી સંશયમાં આવી પડી હતી તે (વસ્તુ)ની પુનઃ પ્રાપ્તિથી એને આનંદ કેમ ન થાય ? (થવો જ જોઈએ.) એ હારને માટે એણે સાત સાત દિવસ સુધી અનેક ઉપાયો યોજ્યા હતા છતાં વંધ્યાપુત્રની જેમ એની ક્યાંય ભાળ લાગી નહોતી. પણ આજે કયાંથી વિના ઉપાયે મળી ગયો. ખરું જ કહ્યું છે કે ઉદ્યોગ નથી ફળતો; સમય જ ફળે છે. અહો ! ઉત્તમ મુનિઓની કોઈ અસાધારણ નિર્લોભતા હોય છે. આકાશની સ્ફટિકમણિના જેવી સ્વચ્છતા ક્યાં દષ્ટિગોચર થાય ? આવો હાર જોઈને અન્ય કોણ જવા દે ? સ્વાદિષ્ટ ફળ કોણ મુખને વિષે ન મૂકતાં, પાછું ઠેલે છે ? સકળ જગતને વિષે દેવ, દાનવ, મનુષ્ય કે પશુઅભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) Page #107 -------------------------------------------------------------------------- ________________ એમાંથી કોઈ આ મુનિ સમાન નથી, કે જેઓને કંચન કે કામિની-કોઈને વિષે મોહ નથી. કેમકે એમને પરિગ્રહ આદિ સંજ્ઞાનો ભવે ભવે અભ્યાસ થયો છે. એમને ધનનો લોભ નથી માટે એમને ધન્ય છે, એઓ પુણ્યવાના છે, પવિત્રતાના હેતુ છે અને પૃથ્વીના ભૂષણરૂપ છે. અથવા તો એમના મનથી મહેલ તો અનેક પર્ણ કુટીનો સમુદાય છે, લાવણ્યવતી સ્ત્રીઓ શણગારેલી પુતળીઓ છે, સુંદરવર્ણવાળું સુવર્ણ તૃણ સમાન છે, મુક્તાફળનો હાર વમન કરેલા આહાર જેવો છે, મુકુટ મૃત દેહની ખોપરી જેવો છે, અને સર્પના ગુંછળા જેવા સુવર્ણ કુંડળો દોરડાના ગુંછળા જ છે ! આવા મુનિજનો કેમ વંદનીક ન હોય ? નિઃસ્પૃહતાવાળો સામાન્ય માણસ પણ લોકોને વિષે આદર પામે છે. મને ધન્ય છે ! મેં પૂરાં પુણ્ય કર્યા હશે કે આજે મને આવા મહાત્મા મુનિઓની ઉપાસના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ! આ હાર પ્રાપ્તા થયો તે આ સાધુ-મુનિઓની સેવારૂપ ધર્મનું જ આનુષંગિક ફળ છે. હું તો એમજ સમજું છું કે શિષ્યો “ભય”, “મહાભય” આદિ બોલ્યા હતા તે આ હાર જોઈને સૂચના આપવા માટે જ બોલ્યા હતા. કારણકે દ્રવ્યનો સ્પર્શ એમને વ્યાજબી રીતે ભયનું કારણ છે. સર્વદા અસદ્ આચરણથી દૂર રહેતા, શુદ્ધ આત્મભાવને વિષે રમણ કરતા અને સમગ્ર ક્રિયાકાંડમાં દઢ એવા જિનકલ્પી આચાર્ય જે શિષ્યોના ગુરુ છે એ શિષ્યો આવા હોય એ યુક્ત જ છે. કારણકે શક્તિવાન સ્વામીના સેવકો કદી શક્તિહીન હોય નહીં. પછી ભવ્ય પ્રાણીઓના તારણહાર એવા સુસ્થિત આચાર્યને પરમ ભક્તિ સહિત વંદના કરી એમના કંઠમાંથી સકળ રાજ્યની સમસ્ત લક્ષ્મી જેટલો મૂલ્યવાન હાર અભયકુમારે લઈ લીધો. અને તે લઈ જઈને એણે શ્રેણિકરાજાને, જાણે તેના બીજા પ્રાણ હોય નહીં એમ અર્પણ કર્યો. તેથી તેને અત્યંત સંતોષ થયો; કેમકે નવી વસ્તુની પ્રાપ્તિથી જેટલો હર્ષ થાય છે તેથી સવિશેષ, ખોવાયલી વસ્તુ હાથ આવવાથી થાય છે. એણે પછી એ ચેલણાને મોકલાવ્યો કેમકે વિવેકી માણસો પોતાના પ્રિયજનોને આનંદ પમાડવામાં લેશમાત્ર વિલંબ કરતા નથી. વળી એણે અભયકુમારને કહ્યું ૯૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #108 -------------------------------------------------------------------------- ________________ હે વત્સ અભય ! તું ખરે બુદ્ધિનો ભંડાર છો, તું અત્યારે સર્વ અમાત્યોનો શિરોમણિ નીવડ્યો છે. તારી માતાએ તને જ જન્મ આપ્યો છે અને અગત્ય ઋષિની જેમ સર્વ કળાઓના સમૂહરૂપી મહાસાગરનું તે જ પાના કર્યું છે. કારણકે જેને કોઈ સંભારતું પણ નહોતું એ હાર તું શોધી લાવ્યો; જેમ ચૂડામણિ ગ્રંથનો જાણનાર ખોવાયલી વસ્તુને શોધી આપે છે તેમ. આ પ્રમાણે બહુ બહુ પ્રશંસા કરીને પિતાએ પુત્ર પર કૃપાનો વરસાદ વરસાવ્યો; અથવા તો ક્યો પંડિત પુરુષ પુત્રના આવા પરાક્રમ પર કળશ ન ચઢાવે ? વળી “જ્યાં સુધી ચંદ્રમા, સૂર્ય, પર્વતો, પૃથ્વી અને સમુદ્રો હયાતી ભોગવે ત્યાં સુધી પ્રજાના સર્વ માનવાંછિતને પૂર્ણ કરતો તું ચિરંજીવી રહે.” એવો આશીર્વાદ આપીને ચેલ્લણા રાણીએ પણ પુત્ર પર કૃપા દર્શાવી તે પણ જાણે એના ઉત્કૃષ્ટ પરાક્રમ પર ધ્વજાનું આરોપણ કર્યું. (ધ્વજા ચઢાવી) ! શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો સાતમો સર્ગ સમાપ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો) GG Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્ગ આઠમો. આ પૃથ્વી ઉપર માલવ (માળવા) નામનો પ્રખ્યાત દેશ છે. ધાન્યની મોટી નીપજને લીધે તેનું “શોભન” એવું નામ પડેલું છે; અને તેનું અઢારલાખ બાણું હજાર પ્રમાણ કહેવાય છે. અતિ સમર્થપણાને લીધે વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવા માટે મળવાથી અને ગોલમના બહુ સારા પાકને લીધે પૂરતો ખોરાક ખાવા માટે મળવાથી દીનજનો પણ ત્યાં સુખી હતાં. અથવા પહેરવાને વસ્ત્ર અને ખાવાને અન-એ બે વસ્તુ જ ખરેખર જરૂરની છે. ઊંચા ઉછળતા મોજાંઓના સમૂહને લીધે ભયાનક દેખાતાપોતાના વૈરી-જળના ગંજાવર જથ્થાથી ભરેલી નદીઓને જ જાણે જોઈને અત્યંત ભય પામ્યો હોય એમ દુષ્કાળ તો ત્યાં કદિ આવતો જ નહીં. ત્યાં ઉજ્જયિની નામે એક મહાપુર છે. કારણકે જેની આગળ અવર શાંત થઈ નમી પડે તે જ મહાપુર. આ ઉજ્જયિની નગરી માલવગતા છતાં ત્યાં લક્ષ્મી અનર્ગળ હતી; અને ચિત્રને વિષે એક રૂપયુક્ત છતાં તે વિચિત્ર રૂપવાળી હતી. શેવાળ રૂપી નીલવસ્ટવાળી, નાદકરતા ચક્રવાક-પક્ષીઓરૂપી નૂપુરવાળી, અતિશય ધનરસને લીધે આÁ છે મધ્યભાગ જેનો એવી, વિસ્તારવાળા તરંગરૂપી ભૂજાવાળી, કમળમુખી સિખાનદી એની (એ નગરીની) એક સખી જ હોય નહીં એમ એનું સામીપ્ય મુક્તિ જ નથી (સમીપમાં જ-પાસે થઈને વહે છે.) વળી લક્ષને વિષે છે એક દષ્ટિ જેની ૧. “પુર” શબ્દના (૧) “પુરી-નગરી’ અને (૨) “બુદ્ધિ' એ બે અર્થ ઉપર અહીં કવિએ શ્લેષ રચ્યો છે. ૨. અવર=(૧) અન્ય નગરી; (૨) અન્યબુદ્ધિ. ૩. મા લક્ષ્મી; લવ અલ્પતા. માલવગતા લક્ષ્મીની અલ્પતાવાળી નિર્ધન જેવી. “નિર્ધન જેવી છતાં અનર્ગળ દ્રવ્યવાળી” એ વિરોધ. પણ “માલવગતા”નો “માળવા દેશમાં આવેલી” એવો અર્થ લઈને વિરોધ શમાવવો. (વિરોધાભાસ અલંકાર.) ૪. સખીપક્ષે ઘન-ઘટ્ટ; રસ શરીરમાં રહેલો “રસ' નામનો પ્રવાહી પદાર્થ; આÁનરમ, પોચું; મધ્ય કટિપ્રદેશ. નદીપક્ષે ઘનરસ અગાધ જળ; આદ્ગભીનો, નિરંતર જળવાળો; મધ્યભાગ. ૫. (૧) કમળ સમાન છે મુખ જેનું એવી સખી; (૨) કમળોરૂપી મુખોવાળી નદી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ એવા ધીવરરૂપી રાજહંસોવાળી; પાઠીન, હરિ, અને સારસના ભોગરૂપ પદ્મ (પદ્મા) વાળી તથા નાના પ્રકારની મોટી ઉર્મિઓ સુંદર રચનાવાળી એ સિખાનદી જાણે ઉજ્જયિની નગરી જ હોય નહીં એમાં શોભી રહી છે. એ નગરીમાં ચંડપ્રદ્યોત નામે પ્રચંડ રાજા રાજ્ય કરતો હતો. એને નમન કરતા અનેક રાજાઓના મુકુટમાં વિરાજતા મણિઓના કિરણો એના ચરણકમળનું ચુંબન કરી રહ્યા હતા. દૈવીખગ અને ધનુષ્ય થકી ઉછળતા સંખ્યાબદ્ધ બાણોને લીધે ભયંકર એવું રણક્ષેત્ર જોઈને જ એની આગળ એના વૈરિઓનો સર્વ ગર્વ ગળી જતો અને એઓ મુખને વિષે આંગળીઓ નાખીને એની પાસે પ્રાણનું દાન (અભયદાન) માગતા. - આ ચંડપ્રદ્યોત રાજામાં અન્યરાજાઓ કરતાં કંઈ પણ અધિક નહોતું. કારણકે એ જેમ બીજા રાજાઓ પાસેથી કર લેતો તેમ પાછો પોતાનો કર પણ તેમને પાછળથી આપતો. એકદા એ પ્રદ્યોત રાજાએ રાજગૃહી નગરીને ઘેરો ઘાલી જીતી લેવાના ઈરાદાથી ચૌદ રાજાઓને સાથે લઈ ઉજ્જયિનીથી પ્રયાણ કર્યું (ચાલ્યો) કારણકે વિજયની ઈચ્છા એ રાજાઓનું ભૂષણ છે. મોટી મોટી છલંગો મારવાથી ઉછળી રહેલી કાયાવાળા, સ્કંધની બંને બાજુએ આવી રહેલા સુંદર કેશયાળરૂપી પાંખોવાળા તુરંગમો એટલે અશ્વો પણ એની સાથે સપાટાબંધ કુદતા ઠેકતા ચાલવા લાગ્યા-તે જાણે સૂર્યના અશ્વોને જઈ મળવાને કટિબદ્ધ થઈ ચાલી નીકળ્યા હોય નહીં! વળી ઘંટડીઓના ત્રણ ટણ કરતા નાદથી આકાશ અને પૃથ્વી બંનેને બ્લેરા કરી મૂકતા, શિખર ભાગ પર આવી રહેલા સુર્વણના કુંભા અને દંડવાળા, આકાશ સુધી પહોંચતા અને અત્યંત તીવ્રગતિવાળા રથો. ચાલી નીકળ્યા તે જાણે દેવતાઓના જંગમ ગૃહો જ હોય નહીં ! પુષ્કળ ૧. મચ્છીમાર. ૨. નંદીપક્ષે પાઠીન (મસ્ય), હરિ (દેડકાં) અને સારસા પક્ષીઓના ભોગ-ભક્ષ્યરૂપ છે પબ્રો-કમળો જેનાં એવી; નગરીપક્ષે પાઠીન (નિત્ય કથા કરનારા પુરાણીઓ), હરી (અશ્વો) અને સારસ ભોગ (ચન્દ્રિકાની મોજ) એ બધાં છે. પદ્મા=શોભારૂપ જેનાં એવી. ૩. ઉર્મિ=મોજાં, તરંગ; (૨) ગાય. ૪. કરકરાજાઓ કર લે છે તે; (૨) હસ્ત-સહાય. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ સિંદુથી વિલિત કુંભસ્થળવાળા, અને તમાલપત્ર જેવા કૃષ્ણ શરીરવાળા હસ્તિઓ પણ રાજાની સાથે ચાલ્યા તે જાણે ઈન્દ્રમહારાજાએ પોતાના જ વાહનો જે-મેઘ-તેમને વિદ્યુત (વીજળી) સહવર્તમાન એને ત્યાં મોકલાવ્યા હોય નહીં ! ખગ-ધનુષ્ય-બાણ આદિ નાના પ્રકારના શસ્ત્રો ઉછાળતા એ રાજાના પાયદળને જોઈને જાણે યમરાજા “લોકોનો સંહાર કરતા મારા જેવાના પણ એઓ કદાચિત પ્રાણ લેશે.” એવા ભયથી જ જાણે અદશ્ય થઈ ગયો હોય નહીં ! અશ્વસૈન્ય તો તીક્ષ્ણ ખરીઓવડે પથ્થરવાળી ભૂમિમાં રહેલા શલ્યોને સમૂળ ખોદી કાઢ્યા તે જાણે ત્યાં ચક્રની અત્યંત તીક્ષ્ણ ધારવાળા રથોને તે ભૂમિને હળોવડે ખેડી હોય નહીં ! અશ્વોની પાછળ મંડૂકની જેમ પગલાં મૂકતા હસ્તિઓ ચાલતા હતા તેમના ગંડસ્થળમાંથી પુષ્કળ મદ ઝરતો હતો તે જાણે ભાદ્રપદના મેઘ વર્ષાદ વર્ષાવતા હોય નહીં ! એની પાછળ જથ્થાબંધ ધાન્યની ગુણોએ લીધેલાં ગાડાં બળદો ખેંચતા હતા એમાંથી ભૂમિ પર દાણા વેરાતા હતા તે જાણે ત્યાં સુખેથી ખેતી થતી હોય નહીં સેનાના અશ્વોની ખરીઓના આઘાતથી ઊડેલી ધૂળે આખા સૈન્યને અંધ બનાવી દીધું, તે જાણે પોતાની સ્વામિની-સમસ્ત જગતના આશ્રયરૂપપૃથ્વીને એ સૈન્ય હેરાન કરવા માંડી માટે એ ધૂળને ક્રોધ ઉત્પન્ન થવાથી એમ કરતી હોય નહીં ! અત્યંત પ્રચંડ પવને ચોતરફ ઊંચે ઊડાડેલી ધૂળનો સમૂહ વળી આખા આકાશ-પ્રદેશને વિષે પણ વ્યાપી ગયો તે જાણે પૃથ્વીનું એકછત્ર રાજ્ય કરવાને માટે જ હોય નહીં ! વળી પાછળ પણ પોતાનું જ પૂર હોવાથી અત્યંત ઘટ્ટ થતી એ ધૂળે સૂર્ય અને ચંદ્રમા બંનેની પ્રકાશ આપનારી કાંતિને આચ્છાદન કરી નાંખી; અથવા તો નીચ હોય છે તે ઉચ્ચ થાય છે ત્યારે એવું જ કરે છે. એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એ ધૂળે વળી પર્વતોના શિખરોને, જળાશયોને તથા દિશાઓને પણ મલિન કરી નાખી; અથવા તો રજ (રજોગુણ) સ્ફટિક જેવા નિર્મળ જીવને પણ ૧. દેડકાં. ૧૦૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #112 -------------------------------------------------------------------------- ________________ મલિન કરી દે છે-એ ઓછું ખેદકારક છે ? ગગનને વિષે ફરતા કાકોલ-કોકિલ-કલાપિ-શુક-કાક આદિ, અને કાદમ્બ-સારસ આદિ પક્ષીઓ રજથી છવાઈ જઈને સર્વ એકસરખા જણાવા લાગ્યા; અથવા તો રાગનો ઉદય થાય છે ત્યારે શું મુનિઓ કે શું ગૃહસ્થો સૌ સમાન જેવા થઈ રહે છે; એમનામાં કંઈ પણ ભેદ રહેતો નથી. શત્રુના દેશને ક્ષોભ પમાડતા અને પોતાના માંડલિક રાજાઓના સૈન્યથી પૃથ્વીને પૂરી નાખતા આ ચંડપ્રદ્યોત રાજાના આવવાની શ્રેણિકરાજાને તુરત ખબર પડી. કારણકે રાજાઓને દૂતરૂપી સહસ્ત્ર નેત્રો હોય છે. એટલે એણે વિચાર કર્યો કે આ ચંડપ્રદ્યોત પાસે મારા કરતાં પુષ્કળ સૈન્યા હોવાથી હું કોઈ રીતે એની સામો થઈ શકીશ નહીં. કારણકે ઉછળતા આવતા મહાસાગરને કોણ રોકી શકે છે ? કંઈપણ સુઝ ન પડવાથી એ વનના રાજા-સિંહથી ભય પામેલા હસ્તિની પેઠે મુંઝાયો, અને બુદ્ધિના. પાત્ર એવા અભયકુમારના મુખ સામું જોવા લાગ્યો. કહ્યું છે કે રોગ આવ્યે વૈદ્યને સંભારવો પડે છે. બુદ્ધિશાળી માણસો જોવા માત્રથી પારકું મન જાણી લે છે તે પ્રમાણે અભયકુમારે પણ રાજાનું ચિત્ત જાણી લીધું એટલે અંજલિ જોડીને નિર્ભયપણે અને હિંમત હાર્યા વગર ફુટ રીતે બોલ્યો-હે તાત ! શા માટે ચિંતા કરો છો ? આપણું સૈન્ય અલ્પ છે છતાં હું આપના પ્રસાદથી શત્રુની સાથે યુદ્ધ કરીશ; કારણકે ગરૂડે પણ દેવોના રાજા ઈન્દ્રની સાથે યુદ્ધ કર્યું સાંભળ્યું છે. અથવા તો અનેક જીવોનો સંહાર કરવાવાળું આવું યુદ્ધ ન કરતાં કોઈ એવી યુક્તિ કરીએ કે જેથી કંઈ પણ પ્રયાસ વિના શત્રુનો પરાજ્ય થાય; કહ્યું છે કે સાકરે મરતો. હોય તેને વિષ શા માટે દેવું ? જ્યાં સુધી સર્વસુખનો હેતુભૂત “સામ” નામનો ઉપાય હાજર હોય. “ભેટ” પાડવાનો ઉત્તમ ઈલાજ તૈયાર હોય, અથવા “દાન” આપીને સામાવાળાઓને ફોડવાનું બની શકે તેવું હોય ત્યાં સુધી ચોથો અને છેલ્લો ઉપાય “દંડ” એટલે પ્રહાર-તે પહેલ વહેલો શા માટે અજમાવવો. જોઈએ ?” આવો વિચાર કરીને અભયકુમારે શત્રુના વાસમાં સુવર્ણની મહોરો ભરેલા ઘટ ભૂમિને વિષે દટાવરાવ્યા એમ કરીને એણે જાણે “હે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ માતા વસુંધરા ! તું અને મંદિરે જઈશ નહીં.” એમ સૂચવતાં, માતાવસુંધરાની પ્રથમની પૂજા કરી હોય નહીં! હવે મદરૂપી હસ્તિપર આરૂઢ થયેલો અર્થાત્ મદોન્મત્ત એવો ચંડપ્રદ્યોતરાજા પ્રયાણ કરતા કરતો હર્ષમાં ને હર્ષમાં જાણે પોતાને મોસાળ આવતો હોય એમ સમજતો કેટલેક દિવસે રાજગૃહનગર પાસે આવી પહોંચ્યો; અને કપટથી એને ચોતરફ ઘેરી લીધું-એક કરોળીઓ પોતાની લાળ વતી જંતુને ઘેરી લે છે તેમ. તે વખતે અભયકુમારે વિચાર્યું કે આ “સામ” એટલે સમજુતિથી કામ લેવાનો યોગ્ય નથી કેમકે એ અભિમાનનો ભરેલો છો; “દાન' ને ઉચિત પણ એ નથી કેમકે એની પાસે દ્રવ્ય પષ્કળ છે; અને એને “દંડ' એટલે શિક્ષા પણ થઈ શકે એમ નથી. કારણકે એ અત્યંત બળવાન છે; ફક્ત “ભેદ” એટલે શત્રુપક્ષવાળાઓને વિષે માંહે માંહે વિરોધ ઉત્પન્ન કરાવવો, એ બની શકે એમ છે–માટે એ જ ઉપાય અજમાવું.” એમ વિચાર કરીને અભયકુમારે પોતાના આપ્તજનોની સાથે શત્રુરાજાને એક લેખ-પત્ર મોકલાવ્યો. એનું મૃત્યુ ઉપજાવનાર યંત્રકામ જેવો એ પત્ર ચંપ્રદ્યોત ને પહોંચ્યો તે તેણે ગુપ્તપણે વાંચ્યો. એમાં લખેલા હતું કે “કૃત્તિકાનક્ષત્રના તારાઓની જેમ ચેડારાજાની પુત્રીઓ સંબંધીઓનો કદાપિ લેશ પણ ભેદ કરે એવી નથી. એમાંએ શિવારાણી તો ચલ્લણાથી ચઢી જાય એવી છે. એવાં મારાં માસીના તમે પતિ છો તેથી હું તમને કંઈ કહું છું તે લક્ષમાં લેજો. મારા પતિએ આપના સર્વ મંડલેશ્વરોને સુવર્ણ મહોરના ભાજનો આપી આપીને ભેદ પમાડ્યા છે. (ફોડ્યા છે;) જેમ હંસ દૂધ જળને ચંચુપાત વડે ભેદ પમાડે છે (જુદાં કરે છે) તેમ. હે રાજન ! આપના જ મંડળવાળાઓ નિશ્ચયે આપને બાંધી લઈ મારા પિતાને સોંપશે; જેવી રીતે એક અવિચારી રાજા, યમરાજા જેવા કનિષ્ટ અધિકારીને પટ્ટો કરી આપીને પોતાનો દેશ સોંપી દે તેમ. જો આ મારી વાતમાં તમને વિશ્વાસ ન હોય તો તમારે શીઘ એ લોકોના ઉતારાની ભૂમિ ખોદી જોવી તેથી તમને સત્યાસત્યની ખાત્રી થશે. સૂર્ય જેવું ખુલ્લું પ્રત્યક્ષ હોય ત્યાં બીજા પ્રમાણની તમારે જરૂર નહીં રહે.” ૧૦૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #114 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારનો એ પત્ર વાંચીને ચંડપ્રદ્યોત રાજાએ પોતાના મુકુટધારી રાજાઓમાંના એકની નિવાસભૂમિ પોતાના વિશ્વાસુજનોની પાસે ખોદાવી જોઈ તો તેમાંથી સુવર્ણ મહોરનો દાબડો નીકળ્યો. તે જાણે પૃથ્વીએ પુષ્કળ દ્રવ્ય પ્રસવ્યું હોય નહીં ! એ પરથી વિસ્મયા અને ભયથી વ્યાકુળ થયેલ રાજા ચંડuધોત વિચારવા લાગ્યો- “શું મારા સેવકોને પણ શ્રેણિકે દ્રવ્ય આપીને પોતાના કરી લીધા ? એ વૃદ્ધ શ્રેણિક નિત્ય આવું જ કરતો હશે. જો અભયકુમારે સગપણની અવગણના કરી આ બીના જણાવી ન હોત તો આ લોકો મને શત્રુના હાથમાં જ સોંપત. ખરી વાત છે કે સમજુ દુશ્મન સારો. દુશ્મન ભલે હોય, પણ તે અક્કલ-બુદ્ધિવાળો હોય તો. ચંદ્રમાની જેવો શીતળ અને અમૃત જેવાં મિષ્ટ વચન બોલતો આ અભયકુમાર જેવો મારો બંધુ ન હોત અને એ લોકો મને બાંધીને શત્રુના હાથમાં સોંપત, તો આ રાજ્ય કોણ ભોગવત ? શું મારા પિતૃઓ આવત ?” આટલી બધી ચિંતાનો ભાર આવી પડવાથી, ભયને લીધે એનો કચ્છ પણ શિથિલ થઈ ગયો તેથી તે ત્યાંથી પલાયન કરી ગયો. અભયકુમારના મંત્રજળથી વ્યાકુળ થતા રાજહંસ પણ શું મોં લઈને પડ્યા રહે ! વળી પાછળ સૈન્ય લઈને રાજગૃહના સ્વામી શ્રેણિકે નગર બહાર નીકળી પ્રદ્યોતરાજના સૈન્યનું અચ્છી રીતે મંથન કર્યું, રવૈયાથી દહીંનું મંથના કરે (દહીં વલોવે) તેમ. અર્થાત્ છિન્ન ભિન્ન કરી નાંખ્યું. તે વખતે કોઈ પણ સુભટ ધનુષ્ય પર બાણ પણ ચઢાવવાની હિંમત કરી શક્યો નહીં. સૈનિકો જો સેનાધિપતિ ન હોય ને યુદ્ધ કરે તો પછી આજ્ઞા આપનાર સેનાપતિને કોણ ગણે ? વળી પ્રદ્યોતરાજાના સૈન્ય પાસેથી શ્રેણિકરાજાએ પુષ્કળ હસ્તિ, અશ્વ, રથ આદિ પણ લઈ લીધા; પણ આવો અપરાધ કરવામાં શું મહાજનોની મોટાઈ છે ? અથવા એમનો અધિકારી વર્ગ નિર્ણય રહે છે? ચંડuધોતરાજા શ્રેણિકરાજાની ભૂમિ-દેશ ઓળંગતો ઓળંગતો ચાલ્યો ૧. એ નામના પક્ષી; શ્રેષ્ઠ રાજાઓ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ તે એને મન બહુ અલ્પ લાગ્યો. એમ કરતાં કરતાં તે પોતાના નગરમાં પહોંચી ગયો-પ્રાણ જવાનો ભય હોય એવે પ્રસંગે એક સસલો જેમ તેમ કરીને પોતાના દરમાં પેસી જાય છે તેમ. અન્ય મુકુટધારીઓ અને મહારથિઓ પણ “આ શું થયું ?” એમ ચિંતવતા પ્રધોતરાજાની પાછળ નાસી આવ્યા; કારણકે પોતાનો સ્વામી નાસી જતો રહે ત્યારે શૂકર એટલે ભૂંડ કેમ ઊભા રહે ? એઓ કહેવા લાગ્યા-આપણે અને આપણા સુભટો શત્રુનો પરાજય કર્યા પછી જ પાછા ફરવાનો નિયમ કરીને આવ્યા હતા, છતાં આ પ્રમાણે નાસી આવ્યા તે લેશ પણ શોભા ભર્યું થયું નથી. એમ પરસ્પર વાત કરતા મહાપ્રયત્ન ઉજ્જયિની પહોંચ્યા. ઉજ્જયિની આવીને એમણે અંજલિ જોડીને માલવપતિ-પ્રદ્યોતરાજાને પૂછ્યું- હે રાજન ! આ શું થયું ? એમ તો દઢ પ્રતિજ્ઞા કરીને નીકળ્યા. હતા તે આમાં સત્યવાત-ખરી હકીકત શી છે તે કંઈ સમજી શકતા નથી માટે કૃપા કરીને આપ સમજાવો. એ સાંભળીને, વ્યાધિગ્રસ્ત માણસ વ્યાધિનું મૂળ કારણ વૈદ્યને કહે તેમ, રાજાએ પોતાના મનના વિકારનું કારણ એમને કહી સંભળાવ્યું. એટલે એઓ બોલ્યા-હે સ્વામી ! અમે આપના ચરણના સોગન પૂર્વક કહીએ છીએ કે આ બાબતમાં અમે લેશ પણ જાણતા નથી. એ સાંભળીને પ્રદ્યોતરાજા હાથ ઘસવા લાગ્યો અને બોલ્યો કે-ખરે ! અભયકુમારે મને પ્રપંચ કરીને છેતર્યો છે. અથવા તો. એણે નિરંતર આ સમસ્ત પૃથ્વી ફૂટબુદ્ધિથી જ ભોગવી છે. “શિવારાણી મારી માતા ની બહેન-માસી થાય છે” એમ કહીને એ કપટીએ મારા જેવા સરલ બુદ્ધિવાળાને છેતર્યો છે. ખરું જ છે કે ધૂર્ત પુરુષો ખરું ખોટું સગપણ કાઢીને શ્રીમંતોને સુખેથી ફોલી ખાય છે. માટે જ્યારે હું એ અભયકુમારને પોતાને બાંધીને અહીં લાવીશ ત્યારે જ આ જગતમાં મારો જન્મ હું સાર્થક ગણીશ. આ પ્રમાણે એણે પોતાના મનમાં દઢ નિશ્ચય. કર્યો. કારણકે અસહિષ્ણુ જીવો કદિ શત્રુએ કરેલા પ્રહારને ભૂલે નહીં. પછી એણે ઈંદ્રરાજાની જેવી-પોતાના સામંત, સચિવ આદિની-મહાસભા ભરી તેમાં નવીન મેઘની ગર્જના સમાન વાણી વડે જાહેર કર્યું કે-આ મારી સભામાં એવો કોઈ પણ છે કે અભયકુમારને બાંધી લાવીને મને ૧૦૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ સોંપે ? તે વખતે ફક્ત એક ગણિકા જ ઊઠીને બોલી કે “હું એ કરીશ.” અથવા તો ખરું જ કહ્યું છે કે દગાબાજ-દંભી માણસો જ્યાં જોઈએ ત્યાં પુષ્કળ મળી જ રહે છે. એ સાંભળીને રાજાએ ગણિકાની પ્રશંસા કરતાં કહ્યું-મારા રાજ્યમાં ફક્ત તુંજ (એકલી) છે; શૌર્યવતી પણ તું જ છે; ચતુર પણ તું જ છે; વિદુષી અને કળાવાન પણ તું જ છે. અથવા તો વધારે શું કહું ? મારું સર્વસ્વ તું જ છે. આ દુષ્કર કાર્ય તારાથી જ થઈ શકશે. આવી પ્રશંસા કરી એની આવશ્યકતા પણ હતી કારણ કે એક ગાડીને પણ ચાલતી કરવા માટે તેલ ઉજવું પડે છે. પછી વળી એને કહ્યું- હે કળાનિધિ તારે દ્રવ્યાદિનું સાધન જે જોઈએ તે કહે એટલે પૂરું પાડું; કારણકે વણકર પણ તંતુ, શાળા અને કાટલાં વિના વસ્ત્ર વણી શક્તો નથી. વેશ્યા જો કે ચતુર હતી તો પણ વિચારમાં પડી કે “મેં રાજાની સમક્ષ આ પ્રતિજ્ઞા તો કરી, પરંતુ એનો નિર્વાહ કેવી રીતે થશે ? કારણકે બોલવું સહેલું છે, પણ કરવું બહુ દુષ્કર છે. શ્રેણિક મહિપતિનો પુત્ર અને મંત્રી અભયકુમાર ધૈર્યવાન, સ્થિર ચિત્તવાળો અને સકળ શાસ્ત્રનો પારગામી છે; દુષ્ટ અને ગર્વિષ્ટ શત્રુઓના ગર્વને ભેદી નાખવાની એનામાં સત્તા છે; અને અન્ય પણ અનેક ઉત્કૃષ્ટ ગુણો એનામાં છે. એની પાસે ગમે તેટલી વાર જવા આવવા છતાં પણ મારા જેવી અનેક ભેગી મળીએ તોયે એને બાંધી શકીશું નહીં; ગમે એટલા ઉંદર એકઠા થાય તો યે. એઓ કંઈ બિલાડીને ગળે ઘંટ બાંધી શકે નહીં. પણ એને જો ધર્મના છળથી બાંધવો હોય તો બાંધી શકાય; હાથીને ખાડામાં ઉતારીને કપટથી બંધનમાં લે છે તેમ. તે સિવાય તો એને મનુષ્ય તો શું પણ દેવ ને દાનવ સુદ્ધાં બાંધી શકે તેમ નથી. એટલે મારે હવે કંઈ ધર્મનું રહસ્ય જાણવાની પણ આવશ્યકતા છે. વળી સહાયમાં મારે કામદેવની સ્ત્રી-રતિના સમાન સૌંદર્યવાન બે સ્ત્રીઓ લેવી પડશે.” આમ વિચારીને એણે ચંડપ્રદ્યોતરાજા પાસે સમાન રૂપવાળી બે યુવતીઓની માગણી કરી. એ એના કહેવા પ્રમાણે એને આપવામાં આવી; અને સાથે પુષ્કળ દ્રવ્ય પણ આપ્યું. અથવા તો પોતાનું સાધ્ય સિદ્ધ કરવું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ હોય તો દ્રવ્યના વ્યયની ગણત્રી કરવી કામ આવે નહીં. પછી કપટકળાની નિવાસભૂમિરૂપ એ ત્રણે, સાધ્વીઓની સેવાભક્તિ કરતી, પ્રતિદિન પ્રકટપણે શાસ્ત્રનો અભ્યાસ કરતી એમની વસતિમાં રહેવા લાગી; જાણે મોહનીસકર્મની ત્રણ પ્રકૃતિ હોય નહીં એમ. સાધ્વીઓની ઉપાસના કરવા વડે શીઘ બહુ જ્ઞાન મેળવી, માયાકપટ વડે આચાર પાળી ઉત્તમ શ્રાવિકાઓ હોય નહીં એવી બની ગઈ; કેમકે કાચના મણિઓમાં ઈન્દ્રનીલમણિની છાયા શું કદિ નથી દેખાતી ? પણ એવી ઉત્તમ સંયમ પાળનારી સાધ્વીઓની તથા પ્રકારની પરિચર્યા કરતાં છતાં પણ એઓનાં અંતઃકરણમાં ધર્મામૃત પરિણમ્યું નહીં, કારણકે ઉત્તમ શેરડીના વાઢની વચ્ચે ઊગ્યાં હોય એવાં જે બરૂતેમાં શેરડીની મધુરતા કદિ પણ આવતી નથી. એમ કરતાં કરતાં એકદા એકલા કપટથી ભરેલી એ ત્રણે જણી એકદમ સર્વ સામગ્રી તૈયાર કરી રાજગૃહ નગરી ભણી જવા નીકળી, તે જાણે સર્વ ઘાતિકર્મની સાક્ષાત મૂર્તિઓ હોય નહીં ! પરને છેતરવામાં જ રોકાયેલા રહેતા ચિત્તવાળી પ્રૌઢા ગણિકા નિત્ય પ્રયાણ કરતી, બંને તરૂણીની સંગાથે રાજગૃહ આવી પહોંચી; ઉત્તમ લાભ સાંભળીને એક સંઘ આવે એમ. ત્યાં પોતાના પરિવાર સહિત ક્યાંક વનને વિષે થોડો વખત થોભી પછી ત્યાંનાં ચૈત્યો જુહારવાને ઉત્કંઠિત એવી એ ગણિકાએ શહેરમાં પ્રવેશ કર્યો. તે જાણે અભયકુમારને બાંધી પકડી લાવવાની વિધિ દેખાડતી નાટ્યભૂમિ (સ્ટેજ)ને વિષે જ તેનો પ્રવેશ હોય નહીં ? સકળ ચૈત્યોને જુહારી પછી ખુદ શ્રેણિક રાજાએ બંધાવેલા એક ઊંચા જિનમંદિરને વિષે એ નિર્મળ ને શ્વેત વસ્ત્રધારી વેશ્યાએ ત્રણ નૈષધિકી કહેવા પૂર્વક પ્રવેશ: કર્યો. આ મંદિરને, પ્રથમ પાયો ખોદતાં તદ્દન નક્કર જમીન આવી ત્યાં સુધી ખોદી, પાયો પૂરી, તે પર બહુ જ સુદઢ-મજબૂત બનાવ્યું હતું. અથવા તો ભૂમિ શુદ્ધ કર્યા વિના આલેખેલું ચિત્ર પણ સુસ્થિર થતું નથી. એ ચૈત્યનો ચોક પણ તેજસ્વી પ્રતિબિંબને યોગ્ય અને સમસ્ત સમાન તળીઓવાળો હોઈને બહુ સુંદર દેખાતો જાણે એમ સુચવતો હતો કે “અહીં આવતા સર્વ જનો મારા જેવા નિર્મળ અને સમતાવાળા થાઓ.” ૧૦૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #118 -------------------------------------------------------------------------- ________________ એના નાના પ્રકારની રચનાવાળા પહોળા અને લાંબા પગથીયાની શ્રેણિ પણ બહુ શોભી રહી હતી. એ પગથીયા પર ચઢનારાઓને સદા મોક્ષ મહેલના શિખર પર રહેતા હોય એમ જણાતું હતું-એ ખરે જ વિચિત્રતા હતી. શોભિતી બારસાખ, સુંદર કમાડ અને ઉત્તમ ઉત્તરંગવાળા, તેના ત્રણે બાજુએ આવેલા ઊંચા અને પહોળા દ્વારા જાણે મનુષ્ય, દેવતા અને સિદ્ધની સગતિના દ્વાર હોય નહીં એમ વિરાજી રહ્યા હતા. એ મંદિરમાં વળી જાણે જિનધર્મી રાજા-શ્રેણિકના કીર્તિસ્તંભો હોય નહીં એવા જે શ્વેતા અને ઉન્નત સ્તંભો હતા તે “ચંદ્રમાં એક જ છે.” એ વાતને અસત્ય ઠરાવવાવાળા જાણે અનેક ચંદ્રમા હોય નહીં એવા (શોભાયમાન) જણાતા હતા. વળી ત્યાં એકદમ ઉત્કૃષ્ટ કારીગરીથી ભરેલા, બંને બાજુએ મુખવાળા કેસરી-શુક આદિના ચિત્રામણવાળાં, જાણે કોઈ સંઘ પ્રવેશના મહોત્સવ પ્રસંગે રચાયેલાં હોય નહીં એવાં, લક્ષ્મીની પ્રતિકૃતિઓ રૂપ, તોરણો સ્તંભોની વચ્ચે વચ્ચે બહુ જ શોભા આપતા હતા. વળી ત્યાં સુવર્ણકળશયુક્ત પ્રેક્ષામંડપ, અક્ષતત્રિકમંડપ અને વિયતમુખમંડપ-એ ત્રણ મંડપો બહુ શોભી રહ્યા હતા. તે જાણે તીર્થકર મહારાજાએ કર્મ પરિણામ" રાજાનો પરાજય કરીને એની પાસેથી લઈ લીધેલાં શ્રેષ્ઠ પટ્ટફટી–ગ્રહો હોય નહીં ! આ મંડપમાં વળી સીલીંગમાં, પત્રોએ સહિત, દીર્ઘ, વિતાન નામના કમળો લટકતા બનાવેલા વિરાજી રહ્યા હતા તે જાણે સંસારકૂપમાં પડેલા-જીવોનો ઉદ્ધાર કરવાને હસ્તનું અવલંબન આપતાં હોય નહીં ! વળી ચરણને વિષે કડાં, કર્ણને વિષે કુંડળો અને હસ્તને વિષે કંકણોથી ઉત્કૃષ્ટ સૌંદર્યવતી દેખાતી પુતળીઓની રચના પણ ત્યાં દષ્ટિએ પડતી હતી ! કેટલીકના હસ્તમાં તો ધનુષ્ય, ભાલાં, તલવાર, ચક્ર, તીર, ત્રિશૂળ, ગદા આદિ શસ્ત્રો દેખાતાં હતાં તે જાણે મોહરાજારૂપ ભીલનો નાશ કરવા માટે જ હોય નહીં ! વળી કોઈ ૧. સુવર્ણકળશ મંડપમાં મૂકેલા, અને તંબુઓની ટોચપર રહેલા ૨-૩-૪ જિનમંદિરને વિષે આવા મંડપો હોય. ૨. =રંગમંડપ; ૩. =રંગમંડપની આગળનો મંડપ-અક્ષાટક; ૪. =ચારે દિશામાં ખુલ્લો મંડપ, ૫. “ઉપમતિ ભવપ્રપંચા' કથામાં વર્ણવેલ આ “કર્મ પરિણામ' રાજા સકળ કર્મોનો સમૂહ. ૬. વસ્ત્રના ગૃહો તંબુઓ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ કોઈના હાથમાં કાંસી, વેણુ, વીણા, મુરજ, શંખ વગેરે વાજિંત્રો હતાં તેથી તેઓ જાણે સ્વર્ગીય નાટક કરવાને માટે અહીં ઉતરી આવેલી દેવાંગનાઓ હોય નહીં એવી લાગતી હતી ! વળી વિવિધ પ્રકારનાં, હસ્તિ, મનુષ્ય, અશ્વ આદિનાં વાહનોની પણ ઉત્તમ સુઘટિત રચના કરેલી દેખાતી હતી તે જાણે એઓ પ્રભુના સમવસરણની ભૂમિ સમજીને ત્યાં હર્ષથી પ્રભુની વાણી સાંભળવાને આવેલા હોય નહીં! એ મંદિરનું, કૈલાસ પર્વતના શિખરની સાથે સ્પર્ધા કરતું શિખર, અન્ય ધવળ શિખરોથી પરિવેષ્ઠિત હોઈને, જાણે પોતાના પરિવારથી દીપી નીકળતો રાજા હોય નહીં એવું જણાતું હતું ! નીલવર્ણના પથ્થરનો બનાવેલો એનો આમલસાર જોઈને તો બુદ્ધિમાન માણસો એમ કહેતા હતા કે એ તો કોઈની દષ્ટિ ન પડે એટલા માટે જાણે વિધાતાએ મંદિર પર વલયના આકારનું નીલ વર્ણનું વસ્ત્ર મૂક્યું છે ! એ મંદિરના અત્યંત ઊંચા શિખર પર આવી રહેલ સુવર્ણનો ઈંડાના આકારનો કુંભ એ (ઈંડુ જ) ચારે દિશામાં પોતાના કિરણો વડે આકાશને પૂરી દેતો હતો તે જાણે ઉદયાચળના શિખર પર રહેલો શરદ પૂર્ણિમાનો ચંદ્રમા જ હોય નહીં ! મંદ પવનમાં વ્હેકતી એ મંદિર પરની ધ્વજા સાથે રહેલો સુવર્ણદંડ જાણે કીર્તિરૂપી બહેનને નૃત્યકળાનું શિક્ષણ આપતો મગધેશ્વર-શ્રેણિકનો પ્રતાપ હોય નહીં ! એ સુવર્ણદંડ પર વળી નાની નાની ઘંટા એટલે ટોકરીઓ હતી તેનો રણટણ કરતા નાદનો ચૌદિસ પ્રતિઘોષ (પડઘો પડતો હતો તેથી જાણે એમ કરીને એઓ સમસ્ત ભવ્યજનોને શ્રી જિનેશ્વરની નિરૂપમ પ્રતિમાનું પૂજન કરવાને બોલાવતી હોય નહીં ! વળી ત્યાં નિરંતર વાણી-મુરજ આદિ વાજિંત્રોના સ્વર શ્રવણગોચર થતા હતા તે ભિન્ન ભિન્ન છતાં એ ભિન્નતાને નહીં જાણનાર લોકસમૂહ નાટક થતું હોય તે સમયે જેમ સતત એકચિત્તે જોયા કરે છે તેમ સર્વ શબ્દમાત્રને સમાન ગણી શ્રવણ કરી રહ્યા હતા. ૧. દેવમંદિર પર શિખરભાગમાં મૂકવામાં આવતો વલયાકાર પથ્થર. ૧૧૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #120 -------------------------------------------------------------------------- ________________ આ મંદિરમાં 'ઉભયપ્રકારના અંધકારનો નાશ કરવાવાળી, જન્મમરણની વાસનાને મટાડનારી, દુર્ગતિરૂપી દુઃખ દૂર કરનારી અને એમ કરીને પ્રાંતે મોક્ષ સુખ આપનારી એવી જિનપ્રતિમા, પોતે ગર્ભગૃહવાસમુક્ત(ની) છતાં ગર્ભગૃહ મધ્યે રહેલી હતી ! વિસ્તારયુક્ત કિરણોવાળા સુવર્ણના દંડ અને કુંભવાળી દેવકુલિકાઓ પણ એ મંદિરની ચારે દિશામાં આવી રહેલી હતી. વિશેષ શું ? જાણે સ્વર્ગમાંથી પૃથ્વી પર સાક્ષાત્ દેવવિમાન જ ઊતરી આવ્યું હોય નહીં એમ તે લોકોના મનમાં ચિરકાળ ભાસ કરાવતું હતું. એવા જિનમંદિરને વિષે પ્રવેશ કરીને એ ગણિકાએ ઉત્તમ નૈવેધ, પુષ્પ આદિ વડે જિનેશ્વરની ઉત્તમ રીતે ભક્તિ કરી ત્રણ મુદ્રા" યુક્ત સ્તુતિ કરવા માંડી, જાણે લોકોને મુદ્રિત કરવાને માટે જ હોય નહીં એમ. એ વખતે ભિન્ન ભિન્ન ગતિના જ્ઞાનવાળો અભયકુમાર પણ એક હાથીની જેમ ધીમી ડોલતી ગતિએ ચાલતો પોતાના અનેક પરિજનોના મોટા રસાલા સહિત ત્યાં દર્શન કરવા આવ્યો અથવા તો એવા મહાપુરુષો અન્ય અનેક પ્રવૃત્તિઓ છતાં પણ ધર્મકાર્ય કદિ પણ ચૂકતા નથી. ત્યાં ઊંચામાં ઊંચા વૈરાગ્યની સીમાએ પહોંચી હોય એવી રીતે સુમધુર કંઠે પ્રભુની સ્તુતિગાન કરતી એ વેશ્યા અને એની સાથેની બીજી બંને સ્ત્રીઓને દેખીને અંત:કરણને વિષે અત્યંત હર્ષ પામતો તર્ક કરવા લાગ્યો;- બે બાજુએ બે તરૂણ-સહીયરોની વચ્ચે રહીને, ઉત્કૃષ્ટ સંવેગને વશવર્તી ચૈત્યવંદન કરતી આ કોઈ સુશ્રાવિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષત્રોથી સંયુક્ત એવી ચંદ્રમર્તિ હોય નહીં એવી શોભી રહી છે. પ્રભુની મૂર્તિના મુખકમળની સન્મુખ દષ્ટિ રાખી, વૃદ્ધિ પામતી શ્રદ્ધા-અનુચિંતન-મનન અને ધારણા સહિત ધીમે સ્વરે પ્રભુના ગુણગાન કરતી આ બાલા ખરેખર કર્મેન્દ્રિયને વિષે ૧. (૧) અજ્ઞાન (૨) અંધારું. ૨. ગર્ભરૂપી ગૃહવાસ; પુનઃ પુનઃ ગર્ભમાં આવવું-જન્મ લેવો. ૩. ગર્ભ ગૃહને વિષે વાસ. ગર્ભગૃહaછેક અંદરનો ભાગ-ગભારો. ૪. દેરીઓ. ૫. શુદ્ધ ઉચ્ચાર કરવો (વર્ણ); બોલવું તે સમજતા જવું (અર્થ); પ્રભુની પ્રતિમા સમીપ દષ્ટિ રાખવી (પ્રતિમા) આ ત્રણ મુદ્રા. ૬. મન ઉપર છાપ પાડવાને. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ અમૃતની જ વૃષ્ટિ કરે છે ! જો હું અંદર જઈશ તો નિશ્ચયે એની પ્રભુભક્તિમાં અંતરાય પડશે એમ ધારીને અભયકુમાર બહાર જ ઊભો રહ્યો; જો કે અમસ્તુ પણ એવી સ્ત્રીઓથી દૂર જ રહેવું ઉત્તમ કહ્યું છે. એક મુહૂર્ત સુધી એકાગ્રચિત્તે ધ્યાન ધરી પછી પોતાની પાછળની ભૂમિને પ્રમાર્જી સાવધાન થઈ એ ધીમેથી ઊભી થઈ. કહ્યું છે કે પ્રપંચ રમનારાઓ હંમેશા બકવૃત્તિવાળા (બગલાભગત) જ હોય છે. એ વખતે આનંદથી રોમાંચિત થયેલો અભયકુમાર અંદર ગયો. ઉત્કૃષ્ટ ધર્મરૂપી ધનનો વિના સંકોચે વ્યય કરનાર એ એની સાથે સંભાષણ કરવા બહુ હર્ષસહિત એની પાસે જઈ ઊભો; અને “મારી વંદના છે, હું વંદન કરું છું.” એમ કહેતો આદરપૂર્વક વાત કરવા લાગ્યો. કારણકે આગમ-શાસ્ત્રના જાણકાર પુરુષો સાધર્મી બંધુઓના સમાગમને ઉત્સવ તુલ્ય માને છે. હે ધર્મિષ્ઠ શ્રાવિકા ! તમે કોણ છો ? અહીં ક્યાંથી આવો છો ? અને આ ભલી બાલાઓ તમારા સમાન ગુણ-શીલવાળી તમારી સાથે કોણ છે ? તમો ત્રણે નિશ્ચયે સંવર-વિવેક અને શાંતગુણની લક્ષ્મીને ધારણ કરો છો. એ ગણિકા એ સાંભળીને, કોઈ ઉત્કૃષ્ટ પ્રકારનો સંવેગ-વૈરાગ્ય પોતાને થયો હોય એમ અભિનય કરતી સુંદર શબ્દોમાં કહેવા લાગી હું અવંતીનગરીના એક ઉત્તમ વ્યવહારના પાળનાર ધનવાન સુશ્રાવકની પત્ની છું. કેટલોક કાળ થયાં મારા પતિ મૃત્યુ પામ્યા છે; કેમકે એ મનુષ્યદેહ કંઈ સ્થિર નથી. ત્યાર પછી મેં કેવળ ધર્મનો આશ્રય લીધો છે અને બહુ બહુ તપશ્ચર્યા કરી કાયાને કષ્ટ આપ્યા કરું છું. વળી આ મારી સાથે છે એ બંને મારી પુત્રવધુઓ છે. એઓ પણ સ્વાધ્યાય, વંદન આદિમાં બહુ પ્રવીણ છે. મારા પુત્રનો પણ દેહાંત થયો છે. પણ એવું તો આ સંધ્યાના વાદળાના રંગ સમાન ક્ષણભંગુર જિંદગાનીમાં કંઈ નવું નથી. હે રાજપુત્ર-અભયકુમાર ! અમે કોઈ પૂર્વજન્મને વિષે કોઈ એવું દુષ્કૃત્ય કર્યું હશે-નહીં તો અમારા જેવા ધર્મપરાયણ જીવોની આવી અવસ્થા થાય નહીં. પતિનો દેહાંત થવાથી એ મારી પુત્ર-વધુઓએ ભવભીરુ થઈને મારી પાસે પોતે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. અથવા તો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ જેમને સિદ્ધિ નજીક છે એવા એમના જેવા જીવોને એવી ઈચ્છા થાય એ વ્યાજબી છે. અનેક સુકૃત્યો કરેલા હોવાને લીધે ઉજ્વળ છે દેહ જેમનો એવી એ બંને ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થઈ રહી છે તેથી એમને ધન્યવાદ ઘટે છે. પરંતુ એમની સાથે હું પણ દીક્ષા લઈશ, કારણકે પછી સંસારમાં રહીને હું શું કરું ? હવે ચારિત્રને માટે જે જે સામગ્રી જોઈએ તે તે તૈયાર થાય એટલામાં અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. હે શ્રાવકશિરોમણિ ! જેમ ચૂર્ણિ અને વિવૃત્તિ ટીકાઓ સૂત્રના અર્થનું પ્રતિપાદન કરે છે તેમ એમણે મારું વચન પ્રતિપાદન કર્યું-માન્ય રાખ્યું. હે રાજપુત્ર ! સમેતશિખર-ભ્રુગુકચ્છ-ઉજ્જયંત-શત્રુંજય આદિ પ્રસિદ્ધ તીર્થોની વિધિ સહિત યાત્રા કરી અમારા સર્વ દ્રવ્યનો વ્યય કરી અમે ખરે જ બહુ કૃતાર્થ થયા છીએ. યાત્રા કરી ઘેર પાછા ફરતાં અમે સાંભળ્યું કે મગધેશ્વર-શ્રેણિકરાજાએ જિનમંદિરો બંધાવ્યા છે તેમાં ઉત્તમ રત્નોનાં જિનબિંબ પધરાવ્યા છે. એટલે એ દેવમંદિરોના દર્શન કરવાની અમને અત્યંત ઉત્સુકતા થઈ તેથી અમે અત્રે આવ્યા છીએ.” આવી આવી તદ્દન અસત્ય વાતો એ વેશ્યાએ અભયકુમારને કહી; પૂરેપૂરું ચાતુર્ય દાખવવાની આવડત હોય તો પછી વાંધો શાનો આવે ? એ ચતુર વેશ્યાની વાત સાંભળીને ઉદાર પ્રકૃતિના અભયકુમારે એને કહ્યું “તમે આ યાત્રાદિ સર્વ કાર્ય કર્યાં તે બહુ સારું કર્યું છે. તો હવે તમે આજે મારા અતિથિ થાઓ-મારો ભોજનસત્કાર ગ્રહણ કરો, કારણકે આવો પર્વ દિવસ (હર્ષનો પ્રસંગ) કોઈક જ વાર આવે છે. દુષ્ટવૃત્તિવાળી વેશ્યાએ ઉત્તરમાં કહ્યું કે આપના જેવા ઉદાર સજ્જનોને એ ઉચિત જ છે. પરંતુ આજે તો મેં પ્રભાતના પ્રતિક્રમણ સમયે ઉપવાસનું પચ્ચખ્ખાણ લીધું છે. (આજે મારે ઉપવાસ છે.) હે બુદ્ધિમાન શ્રાવકશિરોમણિ ! દેવગુરુની કૃપાથી માર્ગને વિષે-યાત્રામાં પણ હું મારાં ધર્મકૃત્ય ચુકી નથી. એમ કરવાથી જો મારો દીક્ષાનો મનોરથ સત્વર પૂર્ણ થશે તો હું મને સમસ્ત વસ્તુ પ્રાપ્ત થઈ સમજીશ. આવું આવું કહીને એણે અભયકુમારનું મન પૂરું હરી લીધું. પછી એણે એને છેવટે વળતે દિવસ પોતાને ઘેર પારણું કરવાને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણ કર્યું-એમ કહીને કે મુનિવર્ગનું પારણું ગૃહસ્થને પુણ્યબંધ કરનારું છે, તેમ, તમે જો કે હજુ દીક્ષા લીધી નથી તો પણ અલ્પ સમયમાં તમે એ અંગીકાર કરવાના છે જે માટે એ હિસાબે, તમારું પારણું મારે ત્યાં થશે તે મને પૂરા પુણ્યનો હેતુ થશે. એ સાંભળીને મહાદંભવાળી એ વેશ્યા • કાને હાથ મુકી કહેવા લાગી-હે મંત્રી ! તમે જિનશાસનના જાણકાર હોવા છતાં એ શું બોલ્યા ? સંસાર સાગરની વિષમતા જેઓ સમજતા નથી એવા મૂઢ-અજ્ઞાન જનો જ “આવતી કાલે હું અમુક કામ કરીશ.” એમ કહે. આપણા જીવનની આવતીકાલ સર્વથા ક્ષેમકુશળતાયુક્ત થશે કે કેમ તે કોણ જાણે છે ? મૃગરાજ-કેસરીસિંહની લાલચોળ જીહવાની જેવી અસ્થિર જિંદગીને વિષે પ્રાણીઓ રાત્રે નિદ્રા લઈને સવારે જીવતા-જાગતા ઊઠે છે એ એક વિચિત્રતા છે ! અને એટલા માટે જ મુનિઓ હંમેશા સર્વ કાર્યોને વિષે “વર્તમાનયોગ” એમ કહે છે; અથવા તો વિદ્વાન સાધુઓ સિવાય અન્ય કોઈ ભાષાસમિતિનો અસાધારણ ગુણ ધરાવતું નથી. એ સાંભળી અભયકુમાર પણ “ત્યારે હવે સવારે એને ફરી વખત નિમંત્રણ કરવા જઈશ.” એમ મનમાં વિચારીને વિશેષ કંઈ બોલ્યા ચાલ્યા વિના શાંત રહ્યો. અને ઉત્તમ અને નિર્વિકારી વસ્ત્રમાં સજ્જ થયેલી છતાં માયા પ્રપંચનું જ ઘર એવી એ વેશ્યા સપરિવાર પોતાને સ્થાનકે ગઈ. અભયકુમાર પણ શુદ્ધ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરીને દેરાસરથી ઘેર જતાં માર્ગમાં એના ગુણાનુવાદ કરવા લાગ્યો; કારણકે મનુષ્યમાત્રને સ્વાભાવિક રીતે ગુણીજનો પર પ્રેમ થયા છે. “એનો ઉત્તમ વેષ જ પ્રથમ પંતિનો છે. સર્વ કોઈની વિકારી ચેષ્ટાને શાંત કરી દે એવો એનો શ્રેષ્ઠ શમતા (શાંતિ) ગુણ છે. એનો આત્મસંયમ પણ કોઈ લોકોત્તર-અસાધારણસામાન્ય મનુષ્યને વિષે ન હોય એવો છે. એની વાણી તો દુષ્કૃત્યરૂપી વૃક્ષની શાખાઓને તોડી પાડવાને પૂરેપૂરી સમર્થ છે. વસ્તુમાત્ર ક્ષણભંગુર છે એમ બોધ આપતી એની “ક્ષણિકતા” આદિ ભાવના પણ પહેલે પદે છે. એનો વિષય ત્યાગ પણ અવર્ણનીય છે. વિશેષ શું કહેવું ? કાં તો એ સાક્ષાત કોઈ યોગીશ્વરની પુત્રી છે અથવા ધર્મની જ મૂર્તિ છે !” અભયકુમાર મંત્રીશ્વર જ્ઞાનવાન છતાં સરલસ્વભાવી હોવાને લીધે એ વેશ્યાના ૧૧૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રપંચથી અજ્ઞાત હોઈ એની આ પ્રમાણે સ્તુતિ કરતો ઘેર પહોંચ્યો. અથવા તો ગમે તેવા તેજસ્વી નેત્રો હોવા છતાં કોઈ પ્રાણી વૈતાદ્ય પર્વતની ગુફામાં રહેલી વસ્તુને કેવી રીતે જોઈ શકે ? સવારમાં એને અને એની ધર્મિષ્ઠ સહચરીઓ સમાન પુત્રવધુઓને હું જાતે ભોજન કરાવીશ-એવા એવા મનોરથોમાં અભયકુમારે સમસ્ત રાત્રિ વ્યતીત કરી. કારણકે સાધર્મિક-સમાનધર્મવાળા બંધુ જેવો અન્ય કોઈ બંધુ નથી. પછી પ્રભાત થયું એટલે એણે એ ત્રણે ધર્મભગિનીઓનો ઉત્તમોત્તમ ભોજનથી સત્કાર કર્યો. અથવા તો ધર્મરસિક જનો સકળ જગતને પોતાના જેવું ગણે છે; અને પોતે બુદ્ધિશાળી હોવા છતાં લેશ પણ ઉહાપોહ કરતા નથી કે શંકા પણ ઉઠાવતા નથી. વળી “એણે હમણા અનેક તીર્થોની યાત્રા કરી એમાં બહુ દ્રવ્યનો વ્યય કર્યો છે તેથી હવે એની પાસે કંઈ નહીં જેવું રહ્યું હશે તો એ સંઘની ભક્તિ ક્યાંથી કરી શકશે.” એમ વિચારીને અભયકુમારે એને બહુમૂલી બક્ષિસો પણ આપી. કેટલાક દિવસ પછી એકવાર એ પ્રપંચી પાપિણીએ રાજપુત્ર અભયકુમારને પોતાને ત્યાં ભોજનાર્થે નોતર્યો. અથવા તો એક બિલાડીનું છળકપટ પણ થોડા વખતમાં ફળવાન થાય છે-પાર પડે છે. “રાત્રિ દિવસ સુકૃત કાર્યો કરવામાં નિમગ્ન એવી આ મારી ધર્મભગિનીનું મનભંગ ના થાઓ.” એમ વિચારી એણે એનું આમંત્રણ સધ માન્ય કર્યું; અને “જો હું ત્યાં મારા સર્વ રસાલા સહિત જઈશ તો એને વિશેષ દ્રવ્ય વ્યય થશે.” એમ સમજી બહુ થોડો પરિવાર લઈ એને ત્યાં જમવા ગયો. નાના પ્રકારની રસવતી જમાડી પછી ઉત્તમ પેય (પીવાના) પદાર્થ તરીકે પાપિષ્ઠ દુષ્ટાએ એને ચંદ્રહાસ મદિરાનું પાન કરાવ્યું. એટલે ભોજન કરી ઉઠ્યા પછી તરત જ રાજપુત્રને એવી નિદ્રા ભરાણી કે એને ત્યાંથી એક પગલું પણ ભરવું અશક્ય થઈ પડ્યું. ખરેખર મધપાનને નિદ્રાદેવીની સાથે હાડોહાડ સંલગ્ન છે. “હે ધર્મબંધુ ! આ સર્વ આપનું જ છે, માટે નિશ્ચિત પણે અહીં સુખે શયન કરો.” એવા વેશ્યાનાં વચનથી એની સર્વ બુદ્ધિ જતી રહી અને પોતે ત્યાં જ સૂતો-નિદ્રામાં પડ્યો. વેશ્યાના અંગમાં તો હર્ષ સમાયો નહીં; સધ શીઘગામી અશ્વોવાળા એક ઉત્તમ રથમાં એને ઉપડાવીને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂવરાવ્યો અને પોતાના સેવકવર્ગ સંગાથે પ્રધોતનરાજાના નગરભણી એકદમ ચલાવી દીધો. જુઓ. પાપિષ્ઠજનોના મનોરથરૂપી વૃક્ષો પણ કેવાં ફળે છે ! (હવે અહીં રાજમહેલમાં અભયકુમારની બહુ વખત સુધી ગેરહાજરી જોઈ) શ્રેણિકરાજાએ એને શોધવા નગરમાં ચોતરફ માણસો મોકલ્યા એઓ તુરત જ પેલી દુષ્ટાને ત્યાં આવ્યા. કારણકે એવો રીવાજ છે કે ખોવાયેલી વસ્તુ માટે પહેલ વહેલો એનો જ્યાં હોવાનો વિશેષ સંભવ હોય છે ત્યાં જ તપાસ કરવામાં આવે છે. માણસોએ પૂછ્યું-માતુશ્રી ! રાજપુત્રા અત્રે પધાર્યા છે કે ? ઉત્તરમાં પેલી દુષ્ટાએ કહ્યું-પધાર્યા હતા પરંતુ તરતા જ ઉતાવળે પાછા ગયા છે; કારણકે એમના જેવા જો કોઈ સ્થળે વિશેષ વખત સ્થિત થઈને રહે તો રાજ્યના કાર્ય બગડી જાય છે. માણસોએ વિચાર્યું કે આવી બારવ્રતધારી શ્રાવિકા અસત્ય વાત કહે નહીં એટલે એના વચન પર વિશ્વાસ રાખી અન્યત્ર શોધવા ગયા. (ખરેખર માયા પ્રપંચથી પૂરા ભરેલા મનુષ્યો સારા જગતને છેતરી શકે છે.) હવે એ વેષધારી સુશ્રાવિકા બનેલી વેશ્યાએ વિચાર કર્યો કે જો હું વિશેષ વખત અહીં રહીશ તો કદાચ દૈવયોગે સર્વ વાત ખુલ્લી પડી જશે. માટે આજે જ ભદ્રા તિથિ છે એમાં હવે અહીંથી જતા રહેવું સારું છે. એમ ધારી પોતાના સુંદર રથને વિષે બેસી ઘર તરફ પ્રયાણ કરી ગઈ. પ્રથમથી તૈયાર રાખેલા અનેક વાહનોની સહાયથી એ કપટજાળથી ભરેલી. વેશ્યાએ અભયકુમારને ઉજ્જયિની નગરીમાં લાવી અત્યંત હર્ષ સહિત પ્રદ્યોતનરાજાને સોંપ્યો; અને કેવી ચતુરાઈથી પોતે એને પાશમાં નાખી બાંધી લાવી એનો સવિસ્તર વૃત્તાંત એને કહી બતાવ્યો. (એક કુતરી પણ. શું રોટલાના કટકા માટે પોતાના ધણી પાસે પુછડી હલાવી હર્ષ નથી. બતાવતી ?) પણ એ મહીપતિએ તો એને કહ્યું કે-હે ચતુરા ! તું એને ધર્મકપટ કરીને બાંધી લાવી એ ઉચિત નથી કર્યું. અથવા તો અભિમાનમાં ૧. સારો દિવસ. શુકલપક્ષની બીજ, સાતમ અને બારશ ભદ્રાતિથિ કહેવાય છે. (એજ પ્રમાણે ચતુર્થી, નવમી અને ચતુર્દશી રિક્તાતિથિ કહેવાય છે એ સારી નહીં.) ૧૧૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #126 -------------------------------------------------------------------------- ________________ રાચી રહેલા આવા નરપતિઓને પણ લોકનિંદાનો ભય હોય છે. પછી એણે અભયકુમારને કહ્યું કે જેવી રીતે સીત્તેર પ્રધાનની વાર્તા કહેનારા ચતુર પોપટને એક બિલાડી ઉપાડી ગઈ કહેવાય છે તેવી રીતે તમારા જેવા મહાબુદ્ધિશાળીને આ વારાંગના ઉપાડી લાવી છે. પછી અભયકુમારે પણ એને સામો જવાબ આપ્યો કે “હે રાજાધિરાજ ! આપની વાત શી કરવી ? વિચક્ષણ પુરુષોએ પણ શાસ્ત્રમાં ક્યાંયે દીઠી નથી એવી આ અપૂર્વ અને ઉત્તમ નીતિ આવા વિષમ સમયને વિષે આપના સિવાય અન્ય કોઈની ન ચાલે ! આપના જેવાનું જ એવું અપૂર્વ ચાતુર્ય અને ઉત્તમ રાજધર્મને જોઈને મૃગપતિ-સિંહ વનને વિષે અને ધર્મરાજા દિગંત વિષે જતા રહ્યા છે ! વળી આપની સભામાં આ વારાંગના જેવા રાજ્યકાર્યની ચિંતા કરનારા કાર્યભારીઓ છે ત્યાં પછી આપને વિષે શું અસંભવિત હોય ? આપનામાં શું અધરું હોય ? આ પ્રમાણે કટાક્ષનાં વચનો સંભળાવીને અભયકુમારે એનો પૂરો ઉપહાસ કર્યો કારણકે બંધનમાં હોય છતાં પણ સિંહ તે સિંહ જ છે.” અભયકુમારના એવાં પોતાના ઉપહાસરૂપ વચનો સાંભળી પ્રદ્યોતન રાજા બહુ શરમાયો અને ક્રોધાયમાન થયો; અને તેથી એણે એને એક રાજકીરની પેઠે કાષ્ટના પાંજરામાં પૂર્યો. પછી શિવાદેવીએ પૂર્વે એક વિદ્યાધરની પુત્રી અભયકુમારને આપી હતી તેનું રાજગૃહ નગરીથી અહીં (ઉજ્જયિનીમાં) કેવી રીતે આવવું થયું તે વાત હવે એકચિત્તે શ્રવણ કરો. ઉત્તમશીલ આદિ અંતર્ગુણો અને રૂપસૌંદર્ય આદિ બ્રાહ્મગુણોને લીધે એ શ્રેણિકપુત્ર-અભયકુમારને સર્વ સ્ત્રીઓને વિષે સૌથી અધિક પ્રિય થઈ પડી હતી. કારણકે ઉત્તમ પાણીદાર મોતીઓની માળા શું મનુષ્યોના હૃદય પર સ્થાન નથી મેળવતી ? એવામાં વાત એમ બની કે એના પર પતિનો અધિક પ્રેમ જોઈને એની સપત્નીઓને બહુ ઈર્ષ્યા આવી. અથવા તો એક રાજા કે ગૃહસ્થ આદિની અનેક સ્ત્રીઓને વિષે પરસ્પર વૈરભાવ સ્વાભાવિક રીતે હોય છે જ એમાં કાંઈ આશ્ચર્ય નથી. એને અભયકુમાર વસ્ત્ર-અલંકાર-વિલેપનમિષ્ટ વચનો-તાંબુલ-પુષ્પ આદિ આપી એના સન્માનમાં સદૈવ વૃદ્ધિ કરતો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ તે પરથી “બંધુજનો આપણે માથે લેશ પણ અપવાદ ન મૂકી શકે એવી રીતે આપણે કોઈ એવી યુક્તિ કરીએ કે જેથી આપણા સ્વામી અભયકુમારને એના પ્રત્યે વિરક્ત ભાવ (અણગમો-દ્વેષ) થાય; કારણકે વિષને ચઢવા દીધા પહેલાં જ (એનું) નિવારણ કરવું જોઈએ- “આમ વિચારી એની સર્વ સપત્નીઓએ પોતાની ચતુર દાસીઓની મારફત વસ્ત્રાદિક અનેક વસ્તુઓ આપી, મેલી વિદ્યાઓની જાણકાર, શક્તિવાળી કોઈ માંતગીઓને પોતાના હેતુની સિદ્ધિને અર્થે રોકી. કહેવાય છે કે ગરજે ગધેડાને પણ કાકો કહેવો પડે છે.” એ માતંગીઓએ પેલી દાસીઓને વિનયપૂર્વક કહ્યું–તમારી બાઈઓએ અમને આજે બહુ દિવસે યાદ કરીને અમારા મહાભાગ્યે અમને ઉચિત માન આપ્યું છે. કારણકે અલ્પપુણ્યવાળાને મોટા માણસોની ચાકરી પણ દુર્લભ છે. પછી દાસીઓએ એમને પોતાની બાઈઓની શોક્ય જે વિદ્યાધરપુત્રી હતી. તેના સંબંધી સ્વરૂપ સમજાવીને કહ્યું–તમે તમારી વિદ્યાના બળથી કંઈ એવી યુકિત કરો કે જેથી એના પરથી એના સ્વામીનો પ્રેમ ઊઠી જાય. એ સ્વામીને પોતાને વશ રાખીને પોતાની શોક્યોને દુ:ખ દે છે. સ્ત્રીઓને પતિ છે એ જ સર્વસ્વ છે તો એ જ્યારે પરવશ હોય ત્યારે સુખ ક્યાંથી હોય ? તમારામાં મંત્ર તંત્ર આદિ કુશળતા રહેલી છે માટે તમે એ કાર્યમાં જરૂર સફળ થશો. એ સાંભળી માતંગીઓએ “એનું અમે પૂરેપૂરું ઓસડ કરશું.” એમ કહીને એમને રાજી કરી વિદાય લીધી. પછી એ માંતગીઓએ પ્રથમ કાર્ય એ કર્યું કે, આખા નગરને વિષે, મનુષ્યના હૃદયમાંથી દયામાત્રનો લોપ કરનારી એવી મરકીનો ઉપદ્રવ ઉત્પન્ન કર્યો. ધિક્કાર છે એમને કે આવા એક ક્ષણભંગુર-નશ્વર દેહને માટે એમણે અનેક પાપ કાર્યોનો આરંભ કર્યો !) પોતાના નગરને વિષે એ મરકીનો ઉપદ્રવ શરૂ થયેલો જોઈને અભયકુમારે, પેલી મનમાં હર્ષઘેલી, થયેલી માતંગીઓને બોલાવી પૂછ્યું-આ મરકી ઉત્પન્ન થવાનું શું કારણ છે તે તમે શોધી કાઢીને કહો; કારણકે તમે એ સઘળું જાણો છો. એ પરથી એમણે કહ્યું- હે રાજપુત્ર ! અમે નીચ જાતિ એમાં શું જાણીએ ? પરંતુ આપ અમારા પૂજ્ય હોઈ અમારી સંભાવના કરો છો તેથી અમે કહી ૧૧૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #128 -------------------------------------------------------------------------- ________________ શકીએ છીએ કે યમરાજા એ મરકીનો ઉપદ્રવ કાંઈ જ્યાં ત્યાં કરતો નથી. આપની કૃપાના પ્રકાશથી સર્વ જાણી નિશ્ચય કરીને આપને નિવેદન કરશું. સાધારણ માણસોને પણ ખુશામતનાં વચનો કહેવામાં આવે છે તો પછી એમણે આવા રાજપુત્રને એવાં ખુશામતનાં વચનો કહ્યાં તે ઠીક જ કર્યું કહેવાય-એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. પછી એક રાત્રિએ એ માતંગીઓએ એ અભયકુમારની માનીતી રાણીના આવાસમાં જઈ એના મુખને લોહીથી ખરડ્યું અને ત્યાં હાડકાકેશ આદિ વેર્યા. અહો આમ અશુચિ ફેંકતા એઓ સ્થાનાસ્થાન જોતા નથી. એટલે એમાં ને કાકપક્ષીઓમાં ભેદ જ નથી. આટલું કરીને સી. એકત્ર થઈને રાજપુત્ર-અભય પાસે જઈ કહેવા લાગી–મહારાજ ! આપના જ મહેલમાંથી આ કોપ ઉત્પન્ન થયો છે. આ મરકી આપના જ ઘરમાં છે. જો એથી બીજું કંઈ નીકળે તો અમારું “વિજ્ઞ-વિદ્યાવાન” નામ છે તે અમે પડતું મુકશું. મંત્રેલો ઘડો જેમ અન્ય સ્થાન મૂકીને ચોરને ઘેર જ જઈ સ્થિર થાય છે તેમ આ એક વિષયનું અમારું જ્ઞાન પુનઃ પુનઃ આપના જ ઘરમાં જઈ ઊભું રહે છે. એ સાંભળી એણે તપાસ કરી એમાં એને એમની વાતની સત્યતા જણાઈ; પ્રિયાનું–મુખ લોહીથી ખરડાયેલું અને મંદિર અસ્થિ-આદિથી વ્યાપ્ત જોઈ એને પરમ ખેદ થયો; અને એનું અતિશય અનુરાગથી મોહિત થયેલું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું. “અહા ! વિદ્યાધરની તનયા અને વળી મારા ફઈબાની પુત્રી થઈને એ આવી ક્યાંથી નીકળી ! પણ સંસારની વાસનાથી અતિશય વાસિત થયેલા ચિત્તવાળા સંસારીઓને વિષે આ સર્વ સંભવિત છે. મારે પણ હવે આ પ્રમાણે સમસ્ત નાગરિકોના પ્રાણને ભયમાં નાખનારું કાર્ય કરનારી આ નારીને, એ ઉત્તમકુળને વિષે જન્મેલી છે છતાં, અવશ્ય પરિહરવી જોઈએ; કારણકે ઉત્તમ રાજવીઓ પોતાની પ્રજાના ક્ષેમકુશળને અર્થે ગમે તે પ્રકાર લેવો પડે તે સતત લે જ છે.” એમ વિચારી માતંગીઓને બોલાવી રાજપુત્રે આજ્ઞા કરી કે તમે જ હવે એને ઉચિત શિક્ષા ધો; એટલું કરજો કે લોકમાં અપવાદ ન થાય, કારણકે શિક્ષા કરીએ એ સૌ ન જાણતાં ગુપ્ત રહે એમાં જ શોભા છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારની આજ્ઞાથી એ માતંગીઓએ એની પત્નીને નગર બહાર લઈ જઈ કહ્યું-તારો સ્વામી જેમ જેમ તારા પર અધિક અધિક રાગ બતાવતો ગયો તેમ તેમ તું અતિશય મદોન્મત્ત થતી ગઈ; કારણકે કોઈ વિરલા જ ખાધેલું જીરવી શકે છે. કહે તો ખરી કે તું આટલી અભવયમાં ક્યાં ગુરુ પાસેથી આ કુવિધા શીખી આવી ? તેં એ વિદ્યાવડે મરકી ફેલાવી એ કાર્ય નીચ જાતિ ના લોકો કરે એવું કર્યું છે.” ઈત્યાદિ દુષ્ટ વચનો સંભળાવતી એને મહેણાં મારતી, છતાં એ નિર્દોષ છે એમ જાણતી હોવાથી હૃદયને વિષે દયા ધરાવતી માતંગીઓ ધીમે ધીમે એને સીમાડા સુધી લઈ ગઈ-જેમ ચરટ લોકો એક કેદીને વિકટ એવા વનને વિષે લઈ જાય છે તેમ. પછી એના શરીરને કોઈ પણ પ્રકારની ઈજા કર્યા વિના ત્યાં વનને વિષે એને મૂકી દીધી. પણ એ યે એમ માનવું કે બહુ સારું થયું. કારણકે દેવતાની પ્રતિમા પણ જો અક્ષત હોય તો કોઈ વખત મંદિરને વિષે પ્રતિષ્ઠિત થવાનો પ્રસંગ આવે છે. પછી સાક્ષાત દુષ્ટ કર્મ પ્રકૃતિઓ જેવી, એ માતંગીઓ ત્યાંથી પાછી વળી. અહીં, એકલી પડી એટલે અતિશય દુઃખને લીધે મુંઝાઈ જતી રાજપુત્રવધુ પણ વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી : અરે ! મારા જેવી પાપિણી માતાના ગર્ભને વિષે જ કેમ ન ગળી ગઈ ?-મેઘમાળા પુષ્કળ પવનને લીધે આકાશમાં ગળી વીખરાઈ જાય છે તેમ. દિવ્ય કરતી વખતે મંત્ર તંત્ર જાણનારો જેમ અગ્નિને થંભાવી દે છે તેમ મને પણ મારાં પાપોએ કેમ થંભાવી ન દીધી ? કોઈને પણ નહીં પડ્યાં હોય એવાં દુઃખોથી ઘેરાયેલી હું માતાના ઉદરમાંથી નીકળતાં જ કેમ મૃત્યુ પામી નહીં ? અથવા અપરમાતાઓએ મને મારી ભલ માતાની સાથે જ કેમ મૃત્યુ શરણ ન કરી ? હે અધમમાં પણ અધમ વિધાતા ! મેં તારો એવો શો અપરાધ કર્યો છે કે તેં મારા જેવી નિર્દોષ સ્ત્રી પર, લોકોએ જનકરાજપુત્રી સીતા ઉપર મૂક્યું હતું તેમ, કલંક મૂક્યું ? મનુષ્યના મનના ભાવને જાણનારા હે વિધાતા દેવ ! પ્રતિકુળવાયુ જેમ નૌકાને સમુદ્રના જળને વિષે ડુબાડી દે છે તેમ તું મારો બીલકુલ દોષ ન હોવા છતાં પણ શા માટે મને આવા દુઃખસાગરમાં ધકેલે છે ! ૧૨૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #130 -------------------------------------------------------------------------- ________________ અથવા તો હું ભૂલું છું; મારે શા માટે આ અદષ્ટને વિશેષ કહેવું જોઈએ ? મારે તો મારા પ્રિય નાથની પાસે મારું દુઃખ કહેવું યોગ્ય છે; કારણકે કુળવાન વધુઓના અસાધારણ દુઃખ એમના પતિ વિના અન્ય કોણ જાણે ? હે પ્રાણેશ ! હે ગુણનિધિ ! હે શ્રેણિકરાજાના કુળરૂપી આકાશના પ્રતાપી સૂર્ય, હે નંદાના ઉદરરૂપી સરોવરના રાજહંસ ! હે અનેક મહાબુદ્ધિશાળી મંત્રીઓના શિરોમણિ ! હે નીતિજ્ઞ ! હે નીતિપાળ ! મારા જેવી તદ્દન નિરપરાધીને વિષે અનર્ગળ દોષોની સંભાવના કરીને તમે મને અત્યંત વિકટ વનમાં મોકલાવી દીધી તે તમને શું ઉચિત લાગે છે ? જેનો લેશ પણ દોષ તમે નજરે જોયો નથી એવી મારા જેવી સ્ત્રીને તમારે શું એકવાર દિવ્ય કરવાની તક આપવી જોઈતી ન હતી ? જે પ્રત્યક્ષ ચોર ન જણાતો હોય એવાના સંબંધમાં ખાતરી કરવી ઘટતી નથી શું ? શુદ્ધ બુદ્ધિ વડે આપ વિચાર કરી જુઓ. “દોષના ફક્ત ચિન્હ માત્રને જ જોઈને હું શિક્ષા કરું છું.” એમ તમે કદાપિ કહેતા હો તો તે પણ યોગ્ય નથી. કારણકે હે આર્યપુત્ર ! એવી મુઢની નીતિ તો માત્ર સામાન્ય-જેવા તેવા લોકોને વિષેજ શોભે; આપના જેવા શાસ્ત્રાર્થમાં નિર્મળ મતિવાળાને વિષે શોભે નહીં. દ્રવ્યવાનની દ્રવ્યની થેલીઓ ઉપર જેમ વ્યાપારી વર્ગ આજીવિકા ચલાવે છે તેમ, હે સ્વામીનાથ ! આપના બુદ્ધિબળ ઉપર સર્વ કોઈ જીવે છે. જે આપનો પોતાનો ખાસ વિષય છે તેમાં જ આપે કેમ ભૂલ કરી ? એક વૈધ પણ જો પોતાને સમજણ ન પડતી હોય તો, અન્ય વૈધની સહાયથી ચિકિત્સા કરે છે. અથવા તો હે નાથ ! મારાં અનેક પાપકર્મોને લીધે જ આર્યપુત્રની આવી બુદ્ધિ થઈ હશે; એમાં કોઈ વાતે સંશય નથી. કારણકે બુદ્ધિને કર્માનુસારિણી કહી છે. હવે જો દુર્દેવને યોગે કોઈ સ્ત્રીને એનો પતિદેવ ત્યજી દે છે તો એને કાં તો પિતાનું ઘર અથવા તો મોસાળ-એ બેજ આશ્રયસ્થાન છે. એમાંથી પહેલું માતા પિતાનું ઘર વૈતાદ્ય પર્વતપર છે, અને બીજું એટલે મોસાળ-તે આપનો જ સકળ પક્ષ છે. આમ વાત છે એટલે જ્યારે સકળ જગતના શરણરૂપ-આર્યપુત્રે મને ત્યજી દીધી છે હમણાં હું અશરણ છું. હવે ક્યાં જઈને રહું ? અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણ વનમાં બહુ બહુ વિલાપ કરી સકળ દિશાઓને વિષે પણ શૂન્યકાર જોઈ એ ઊંચે સ્વરે રૂદન કરવા લાગી એથી એનો કંઠ, ઓષ્ઠ, તાળુ, જીભ અને હૃદય પણ શોષાવા લાગ્યા. છતે સદ્ગુણે, નથી એમ કહે, અને અછતા દોષનું આરોપણ કરે; એથી જે દુ:ખ થાય છે તે દુ:ખ મહાસાગરનાં નીર પણ શોષી લે છે; તો પછી મનુષ્યમાત્રના હૃદયની તો વાત જ શી કહેવી ? એવામાં જાણે એના પુણ્યને લીધે શીઘ્ર આકર્ષાઈ આવ્યા હોય નહીં એમ કેટલાક તાપસો, ત્યાં આવી એને પુછવા લાગ્યા-હે ભલી બાઈ ! તું કોણ છે ? અત્રે ક્યાંથી આવી ? અને કેમ રૂદન કરે છે ? જેના અનેક કાર્યો નિંદાય છે એવો દયાહીન દૈવ તારા પર રૂઠ્યો જણાય છે.” સતત નિસાસા નાંખતી વિધાધર પુત્રીએ એમને જોઈ, એમના ઉપર પોતાના ગુરુજનના જેવો વિશ્વાસ આવવાથી પોતાનું સમસ્ત વૃત્તાંત કહી બતાવ્યું તે સાંભળવાથી એ મુનિજનોને પણ અત્યંત ખેદ થયો. એમણે એને આશ્વાસન આપીને કહ્યું કે હે પુત્રી ! તું બહુ અધીરી થઈશ નહીં; ધૈર્ય ધારણ કર. કારણકે જેણે નિષ્કરૂણોને વિષે અગ્રપદ પ્રાપ્ત કર્યું છે એવા તારા કર્મનું આ ઉગ્ર પરિણામ છે ! એ કર્મે જગતને વિષે કોની વિડંબના નથી કરી ? કોને દુ:ખમાં નથી નાખ્યા ? એણે કોની લક્ષ્મી નથી હરી લીધી ? વળી એણે કોને અપવાદિત નથી કર્યા ? વિધિનું આ સ્વરૂપ સર્વસાધારણ છે એટલે હે વિદૂષીબાઈ ! બુદ્ધિશાળીઓએ ખેદ શો કરવો ? વળી તેં કદાપિ ક્યાંય નથી સાંભળ્યું કે પાંચ માણસોની સાથે રહેવાથી દુ:ખીનું દુઃખ ઓછું થાય છે ? માટે અમારી સાથે ચાલ. તું શ્રેણિક રાજાની ભાણેજ છો અને વળી પુત્રવધુ પણ છો તો અમારી સાથે પણ તારો અમે એજ સંબંધ ગણશું કારણકે “રાજા” “બંધુ” કહેવાય છે અને અમે પણ બંધુજન છીએ એટલે સમાન ગણાઈએ માટે અમારી સાથે આવી રહે. અહીં જમીન પર દર્ભ ઉગ્યો છે તો હળવાં હળવાં પગલાં મૂકજે. વળી તાપ પણ પુષ્કળ છે માટે શિર પર વસ્ત્ર બરાબર કર. આવાં દયાભર્યા વચનો ઋષિઓનાં સાંભળી, ગયેલી આશાવાળીની આશા પુનઃ આવી અને એમની સંગાથે એ નજીકમાં એમનો આશ્રમ હતો ત્યાં ગઈ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૨૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ એ તાપસીના આશ્રમમાં રાજપુત્રવધુ પોતાના આવાસમાં જ રહેતી હોય એમ સુખમાં હર્ષ સહિત રહેતી હતી. એવામાં ઉજ્જયિની જવા નીકળેલો એક સંઘ જાણે એના દર્શનામૃત માટે આતુર હોય નહીં એમ ત્યાં આગળ થઈને જતો જણાયો. એટલે એ તાપસો, શિવાદેવીને સોંપવા માટે, તેને સાથે લઈ એ સંઘની સંગાથે ચાલી નીકળ્યા-તે જાણે કોઈ આવો જ પ્રસંગ પ્રાપ્ત થયે એ પોતાના સ્વામીનાથને પુનઃ મેળવી શકશે એવા હેતુથી જ હોય નહીં ! વ્યાપારીઓની વ્યાપારની વસ્તુઓ આદિ સામાનનો ભાર ઉપાડીને ચાલતા શ્રેષ્ઠ ઊંટો, વૃષભો, ભેંસ અને રાસભો આદિ જાનવરો સહિત પ્રયાણ કરતો સંઘ, દંડ-બાણ-તલવાર આદિ શસ્ત્રવાળા વિકરાળ રક્ષપાળોની સહાયથી આગળ આગળ કુચ કરતો ચાલ્યો. હિંગ-પ્રવાળાલવણ આદિ કરીયાણાથી ભરેલી ગુણોથી લદાયેલા, પહોળા પૃષ્ટભાગ અને દીર્ઘ શૃંગોવાળા વૃષભો ઘંટાનો ટસત્કાર કરતા આવતા હતા તે જાણે માર્ગને વિષે આવતાં ગામડાના લોકને બોલાવવા માટે જ હોય નહીં ! વળી નાના પ્રકારની અનેક અન્ય વસ્તુઓથી ભરેલા ગાડાના ચાલવાથી થતા ચીત્કારરૂપ અવાજને લીધે જાણે એટલા બધા ગાડાઓના ચક્રો-પેંડાઓનો ઘસારો સહન ન થઈ શકવાથી પૃથ્વી રૂદન કરતી હોય નહીં એમ દેખાતી હતી ! બહુ મૂલ્યવાન વાસણો અને વનજદાર યંત્રો આદિ આવા ગાઢ માર્ગે લઈને ચાલતા ઊંટો પોતાની ગ્રીવા-ડોકને વાળી વાળીને વૃક્ષોની શાખાઓને તોડી ખાતા હતા. (કહ્યું છે કે મોટા શરીરવાળાઓનું જ્યાં ત્યાંથી પણ બધું પૂરું થઈ રહે છે). “આપણને લોકો અપશુકનમાં ગણે છે તો આપણે એમને એવી રીતે સંતોષીએ કે પાછા એઓ આપણા જ શુકન જોઈને ચાલે.” એમ વિચારીને જ હોય નહીં એમ મહિષોપાડાઓ જળની પખાલો વહીવહીને લોકોની તૃષા છીપાવતા હતા. વળી કાનને ઊંચો અને કંધરા-ડોકને સીધી રાખીને રાસલો પણ માર્ગને વિષે દાંત ડરતા-કચકચ કરતા હતા; ખરું જ છે કે દુઃખને વિષે પણ જાતિસ્વભાવ જતો નથી. આ પ્રમાણે દડમજલ કરતા તે સંઘની સાથે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ તાપસો પણ વિધાધરપુત્રીને સાથે લઈ ધીમે ધીમે ચાલતા સુખે પ્રધોતનરાજાની ઉજ્જયિની નગરીએ પહોંચી ગયા. સમજુ લોકો સાથ, શોધે છે તે આજ કારણોને લીધે. ઉજ્જયિની પહોંચ્યા એટલે તાપસોએ રાજપુત્રવધુને શિવાદેવીને સુપ્રત કરી અને સર્વ વૃત્તાંત અથેતિ કહી બતાવ્યો; રત્નાકરે તો રત્ના કાઢી નાખ્યું પરંતુ એ રત્ન પાછું પરીક્ષકના હાથમાં જ આવી પડ્યું ! પોતે ચેલણાની બહેન હોવાથી ચેલ્લણાની શોક્ય જે નંદાતેના પુત્ર અભયકુમારને પોતાનો ભાણેજ જાણી એની સ્ત્રીને ભાણેજવહુ તરીકે બહુ ગૌરવ સહિત રાખી. એટલા જ માટે બહુ સંબંધઓવાળા. માણસોનું સારું કહેવાય છે. વળી અભયકુમાર પણ અહીં હતો. એ પણ એની નિર્દોષતા અને નિષ્કલંકતા જાણી એને બોલાવી એની સાથે સુખ ભોગવવા લાગ્યો. અથવા તો સૂર્ય કાંઈ હંમેશા ધૂળથી છવાયેલો રહેતો નથી. પ્રદ્યોતનરાજાએ પણ ચંદન-બરાસ-કસ્તુરી-ઉત્તમ બગીચો આદિ સમસ્ત ભોગની વસ્તુઓ અભયકુમારને પૂરી પાડી; અથવા તો બંધનમાં સપડાયેલા એવા યે હસ્તિને મહીપતિ-રાજાઓ સદા ઉત્તમોત્તમ ભોજ્ય પદાર્થો આપે જ છે. હવે પ્રદ્યોતના મહારાજાના રાજ્યમાં (૧) રાણી શિવાદેવી (૨) અનલગિરિ નામનો હતિ (૩) અગ્નિભીરુ નામનો રથ અને (૪) લોહલંઘ નામનો કાસદ-એ ચાર એનાં સર્વ કાર્ય સિદ્ધ કરનારાં અગ્રણી રત્નો ગણાતાં હતા; અને એજ એનું સૈન્ય છે એમ કહેવાતું. મહારાજા લોહજંઘને નિરંતર મંડળિક રાજાના ભૃગુકચ્છ નગરે મોકલ્યા કરતો. (એટલા માટે જ કહેવાય છે કે રાજાધિરાજ હોય તે અન્ય નાના રાજાઓને લેશ પણ ગમતો નથી.) એ લોહજંઘના જવા આવવા પ્રસંગે ઉતારા આદિની સર્વ ગોઠવણ કરવાની પૂરી ચિંતા કરવી પડતી હોવાથી એ રાજાઓના મન સદા ઉદ્વેગમાં રહેતા એટલે સર્વ મળીને કહેવા લાગ્યા-આ પાપિષ્ઠ એક વહાણની પેઠે હંમેશા એક દિવસમાં પચવીશ યોજનનો પ્રવાસ કરીને કેવી રીતે આવે છે ? અન્ય કોઈ હોય તો તો તે મહિને માસે, કે પખવાડીએ આવે; અને તેથી આપણને થોડા દિવસ ૧૨૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #134 -------------------------------------------------------------------------- ________________ તો નિરાંત રહે. પણ આ સત્યાભિધ તો હંમેશને હંમેશ આવીને ઊભો. જ છે તે આપણને પૂરેપૂરા હેરાન કરે છે. માટે આપણે એના સત્વર પ્રાણ જ લેવા.” આમ વિચાર કરીને એમણે ક્ષણમાં એનું ભાતું ગુપ્તપણે. લઈ લઈને એની જગ્યાએ વિષવાળા મોદક મૂકી દીધા. કહેવત છે કે નિર્બળ માણસો ચંડાળ લોકોને ઘેર જ ધાડ પાડે છે. (દુબળે ઘેર જ ધાડ હોય છે.) લોહજંઘ તો આ કંઈ જાણતો નહોતો એટલે વિષમય મોદકથી ભરેલો ડાબલો ખભે મૂકીને નગર બહાર ચાલી નીકળ્યોમાણેક અને મત્સ્યોથી ભરેલા મહાસાગરમાંથી જેમ ભરતી સમયે પાણી બહાર નીકળી જાય છે તેમ. પછી જ્યારે ભોજનનો સમય થયો ત્યારે કોઈ જળાશયને તીરે બેસી દાતણ કરી એણે નહાઈ લીધું. કારણકે ઘણા માણસો માર્ગને વિષે જતાં આવતાં પણ નહાવા ધોવાનું ચુકતા નથી. પછી જમવા માટે જેવો તે દાબડો ઉઘાડવા ગયો તેવો કાંઈ અપશુકન થવાથી અટકી ગયો; વૈતાઢ્ય પર્વતની ગુફા ઉઘાડવા જતાં જેમ તેના અધિષ્ઠાયક દેવોના કહેવાથી પૃથ્વીરૂપી સ્ત્રીનો પતિ કૃણિક અટકી ગયો હતો તેમ. લોહજંઘ પણ આવા શુકનનો મર્મ જાણતો હતો તેથી એણે ભોજન કરવું બંધ રાખ્યું. આવા પ્રસંગો બને છે માટે જ બુદ્ધિમાન મનુષ્યો સમસ્ત વિષયોનું જ્ઞાન મેળવે છે. પછી એ ત્યાંથી ઊઠીને આગળ દૂર ગયો તો ત્યાં પણ એ જ અપશુકન થવાથી જમવાનો વિચાર કરતો અટક્યો. કહે છે કે શુકન શાસ્ત્રના જ્ઞાનના બળે માર્ગમાં પ્રવાસીઓના પ્રાણ બચે છે. ત્રીજીવારના પ્રયત્ન પણ એ જ અપશુકન થયા તેથી એ ક્ષુધાતુર છતાં જમ્યો જ નહીં. (લાભ કરનારા શકનનું સ્વરૂપ એવું છે કે ફરી ફરીવાર તે એક જ જાતનાં થાય છે.) ઘેર આવીને લોહજંઘે એ સર્વ હકીક્ત રાજાને કહી, અને રાજાએ પણ પાછી અભયકુમારને કહી. સાથે એટલું વધારે કહ્યું કે “હે બુદ્ધિના ભંડાર ! આમાં શું હેતુ છે તે શોધી કાઢ. કારણકે તારા સિવાય અન્ય કોઈ ગૂઢ વસ્તુને જાણી શકશે નહીં. એટલે એણે પણ, જેવી રીતે પડિલેહણ વખતે સાધુઓ પાત્રો સુંઘી જુએ છે તેવી રીતે, એ ભાતનો ૧. પ્રતિજ્ઞા કરી હોય ને તે પાળતો હોય એમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ દાબડો સુંઘી જોયો અને કહ્યું કે, હે નરેશ્વર ! આ દાબડામાં કોઈ એવી વસ્તુઓનો સંયોગ થયો છે કે તેમાં દૃષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયો છે. જો અણસમજથી એણે એ ઉઘાડ્યો હોત તો એ એજ સમયે એની અગ્નિ સમાન જ્વાળાથી દગ્ધ થઈને મૃત્યુ પામ્યો હોત. એ જ કારણને લઈને સ્થિરબુદ્ધિવાળા મનુષ્યો પ્રાણને ભયમાં નાખનારું કાંઈ કાર્ય આરંભતા જ નથી. હે રાજન ! આ લોહજંઘ મહાભાગ્યશાળી કે આવું અનર્થનું કારણ એની સમીપ છતાં એ સધ અત્રે ક્ષેમકુશળ આવી પહોંચ્યો. એમાં કારણભૂત કાંતો એના આવાં બલવાન ચરણ અથવા તો આપ મહારાજાનું પુણ્ય. માટે હવે એ દાબડાને નીતિપ્રિય રાજાઓ તો પોતાના દેશમાંથી ખળ પુરુષને દૂર કરે છે તેમ, વનમાં લઈ જઈ ફેંકી આવવો જોઈએ. નિરંતર અભયકુમારના વચનો વિષે વિશ્વાસ ધરાવતા રાજાએ આ વખતે પણ એનું કહ્યું કર્યું. પછી સમીપમાં રહેલા તૃણ, વૃક્ષના પત્રો અને વેલા આદિ સળગાવી એના અગ્નિમાં પેલા દાબડામાંથી વિષસર્પને કાઢીને તુરત જ બાળી મુક્યો. સત્ય જ કહેવાય છે કે અગ્નિ, ઈંધનના ભારાને ભારા ખાઈ જઈ જાજ્વલ્યમાન બળતો હોય છતાં ભૂખ્યો ને ભૂખ્યો જ છે.” પછી કોઈક સમયે એકવાર પ્રદ્યોતનરાજા આત્મગત કહેવા લાગ્યો“આ અભયકુમાર કાંઈ આ વારાંગનાના પ્રયાસથી નથી આવ્યો. પરંતુ એવાં મારાં શ્રેષ્ઠ ભાગ્યદેવતા એને અહીં ખેંચી લાવ્યા છે. જો એ ન હોત તો એ સર્પરૂપી યમરાજાને બહાને નિશ્ચયે અકસ્માત મારો પ્રલયકાળ જ આવી પહોંચ્યો હોત. સર્વ રાજાઓમાં મગધરાજશ્રેણિકના ધન્ય ભાગ્ય સમજવા કે એને આવો અભયકુમાર જેવો પુત્ર છે-જે સંકલ્પમાત્ર કરતાં સર્વ મનવાંછિત પૂરાં કરે છે. પરંતુ કલ્પવૃક્ષ કંઈ ઘેર ઘેર હોતા નથી. જેને આવો શ્રેષ્ઠ બુદ્ધિશાળી મંત્રી છે એવા એ શ્રેણિકરાજાની સામું હવે હું આડી નજરે પણ જોઈ શકીશ નહીં; કારણકે જેના મનોમંદિરમાં પરમેષ્ઠીમંત્ર વાસ કરી રહ્યો છે તેને ભૂતપિશાચ શું કરી શકે ?” આમ વિચારતાં એના અંતઃકરણમાં અત્યંત હર્ષ થયો તેથી એ અભયને કહેવા લાગ્યો-હે રાજપુત્ર ! તું નિઃશંક થઈને ગમે તેવું દર્લભ પણ વર મારી પાસે માગી લે. એટલું જ કે તને મુક્ત (છૂટો) કરવાનું માગીશ નહીં, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ અન્ય ગમે તે માગજે. એ સાંભળીને જેનો ખેદ જતો રહીને એને સ્થાને ઉત્સાહ આવ્યો છે એવો પ્રવરમતિમાન અભયકુમાર પોતાના દઢ સ્વભાવને લીધે મનમાં જ એને તુચ્છકારતો કહેવા લાગ્યો; એ જે વર તમે મને આપો છો તે હમણાં તમારી પાસે જ રહેવા દ્યો. હું જોઈશે ત્યારે માગી. લઈશ. જે તમારી પાસે છે તેને આ અભય પોતાની જ તીજોરીમાં પડેલું સમજે છે. આ પૃથ્વીપતિને પોતાની અંગારવતી નામની સ્ત્રીને પેટે અવતરેલી વાસવદત્તા નામની કન્યા હતી. તે સકળ ગુણોનું તો જાણે એક નિવાસસ્થાન હતી, સૌભાગ્યની ભૂમિ હતી અને સમસ્ત બંધુજનોની માનીતી હતી. કમળપત્રોને વિષે જેમ હંસી શોભે તેમ એ સર્વ પરિજનોના અંકમાં રમતી શોભતી હતી. ધાત્રીઓ એનું નિત્ય પરિપાલન કરતી હતી; અને પિતા પોતે એને સદા લાડ લડાવતો હતો. બાળકના તોતડા-બોબડા શબ્દો બોલતી, પિતાના વાળ ખેંચતી અને એના અંક-ખોળામાં બેસતી. (ખરું જ છે કે બાળકની સર્વ ચેષ્ટાઓ સુખ આપનારી હોય છે.) પિતાના સેંકડો મનોરથની સાથે વૃદ્ધિ પામતી, ચોખુણ સમાન શરીરમાનવાળી એ કન્યાને લોકો વિકસિત નેત્રે જોઈ રહેતા હતા. અનુક્રમે બાલ્યાવસ્થા ત્યજી કૌમારાવસ્થામાં પ્રવેશ કરતાં એ બુદ્ધિમાન અને શાસ્ત્રને વિષે અનુરાગવાળી કન્યાએ, ચંદ્રમાં જેમ પૂર્ણિમાની રાત્રિએ સર્વ કળા પ્રાપ્ત કરે છે તેમ, પ્રવીણ ગુરુ પાસે વિના પ્રયાસે સત્વર સર્વ નિર્મળ કળા પ્રાપ્ત કરી. પરંતુ ગાંધર્વ વિદ્યામાં નિપુણ એવા કોઈ ગુરુનો યોગ ન થવાથી તે ઉત્કૃષ્ટ સંગીત કળાના અભ્યાસ વિના રહી. અથવા તો અમર્યાદિત જ્ઞાન તો સર્વજ્ઞનું જ હોય છે; બાકીના અન્ય સર્વ જનોનું તો એમની બુદ્ધિની ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણે અમુક મર્યાદ-હદ સુધીનું જ હોય છે. એ કન્યામાં અનેક ઉત્તમ લક્ષણો જણાતા હતા તેથી, અને એની વાણીમાં મધુરતા, સ્વભાવમાં દક્ષતા-વિનય-ધૈર્ય આદિ ગુણો હતા એને લીધે એનો પિતા અને પુત્રથી પણ અધિક ગણતો; અથવા તો પુત્રી કે પુત્રનું કંઈ મૂલ્ય નથી; મૂલ્ય છે એમનામાં (સ૬) ગુણો હોય તો એ ગુણોનું. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ એકદા રાજાએ પોતાના અમાત્યને પૂછ્યું-હે શાસ્ત્રના પારગામી મંત્રી ! ગાંધર્વ વિદ્યામાં પ્રવીણ એવો કોઈ પુરુષ તમારી નજરમાં છે કે જે આપણી વાસવદત્તાને સંગીતવિદ્યાનો અભ્યાસ કરાવી શકે ? સાસરેપતિને ઘેર રહેનારી રાજપુત્રીઓને પતિ રંજનાર્થે એ સંગીતવિદ્યાકળા, સંપાદન કરવી અવશ્યની છે; વણિકજનની વધુઓને જેમ રસવતી-રસોઈના જ્ઞાનની જરૂર છે તેમ. હે અમાત્ય ! આ રાજપુત્રીઓ જો નાટ્યકળાસંગીતકળા આદિ વિનોદકારી વિદ્યાઓમાં પ્રવીણ હોય છે તો એ સુખે-આનંદમાં દિવસો નિર્ગમન કરે છે; જેવી રીતે પંડિતજનો શાસ્ત્રાભ્યાસમાં હર્ષથી સમય વ્યતીત કરે છે તેમ. એ સાંભળીને બોલવામાં વાચાળ એવા મંત્રીએ કહ્યું-હે નરેન્દ્ર ! કૌશામ્બી નગરીનો ઉદયન રાજા સંગીતમાં બહુ પ્રવીણ છે; જાણે એ. કળાનો એ બીજો સૃષ્ટા જ હોય નહીં એવો છે. પરમ તત્વ જાણનારો આ ઉદયનરાજા ઈન્દ્રના હાહા-હૂહુ નામના ગંધર્વોની ગાયનવિદ્યાનું રહસ્ય ગુપ્ત રીતે શીખી લાવ્યો છે એમ મને લાગે છે. એ એવું મધુર ગાય છે કે ગીતરસિક મનુષ્યોની જેમ મદોન્મત્ત હસ્તિઓને પણ લીલામાત્રમાં સ્થિર કરી વશ કરી લે છે; સાધુઓ ઈન્દ્રિયોને વશ કરી લે છે તેમ. માટે એ અનેક હસ્તિઓને ગીતના પ્રયોગે સુલભતાથી બંધનમાં નાખી પકડી લે છે તેમ આપણે કોઈ નિર્દોષ પણ ઉત્તમ ઉપાય કરી એને બંધનમાં નાખી શીઘ અહીં લઈ આવીએ. (મંત્રી વળી એ માટે શું કરવું તે કહે છે) જુઓ:- આપણે વનમાં એક કાષ્ટનો હાથી બનાવરાવવો. એ બરાબર માપસર તૈયાર કરાવવો અને રૂપરંગ પણ જોઈએ એવું કરાવવું. વળી યંત્રાદિની રચનાથી એ ગમનાગમન કરી શકે એવો બનાવવો કે જેથી એને લોકો સાચું જ પ્રાણી ધારે. એક વહાણમાં રાખવામાં આવે છે એવા શસ્ત્રધારી બળવાન સુભટો. એ હાથીના ઉદરભાગને વિષે રહી શકે એવી રચના કરવી. પીઠના પવનથી વહાણ ચાલે છે તેમ એમનાથી અલક્ષ્યપણે એ કૃત્રિમ હાથી ચલાવી શકાશે. એ અટવી મધ્યે સર્વત્ર હરતો ફરતો દેખાયા કરશે એટલે એની કૃત્રિમતાને નહીં જાણનાર ઉદયનરાજા એને પકડવાને પ્રવૃત્ત થશે. ૧૨૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #138 -------------------------------------------------------------------------- ________________ કે તુરત જ અંદર રહેલા સુભટો બહાર નીકળીને એને પોતાને જ પકડી બાંધી લેશે. અથવા તો દેવાદાર જો મજબૂત પક્ષવાળા હોય તો સામા નથી થતા શું? આ પ્રમાણે વશ કરીને એને આપણે અહીં લાવીશું એટલે એને આપણી મહાબુદ્ધિશાળી પુત્રીને અભ્યાસ કરાવવો જ પડશે; કારણકે પ્રાણને ખાતર અયોગ્ય કાર્ય પણ કરવું પડે છે. પ્રદ્યોતન રાજાએ પોતાના અમાત્યની આવી યુક્તિ સાંભળીને કહ્યુંવાહ ! કહે છે તે બધું ઘણું જ સરસ છે. માટે જા, તું એ પ્રમાણે બધી ગોઠવણ કર. એ પરથી એ મંત્રીએ શીધ્ર એવો હાથી બનાવરાવ્યો. અથવા તો રાજાની આજ્ઞા થાય તો પાણી પણ શું બોલતું નથી થતું ? આ કૃત્રિમ હાથી સાચા હાથી કરતાં પણ દેખાવમાં શ્રેષ્ઠ થયો. અથવા તો સાચા બનેલા બનાવો પરથી લખેલા ચરિત્રગ્રંથ કરતાં, મહાકવિની કલ્પનાથી ઉપજાવી કાઢેલી કથા શું નથી ચઢી જતી ? ઊંચી સૂંઢ-કદાવર અંગમોટા દંકૂશળ આદિથી અનેક ચેષ્ટાઓ કરતો એ હાથી, કે જેના પેટમાં મહા શસ્ત્રધારી સુભટો સંતાયેલા હતા, તે વનમાં અહીં તહીં ભમ્યા કરતો વનવાસિઓની દષ્ટિએ પડ્યો એટલે એમણે જઈને હર્ષ સહિત પોતાના રાજા ઉદયનને ખબર આપ્યા કે-હે દેવ ! જાણે સ્વર્ગમાંથી ઈન્દ્રરાજાનો જ હસ્તિ ઉતરી આવ્યો હોય એવો એક ઉત્તમ હાથી આજે વનમાં ક્રીડા કરતો વિચરતો અમારા જોવામાં આવ્યો છે. એમનાં આ વચન સાંભળી જેને અમૃતપાનથી થાય તેવો હર્ષ થયો છે એવા આ રાજાએ એને પકડવાને મિથ્યાત્વમોહનીય જેવા ઘોર અંધકારવાળા વનમાં પ્રવેશ કર્યો. પોતાના સકળ પરિવારને દૂર પડતો મૂકી એ રાજા એકલો એકચિત્તે હર્ષસહિત ધીમેધીમે એ હાથીની સામો ગયો; એક સિંહ જેમ મૃગલાને પકડવા જાય તેમ. પોતાની કળાનું જેને બહુ અભિમાન હતું એવો એ ઉદયન રાજા એની નજીક જઈ અતિ મધુર સ્વરથી ગાવા લાગ્યો. ખરેખર મનુષ્યનું કળાચાતુર્ય કલ્પિત ફળને માટે જ જાણે કલ્પેલું છે ! જેમ જેમ એ વિશેષ વિશેષ આકર્ષક ગીતગાન કરતો ગયો તેમ તેમ હસ્તિના પેટામાં રહેલા સુભટો હસ્તિને, તે ન હાલે કે ન ચાલે એમ સ્થિર કરતા ગયા. એથી ઉદયનનું ચિત્ત પણ નિશ્ચળ થયું. જ્યારે એણે જોયું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ કે હસ્તિ એના ગાયનથી મોહિત થઈ ગયો છે ત્યારે એને પકડવાને સજ્જ થઈને એ એની અત્યંત નજદીક ગયો; પોતાના રીસાયેલા બંધુને મનાવવા જતો હોય તેમ. રાજાની કૃપાથી ઉન્મત્ત થયેલા અધિકારીની જેમ એ હાથી એકદમ ખંભિત થઈ ગયો છે એવો જ્યારે ઉદયન રાજાને નિશ્ચય થયો ત્યારે એ સિંહની જેમ કૂદકો મારીને હર્ષસહિત એની પર ચઢી બેઠો. અમારે માથે ચઢી બેઠો એ વળી કોણ આવ્યો એમ ક્રોધે ભરાયા હોય નહીં એમ સુભટો એ કૃત્રિમ હસ્તિના પેટામાંથી બહાર આવ્યા અને ઉદયનને એના પરથી નીચે પાડી દીધો; અને એ એકલો હોવાથી એને બાંધી લીધો. દઢ અને મહાબળવાન ભુજાવાળો છતાં એકલો હતો, પોતાની પાસે કંઈ શસ્ત્ર હતું નહીં, અને વળી પારકા હાથમાં સપડાયો હતો તેથી વત્સરાજ-ઉદયન સુભટોની સાથે યુદ્ધ કરવા લલચાયો નહીં. એક સિંહ પણ આવી સ્થિતિમાં બીજું શું કરે ? આમ માયા પ્રપંચ કરીને પકડેલા વત્સરાજને સુભટોએ હર્ષસહિત પોતાના રાજાના મહેલ પાસે લાવી ખડો કર્યો. કહ્યું છે કે રાજાને ત્યાં હળ નથી કામ કરતા, છળ કામ કરે છે. વત્સરાજને જોઈ પ્રદ્યોત રાજાએ કહ્યું-તમે મારી પુત્રીને ગાંધર્વ વિદ્યાનો અભ્યાસ કરાવો અને મારા મહેલમાં સુખે રહો. અન્યથા સારું ફળ નહીં આવે. એ સાંભળી સમયને જાણનાર ઉદયને વિચાર કર્યો કે હમણાં તો રાજપુત્રીને અભ્યાસ કરાવવો પડશે; કાળે સૌ સારાં વાનાં થઈ રહેશે; કારણકે કાંઈ એક જ સ્વપ્ન સવાર પડતી નથી. પોતાની માઠી સ્થિતિમાં રસોઈયા તરીકે રહેવું પડ્યું હતું એ નળ પણ પાછો “નળા રાજા” નહોતો થયો શું ? એમ વિચારી એણે પ્રધોતરાજાનું એવું (અયોગ્ય) કહેવું પણ માન્ય કર્યું. કારણકે સમજુ મનુષ્યો કદિ એકાગ્રહી હોતા નથી. વિજયશાલી રાજાએ બંધાયેલા રાજાને વળી થોડું વિશેષ કહેવાનું હશે તે એ કહ્યું કે-હે ઉદયન ! સાંભળ-મારી પુત્રી એક આંખે કાણી છે. કૌતુકથી પણ એની સામું બીલકુલ જોઈશ નહીં. કારણકે એમ કરવાથી એ બહુ શરમાશે. એના ભાગ્યમાં હશે તો, તમે એને શીખવશો એ ૧૩૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ સંગીતકળા જ એને દ્વિતીય નેત્ર બક્ષશે. એને એમ આદેશ કરીને પછી પોતે અંતઃપુરમાં પુત્રી પાસે ગયો. ત્યાં જઈને કહ્યું કે “મેં તારે માટે એક સંગીતવેત્તા ગુરુ શોધી કાઢ્યો છે. પણ એને કુષ્ટનો રોગ છે (કારણકે કળાવાન મનુષ્યોમાં કોઈ નહીં ને કોઈ દૂષણ તો હોય છે.) તો હવે તને કહેવાનું કે તું એની પાસે અભ્યાસ કરવા બેસે ત્યારે તું એના સામું બીલકુલ જોઈશ નહીં. કેમકે એ તને ગમશે નહીં. વળી કાંઈ માંગલિકયા જેવું હોય તે નીરખીએ તો તો જાણે ઠીક. પણ આવા અમાંગલિક તરફ દષ્ટિ પણ શા માટે કરવી ? એ ઉપરાંત વળી, તારાં નેત્રો કોઈ શ્રેષ્ઠરૂપ આદિ જોવાને યોગ્ય છે, નહીં કે આવું બીભત્સ કુષ્ટિનું શરીર. બીજું સુરેન્દ્રના અશ્વરનને નિરંતર જોનારી દેવકન્યા કદિ પણ પામર શ્વાન તરફ આડી નજરે યે જુએ ખરી ? પિતાના વચનોને શિરસાવંધ માનનારી હે પુત્રી ! હું તને વારી વારીને કહ્યું છે કે તારે સ્વપ્નને વિષે પણ એ તારા અધ્યાપકગુરુના તરફ દષ્ટિ સરખી પણ કરવાની ઈચ્છા ન કરવી. ડાહ્યા માણસો જે વસ્તુ પોતાને કલ્યાણકારી હોય નહીં તે તરફ લલચાતા નથી. હે પુત્રી ! નિરંતર એકચિત્તે એવી રીતે અભ્યાસ કરજે કે અલ્પ સમયમાં તું એ કળામાં પ્રવીણ થઈ જા. એ કુષ્ટીને પણ પછી તુરત જ રજા આપવાની છે કારણકે એવાઓનો પરિચય ઝાઝો સારો નહીં.” કનાતનો પડદો રાખીને રાજપુત્રીને અભ્યાસ કરાવવા માટે ઉદયનરાજાને પસંદ કરી રાખ્યો એ અમને તો દૂધની થાળી બિલાડીને સાચવવા આપ્યા જેવું થયું એમ લાગે છે ! આ પછી રાજપુત્રીએ તો વત્સરાજગુરુ પાસે સાત સ્વર, સર્વ રાગ, અનેક ભાષા, ત્રણ ગ્રામ અને એકવીશ મૂર્છાનાવાળું; તથા મેઘને પણ ભેદી નાખનારું એવું મધુર સંગીત પરમ આદરપૂર્વક શીખવું શરૂ કર્યું. પરસ્પર ગુરુશિષ્યભાવ ધારણ કરતા અને એક બીજા સામું દષ્ટિએ ન કરતાં મુગ્ધપણે રહેતા એવા-એમનો કેટલોક કાળ વ્યતીત થયો. પણ આવો સમય વૃથા નિર્ગમન કરે એવા તો કોઈક જ હોય છે. એમાં એકવાર રાજપુત્રીને પાઠ કરતાં કરતાં વિચાર થઈ આવ્યો કે આ મારા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ સંગીતકુશળ ગુર કેવાક છે તે જોઉં તો ખરી ! અથવા તો બાળકો પોતાની સ્વાભાવિક ચપળતા કેટલીક રોકી શકે ? આમ એનું મન જુદા વિષય તરફ આકર્ષવાથી ગુરુ શીખવતા હતા એમાં એનું ધ્યાન ન રહ્યું એટલે એ અન્યથા (બીજું જ કંઈ) બોલવા લાગી. તે પરથી ગુરુ-વત્સરાજે એને ઉપાલંભ સહિત કહ્યું- હે કાણે ! આ અપૂર્વ ગીતશાસ્ત્રને તું આમ કેમ ખરાબ કરી નાખે છે ? પ્રાચીન ઋષિરાજોએ મહાકષ્ટપૂર્વક ગ્રંથો રચ્યા છે તેને મૂર્ખ લોકો ફેંકી દે છે. હે મૂર્ખ ! તને તારા ગુરુજનોએ (વડીલોએ) બહુ માથે ચડાવી જણાય છે એટલે તું બરાબર પાઠ કરતી નથી. કહ્યું છે કે બાળકોને પૂરો ભય બતાવીને શિક્ષણ આપવામાં આવતું નથી ત્યાં સુધી તેઓ કહ્યા પ્રમાણે વર્તતા જ નથી. પોતાનો તિરસ્કાર થવાથી એને ક્રોધ ચઢ્યો એટલે એણે પણ ગુરુને સામું કહ્યું- હે કુષ્ટી ! તું તો મને આમ કાણી કહી તદ્દન અસત્ય બોલે છે. પણ તારું તો તું તપાસ. સર્વે લોકો સામાને પોતાના જેવા જુએ છે એટલે ઉદયને કલ્પના કરી કે આ રાજપુત્રી મને જેવો કુષ્ટી કહે છે એવી જ એ કાણી હશે; કારણકે સૌ કોઈ જે કહે છે તે અનુમાનથી જ કહે છે. માટે એ કેવી છે તે જોઉં–એમ વિચારી, મેળાપ ન થવા દેનારું મૂર્તિમાના કર્મ હોય નહીં એવો જે પોતાના બંનેના વચ્ચે કનાતનો પડદો હતો તે એણે ખસેડ્યો કારણકે પુરુષોમાં સ્વાભાવિક રીતે પ્રાગભ્ય-હિંમત હોય છે. પડદો દૂર થતાં જ, જાણે દેવકન્યા હોય નહીં એવી, તંદુરસ્ત લોચન યુગલવાળી રાજપુત્રી ઉદયનની દષ્ટિએ પડી. એણે પણ વિકસિત નયનોવડે, દેવતાઓ કરતાં પણ રૂપમાં ચઢી જાય એવા, પોતાના ગુરુ તરીકે રહેલા ઉદયનને ભાળ્યો. પછી તો સુંદર-કોમળ-હસ્તવાળો રાજા ઉદયન, અને અત્યંત સુવાસે ભરેલી રાજપુત્રી બંને પરસ્પર હાસ્ય વિનોદ કરવા લાગ્યા; રાત્રિને સમયે પૂર્ણિમાનો ચંદ્ર અને કુમુદિની કરે તેમ. હર્ષને લીધે પ્રમત્ત એવી રાજનંદિની કહેવા લાગી-હે સૌભાગ્ય રત્નસાગર ! મને પિતાએ ખરેખર ઠગી છે. તેથી જ, એકદમ નિર્વતિ-સુખ આપનારું તમારું દર્શન મને આટલા દિવસ સુધી થયું નહીં. આ કનાતની પાછળ સંતાયેલા જેવી રહેતી એવી મને એ ૧૩૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ કનાતનો જ સંબંધ થયો; પણ તમારો નિર્દોષ સમાગમ થયો નહીં. પણ રોહિણીને યે કૃત્તિકા આડી આવતી હોવાથી પોતાના પ્રિય એવા ચંદ્રમાનો યોગ ક્યાં થાય છે ? હે નાથ ! જે કળાઓનો તમે મને અભ્યાસ કરાવ્યો છે તે હવે મારે ઉપયોગની નથી. તેનો હવે સદાકાળ તમો જ સદુપયોગ કરજો. હવે તો કામદેવના અવતારરૂપ તમે છો તે મારા ભર્તા થાઓ; અને આપણું યોગ્ય યુગલ થાય છે એના કારણરૂપ જે આ સૃષ્ટિકર્તા છે તેની એ રીતે ખ્યાતિ વૃદ્ધિ પામો. પછી પુલકિત થયેલા રોમરાયરૂપી હીરકવસ્ત્રોથી વિભૂષિત થયેલું છે અંગ જેનું એવો ઉદયનરાય પણ બોલ્યો-હે ચંદ્રવદના રાજપુત્રી ! તારા પિતાએ તારા લોચન સંબંધી દોષ કહીને મને પણ ઠગ્યો છે. વળી હું તને મારે ત્યાં સમય આવશે ત્યારે કૃષ્ણવાસુદેવ રૂકમણીને લઈ ગયા હતા તેમ લઈ જઈશ. બૃહસ્પતિની જેવી તારી પણ બુદ્ધિ છે તો તું કંઈ પણ અન્યથા ચિંતવીશ નહીં. અહીં રહ્યા છતાં પણ આપણો કામાર્થ સિદ્ધ થશે. જ્યારે હૃદય અન્યોન્ય મળી ગયાં હોય ત્યારે પછી ગોપવવાનું કંઈ રહેતું નથી. ચતુરાઈ ભરેલાં સુંદર ભાષણ કરતા એવા એ બંનેની વચ્ચે દૂતીનું કાર્ય પણ એમણે પોતે જ કર્યું અને એમનો પરસ્પર અનુરાગ બહુ વૃદ્ધિ પામ્યો એટલે શરીર સંબંધ પણ થઈ ગયો. કારણકે યુવાવસ્થા હોય ત્યાં વિવેક રહેતો નથી. આ સર્વ વૃત્તાંત રાજપુત્રીની ઘાત્રી કાંચનમાળાના સમજવામાં આવ્યો હતો. રાજપુત્રીએ પોતે જ એને કહ્યો હતો. કારણકે જ્યાં હૃદયની એકતા હોય છે ત્યાં ગુપ્ત રાખવાનું કશું હોતું નથી. પછી તો એક બાગવાન બગીચાને વિષે કદલી અને આમ્રવૃક્ષની જેવી રીતે પરિચર્યા કરે તેવી રીતે કાંચનમાળા એ દંપતીની પરિચર્યા સેવા કરતાં છતાં એઓ સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એવામાં વાત એમ બની કે રાજ્યમાં નલગિરિ નામનો હસ્તિ હતો તે એકદા એરંડાના થડ જેવો દૃઢ આલાનસ્તંભ મૂળમાંથી જ ઉખેડી નાખી એકદમ છુટો થઈ નાસવા લાગ્યો. મહાવતને પણ ગણકાર્યો નહીં. ૧-૨. આ બંને નક્ષત્રો છે. રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ લોકોના ઘરબાર તોડી પાડી નાખતો અને સીને ક્ષોભ પમાડતો દૂર દૂર ભમવા લાગ્યો. એ જોઈને લોકો કેટલાક ઊંચી હવેલીઓ પર ચઢી ગયા; યુવાન વર્ગ દેવતાના મંદિરમાં પેસી ગયો અને કોઈ મોટો વૃક્ષ પર ચઢી એના પાતરા અને ડાળીઓમાં ભરાઈ બેઠા. વળી કોઈ કોઈ તો નજીકની વિકટ અટવી સુધી જઈ પહોંચ્યા. જેઓ વૃદ્ધ હતા તેઓ બિચારા ક્યાંય પણ જઈ ન શકવાને લીધે ભયમાં ને ભયમાં હાટડાં-મઠ-ઘર-ચોરા અને પરબની જગ્યાઓમાં ખૂણે ખાંચરે સંતાઈ ગયા. ફક્ત વૃક્ષો જ બિચારા. બેસી રહ્યા ! એમના અંગો ઘણાયે તાપથી શેકાઈ જતા હતા પણ જાય ક્યાં ? વળી દોડાદોડ કરી મૂકતા ચપળ બાળકો ભયને લીધે નાસી જતાં ભૂમિ પર પડવા આખડવા લાગ્યા; જાણે દડાની રમત રમતા હોય નહીં તેમ. સ્ત્રીઓ પણ એકઠી મળીને માંહોમાંહે બોલવા લાગી-અરે બાઈઓ ! આ પર્વત જેવો નલગિરિ છૂટો થઈ જતાં કોણ જાણે શુંયે થશે ? અથવા તો પર્વત પરતી પડતા ધોધનો પ્રવાહ કેવી રીતે રોકી શકાય ? કેટલીક વળી એમ પણ કહેવા લાગી કે-બહેનો ! આ હસ્તિનો આટલો બધો ભય શા માટે રાખો છો ? હવે તો ભય ત્યજીને ધૈર્ય ધારણ કરો. કારણકે ભયને છેક વશ થશું તો આપણા ગાત્રો ઢીલાં થઈ જશે અને પછી આપણાથી નાસી જઈ શકાશે નહીં. આ ઉશ્રુંખલ હસ્તિ નગરમાં ક્ષોભ પમાડી રહ્યો છે. એ ખરું, પણ એ એમ ક્યાં સુધી કરશે ? શું તમે નથી સાંભળ્યું કે ધનાઢ્ય જનોનું પુણ્ય જેટલું જોર કરે છે તેટલું ઠગારા અને તસ્કરોનું પુણ્ય જોર નથી કરતું ? એ વખતે નગરમાં રાત્રિને વિષે અગ્નિમાતાનો કોપ થાય ને જેવો સંક્ષોભ થઈ રહે એવો સંક્ષોભ ચારે દિશામાં થઈ રહેલા જોઈને, ભયભીત થઈ પ્રદ્યોતન રાજાએ સત્વર અભયકુમારને બોલાવીને કહ્યું- “હે સમયસૂચક બુદ્ધિના ભંડાર ! આ નલગિરિ છુટો થઈ ગયો છે તે કેવી રીતે પકડાશે એ કહે. (કહેવાય છે કે કેશ વીખરાઈ ગયા હોય છે ત્યારે દાંતીઆને સંભારવો પડે છે.) એનો સમય સૂચક અભયકુમારે હાજર જવાબ આપ્યો કે એની સમીપમાં રહી જો આપણો વત્સરાજ ગાય તો એ અવશ્ય વશ્ય ૧૩૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #144 -------------------------------------------------------------------------- ________________ થશે; ભારે કામણ કરવાથી સ્ત્રીને એનો પતિ વશ થાય છે તેમ. એ સાંભળી રાજાએ વત્સરાજ-ઉદયનને બોલાવી હાથીની પાસે ગાવાનું કહ્યું. એટલે એણે પણ શીઘ વાસવદત્તાની સાથે ગાવાનું શરૂ કર્યું; કારણકે પરવશ હોય એને શું નથી કરવું પડતું ? રાજપુત્રી અને ઉદયન બંને સાથે ગાવા લાગ્યા એટલે એમાં બહુ મધુરતા આવી. પુષ્કરિણીનું જળા હોય ને એમાં સાકર ભેળવી હોય, પછી એની મીઠાશની શી વાત ? એ ગાયનશ્રી, ગિરિની જેવો હાથી, નળરાજાની જેમ સંજ્ઞાહીન થઈ ગયો ત્યારથી જ, એમને લાગે છે કે હાથીનું પ્રથમનું “કુંજરરાજ” નામ બદલાઈને “નળગિરિ” પડ્યું છે ! સ્થિર ઊભા થઈ રહેલા નળગિરિ પર વત્સરાજ ચઢી ગયો. પણ એની કીર્તિ તો ગગનમાં ચઢી ગઈ-પહોંચી ! એમ એને વશ કરીને મહાવતને સોંપ્યો. જેની બુદ્ધિ, કામદેવની બુદ્ધિની પેઠે, દુર્ભેદ્યને પણ ભેદી શકે એવી છે; અને જેની ન્યાય પુરસર વાણી, કામદેવની વાણી જેમ, પંચવા(બા)ણી છે; એવો જે અભયકુમાર-તેનું નામ ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, પૃથ્વી અને પર્વતો હયાત હોય ત્યાં સુધી વિજયવંત રહો. અભયકુમારના આ કાર્યથી હર્ષ પામી રાજાએ અગાઉની જેમ બીજું વર (વચન) આપ્યું પણ તે યે એણે એની પાસે રહેવા દીધું કારણકે એનો મોક્ષ એટલે છુટકારા સિવાય અન્ય ફળ શા કામના ? એકદા તારા, ગ્રહ અને નક્ષત્રો સહિત જાણે ચંદ્રમા ચાલ્યો આવતો હોય એવો શોભતો પ્રદ્યોતનરાજા પોતાના અંત:પુર, નાગરિકો, સામંતો, મંત્રી તથા સૈન્યાધિપતિ સાથે બગીચા તરફ ફરવા નીકળ્યો હતો. એવામાં ઉદયનરાજાનો મંત્રી યૌગંધરાયણ માર્ગમાં ભમતો હતો તે મોટે સ્વરે બોલ્યો “તપી ગયેલી પૃથ્વીની જેમ ગૂઢ અગ્નિવાળી વરાળ હું મારામાં ૧. સંજ્ઞાહીન (૧) નિશ્રેષ્ઠ; (૨) ઓળખાય નહીં એવો. ૨. બુદ્ધિ (અભયકુમાર પક્ષ) મતિ; (કામદેવ પક્ષે)=જાગ્રતિ. ૩. વાણી=(અભય. પક્ષ) શબ્દો; (કામપક્ષે)=નાદ. ૪. અભયની વાણી, પંચવાણી એટલે પંચની વાણી જેવી નિષ્પક્ષપાત. કામદેવની વાણી એટલે એનો નાદ, પંચવાણી-પંચબાણી-પાંચ બાણયુક્ત. (કામના પાંચ બાણ કહેવાય છે.) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ માંડ માંડ સમાવી રાખું છું; જો મારા રાજાને માટે હું એ કમળનયના ચંદ્રમુખીનું હરણ ન કરી જાઉં તો મારું નામ યૌગંધરાયણ નહીં. યૌગંધરાયણના આ શબ્દોનું શ્રવણ અને તેની સાથે એની ઉગ્ર પ્રતિજ્ઞાએ બંનેના સંપર્કથી પ્રદિપ્ત થયો છે. કોપાનિ જેનો એવા પ્રધોતનરાજાની કરડી દષ્ટિ, જાણે તે શનૈશ્વરની દષ્ટિ હોય તેમ, એ (યૌગંધરાયણ) ની ઉપર પડી તે સુદક્ષ યૌગંધરાયણ સમજી ગયો. એટલે એને વિચાર આવ્યો કે આમ કરીને તો હું મારા ઉદયનને છૂટા કરવામાં ઊલટો વિજ્ઞરૂપ થાઉં છું. તેથી સમયસૂચકતા વાપરી એણે, પોતે ઉન્મત્ત હોય એવો દેખાવનો પ્રયત્ન કર્યો; ધોતીયું પહેર્યું હતું તે એક બાળકની જેમ કાઢી નાખ્યું અને માથે બાંધી લીધું; વળી રાજાનો કોપાગ્નિ બુઝવવાને માટે જ હોય નહીં એમ, નગ્નાવસ્થામાં ત્યાં જ ઊભા ઊભા લઘુશંકા દૂર કરી (પેશાબ કર્યો.) કારણકે આવતો જ વ્યાધિ હોય ત્યાં જ એનું ઔષધ કરવું સારું. પણ રાજાએ તો, આ લોકોની સમક્ષ આવું આચરણ કરે છે માટે કોઈ બિચારો ગાંડો થઈ ગયો લાગે છે, એમ વિચારી, પોતાનો કોપાગ્નિ શમાવીને આગળ ચાલવા માંડ્યું.” છેવટે બગીચો આવ્યો એમાં પ્રવેશ કરી મધ્યમાં બેઠક કરાવી અને સંગીત શરૂ કરવાની વરદી આપી; અથવા તો સ્વર્ગમાં દેવતાના અધિપતિ જેમ મહેન્દ્ર, તેમ અહીં પૃથ્વી પર રાજાઓને મહેન્દ્ર સમજવા. કોઈ નવીન ગીતકળા જોવાની ઈચ્છા થવાથી એણે તુરત જ પોતાની પુત્રીને અને ઉદયનને બોલાવ્યા (અથવા તો ચંદ્રમાની નવી કલાના અર્થાત બીજના ચંદ્રમાનાં દર્શન કરવા કોણ ઈચ્છા નથી કરતું ?) એ વખતે કાંચનના કમલપુષ્પોની સમાન છે વર્ણ જેનો એવા વત્સરાજે રાજપુત્રીને ગુપ્તપણે કહી દીધું કે, જેમ હંસયુગલોને વર્ષાઋતુમાં માનસ સરોવરે જવાનો સમય. કહેવાય છે તેમ, આપણે પણ આજે ઘેર જવાનો સમય (લાગ) છે. એની આજ્ઞાથી વાસવદત્તાએ સત્વર અનેક ઉત્તમગુણો યુક્ત સત્યા નામની વેગવતી હસ્તિની તૈયાર કરાવી; સમુદ્રને વિષે જવા માટે નાવિક નૌકા તૈયાર કરાવે તેમ. બંને બાજુએ બંધ બાંધતી વખતે પ્રાણહર પીડા થવાથી એણે ચીસ પાડી. તે ચીસ સાંભળીને, અન્યજનોના ગર્વનો ગંધ પણ ના ૧૩૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #146 -------------------------------------------------------------------------- ________________ સહી શકતો એક અંધ જ્યોતિષી ત્યાં બેઠો હતો તે કહેવા લાગ્યોઆહા ! આ હાથણીએ આ જે ચીસ પાડી તે ઉપરથી હું વરતી શકું છું કે એ જરૂર સો યોજનનો પ્રવાસ કરીને પ્રાણત્યાગ કરશે; મહાસાગરમાંથી બહાર નીકળી ગયેલા મત્સ્યની પેઠે. પછી વત્સરાજે આજ્ઞા કરવાથી વસંતક હસ્તિપાળે હાથણીની બંને બાજુએ, જાણે ભૂતપિશાચને નસાડી મુકવાને માટે જ હોય નહીં એમાં ચાર મૂત્રઘટ બંધાવ્યા. અને પોતે, રાજપુત્રી અને કંચનમાલા એ હાથણી ઉપર ચઢી બેઠા, તે જાણે રાજા પ્રદ્યોતની કીર્તિ ઉપર જ ચઢી બેઠા હોય નહીં ! બેસી જઈને હાથણીને એકદમ ચલાવી. એ વખતે યૌગંધરાયણ પણ એટલામાં રહ્યો છતો સર્વ સ્વરૂપ નીહાળી રહ્યો હતો તેણે હાથવતી સંજ્ઞા કરીને કહ્યું-મહારાજા ! હવે સત્વર જતા રહો. અને એયે એજ વખતે નાસી જવાનું કરતા હતા તેથી યૌગંધરાયણને અત્યંત આનંદ થયો. જતાં જતાં ઉદયને કહ્યું-અરે સુભટો સાંભળો, તમે પાછળથી કહેશો કે અમને કહ્યું નહોતું-પણ હું કહીને જાઉં છું કે હું-વત્સરાજ સૌના દેખતાં ધોળે દિવસે રાજપુત્રી-ગજપાળ-વીણા-કાંચનમાળા અને આ હાથણી બધાંને લઈને જાઉં છું. આ પ્રમાણે ઊંચા હાથ કરીને છડેચોક ખબર આપી પવનવેગી હાથણીને એકદમ પ્રેરણા કરી વત્સરાજ ત્યાંથી ચાલતો થયો. કારણકે પ્રતાપી પુરુષોની ચોરી આવા જ પ્રકારની હોય છે. વત્સરાજ નાસી ગયાના ખબર સાંભળી ક્રોધરૂપી વડવાનળથી બળતો, દુઃખદરીયામાં ડુબેલો પ્રદ્યોતનરાજા હાથ ઘસતો ચિંતવવા લાગ્યો “મેં પુત્રીને અભ્યાસ કરાવવા આણેલો એજ વત્સરાજ એને ધોળે દિવસે ઉપાડી લઈ જાય છે ! પોતાનો ઘંટ પારકી ગાયને ગળે બાંધી તો એ ગાય, ઘંટ સુદ્ધા લઈને જતી રહી ! હું ખરો હોઉં તો એને હમણાંને હમણાં સત્વર પકડી મંગાવું છું ! મારી પાસેથી એ નાસીને કેટલેક જશે ? આકાશમાં ચઢવાની બાજની શક્તિ આગળ ચકલીની શક્તિ શી વિસાતમાં છે ? એણે આજ્ઞા કરી તે જ ક્ષણે એના મહાપરાક્રમી સુભટો શસ્ત્રબદ્ધ થઈ નલગિરિ હાથીને સજ્જ કરી એના પર આરૂઢ થઈ ચાલી નીકળ્યા તે જાણે ગિરિનિવાસી સિંહો હોય નહીં એમ શોભવા લાગ્યા. પવનના તેમજ મનના વેગથી પણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ અધિક વેગે માર્ગ કાપતો નલગિરિ હસ્તિ જાણે મહાસાગરનું ફરી વખત મંથન કરવા પ્રવૃત્ત થયેલો મંદરાચળ પર્વત હોય નહીં એવો જણાતો હતો. બહુ ઝડપથી ચાલતાં વત્સરાજ, યૌવનાવસ્થાના વર્ષની સંખ્યાના આંકડા જેટલાં અર્થાત પચ્ચીસ યોજન ગયો હશે ત્યાં તો નલગિરિ એની લગોલગ આવી પહોંચ્યો. એટલે મહાપ્રવીણ અને બુદ્ધિશાળી વત્સરાજે વેગમાં ચાલ્યા આવતા એ હસ્તિને રોકવાને માટે, પોતાની હાથણીની બાજુમાં બાંધેલી મૂત્રની ઘટિકાઓમાંથી એકને છોડી, પોતાની આપત્તિને જ ભાંગી નાખતો. હોય એમ, પૃથ્વી પર પછાડી ભાંગી નાખી. એમાંથી મૂત્ર નીકળ્યું તે સુંઘવા હાથી ઊભો રહ્યો. ઉપર સવાર થયેલા રક્ષકોએ એને પ્રહાર કર્યો પરંતુ ખસ્યો નહીં. કેમકે ધણીનું કામ બગડતું હોય એ પશુઓ શું જાણે ? જ્યારે આર અંકુશ વગેરેનો અને સારી રીતે સ્વાદ ચખાડ્યો ત્યારે જ મહા મહેનતે પુનઃ આગળ ચાલ્યો. કારણકે વહાણ ભલેને ઘણું ભારે હોય તો પણ નાવિકો એને ગમે તેમ કરીને પણ ચલાવ્યા વિના રહેતા નથી. બહુ વેગથી ચાલતાં છતાં પણ પચ્ચીસ યોજનનો પ્રવાસ થયો ત્યારે જ તે હાથણીની નજદીક પહોંચ્યો. કારણકે એક પગલું પણ આગળ હોય છે તે સો પગલાંની મુસાફરીમાં પણ આગળ ને આગળ જ રહે છે. આ વખતે પણ પૂર્વની પેઠે વત્સરાજે મૂત્રની એક ઘટિકા જમીન પર ફેંકીને ફોડી નાખી; અને તેની સાથે શત્રુ રાજાના સુભટોની આશા પણ ફોડીનષ્ટ કરી. એટલે હાથી પૂર્વની પેઠે મૂત્રની અશુચિ સુંગવામાં નિમગ્ન થયો તે જાણે એમ સૂચવવાને કે મનુષ્ય માત્ર મારી જેમ અશુચિમાં જ નિમગ્ન રહે છે. એ અલ્પકાળ ત્યાં રોકાયો એટલામાં તો કરિણી (હાથણી) હરિણીની જેમ ઝડપથી દૂર નીકળી ગઈ. અથવા તો પ્રદેશ ખાડાખડીઆ. વિનાનો સપાટ હોય, અને પ્રવાસિની કુશળ હોય, તો એકસો યોજના કરતાં પણ વિશેષ આગળ નીકળી જાય. ત્રીજીવાર પણ એટલી જ યોજનને પ્રવાસે હાથી હાથણીની નજીકમાં આવ્યો. અથવા તો પર્વત પરથી પડતી. નદીના પ્રવાહને આવી પહોંચતાં કેટલીક વાર લાગે ? વત્સરાજે તક્ષણ ત્રીજી ઘટિકા ફેંકી ફોડી નાખી; કારણકે ચતુર પુરુષો, જે વ્યાપારમાં પોતે લાભ સાક્ષાત જોયેલો છે તે વ્યાપાર શા માટે શરૂ ન રાખે ? ૧૩૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #148 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમતવાળાઓએ પોતાના મતના પ્રમાણગ્રંથોમાં પૃથ્વીને ગંધગુણવાળી કહી છે એ વાત સત્ય છે કે અસત્ય-એનો જાણે નિર્ણય કરવાને માટે જ હોય નહીં એમ વળી પાછો હાથીએ (પૃથ્વી) સુધી જોવા થોભ્યો; અને અગાઉની જેટલા જ પ્રવાસે હાથણીની લગભગ પહોંચ્યો. એટલે છેલ્લી ચોથી ઘટિકા ફોડીને ઉદયન આગળ ચાલ્યો. આ બનાવ શાસ્ત્રમાં પિંડચર્ચાના પ્રકરણમાં કહેલું છે એના જ જાણે એક દષ્ટાન્તરૂપ બન્યો હોય નહીં ! એ છેલ્લી ફોડેલી ઘટિકા હાથી સુંઘવા રોકાયો એટલામાં તો હાથણી ત્વરાથી ચાલી અને વત્સરાજને પ્રદ્યોતનરાયની પુત્રીસહિત એના નગરને વિષે પહોંચાડી દીધો. પણ એવો લાંબો પ્રવાસ કરવાથી એને એટલો બધો પરિશ્રમ લાગ્યો હતો કે અહીં આવી એણે તરત જ પ્રાણ છોડ્યા. અથવા તો બહુ તાણવાથી બુટી જાય છે એ વાત ખોટી નથી. આ વખતે હાથી પણ અહીં આવી પહોંચ્યો પરંતુ ઉદયનના સુભટો યુદ્ધ કરવા તૈયાર થઈ બહાર નીકળ્યા હતા એમને જોઈને પ્રદ્યોતનરાયના સેવકો હાથીને લઈને પાછા વળ્યા. કારણકે સર્વ કોઈ લાભાલાભ વિચારીને કામ કરે છે.” વીલે મોંએ પાછા આવી સેવકોએ સર્વસ્વરૂપ પોતાના નાથને કહ્યું તે સાંભળી એને અગ્નિમાં તેલ હોમાયા જેવું થયું. એટલે અત્યંત ક્રોધાયમાન થઈ પોતાના રણશૂરા સુભટોને આદેશ કર્યો કે આપણે પ્રયાણ કરવું છે માટે સત્વર ભેરી વગડાવો. પ્રદ્યોતન રાજાને ક્રોધ ચઢ્યો ખરો પરંતુ એનું ભલું ઈચ્છનારા એના કુલકમાગત અમાત્યોએ યુક્તિપૂર્વક સમજાવી એનું નિવારણ કર્યું. કારણકે અન્યથા એમનું એ પદ શા કામનું ? એમણે કહ્યું- હે નાથ ! હે નીતિપાળ ! કન્યારૂપી ધન પ્રાણથી વિશેષ પ્રિય હોય તો પણ પારકે ઘેર જ જાય છે. તો હવે વત્સરાજ સાથે યુદ્ધ કરવા જવાનો આટલો બધો આગ્રહ શો ? હે દેવ ! આપની પુત્રીએ, ભલેને પોતાની જ મતિ પ્રમાણે, વત્સરાજ જેવો ગુણવાન પતિ પસંદ કર્યો છે એમાં એણે અયોગ્ય શું કર્યું છે ? હંસીનો હંસ સાથે સંબંધ થયો છે એમાં કહેવા જેવું શું છે ? ગુણનિધિ વત્સરાજ કરતાં બીજો ક્યો સારો જમાઈ તમને મળવાનો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ હતો ? શ્રી નારાયણે સમુદ્ર વલોવ્યો એમાં એને કૌસ્તુભ મણિ જેવા બીજા ક્યા મણિ મળ્યા ? વળી એને આપની પુત્રી સાથે શરીર સંબંધ પણ થયો સંભળાય છે તો એને હવે એ પતિ સિવાય અન્ય કોઈને આપવી યોગ્ય ન કહેવાય. તમારી પાસેથી જ તમારી પુત્રીએ વત્સરાજ જેવો યોગ્ય પતિ મેળવ્યો છે તો એને હવે તમારો જમાઈ જ માનો. અન્યથા તમને એની પાસે અભ્યાસ કરાવવાની બુદ્ધિ જ કેમ ઉપજત, અને એ પણ વળી અહીં ક્યાંથી આવત ? મંત્રીના આવાં સમજણવાળાં વચનોથી પ્રદ્યોતનરાયનો ક્રોધ જતો રહ્યો અને એનું સ્થાન આનંદે લીધું. તેથી એણે તરત જ પોતાના જમાઈ થયેલાને ગજ-અશ્વ-રથ-ઉત્તમ વસ્ત્રાલંકાર આદિ અનેક વસ્તુઓ મોકલાવી. અથવા તો ભાગ્યયોગે રાજયોગ થયો હોય તો પછી મનના સર્વ મનોરથો શા માટે ન પૂરવા ? એવામાં એકદા રાજ્યસંપત્તિ, ધાન્યસંપત્તિ અને વ્યાપારસંપત્તિ તથા નિર્ભયતા આદિ અનેક સુખના ધામરૂપ આ ઉજ્જયિની નગરીમાં અગ્નિદેવને કોપ થયો. હે લોકો ! તમે મને સપ્તાર્ચિ' એ નામથી કેમ સંબોધો છો એમ કહીને ડરાવવાને માટે જ હોય નહીં એમ એ અગ્નિદેવે ચારે દિશામાં પોતાની અગણિત જ્વાળા ફેલાવી. વળી અતિશય ગર્વથી ધધગ અવાજ કરતો એ અગ્નિ જાણે હમણાં જ, ધૂમાડાના ગોટે ગોટાથી નિસ્તેજ દેખાતા, છતાં અતિશય તપી રહેલા સૂર્યને ડુબાવી દેશે એમ જણાવા લાગ્યું. એમાં સપડાયેલા વાંસોની ગાંઠો ફૂટતી ત્યારે જે અનેક પ્રકારનો શટ્કાર અવાજ થતો તે અવાજથી, તે દૂર રહેલા. લોકોને પણ ત્રાસ ઉપજાવવા લાગ્યો. તેમ ગગનમાં ચારે દિશામાં ફેલાઈ રહેલા ધૂમાડાથી લોકોના નેત્રોમાંથી આંસુ પડાવતો જગત આખાને અંધ બનાવવા લાગ્યો; જેમ એક દુષ્ટ કડવા બોલો નાયક લોકોને અપશબ્દો સંભળાવીને કરે છે તેમ. રાત્રિ પડી તોયે શાંત ન થયેલા અગ્નિના ઊડતા તણખા વડે આકાશ તો જાણે રાતા પટ્ટા એ સૂત્રના ફુલ ભરેલું કાળું વસ્ત્ર હોય એવું દેખાવા લાગ્યું. ૧૪૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #150 -------------------------------------------------------------------------- ________________ બિચારાં મૂળ ઘાલી રહેલા, ડાળ-ડાળીઓ અને પાંદડાથી પૂર્ણ આચ્છાદિત, છતાં અશરણ, એવાં વૃક્ષોને પણ એણે, એના શત્રુરૂપ જળથી વૃદ્ધિ પામ્યા માટે જાણે એના ઉપર એક જાતનો દ્વેષ રાખીને જ હોય નહીં એમ બાળી નાખ્યા. તે વખતે પ્રાણની પણ દરકાર ન કરીને સળગતા ઘરમાં જઈ લોકો પોતાની મૂલ્યવાન વસ્તુઓ બહાર કાઢવા લાગ્યા; પણ એમાં આશ્ચર્ય શું ? સળગતું લાકડું અંદર પડ્યું હોય તોયે બહાર કાઢી લેવામાં આવે છે. વળી ચોર લોકો પણ ચોતરફથી આવી પહોંચીને જે હાથમાં આવ્યું તે સત્વર પોતાના ઘરભેગું કરવા લાગ્યા. અથવા તો કહ્યું છે કે મુરબ્બાની બરણી ફૂટી જાય એ કાક પક્ષીઓના લાભ માટે જ. લોકો જે ધન આદિ પોતાના દુર્ભાગ્યને લીધે બહાર ન કાઢી શક્યા તે અગ્નિદેવે સ્વાહા કર્યું; અને જે કાંઈ બહાર કાઢીને મૂકહ્યું હતું તે લુંટારાઓએ સ્વાહા કર્યું. કહ્યું છે કે નુકસાન થવાનું હોય તે, માથું ફોડીએ તો પણ થયા વિના રહેતું નથી. આ પ્રમાણે અગ્નિનો કોપ થઈ રહ્યો હતો તેની રાજાએ ખબર પડી ત્યારે શા ઉપાયો લેવા એની ચિંતાથી મુંઝાઈને એણે અભયકુમારને બોલાવ્યો કારણકે પાણીનું પૂર વહ્યું આવતું હોય ત્યારે સલામતીને માટે ઉચ્ચ સ્થળ શોધવું કહ્યું છે. પ્રતાપી, બુદ્ધિશાળી અને સમયસૂચક એવા એ મંત્રીશ્વરે ઉપાય બતાવ્યો કે, હે રાજન ! અગ્નિની સામે અગ્નિ ધરો, એટલે એ એકદમ શાંત થઈ જશે. કારણકે કાંટો વાગ્યો હોય તે કાઢવાને માટે કાંટો જોઈએ. પછી રસ્તાની ધૂળ-પાણી-ગોમય-ગોરસ આદિ નાખવાથી કે બળતાને ભાંગી તોડી નાખવાથી પણ જે અગ્નિ શાંત થયો ન હોતો તે આ અભયકુમારે દર્શાવેલ ઉપાય કરવાથી શમી ગયો. અથવા તો કહ્યું છે કે પ્રાણીનો પરાજ્ય એના જ ગોત્રજથી થાય છે. “આ પૃથ્વી પર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકનો પુત્ર અભયકુમાર જે દેશ કે નગરમાં આવી ઊભો રહે છે તે દેશને તે નગર સર્વદા જયવંતા વર્તે છે. કારણકે વિવિધમણિ અને સુવર્ણના આભૂષણો તથા ઉત્તમ વસ્ત્રો પહેર્યા હોય અને કેશ પણ સુંદર હોય એવા જ સ્ત્રી પુરુષ શોભી નીકળે છે.” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે અગ્નિ શમી જવાથી અંગોપાંગને વિષે હર્ષ સમાતો નહોતો એવા પ્રધાન ભૂપાળે વળી અભયકુમારને, છૂટો કરવાનું માગવા સિવાયનું, એક ત્રીજું વચન પણ દીધું. કહેવત છે કે બાદશાહની બીબી સદા જણ્યા જ કરે છે. પણ આ ત્રીજી વારનું “વર' સુદ્ધાં, અભયકુમારે અત્યારે એ માગવાનો અવસર નથી.' એમ વિચારી “અવસરે માંગી લઈશ' કહી એની પાસે રહેવા દીધું. કહ્યું છે કે રસોઈ ગમે એવી ઉત્તમ હોય પણ લવણ ન હોય તો નકામી છે. અનેક ઉત્તમ ગુણોને લીધે સર્વનગરીઓને વિષે શ્રેષ્ઠપદ ધારણ કરતી-એવી આ ઉજ્જયિનીમાં કેટલોક કાળ પ્રજાજનોએ આનંદમાં નિર્ગમન કર્યો, પરંતુ એવામાં એકદા એક ખેદકારક ઘટના બની-સાકર ખતાં અંદર કાચની કણી આવ્યા જેવું થયું. લોકો અકસ્માત કોઈ અસાધારણ દુષ્ટ ઉદ્રદવથી પીડા પામવા લાગ્યા. વારંવાર બનતું હતું એમ આ વખતે પણ પ્રધોતરાજાએ અશુભ ઉપદ્રવને શીધ્રપણે શમાવી દેવાનો ઉપાય અભયકુમારને પૂછળ્યો. કારણકે હેમંતઋતુને વિષે રાત્રિ સમયે હિમ પડે ત્યારે સહસ્ત્ર કિરણવાળા સૂર્યનું જ સ્મરણ કરવું પડે છે. અભયકુમારે પણ એ ઉપદ્રવ દૂર કરવાનો ઉપાય બતાવ્યો કે “હે રાજન ! ગંગાપ્રમુખ સર્વ નદીઓ જેમ સમુદ્રને વિષે એકત્ર થાય છે તેમ આપના અંતઃપુરની સર્વ સ્ત્રીઓ, શ્રેષ્ઠ વસ્ત્રાલંકારમાં સજ્જ થઈને, આપના આવાસમાં એકત્ર થાય એવો પ્રબંધ કરો. ત્યાં એ સર્વ દેવીઓને વિષે કોણ આપને દષ્ટિયુદ્ધમાં જીતી જાય છે એ મને કહેજો. એટલે પછી હું આપને આ અશુભા ઉપદ્રવને એકદમ શમાવી દેવાનો ઉપાય બતાવીશ.” બુદ્ધિસાગર-અભયકુમારની સૂચના પ્રમાણે પ્રદ્યોતચંદ્ર કરી જોયું એમાં અન્ય સર્વ રાણીઓનો પરાજય થયો, અને શિવાદેવી રાણી રાજાને જીતી ગઈ. કારણકે પુરુષજાતિનો અંશ-ગુણ પણ કોઈ કોઈ સ્ત્રીઓને વિષે હોય. છે. રાજાએ એ વાત અભયકુમારને કહી એટલે અભૂત-લોકોત્તર બુદ્ધિસામાÁ વાળા રાજપુત્રે કહ્યું “શિવાદેવી પાસે આજ રાત્રિએ ભૂતપૂજા કરાવો. એનામાં ધૈર્ય છે એ પૂરવાર થયું છે માટે એ, એ કામ, કરી શકશે. એમ કરતાં, હે ભૂપતિ ! આ ઉપદ્રવરૂપી ભૂત ઊભાં થતાં જશે ૧૪૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ અને એકદમ ફુત્કાર કરવા માંડશે એ સર્વેના મુખ પર શિવાદેવીએ પોતે પોતાને હાથે ક્રૂરના બાકળા છાંટવા.” પતિના આદેશથી શિવારાણીએ એ પ્રમાણે કર્યું એટલે ઉપદ્રવ શાંતા થયો. એ જોઈ સૌ લોકો વિસ્મય પામ્યા. આ ઉપર કવિ ઉભેક્ષા કરે છે કે ‘શિવાદેવી' નામ પાડેલું તે જાણે એ ભવિષ્યને વિષે “શિવ' એટલે કંઈ સારું-શુભ કાર્ય કરવાની છે એવું સમજીને જ હોય નહીં ! અંત:પુરને વિષે રાણીઓ તો અનેક હતી પરંતુ આ ઉત્તમ કાર્ય તો શિવાજેવી જ કરી શકી; અથવા તો હસ્તિ અને અશ્વમાં, લોહ અને કાષ્ટમાં, મણિ અને વજમાં તથા સ્ત્રી અને પુરુષમાં મહ્દ અંતર છે. રાજા પણ ઉપદ્રવ શાંત થયો જોઈને સંતોષ પામ્યો અને કહેવા લાગ્યો. “ખરેખર અભયકુમારની બુદ્ધિ, સર્વ નદીઓને વિષે, નિર્મળ જળઅને ઉલ્લાસ પામતા તરંગોવાળી ગંગાનદીની જેમ, સર્વોતકૃષ્ટ ઠરી. શૈલેશ્વર-મેરૂ પર્વતનું પણ એક લક્ષયોજન પ્રમાણ છે, કાળનું પણ “પલ્યોપમ’ આદિ વડે માપ થઈ શકે છે, દ્વીપો અને સમુદ્રોનો પણ વેદિકા' આગળ અંત-છેડો આવે છે, આ લોકનું પણ ચૌદરજ઼પ્રમાણ માન છે-આમ બહુ-બહુ વસ્તુઓની બહુમાંબહુ પણ સીમા તો નિશ્ચયે છે જ; પરંતુ આશ્ચર્ય છે કે અભયકુમારની બુદ્ધિની ક્યાંય પણ સીમા નથી; ગમે એટલે દૂર પણ આકાશનો છેડો નથી એ પ્રમાણે.” એમ કહેતાં અતિ હર્ષમાં આવી જઈ ભૂપતિએ પૂર્વની જ શરતે ચોથુ “વર' અભયકુમારને દીધુ; અગર જો કે કેશુડાના વૃક્ષને તો ઘણે વર્ષે પણ ત્રણ જ પત્ર આવે છે. પ્રદ્યોતરાય પાસે ચાર “વર' લેણા થયા એટલે બુદ્ધિના ભંડારઅભયકુમારે પોતાના મોક્ષ એટલે છુટકારાના ઉપાય વિષે નિશ્ચયપૂર્વક વિચાર કરી રાજા પાસે એ ચારે “વર' સામટાં માંગ્યાં; કારણકે એક ધનુષ્યધારી પણ સમ્યક પ્રકારે નિરીક્ષા કરીને જ બાણ છોડે છે. એમાં એણે એવી માગણી કરી કે-હે પ્રધોતભૂપતિ, (૧) હું નલગિરિ હસ્તિપર બેસું (૨) શિવાદેવી મને પોતાના ખોળામાં બેસાડે (૩) એ હસ્તિના તમે મહાવત થઈને એને ચલાવો અને એ સ્થિતિમાં (૪) અગ્નિભીરૂના કાષ્ટની રચેલી ચિતામાં હું પ્રવેશ કરું. અહીં કવિ ઉસ્પેક્ષા કરે છે કે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૪3 Page #153 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારે બરાબર સુંદર માગણી કરી કારણકે જે માણસ પોતે ઘસારો ખાવાને શક્તિમાન હોય છે તે જ બીજાને ઘસારો આપી શકે છે ! પણ અભયકુમારની એ ચારે માગણી-સાંભળીને આ રાજા તો હિમપાતથી ઠરી જાય એમ ઠરી જ ગયો. એણે પોતાના બંને હાથ જોડીને કહ્યું, હે-અભયકુમાર ! હું; આ તેં જે માગ્યું તે આપવાને સમર્થ નથી; માટે હું તને છૂટો કરું છું; હવે તને જવાની રજા છે. તું ખુશીથી જા; તારું ભલુ થાઓ ! હજુ મારે તો રાજ્ય કરવાની ઘણી ઘણી ઈચ્છા છે. એ સાંભળી અભયે પણ મુછનો તાર દઈને એની સમક્ષ આકરી પ્રતિજ્ઞા કરી કે, હે ભૂપતિ ! તમે તો મને બકવૃત્તિથી ધર્મકપટ કરી અહીં ઉપડાવી લાવ્યા હતા; પણ હું તો તમને ધોળે દિવસે, સર્વ લોકનાં દેખતાં, તમે એક ગાંડા માણસની માફક રડ્યા કરશો છતાં ઉપાડી જઈશ. જો હું આ મારું બોલેલું પૂરેપૂરું ન પાળું તો સમજ્જો કે હું શ્રેણિકનો પુત્ર નહીં. આમ વાત બન્યા પછી અભયકુમાર થોડા દિવસમાં પોતાની પત્નીવિદ્યાધરપુત્રીને લઈને રાજગૃહ આવ્યો. ખેદ બધો દુશ્મનને ઘેર રહ્યો. રાજગૃહે આવીને એણે, વિયોગાગ્નિથી તપી ગયાં હતાં અંગો જેમનાં એવા પોતાના માતપિતાને, પ્રદ્યુમ્નકુમારની જેમ, સંયોગરૂપી અમૃતની વૃષ્ટિથી, શીતળતા પમાડી. એમ કરતાં પિતાના ચરણકમળમાં ભ્રમરની લીલાએ કેટલોક કાળ પોતાની આ નગરીમાં આનંદથી વ્યતીત કર્યો; અથવા તો ખરું જ કહેવાય છે કે ડાહ્યા માણસોને ગુરુજન-વડીલોનું પડખું છોડવું બહુ ભારે થઈ પડે છે. અનુક્રમે એકદા અભયકુમારે કામદેવની રાજધાનીઓ હોય નહીં એવી બે વેશ્યાપુત્રીઓને માલવપતિ પ્રદ્યોતરાજાને ઉપાડી લાવવા માટે રાખી; તે જાણે પોતાને ઉપાડી જનાર પેલી ગણિકાની સામે સ્પર્ધા કરીને જ હોય નહીં ! પછી એણે સ્વરાદિના જ્ઞાનવાળાની પેઠે ગુટિકાનો પ્રયોગ કરીને પોતાનો સ્વર બદલી નાખ્યો, અને સાથે વળી એક વણિક વેપારીનો વેષ લીધો. એમ કરી ઉજ્જયિનીમાં આવ્યો, ને ત્યાં રાજમાર્ગ પર એક વિશાળગૃહ રાખ્યું. ત્યાં અનેક પ્રકારના ઉત્તમ શૃંગારરૂપી તરંગોવાળી ગંગાનદી જેવી, ઉચ્ચ અને વિસ્તારવાળાં સુવર્ણ કુંભો સમાન કુચકુંભથી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૪૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ શોભતી, હરિણો જેવાં ચંચળ નયનોવાળી પેલી બે રૂપવતી વેશ્યા સુતા પર એકદા રસ્તેથી જતા મહીપતિની દષ્ટિ પડી. એ વખતે એમણે પણ ક્ષણવાર રાજા તરફ કટાક્ષપૂર્વક જોયું; તે જાણે એ કહેવાનું હોય નહીં કે ધર્મને નામે છળકપટ કરીને કોઈનું હરણ કરવું એ તો શકય છે; પણ કામદેવના છળકટાક્ષથી એવું કોઈ કરી શકે એમ છે ? એ રૂપસુંદરીઓના કટાક્ષબાણોથી વીંધાયેલા રાજા એમનું જ ચિંતવન કરતો પોતાનું મંદિર ગયો. ત્યાં જઈને એણે એમની પાસે પોતાની એક દાસીને મોકલી. કહ્યું છે કે, શું રાજા કે શું રંક- કોઈ કામના પંજામાંથી બચ્યા નથી. - દાસીએ આવીને એ બંનેને સંબોધીને કહ્યું-પૂર્ણિમાના ચંદ્રમાં સમાન મુખવાળી, અને મૃગબાળાના જેવા નેત્રોવાળી તમારા જેવીની સાથે રાજાનો દષ્ટિમેળ થયો છે ત્યારથી જ તેના ગાત્ર કામદેવરૂપ ગ્રીષ્મઋતુના મધ્યાહ સૂર્યથી અત્યંત તપી ગયાં છે, માટે તમે શીઘ આવીને તમારા પૂર્ણિમાના ચંદ્રમા સમાન અમૃતમય અંગો વડે એને શીતળતા પમાડો. આવાં મિષ્ટ છતાં દોષિત વચનો સાંભળી બંને વેશ્યાપુત્રી અસત્ય કોપ દર્શાવી એને કંઠદેશે પકડી કહેવા લાગી-અરે દુષ્ટ ! અધમ નારી ! આવાં અયુક્ત વાક્યો અમારી પાસે કહેતાં તને લજ્જા નથી આવતી ? આવું ધર્મ વિરુદ્ધ દૂતીનું કાર્ય કરવા આવી છો તો અમારી દષ્ટિથી દૂર જા. અમારા જેવી નિઃસ્પૃહ સ્ત્રીઓને મન તારો ભૂપતિ તૃણ માત્ર પણ નથી. - દાસીએ જઈને વાતનું સ્વરૂપ રાજાને કહી સંભળાવ્યું, પણ એમ તો એનો રાગ સવિશેષ દઢ થયો; જેમ બજારમાં કંઈ વસ્તુ ખરીદ કરવા. જનારા ના-ના કહે છે તેમ વેચનાર વસ્તુનું મૂલ્ય ચઢાવતો જાય છે તેમ. રાજાએ તો દાસીને કહ્યું-એ કાર્ય તારે જ કરવાનું છે. તું પુનઃ ત્યાં જઈશ એટલે નિશ્ચયે કાર્ય સિદ્ધિ થવાનો જ માટે મારો આ દુઃખમાંથી ઉદ્ધાર કર. કેમકે જનોનો અંધકારમાંથી ઉદ્ધાર કરવાને સૂર્યની પ્રભા જ સમર્થ છે. આ પરથી દાસી વળતે દિવસે જઈ કહેવા લાગી-ઈન્દ્રદેવના સમાન વિભૂતિવાળો આ પ્રધોતરાજા તમારે માટે ઉત્સુકતા ધરાવે છે, માટે તમો ઉભય તો આ જગતમાં પૂરાં ભાગ્યશાળી ગણાઓ. માટે સમજીને મારું કહ્યું કરો અને તમારા પર આદરભાવ દર્શાવનાર પ્રત્યે તમે પણ પ્રેમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શિત કરો. એક વણિકજનની સ્ત્રીઓનો એક રાજા જેવા મહાન પુરુષની સાથે પ્રેમ બંધાય છે એ યોગ્ય જ છે. આવી ઉચ્ચ પદવીએ ચઢવામાં શો દોષ છે ? યદ્યપિ તમો બંને હજુ મુગ્ધા હોઈને આવા સુભગ નરપતિનું અપમાન કરો છો તો પણ એ નરપતિને તો તમારા જ ચરણનું શરણ છે; કારણકે અગ્નિથી દગ્ધ થયેલાને અગ્નિ વિના અન્ય ક્યું શરણ હોય ? એ દૂતી-દાસીનાં આવા શબ્દો શ્રવણ કરી ક્રોધાયમાન થઈ હોય એમ વેશ્યા સુતાઓએ કહ્યું-અરે નીચ ! અધમ દાસી ! તને કાલે ના કહી હતી છતાં તું આજે કેમ પાછી આવી ? તારા બાપનો ધનનો દાબડો શું તું અહીં મૂકી ગઈ છે કે વળી પાછી આવી ? તને પુચ્છ અને શીંગડાં નથી એટલું જ; બાકી તો તું એક પશુ-જાનવર છો. આવું કહીને, અને સાથે કંઈક મૃદુતા-નરમાસ દાખવીને દાસીનું અપમાન કર્યું. અથવા તો કાર્ય સિદ્ધિ ઈચ્છનારાઓને માટે આમ કરવા સિવાયનો અન્ય કોઈ માર્ગ નથી. આ બનાવ પણ વળી દાસીએ જઈને પોતાના સ્વામીને કહ્યો. “એઓ, કંઈક નરમ તો પડી છે, પરંતુ તમારી સાથે આવી રહી સુખ ભોગવવાની ઈચ્છા એમને નથી. માટે એ અભિલાષા તમે મૂકી ધો. કારણકે સામા ધણીનું લેશમાત્ર મન ન દેખાય ત્યાં આપણી ઈચ્છા શા કામની ? રાજાનાં તો તન અને મન દેખાય ત્યાં આપણી ઈચ્છા શું કામની ? રાજાનાં તો તન અને મન બંને ઊંચો શ્વાસ લઈ રહ્યા હતા-એણે કહ્યું-દાસી ! તું ફરી ત્યાં જા અને એ બંને સ્ત્રીરત્નોને સમજાવ; કારણકે તું જ તારા સ્વામીનું કાર્ય કરવામાં એકનિષ્ઠાવાળી છો. તારામાં અનુપમ કળાચાતુર્ય છે, અને તારી વાણી કઠિન હૃદયોને પણ ભેદીને અત્યંત મૃદુ બનાવવા સમર્થ છે માટે તું એમને અવશ્ય વશ કરી શકીશ એમ હું માનું છું. કારણકે ચંદ્રમાના કિરણો પડવાથી ચંદ્રમણિ દ્રવવા માંડે છે; એમાં કાંઈ સંશય નથી.” રાજાએ આમ આકાશમાં ચઢાવી એટલે દાસીને પુનઃ ત્રીજે દિવસે પણ પેલી યુવતીઓ પાસે વાક્ચાતુર્ય બતાવવા જવું પડ્યું. “ભલી બાઈઓ ! અગાધ દુ:ખસાગરમાં ઝોલાં ખાતા મારા રાજાએ પુનઃ મને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૪૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ તમારી પાસે મોટી આશાએ મોકલી છે. એ નૃપતિ તમારું એવા પ્રકારનું ધ્યાન ધરી રહ્યો છે કે એ અખિલ જગતને પણ હવે તમારામય જ જુએ છે. જે વાત એક મનુષ્ય પોતાના મિત્ર સિવાય અન્ય કોઈને ન કહી શકે એ વાત એણે મારી પાસે તમને કહેવરાવી છેઃ- તમે સંમત થશો તો હું જીવિતદાન મળ્યું સમજીશ. હું તો આ તમારા ખોળામાં મસ્તક મૂકું છું. હવે તમે યોગ્ય લાગે એમ કરો.” રાજાએ કહેવરાવેલાં વચનો શ્રવણ કરી, પોતાને કંઈ પ્રેમ ઉત્પન્ન થયો હોય એવો અભિનય કરતી વેશ્યાપુત્રીઓ કહેવા લાગી. “બહેન, આ વાત કોને ન રૂચે ? પરંતુ અમારો ચારિત્રપ્રેમી બંધુ, સારિકાને પાંજરામાં પૂરે તેમ, અમને રાત્રિદિવસ આ ઘરમાં પૂરી રાખે છે અને ઘરબહાર એક પગલું પણ મૂકવા દેતો નથી. અમને તો આ સ્થળ કે અન્ય સ્થળ-બધું પરમ પથ્ય છે; એટલું જ કે “ન મળ્યું રાણી પદ કે ન મળ્યું મુનિપદ” એવી અવસ્થામાં અમે છીએ. માટે અમારો સહોદર ઘેર ન હોય એવે વખતે આજથી સાતમે દિવસે અમુક સમયે તમારો સ્વામી-રાજા અહીં એકલો આવે.” કહેવત છે કે રાજા હોય કે રંક હોય-એમની, ચોરીના કામમાં તો સદૃશતા જ છે. આ સાંભળીને હર્ષ પામી દાસીએ જઈને સર્વસ્વરૂપ નરપતિને કહી બતાવ્યું; અને અત્યંત વૃદ્ધિ પામ્યો છે મદ જેનો એવી વેશ્યા પુત્રીઓએ પણ અભયકુમારને વિદિત કર્યું. અથવા તો કહેવાય છે કે સૌ કોઈ સર્વદા પોત પોતાના સ્વામીનો વિજય ઈચ્છે છે. હવે જગતને કંઈ વિચિત્ર કરી બતાવવું-એવું છે બુદ્ધિ સામર્થ્ય જેનું એવા અભયકુમારે, અહીં પ્રધોતરાજાના જેવી રૂપાકૃતિવાળો એક માણસ શોધી કાઢી પોતાની પાસે રાખ્યો. તેનું નામ પણ ‘પ્રદ્યોત' રાખ્યું અને એને નગરને વિષે પોતાના એક ઉન્મત્ત બાંધવ તરીકે જાહેર કર્યો. આવો સર્વ પ્રબંધ એણે કર્યો એ જાણે ‘શત્રુબંધન' નાટકના પ્રથમ પ્રવેશરૂપ કર્યું હોય નહીં ! પછી “મંદબુદ્ધિ શિષ્યની પાછળ રોકાવાથી એક અધ્યાપકગુરુનું,–અન્ય બુદ્ધિમાન શિષ્યોને શીખવવાનું-કાર્ય પડ્યું રહ્યું છે; એમ મારે આ ઉન્મત્ત બાંધવની પાછળ મારો સર્વ વ્યવહાર ચુકવો પડે છે ! સંસારી જીવ જેમ અનેકભવ કરતો ભ્રમણ કર્યા કરે છે તેમ આ મારો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ બાંધવ ઉન્મત્તપણાને લીધે જ્યાં ત્યાં આથડ્યા કરે છે એને મારે કેવી રીતે સાચવવો.” એ પ્રમાણે અભયકુમાર નગરને વિષે જ્યાં ત્યાં ફરતો કહેવા લાગ્યો. અથવા તો માણસને પ્રયોજન આવ્યે શું નથી કહેવું પડતું ? વળી હું એને કોઈ પ્રવીણ વૈદ્યરાજ પાસે લઈ જાઉં છું એમ કહી કોઈ કોઈ વાર એને માંચા પર નાખી-બાંધી, એ અત્યંત લવારો-બુમરાણ કરી મૂકતો હોય એ સ્થિતિમાં પણ એને અભયકુમાર રાજરસ્તે થઈને લઈ જવા લાગ્યો; જેવી રીતે બાળકો એક ઠોઠ નિશાળીયાને નિશાળે લઈ જાય તેમ. માર્ગમાં એ ઉન્મત્ત વળી, અભયકુમારે સમજાવી મુકેલું એ પ્રમાણે “અરે ! લોકો, મારું એક વાક્ય સાંભળો; હું પ્રધોતરાજા છું, મને આ પ્રમાણે ઉપાડી લઈ જાય છે, મને એની પાસેથી કોઈ રીતે છોડાવો.” આમ બુમો પાડી પાડીને આક્રંદ કરી મૂકતો. એ સાંભળીને નગરવાસીઓ એની પાસે આવતા; પણ એને ઓળખી અન્યો અન્ય હાસ્યપૂર્વક મશ્કરીમાં કહેતા કે “આ મોટા નરેશ્વરને જે કોઈ છોડાવશે એને એ પોતાની સર્વ રાજ્ય સંપત્તિ આપી દેશે !” આ પ્રમાણે અભયકુમારે નિત્ય કૈરવવન વિકસાવનાર ચંદ્રોદય નમવા પર આવતો એ સમયે કરવું શરૂ રાખ્યું; અને એમ કરીને મોટાથી માંડી બાળગોપાળ સર્વને વિષે પૂરો વિશ્વાસ ઉત્પન્ન કર્યો. વળી અહીં આંગળીઓ પર નિત્ય દિવસોની ગણત્રી કરતા પ્રદ્યોતરાયે મહામહાકષ્ટે સાત દિવસ પસાર કર્યાં; કારણકે જ્યાં સુધી માણસને અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થતી નથી ત્યાં સુધી એક ક્ષણ પણ (જાય છે તે) અષાઢ માસના દિવસ જેવી લાગે છે. સાતમે દિવસે નિશ્ચિત કરેલે સમયે, રાજા ઉત્કંઠાભર્યો વેશ્યાપુત્રીઓ પાસે જઈ પહોંચ્યો અથવા તો દાતરડાને લઈ નાસી જતા શ્વાનને, એમાં પરમતત્વ શું છે એની; એનો સ્વાદ લેવા સમયે જ, ખબર પડે છે. “આ રાજાની ઈન્દ્રિયો કુમાર્ગે જાય છે એમને ધિક્કાર છે ! દોષ સર્વ છે એમનો, ને શિક્ષા સહન કરવી પડશે એમના અધિપતિ રાજાને.” અમે જ ન્યાયમંત્રીઓ છીએ, ને ન્યાય ચુકવીએ છીએ. એમ કહીને જ હોય નહીં એમ અભયકુમારના માણસોએ રાજા પ્રદ્યોતરાયને પકડી બંદિવાન કર્યો. બંધનથી મંચકની સાથે બાંધી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૪૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ દિવસે જ અભયકુમાર એને ઉપડાવી નગર મધ્યે થઈ ચાલી નીકળ્યો. પ્રદ્યોતરાજાએ બહુ બહુ બૂમો પાડી કહ્યું-અરે ! હું પ્રધોતરાજા છું; મને શત્રુ ઉપાડી જાય છે. પણ લોકો તો કહેવા લાગ્યા-અરે ! આ વખતે એવો કોઈ અહીં છે કે જે સદા આવું બોલ્યા કરનારના મુખને વિષે ધૂળા નાખે ? આ ઉન્મત્ત તો નિત્ય ભસી ભસીને આપણા કાન ખાઈ ગયો. એણે તો આપણા રાજા સાથે કોઈક જાતનું વેર શોધ્યું છે. અભયકુમારે પણ લોકોને કહ્યું–મને પણ એણે બહુ દિવસ પર્યન્ત દુ:ખ દીધું છે. આજે હવે એને આકરું ઔષધ આપું છું કે જેથી હવે પછી એ કાંઈ લવારો કરે નહીં. આ પ્રમાણે રાજગૃહીનગરના રાજપુત્રે પોતાની માસીનો પતિ થતો. હતો એવા રાજાના પણ મદનું મર્દન કર્યું-માનભંગ કર્યો. અથવા તો એમાં શું ? સો દિન સાસુના, તો એક દિન વહુનો પણ આવે. પછી એક સ્થળે પૂર્વ સંકેત પ્રમાણે તૈયાર રાખેલા, અત્યંત વેગવાળા અશ્વો જોડેલા રથમાં નાખીને પ્રદ્યોતરાજાને અભયકુમાર પોતાના રાજગૃહ નગર પ્રત્યે લાવ્યો. કહ્યું છે કે આજે આપણે કોઈને રડાવીએ તો વળતે દિવસ તે આપણને રડાવે. ત્યાં લાવીને, સંધિરૂપી ધરીને ધારણ કરવામાં ઉત્તમ ધોરી સમાન–આવા અભયકુમારે એને પોતાના પિતાસમક્ષ હાજર કર્યો; જેવી રીતે કોઈ ગુનેગારનો જામીન થઈને એને છોડાવી ગયેલા વ્યક્તિ પેલા ગુનેગારને વખતસર હાજર કરે છે તેમ. પ્રદ્યોતચંદ્ર રાજાને જોઈ શ્રેણિકરાયને, એણે અભયને બંધિવાસમાં રાખ્યો હતો એ વાતનું સ્મરણ થયું, તેથી એ ક્રોધાયમાન થઈ ખડગ ખેંચી એની સન્મુખ દોડ્યો; કેમકે રાજાઓમાં નીતિની વિચારણા અલ્પ હોય છે. પણ અખિલ નીતિશાસ્ત્રના રહસ્યનો જ્ઞાતા એવો અભયકુમાર ત્યાં હતો એણે આદરપૂર્વક પિતાને વિજ્ઞાપના કરી કે-પિતાજી ! એ આપણો શત્રુ છે એ વાત ખરી છે; પણ એ અત્યારે આપણે ઘેર આવ્યો છે, માટે એક સહોદરની જેમ આપણા આતિથ્યને યોગ્ય છે-આપણે એનો સત્કાર કરવો જોઈએ. આવાં અભયકુમારનાં વિવેકભર્યા વચનો શ્રવણ કરી, સર્વ પ્રકારની સંપત્તિમાં કુબેર સમાન-એવા શ્રેણિકરાયે પ્રદ્યોતચંદ્રને સન્માનપૂર્વક અનેક અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ વસ્તુઓ આપી વિસર્જન કર્યો. એ (પ્રદ્યોત) પણ સત્ત્વહીન દશામાં શીધ્ર પોતાના નગર ભેગો થયો. કહ્યું છે કે અત્યંત તેજસ્વી કહેવાય છે એવા ઈન્દ્રરાજા પણ આપત્તિ સમયે નિસ્તેજ થઈ જાય છે. આમ સુધા, ચંદ્રમાની જ્યોત્સના, શિવનું હાસ્ય, હિમ, ગંગાનાં જળ, કુન્દ પુષ્પ, ક્ષીર, સ્ફટિક અને શરદઋતુના મેઘની પ્રભા-એટલા વાનાની જેવા ઉજ્વળ અને નિર્મળ ગુણોવાળા બુદ્ધિસાગર-અભયકુમારે અનેક અત્યંત આશ્ચર્યકારક કાર્યો કરી કરીને પિતાને હર્ષ ઉપજાવ્યો. શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો આઠમો સર્ગ સમાપ્ત ૧૫૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ સર્ગ નવમો હવે કાર્યભારની ચિંતાનો ભાર બધો અભયકુમાર પર હતો, પ્રજા વર્ગ બહુ સુખી હતો અને ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થો સુંદર રીતે સધાતાં હતા તેથી રાજ્યકર્તા, “ભંભાસાર' શ્રેણિક, ગચ્છનો ભાર પ્રવર્તક' મુનિને સોંપી દેવળ શાસ્ત્રનું જ વ્યાખ્યાન કરતા અનુયોગી આચાર્યની જેમ, બહુ શાંતિથી કાળ નિર્ગમન કરતો હતો. મદ ઝરતા હસ્તિઓ, ઉત્તમ આકૃતિવાળા અશ્વો, નાના પ્રકારના સભાસ્થાનો, સુંદર ચિત્રશાળાઓ અને મનહર સંગીતકોથી" નિરંતર વ્યાપ્ત એવા આ રાજગૃહનગરમાં ધનદત્ત નામનો એક પ્રખ્યાત સાર્થવાહ વસતો હતો. યાચકોને હર્ષ સહિત ધનદાન દઈ એ શેઠ, એની ફઈબાએ પાડેલું ધનદત્ત નામ સાર્થક કરતો હતો. જેમ એનું દ્રવ્ય અગણિત હતું એમાં એનું ચારિત્ર પણ પ્રશંસાપાત્ર હતું તે શુદ્ધ સુવર્ણની મુદ્રિકામાં જડેલા ઉત્તમ રત્નની જેમ પ્રકાશી રહ્યું હતું. અનેક ગુણગણાલંકૃત એવા એ સાર્થવાહની કોમળ વાણીમાં પાકી શેરડીના જેવી મધુરતા ભરેલી હતી. વળી એના ચંદ્રમા સમાન નિર્મળ ગુણોને વિષે “ઔચિત્ય' ગુણ અગ્રણી હતો; જેમ એક ચક્રવર્તી રાજાના સર્વ શસ્ત્રોને વિષે “ચક્ર' અગ્રેસર છે. તેમ. એના સર્વ ગુણો વિકાર રહિત હતા, છતાં એના “નય' સંજ્ઞાવાળાગુણને તો વિકાર પાછળ લાગેલો જ હતો. - આ સાર્થવાહને વસુમતી નામે સ્ત્રી હતી. એ પૂર્ણ વ્યવહારજ્ઞ છતાં અવર જનના ગુપ્ત રહસ્ય પ્રકટ કરવામાં અજ્ઞ હતી. વિવાહમાં એણે ૧. આને માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ પૃષ્ઠ ૧૪મું. ૨. આજ્ઞાનુવર્તી સંઘ-વિભાગ. ૩. સાધુઓમાં આચાર્યથી ઉતરતી, પ્રવર્તક-ગણિ-ઉપાધ્યાય આદિ સાર્થક નામવાળી પદવીઓ અપાય છે. ૪. જેમણે યોગ વહન કર્યા છે એવા. (યોગનિષ્ટ ?) યોગ=ચિત્તવૃત્તિનિરોધ. ૫. ગાયન, વાદ અને નૃત્યયુક્ત જલસો. Concert. ૬. સર્વ ગુણ વિકારરહિત હતા-એમનામાં કંઈ પરિવર્તન થતું નહીં. પણ એ વિ' કાર “નય” ગુણની તો પાછળ લાગેલો જ હતો. એટલે “વિ-નય” ગુણ એનામાં હતો. (વિરોધાભાસ અલંકાર.) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧પ૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ લોકો સમક્ષ પોતાના પતિનો દોષ ગ્રહણ કર્યો હતો છતાં એ એને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. વળી ગુરુગિરા (રિ) પર આસ્થા બંધાયેલ હોવાથી, સમુદ્રપરિવેષ્ઠિત હોવાથી, અને સર્વસહ તથા સ્થિર" હોવાથી એ જાણે વસુમતી-પૃથ્વી જ હોય નહીં એવી જણાતી હતી ! યાચકોને પણ એ અ-માન દાન દેતી હતી એટલે એ માના કરતી નહીં માટે એમાં આશ્ચર્ય શું ? આમ એ દંપતી, દિનથી અને દિનકરની પેઠે સદા પ્રેમયુક્ત દામ્પત્યનું અનુપાલન કરતા દિવસ નિર્ગમન કરતા હતા. પરંતુ આવો આવો વૈભવ છતાં એમને એક પણ ફરજંદ પુત્રનું સુખ જોવાનો વખત આવ્યો નહોતો. અથવા તો પ્રાયઃ મુંડને જ ઘણી સંતતિ હોય છે. આમ અપુત્ર અવતાર હોવાથી એમને મન જો કે ખેદ બહુ થતો. હતો; પણ આ સંસારમાં એવું જ છે કે સર્વેના સર્વ મનોરથો કદાપિ પૂર્ણ થતા નથી. એઓ કહેતા કે “આ આપણી ધનસંપત્તિ પુત્રવિના, વિધવા યુવતી સમાન નિષ્ફળ છે; જેમને પ્રભાતના પહોરમાં સૂર્યના બિંબની જેમ પુત્રના દર્શન થાય છે એઓ દરિદ્રાવસ્થા ભોગવતા હોય તો યે એમનો ધન્ય ધન્ય અવતાર છે. જ્યાં ધૂળમાં રમનારાં અને ધૂળયુક્ત અંગોપાંગવાળા બાળકો નથી એવું ગૃહ તે શું ગૃહ કહેવાય ?” વળી જેને પ્રત્યેક રાત્રિ માસપ્રમાણ લાગતી એ સાર્થવાહી વસુમતી ૧. હસ્ત; અપરાધ. “દોષ ગૃહણ કરેલ' એટલે અપરાધી, છતાં પ્રિય-એ વિરોધ. પણ “દોષ'નો અર્થ “હસ્ત’ લેતાં એ વિરોધ શમે છે. (વિરોધાભાસ.) ૨-૩૪-૫, આ ચારે વિશેષણો સાર્થવાહની સ્ત્રી વસુમતી, અને વસુમતી-પૃથ્વી-એ બંનેને ઉદ્દેશીને છે. સ્ત્રીના સંબંધમાં ૨-ગુરુગિરા એટલે ગુરુની વાણી-એને વિષે આસ્થાવાળી; ૩-સ-મુદ્ર એટલે મુદ્રાયુક્ત પરિવેષ્ઠન-કટિમેખલાવાળી; ૪-સર્વનું સહન કરનારી; પ-દઢ વિચારની. પૃથ્વીના સંબંધમાં ૨. ગુરુ ગિરિ એટલે મહાન પર્વતો-એમના આસ્થાઆધાર-વાળી; ૩. સમુદ્રથી વીંટાયલી; ૪. સર્વ સહન કરનારી; ૫. અચળ. (“સર્વસહા' અને સ્થિરા' એ બંને પૃથ્વીવાચકં જ શબ્દો છે.) ૬. “માન' શબ્દ ના “માપ' અને ગર્વ' એ બે અર્થ પર અહીં કવિએ શ્લેષ રચ્યો છે. ૭. દિવસની શ્રી એટલે પ્રકાશ-સભા. ૮. દિવસનો કરનાર-સૂર્ય. ૧૫૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #162 -------------------------------------------------------------------------- ________________ તો અપુત્રપણાને લીધે સાર્થવાહ કરતાં પણ સવિશેષ દુ:ખી જણાતી મનમાં ચિંતવવા લાગી કે-રાત્રિઓને વિષે જેમ તારાવાળી રાત્રિ, તેમ સ્ત્રીઓને વિષે બાળકોવાળી સ્ત્રી જ પ્રસંશા કરવા લાયક છે. તે જ સ્ત્રીઓ પરમ સૌભાગ્યશાળી ગણાય છે કે જેઓ મલાવા કરતી પુત્રના મસ્તક પર હાથ ફેરવે છે; પગ તડફડાવતા તથા ડોક ધુણાવતા, માતાના દૂધ માટે ઉતાવળા થતા મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે; કોકરવણા જળથી એમને સ્નાન કરાવી ચક્ષુદોષ નિવારણાર્થે અંજનનું ટપકું કરે છે; સૂતાં-બેસતાંઉઠતાં અને જતાં-આવતાં પણ નિરંતર પુત્રને હર્ષ સહિત ઉત્સંગને વિષે રાખીને ફેરવે છે; અને પોતે આનંદ સમાતો ન હોય એમ બોબડા માણસની જેમ અવ્યક્ત અક્ષરો બોલી એમની સાથે ઉલ્લાપ કરે છે. તે એવી રીતે કે- “બાપુ ! તું મંડલેશ્વર થજે, સામંતની પદવી પ્રાપ્ત કરજે, રાણો થજે, રાજા થજે, ભાગ્યવાન જશે, વિજયશાળી થજે, આનંદમાં રહેજે. આવ તારી બલા દૂર કરું; તારા ઓવારણા લઉં. બાપુ ! તું કોટિ વર્ષ જીવજે ! હું તારું સુખ જોઈને જઈશ.” વળી જેમને પોતાના પુત્રોનો ‘નામકરણ‘' નો અને ‘ભદ્રાકરણ' નો અવસર જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે એવી સ્ત્રીઓની જ લોકમાં ખ્યાતિ થાય છે; અને એમનું બહુ વિસ્તારયુક્ત નિશાળગરણું જુએ છે એઓ જ ગણત્રીમાં આવે છે. વળી સવારમાં વહેલા ઉઠીને શાળાએ જાય ત્યારે જેઓ, એમને ખાવાને માટે, સાથે સારું ભાતુ-નાસ્તો બંધાવે છે, ત્યાંથી પાછા ઘેર આવે ત્યારે બુદ્ધિ વધારનારું મસાલાવાળું દૂધ પીવા આપે છે, અને મોટા થાય ત્યારે એમને ઉદાર ધનવાનોની પુત્રીઓ પરણાવવાનો લ્હાવો લે છે, એ સ્ત્રીઓ જ સદા પુણ્યવતી છે. પરણીને આવનારી પુત્રવધુઓને પણ જમવાને સાત પ્રકારના પકવાન, અને બેસવા માટે સાત સાત ગાદી-તકીયા આપવામાં આવે છે; આ સર્વ મહિમા પણ શાનો ? પુત્ર હોય એનો જ એ મહિમા છે; એની જ એ વિશિષ્ટતા છે. માટે પુત્રવતી સ્ત્રીઓ જ નિશ્ચયે પૂર્ણ ભાગ્યશાળી છે. મારા જેવી ૧. નામ પાડવું. ૨. વાળ ઉતરાવવા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ જાનુકૂમ્પરમાતા કેવળ જ ભાગ્યહીન ! કેમકે પુત્રમુખ જવાને અવસર જ આવ્યો નહીં ! બહુ શું કહું ? આટલું તો નિ:સંદેહ છે કે કોઈ જન્મથી જ દરિદ્ર, અને સંતતિમાં એક જ પુત્રીવાળી, સ્ત્રી હોય એ પણ મારી આગળ તો ભાગ્યશાળી ! એનો પણ અવતાર સારો ! કારણકે એક પણ અલંકાર ન હોય એવે વખતે કાચનાં આભૂષણ પણ શું ખોટા ? મૂળ થકી ફળ થાય છે-એમ જાણીને જ વસુમતી તો પછી પુત્ર પ્રાપ્તિને માટે વૃક્ષનાં મૂળ ઘસી ઘસીને પીવા લાગી; અને એ પુત્રપ્રાપ્તિમાં અંતરાય પડાવનારું એવું જ કર્મ-તેને જાણે અત્યંત ભય પમાડવાને માટે જ હોય નહીં એમ કટિભાગ પર, ભુજાએ અને કંઠને વિષે નાના પ્રકારના રક્ષાવિદ્યાનો બાંધ્યા. અનેક પ્રકારનાં નૈવૈદ્ય, ધૂપ, પુષ્પ, વિલેપન આદિથી, પ્રખ્યાત દેવતાઓની પૂજા કરી. એમની સમીપમાં ઊભા રહી, કર જોડી ઘણીવાર માનતા માની કે-જો તમારી કૃપાથી મને પુત્ર થશે તો હું પુત્ર, પતિ અને શ્વશૂરવર્ગ તથા પિતૃવર્ગના સર્વ સંબંધીઓ સહિત અહીં આવીને ઉજાણી કરીશ, અને લોકોના ચિત્તને વિષે તમારો ચમત્કાર પ્રદર્શિત કરીશ. હર્ષ સહિત સુવર્ણના પુષ્પો વડે તમને વધાવીશ, પુત્રને ઉત્કંગમાં રાખીને તમારી આગળ નૃત્ય કરીશ અને નવનવીન કૌતુકભર્યા ઉત્સવ રચાવીશ. અથવા તો કહ્યું છે કે સ્ત્રીઓ પુત્રને માટે શું શું માનતા નથી કરતી ? વળી “મને ક્યારે પુત્ર થશે.” એમ તે ભવિષ્ય જોનારા-દૈવજ્ઞોને પુળ્યા કરતી કારણકે ગરજવાન હોય છે એઓ અલ્પજ્ઞને પણ સર્વજ્ઞા માને છે ! આડંબર કર્યા વિના કંઈ મળતું નથી. એમ સમજીને એઓ પણ ટીપણું હાથમાં લઈ ખડીના કટકાવતી કુંડળી આલેખી એમાં ગ્રહોને ૧. સંસ્કૃતમાં ન ધાતુ “માપવું' અર્થમાં વપરાય છે. માટે માતૃ કે માતા નો. વાચ્યાર્થ તો “માપનારી' એવો થાય છે. અહીં પણ એ વાચ્યાર્થ જ લેવો. જાનું ઘુંટણ. કર્પરકોણી, ઘૂંટણ અને કોણીના માપથી (વડ) માપનારી સંતતિ નથી એટલે પોતે કોઈની માતા (Mother) તો નથી જ. ૨. (૧) મૂળ (સજીવન) હોય તો વૃક્ષને ફળ આવે છે; (૨) મૂળનો ઉપયોગ કર્યાથી સંતતિ થાય છે. ૩. રાખડી-કટિસૂત્ર-કડાં-માદળીઆ વગેરે. ૧૫૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ સૌ સૌને સ્થાને મૂકી સાવધાન ચિત્તે નિરીક્ષણ કરી કહેતા કે-મંગળ આદિ ગ્રહો ઉત્તમ સ્થાને નથી માટે એની પૂજા કરાવો તથા મંડળપૂજન કરો. એથી જ તમારી ઈચ્છા પૂર્ણ થશે. આ જગતમાં દાન એ જ રાજા છે. તમે નથી સાંભળ્યું કે ધનનું દાન દેવાથી પાપનો નાશ થાય છે ? પુત્રની આકાંક્ષાવાળી વસુમતીએ એ સર્વ કર્યું એટલે એ જ્યોતિષીઓએ પણ હર્ષ પામી કહ્યું કે-હવે તમારા મનોરથો સર્વ શીઘ્ર સિદ્ધ થશે. કારણકે બ્રાહ્મણોની પૂજા કર્યાથી અશુભ ગ્રહો શુભ થાય છે. આ ઉપરાંત એ લોકોએ કહ્યા પ્રમાણે નાના પ્રકારના જપ-મંત્ર વગેરે ઉપાયો પણ એણે કર્યાં પરંતુ એક પણ ઉપાયથી સદ્ય ફળ પ્રાપ્તિ થઈ નહીં, અથવા તો ફળ તો કર્માધીન છે, એમાં અન્ય ઉપાયો શું કરી શકે ? એકદા અનુક્રમે, પુત્ર પ્રાપ્ત્યન્તરાયકર્મનો ક્ષયોપશમ થવાથી કોઈ ભાગ્યશાળી જીવ વસુમતીની કુક્ષિએ આવ્યો. ગૂઢગર્ભત્વને લીધે અલક્ષ્ય, અને મુનિના ચારિત્રની પેઠે દુર્વાહ એવો ગર્ભ વસુમતી પણ, પૃથ્વી એક નિધિને ધારણ કરે એમ સંભાળીને ધારણ કરવા લાગી; અને અન્ય સ્ત્રીઓ વગેરેએ બતાવેલ અનેક અનેક પ્રકારે એ ગર્ભનું પોષણ કરવા લાગી અથવા તો દ્રવ્યમાન ગૃહસ્થોને શું અશક્ય છે ? અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે, શુભલગ્ન, દિશાઓ સર્વે નિર્મળ હતી એવે સમયે, વંશલતા મુક્તાફળને પ્રસવે એમ, એણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મની વાત સાંભળી જેને અત્યંત હર્ષ થયો છે એવા આ ધનદત્ત સાર્થવાહે અનુક્રમે પુત્રનો વર્ધનકમહોત્સવ કર્યો. લોકો પણ એ સાંભળી અહીં તહીંથી હર્ષ પ્રદર્શિત કરવા આવ્યા અને કહેવા લાગ્યા કેસર્વ ઋતુના પુષ્પ અને ફળ જેમાં હંમેશા થાય છે એવા બગીચાની જેવા ઉત્તમ ગૃહમાં અવતર્યો એ, કોઈ ધૃતપુણ્ય- પૂરાં પુણ્ય કર્યા છે જેણે એવો, ભાગ્યશાળી જીવ જ હશે. લોકોનું એવા પ્રકારનું કથન સાંભળીને પિતાએ પણ પુત્રનું ‘કૃતપુણ્ય' એવું નામ પાડ્યું. અથવા તો કહ્યું છે કે ૧. કષ્ટ પાળી શકાય એવું (ચારિત્ર); (ભારને લીધે) કષ્ટ હરીફરી શકાય એવો (ગર્ભ). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ નામ જ સારું.' લોકોને પરમ આનંદ ઉપજાવતો પ્રશસ્ત ચેષ્ટાવાળો પુત્ર પણ અનુક્રમે પિતાના મનોરથોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. આઠ વર્ષનો થયો ત્યારે પિતાએ ઉત્તમ કળાચાર્ય પાસે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. કારણકે પહેલી વયમાં એટલે કે કૌમારવસ્થામાં વિદ્યા ઉપાર્જન કરવાનું કહ્યું છે. પુત્ર પણ બુદ્ધિમાન હોવાથી અલ્પ સમયમાં સર્વ કળાનો પારંગત થયો; વાયુ અનુકૂળ હોય તો એક પ્રવાહણ જેમ શીધ્ર રત્નદ્વીપે પહોંચી જાય છે એમ. આ જ નગરમાં સાગરદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. ગાંભીર્યગુણ અને બહુ રત્નોને લીધે જાણે એ એક બીજો સાગર-સમુદ્ર હતો એને માધુર્યાદિ ગુણોથી યુક્ત એવી એક જયશ્રી નામે પુત્રી થઈ. કારણકે દ્રાક્ષના મંડપમાં સદા દ્રાક્ષ જ નીપજે છે. જળાધિપતિથી ઉત્પન્ન થયેલી, વિદ્યુતના જેવી ચંચળ, સર્વદા જડ-લ-જાત ને વિષે વસનારી, નીચગામિની, સ્પર્ધા કરવા આવેલી લક્ષ્મી પર એનાથી વિપરીત ગુણોવાળી આ કન્યાએ વિજય મેળવ્યો હતો-માટે જ જાણે એનું જયસૂચક “જયશ્રી' એવું નામ પાડ્યું હોય નહીં ! કૃતપુણ્યનો એના માતાપિતાએ આ કન્યાની સાથે વિવાહ કર્યો. કારણકે વિચક્ષણ પુરુષો રત્નના ભાજનમાં હાથ નાખે છે. આ પ્રમાણે વસુમતીના સર્વ મનોરથો ફળી ભૂત થયા; અગર જો કે ધાર્યા દાવ તો કોઈ વિરલાના જ પડે છે. પરંતુ ડ્રવંતૃતીયમ્ જેવું કંઈ નવું વસુમતીને જોવાનું આવ્યું તે એ કે, કૃતપુણ્ય જિતેન્દ્રિયત્વને લીધે પોતાની પત્ની પ્રત્યે પણ પ્રેમાસક્ત થયો નહીં. (તો પછી વારાંગનાની તો વાત જ ક્યાં કરવી ?) પુત્રને ભોગવિલાસથી ૧. સમુદ્ર. ૨. જળજાત એટલે જળમાં ઉત્પન્ન થતું કમળ. લક્ષ્મી કમળમાં વસનારી કહેવાય છે. વળી જડજાત' વાંચીએ તો એનો અર્થ “મૂર્ખજનો' એમ થાય. લક્ષ્મી મૂર્ખ જનોને ત્યાં હોય છે. ૩. નીચ લોકોની પાસે લક્ષ્મી વિશેષ જાય છે. ૪. વિપરીત ગુણોવાળી, એટલે કે અ-જડ-અધિપતિ મહાવિદ્વાન એવા પિતાથી જન્મેલી; અને અ-જડ-જાતિ વિદ્વાનો-એમના અંતરમાં વસી રહેલી; અચંચળ=દઢમનવાળી; અનીચગામિની ઉચ્ચગામિની-ઉચ્ચ આશય-કુળ-વાળી. આ વિપરીત ગુણો એ કન્યામાં હતા. ૧૫૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #166 -------------------------------------------------------------------------- ________________ પરાશમુખ રહેતો જોઈ વસુમતીને અત્યંત ખેદ થયો કે આમાં તો સુંદરીનું સૌંદર્ય વૃથા ગળી જઈને પ્લાન થાય છે. પછી એણે પોતાના પતિને પણ કહ્યું કે-સ્વામીનાથ ! આ તમારો પુત્ર જાણે પોતે વૃદ્ધ થઈ ગયો એમ, સંસારના વિષયોપભોગથી વિમુખ રહે છે. પુત્ર ભોગવિલાસ ન ભોગવે તો પછી આ ધન શા ઉપયોગનું ? શરીરના આભૂષણરૂપ ન થાય એ સુવર્ણ શા કામનું ? પુત્રને નાના પ્રકારના વિલાસ કરતો જોઈને જ સ્ત્રીઓને બહુ હર્ષ થાય છે. માટે તમને કહેવાનું એટલું કે આ તમારા પુત્રને એની સમાન વયના સોબતીઓ સાથે મેળાપ કરાવો, કે જેથી એને કામભોગને વિષે આસક્તિ થાય. પણ ધનદત્તે કહ્યું–પ્રિયે ! આવું અસંબદ્ધ ભાષણ કરીને તું એક ગ્રામ્યજનની જેમ ઉલટી તારી મૂર્ખાઈ પૂરવાર કરે છે. આ વિષયમાં તો તારો પુત્ર સ્વયમેવ વખત આવ્યે પ્રવૃત્ત થશે; કારણકે જીવે ભવે ભવે વિષયાભ્યાસ કરેલો છે. તથાપિ જો કદિ મુનિની પેઠે એ એકદમ વિષયોન્મુખ જણાશે તો પછી તારી સૂચના પ્રમાણે કંઈ કરશું. માટે હમણાં તો મૌન ધારણ કર. પ્રથમ તેલ જોવા દે, પછી તેલની ધાર જોવા દે; પછી બધું થઈ રહેશે. પરંતુ કદાગ્રહી વસુમતીએ તો આગ્રહ કર્યો કે જે કરવાનું છે તે આ વખતે જ કરો; તે વિના મને નિરાંત નહીં વળે. ખરેખર એના અંગમાં કોઈ એવી ધાતુ ભરાણી છે કે લીધી વાત મૂકતી જ નથી.” અથવા તો સમજુ સ્ત્રીઓની પણ આગ્રહરૂપી ગાંઠ મૃતકમુષ્ઠિની જેમ હરકોઈ સુયુક્તિરૂપી નહોરવડે પણ છૂટતી નથી.” આમ વિચારીને શેઠે પ્રિયાનું વચન માન્ય કર્યું. ખરેખર સ્ત્રીઓ પુરુષોને આંગળીએ નચાવે છે એમ કહ્યું છે એ ખોટું નથી. હવે પત્નીના અત્યંત આગ્રહને લીધે પિતાએ પુત્રને અનિષ્ઠ સોબતમાં મૂક્યો. તે પર કવિ ઉàક્ષા કરે છે કે જાણે એણે શરણે આવેલાને પોતાને હાથે જ બાંધીને શત્રુઓને સુપ્રત કર્યો ! ત્યાં એના નીચ ગોઠિયાઓ એને કોઈ વખત અશ્લીલ ભાષાએ ભરેલી ધૂતશાળામાં; તો કોઈ વખત વિટ, નટ, ભાટ આદિ લોકોથી વ્યાપ્ત-તથા અત્યંત સંઘટ્ટ થવાથી અંગોને ચગદી ૧. મડાગાંઠ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ નાખનારા મહાન દેવકુળોમાં; કદાચિત શૃંગાર, હાસ્ય આદિની કથાઓ ચાલી રહી હોય એવા ટોળામાં; તો કોઈવાર તાળ દઈ દઈને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર ગોરલોકની સમક્ષ; કોઈવાર કેતકી, જાતિ આદિ પુષ્પો, અને કદલી, આમ્રતરૂ આદિ વૃક્ષોના બગીચામાં; તો કોઈ વખત વાવતળાવ-કુવા આદિ જળાશયો પર; કોઈ સમયે તમ્બોળીની દુકાને તો કોઈ વખત માળીને ઘેર; કોઈવાર વેશ્યાના પાડામાં, તો કોઈવાર એવાં જ અન્ય સ્થળે ફરવા લઈ જતા; પાપી માણસોને એનાં કર્મ કુગતિને વિષે લઈ જાય એમ. આમ થવાથી પેલા નીચ સોબતીઓની એને અસર થઈ, એમની વાસના એનામાં આવી. અથવા તો લીમડાના વૃક્ષની નિકટમાં રહેતા આમ્રવૃક્ષમાં કટુતા આવતાં વાર શી ? એ વખતે ત્યાં, પુષ્પધવા કામદેવનું–ત્રણે જગતને જીતવાનું અમોઘ શસ્ત્ર હોય નહીં એવી દેવદત્તા નામની વેશ્યા રહેતી હતી. તે વેશ્યાને ત્યાં એક વખત કૃતપુણ્યને એના સોબતીઓ લઈ ગયા. અથવા તો નીચ સોબતનું બીજું શું ફળ હોય ? સુંદરવસ્ત્રાલંકારથી વિભૂષિત નવયુવાન કૃતપુણ્યને જોઈને, જ્વરમાંથી મુક્ત થયેલો પથ્ય જોઈને હર્ષ પામે એમ, વેશ્યા અત્યંત પ્રસન્ન થઈ. કારણકે જેમ સંબંધીઓ ઉત્સવના પ્રસંગોથી, ક્ષત્રિયજન સાહસના કામોથી, દુષ્ટમંત્રી આપત્તિથી, બ્રાહ્મણો દક્ષિણાથી, પારધી હરિણોથી, કૃષિકાર વરસાદથી, યાચકો નાના પ્રકારના દાનથી, પિતા પુત્રના અક્ષરોથી, વણિકજન વ્યાપારમાં લાભ મળ્યાથી અને વૈદ્ય દર્દીઓ મળ્ય-હર્ષિત થાય છે તેમ વેશ્યાઓ ગર્ભશ્રીમંતના નવીન પુત્રો આબે હર્ષ પામે છે. કૃતપુણ્યને જોઈ વારાંગના ઊભી થઈ. કારણકે અન્યજનો પણ લક્ષ્મીનું ગૌરવ કરે છે તો પછી વેશ્યા કરે એમાં શું આશ્ચર્ય ? તક્ષણ એણે એને આસન આપ્યું અને સારો સત્કાર કર્યો. વળી આદરપૂર્વક અનેક પ્રકારના શૃંગારપૂર્ણ ભારે ભારે શબ્દો કહીને કથંચિત, એણે કરેલાં પુણ્યોની સાથોસાથ એને એવો વશ કર્યો કે એને ત્યાંથી ઘેર જવાનું મન જ થયું નહીં. જેવી રીતે વિચક્ષણ છતાં કોઈ વ્યસની વિદ્યાર્થી પોતે પાઠ કરેલી શાસ્ત્રપંકિત વિસરી જાય છે તેવી રીતે, વેશ્યાએ મન હરણ કરી લીધેલું હોવાથી, કૃત્યપુણ પણ ૧૫૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #168 -------------------------------------------------------------------------- ________________ સાલંકારા, રસ-સ્કૃષ્ટા, નિત્ય છંદોનુવર્તી’, સદ્વર્ણશાળી’, નિર્દોષ", અને ગુણવૃદ્ધિથી સમન્વિત, એવી પોતાની પત્નીને વિસરી ગયો. જેવી રીતે અગણિત પુરુષોના ગમનાગમનથી નિર્લજ્જ વેશ્યાઓનું ઘરનું આંગણું ઘસાઈ જાય છે તેવી જ રીતે જાર પુરષોથી ઘસાઈ એઓ (વેશ્યાઓ) નદીગોલક ન્યાયે વિવિધ આકાર ધારણ કરે છે. પછી એઓ શબ્દચાતુર્યવસ્ત્રાલંકાર-હાસ્યવિનોદ અને કટાક્ષબાણ આદિથી પુરુષોને મોહ પમાડે છે. પણ ઘરની સ્ત્રી અન્ય પુરુષનો સમાગમ પણ ન રાખનારી, લાજ કાઢીને ચાલનારી, મર્યાદા અને શીલગુણે શોભતી છતાં કુવાના દેડકા જેવી હોય છે માટે એ બુદ્ધિશાળી હોય તો પણ વેશ્યાની જેવું પતિમનરંજન કરતાં એમને આવડતું નથી. પછી એ કૃતપુણ્ય તો વારાંગનાના પાશમાં સજ્જડ ફસાયો એથી, મસ્ય જેમ જળાશય ત્યજી શકતું નથી એમ, એનું ઘર ક્ષણવાર પણ છોડી શક્યો નહીં. તેથી સાર્થવાહ પુત્રસ્નેહને લીધે હર્ષસહિત વેશ્યાને ત્યાં નિરંતર દ્રવ્ય મોકલતો રહ્યો. આહા ! શી પ્રેમઘેલછા ! કપુરથી શરૂ કરીને લવણપર્યન્ત જે જે જોઈએ તે તે સર્વ પોતે એક અવર કલ્પવૃક્ષા હોય નહીં એમ પૂરવા લાગ્યો. અથવા તો એમ જ કહ્યું છે કે-વેપારમાં લે વેચ કરીને, શિલ્પીનો ધંધો કરીને, પારકી સેવાચાકરી કરીને, કે શસ્ત્રાદિથી યુદ્ધ કરીને પણ ઉપાર્જન કરેલું ધન બધું અંતે સ્ત્રીમાં ડુબે છે–જાય છેતે અસત્ય વાર્તા નથી. વાત આમ બની રહી છે એવામાં એકદા કૃતપુણ્યના માતાપિતા ૧ થી ૬. આ સર્વ વિશેષણો “શાસ્ત્રપંક્તિ' અને “પત્ની' બંનેની સાથે લેવાનાં છે. પત્ની પક્ષે ૧=અલંકાર પહેરેલા; ૨=રસિક; ૩=(પતિની) ઈચ્છાને અનુકૂળ. ૪=સૌંદર્યવાન; પરદૂષણ વિનાની; ૬-ગુણની વૃદ્ધિ અનેકગુણવાળી. “શાસ્ત્રપંક્તિ' પક્ષે ૧=શબ્દાલંકાર-Figures of speech-યુક્ત; ૨=નવ રસ કહેવાય છે તેમાના એકાએક રસયુક્ત; ૩=અર્થને અનુસારનારી; ૪=સાર શબ્દો વાળી; પારસદોષ, વાક્યદોષ, અર્થ દોષ આદિમાં કોઈપણ દોષ વિનાની; ૬ વ્યાકરણમાં “ગુણ” અને “વૃદ્ધિ' કહેવાય છે એ બંને વાનાંથી યુક્ત. ૭. નદીમાં રહેલા પત્થરો નિત્ય ઘસાઈ ઘસાઈને નવનવીન આકૃતિ ધારણ કરે છે તેમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧પ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ પંચત્વ પામ્યા; તે જાણે કે પુત્રનો એવા પ્રકારનો અન્યાય સાંખી રહેવાને અશક્ત હોવાથી જ હોય નહીં ! ત્યાર પછી ત્રણે જગતમાં પ્રખ્યાતિ પામેલા કુલીજનોમાં શિરોમણિ અને પતિભક્તિને વિષે તત્પર એવી એની સ્ત્રી પણ એના વૈભવવિલાસ માટે દ્રવ્ય મોકલવા લાગી. પણ પેઢીનું લેણું જેની જેની પાસે હતું તે તેની તેની પાસે ચોંટી રહ્યું, નવી આવક બંધ થઈ અને ભાઈ સાહેબનો ખર્ચ તો હતો જ એને લીધે, દીપકના તેલની જેમ એનો વૈભવ ક્ષીણ થવા લાગ્યો. કેમકે બિંબિંદુમાત્ર ઘટતો જતો સમુદ્ર પણ, નવી આવક ન હોય તો ક્ષીણ થઈ જાય છે. આવી સ્થિતિ થઈ પડી તો પણ વેશ્યાએ એની પાસે દ્રવ્ય માગવું બંધ કર્યું નહીં. કારણકે યાચના કરવામાં એવા લોકોની જીવ્યા હળવીફુલ હોય છે. અથવા તો આપી આપીને ગજવું ખાલી કર્યું હોય તો પણ યજમાનને બ્રાહ્મણો હેરાન કર્યા કરે છે તેવી રીતે સર્વસ્વ આપી દીધાં છતાં પણ વેશ્યા માગી માગીને કદર્થના પમાડ્યા જ કરે છે. છેક છેલ્લી વખતે જયશ્રીએ પોતાના આભરણો, અને સાથે પુણી અને તરાક વેશ્યાને ત્યાં મોકલાવ્યા. તે પરથી કુટ્ટિનીને નિશ્ચય થયો કેહવે અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે એ કૃતપુણ્યની લક્ષ્મી ક્ષીણ થઈ ગઈ છે. માટે રસ ચુસાઈ ગયા પછી કુચારૂપ રહેલી શેરડીના જેવો એ પ્રેમી હવે કોઈ કામનો નથી. કેમકે અમારે ત્યાં તો વૈભવવાળાનો જ સત્કાર થાય. છે. વળી જ્યાં સુધી આ કૃતપુણ્ય અહીં છે ત્યાંસુધી અન્ય લોકો પાસેથી દ્રવ્યપ્રાપ્તિ થવાની નથી; કકારાનુબંધિ પ્રત્યય લાગતાં જેમ ધાતુઓને ગુણ કે વૃદ્ધિ કંઈ થતું નથી–તેમ. માટે આનો, એક ભુજંગની પેઠે એકદમ બહિષ્કાર કરીને કોઈ કુબેર ભંડારી જેવા અન્ય દ્રવ્યવાનને લાવી રાખું.” એમ વિચારી એની રંક સ્થિતિ ભોગવતી સ્ત્રી પર દયા લાવી, પોતાના તરફથી સહસ્ત્ર સુવર્ણ મહોરો ઉમેરીને એના આભૂષણો એને પાછાં મોકલાવ્યાં. તે જાણે કડવી તુંબડીમાંથી મીઠું ફળ નીકળ્યું હોય નહીં એવું થયું ! પછી એકવાર તક સાધી, કુટ્ટિનીએ એને રાત્રિને વિષે ઊંઘતો. ૧. આ એક વ્યાકરણનો નિયમ છે. ૧૬o અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #170 -------------------------------------------------------------------------- ________________ જ ઉપડાવીને બહાર મૂકી આવી. કહેવત છે કે જાગતાને પાડી, ને ઊંઘતાને પાડો, જ્યારે જાગ્રત થયો ત્યારે જોયું તો ન મળે ઘર, ન મળે વેશ્યા કે ન મળે સર્વ વૈભવ. એટલે અત્યંત દુ:ખવિષાદમાં નિમગ્ન થઈ ચિંતવવા લાગ્યો-હા ! વેશ્યાએ મને ત્યજી દીધો-કાઢી મૂક્યો ! દ્રવ્ય હતું ત્યાં સુધી એ મારા ભાડુતી નોકર ચાકર જેવી હતી-હવે દ્રવ્ય ગયું એટલે એ પાપી મારો શત્રુ બની ! આપણી પાસે દ્રવ્ય હોય છે તો જ એઓ આપણને સંઘરે છે ! મારાં માતપિતા હયાત હતાં ત્યાંસુધી તો દ્રવ્ય મળ્યા કરતું હતું. પણ હવે મારાં એ ગુરુજન મૃત્યુ પામ્યાં અને કુળનો ક્ષય થવા બેઠો ! હવે હું પણ નિરાધાર થયો ! દ્રવ્ય આપે છે એની પર મન રાખે છે, એની સાથે મધુર શબ્દોથી વાત કરે છે અને એને પોતાનું શરીર પણ સોંપે છે. એવી આ વેશ્યાઓ ખરેખર દુષ્કર કાર્ય કરનારી છે. “હરિદ્રાના રાગ જેવા અલ્પકાળિક, દારિદ્રય બક્ષનારા અને ફક્ત જીહામાત્ર જ-એવા વેશ્યાના રાગને મારા નમસ્કાર હો ! જો કાજળમાં શ્વેતતા હોય, લીમડામાં મધુરતા હોય, લસણમાં સુગંધ હોય, વિષમાં અમૃતગુણ હોય, યમરાજામાં કરૂણા હોય, અગ્નિમાં શીતળતા હોય, અને ખળ પુરુષમાં ઉપકારબુદ્ધિ હોય તો જ આ વેશ્યાઓમાં પ્રેમ હોય. એમને વિષે પ્રેમની સંભાવના કરવી એ શશશૃંગવત દુર્ઘટ ઘટના છે. આ મારા જેવા કે મૂર્ખ જનો એમને ત્યાં દ્રવ્ય ફેંકી આવે છે, એમણે તો ગંધર્વનગરમાં ઘર કરીને રહેવું જોઈએ-પછી ભલે ત્યાં સ્વપ્નોપાર્જિત દ્રવ્યની થેલીઓને થેલીઓ ઊડાવે ! વળી આ વેશ્યાજાતિ ખરેખર વિધુત, જળના પરપોટા અને તરંગ તથા વાયુના વેગ અને ચિત્ત કરતાં પણ ચંચળ છે. જે સ્થિતિ ધૂતને લીધે નળરાજાની થઈ હતી અને મધને લીધે કૃષ્ણવાસુદેવની થઈ હતી તે જ સ્થિતિ વેશ્યાને લીધે ક્ષણવારમાં કામી જનોનાં ગ્રહની થાય છે. ધર્મજ્ઞ જીવ જેમ સંસારને, અને વિરક્ત જન જેમ કામિનીને, તેમ આ વેશ્યાજન પણ નિર્ધનોને તૃણ સમાન ગણે છે. જેમ કુસ્વામીની સેવાથી સેવક જનોનો, ૧. હરિદ્રા-હળદરનો રંગ બહુ અલ્પ વખત ટકે છે. ૨. સસલાને શીંગડા હોવાની વાત. ૩. આકાશને વિષે કલ્પલું નગર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ અન્યાયથી પૃથ્વીપતિનો, વિષયલાલસાથી મુનિજનો, ક્રોધાગ્નિથી તપસ્વીનો, તીવ્ર પાપાભિલાષાથી પંડિત પુરુષનો અને મદથી કુલીનજનનો, તેમ વેશ્યાના પરિચયથી કામિજનોને અધ:પાત થાય છે. જેમ શલભોજ શાળને, અને ઘુણ કાષ્ટને, તેમ ગણિકા કામીજનોની સર્વ લક્ષ્મીને ફોલી ખાય છે. વળી કાકને કોણ પક્ષી ગણે છે ? કાચને કોણ મણિ માને છે ? ચક્રને કોણ વાહન કહે છે ? એરંડાને કોણ વૃક્ષમાં ગણે છે ? દાસવૃત્તિવાળાને કોણ માનવી લેખે છે ? મૃગલાને કોણ હસ્તિ કહે છે ? તેમ વેશ્યા સ્ત્રીને કોણ સ્ત્રીમાં ગણના કરે છે ? અને એના પ્રેમીને કોણ પ્રેમી માને છે ? વળી વિશ્વાસઘાત જેનો પિતા છે, ચોસઠ કળા-એજ જેની માતા છે, સર્વ અસત્યતા-એજ જેના પ્રાણ છે, પરદ્રવ્યહરણ-એજ જેનું વ્રત છે, સ્વ શરીર-એજ જેની વિક્રયની વસ્તુ છે, અને દંભ જ જેનો સહચર છે એવા દુષ્ટ વણિકના આચરણ વેશ્યામાં હોય છે માટે જેમ એનાથી તેમ આનાથી દૂર રહેવું સારું છે. “હે ઉદાર ભાગ્યવંતા નાથ ! આપના વિયોગે તો ક્ષણવારમાં મારા પ્રાણ ચાલ્યા જાય !” આ પ્રમાણે જેને એક વાર સંબોધ્યો હોય તેને જ પુનઃ “અરે ! નીચ ! અધમ ! મારા ઘરમાંથી જતો રહે” એમ કહેતાં વેશ્યા કદિ લજવાતી નથી. આવાં રૂડાં ? આચરણવાળી વેશ્યાને કારણે મેં મારા માતપિતા, સ્નેહાળ પત્ની અને બંધુવર્ગ પણ ત્યજી દીધો એથી હા ! મને બહુ ખેદ થાય છે. મારું નામ “કૃતપુણ્યકેમ પાડ્યું હશે ? મારા જેવા પાપિષ્ઠનું કૃતપાપ” નામ પાડવું યોગ્ય હતું. મારા પૂર્વજોએ ઉપાર્જન કરેલી લક્ષ્મીને હા હા ! મેં પાપીએ વેશ્યામાં આસક્ત થઈને લીલામાત્રમાં ઊડાવી દીધી છે ! ત્યારે કેટલાક એવા મહાત્મા હોય છે કે જેમને પોતાની સ્વોપાર્જીત સંપત્તિ હોય છે અને એનો પણ ભાવસહિત ધર્મસ્થાનોને વિષે વ્યય કરે છે. પરંતુ હવે વિશેષ શોક કરવાથી કંઈ લાભ નથી. માટે ઘેર જાઉં અને મારી સ્ત્રી શું કરે છે તે જોઉં. એમ વિચારીને કૃતપુણ્ય ઘેર ગયો તો જોયું કે ઘર તદ્દન નિર્માલ્યા થઈ ગયું છે અને પોતાની સ્ત્રી એકલી અંદર બેઠી છે. પતિને જોયા. કે તરત જ પત્ની ઉઠી ઊભી થઈ તે જાણે એના પુણ્યની સુકાઈ જવા ૧-૨ એક જાતનાં જીવડાં-કીડા. ૧૬૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #172 -------------------------------------------------------------------------- ________________ આવેલી વેલી પોતે પુનઃ તાજી થઈ ઉઠી હોય નહીં ! પછી તત્ક્ષણ એને વધાવી, બેસવાને આસન આપી વિધિ સહિત એનું પાદપ્રક્ષાલન કર્યું. એને સ્નાન કરાવવાની આતુરતાવાળી પ્રિયાએ, પછી ન્હાતી વખતે પહેરવું સગવડ ભર્યું લાગે એવું એક જીર્ણપ્રાયઃ કટિવસ્ત્ર પહેરવા આપ્યું અને આદરપૂર્વક એને તેલનો અભંગ કરવા બેઠી, તે જાણે એ રીતે રોમ દ્વારા પોતાનો સ્નેહ એનામાં ઉતારવા માટે જ હોય નહીં ! પત્નીના આવા ઉત્તમ ગુણોએ પતિના મનનું આકર્ષણ કર્યું. કારણકે ગુણવડે પાષાણ જેવા અચેતન પદાર્થો પણ આકર્ષાઈ આવે છે તો પછી ચેતનની તો વાત જ શી ? ચિત્ત આકર્ષાયું એટલે એ વિચારવા લાગ્યો કે- આહા ! આની આવી ઉત્તમ કુલીનતા, આવો ઉત્કૃષ્ટ વિનય, આવી અસાધારણ ભક્તિ, આવો નિરંકુશ પ્રેમ, આવી શરમાળ પ્રકૃતિ, આવું અપૂર્વશીલ, અને આવો અવર્ય વિવેક જોઈ મને અત્યંત આશ્ચર્ય થાય છે ! અહો ! બહુ વર્ષ થયાં એને મેં ત્યજી દીધી છે છતાં એ મારો કેવો સારો સત્કાર કરે છે ? પણ સુવર્ણની સળી હોય એને કદિ પણ કાટ ચઢતો નથી. પ્રવાસી પતિની પત્ની પતિત થઈ જાય છે એવી લોકોક્તિને આનું આવું ઉત્તમ આચરણ તદ્દન ખોટી પાડે છે. આને સ્થાને જો કોઈ અન્ય સ્ત્રી હોય તો એ સ્વપ્નને વિષે પણ, દુર્ભાગ્યના જ ઘર-એવા મારા જેવા પતિનો કદિ પણ સત્કાર કરે નહીં. આના જેવી સુધામયી સ્ત્રીને મૂકીને હું, કૃમિ અશુચિમાં આસક્તા થાય એમ, વિષમયી વેશ્યામાં ક્યાંથી આસક્ત થયો ? અથવા તો ઊંટ તો આમ્રવૃક્ષના પત્રો ત્યજીને લીમડો, બાવળ અને શમી વગેરેનો પાલો પસંદ કરે છે. હું પુરુષ છું અને આ સ્ત્રી છે છતાં એ સ્ત્રી જાતિ મારાથી ચઢી; કેમકે મારાં ચેષ્ટિત વિષ સમાન હતાં અને આનાં અમૃત તુલ્ય છે. કૃતપુણ્ય આ પ્રમાણે મનમાં ચિંતવન કરતો હતો એટલામાં એની સ્ત્રીએ, જાણે વેશ્યાના સંસર્ગથી ચઢેલો મેલ એકદમ ઉતારવાને માટે જ હોય નહીં એમ, એનું શરીર સારી રીતે ચોળ્ય-મસળ્યું. પછી કવોષ્ણ જળથી સ્નાન કરાવી પોતાના અંગસમાન મૃદુ વસ્ત્રથી લુછી કોરૂ કર્યું; અને એના પર, વેશ્યાએ કાઢી મુકવાથી થયેલા સંતાપનો જાણે ઉચ્છેદ ૧-૨. ગુણ-દોરી; લાયકાત. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ કરવાને જ હોય નહીં એમ વિલેપન કરી નવાં વસ્ત્ર પહેરાવ્યાં. વળી પછી એને પોતાના વૈભવ પ્રમાણે ભોજન પણ કરાવ્યું. કારણકે સર્વ પ્રકારની ભક્તિમાં ભોજન કરાવવારૂપ ભક્તિ જ શ્રેષ્ઠ છે. આમ અત્યંત હર્ષ પામેલો કૃતપુણ્ય પણ ચંદ્રમાં રોહિણીની સાથે રહે તેમ, એ રાત્રિ પત્ની સાથે રહ્યો. તે વખતે જયશ્રી ઋતુસ્નાતા હોવાથી એને ગર્ભ રહ્યો. એવામાં એકદા. કૃતપુયે એને પૂછ્યું કે- તારી પાસે કંઈ દ્રવ્ય છે કે નહીં? કારણકે મારે દેશાંતર જવું છે અને ત્યાં જઈ વ્યવસાય કરવો છે. હું આ વાત એટલા માટે પૂછું છું કે જે પ્રકારનો પવન વાય તે પ્રકારનું આચ્છાદન કરવાનું કહ્યું છે. વળી બીજું એ કે, અહીં રહી મારાથી જુજ વ્યાપાર થઈ શકશે. નહીં. માટે વિદેશ જઈ અજ્ઞાતાવસ્થામાં યથારૂચિ કરીશ. જયશ્રીએ તો પતિના પૂછવાથી “મારી પાસે મારા સર્વ આભરણો અને વેશ્યાએ મોકલાવેલ સો સુવર્ણ મહોર છે.” એમ સ્પષ્ટ કહ્યું. આમ કૃતપુણ્ય જવાનું મન કરતો હતો તે વખતે એક સાર્થ વસંતપુર ભણી જવાનો હતો. કહ્યું છે ભાગ્યશાળીને મનવાંછિત પૂર્ણ કરનારી સામગ્રી આગળ આવીને ખડી જ થઈ ગઈ હોય છે. પછી પ્રશસ્ત દિવસે સાર્થે. પ્રયાણ કરીને જ્યાં વાસ કર્યો તે જ દેશ પ્રતિ કૃતપુણ્ય ચાલી નીકળ્યો. એ વખતે પોતાના સ્વામીનાથને ભૂમિપર શયન કરવું ન પડે એટલા માટે જયશ્રીએ એક મોટો સુંદર પર્યક લાવીને એની પાસે મૂક્યો. ખરે જ સર્વે. અવસ્થામાં એનો વિનયગુણ અવર્ણનીય હતો. પછી જ્યાં સંઘે જઈને વાસ કર્યો હતો એની નજદીકમાં કોઈ દેવકુળ હશે ત્યાં પત્નીએ જઈને પતિ માટે એ પર્યક ઢાળી તૈયાર કરી આપ્યો; તે જાણે ભવિષ્યમાં આવી મળનારી લક્ષ્મીને માટે જ તૈયાર કરી મૂક્યો હોય નહીં ! પછી “મારા. પતિ રાત્રે એમાં પોઢશે એ પ્રભાતમાં હું આવીને ઘેર લઈ જઈશ.” એમ કહીને એ ઘરે ગઈ, પણ ચિત્ત તો અહીં જ મૂકીને ગઈ. કૃતપુણ્ય તો. આવો સુંદર પર્યક મળ્યો એટલે તદ્દન શાંતિથી ગાઢ નિદ્રામાં પડ્યો. પણ સાધન-સામગ્રી ઉત્તમ પ્રકારનાં મળ્યાં હોય, પછી સાધ્ય પણ એવું જ થાય એમાં આશ્ચર્ય શું? હવે આજ નગરીમાં કોઈ એક શ્રેષ્ઠિની રહેતી હતી. જેમ ૧૬૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #174 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રનાં જળનું માપ નથી એમ એની લક્ષ્મીનું માપ નહોતું એની પાસે અનર્ગલ દ્રવ્ય હતું એને સંતતિમાં એકનો એક પુત્ર હતો. સ્વસંપત્તિઓ વિપુલપણે હોય છે પણ કોને ? એ પુત્રનો એણે, ચાર દિશાઓની ચાર અત્યુત્તર જંગમ સંપદા હોય નહીં એવી ચાર ઉત્તમ કુળવાન કન્યાઓ સાથે વિવાહ કર્યો હતો. આવું અઢળક ધન છતાં પણ એ શ્રેષ્ઠીપુત્રા એકદા સમુદ્ર ખેડીને પ્રવાસે ગયો. પણ એમાં દોષ તો એ તિરસ્કારપાત્રા જનવિડામ્બની તૃષ્ણાનો જ. એ શ્રેષ્ઠીપુત્ર પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘર ભણી પાછો આવતો હતો એવામાં આકાશમાં ભાખંડ પક્ષીનું ઈંડુ ફૂટી જાય એમ, સમુદ્રમાં એનું વહાણ ભાંગ્યું અને પ્રાયઃ સર્વ પ્રવાસીઓ મહાસાગરમાં ડુબી ગયા; મહા આરંભના કાર્યો કરવામાં આસક્ત એવા પ્રાણી નારકીને વિષે ડુબે છે તેમ. પરંતુ ઘંટીમાંથી એકદા ધાન્યનો કણ વખતે આખો બહાર નીકળી જાય છે એમ એક કર્મકર એ જળસાગરમાંથી જીવતો બહાર નીકળ્યો. એણે સર્વ વૃત્તાંત શ્રેષ્ઠિનીને એકાંતમાં નિવેદન કર્યો કારણકે એ કાંઈ માંગળિકરૂપ વાર્તા નહોતી કે પ્રકાશમાં-સૌ સાંભળતાં કહે ! પરંતુ એ કર્મકર સત્યવાત પ્રકાશિત ન કરે એટલા માટે શ્રેષ્ઠીનીએ એને એક સો સુવર્ણ મહોર આપી, ચુપ રહેવા સમજાવી વિદાય કર્યો. કહ્યું છે કે સાધનાશક્તિ કોઈના બાપની નથી. પછી દુઃખે બળી રહેલી એ શ્રેષ્ઠિની વિચારવા લાગી-પુત્ર તો ગયો; પણ આ લક્ષ્મી યે રાજા હસ્તગત કરશે તો મારે “દાઝયા પર ડામ' પડ્યા જેવું થશે. માટે એ કુલટાની પેઠે અન્યત્ર ન જઈ રહે એવો કોઈ ઉપાય. શોધું. હું ! સમજાયું ! આ મારી ચારે પુત્રવધુઓ મારે વશ્ય છે; એક સેનાપતિને હસ્તિ-અશ્વ-રથ-પાયદળ એમ ચારે સેનાંગ વશ હોય એમ. માટે સંતતિને અર્થે કોઈ પુરુષને લઈ આવું. પૂર્વે યોજનગંધા પણ વ્યાસઋષિને ક્યાં નહોતી લઈ આવી" ? આમ વિચારી એજ રાત્રિએ પૂજાને બહાને ૧. વ્યાસ વનમાં તપશ્ચર્યા કરતા હતા ત્યાંથી એને એની માતા યોજનગંધા ઉર્ફે સત્યવતી, પોતાના એક બીજા સદ્ગત પુત્રની વિધવાઓની કુક્ષિએ સંતતિ ઉત્પન્ન કરાવવા માટે, તેડી લાવી હતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ વધુઓને સાથે લઈ, કૃતપુણ્ય રહ્યો હતો એજ દેવકુળે પહોંચી. અને તક્ષણ પર્યક સહિત એને ઉપાડી પોતાને ઘેર આણ્યો. એક એવો પણ દિવસ હતો કે એને વેશ્યા ઊંઘમાં જ ઘર બહાર કાઢી મૂકી આવી હતી, અને એક આવો પણ દિવસ આવ્યો કે એજ પ્રમાણે નિદ્રામાં જ એને એક ગૃહપતિ તરીકે ઘરની અંદર લાવી મૂક્યો ! આશ્ચર્ય છે કે, નિદ્રા તો સમાન જ છતાં, એનો વિપાક કેવો પ્રશસ્ત નીકળ્યો-નીવડ્યો ! પછી વૃદ્ધાએ પોતાની વધુઓને કહ્યું “પુત્રીઓ, તમારો સ્વામી સમુદ્રમાં ડુબી મૃત્યુ પામ્યો છે. પણ આ પણ મારો પુત્ર છે, એ મને ઘણે દિવસે મળી આવ્યો છે. ગઈ રાત્રે છેલ્લે પહોરે દેવતાએ મને સ્વપ્નમાં જણાવ્યું હતું કેઆવતી કાલે રાત્રિને વિષે દેવમંદિરમાં આવીને સૂતો હશે એને તારો પુત્ર જાણજે, અને એને ઘેર લઈ આવજે. હે પુત્રીઓ ! એ પ્રમાણે જ બન્યું છે; કારણકે દેવવાણી મિથ્યા હોય નહીં. હવે આ તમારો દીયર હું તમને સોંપું છું—એ જ તમારો સ્વામી.” કૃતપુણ્યના રૂપ લાવણ્યથી મોહિત થઈને પેલી વધુઓએ પણ વૃદ્ધા સાસુની વાત માન્ય કરી; સ્મૃતિઓ વેદશાસ્ત્રને માન્ય કરે છે એમ કહે છે કે લોકો તો અનીતિ કરવામાં તત્પર બેઠા જ છે; એમાં જો વળી ગુરુજનની પ્રેરણા હોય તો તો એઓ એમાં સવિશેષ બળવાન થાય છે. કૃતપુણ્ય પણ એમની સર્વની પ્રેરણાથી, વ્યંતરેન્દ્ર પોતાની અગ્ર મહિષીઓની સંગાથે ભોગવે એવા ભોગવિલાસ, ચારે સ્ત્રીઓ સંગાથે ભોગવવા લાગ્યો. વૃદ્ધાની કોઈ એવી યુક્તિને લીધે, ઘરનું આંગણું પણ જોવા પામ્યા વિના, કૃતપુછ્યું ત્યાં બાર પહોરની જેમ બાર વર્ષ લીલામાબમાં નિર્ગમન કર્યા. દરમ્યાન ચારે સ્ત્રીઓને સુસ્વભાવવાળા અને મધુરા ઉલ્લાપ કરતા ચારચાર પાંચ પાંચ પુત્રો થયા. એટલે અત્યંત કઠોર સ્વભાવવાળી વૃદ્ધાને વિચાર થયો કે હવે આવા દ્રવ્યનું રક્ષણ કરનારા અને વંશને પણ વધારનારા પુત્રો થયા છે તો આ જારનું નિમ્પ્રયોજન પોષણ શા માટે કરવું ? ભાત પુષ્કળ થઈ ગયા હોય પછી ડાંગરને શા માટે પાણી પાયા. ૧. પરિણામ - ફળ. ૧૬૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #176 -------------------------------------------------------------------------- ________________ કરવું ? એમ વિચારી એ મૂર્ખ શિરોમણિ સાસુએ વધુઓને કહ્યું-હે પુત્રીઓ ! આ મારો પુત્ર નથી, એ તો કોઈ અન્ય વ્યક્તિ છે. હું એને એ વખતે લઈ આવી હતી એ આપણા દ્રવ્યની રક્ષાને અર્થે. પરંતુ હવે આપણું સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે માટે, વ્યાધિગ્રસ્ત ઊંટને એના યૂથમાંથી દૂર કરવામાં આવે છે એમ, આપણે આને હવે દૂર કરવો જોઈએ. જુઓ ! સુંગધ લઈ રહ્યા પછી પુષ્પગુચ્છને પણ ફેંકી દેવામાં આવે છે. પણ વૃદ્ધાનું આ કહેવું, કૃતપુણ્ય પર અત્યંત રાગ ધરાવતી વધુઓને લેશ પણ ગમ્યું નહીં; પિત્તપ્રકૃતિવાળાને કડવી વસ્તુ ભાવતી નથી એમ વળી એનું વચન અમાન્ય કરવા જેટલું પણ એમનામાં બળ નહોતું. અથવા તો શ્રુતિ પ્રતિપાદિત વચનો પર વિચારણા કરવાની હોય જ નહીં. વળી દ્રવ્ય, આજ્ઞા અને ઐશ્વર્ય-બધું તદ્દન એને સ્વાધીન હતું, અને એ વસ્તુઓના બળ પર જ સમસ્ત લોકોનું સામર્થ્ય હોય છે. માટે શંકાશીલ ચિત્તે એમણે વૃદ્ધ સાસુને કહ્યું-માતાજી ! જો તમારી ઈચ્છા હોય તો એ કંઈ ભાતું બંધાવીએ. જેની સાથે એક દિવસનો પણ પરિચય હોય એવાને પણ ભાતા વિના જવા દેતા નથી, તો આને તો કેમ જ જવા દેવાય ? સાસુએ સમંતિ આપી એટલે સર્વે વધુઓએ મળી, જાણે દારિદ્રરૂપી કોટને તોડી પાડવાને માટે ગોળા તૈયાર કર્યા હોય નહીં ! એવા મણિગર્ભિત મોદક તૈયાર કર્યા, અને એના ડબામાં ભર્યા. પછી એ રાત્રિને વિષે ગાઢ નિદ્રામાં સૂતો હતો એ વખતે, સર્વ સ્ત્રીઓએ, જળના તરંગો જેમ એક પ્રવહણને, ઉચકે, એમ એને પર્યંક સહિત ઉચક્યો અને પૂર્વની જ દેવકુલિકામાં લઈ જઈ મૂક્યો. વળી શોકાગ્નિથી તપી રહેલાં અંગોવાળી એ વધુઓએ પ્રમોદકારી મોદકનો ડબો હતો એ એને ઓશીકે મૂક્યો. તે જાણે ઉત્તમ વસ્તુનો ઉત્તમાંગ સાથે સુંદર યોગ થાય છે. એમ દર્શાવતી હોય નહીં ! હવે દૈવયોગે પેલો વસંતપુર ગયેલો સંઘ તેજ દિવસે પાછો આવ્યો. કહેવત છે કે ખરલનો ને બિલ્વનો સંયોગ નિઃસંદેહ કોઈ વાર તો થાય છે. સંઘ આવ્યાની વાત સાંભળી જયશ્રીને જાણે કર્ણને વિષે અમૃતવૃષ્ટિ થઈ અને પોતાનો ભરતાર પણ એમાં ક્ષેમકુશળ આવ્યો હશે જાણી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતમાં જ સામી ગઈ. સંઘ ઉતર્યો હતો ત્યાં આવીને જોયું તો પેલાજ દેવકુળને વિષે પતિદેવ હજુ પર્યંકને વિષે સૂતેલા હતા. એટલે રવિપ્રભા પદ્મકમળને કરે એમ એને જાગ્રત કર્યા. જાગ્રત થયો એટલે તો ચારે દિશામાં દષ્ટિ ફેરવતો વિચારમાં પડ્યો કે-આ તે શું સ્વપ્ન છે ? કે ઈન્દ્રજાળ છે ? કે મારી મતિનો જ વિભ્રમ છે ? અથવા કંઈ બીજું છે ? પતિને સુખે સુવા માટે પૂર્વે પર્યંક મૂકી ગઈ હતી તે, તે વખતે વળતે દિવસે મારા જોવામાં નહોતો આવ્યો ને આજે અહીં ક્યાંથી ? -એમ જયશ્રી પણ ચિંતામાં પડી. પછી પ્રમોદ સહિત મોદકના ડબા સાથે પર્યંક ઉપાડી એ કૃતપુણ્યને લઈ ઘેર ગઈ, અને એને સ્નાનાદિક કરાવ્યું. અથવા તો ખરું જ કહ્યું છે કે ચંદ્રમાની મૂર્તિ સતત અમૃતની જ સવનારી છે. એટલામાં, કૃતપુણ્ય ઘરેથી દેશાવર જવા નીકળ્યો હતો ત્યારે, જેગર્ભમાં હતો અને અત્યારે અગ્યાર વર્ષનો થયો હતો એ-પુત્ર લેખશાળાથી ઘેર આવ્યો, અને વાછરડો જેમ ગાયની પાસે આવીને ઊભો રહે એમ માતા પાસે આવીને ઊભો રહ્યો; ને ‘મને ક્ષુધા લાગી છે, મને ખાવાનું આપ' એમ કહેવા લાગ્યો. માતા એ પણ તત્ક્ષણ પેલામાંથી એક મોદક એને આપ્યો. કારણકે આપતાં વાર લાગે છે તો બાળકો વાસણો ભાંગફોડ કરી મૂકે છે. અમૃતફળ મળ્યું જાણી એ લઈને ઘર બહાર જઈ ભાંગ્યો તો એમાંથી મણિ નીકળ્યું. એ એકદમ ગોપવી દઈ પછી મોદક ખાવા બેઠો; કેમકે એક ઉંદરને પણ પરિગ્રહસંજ્ઞા હોય છે. મણિનો પ્રભાવ ન જાણનારા એ બાળકે પછી કોઈ કંદોઈની દુકાને જઈ એને એ મણિ આપ્યું; કારણકે બાળક તે બાળક જ. પછી એ મણિના એણે વડાં લીધાં; કારણકે વિપ્રોની જેમ બાળકોને વડાં જ ગમે છે. એ કંદોઈએ પણ એ મણિ પોતાની પાસે પાણીની કુંડી પડી હતી એમાં નાખ્યું, કારણકે એમની એવી રીત હોય છે કે જે કંઈ લાભની ચીજ આવે એ એમાં નાખવી. પાણીમાં મણિ પડ્યું એવું જ પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું; એકત્ર રહેલા બે ભાઈઓનું દ્રવ્ય વહેંચાઈ જાય છે એમ. કંદોઈ તો તત્ક્ષણ એ જળકાંત મણિ છે એમ સમજી ગયો; અને અમાવાસ્યા જેમ ચંદ્રમાને ગોપવી રાખે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૬૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ છે એ પોતે એ મણિ ગોપવી દીધું. હવે અહીં પૂર્વે કોઈ હોમહવન આદિ ક્રિયાકાંડમાં પ્રવીણ દ્વિજ હતો એણે એકદા મોટો યજ્ઞ આરંભ્યો હતો. એ યજ્ઞની રક્ષાને અર્થે. એણે કોઈ દાસ રાખ્યો હતો. કેમકે ઉત્તમ, મધ્યમ અને હીન, સૌ એકત્ર થાય છે ત્યારે જ કાર્યસાધના થાય છે. એ દાસે બ્રાહ્મણને કહ્યું હતું કે જો તું મને શેષ આપવાની કબુલાત આપ તો હું અહીં રહું. નહીં તો નહીં રહું. દ્વિજે એ વાત માન્ય કરવાથી દાસ ખુશી થઈને ત્યાં રહ્યો હતો. કેમકે માગ્યું હોય એ મળે તો માણસ ગુલામ થઈને રહે છે. એને મળતો. એ શેષ યજ્ઞભાગ પ્રાસુક અને એષણીય હોવાથી એ સર્વદા ભક્તિસંહિતા સુસાધુઓને વહોરાવતો. અથવા તો ખરું જ કહ્યું છે કે લઘુકર્મી જીવ આમા વિજય-ઉચ્ચપદવી પ્રાપ્ત કરે છે. પરગૃહે દાસત્વ કરનારો આ પ્રમાણે મુનિને કેવી રીતે દાન દેતો હશે એવી શંકા કરવા જેવું નથી. કારણકે કોઈ કોઈમાં સ્વાભાવિક જ દાનને વિષે અવર્ણનીય શ્રદ્ધાળુતા હોય છે. જો કે કોઈ એવા મનુષ્યો પણ હોય છે કે અપાર સંપત્તિ હોવા છતાં પણ દાઝી-બળી ગેયલી રોટલીનો ટુકડો પણ પોતાને હાથે યાચકને આપતા. નથી ! આ દ્વિજસેવકે તો દાન દેવાથી દેવનું આયુ બાંધી, અનુક્રમે કાળધર્મ પામી સ્વર્ગને વિષે દેવત્વ પ્રાપ્ત કર્યું; અથવા તો મોક્ષ આપવા જેટલા સામર્થ્યવાળી મુનિભક્તિ આગળ આટલું શી વિસાતમાં ? ત્યાં સ્વર્ગમાં એણે ચિરકાળપર્યન્ત દેવતાના સુખો ભોગવ્યાં; કારણકે પોતે વાવે એ પોતે લણે એમાં અભુત શું ? પછી ત્યાંથી ચ્યવીને એ શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. કારણકે ઉગ્રપરિણામી પુણ્ય પુણ્યાનુબંધિ હોય છે. આ રાજકુમાર, જેનું નામ “નંદિષેણ' રાખવામાં આવ્યું હતું, તેણે ચંદ્રમૌલ મહાદેવના પુત્ર “કુમાર” ની જેમ સત્વર સર્વે કળાઓનો, તથા નિરંતર નિશ્ચયુક્ત-અને સન્મતિ તથા વિશ્વાસના અદ્વિતીય હેતુભૂત-એવા મોટા કર્મગ્રંથ અને દ્રવ્યગુણપર્યાય"નો અભ્યાસ કર્યો. પછી વૈશેષિક મતવાળાઓ ૧. અચેતન-જીવોત્પત્તિરહિત ૨. ઈચ્છાવાયોગ્ય-લેવાયોગ્ય-નિર્દોષ. ૩. કાર્તિકેય. ૪. એમાં “કર્મ' પર વિસ્તારયુક્ત વિવેચન કરવામાં આવ્યું છે. ૫. એમાં છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવેલું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ જેમ પદાર્થોને જાતિનો યોગ કરાવે છે તેમ રાજાએ એનો અનેક ઉત્તમ કન્યાઓ સાથે વિવાહ કર્યો. એટલે, અતિશય આનંદરૂપી અમૃતકુંડને વિષે નિમગ્ન એવો રાજપુત્ર દેવતાઓ અપ્સરાઓની સંગાથે ભોગવે એવા વિવિધ ભોગવિલાસ ભોગવવા લાગ્યો. ત્યાં અગાધ નિર્મળ જળથી ભરેલી, ઊંચા ઉછળતા તરંગોવાળી ગંગાનામની નદી હતી. તે, સરસ્વતીની પેઠે, હંસવિરાજિત, કચ્છપી યુક્ત, સર્વતોમુખ નાના પ્રકારના આવર્તોવાળી, અને અક્ષરવ્રજા" હતી; લક્ષ્મીની પેઠે સમુદ્રગામિની', કમળાવાસવાળી અને ગૌરવયુક્ત હતી. તથા પાર્વતીની પેઠે હેમાચળથી ઉત્પન્ન થયેલી, મહાદેવ-હરને પ્રીતિકર અને બહુલા-અપત્યને આનંદ કરાવવાવાળી હતી. એ નદીના નિકટના પ્રદેશના અલંકારભૂત અને સલ્લકી-તાલ-હિંતાલ-પિપ્પલ આદિ વૃક્ષોથી સમાકુલ એવા વનને વિષે અન્ય હસ્તિઓનો મદભંજક-એક યૂથપતિ ગજરાજ કામાતુર હાથણીઓના પરિવાર સહિત વસતો હતો. એ કોઈવાર ભોગાભિલાષી માનવની જેમ, પોતાની હાથણીઓ સાથે ગંગામાં જળક્રીડા કરવા જતો-ત્યાં સૌ મળીને શૂઢોમાં પાણી ભરીભરીને, જાણે પીચકારીઓ ઊડાડતા હોય નહીં એમ પરસ્પર છંટકાવ કરતા. વળી કોઈ ૧. પૃથ્વી આદિ સાત ‘પદાર્થો’ને ‘જાતિ' એટલે લક્ષણોનો યોગ છે-લક્ષણોથી યુક્ત છે એમ કહે છે. ૨. ગંગામાં હંસો હોય; સરસ્વતીને હંસનું આસન છે. ૩. કચ્છપી=કાચબી; વીણા. ૪. ગંગામાં જળનાં આવર્તો-એટલે કુંડાળાં; સરસ્વતીના મુખપર આવર્ત-મનન કરી રહી હોય એવી છાયા. ૫. ગંગા, અક્ષર-નાશ ન પામે એવાં વ્રજ-વાડા-વાળી; સરસ્વતી. અક્ષરોનું વ્રજ-વિશ્રામસ્થાન. ૬. લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ માટે સમુદ્રગામિની; ગંગા, સમુદ્રને મળનારી, માટે. ૭. લક્ષ્મીનો કમળને વિષે આવાસરહેવાનું સ્થાન; કમળોનો આવાસ ગંગામાં. ૮. પાર્વતીનો પિતા હેમાચળ; અને ગંગા હેમાચળમાંથી નીકળે છે. ૯. પાર્વતી મહાદેવની પત્ની એટલે એને પ્રીતિકર હોય; ગંગા એની જટામાં રહેલી માટે એને પ્રીતિકર. ૧૦. ગંગા બહુલ-ધણાં અપત્યોને-બાળકોને આનંદ આપનારી, (સ્નાન કરાવીને); પાર્વતી, બહુલા=ગાયના અપત્ય-વૃષભ-પોઠીઆને આનંદ કરાવે. શિવનું વાહન હોવાથી. ૧૭૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ કોઈવાર ધૂળેટીને દિવસે લોકો કરે છે એમ, સૂંઢમાં ધૂળ ભરીભરીને પણ એકબીજા પર ઊડાડતા; અને કોઈ વખત ખાખરા આદિના વૃક્ષોના પત્રો લાવીને આદરસહિત સામસામા આપતા; જેવી રીતે ચક્રવાક પક્ષીઓ પરસ્પર મૃણાલના તંતુઓ આપે છે એમ. એ ગજપતિને એવી પ્રકૃતિ પડી હતી કે પંજાતિનું બચ્ચું અવતરતું તો જાણે એની સાથે વૈર બાંધ્યું હોય એમ, અવતરતાં જ એના પ્રાણ લેતો, એવા ભયથી કે એ રહેશે તો કદાચ એને જ હાંકી કાઢીને હાથણીઓને એ ભોગવશે. હવે પેલો યજ્ઞ કરનાર વિપ્રનો જીવ હતો તે હોમહવનાદિ અનુચિતા કાર્યોને ઉચિત જ એવી અધમ યોનિઓમાં ભ્રમણ કરતો એકદા આ જ ચૂથપતિના ચૂથને વિષે રહેતી કોઈ હાથણીના ઉદરમાં ઉત્પન્ન થયો. એ વખતે હાથણીએ વિચાર્યું કે આ દયાહીન પાપિષ્ઠ હાથીએ, સર્પ પક્ષીઓને મારી નાખે એમ, મારા અનેક પુત્રોને મારી નાખ્યા છે. તો હવે આ વખતે તો હરકોઈ ઉપાય કરીને મારા ગર્ભનું એ અધમના પંજા થકી રક્ષણ કરી સદાકાળ પુત્ર મુખદર્શનનો લ્હાવો લઉં. આવા વિચારથી, એ હાથણીએ, ચરણને વિષે પ્રહાર લાગવાથી જાણે પોતે લંગડી થઈ ગઈ હોય એવો કપટભર્યો દેખાવ કર્યો; અને ગમનાગમનમાં જાણે અડચણ આવતી હોય એમ મંદ ગતિએ ચાલવા લાગી. અથવા તો સ્ત્રી જાતિને તો જાણે માયાનું શિક્ષણ આપવામાં આવ્યું હોય નહીં એમ લાગે છે ! એ, લંગડી થવાથી પોતાની સાથે – પોતાની નજરે નહીં રહી શકવાથી, મોહગ્રસ્ત ચૂથપતિને, એને કોઈ અન્ય હસ્તિ ન ભોગવે એ વાતની પૂરી તપાસ રાખવી પડતી. હાથણીએ પણ એમ રાખ્યું કે કોઈવાર એને એક પહોરે મળે, કોઈવાર બે પહોરે મળે, કોઈવાર વળી વળતે દિવસે, તો કોઈવાર તો બે કે ત્રણ દિવસે (એને) જઈને મળે; સંઘને વિષે રહેતી વાસણો આદિ સામાનની ગાડીની જેમ. એમ અનુક્રમે ઘણે ઘણે વખતે એને મળવાનું રાખ્યું અને એમ કરીને પૂરતો વિશ્વાસ બેસાડ્યો. જ્યારે એને પ્રસવકાળ તદ્દન નજીક આવ્યો જણાયો ત્યારે, જાણે અમે વનસ્પતિની કૃપાથી જ જીવિત ધારણ કરીએ છીએ એવું ગૌરવ દેખાડવાને માટે જ હોય નહીં એમ, મસ્તક પર તૃણનો પૂળો લઈ, પોતાને જ ઘેર જતી હોય એમ, પોતે પૂર્વે જોયેલા, કોઈ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ તાપસોને આશ્રમે ગઈ. ત્યાં જઈ નિર્ણય ચિત્તે એણે તાપસીને વંદન કર્યું. કારણકે એવા તાપણો સૌ કોઈને વિશ્વાસના સ્થાનરૂપ જ હોય છે. સ્વભાવથી જ કરૂણાળ એવા તાપસોએ પણ, આ કોઈ બિચારી આપણી પાસે રક્ષણાર્થે. આવેલી છે એમ માની, એને કહ્યું-વત્સ ! કોઈનો પણ ભય રાખીશ નહીં; અહીં સ્વસ્થ મને રહે. કારણકે સાગરને વિષે પેસી ગયેલા એવા પર્વતોને શક-ઈન્દ્ર પણ કશું કરી શકતો નથી. હાથણીએ પણ પિતાને ઘેર રહેતી હોય એમ નિર્ભયપણે આનંદમાં રહેતા ત્યાં નિર્વિઘ્નપણે એક બચ્ચાંને જન્મ આપ્યો. એ તનયને પછી તાપસોને સોંપી એ પાછી વનમાં ગઈ; જેવી રીતે સારા માણસને પોતાના ઉત્તમ રત્ન સોંપી લોક દેશાન્તરે જાય છે એમ. વળી ત્યાંથી વચ્ચે વચ્ચે આવીને બચ્ચાંને સ્તનપાન પણ કરાવી જતી; કેમકે માતાને પુત્રસ્નેહ સમુદ્રની જેમ હુસ્તર છે ! આશ્રમમાં પણ મુનિઓ સલ્લકીના પત્રો, કોમળ ઘાસ તથા સુપકવા ડાંગર આદિથી એનું પોષણ કરતા; જેવી રીતે પક્ષીઓ માળામાં બચ્ચાંને નિરંતર કણે કણે પોષે છે તેમ. આ પ્રમાણે તાપસોએ લાડકોડમાં ઉછરેલો એ હસ્તિકલભ અનુક્રમે વૃદ્ધિ પામ્યો, તે જાણે એમનો સાક્ષાત કાળ જ (વૃદ્ધિ પામ્યો) હોય નહીં ! પછી તે મુનિ-કુમારોની સાથે આનંદથી ક્રીડા. પણ કરવા લાગ્યો, કેમકે ક્રીડા, એકસાથે રહેતાવસતા હોય એમની છે; એક જ જાતિના હોય એ જ સાથે ક્રીડા કરે એવું કંઈ નથી. આશ્રમના તાપસી પોતે વાવેલા વૃક્ષોને પોતાના પ્રિય પુત્રો હોય નહીં એમ ગણીને નિરંતર જળસિંચન કરતા તે જોઈને હસ્તિકલભ પણ સર્વદા સૂંઢમાં જળ. ભરી ભરીને એ વૃક્ષોને સિંચતો. એમ એને નિરંતર સિંચતો જોઈ મુનિઓએ એનું “સેચનક' એવું યથાર્થ નામ પાડ્યું. એ સેચનકે અનુક્રમે તરૂણાવસ્થા પ્રાપ્ત કરી એટલે તો એ અત્યંત મદોન્મત્ત થયો. અથવા તો યુવાવસ્થામાં માનવો પણ ક્યાં મત્ત નથી થતા ? એક વખત એ સ્વેચ્છાએ ભમતો ભમતો ગંગા નદીને તીરે પહોંચ્યો. કેમકે પાંખ આવ્યા પછી પક્ષીઓ પણ કયાં માળામાં બેસી રહે છે ? એ વખતે એનો પિતા પણ જાણે પોતાના અપત્યોની હત્યારૂપ પાપકર્મથી આકર્ષાઈ આવ્યો હોય એમ ક્યાંયથી ત્યાં આવી ચઢ્યો. તે ક્ષણે કોપના આવેશને ૧૭૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #182 -------------------------------------------------------------------------- ________________ વશ થઈ, પ્રલયકાળના મેઘની જેમ ગર્જના કરતો સેચનક એ-એના પિતા-ની સન્મુખ દોડ્યો. યૂથપતિ ગજરાજ પણ જોકે પ્રૌઢ થયો હતો તોય સામું યુદ્ધ કરવા ઉતર્યો; વિષના વિકાર રહિત એવો પણ ઉરગ-સર્પ પગ લાગ્યાથી ફણા માંડી ઊભો થાય છે એમ. આમ ક્રોધાયમાન થઈને પરસ્પર યુદ્ધ કરતા બંને જાણે સાક્ષાત્ પહેલા અને બીજા પ્રકારના મદ જ હોય નહીં એમ દેખાવા લાગ્યા ! વળી એમના દંતૂશળના સંઘટ્ટથી અગ્નિના કણ ઉત્પન્ન થવા લાગ્યા તે જાણે પૃથ્વીકાયની વર્ગણાના પરમાણુઓ હોય નહીં ! જ્યારે એઓ લડતા લડતા પરસ્પર શૂઢોને વાળી બંધનમાં લેતા ત્યારે તો નાગપાશ સમાન દેખાવ થઈ રહેતો ! કૃષ્ણ અને શ્વેત વર્ણના પિતાપુત્ર ઉછળી ઉછળીને યુદ્ધ કરતા ત્યારે જાણે અંજનગિરિ અને કૈલાસ પર્વત યુદ્ધ કરવા ઉતર્યા હોય નહીં એમ જણાતું ! એમાં અંતે યુથપતિ મરાયો તે જાણે પોતાના જ અપત્યોનો ઘાત કરવા રૂપ મહા પાતકનો કરનારો હતો. એટલા માટે જ હોય નહીં ! પછી તો સેચનક જ સર્વ યૂથનો અધિપતિ થયો અને હાથણીઓએ સુદ્ધાં પોતાનો પ્રેમ એને અર્પણ કર્યો. કહેવત છે કે જગતમાં સૌ ઉગતાને જ વાંદે છે. હવે દુર્બુદ્ધિ સેચનકને વિચાર આવ્યો કે મારા જેવા શિશુનો, માત્ર તાપસાશ્રમના સામર્થ્યથી જ બચાવ થયો છે. મેં બચી જઈને મારા પિતાને જે દશાએ પહોંચાડ્યા છે તેજ દશાએ મારા પાલકો પણ મને હવે પહોંચાડશે. માટે આશ્રમનો નાસ કરી નાખીને મારું હિત સાદું કારણકે ‘પારકું ભાંગીને પણ પોતાનું રક્ષણ કરવું.' એમ કહ્યું છે. એમ વિચારી એણે તત્ક્ષણ જઈને આશ્રમનો નાશ કરી નાખ્યો; જેવી રીતે અનંતાનુબંધી ક્રોધ જન્મથી માંડીને કરેલા ધર્મનો વિનાશ કરે છે તેમ. સર્વ વૃક્ષાદિને મૂળથી જ એવી રીતે ઉખેડી નાખ્યા કે વાયુએ સાફ કરી મૂકેલા રેતીના કણની જેમ આશ્રમનું નામ નિશાન પણ રહ્યું નહીં. એટલે તાપસો તો એકદમ ચારે દિશામાં નાસી ગયા. બલવાન્ શત્રુ નજદીકમાં આવે ત્યારે ઊભું પણ ૧. આઠ પ્રકારના મદ કહ્યા છે તેમાં પહેલો જાતિમદ, બીજો કુળમદ. ૨. પિતા અને પુત્ર-એ બેમાંથી જે કૃષ્ણવર્ણનો છે અને અંજનગિરિ સાથે, અને શ્વેતવર્ણમાને કૈલાસ સાથે સરખાવ્યો છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ કોણ રહે ? પછી એઓ પરસ્પર કહેવા લાગ્યા કે-આપણે આ પાપીને આપણે હાથે ક્યાંથી ઉછેર્યો ? એ આપણને પણ હવે સુખે રહેવા દેતો નથી ! માટે એને હવે તસ્કરની જેમ પકડાવી બંધાવવો જોઈએ. આમાં કહીને, સર્વે મળીને શ્રેણિક રાજા પાસે ગયા. એ નરપુંગવ નરપતિની પાસે જઈ તાપસોએ યોગ્ય આશીર્વાદ આપ્યો. જેની છત્રછાયામાં સુખે રહેવાનું મળતું હોય એને યોગ્ય સન્માન આપ્યા વિના પણ કેમ ચાલે ? આશીર્વાદ આપીને કહ્યું કે-હે રાજન ! ચંદ્રમાના કિરણો સમાન ધવળ, આગળના ભાગમાં ઊંચો, ચાર દંકૂશળવાળો, સૂક્ષ્મ અને પિંગળ લોચનવાળો, વીશ નહોર યુક્ત, ભૂમિ સુધી પહોંચતી સુંદર શુંઢવાળો, એનાથી થોડા નાના પૂચ્છવાળો, લઘુ ગ્રીવાવાળો, ઊંચા કુંભસ્થળવાળો, નીચી નીચી ઉતરતી પીઠવાળો, પાછળના બંને પડખાં નીચાં અને આગળનાં બંને પડખાં ઊંચા-એવાં એવાં અનેક લક્ષણોએ લક્ષિત એવો એક સેચનક નામનો ગજરાજ અમુક વનમાં આવી રહ્યો છે. વિશેષ શું કહેવું ? (મહાસાગરમાંથી) જેના કરતાં શ્રેષ્ઠ નથી નીકળ્યો એવો, ઐરાવણનો બંધુ જ જાણે હમણાં સમુદ્રમાંથી નીકળ્યો હોય નહીં ! એવો એ સેચનક છે. તે આપ મહારાજાને ત્યાં જ શોભે એવો છે. ઐરાવત હસ્તિ ઈન્દ્ર વિના અન્ય કોને ત્યાં શોભે ? શ્રેણિક મહારાજાએ એ સર્વ સાંભળી લઈને પ્રસન્ન થઈ તાપસોને ઉચિત સન્માનપૂર્વક વિસર્જન કર્યા, પછી એણે સમસ્ત સામગ્રી લઈ જઈ વારીના પ્રયોગથી એ ગજરાજને પકડીને બાંધ્યો (બંધનમાં નાખ્યો); પ્રાણાયામ કરનારા જેમ શ્વાસને બાંધે છે-રોકે છે એમ. એના પર તીક્ષ્ણ અંકુશ તથા આર વતી અને મોટા મોટા મુદગરવતી પ્રહાર કર્યા; કારણકે ભય વિના શિક્ષા નથી. વળી પગે સાંકળો બાંધી એને આલાનમાં નાખવામાં આવ્યો કારણકે સૌ કોઈ પોતાની જાત સિવાય અન્ય સર્વનું દમન કરનારા છે. એ સ્થિતિમાં એ શૂઢ, પુચ્છ તથા કર્ણદ્વયને હલાવતો દેવે દીધેલી ૧. હાથીને વનમાં યુક્તિથી પકડવા માટે તૈયાર કરેલું સ્થળ. ૨. હાથીને બાંધવાનો સ્તંભ-દોરડું-સાંકળ. ૧૭૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ વિષે મનન કરવા માટે જ હોય નહીં એમ રોષથી ધગધગ થતો ઊભો રહ્યો. એ વખતે આશ્રમના સંબંધમાં હવે ઠીક થયું માની સંતુષ્ટ થતા, હોળીના ઘેરૈયાની જેમ કુદતા સર્વે તાપસો ત્યાં આવી એને ચોતરફથી ઉપાલંભ દેવા લાગ્યા; કારણકે ફક્ત એક જૈન મત સિવાય અન્ય કોઈ દર્શનમાં વિવેક બુદ્ધિ નથી. “હે મદોન્મત્ત માતંગ ! તું નિશ્ચયે માતંગ જ છે. કેમકે તેં તારા પર ઉપકાર કરનારાઓ પ્રત્યે ઘણો અપકાર કર્યો છે. હે પાપિષ્ઠ ! અમે તારું જન્મથી જ પુત્ર પેઠે લાલનપાલન કર્યું, અને નિરંતર અમારે હાથે જ ગ્રાસગ્રાસ આપી, સ્તનપાનના સુખથી વંચિત એવા તનુજની જેમ તને ઉછેર્યો, છતાં તેં કૃતઘ્ન થઈ અમારા આશ્રમનો ક્ષણવારમાં નાશ કર્યો ! માટે ધિક્કાર છે તને ! પણ, દૂધ પાઈને સાપ ઉછેર્યાનું અન્ય શું ફળ હોય ? તારાં કરતાં તો એક શ્વાન સહસ્ત્રગણો સારો, કે જે એક રોટલીનો ટુકડો નાખીએ તો પણ અત્યંત ઉપકાર માને છે. સજ્જનો તો રંક જાણીને દયા લાગી પોષે છે, પરંતુ એવા મહાદુષ્ટ પાપીઓ ઉલટા પોષણકર્તાને આપત્તિમાં લાવી મૂકે છે. શરણાર્થી જાણીને રક્ષણ કરે છે એવાનો જ, દુર્જનો પાછળથી ઘાત કરે છે. ક્ષુધાતુર ખળપુરુષો ભલા માણસને છળવાને માટે પોતે ધર્મિષ્ઠ હોવાનો દેખાવ કરે છે એટલે એ ભલા માણસો એમનો ભોજન વિગેરેથી સત્કાર કરે છે; પરંતુ પછી જ્યારે એમના ભોજનથી પોષાઈ પુષ્ટ બને છે ત્યારે પોતાને વિદ્વાન માની, કૃતજ્ઞની પેઠે એમની જ સાથે વિવાદ કરે છે. સેંકડો ઉપકાર કરવા છતાં પણ દુર્જનો હોય છે તે સંતોષાતા નથી; જળને બદલે દૂધ સીંચીએ તો પણ લીમડો ક્યાં કટુતા ત્યજે છે ? ખળપુરુષને આપણે યદ્યપિ રહેવાને માટે સ્થાન દઈએ તો એઓ તો એને તોડી પાડી નાખે છે; અને એમ કરીને સ્નેહને ઋક્ષ કરે છે ! શિર પર લઈને ફેરવીએ તો પણ દુરાચારી તે દુરાચારી જ રહેવાના; દુગ્ધપાન ૧. (૧) હસ્તિ; (૨) અસ્પૃશ્ય જાતિનો નીચ-ટેડ. ૨. સ્નેહ-તેલ; પ્રેમ. અક્ષરકલુષિત-મલિન; ચિકાશ રહિત. સ્નેહ-તેલ ચિકાશવાળું જ હોય એને ક્ષચિકાશ વગરનું કહેવું એ વિરોધ. શમાવતાં, સ્નેહ એટલે પ્રેમ ઋક્ષ એટલે કલુષિતા કરે છે–એમ સમજવું. (વિરોધાભાસ અલંકાર). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ કરાવો તોયે વિષધર-સર્પમાં વિષ વિના બીજું શું ઉદ્ભવે છે ? દુર્જનનું માત્ર એક જ ઔષધ છે-તે એ કે-એનો સર્પની પેઠે દૂરથી પરિત્યાગ કરવો. જેવી રીતે સર્પને અટકાવી રાખીને મુખથી પકડી લેવામાં આવે છે તેવી રીતે પાછળ લાગેલા દુર્જનનું પણ ઉત્તમોત્તમ ઔષધ હોય છે. અમને ઉપસર્ગ કર્યાનું જ તને ભાગ્યયોગે આ ફળ મળ્યું છે; મુનિજનને કદર્થના પમાડનારનું સારું થાયે શું ? તને તો યોગ્ય હતું તે મળી રહ્યું છે અને એ બહુ સારું થયું છે. એમ ન થયું હોત તો દુષ્ટજનો નિત્ય નિત્ય આવાં પાપકર્મ કર્યા જ કરત. તું પકડાઈ બંદિવાન થયો એટલે અમારા આશ્રમનું તો વિપ્ન ટળ્યું; અથવા તો એક દુર્જન પકડાતાં શેષજનોનું કુશળ જ થાય છે.” આ પ્રમાણે આક્રોશના વચન સાંભળવાથી એ સેચનક હસ્તિનો, અગ્નિની પેઠે, ક્રોધ પ્રજ્વલિત થયો. કેમકે બુદ્ધિમાનોને પણ ક્રોધ ચઢે છે તો પછી અજ્ઞાનીની તો વાત જ શી ? “પ્રપંચને વિષે પ્રવીણ-એવા આ કળાબાજ મુનિઓને લીધે જ, હું માની જેમ, જાળમાં સપડાયો છું.” એમ નિશ્ચય થવાથી કોપના આવેશને વશ થઈને, એ બળવાન હસ્તિએ ક્ષણવારમાં, વાયુ વૃક્ષને ઉખેડી નાખે તેમ સ્તંભને મૂળથી ઉખેડી નાખ્યો. વળી તાપસોના ચિત્તને વિષે પણ ભય ઉપજાવીને સાંકળને પણ એક જીર્ણ પ્રાય દોરડાની પેઠે ત્રોડી નાંખી. આમ એ છટો થયો એટલે તાપસો સર્વે કાક પક્ષીઓની જેમ જીવ લઈને ચારે દિશામાં નાસી ગયા. હસ્તિ-સેચનક પણ જાણે પોતાની માતાનું સ્મરણ થઈ આવવાથી જ હોય નહીં, એમ વિવિધ વૃક્ષોને લીધે ગીચ અને અનેક જળાશયોથી પૂર્ણ એવી અટવીમાં પેઠો. આમ હસ્તગત થયેલ ગજરત્નને નાસી ગયો જાણી, એને પુનઃ પકડવાને અભયકુમાર વગેરે કુશળ સવારો તથા સામંતોના પરિવાર સહિત રાજા શ્રેણિક પોતે ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈ ચાલી નીકળ્યો. કેમકે ભૂપતિઓ પોતાની એક વાછરડીને પણ પાછી વાળી લાવવાને માટે પ્રયત્ન કરે છે. વનને વિષે જઈ, રાજાપ્રમુખ અશ્વારોએ, શત્રુના કિલ્લાની જેમ, એ હસ્તિને ઘેરી લીધો. પછી ઘડીમાં એને ફોસલાવીને અને ઘડીમાં તર્જના કરીને કામ લેવા માંડ્યું; કારણકે કાર્યમાત્ર ભક્તિ અને શક્તિ ૧૭૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #186 -------------------------------------------------------------------------- ________________ એ ઉભયથી જ સાધ્ય થાય છે. પરંતુ એ મદોન્મત્ત સેચનક હસ્તિઓ દુર્બોધ્ય મનુષ્યની જેમ કંઈ ગણકાર્યું નહીં. પણ જ્યારે એણે નંદિષેણ. કુમારને જોયો અને એના શબ્દો સાંભળ્યા ત્યારે એ સાધુની જેમ શાંત થઈ ગયો; કારણકે એને વિર્ભાગજ્ઞાનને લીધે પોતાનો નંદિષેણ સાથેનો પૂર્વ ભવનો સંબંધ યાદ આવ્યો. પછી નંદિષેણ પણ તત્ક્ષણ એના દોરડાને અવલંબીને એક પછી એક પગ મૂકી મૂકીને ભીંતની જેમ એના પર ચડી ગયો. અને ગારૂડીના મંત્રથી સર્પ થંભાઈ જાય એમ નંદિષેણના શબ્દોથી, હસ્તિ થંભાઈ ગયો અને દંકૂશળના પ્રહાર કરતો અટક્યો. પછી શ્રેણિકરાજા વગેરે પરિવાર સહિત, હસ્તિ પર આરૂઢ થયેલા નંદિષેણ, જાણે ઈન્દ્રનો પુત્ર જયંત હોય નહીં એવો શોભવા લાગ્યો. પછી એણે એને એના સ્તંભ સાથે શૃંખલા (સાંકળ) વતી બાંધી લીધો તે જાણે, જે કોઈ ઉશ્રુંખલ” થઈ ગયો હોય એને હું આમ વશ કરી શકું છું. એમ સૂચવતો હોય નહીં “જ્યારે તાપસોના ઉપાલંભ સાંભળીને ક્રોધાયમાન થઈ સેચનક વનને વિષે જતો રહ્યો હતો ત્યારે બીજા આચાર્યોએ એને દેવતાધિષ્ઠિત સમજીને એને એમ કહ્યું હતું કે-વત્સ સેચનક ! તેં કોઈ એવું કર્મ ઉપાર્જન કર્યું છે કે તું શ્રેણિકરાજાનું વાહન થઈશ. તારી પાસે એ બળાત્કારે સેવા કરાવશે. કારણકે કર્મ જ બળવત્તર છે. માટે બાપુ ! પાછો જા, અને તારી મેળે જ તારા સ્થાને જઈ રહે. એમ કરવાથી જ તારું સન્માન થશે, કારણકે અનુકુળ વર્તન કરનારાનું કોણ પ્રિય નથી કરતું ?” આવાં એ આચાર્યોના કથન સાંભળીને જ જાણે પોતાને વિશ્વાસ ઉત્પન્ન થયો હોય એટલે જ એ હસ્તિએ એ પ્રમાણે વર્તન કર્યું હોય નહીં ! કેમકે દેવવચનમાં વિશ્વાસ ન હોય તો પછી બીજા કોનામાં વિશ્વાસ હોય ? હસ્તિપાલકે પણ પછી જઈને શ્રેણિક રાજાને ખબર આપ્યા કે હે ૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકારમાંનો ત્રીજો પ્રકાર “અવધિજ્ઞાન' છે. મિથ્યાત્વી જીવને આ ત્રીજા પ્રકારનું જ્ઞાન થાય તે “વિભંગ' જ્ઞાન, (અર્થાત્ વપર્યાસવાળું-કંઈક ત્રુટિવાળું અવધિજ્ઞાન) ૨. શ્રૃંખલા-બંધનમાંથી છૂટી ગયેલો; સ્વેચ્છાચારી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્વામિન્ ! જેને અર્થે તમે વનને વિષે આવ્યા હતા તે ગજરાજ પોતે પોતાની મેળે આવીને સ્તંભબંધનને આશ્રયીને રહ્યો છે; જાણે આપમહારાજાના પુણ્યથી આકર્ષાઈને જ હોય નહીં એમ. એ સાંભળીને રાજા પણ આનંદમગ્ન થઈ “નિશ્ચયે આ હસ્તિ શિરોમણિ દેવતાધિષ્ઠિત છે; અન્યથા એ પશુ જાતિ પોતાની મેળે ક્યાંથી આવે ?” એમ વિચાર કરતો નગરમધ્યે આવ્યો, અને ઉત્તમ દિવસ જોઈને એનો પટ્ટાભિષેક કર્યો. અથવા તો પશુઓમાં પણ કોઈ કોઈ એવા હોય છે કે જેમનાં ભાગ્યની સીમા જ નથી ! આ પ્રમાણે એને પટ્ટહસ્તિ સ્થાપ્યો એટલે તો એને આદર સહિત ગોળમિશ્રિત ગોધમ અને શેરડી આદિ વસ્તુઓનું ભોજન મળવા માંડ્યું; અને લવણ તથા જળથી એની આરતી ઉતરવા લાગી. પરંતુ બાહ્ય અને અત્યંતર એ બંને સુખ તો, વિધિ પૂરેપૂરો અનુકૂળ હોય એને જ હોય છે. વાત એમ બની કે એકદા એ જળપાન–અને સ્નાન-નિમિત્તે નદી પર ગયો હતો તે નદીમાં પેઠો કે તત્ક્ષણ એક તંતુકે એને ગ્રાહમાં લીધો. આ તંતુક એક ચોપગું પ્રાણી છે. એનું મુખ એના શરીરમાં ગૂઢ હોય છે, એનું કદ એ વ્રજના જેવડું હોય છે, અને એની પીઠ થી પણ ભેદી શકાય નહીં એવી હોય છે. એને જ્યારે કોઈ પ્રાણીને ગ્રાહમાં લેવું હોય ત્યારે એનો પ્રત્યેક ચરણ એક વરત જેટલો લાંબો અને અંગુઠા પ્રમાણ સ્થળ તંતુ જેવો થઈ જાય છે; અને એની કાયા એક મહાન પ્રાસાદની ભીંતસમી જાડી અને મોટી થઈ જાય છે. પછી ચારે ચરણને જમીનમાં દઢપણે સ્થાપીને જોર કરી તંતુઓને પ્રસારી, જળમાં રહેલા પ્રાણીને ચોતરફ વીંટળાઈ વળે છે. આ “તંતુક' પ્રાણીના લક્ષણ વિષેની હકીક્ત સાક્ષાત્ નજરે જોનાર પાસેથી અમે સાંભળેલી તે પ્રમાણે અહીં કહી છે.” ૧. કુવામાંથી જળ સીંચવા માટેનું ચામડાનું દોરડું. ૧૭૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #188 -------------------------------------------------------------------------- ________________ હસ્તિની સ્થિતિ જોઈ સેવકોએ જઈ રાજાને સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. રાજાએ પણ અભયની સામું જોયું. એટલે બુદ્ધિસાગર પુત્રે કહ્યું- હે તાત ! જાણે ચિંતારત્ન જ હોય નહીં એવું જલકાંત મણિ આવે છે એ જો ક્યાંકથી હમણા મળી શકે તો આ પટ્ટહતિ છુટી શકે, અન્યથા નહીં છૂટે. કારણકે એમાં કોઈ પ્રકારનું પૌરૂષ સામાÁ કામ કરે એવું નથી. આપણા કોષાગારમાં રત્નો પુષ્કળ છે પરંતુ એમાં જળકાન્ત મણિ નથી; તેથી પુસ્તકમાં રહેલી વિદ્યાની જેમ એ નિરૂપયોગી છે. આવું અભયકુમારનું કહેવું સાંભળી રાજાએ વિચાર કર્યો કે “સેચનક જેવા ઉત્કૃષ્ટ અનન્ય હતિરરત્નને અર્થે કન્યારૂપી દ્રવ્ય આપીને પણ, ગમે ત્યાંથી જળકાંત મણિ મેળવવો જોઈએ.” એટલે એણે નગરને વિષે પટહ વજડાવી ઉદ્ઘોષણા કરાવી કે જે કોઈ પ્રજાજન જળકાંત મણિ લાવીને સેચનક હસ્તિને તંતુકના ગ્રાહમાંથી છોડાવશે એને રાજા પોતાની પુત્રી અને ઉપરાંત એકસો ગામ બક્ષિસ આપશે. આ ઉદ્ઘોષણા પેલા કંદોઈએ સાંભળી. એટલે એણે વિચાર્યું કેરાજાનો જમાઈ થવાને આ મારે માટે બહુ સારો પ્રસંગે ઉપસ્થિત થયો છે. એ સંબંધ થવા ઉપરાંત વળી સો ગામ પણ મળશે એટલે મારું જીવિતા પર્યન્તનું દારિદ્રય ટળશે. એમ વિચારી તુરત જ મણિ લઈ નદી પર ગયો, અને હસ્તિ રહ્યો હતો ત્યાં એ મણિ ફેંક્યો એટલે ઘંટીમાં દળતા અનાજના કણની જેમ જળના બે ભાગ પડી ગયા. જળને સ્થાને સ્થળ થયું જોઈ તંતુક પણ તક્ષણ હસ્તિને છોડી દઈ જળને વિષે જતું રહ્યું. કહ્યું કેસસલાનું બળ કેટલુંક ? આ વૃત્તાંત રાજાને જણાવવામાં આવ્યો ત્યારે રાજાએ હસ્તિને છોડાવનારનું નામ ઠામ પૂછતાં એનો છોડાવનાર એક કંદોઈ છે એમ એને માલમ પડ્યું એટલે એને પુણ્ય અને પાપની જેમ એક રીતે આશ્ચર્ય અને એક રીતે દુ:ખ થયું. વળી “કંદોઈ જેવાની પાસે આવું ઉત્કૃષ્ટ રન ક્યાંથી ?” એવા પોતાના જ પ્રશ્નનું એણે સ્વયમેવ સમાધાન કર્યું–એવી રીતે કે- “એમાં શું ? શાસ્ત્રને વિષે કહ્યું છે કે ૧. કોષાગાર = ખજાનો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્વાનની દાઢમાં પણ મણિ હોય !” પણ ત્યારે શું એવા કંદોઈને પુત્રી આપવી ? લક્ષમૂલ્યનો મણિ શું કાકને કંઠે બાંધવો ? પ્રતિજ્ઞા પાળવાને પુત્રી એને આપીશ તો મેં આ જન્મ ગુમાવ્યા જેવું થશે; અને નહીં આપું તો, મૃષાવાદીની પેઠે મારી પ્રતિજ્ઞાની હાની થશે. મારે હવે કરવું શું? “હા” કહેતાં હોઠ જાય છે ! અને “ના” કહેતા નાક કપાય છે ! વ્યાધિગ્રસ્ત માણસની જેમ પહેલાં મેં સર્વ વાતની હા કહી છે; પણ એનો નિર્વાહ કરવો હવે દુષ્કર લાગે છે. રાજગૃહ નગરીનો સ્વામી અને અભયકુમાર જેવા પુત્રનો પિતા શ્રેણિક ભૂપતિ આમ વિચારસાગરમાં ઝોલાં ખાતો હતો. એવામાં એક ઘટના બની તે એકાગ્રમને સાંભળો - પુત્રને એક મોદક આપ્યા પછી પાછળ ભોજનવેળાએ કૃતપુણ્યની સ્ત્રી શ્રીમતી જયશ્રીએ પોતે પણ એક મોદક લઈને ભાંગ્યો તો એમાં એના શીલ જેવું નિર્મળ રત્ન એની દષ્ટિએ પડ્યું, એથી એને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થવાથી એણે બીજા મોદકો પણ ભાંગ્યા તો એ સર્વમાંથી, નાળીએરમાંથી ગોટા નીકળે એમ, તક્ષણ, એના દારિદ્રયને દૂર કરનાર સાક્ષાત્ કંદ હોય નહીં એવાં, રત્નો નીકળ્યાં. એટલે એણે કૃતપુણ્યને પૂછ્યું-સ્વામીનાથ ! “કંથાની જેમ, આ મોદકોમાં તમે શું ચોરલોકના ભયને લીધે આ રત્નો સંતાડ્યા છે ? વળી તમને મેં મારાં આભૂષણો અને એકસોસુવર્ણ મહોર આપી હતી તે પણ શું તમે વાપરી નથી ? સાગર જવી ગંભીરતા દાખવીને પતિદેવે પણ ઉત્તર આપ્યો કે હે પ્રિયા ! માર્ગને વિષે તસ્કરોનો સ્વાભાવિક રીતે ભય હોય-એને લીધે મેં આ રત્નો ગોપવ્યાં હતાં. વળી હે સુશિલા ! અન્ય પ્રકારે દ્રવ્યોપાર્જન થતું હોય તો આભૂષણોની ભાંગતોડ કરવાની આવશ્યકતા શી ? બીજાં પુનઃ કરાવવાં પડત તે કરતાં આજ ભાંગ્યા તોડ્યા વિના રાખ્યાં સારાં; કારણકે સોની પાસે ઘાટ ઘડાવવા જતાં એ પહેલું પોતાનું કરે છે ! ૧. યોગીઓ પહેરે છે એવું ગોદડી જેવું વસ્ત્ર. પૂર્વે લોકો પોતાની રત્ન જેવી અમૂલ્ય વસ્તુઓ દેશાવરથી આવી કંથામાં ગોપવીને લાવતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૮૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ આ વાતચીત દરમ્યાન પત્નીએ કહ્યું- એક મોદક મેં આપણા પુત્રને આપ્યો છે. તો હું ધારું છું કે એમાંથી પણ રત્ન નીકળ્યું હોવું જોઈએ. એ સાંભળી કૃતપુણ્યે કહ્યું.- નિ:સંશય એમાં પણ હશે જ માટે શીઘ્ર એને બોલાવીને પૂછ. તત્ક્ષણ પુત્રને બોલાવી ખાવાનું આપવાની લાલચ દેખાડી એટલે એણે સર્વ સ્વરૂપ યથાસ્થિત કહ્યું અને પિતાને લઈ જઈ કંદોઈને બતાવ્યો. કૃતપુણ્યે એને કહ્યું-તેં મારા પુત્રની પાસેથી જે મણિ લીધો છે તે પાછો આપ. મારા પુત્રે તારી પાસેથી જે ખાદ્યપદાર્થ લીધા હોય એનું યોગ્ય મૂલ્ય લે, ને મણિ આપી દે. કહ્યું છે કે વણિક જનને કોઈ વસ્તુનું વિશેષ મૂલ્ય આપવું ગમતું નથી. પરંતુ કંદોઈએ કહ્યું શેઠ ! તમે આ કાંઈ વ્યાજબી બોલતા નથી. તમારા પુત્રે આવીને મને એ રત્ન આપ્યું છે-ને મેં એને એનાં ખાદ્ય પદાર્થ આપ્યા છે. મેં કંઈ અમસ્તુ લીધું નથી. તમે પોતે પણ દ્રવ્ય આપીને વિશેષ કિંમતી કરિયાણાં નથી લેતા ? માટે મારા મહેરબાન ! જાઓ, હું એ મણિ પાછો નથી આપતો. પણ કૃતપુણ્ય કહેહું તો લઈ ને જ જવાનો. આમ વિવાદ કરતાં બંને રાજદરબારમાં ગયાજાણે એ (રાજદરબાર) વિના બધું વિચ્છેદ જવાનું જ હોય નહીં શું ! કચેરીમાં જઈ બંનેએ પોતપોતાના વિવાદનું કારણ કહી બતાવ્યું-તે જાણે રાજાની ચિંતારૂપી શાકિનીને હાંકી કાઢવાનો મંત્ર જ બતાવ્યો હોય નહીં ! એટલે રાજાએ કહ્યું-અરે કંદોઈ ! તેં આ બાળકને જે આપ્યું હોય એનું મૂલ્ય લે, ને શેઠને મણિ આપી દે. અથવા તો સત્ય વાત છે કે સર્વ કોઈ મ્હોં જોઈને તિલક કરે છે. સર્વ સ્વરૂપ સમજીને રાજાએ પણ વિચાર્યું કે–ઠીક જ થયું કે મણિનો સ્વામી આ શ્રેષ્ઠી નીકળ્યો. અમૃતનો આધાર ચંદ્રમા વિના અન્ય હોય પણ કોણ ? પુત્રીને પાળી પોષી મોટી કરીને આજે હું જાણે ભાગ્યયોગે ઉપાધિથી મુક્ત થયો છું કેમકે કંદોઈ જતાં એને કૃતપુણ્ય જેવો સુંદર વર મળી ગયો ! અથવા તો આ વિષયમાં નિશ્ચયે પુત્રીનાં જ ભાગ્ય જાગતાં સમજવાં; કેમકે સૌ કોઈને પોતપોતાનાં ભાગ્ય હોય છે. આમ વિચારીને રાજાએ શુભ દિવસે હર્ષ સહિત કૃતપુણ્યને પોતાની મનોરમા નામની પુત્રી પરણાવી અને સાથે સો ગામનો ગરાસ આપ્યો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કૃતપુણ્યનો પૂર્ણ ભાગ્યોદય થયો અને લક્ષ્મી પ્રાપ્ત થઈ–એ વાત પેલી દેવદત્તા ગણિકાને કાને પહોંચી. એટલે એ માયા પ્રપંચની પુતળીએ કુટિલ અને શ્યામવર્ણા-એવા પોતાના કેશની વેણી બાંધી લીધી; તામ્બલ ભક્ષણ કર્યા કરવાની ટેવને લીધે અભુત રક્ત થઈ ગયેલા દાંતને ઘસાવી સાફ કરાવ્યા; પોતે જાણે પવિત્રતા અને પતિવ્રતપણાની સાક્ષાત મૂર્તિ હોય નહીં એમ, હાથમાંથી કંકણ, અને કંઠમાંથી કંઠી આદિ આભૂષણો ઉતારી નાખ્યા, અને એને સ્થાને સૂત્રના દોરા બાંધ્યાતે જાણે “હું તુચ્છ છું એટલે આવા તુચ્છ સૂત્રને જ લાયક છું.” એમ બતાવવાને હોય નહીં ? વળી એણે વસ્ત્રો સુદ્ધાં બદલીને શ્વેતવસ્ત્રો ધારણ કર્યા, તે જાણે-દ્રવ્યના આપનાર પ્રત્યે પણ વિરાગભાવ ધારણા કરનારી-મારા જેવી-ને આવાં વિરાગી વસ્ત્રો જ શોભે એમ કહેવરાવવાને માટે જ હોય નહીં! આમ સંપૂર્ણ પ્રપંચ રચીને, નાના પ્રકારની વચનચાતુરીને વિષે પ્રવીણ એવી પોતાની એક દાસીને એણે કૃતપુણ્યની પાસે મોકલી. એણે એની પાસે જઈને, વર્ષોમાં ઊગી નીકળતાં તૃણની જેવાં પારાવાર આંસુ સારતાં સારતાં કપટમય વચનો કહેવા માંડ્યા હે શ્રેષ્ઠિ ! જે દિવસે કલ્પવૃક્ષના સહોદર જેવા-તમને, બુદ્ધિભ્રષ્ટ વૃદ્ધાએ ઘરબહાર કાઢી મૂક્યા તે દિવસથી તમારી પ્રાણપ્રિયા દેવદત્તા સ્નાન-તાંબૂલ-પુષ્પાદિ સર્વ ભોગ ત્યજીને બેઠી છે; શરીર પરના આભૂષણો પણ, દુર્ભાગ્યના પાત્રો હોય નહીં એમ, એણે ઉતારી નાખી દૂર ફેંકી દીધા છે; અને ત્યારથી જ, પોતાની વૃદ્ધ માતાને કંઈ પણ કહેવાને કે અન્ય કંઈ પણ કરવાને અશક્ત હોઈને, રોષને લીધે, વેણી બાંધી લીધી. છે ! વળી તમારા વિયોગના દુઃખને લીધે અન્ન જળ પણ લેતી નથી, અને દુરાગ્રહી બાળકની જેમ રૂદન કર્યા કરે છે. વૃદ્ધાએ ઘણું કહ્યું ભાપાન વિના નિરાધાર શરીર ટકશે નહીં, માટે ભોજન કર. પરંતુ તમારી પ્રિયા તો કહે કે જેમ એક યોગી સૂર્યના દર્શન કર્યા પછી જ અન્ન લે છે તેમ હું પણ મારા પ્રાણાધાર કૃતપુણ્યના દર્શન કરીશ ત્યારે ૧. રાગ-પ્રેમ-નો અભાવ. ૨ રાગ-રંગ-વગરના=શ્વેત. ૧૮૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #192 -------------------------------------------------------------------------- ________________ જ મુખને વિષે અન્નનો કણ મૂકીશ; તે વિના નહીં. પુત્રીનો આવો આકરો હઠ જોઈ વૃદ્ધા તો વિષાદ પામી અને તે જ વખતે દાસીઓને તમારી શોધમાં મોકલાવી. પણ બહુ બહુ શોધ કર્યા છતાં તમારો ક્યાંય પત્તો મળ્યો નહીં. રત્ન ગુમાવી બેઠા હોઈએ એ પણ ક્યાં એમને એમ હસ્તગત થાય છે ? શોધવા ગયેલી દાસીઓએ આવી સર્વ વૃત્તાંત કહ્યો છતાં એણે ભોજનનો સ્વીકાર ન જ કર્યો. એમ થવાથી અમે સર્વ પરિચારિકાઓ પણ બહુ નિરાશ થઈ. એવામાં દૈવયોગે કોઈ નિમિત્તજ્ઞ આવી ચઢ્યો એણે પોતાની તરફથી કંઈક શીખામણ દેવદત્તાને આપવાની વાત કરી. પણ એ વખતે દેવદત્તા. પોતે કેવા દુ:ખમાં હતી એની એ બિચારાને શી ખબર ? દેવદત્તાએ તો એને કહ્યું કે-હે ભદ્ર ! આ જન્મમાં તો આ કાયા કેવળ કૃતપુણ્યને અર્થે છે; એ નર નહીં મળે તો પછી વૈશ્વાનર તો છે જ. એ સાંભળી નિમિત્તશે કહ્યું- હે ભદ્રે ! તું જેનું, એક ઉત્તમ મંત્રની જેમ, ધ્યાન કરી રહી છે એ કૃતપુણ્ય કોઈ સ્થળે ક્ષેમકુશળ છે. નિમિત્તજ્ઞનાં આ શબ્દો સાંભળ્યા પછી તો તમારી સંગાથે ભોગવેલાં સુખોનું સ્મરણ થઈ આવવાથી, એણે વર્ણવ્યું ન જાય એવું રૂદન કર્યું; કારણકે એનો, તમારે માટે કોઈ લોકોત્તર પ્રેમ છે. પછી વૃદ્ધાએ પણ જ્યારે જાણ્યું કે નિમિત્તજ્ઞ સર્વ જાણે છે ત્યારે એને પૂછ્યું કે-ભાઈ ! આ મારી પુત્રીનો કૃતપુણ્ય સાથે ક્યારે મેળાપ થશે ? તમારું જ્યોતિષ જોઈને કહો. એટલે એ નિમિત્તણે લગ્નસામર્થ્ય અને નાડીસંચાર આદિ જાણી લઈને, સાંભળવા માટે સાવધાન-એકચિત્ત થઈ રહેલા પરિવારને સંભળાવ્યું કે-તમારી દેવદત્તાને એના પ્રિય કૃતપુણ્ય સાથે નિશ્ચયે આજથી બાર વર્ષે મેળાપ થશે. જો ન થાય તો આ પુસ્તક હું મૂકી દઉં. એ સાંભળીને, હે શ્રેષ્ઠિ ! દેવદત્તાને કંઈક આશ્વાસન મળ્યું. પણ એની વૃદ્ધા માતાને તો એણે કહ્યું-આ નિમિત્તશે બહુ સુંદર ઉત્તર આપ્યો છે ! કારણકે એટલા વર્ષની કોને ખબર છે ? એટલા વખત સુધી કોણ વિદ્યમાન હશે અને કોણ નહીં હોય ? એટલે વૃદ્ધાએ ૧. અગ્નિ. મતલબ કે કૃતપુણ્ય નહીં મળે તો મારે અગ્નિનું શરણ છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ કહ્યું- હે પુત્રી ! મારું કહ્યું માન, અને અન્નજળનો સ્વીકાર કર. તું જીવંત હોઈશ તો તારો પ્રિયજન નિ:સંશય તને મળશે જ. કારણકે જીવતા જાગતાનું કલ્યાણ જ થાય છે. તે પછી દેવદત્તાએ પણ કહ્યું-હે જનની ! જો હવે પછી તું મારી પાસે અન્ય પુરુષનું નામ પણ ના લેવાના શપથ લે તો હું ભોજન લઉં; અન્યથા નથી લેવાની. એટલે વૃદ્ધા બોલી-હે પુત્રી ! તું આવું કેમ કહે છે ? મેં પાપિષ્ઠાએ તારા સ્વજનને કાઢી મૂક્યો તો એણે પણ શું બાકી રાખ્યું છે ? તારી આવી કષ્ટમય દશા થઈ તે એને જ લીધે કે નહીં ? ચોરી કરીને અલ્પ દ્રવ્ય આપ્યું હોય તો યે રાંકના ઘરમાં રહેતું નથી.” એના જેવું તારે થયું છે. પણ હવે તો મને પોતાને યે પશ્ચાતાપ થાય છે; માટે તારી પાસે અન્ય પુરુષ વિષે વાત જ નહીં કરું. આ પ્રમાણે વૃદ્ધાએ જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે, હે શ્રેષ્ઠિ ! તમારી સંગમોત્સુક દેવદત્તાએ, કાયાને આધારમાત્ર મળે એ હેતુથી જ, ભોજના લેવું શરૂ કર્યું. પછી યોગિની જેમ પરમ પદ-એટલે મોક્ષનું ધ્યાન ધરે તેમાં તમારા પદ એટલે ચરણનું ધ્યાન ધરતાં દેવદત્તાએ મહાકષ્ટ બાર વર્ષ વ્યતીત કર્યા. પણ એ અરસામાં ક્યાંયે તમારી વાત સુદ્ધાં એના સાંભળવામાં આવી નહીં. એટલે એણે વિચાર્યું કે-કાં તો નૈમિત્તિકનું વાક્ય અસત્ય, અથવા તો મારાં ભાગ્ય જે કોઈ એવાં મંદ ! આમ ચિંતવન કરતી હતી ત્યાં તો, હે શ્રેષ્ઠિ ! આજે તમારું સુધાતુલ્ય વૃત્તાંત એને શ્રવણ ગોચર, થયું. તમારા કુશળ સમાચાર જાણ્યા ત્યારે જ એના જીવનમાં જીવ આવ્યો છે, અને આ ત્રણે જગત વસ્તીવાળાં છે એનું એને આજે જ ભાન થયું છે અને તેથી, હે ભાગ્યશાળી ! તમારી પ્રાણપ્રિયા દેવદત્તાએ મને તમારી પાસે મોકલી છે. તમારા વિયોગાગ્નિથી સંતપ્ત એવી મારી સ્વામિનીને પોતાનું સુખ દુઃખ નિવેદન કરવાનું તમારા વિના અન્ય કોઈ સ્થાન નથી. માટે હે કરૂણાસાગર ! કૃપા કરીને આવીને એને દર્શન ધો, અને એમાં કરીને એના પ્રાણ બચાવો. દેવદત્તા ગણિકાએ મોકલેલી દાસીનું ઉપર પ્રમાણેનું ચતુરાઈભર્યું લંબાણ ભાષણ સાંભળીને કૃતપુણ્ય તો આશ્ચર્યમાં લીન થઈ ગયો. એ ૧૮૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #194 -------------------------------------------------------------------------- ________________ ગણિકાએ એનો બહિષ્કાર કરીને જે દુ:ખ દીધું હતું તે ન સંભારતાં એણે મૃદુતાભરી વાણીથી ઉત્તર આપ્યો; –હે દાસી ! તમોને સર્વને ઓળખ્યાં ! તમારું આચરણ જાણ્યું ! તમારો વૈભવ ઘણો જોયો ! અને તમારું મિષ્ટાન્ન પણ ઘણું જમ્યો ! હે ભદ્રે ! પોતાનું ભલું ઈચ્છનારા વિદ્વાન પુરુષોએ, વિષવૃક્ષની છાયાની જેમ, તમારી છાયાનો પણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. એક વૃક્ષને જેમ પાદથી શીર્ષ પર્યન્ત ઘટ ભરી ભરીને જળથી સિંચન કરવામાં આવે છે તેમ તમે પણ મને ઉદરપૂર્ણ ભોજન કરાવતા હતા એ વાતનું શું મને સ્મરણ નથી ? “ઉગ્રભોગવાળી, વક્રગતિવાળી, અધમોત્તમ વિલાસવડે પુષકોનું ભક્ષણ કરનારી, સદાચરણહીન અને શરીરમાં જ મૃદુતાવાળી–એવી દ્વિજિહ સર્પિણી સમાન વેશ્યાનો કોણ વિશ્વાસ કરે ? દાસીએ સાંભળીને કહ્યું- હે ભાગ્યવાન ! તમે સત્ય કહો છો. પ્રાયે ગણિકાઓ આવી જ હોય છે. પરંતુ મારી સ્વામિની દેવદત્તા એવી નથી. કારણકે પાંચે આંગળીઓ કાંઈ સરખી નથી. એ સાંભળી કૃતપુયે પણ એની સાથેનો પૂર્વનો પ્રેમ સંભારી “ભલે એક ખુણે પડી ખાધા કરે” એમ ઈચ્છી દાસીને કહ્યું-જો તારી સ્વામિનીને ખરેખર મારી સાથે પ્રયોજન હોય તો અન્ય સર્વ વિચારણા પડતી મૂકીને સરલ પગલે, પોતે જ હાલી ચાલીને મારે ત્યાં આવે કારણકે નદી જ સમુદ્રને મળવા જાય છે, સમુદ્ર કંઈ નદીને મળવા જતો નથી. ચેટીને કૃતપુણ્યનું કથન યોગ્ય લાગ્યું એટલે એણે કહ્યું ત્યારે તમે મારી સ્વામિનીને એક જુદો વિશાળ આવાસ આપો કે જેથી એ પોતાના પરિવાર સહિત ત્યાં આવીને રહે. દાસીની આ માગણી યોગ્ય લાગવાથી કૃતપુણ્ય પણ પોતાના મંદિરની નિકટમાં એને તત્ક્ષણ એક ગૃહ અપાવ્યું. કારણકે એના જેવા સહસ્ત્ર ગામના અધિપતિને હવે કંઈ ન્યૂનતા નહોતી. પછી ગણિકા પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહેવા આવી; કર્મ બંધાતા જાય છે તેમ તેમ એની સજાતિ પ્રકૃતિ એની સાથે મળી જાય છે એમ. ૧. ભયંકર ફણા; અતિશય ભોગવિલાસ. ૨. વાંકીચૂંકી ચાલવાળી; માયા કપટવાળી. ૩. પુરુષ જાતિના મૂષક (ઉંદર); પુરુષરૂપી મૂષક. ૪. સર્પને બે જીવ્હા હોય છે માટે દ્વિજીવ્હા; વેશ્યા અરસપરસ વિરુદ્ધ વચન બોલે છે માટે દ્વિજીવ્હા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ હવે પોતાની મૂળ પરિણીત પત્ની જયશ્રી, બીજી રાજપુત્રી મનોરમા અને ત્રીજી દેવદત્તા ગણિકા-એ ત્રણે સ્ત્રીઓની સંગાથે રહેતો કૃતપુણ્ય, જાણે ત્રિભુવનની સાક્ષાત્ ત્રણ લક્ષ્મી સંગાથે વસતો હોય નહીં એમ શોભવા લાગ્યો. અનુક્રમે એકદા એને વિચાર થયો કે-જયશ્રી મારી પહેલી સ્ત્રી છે; સમસ્ત ગુણયુક્ત છે; મારા માતપિતાએ સોંપેલી છે; અને વળી પુત્રવતી છે; માટે એને કુટુંબની સ્વામિનીને પદે સ્થાપવી. કારણકે ગુણને ઉચિત સત્કાર કરવો કહ્યો છે. બીજી શ્રેણિક રાજાની પુત્રી મનોરમા સૌંદર્યશાળી-રૂપવતી છે, એનાથી મારી ખ્યાતિ છે; માટે એનું પણ વિશેષ માન રાખવું. ત્રીજી દેવદત્તા જો કે અકુલીન છે તો પણ કામવિલાસમાં પ્રવીણ હોઈ. શરીરસંબંધી સુખ પૂરાં પાડે છે; માટે એનો પણ મારે સત્કાર કરવો જોઈએ; અશુચિના સ્થાનમાં ઉત્પન્ન થયેલી કેતકીને પણ મસ્તક પર ધારણ કરવામાં આવે છે એમ. આ ત્રણ ઉપરાંત પેલી ચાર શ્રેષ્ઠિનીની પુત્રવધુઓ પણ નિશ્ચયે મારે વિષે અનુરક્ત અને ભક્તિમતી છે; અન્યથા એવાં ઉત્તમ રત્નો મોદકને વિષે નાખત નહીં. માટે રૂપમાં સુરાંગનાઓને પણ પાણી ભરાવે એવી એ ચારેને હસ્તગત કરું. એમને હસ્તગત કરવાથી, એમની લક્ષ્મી પણ સાથે વહી આવશે; કારણકે રાજા પૃથ્વી વશ કરે છે ત્યારે સમસ્ત કોષ-દ્રવ્યભંડાર પણ એની સાથે જ આવે છે. પણ ત્યારે મારાથી જ ઉત્પન્ન થયેલ પેલા કુળધ્વજ પુત્રો છે એમને વૃથા શા માટે છોડી દેવા ? કેમકે પુત્રસંપત્તિ દુર્લભ છે. પત્નીઓ ઘેર આવશે એમની સંગાથે સાથે લાગેલા એઓ પણ આવશે જ. વૃક્ષની લતાઓ લાવીએ તો એમની ઉપરના ફળ પણ સાથે જ આવે છે ને ? આમ પોતે ભોગવીને સંતતિ સુદ્ધાં ઉત્પન્ન કરેલ એવી એ ચારે શ્રેષ્ઠિનીની વધુઓને હસ્તગત કરવાનો વિચાર કરતો કૃતપુણ્ય એ વિચારને શીઘ્ર અમલમાં મુકવા માટે જઈને બુદ્ધિના ભંડારએવા અભયકુમારને મળ્યો. મળીને એને સર્વ સ્વરૂપ સમજાવી કહ્યું કે-એ શ્રેષ્ઠિનીનું ઘર હું બહારથી ઓળખી શકું નહીં માટે તમે એને મેળવી આપો. જેમ આ કૃતપુણ્યે પોતાના કાર્યની સિદ્ધિનો ઉપાય પૂછ્યો એમ અનેકાનેક લોકો જેની પાસે નિરંતર પૂછવા આવ્યા કરતા હતા એવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૮૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારે કૃતપુણ્યના કાર્યની સિદ્ધિને અર્થે ડબલ દ્વારવાળું એક દેવમંદિર કરાવ્યું–તે જાણે પેલી વૃદ્ધા શ્રેષ્ઠિનીને શોધી કાઢવાને કપટયંત્રની રચના કરાવી હોય નહીં ? વળી એમાં એણે સાક્ષાત્ કૃતપુણ્ય સદશ લેપ્યમયી પ્રતિમા કરાવીને સ્થાપના કરી. પછી સમસ્ત નગરમાં આકર્ષણમંત્રની જેવી ઉદ્ઘોષણા કરાવી કે-હે લોકો ! સ્ત્રી કે પુરુષ, બાળક કે બાળિકા, કુમાર કે કુમારિકા, તરૂણ કે વૃદ્ધ-સર્વેએ દેવમંદિરમાં વિજ્ઞહારિણી યક્ષપ્રતિમાનું પૂજન-વંદન કરવા અવશ્ય આવવું. નિમિત્તજ્ઞનું કહેવું એમ છે કે-નહીં આવી જાઓ તો સાત દિવસમાં કંઈ ભયંકર વિપ્ન ઉપસ્થિત થશે. એ સાંભળી આફત આવી પડવાના ભયને લીધે પ્રજાજનો ત્યાં આવવા લાગ્યા. કહ્યું છે કે છળ કામ કરે છે એવું બળ કામ નથી કરતું. સમુદ્રમાં ભરતી સમયે જેમ જળના કલ્લોલ ઉછળે છે એમ લોકોનો સમૂહનો સમૂહ ઉછળી ઉછળીને યક્ષના દર્શન પૂજન-અર્થે ભરાવા લાગ્યા. ગવાક્ષમાં રહેલા અભય અને શ્રેષ્ઠીપુત્ર બંને જાણે આત્મસ્થ, કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય નહીં એમ જતા આવતા સર્વ લોકોને જોવા લાગ્યા. લોકો આવતા ગયા એમ એક દ્વારે પ્રવેશ કરી, આપત્તિના નિવારણાર્થે યક્ષની પ્રતિમાનું પૂજન કરી, બીજે દ્વારે નીકળી જવા લાગ્યા; જેમ શૂન્ય ચિત્તવાળાનું એક કાને સાંભળેલું બીજે કાને થઈ નીકળી જાય છે એમ. એવામાં પેલી વૃદ્ધા શ્રેષ્ઠિની આવી. એની સાથે એની ચારે વધુઓ હતી અને એ વધુઓની આગંળીઓ, પાર્શ્વભાગમાં અને કટિપ્રદેશ પર બાળક પુત્રો હતા. એ સર્વને કુતપુણ્ય ઈશારો કરી અભયકુમારને ઓળખાવ્યા. એવામાં તો કૃતપુણ્ય સમાન મૂર્તિ હતી તે આ આવેલા સૌની દષ્ટિએ પડી. એને જોઈને પોતાના પ્રાણપ્રિય પતિનું સ્મરણ થઈ આવવાથી સર્વે વધુઓના નયનમાંથી અશ્રુની ધારા વછુટી. વળી પુત્રો તો “અહો આપણા મહાભાગ્ય કે આજે આપણા પિતા ચિરકાળે આપણને મળ્યા” એમ બોલતા એની છેક પાસે જઈ ઊભા રહ્યા. બાળક શિશુઓ હતા એ તો ૧. આત્મામાં રહેલ. ૨. વસ્તુમાત્રને જાણવાની શક્તિ. ૩. વસ્તુમાત્રને જોઈ શકે એવી શક્તિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ તક્ષણ “પિતાજી, અમને મૂકીને આટલા દિવસ ક્યાં ગયા હતા.” એમ બોલતા બોલતા મૂર્તિની ઉપર ચઢવા લાગ્યા. એકે કહ્યું-તાતનો મારા પર બહુ પ્રેમ હતો માટે હું એમના અંકને વિષે બેસીશ; બીજા દૂર રહો. ત્યાં વળી બીજો કહેવા લાગ્યો-ચાલ તું દૂર રહે. હું પિતાજીને બહુ વલ્લભ હતો. એઓ સુંદર ફળાદિક લાવતા ત્યારે પ્રથમ ભાગ મારો પાડતા. માટે હું જ એકાકી તાતના ઉલ્લંગમાં બેસીશ. શેષ બાળકો પણ એજ પ્રમાણે અનુસરતું બોલવા લાગ્યા. કારણકે બાળકોનો એવો જ સ્વભાવ છે. આમ વિવાદ કરતા, કોઈ એ મૂર્તિના ઉસંગમાં બેસી ગયા; કોઈ જાનપર, કોઈ ચરણ પાસે, કોઈ મસ્તક પર, કોઈ ખભા પર, કોઈ ભુજાપર, તો કોઈ પીઠે, એમ મનમાં આવ્યું ત્યાં ચઢી બેઠા. પણ એમાં કંઈ આશ્ચર્ય જેવું નહોતું; કેમકે મોટા માણસને પણ કવચિત આવી ભ્રાન્તિ થાય છે. વળી તે તે સ્થાને રહેલા-એવા એ બાળકો વારંવાર, ક્ષણમાં અહીં તો ક્ષણમાં અન્યત્ર એમ સ્થાન બદલવા લાગ્યા; કારણકે વાનરો અને બાળકો ક્યાંય પણ સ્થિર થઈને બેસતા નથી. આટલા બધા પુત્રો જેના પર બેઠા છે એવી એ કૃતપુણ્યની પ્રતિમા તે વખતે અંબિકાની મૂર્તિ કરતાં પણ ચઢી ગઈ ! કારણકે અંબિકાને, ગણેશ અને કાર્તિકેય, એ બે જ પુત્રો છે. પછી જવાનો સમય થયો એટલે વૃદ્ધા અને એની વધુ બાળકોને કહેવા લાગી-વત્સો ! ચાલો ! વખત. બહુ થઈ જવા આવ્યો છે. પણ એ બાળકોએ તો પોતાની અસ્પષ્ટ ભાષામાં એકસામટો ઉત્તર આપ્યો કે, તમે જાઓ, અમે તો અમારા પિતાની પાસે જ રહેશે. આવું બાળકોનું બોલવું સાંભળીને પેલી સ્ત્રીઓએ કહ્યું-ભાઈઓ ! આ તમારા પિતા નથી, તમારા પિતા તો ઘેર છે. આ તો દેવની મૂર્તિ છે. એના પર બેસાય નહીં. બેસીએ તો આપણને અનિષ્ટકર્તા એવી આશાતના લાગે. તમે મૂર્ખાઓ કંઈ સમજતા નથીતમારું શું કરવું ? ઘેર ચાલો, ત્યાં તમને નારંગી, કેળાં, ખજુર, અખરોટ, દ્રાક્ષ વગેરે આપશું એમ કહી લાલચમાં નાખી, નવા ખરીદેલા ગાય આદિ ૧. (મૂળઅર્થ) પાડવું-નાશ કરવો; જ્ઞાન, દર્શન, ચારિત્ર-એના લાભનો નાશ કરવો; એ ત્રણથી થતો લાભ ગુમાવી બેસવો; (ગૌણઅર્થ) દેવ-ગુરુ વગેરે પ્રતિ અવિનય કરવો તે. ૧૮૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીની જેમ, એમને મહાકષ્ટ ઘરભેગા કર્યા. વૃદ્ધા વગેરે ઘરભણી ગયા એમની પાછળ અભયકુમારે પોતાના ગુપ્ત પુરુષોને મોકલ્યા. એ સેવકો જઈને એનું ઘર ઓળખી આવ્યાને એની નિશાની આપી. એ નિશાનીએ સાળો બનેવી બંને વૃદ્ધાને ઘેર પહોંચ્યા-તે, વૃદ્ધાના દુર્ભાગ્ય કે વધુઓના સદ્ભાગ્ય-એ બેમાંથી ક્યાંથી આકર્ષાઈને પહોંચ્યા એની અમને કંઈ સમજણ પડતી નથી ! પોતાના સ્વામિનાથને અકસ્માત આવ્યા જોઈને પત્નીઓ સર્વે, જાણે અમૃતનો છંટકાવ થયો હોય નહીં એમ, આનંદમાં નિમગ્ન થઈ કહેવા લાગી-અહો આજનો ધન્ય દિવસ ! કે અમારા પતિદેવ, અજાણ્યે કિનારે ચઢી ગયેલા પ્રવહણની જેમ, સહસા અમને પુનઃ મળ્યા ! એ વખતે અભયકુમારે પેલી વૃદ્ધાને કહ્યું-અહો ! કપટકળાની મૂર્તિ, ધિક્કાર છે તને કે અમારા જ નગરમાં તું આવો અન્યાય કરી રહી છે ! અમને જ ઠગીને અમારી જ સાથે વેર ખેડવા માંડ્યું ! અપુત્રનું દ્રવ્યાદિ સર્વ રાજા હસ્તગત કરશે એવા ભયથી તેં આ કૃતપુણ્યને ઘેર લઈ જઈને વર્ષો પર્યન્ત રાખ્યો અને સંતાન થયા પછી પુનઃ કાઢી મૂક્યો ! ધિક્કાર છે આવા તારા નિર્દયપણાને ! એના આવા ઘનસાર જેવા સુગંધી શીલથી તારો એક પણ રોમરાય ભેદાણો નહીં તો શું તું નક્કર પથ્થર જ છો ! આ તારા પૌત્રો, ચારે વધુઓ અને સમસ્ત દ્રવ્યાદિ આ કૃતપુણ્યને સોંપી દે; અને તું ખાલી હાથે બહાર નીકળ. એ જ તારી અનીતિનો દંડ, અન્ય રાજાઓ તો આવું કરનારને મુખે અને મસ્તકે મેશ સુદ્ધાં ચોપડાવવાની શિક્ષા કરે છે (પણ હું તે કરતો નથી.) અહો ! જે સ્ત્રી પૂર્વે ચારે વધુઓને નિત્ય સ્વેચ્છાપૂર્વક બળાત્કારે પોતાની આજ્ઞા ઉઠાવવાનું કહેતી તે આજે અભયકુમારની સમક્ષ એક શબ્દ પણ બોલી શકી નહીં ! અથવા તો વણિક જાતિને માટીના કાક જેવી કહી છે તે સત્ય જ છે. પછી અભયકુમારે વૃદ્ધાને યથારૂચિ ભોજન અને વસ્ત્રાદિકનો ખરચ નીકળી રહે એટલું દ્રવ્ય અપાવ્યું; અને વધુઓ, એના પુત્રો અને ૧. કપુર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત લક્ષ્મી કૃતપુણ્ય પોતાને ઘેર લઈ ગયો. ખરેખર વૃદ્ધાને તો “કાળું મુખ ને કથીરના દાંત” થયા ! ઘેર જઈને વિશેષજ્ઞ એવા કૃતપુણ્ય, ગુણને વિષે પોતાના પક્ષપાતીપણાને લીધે, જયશ્રીને પરમહર્ષ સહિત કુટુંબની સ્વામિનીને પદે સ્થાપી. એટલે શેષ છએ સ્ત્રીઓ નિરંતર એની આજ્ઞામાં રહેવા લાગી; વિનયવતી સાધ્વીઓ મહત્તરા સાથ્વીની આજ્ઞામાં રહે એમ. સાત સાત સ્ત્રીઓથી સેવાતો કૃતપુણ્ય પણ, આહારની સંશુદ્ધ એષણાથી મુનિ શોભે એમ શોભવા લાગ્યો. જયશ્રીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ એક પુત્ર અને બીજા પણ અન્ય સ્ત્રીઓના પુત્રોથી પરિવરેલો એ, ફળોની લુંબ ને લુંબથી લચી રહેલા આમ્રવૃક્ષની શોભાને ધારણ કરવા લાગ્યો. અનુક્રમે ધર્મ, અર્થ અને કામ-એ ત્રણે પુરુષાર્થ સાધતાં, સુખમાં દિવસ નિર્ગમન કરતો કૃતપુણ્ય પરમ ખ્યાતિ પામ્યો. એવામાં એકદા ત્રિભુવનના આનંદરૂપી કંદને મેઘની જેમ પોષનારા; અનેક વિધ દુષ્કર્મોરૂપી અંધકારનો ચંદ્રમાની પેઠે નાશ કરનારા; જન્મ, મરણ અને દુર્ગતિના દુઃખરૂપ કાષ્ટોને અગ્નિની જેમ ભસ્મીભૂત કરનારા; નાના પ્રકારના અને સમસ્ત કલ્યાણરૂપી વૃક્ષલતાઓને મેઘની જેમ નવપલ્લવ કરનારા શ્રીમાન મહાવીર ભગવાન, નાના મોટા ગ્રામ, નગર આદિથી વ્યાપ્ત એવી ધરણી પર, ભવ્ય પ્રાણીઓને બોધ આપવાની ઈચ્છાને લીધે, નિશદિન સતત વિહાર કરતા કરતા આ જ રાજગૃહ નગરીના નિકટમાં આવેલા પ્રસિદ્ધ “ગુણશૈલ' ચૈત્યને વિષે આવી સમવસર્યા. ભગવાન સમસ્ત પ્રજાજનોને આશ્ચર્યમાં લીન કરતા એવા અષ્ટ પ્રાતિહાર્યોથી વિરાજી રહ્યા હતા. કોટિબંધ દેવતાઓ એમના ચરણકમળ સેવી રહ્યા હતા; અને ગૌતમગણધર આદિ સાધુઓનો પરિવાર એમની શુશ્રુષા કરી રહ્યો હતો. ૧. સ્નેહ-પ્રેમ. ૨. (પોતાના કરતાં) મોટી. ૩. એષણા=ઈચ્છા, સાત એષણા કહેવાય છે; સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલપિત, ઉગ્રહિત, પ્રગ્રહિત, અને ઉન્કિતધર્મા. ૪. શવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, રામર, માન, મામંડન, દુમિ અને છત્ર -એ આઠ. નિત્ય સેવામાં હાજર-માટે એ પ્રભુના પ્રાતિહાર્યો કહેવાય છે. ૧૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #200 -------------------------------------------------------------------------- ________________ જગતપ્રભુ આવવાના હતા એટલે પોતાને કૃતાર્થ માનતા વૈમાનિક અને જ્યોતિષિક સુરાસુરો અને વ્યંતર દેવોએ પરમ હર્ષ સહિત ત્યાં સમવસરણની રચના કરી; કારણકે મહંત પુરુષોની ચાકરી પણ મહાભાગ્યનો ઉદય હોય તો જ મળે છે. નવનવીન સુવર્ણકમળ પર ચરણન્યાસ કરતા આવતા પ્રભુએ પણ પૂર્વ દિશાના મુખ ભણીથી એ સમવસરણને વિષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને, ત્રિભુવનસ્વામી-એવા ભગવાને ચૈત્યવ્રુમની પ્રદક્ષિણા કરી. અથવા તો આ મહાપુરુષે એકેન્દ્રિય એવા પણ વૃક્ષની પ્રદક્ષિણા કરી એ એની કોઈ અવર્ણનીય વિશિષ્ટતા જ સમજવી. પ્રદક્ષિણા દઈને પછી ભગવંત સિંહાસન પર બેઠા. અહીં એક વિચિત્રતા થઈ કે પ્રભુના બેસવાથી સિંહાસન, પ્રભુની નીચે રહે એટલે, અધ:કૃત થયું કહેવાય, છતાં એ ત્રણ ભુવનની ઉપર જ રહ્યું ! એટલામાં તો ત્યાં તલ્લણ સંસારનું સ્વરૂપ સમજનારાના મનમાં (બાર) ભાવના ઉપસ્થિત થાય એમ, બારે પર્ષદા આવીને ઉપસ્થિત થઈ (બેઠી). જ્યારે પ્રભુ આવીને ઉદ્યાનમાં સમવર્સયા તે વખતે ઉદ્યાનપાલકે જઈને શ્રેણિક ભૂપતિને વધામણી દીધી કે-હે નરાધિપ ! જેમના નામસ્મરણ માત્રથી, સુપકવ વાલુક્ય ફળની જેમ આપત્તિઓ સર્વે સત્વર ભાંગીને કટકા થઈ જાય છે; કોટિવેધ રસથી જ હોય નહીં એમ સર્વત્ર કલ્યાણ કલ્યાણ થઈ રહે છે; અને તપી ગયેલ લોહ પર પડેલા જળબિંદુની જેમ ૧. “અધ:કૃત' (હેઠળ આવી ગયું, છતાં ત્રિભુવનની “ઉપર”-એ વિરોધ શમાવવા “ઉપર”નો અર્થ “ત્રિભુવનને વિષે શ્રેષ્ઠ' એવો લેવો. ૨. અનિત્ય, અશરણ આદિ બાર ભાવના કહેવાય છે તે; (સંભાવના-વિચારણા) ૩. ધર્મશ્રવણ આદિ ધાર્મિક કાર્યોથી એકત્ર થતું સભ્યમંડળ-સભા, સમવસરણને વિષે પ્રભુ પાસે ધર્મશ્રવણાર્થે એવી બાર પર્ષદ-સભા બેસે છે; સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની-મળીને ચાર; વૈમાનિક, જ્યોતિષિક, ભુવનપતિ અને વ્યંતર-એ ચાર પ્રકારના દેવતાઓની ચાર; અને આ છેલ્લા ગણાવ્યા તે વર્ગમાંની દેવીઓની ચાર. એમ એકંદર બાર સભા થઈ. ૪. ચીભડું. ૫. કોઈ આશ્ચર્યકારી રસ-પ્રવાહી પદાર્થ આવતો હશે (?) એના સ્પર્શથી હલકી ધાતુઓ સુવર્ણ-સોનું બની જાય છે–એવી સામાન્ય માન્યતા છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ દારિદ્રય શીધ્ર વિલય પામે છે; વળી જેમનું, એકછત્ર સામ્રાજ્યની જેમ ક્યાંય પણ સ્કૂલના ન પામતું, શાસન જયવંતપણે વર્તી રહ્યું છે; તથા મોક્ષની જેમ, જેમની પાસે અણિમા વગેરે સિદ્ધિઓ ઉપસ્થિત થઈને રહેલી છે-એવા, સિદ્ધાર્થનૃપના કુલદીપક મહાવીર તીર્થકર હમણાં જ આપણા ઉદ્યાનને વિષે આવી સમવસર્યા છે. સત્યમેવ આપનું પુણ્ય અનંત છે ! માટે, હે નાથ ! પ્રભુનું આગમન થયાની મારી વધામણી છે. કેમકે આપને શ્રી જિનેશ્વરના વર્તમાનના શ્રવણ કરતાં અન્ય કશું અત્યંત હર્ષનું કારણ નથી. આમ ઉધાનપાલક પાસેથી પ્રભુના આગમનની વાત સાંભળીને શ્રેણિકરા સાક્ષાત ધર્મના અંકુરોથી હોય નહીં એમ હર્ષના રોમાંચથી. વ્યાપ્ત થઈ ગયો; તેથી એણે એ પ્રિયભાષી બાગવાનને વંશપરંપરાનું દારિદ્રય ફેડનારું એવું દાન આપ્યું. કેમકે રાજાઓ આપવા બેસે છે ત્યારે અનર્ગળ આપે છે. પછી એણે તલ્લણ ભગવાનને વંદન કરવા જવા માટે તૈયારી કરાવી. કેમકે તે વખતે એક ક્ષણનો પણ વિલંબ થાય એ ઈચ્છવા યોગ્ય નહોતું. સામગ્રી તૈયાર થઈ કે તરત જ અભયકુમાર આદિ સ્વજનોના પરિવાર સહિત શ્રેણિક રાજા, સ્વભાવથી અચળ છતાં, (સેચનક હસ્તિપરા આરૂઢ થઈને) ચાલ્યો. ચાલતાં ચાલતાં સમવસરણ એની દષ્ટિએ પડ્યું કે તëણ પોતે હસ્તિપરથી ઊતરી ગયો. અથવા તો એમાં આશ્ચર્ય શું ? એ જોઈને તો માણસ મદ થકી પણ ઊતરી જાય છે ! પછી પાંચ પ્રકારના અભિગમને ૧. ગામ, મદિના, ત્વયિમા, રિમા, શિવ, વશિત્વ, પ્રાપ્ય અને પ્રાપ્તિ -એ આઠ સિદ્ધિઓ-લોકોત્તર શક્તિઓ. ૨. અચળ (હાલચાલી ન શકે એવો) છતાં “ચાલ્યો'-એ વિરોધ. શમાવતાં “અચળ' એટલે “દઢમનનો' એમ લેવું. (વિરોધાભાસ અલંકાર). ૩. મદ-ગર્વ ત્યજી દે છે. ૪. દેવગુરુ સમક્ષ જતાં અમુક “વિધિઓનું અનુપાલન' કરવું કહ્યું છે એને “અભિગમને સાચવવા' કહે છે. આ પ્રમાણે; (૧) કુસુમ-ફળ આદિ સચિત્ત વસ્તુઓ આપણી પાસે હોય તો તે ત્યજી દેવી; (૨) દ્રવ્ય-આભરણાદિ અચિત વસ્તુઓ પાસે રહેવા દેવી; (૩) મનને એકાગ્રપણું કરવું; (૪) ખેસ-દુપટ્ટો આપણી પાસે હોય એનો ૧૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ સાચવીને એણે, પાંચમી ગતિ પ્રાપ્ત કરવા માટે પાંચ-બાણવાળાનો પરાજય કરનાર-એવા જિનેશ્વરને વંદન કરવા અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને, (પ્રભુને) ત્રણ પ્રદક્ષિણા દેવા માટે સપરિવાર એણે પ્રભુની દક્ષિણે આવર્તમાં જેમ જેમ ભમવા માંડ્યું તેમ તેમ મોહરાજાના મસ્તક પર વ્યથાના આવર્તા ઉઠવા લાગ્યા એવી અમારી માન્યતા છે. પછી શ્રેણિક રાજાએ, ત્રણવાર ભૂમિપર્યત મસ્તક નમાવી પ્રભુને વંદન કરીને, ભકિતપૂર્ણ વાણી વડે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી;- આપ ભગવાન તો અનંત ગુણથી ભરેલા છો, અને હું, એક નિર્બળ દષ્ટિવાળો માણસ જેમ બહુ અલ્પ નક્ષત્રો જોઈ શકે છે એમ, આપના બહુ અલ્પ ગુણોને જાણું છું; તો પણ તારું ચિત્ત આપની ભક્તિને વિષે લીન હોવાથી, આ મારી ચલાચલ જીન્હા આપના ગુણો વર્ણવવાને તૈયાર થઈ રહી છે. “હે નાથ ! સર્વકાળ પવિત્ર એવા તમે પ્રાણતકલ્પ દેવલોકના પુષ્પોત્તર વિમાનથી, જે માસની ઉજ્વળ ષષ્ઠીને દિવસે, રાજહંસની જેમ, દેવાનંદાના ઉદરરૂપી અંભોજને વિષે અવતર્યા, તે આષાઢ માસ પવિત્ર કહેવાય છે તે યોગ્ય જ છે. વળી દેવાનંદાના ઉદર થકી આશ્વિનમાસની શુકલ ત્રયોદશીને દિવસે, લોકોના ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી રીતે, ત્રિશલામાતાની કુક્ષિને વિષે આવી, તમે એના સર્વ મનોરથો સિદ્ધ એકલાટી-એકપડો ઉત્તરાસંગ કરવો; (૫) પ્રભુને દૂરથી જોતાં જ મસ્તક પર અંજલિ જોડવી. વળી વંદના કરવા આવનાર શ્રાવક જો પોતે રાજા કે એવો મહાન અધિકારી હોય તો તે પોતાનાં રાજ્યચિન્હ બહાર મૂકીને અંદર પ્રવેશ કરે-એ પણ “અભિગમને સાચવવા' કહ્યાં છે. એટલે એ પોતાનાં ખડ્ઝ, છત્ર, ઉપાનહ (મોજડી), ચામર અને મુકુટ-એ પાંચવાનાં બહાર મૂકીને જ પ્રવેશ કરે. ૧. મોક્ષ (પહેલી ચાર ગતિ દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકીની છે.) ૨. અર્થાત્ પાંચ બાણવાળા કામદેવનો. ૩. આવર્તક(૧) ગોળ ફરવું; (૨) પવન આદિથી જળને વિષે ભમરીઓ. ઉત્પન્ન થાય છે તે. આવર્ત ભ્રમણ-ફરતાં ફેરા દેવા. વ્યથાના આવર્ત-વ્યથાની ભમરીઓ. અર્થાત્ પ્રભુનું અભૂત, લોકોત્તર સમવસરણ અને રિદ્ધિ-સિદ્ધિ જોઈને શ્રેણિક રાજાના મોહનો નાશ થઈ ગયો. ૪. હાલ્યા કરતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ કર્યા ત્યારથી જ આ સર્વસિદ્ધ ત્રયોદશીની ઉત્પત્તિ થઈ છે ! એમ અમને લાગે છે. વળી તમારો જન્મ થયો કે તરત જ દેવતાઓ તમારો જન્માભિષેક કરવાને તમને મેરૂ પર્વત પર લઈ ગયા તે વખતે ઈન્દ્રની શંકા દૂર કરવાને માટે, જે માસની ઉજ્વળ ત્રયોદશીને દિને, તમે લીલામાત્રમાં જ, એ મેરૂપર્વતને કંપાવીને, જે ચિત્ર કરી બતાવ્યું તેના જ યોગથી એ માસ ચૈત્ર માસ કહેવાય છે એમ લાગે છે. હે જિનદેવ ! કોઈ માણસ પોતે એકાકી છતાં એક દુર્ગ ગ્રહણ કરે તેમ, તમે પણ, એકલા જ, જે માસની ઉજ્વળ દશમીને દિવસે, નિર્વાણ માર્ગના શીર્ષ જેવું ચારિત્ર ગ્રહણ કર્યું, તે માસનું માર્ગશીર્ષ નામ યોગ્ય રીતે જ પડેલું છે. હે પ્રભુ ! ઉત્તમ શુકલધ્યાન રૂપી વૈશાખ વડે, ઘાતિકર્મ રૂપ મહાસાગરને વલોવીને, જે માસની ઉજ્વળ દશમીને દિને તમે, જન્મ-જરા-અને મૃત્યુને નિવારનારું કેવળ-જ્ઞાનરૂપી અમૃત ગ્રહણ કર્યું તે માસનું વૈશાખ-એવું નામ યોગ્ય રીતે પડેલું છે. હે પ્રભુ તમારા પાંચે કલ્યાણકો વળી ઉત્તરાફાગુની જેવા ઉત્તમ નક્ષત્રોને વિષે જ થયા છે. કહેવત છે કે જેનું લેણું હોય એ લે.” હે પ્રભુ ! તમારું નિર્વાણ કલ્યાણક કઈ પવિત્ર તિથિએ થશે એ મારા. જેવો, પ્રત્યક્ષ હોય એટલું જ જાણનારો, જાણી શકે નહીં. હે પ્રભુ ! આ પ્રમાણે મેં તમારા છ કલ્યાણકો ગણાવીને તમારા યત્કિંચિત ગુણગાન કર્યા છે તો હવે મારા પર છ ભાવશઓ પર હું સદ્ય વિજય મેળવું એમાં કરો.” | જિનદેવની આ પ્રમાણે (ઊભા ઊભા) સ્તુતિ કરી, શ્રેણિકરાજા પ્રભુનું વ્યાખ્યાન શ્રવણ કરવા પરિવાર સહિત પોતાને સ્થાનકે બેઠા. એવામાં, એ દિવસને પુણ્યરૂપ માનતો પુણ્યાત્મા કૃતપુણ્ય પણ પોતાનાં ૧. વિચિત્ર-આશ્ચર્ય. ૨. રવાયો. ૩. આત્માના ગુણોનો ઘાત કરનાર કર્મ. ૪. કલ્યાણકારી પ્રસંગો. ૫. સર્વ તીર્થકરોના કલ્યાણકારો પાંચ હોય; ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ. મહાવીર ત્રિશલામાતાની કૃષિએ આવ્યા પહેલાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ આવ્યા-એ આશ્ચર્યને એક કલ્યાણક ગણીને અહીં છ કહ્યાં. ૬. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર-એ છે. ભાવશત્રુ એટલે અભ્યન્તર શત્રુ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૧૯૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીપુત્રાદિ પરિવાર સહિત સમવસરણને વિષે આવી પ્રભુને વંદન કરીને બેઠો; અથવા તો કૃતપુણ્ય જનોને જ જિનેશ્વર સદેશ તીર્થનો લાભ મળે છે. પ્રભુએ પણ એટલામાં પોતાની પાંત્રીશ ગુણયુક્ત વાણી વડે, પથ્થઅને કલ્યાણકર ધર્મદેશનાનો આરંભ ક્યો. પ્રાણી અનંતકાળ સુધી અવ્યવહારિક રાશિમાં સ્થિત રહીને પછી કોઈ વખતે વ્યવહારિક રાશિને વિષે આવે છે. ત્યાં પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પર્યન્ત અનંતકાયને વિષે રહે છે. ત્યાંથી વળી ચ્યવીને પુનઃ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુને વિષે પૃથક પૃથક રહે છે. ત્યાંથી ઉદ્ધાર પામીને, બેઈન્દ્રિયાદિ બસને વિષે બે. હજારથી અધિક સાગરોપમ સુધી રહે છે; અને વ્યવહારિક રાશિને મૂકીને અન્યત્ર પુનઃ પુનઃ ઘાંચીની ઘાણીના બળદની જેમ જા આવ કરે છે. આમ નીચ યોનિઓને વિષે ભ્રમણ કરતાં કરતાં જીવ દશ દષ્ટાંતે દુર્લભએવો મનુષ્યભવ કદાચ પ્રાપ્ત કરે છે. એમાં પણ, આર્યદેશ-ઉત્તમજાતિઉચ્ચકુળ-સાધુપુરુષોનો સમાગમ-જિનધર્મશ્રવણ-ધર્મશ્રદ્ધા-આરોગ્ય-સમસ્ત ઈન્દ્રિયોનું સૌષ્ઠવ અને પ્રવજ્યા-ઈત્યાદિ સર્વ વાનાં ઉત્તરોત્તર દુપ્રાપ્ય છે. માટે જેમને આવી સામગ્રી મળી હોય એમણે પ્રમાદ કરવો નહીં; પણ કર્મનો નાશ કરનારા અને સુખને આપનારા એવા ધર્મને વિષે સતતા ઉઘુક્ત રહેવું. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. વ્યાધિનું મહા ઔષધ છે, કર્મરૂપી સર્પનો. મહામંત્ર છે, અને દુઃખોનો દાવાનળ છે. વળી, ધર્મ સમસ્ત કલ્યાણરૂપી લતાને પોષનારો મેઘ છે; સંસારસાગર તરી જવાનું પ્રવહણ છે. ધર્મ માતા છે, પિતા છે, સુવત્સલ બંધુ છે, અને દુઃખમાંથી ઉદ્ધાર કરનાર નિષ્પયોજન મિત્ર છે. રૂપ-ઉત્તમકુળ-ઉચ્ચ જાતિ-અક્ષત ઈન્દ્રિયો અને નીરોગી કાયાએ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આજ્ઞાયુક્ત રાજ્ય, વાસુદેવની સંપત્તિ અને એકચ્છત્ર ચક્રવર્તીપણું પણ ધર્મને લીધે જ મળે છે. રમ્ય પદવી, ઈન્દ્રનો અધિકાર, નવચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનને વિષે વાસએ સર્વ પણ ધર્મથી જ સુપ્રાપ્ય છે. ગણધરની પદવી પણ ધર્મથી જ, તીર્થકરપદ સુદ્ધાં ધર્મને લીધે જ, અને અનંતસુખનું એક જ ધામ-એવી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધદશા પણ ધર્મને આદરવાથી જ પ્રાપ્ત થાય છે. સત્યમેવ સમ્યકપ્રકારે સેવન કરાય તો ધર્મરૂપી કલ્પવૃક્ષ કેમ ફળ્યા વિના રહે ?” આ જે ધર્મ કહ્યો, તે જાણે ચૌગતિ સંસારરૂપી શત્રુનું નિવારણ કરવા માટે જ હોય નહીં એમ, ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણેદાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મ. એમાં જે દાનધર્મ છે એના પણ ચાર પ્રકાર છે. જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપષ્ટભદાન અને ચોથો દયાદાન. પ્રતિબોધને અર્થે સિદ્ધાન્તની વાચના આપવી અને પાટી–પુસ્તક આદિ આપવું એ જ્ઞાનદાન કહેવાય છે. જ્યારે મનુષ્યનું ચિત્ત જ્ઞાને કરીને ઉદ્દીપિત થાય છે ત્યારે તે સાંસારિક બંધનોથી વિમુક્ત થઈ, કર્મક્ષય કરી, કૈવલ્ય પામી સિદ્ધદશાએ પહોચે છે. માટે ચક્ષુસદશ સિદ્ધાન્તના જ્ઞાનનું દાન સમસ્ત કલ્યાણનું કારણ છે. સર્વ જીવનું રક્ષણ કરવું એનું નામ અભયદાન. એના “કૃત, કારિત અને અનુમત' એવી રીતે તથા “મન, વાણી અને કાયાના યોગ વડે' એવી રીતે પણ ત્રણ ત્રણ પ્રકાર છે.” “જીવના બે ભેદ છે; સ્થાવર અને બસ. એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ-એ સ્થાવર સમજવા. વનસ્પતિના બે પ્રકાર છે; પ્રત્યેક અને સાધારણ. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ-એ ચારના, સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. પ્રત્યેક-સૂક્ષ્મ નથી. સુગંધના દાબડાની જેમ આ લોક સૂક્ષ્મોથી ભરેલો છે. રંગ, માટી, ખડી, ધાતુઓ, વિદ્રમ, માટીના ઢેફાં, લવણ, રેતી, તામ્ર વગેરે ખનિજ-આ સર્વ પૃથ્વીકાયનાં ઉદાહરણ છે. વિદ્યુત, ઉલ્કા, ફોતરાં તથા કાષ્ટનો અગ્નિ-આ અગ્નિકાયના ઉદાહરણ છે અને જળના તરંગો તથા વીંજણાથી ઉત્પન્ન થાય તે-અને વંટોળીઓ-આ વાયુકાયના ઉદાહરણ છે. લતા, પુષ્પ, પત્ર, વૃક્ષ, તૃણ અને અંકુરો-આ બધા વનસ્પતિના ઉદાહરણો છે. પૃથ્વી આદિ આ સર્વે એકેન્દ્રિય છે. છીપ, શંખ, કોડી, જળો, કરમીયાં, પૂરા આદિ બેઈન્દ્રિય છે. કીડી, જ, લીખ, મંકોડા, માંકડ, ઉદ્ધઈ વગેરે ત્રી-ઈન્દ્રિય છે. તીડ, માખી, ડાંસ, ભમરા, કાનડીઆ, વીછી અને મચ્છર ચૌરિન્દ્રિય છે. હવે જે પંચેન્દ્રિય જીવ છે એના બે ભેદ છે; સંજ્ઞાવાળા અને સંજ્ઞા વિનાના. દેવો, ગર્ભ જ જીવો અને નારકીના જીવો-એ સંજ્ઞી અને સંમૂચ્છિમ અસંજ્ઞી છે. એના પણ વળી બે ભેદ છે; પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૧૯૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #206 -------------------------------------------------------------------------- ________________ છ પર્યાપ્તિ કહેવાય છે; આહાર, શરીર, વચન, મન, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ. જેઓ પોતપોતાની પર્યાપ્તિ પૂરી કરે એ પર્યાપ્ત; અને પૂરી ન કરે એ અપર્યાપ્ત. નારકીના જીવ, તિર્યંચ, મનુષ્ય અને દેવતા-એમનો પંચેન્દ્રિયમાં સમાવેશ થાય છે. રત્નપ્રભા આદિ સાત નારકીને વિષે રહેનારા એ નરકના જીવો. જળચર, સ્થળચર, અને ખેચર-એમ ત્રણ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ છે. એમના વળી બે ભેદ છે; ગર્ભજ અને સંમૂર્ણિમ, ઉચ્ચાર, વીર્ય, શ્લેષ્મ અને બહાર પડેલા થુંક-મૂત્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે એ સંમૂર્ણિમ-એમનું અંતઃ મુહુર્તનું આયુષ્ય છે. દેવતાના ચાર પ્રકાર છે; વ્યંતર, અસુર, જ્યોતિષિક અને વૈમાનિક. આ ચારે, સ્ત્રી અને પુરુષ-એમ બે જાતિના છે. ગર્ભજ જીવોના સ્ત્રી, પુરુષ અને નપુંસક-એમાં ત્રણ ભેદ છે. એ સિવાયના અન્ય સર્વ જીવો નપુંસક જાતિના છે.” આ પ્રમાણે જીવનિકાયનું સ્વરૂપ છે. એ જીવોને જે બુદ્ધિમાનજનો અભયદાન દે છે. એમણે એમને રાજ્ય આપ્યું સમજવું, સામ્રાજ્ય આપ્યું સમજવું, અરે ઈન્દ્રનું ઐશ્વર્ય આપ્યું સમજવું; અથવા તો એથી પણ આગળ વધીને કહીએ તો ત્રણે જગતના સર્વમાત્ર સુખ આપ્યાં એમ કહેવાય. કારણકે દેવાધિપતિ ઈન્દ્રથી આરંભીને અશુચિમાં ઉત્પન્ન થતા કૃમિ પર્યન્તના સર્વ જીવો જીવવાની જ ઈચ્છાવાળા છે. માટે યશ અને ધર્મના આધહેતુરૂપ-એવાં સર્વદાનોને વિષે અભયદાન જેવું ઉત્તમ એક પણ નથી. (શ્રી વીર ભગવાન કહે છે) હે જીવો, આ વિષયમાં હું એક દષ્ટાંત આપું છું તે સાંભળો; કારણકે એથી તમારામાં પણ અભયદાન દેવાની બુદ્ધિ ઉત્પન્ન થશે.” “વસંતમાસ જેવા કૌતુકમય વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામે પ્રસિદ્ધ રાજા હતો. એને, જાણે સ્વર્ગથકી દેવીઓ ઉતરી આવી હોય નહીં એવી, પરમપ્રિય ચાર રાણીઓ હતી. આ નગરમાં એકલો અનીતિનો ભરેલો કોઈ એક ચોર રહેતો હતો. એને એક દિવસ ખાતર પાડતાં સૈનિકોએ પકડયો એટલે રાજાના હુકમથી, એને તક્ષણ મૂર્તિમાન પાપ હોય નહીં એવા પુચ્છ કાન વિનાના રાસભ પર બેસાડવામાં આવ્યો. પછી એને સરાવની માળા પહેરાવવામાં આવી, તે જાણે “તે મારું બહુ દિવસ લાલનપાલન કર્યું છે, હવે તારા વિના મારા જેવી અનાથની કોણ ભાળ લેશે.” એમ કહી ચોરી પોતે પ્રેમને લીધે બંને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ બાહુ એના કંઠમાં નાખીને એને વળગી પડી હોય નહીં ! વળી એને શરીરે ધાતુ અને મસીનું ચૂર્ણ ચોપડવામાં આવ્યું; અથવા તો વધને અર્થે લઈ જતા હોય એવાને આ વિડંબના કોણમાત્ર (શી ગણત્રીમાં) ? તે પછી એના મસ્તક પર કરેણના પુષ્પો મૂકવામાં આવ્યા-તે જાણે ભયને લીધે એના શરીરમાંથી ઊડી જતા શોણિતના બિંદુઓ હોય નહીં ! વળી “મને જીવતો રાખ, ગમે તેમ કરીને મને એકવાર છોડી દે.” “એમ કહી કૃપા યાચતો હોય નહીં એમ એણે સ્કંધ પર શૂળી ઉપાડી હતી. વળી એના મસ્તક પર એક જીર્ણ સૂપડું મૂકવામાં આવ્યું હતું તે જાણે-આ ચોર પોતાનાં એવાં કાર્યથી શરમાય છે, માટે કોઈ મિત્રની સામુ એ જોઈ શકશે નહીં, એટલા માટે-આડું પત્ર ધર્યું હોય નહીં ! કલકલાટ કરતા બાળકો વળી એની પાછળ લાગ્યા હતા. કહેવત છે કે એકના પ્રાણ જાય છે ને બીજાને કૌતુક થાય છે ! “અરે લોકો, આમાં રાજાનો કંઈ પણ દોષ નથી-એ ચોરે ચોરી કરી છે એનું જ આ પરિણામ છે.”-એવી ઉદ્ઘોષણા પૂર્વક એની આગળ વિરસપણે ડિંડિમ વગાડવામાં આવતું હતું-તે જાણે યમરાજા એને પોતાની પાસે તેડાવવા માટે સાદ કરતો હોય નહીં ! “આ સ્થિતિમાં એ ચોરને નગરમાં સર્વત્ર ફેરવતા હતા એવામાં ઉત્કૃષ્ટ સંજીવિની હોય નહીં એવી, ઝરૂખામાં રહેલી રાજાની રાણીની દૃષ્ટિ એના પર પડી. એટલે કરૂણા ઉત્પન્ન થવાથી એ કહેવા લાગીઅહો ! આ બિચારાને શા માટે વધ્યસ્થાને લઈ જતા હશે ? કારણકે માતા પોતાના પુત્રને એક રાજપુત્ર જેવો ગણે છે. માટે આજે તો હું રાજાને કહીને એને છોડાવીને એક પુત્રની જેટલો એનો સત્કાર કરું. સ્વાભાવિક મંદગતિવાળી છતાં આ વખતે સત્વર રાજા પાસે જઈને એ ચોરને એણે મુક્ત કરાવ્યો; કારણકે એવા કામમાં વિલંબ કરવા જેવું હોય નહીં. રાણીની આજ્ઞાથી દાસીઓએ એને સ્નાન કરાવી ભોજન જમાડ્યું. પછી સર્વાંગે સુગંધી દ્રવ્યોનું વિલેપન કરાવ્યું-પુષ્પની માળાઓ પહેરાવી અને ઉત્તમ વસ્ત્રો પરિધાન કરાવ્યાં. એટલું જ નહીં પણ વારંવાર ઉત્તમ તાંબૂલ ૧૯૮ ૧. મરેલાંઓને જીવતાં કરનારી કહેવાતી એક જાતની ઔષધી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #208 -------------------------------------------------------------------------- ________________ આપીને એનો બહુ સારો સત્કાર કર્યો. વળી રાત્રિને સમયે એની ખીજમતમાં એક સુંદર વારાંગના પણ આપી. આમ, એણે કદિ પણ પૂર્વે નહીં અનુભવેલાં સુખોનો ઉપભોગ કરાવ્યો. બીજે દિવસે બીજી રાણીએ રાજાએ અભ્યર્થના કરી એને પોતાને ત્યાં રાખ્યો. કહ્યું છે કે વારા પછી વારો આવે છે. આ બીજી રાણીએ ચોરનું પહેલીવાથી વિશેષ ગૌરવ કર્યું. કારણ કે પ્રાયઃ લોકોને સ્પર્ધા હોય તો જ વિશેષ ઉત્સાહ થાય છે. એમ ત્રીજે દિવસે ત્રીજી રાણીએ પણ પોતાને ત્યાં રાખી એનો પહેલી બે કરતાં વિશેષ વિશેષ સત્કાર કર્યો. ચોથે દિવસે ચોથી રાણીનો અભ્યર્થનાનો વારો હતો પરંતુ એણે તો. કાંઈ માગણી કરી નહીં,” કેમકે મોટા લોકો જેવા તેવામાં વચન નાખતા નથી. એ પરથી રાજા જાતે એને ત્યાં આવી આદરપૂર્વક કહેવા લાગ્યોદેવિ ! તારી બીજી બહેનોની જેમ તું કેમ કંઈ માગતી નથી ? એ સાંભળી એ બોલી-માગ્યું ન મળે એવું માનવામાં શો લાભ ? એમાં તો ઊલટી માગનારની લઘુતા થાય છે. રાજાએ કહ્યું- હે પ્રિયે ! તું આમ કેમ કહે છે ? આ રાજ્ય, આ દેશ અને હું પોતે પણ-સર્વ તારું જ છે. માટે ગમે એવી ગરિષ્ટ વસ્તુ તારે માગવી હોય એ મારી પાસે માગ. હે રાણી ! પોતાનો પ્રિયજન સામો આવીને પ્રાર્થના કરતો હોય તો પછી શા માટે ના માગણી કરવી ? એ સાંભળી રાણીએ સ્પષ્ટ કહ્યું- હે સ્વામિનાથ ! તમે કહો છો તો હવે દઢ રહેજો-બોલ્યું પાળજો. ઘણીવાર લોકો પૂર્વે દઢતાથી કહેલી હોય એવી બાબતમાં પણ, પાછળથી ઢીલા પડી જાય છે. એ સાંભળી રાજાએ કહ્યું- હે રાણી ! બીજાની પાસે મેં પ્રતિજ્ઞા કરી હોય એ અન્યથા નથી થતી, તો પછી તારી સમક્ષ કરેલી પ્રતિજ્ઞાની તો વાત જ શી ? આમ રાજાએ પ્રતિજ્ઞા કરવાથી રાણીએ કહ્યું-જો એમ હોય તો આ ચોરને તમે અભયદાન આપો. તમારી બીજી રાણીઓની જેમ મને બાહ્ય ખોટો ડોળ કરવો આવડતો નથી. એ સાંભળી રાજાએ તત્ક્ષણ તસ્કરને છોડી મૂક્યો; કારણકે સજ્જનોનું વચન પ્રલયકાળે પણ મિથ્યા થતું નથી. જેમ હસ્તિને વારી", મૃગવર્ગને પાશ અને મત્સ્યને જળ બંધનરૂપ છે તેમ ૧. જુઓ નોટ ૧. પૃષ્ઠ ૧૭૪. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ સજ્જનોને વચન બંધનરૂપ છે. પછી ત્રણ રાણીઓ તો ચોથીને હસવા લાગી કે-અલિ ! તેં શું આપ્યું ? ન મળ્યો રૂપીઓ કે ન મળ્યો એક પૈસો ! ઈચ્છાપૂર્વક મૂખ પાસે શબ્દ કટાવ્યા કે તલ્લણ વચન મળી ગયું. પોતાને ન કાંઈ આપવું પડ્યું કે ન કાંઈ છોડી દેવું પડ્યું ! પોતે પોતાના મનથી કહે છે કે મેં ભાર ઉપાડ્યો છે–એમ. એ સાંભળી પહેલી કહેવા લાગી–તમે સર્વે ભેળી થઈને વગર વિચાર્યું કેમ મારો ઉપહાસ કરો છો ? તમે ત્રણ છો અને હું એકલી છું. તમને જીતી શકીશ નહીં; કેમકે એક જ જણની સત્ય વાત ઝાઝાની અસત્ય વાતથી મારી જાય છે. પરંતુ હે બહેનો ! આ તસ્કરને જ પૂછો; એનાથી જ શીધ્ર નિર્ણય થશે; શા માટે આપણે ખાલી વિવાદ કરવો ? સર્વ માણસો પોતે જ કર્યું હોય એ જ સરસ માને છે. માટે આપણે એ પારકા પાસે કહેવરાવીએ. એ પરથી ત્રણે રાણીઓએ તસ્કરને બોલાવીને પૂછ્યું કે-હે ભદ્ર! અમે તને બહુ આપ્યું કે આ અમારી બહેને ? તસ્કરે ઊંડો વિચાર કરીને ઉત્તર આપ્યો “હે માતાઓ ! મને તમે સર્વેએ બહુ આપ્યું છે; પણ આ એકે સવિશેષ આપ્યું છે. કારણકે જેના પ્રાણ મૃત્યુના મુખમાં છે એવાને સુવર્ણનો પર્વત અથવા તો સમસ્ત રાજ્ય ભલે આપો; પરંતુ એ ધણીને તો. પોતે મૃત્યુથી ઉગરે અને પ્રાણ બચે એટલું જ જોઈએ છીએ. મારે માથે તો મૃત્યુનો ભય ઝઝુમી રહ્યો હતો એટલે ત્રણ દિવસ મને તો તમારું સ્વાદિષ્ટ ભોજન પણ વિષ જેવું લાગ્યું હતું, તમે પૂરાં પાડેલા રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો મને તો લેશ પણ નિવૃત્તિનાં કારણ થયાં નહોતા. હું તો આ મારી એક માતાના પ્રસાદથી દુ:ખનો સાગર ઉલ્લંઘી ગયો છું; માટે સત્યમેવ હું જાણે આજે જ જભ્યો છું ! વળી આજે જ હું, સકલ જીવલોક જીવતું છે એમ ગણું છું; કારણકે આપણું મરણ થયા પછી જગત નિશ્ચય ડૂબી જાય છે. મને તો આજ જીવિતદાન મળ્યું એથી જાણે પૃથ્વીનું એકછત્ર રાજ્ય અને સકળ સંપત્તિ પ્રાપ્ત થઈ છે !” (‘અભયદાન' ઉપર તસ્કરનું આ દષ્ટાંત આપીને વીરપ્રભુ આગળ ચલાવે છે કે, “આ પ્રમાણે, હે પ્રાણીઓ ! પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય સર્વને ઈષ્ટ અને સર્વનું હિત કરનારું એવું જે અભયદાન-એને માટે રાત્રિ ૨૦૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #210 -------------------------------------------------------------------------- ________________ દિવસ પ્રયત્નશીલ રહેવું. અભયદાન આપવાથી મનુષ્ય દીર્ધાયુ, નીરોગી, જનવલ્લભ, કાન્તિમાન, શક્તિમાન, રૂપવાન અને સર્વાગસંપન્ન થાય છે.” ચાર પ્રકારનાં દાન ગણાવ્યાં-એમાં ત્રીજો પ્રકાર ધર્મોપષ્ટભદાન છે. એના પાંચ ભેદ છે; દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેવશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ. એ દાનનો આપનાર ખેદરહિત, મદરહિત અને અપેક્ષારહિત હોય, તથા જ્ઞાનયુક્ત, વિનયયુક્ત અને શ્રદ્ધાયુક્ત હોય તો એ દાન દાયકશુદ્ધ કહેવાય છે. વળી એ દાનનો લેનારો-ગ્રાહક પાપવ્યાપારથી વિમુખ હોય, નગર કે ગામમાં આવાસ વગેરેને વિષે મમત્વ વગરનો હોય, ત્રણ પ્રકારના ગૌરવ વિનાનો હોય, સુગુપ્ત હોય, સમિત હોય, નિર્મદ હોય, જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત હોય, તપોનુષ્ઠાનને વિષે તત્પર હોય, અને સંયમના સત્તરે ભેદનું અખંડ પરિપાલન કરતો હોય-તો એ દાન ગ્રાહકશુદ્ધ કહેવાય છે. આહાર પાત્ર, અને વસ્ત્રાદિક પ્રાસુક, એષણીય અને ન્યાયોપાર્જિત હોય તો એ દાન દેયશુદ્ધ કહેવાય છે. પ્રસ્તાવે એટલે યોગ્યકાળે દાન આપવું એ કાળશુદ્ધ દાન છે; કારણકે અકાળે દાન દેવા જઈએ એનો ગ્રાહક ક્યાંથી મળે ? વળી “અહો ! આજ તો સકળગુણસંપન્ન પાત્ર મળ્યું ! મારું મન બહુ ઉલ્લાસ પામે છે ! મારું દ્રવ્ય સત્યમેવ ન્યાયોપાર્જિત છે ! મારું જીવિત ધન્ય છે ! મેં પૂરાં પુણ્ય કર્યા છે ! કે મારા જેવાનું દ્રવ્ય આવા સુપાત્રના ઉપયોગમાં આવે છે.” આવી આવી ભાવના સહિત સુપાત્રદાન દેવાય એનું નામ ભાવશુદ્ધ દાન છે. કાયા વિના ધર્મ થઈ શકતો નથી, અને અન્નાદિક વિના કાયા નભતી નથી; માટે વિચક્ષણ મનુષ્યોએ આ ધર્મોપષ્ટભદાના નિરંતર દેવું. એ દાન દેનારા પુણ્યાત્મા જીવો એથી તીર્થવૃદ્ધિ કરે છે; અને તીર્થ વૃદ્ધિને લીધે પ્રાણીઓ પ્રબુદ્ધ થાય છે. આમ બાબત છે ત્યારે ૧. ધર્મકાર્ય કરવાને માટે ઉપખંભ-આધાર-રૂપ વસ્તુઓનું દાન. ૨. રસગૌરવ, ઋદ્ધિગૌરવ, સાતાગૌરવ. (ગૌરવ=મોટાઈ). ૩. મન, વચના અને કાયાને ગુપ્તિ-અંકુશ-માં રાખનાર. ૪. સમિતિ-સમ્યક પ્રવૃત્તિ-વાળો. વિશેષ માટે જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ ૭ની ફૂટનોટ-૩. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ધર્મોખંભ-દાતાએ શા માટે એ ન ઉપાર્જન કરવું? “દાનનો ચોથો પ્રકાર દયાદાન છે. અંધ-પંગુ-વૃદ્ધ-દીન-વ્યાધિગ્રસ્તબંદિવાન અને અત્યંત દરિદ્ર જીવો ઉપર અનુકંપા કરવી કહી છે. એવાઓને, દયા લાવીને, પાત્રાપાત્રની અપેક્ષા રહિતદાન દેવું એનું નામ દયાદાન દેનારનો અભિપ્રાય શુદ્ધ હોવાને લીધે એ દાન પણ સારું છે. કારણકે ધર્મની સર્વ બાબતોમાં અભિપ્રાય કે મન જ પ્રમાણ છે.” - હવે ધર્મના બીજા પ્રકાર-શીલ-વિષે, સર્વ સાવધયોગથી વિરતિવિરામ પામવો એ શીલનું લક્ષણ છે. એ વિરતિ બે પ્રકારે છે; દેશવિરતિ અને સર્વવિરતિ. એમાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત વાળી (પહેલી) દેશવિરતિ. મન વચન અને કાયાએ કરીને જીવ વધ કરવો નહિ, કરાવવો નહિ તેમજ કરાવાની અનુમતિ આપવી નહીં-એ અહિંસાવ્રત. આ વ્રતમાં સાધુ એષણા સમિતિ વડે શુદ્ધ-એવો આહાર ગ્રહણ કરે. અનવદ્ય, હિતકારક, પ્રિય અને સત્ય વાણી ઉચ્ચારવી એ બીજું મૃષાવાદવિરતિ-વ્રત. ઉત્તમ સાધુ આ વ્રતમાં ભય-લોભ-ક્રોધ અને હાસ્યનાં પ્રત્યાખ્યાન વડે નિરંતર વિચાર કરીને ઉચ્ચાર કરે. પારકી વસ્તુ વગર દીધી લેવી નહીં એનું નામ અદત્તાદાનવિરતિ-વ્રત. આ વ્રતમાં મુનિએ વસતિ વગેરે માટે ચિંતવન કરીને પુનઃ પુનઃ અનુજ્ઞા માગવી, વળી એ અનુજ્ઞા મર્યાદિત છે કે નહીં એ જોવું, પોતાની અગાઉ આવી રહેલા સાધર્મિક (સાધુઓ) ની અનુજ્ઞા માગવી, અને જાપાન આદિ માટે ગુરુની અનુજ્ઞા માગવી. વૈક્રિય (દિવ્ય) કે ઔદારિક (ગર્ભજ) શરીરે પણ વિષયસેવન કરવું નહીં-આવું જે વ્રત-તે બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. બંને પ્રકારનું વિષયસેવન મન, વચન કે કાયાએ કરવું નહીં, કરાવવું નહીં, તેમ એની અનુમતિ પણ આપવી નહીં-આમ અઢાર પ્રકારનું આ. વ્રત છે. મુનિએ આ વ્રતમાં પંઢ-સ્ત્રી કે પશુવાળું ઘર પણ ત્યજવું, સ્ત્રીનું આસન ત્યજવું, સ્ત્રીપુરુષ, સૂતાં-બેસતા હોય એવા ઘરની દીવાલની ઓથે ૧. પચ્ચખાણ કરવાં-દૂર કરવું. ૨. રહેવા વિચરવાના સ્થાન આદિ માટે મુનિએ ઈન્દ્રની, ચક્રવર્તીની, રાજાની, ગૃહસ્થની અને ગુરુની અનુજ્ઞા માગવી એમ શાસ્ત્ર કહે છે. એવી અનુજ્ઞા “અવગ્રહ” કહેવાય છે. ૨૦૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #212 -------------------------------------------------------------------------- ________________ ન રહેવું, સ્ત્રીસંબંધી કથાનો ત્યાગ કરવો, સ્ત્રીની સાથે પૂર્વે બોલ્યા ચાલ્યા હોય એનું સ્મરણ ત્યજવું, સ્ત્રીઓ તરફ સરાગદષ્ટિએ જોવું નહીં, શરીર શોભા વર્જવી. અને સ્નિગ્ધ આહારનો તેમજ અતિ આહારનો ત્યાગ કરવો. એક પણ વસ્તુ પર મોહ ન રાખવો-સર્વ વસ્તુને વિષે મૂર્છાનો ત્યાગ કરવો-એ પરિગ્રહવિરતિ નામનું પાંચમું વ્રત છે. મુનિ આ વ્રતમાં શુભાશુભ રૂપ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દ પર ન ધરે રાગ કે ન ધરે દ્વેષ. સાધુના આ પાંચ વ્રત ઉપરાંત વળી રાત્રિ ભોજનના ત્યાગરૂપ છઠઠું વ્રત પણ છે. ભાવના યુક્ત આ શીલના પ્રભાવથી અનેક પ્રાણીઓએ નિશ્ચયથી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે. અતિક્રર ચિલાતી- પુત્ર જેવા પણ આ શીલના પ્રભાવથી પરમ અભ્યદયને પામ્યા છે. તમારે પણ ઉત્તમ પદવી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો સર્વ સંકલ્પ વિકલ્પ ત્યજીને આ દેદિપ્યમ્યાન શીલ ચારિત્રને વિષે તન્મય બનો. હવે ત્રીજો તપોધર્મ. પ્રાણીઓના કર્મને ધાતુની પેઠે તપાવે છે એનું નામ તપ. એના બે ભેદ છે; બાલતપ અને અત્યંતર તપ. એમાં બાહુતપના છ ભેદ છે; અનશન, ઉણોદર, રસત્યાગ, વૃત્તિનો સંક્ષેપ, કાયકલેશ. અને સંલીનતા. અત્યંતરતા પણ છ પ્રકારનો છે. પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન અને કાર્યોત્સર્ગ, દઢપ્રહારી જેવો બહુ પાપિષ્ઠ પ્રાણી પણ તપશ્ચર્યા વડે કર્મનો નાશ કરીને તેજ ભવે મોક્ષ પામે છે. માટે નિકાચિત કર્મોને ઉખેડી નાખવાની જેની શક્તિ છે એવા તપોધર્મને વિષે નિરંતર ઉઘુક્ત રહો.” (પ્રભુ હવે ચોથા ભાવનાધર્મ વિષે કહે છે.) બાર ભાવના કહેવાય છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, લોકસ્વરૂપ, નિર્જરા, બોધિદીર્લભ્ય અને ધર્મોપદેશક દૌર્લભ્ય.” પ્રભાતે છે તે મધ્યાન્હ નથી, મધ્યાન્હ છે તે રાત્રિએ નથી અને ૧. અંગોપાંગ સંકોચી રાખવાં. ૨. સત્કાર, ભક્તિ. ૩. ચોંટી ગયેલાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ રાત્રિએ છે તે પ્રભાતે નથી-આમ વસ્તુમાત્રમાં અનિત્યતા છે. આ સંપત્તિ પણ વિધુતની પેઠે ચંચળ છે. પ્રેમ પણ કમળપત્ર પર રહેલા જળબિંદુની જેમ નશ્વર છે. સર્વ ભોગવિલાસ નિશ્ચયે સંધ્યાના રંગ જેવા ક્ષણભંગુર છે. સર્વે વિષયો પણ ગિરિનદીના પૂર જેવા અસ્થિર છે. પુત્ર-મિત્ર-કલત્રા આદિનો યોગ જળતરંગ જેવો ચપળ છે. દેહસ્વરૂપ શરદકાળના મેઘ જેવું ક્ષણસ્થાયિ છે. યોવન અરણ્યના હસ્તિના કર્ણસમાન અસ્થિર છે અને આ જીવિત પણ સ્ત્રીઓના કટાક્ષક્ષેપ સમાન તરલ છે. માટે બુદ્ધિમાન મનુષ્ય બંધનના એક હેતુભૂત-એવા મમત્વની ઉપશાંતિ માટે ચિત્તને વિષે સર્વ વસ્તુની અસ્થિરતા ચિંતવવી. (અનિત્ય ભાવના).” “દેવો અને દાનવો પણ મૃત્યુને આધીન છે, ત્યારે પછી ભવાતંરમાં જતા આ જીવને કોનું શરણ છે ? પ્રાણીને એનાં કર્મ યમની હજૂરમાં લઈ જાય છે તે વખતે માતા-પિતા-ભગિની-સહોદર-સુત-બંધુ-પરિજન-મિત્ર કે કલત્ર કોઈ એનું રક્ષણ કરતું નથી. આયુષ્ય ક્ષીણ થવા આવે છે ત્યારે મંત્ર-તંત્ર-મણિ-ઔષધિ આદિ કંઈ કરી શકતા નથી. માનતા, ગ્રહપૂજન કે રક્ષાવિદ્યાનથી પણ રક્ષણ થતું નથી. આમ આ સકળ લોકમાં કોઈ રક્ષણ કરનારું નથી. ફક્ત જિનેશ્વરોએ પ્રરૂપેલ ધર્મ જ એક રક્ષક-શરણરૂપ છે (અશરણ ભાવના).” રાજાને રંકનો અવતાર આવે છે, દ્વિજનો નીચ જાતિમાં જન્મ થાય છે, સુખી હોય છે તે પુનઃ દુ:ખી જન્મે છે, ભાગ્યવાન દુર્ભાગી અવતરે છે, રૂપવાન રૂપ હીન જન્મે છે, સ્વામીને સેવક થવું પડે છે, ધનવાનને દરિદ્રીનો અવતાર આવે છે, સાધુપુરુષનો પુનર્જન્મ દુષ્ટ જાતિમાં થાય છે અને દેવતાને કૃમિનો અવતાર પણ લેવો પડે છે. આમ સંસારી જીવા પોતાના કર્મોને લીધે સંસારને વિષે ભ્રમણ કર્યા કરે છે. “કુવાદિની જેમ જ્યાં ત્યાં ભમ્યા કરતા એવા આ જીવને કઈ જાતિમાં નથી અવતરવું પડ્યું? કેશના અગ્રભાગ જેટલું આકાશ પણ એવું નથી, કે જ્યાં આ જીવનના જન્મ મરણ ન થયા હોય ! (સંસાર ભાવના).” ૧. નીચ માણસ. ૨૦૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી ભવાંતરથી એકલો જ આવે છે, અંધકારરૂપી દુઃખથી પૂર્ણ એવા ગર્ભમાં એકલો જ રહે છે, એકલો જ જન્મે છે, એકલો જ વિલય પામે છે, અને કર્માનુસારે અન્યભવમાં પણ એકલો જ જાય છે. વળી સ્વાર્થી મનુષ્યની પેઠે સુખ કે દુઃખ એકલો જ અનુભવે છે. એકલો જ અનેક પાપકાર્યો કરીને દ્રવ્યસંગ્રહ કરે છે જે એનાં સ્વજનો એકત્ર થઈને ભોગવે છે. પરંતુ અંધકારપૂર્ણ નરકમાં અનેકવિધ વેદનાઓ તો એ એકલો જ સહન કરે છે. (એકત્વભાવના).” “આ આત્મા બાંધવોથી, સહાયકોથી, વૈભવથી અને શરીરથી પણ અન્ય એટલે ભિન્ન છે; અને એનાં લક્ષણ એ સર્વથી વિલક્ષણ છે. જે બુદ્ધિમાન મનુષ્ય, ધન-પુત્ર-આદિનો વિનાશ થતાં, આત્માને શરીર વગેરેથી ભિન્ન માને છે તેને કદાપિ વિષાદ થતો નથી. (અન્યત્વ ભાવના).” “જે કાયા શુક્ર, મજ્જા, અસ્થિ, મેદ, માંસ અને રસ-ને ઉત્પન્ન કરનારી ધાતુઓનું સ્થળ છે તે કાયાની શુચિતા ક્યાંથી હોઈ શકે ? નવા નવ દ્વારથકી અત્યંત બીભત્સ મળને સૂવનારી કાયાને વિષે શુચિપણાનો સંકલ્પ કરવો એ મહામોહનો વિલાસ છે. અહો ! શાળા વગેરે ધાન્યોનો જે ગંધ અતિ પ્રસરીને દૂર રહેલા જનોને પણ અત્યંત મુગ્ધ કરી નાખે છે-તે જ ગંધ ઔદારિક શરીરના સંસર્ગથી વિનાશ પામીને લોકોની નાસિકાને બંધ કરાવે છે. વારંવાર સ્નાન કરાવતાં છતાં પણ કાયા તો મળને જ સંવનારી છે; અંગારા-કોયલા-ને ગમે એટલી વાર ધોયા કરતા છતાં પણ કાળાશ ત્યજતા નથી. (અશુચિભાવના).” “કર્મને થોકબંધ સવે તે આસવ. એના સત્તર ભેદ છે; પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-એ પાંચ; કર્ણ, ચક્ષ, ઘાણ, જીવ્યા તથા ત્વચા-એ પાંચ (ઈન્દ્રિયો); ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર (કષાયો); અને મનોદંડ, વચોદંડ તથા કાયાદંડ. આવા ધૂર્ત આસવોને ૧. (૧) અનિષ્ટ ચિંતવન કરીને, (૨) અનિષ્ટ વચન બોલીને, (૩) અનિષ્ટ કાર્ય કરીને આત્માને દંડવો-કલુષિત કરવો-એ અનુક્રમે મનદંડ, વચનદંડ, કાયદંડ કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ લીધે, અહો ! મોહવિહવળ પ્રાણીઓ પાપના પુંજ ઉપાર્જન કરે છે. (આશ્રવ ભાવના).” સર્વ આસવોના દ્વારનો વિરોધ કરવો-એનું નામ સંવર. એના પણ એટલા જ ભેદ છે; કારણકે જેટલા વ્યાધિ એટલા ઔષધ હોય. દયા, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ચારે કષાયોનો નિરોધ, પાંચે ઈન્દ્રિયોનો નિરોધ, અને ત્રણેય દંડનો નિરોધ-આમ સત્તર સંવર છે. અમોઘસર જેવા સંવરવડે બુદ્ધિમાન મનુષ્ય દુષ્કર્મ રૂપી શત્રુનો ઘાત કરીને જયપતાકા મેળવી શકે છે. (સંવરભાવના).” બે હાથ કટિ પર રાખી, ચરણ પ્રસારીને મનુષ્ય ઊભો રહેલો. હોય-એમ આ લોક રહેલ છે. એ અધોભાગમાં વેત્રાસનના આકારે, મધ્યે સ્થાળના આકાર અને ઉદ્ધર્વભાગમાં મુરજના આકારે છે; અને ચતુર્દશરજુપ્રમાણ છે. ઘનોદધિ-ઘનવાત-તનુવાત અને આકાશમાં રહેલી સાત રત્નપ્રભા પ્રમુખ અકેક રજુ પ્રમાણ નરક પૃથ્વીઓ છે-એમાં દુઃખપૂર્ણ અંધકારમય, પાપી લોકોના આવાસ હોય નહીં એવા નરકાવાસ છે. એ સાતેનાં અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશસાગરોપમ આયુષ્ય છે. નીચે અને ઉપર સહસ્ત્રયોજન મૂકી દઈને, શેષ પ્રથમ પૃથ્વીમાં ભવનપતિદેવતાઓના આવાસ છે. એ દેવો ભિન્ન ભિન્ન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર અને દિકકુમાર-એ નામોથી ઓળખાય છે. ઉપરના યોજનસહસ્ત્રના મધ્યથકી, ઉપર અને નીચે, એકસો યોજન મૂકીને, મધ્યમાં વ્યંતરદેવોના આવાસ છે. એમના પિશાચ, રાક્ષસ, યક્ષ, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, કિન્નર અને ભૂત-એવા આઠ ભેદ છે.” “એક રજુપ્રમાણ તિર્યલોક છે એમાં અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય તેટલા-અર્થાત્ અસંખ્ય-દ્વીપો અને સમુદ્રો છે. એ દ્વીપસમુદ્રોમાં પહેલો જંબુદ્વીપ લક્ષયોજનનો છે. બાકીના દ્વીપસમુદ્રો એનાથી ઉત્તરોત્તર બમણા બમણા છે. અઢી દ્વીપ અને એમની વચ્ચે આવેલા બે સમુદ્રો-એટલો ભાગ મનુષ્યક્ષેત્ર છે અને એજ મનુષ્યના જન્મમરણનું ૨૦૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્થાન છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર – એ પંદરક્ષેત્રો “કર્મભૂમિ' છે. હેમવંત આદિ ત્રીસ ક્ષેત્રો અકર્મભૂમિ છે. પાંચ મહાવિદેહમાં અકેક મેરૂપર્વત છે. એ મેરૂની બંને બાજુએ સોળ સોળ વિજયો છે. એ વિજ્યોના,-વક્ષસ્કાર પર્વત, અંતરનદી, સીતાનદી અને વૈતાદ્યપર્વતથી બબ્બે ભાગ પડેલા છે, તથા વળી ગંગા અને સિંધુ-એ બે નદીઓથી છ છ ભાગ પડેલા છે. શિખરિ, હિમાદ્રિ વગેરે પર્વતો છે; ભરત, ઐરાવત વગેરે ક્ષેત્રો છે; અને કાલોદધિ, પુષ્કર, સ્વયંભૂરમણ વગેરે સમુદ્રો છે. કાળોદધિમાં ઉદકરસ છે, એક બીજામાં લવણરસ છે, એકમાં વારૂણીરસ છે, અને એકમાં ધૃતરસ છે. શેષ સર્વમાં ઈક્ષરસ છે. એક્યમાં દધિરસ નથી. સ્વયં ભૂરમણમાં મસ્યો એક સહસ્ત્ર યોજનના છે; કાળોદધિમાં સાતસો યોજનના અને લવણસમુદ્રમાં પાંચસો યોજનના છે. ત્રણયે સમુદ્રોમાં વળી મલ્યો પુષ્કળ છે; પણ શેષ અસંખ્ય સમુદ્રોમાં બહુ અલ્પ છે.” સમ ભૂમિતળથી સાતસો ને નેવું યોજન ઊંચે જતાં તારામંડળ આવે છે; આઠસો યોજને સૂર્ય છે, અને આઠસો ને એંશી યોજને ચંદ્રમા. છે. આખું જ્યોતિશ્ચક એકસહસ્ર યોજનાની અંદર આવી જાય છે. જંબુદ્વીપમાં બે ચંદ્રમા છે; લવણોદધિમાં ચાર છે, ધાતકીખંડમાં બાર, કાલોદધિસમુદ્રમાં બેંતાળીશ અને પુષ્કરાર્ધદ્વીપમાં વ્હોંતેર છે. એ જ પ્રમાણે સૂર્યો છે. એટલે આ અઢી દ્વીપના બનેલા મનુષક્ષેત્રમાં સર્વ મળીને એકસો બત્રીશ ચંદ્રમા, અને એકસો બત્રીશ સૂર્ય છે. તે પછી, પ્રત્યેક દ્વીપે અને પ્રત્યેક સમુદ્ર ક્રમે ક્રમે વધતા વધતા અસંખ્યાત થાય છે. મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્રસૂર્યો ચળ છે; બીજા અચળ-સ્થિર છે. અકેક ચંદ્રમાના પરીવારમાં અક્યાશી ગ્રહો છે; અઠ્યાવીશ નક્ષત્રો છે; અને છાસઠ સહસ્ર નવસો ને પંચ્યોતેર કોટાકોટિ તારા છે. વ્યંતર દેવોનું આયુષ્ય એક પલ્યોપમ, જ્યોતિષિકોનું પલ્યોપમથી અધિક, અને ભવનપતિનું એક સાગરોપમથી અધિક છે.” ૧. જ્યાં શસ્ત્ર, જ્ઞાન અને કૃષિવડે લોકોનો નિર્વાહ ચાલે છે એવા દેશો કર્મભૂમિ' કહેવાય છે. “કર્મભૂમિ' નહીં-એ અકર્મભૂમિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ “ઉર્ધ્વ લોકને વિષે સૌધર્મ વગેરે બાર દેવલોક છે, નવ રૈવેયક છે, અને પાંચ અનુત્તર વિમાન છે. બાર દેવલોકમાનાં પહેલા આઠમાં એકેક ઈન્દ્ર છે; પછીના બળે દેવલોકમાં એક ઈન્દ્ર છે. નવ ચૈવેયક વગેરેમાં અહમિંદ્રો છે. એઓ રાગદ્વેષરહિત સાધુઓની જેમ નિરાકુળપણે રહે છે. વળી બાર દેવલોકમાંના પહેલામાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીશ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠમાં પચાસ હજાર, સાતમમાં ચાલીશ હજાર, આઠમામાં છ હજાર, નવમા અને દશમામાં ચારસો, અને, અગ્યારમા અને બારમામાં ત્રણસો વિમાનો છે. નવરૈવેયકોમાંના નીચલા ત્રણમાં એકસો અગ્યાર, વચલા ત્રણમાં એકસો સાત ને ઉપલા ત્રણમાં એકસો-એમ નવેમાં કુલ ત્રણસો. અઢાર વિમાનો છે. વળી અનુત્તર વિમાન પાંચ છે. એમ સર્વે મળીને ચોરાશીલાખ સત્તાણું હજાર ને વેવીશ વિમાનો છે. બાર દેવલોકમાંના પહેલે દેવલોકે બે સાગરોપમ, બીજે બે સાગરોપમથી કંઈક અધિક, ત્રીજે સાત સાગરોપમ, ચોથે સાત સાગરોપમથી અધિક, પાંચમે દશ-, છઠું ચૌદ-, સાતમે સતર-, આઠમે અઢાર-, નવમે ઓગણીશ-, દશમે વીશ-, અગ્યારમે એકવીશ-, અને બારમે બાવીશ સાગરોપમ, સ્થિતિઆયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનો પૂરા તેત્રીશ સાગરોપમ સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજને સિદ્ધિ છે–સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધના જીવ અનંતકાળ શાશ્વત સુખમાં રહે છે.” આ લોક નથી કોઈએ નિર્માણ કર્યો કે નથી; કોઈએ અદ્ધર ધરી રાખ્યો. એ તો સ્વયંસિદ્ધ છે અને કેવળ આકાશમાં રહેલ છે. વળી એ ધર્મ, અધર્મ, આકાશ-, જીવ-, અને પુદગલ-અસ્તિકાયોથી અને કાળથી ભરેલો છે. અલોક કેવળ આકાશમય છે.” “આ પ્રમાણે લોકસ્વરૂપ છે, તેની હે ભવ્યજનો, તમે વિશેષપ્રકારે ભાવના ભાવો, જેથી સુખે કરીને ચિત્તની એકાગ્રતા થશે. (લોકસ્વરૂપ ભાવના).” જેવી રીતે વસ્ત્રને લાગેલા રજકણો ખંખેરી નાખીએ છીએ, તેવી રીતે આત્માને લાગેલા કર્મ ખંખેરી નાખવા એનું નામ નિર્જરા છે. એના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૦૮ Page #218 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ છે; સકામ અને અકામ. જ્ઞાનહીન પ્રાણીઓ, રોગ-શીત આદિ દુઃખોનો અનુભવ થતાં કરે છે એ અકામ નિર્જરા; અને જ્ઞાનદર્શનાદિથી યુક્ત એવા પ્રાણીઓ સ્વયંભૂ વેદના સહેતાં કરે છે એ સકામ નિર્જરા અથવા, નિર્જરાનો હેતુ તપ છે. તે તપના ભેદ પ્રમાણે નિર્જરાના બાર ભેદ પણ થાય. (નિર્જરા ભાવના). એકેન્દ્રિયાદિ તિર્યંચને વિષે ભ્રમણ કર્યા કરતા પ્રાણીઓને જિનધર્મપ્રાપ્તિરૂપ બોધિ (સમ્યકત્વ) બહુ દુર્લભ છે. અકર્મ ભૂમિ અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને પણ એ બોધિ દુર્લભ છે. વળી આર્યદેશને વિષે પણ માતંગાદિ નીચ જાતિને એ દુર્લભ છે. એટલું જ નહીં પણ ઉત્તમ જાતિ અને ઉત્તમકુળ હોય છતાં અવજ્ઞા, આળસ અને મોહ ત્યજ્યા ન હોય તો એ બોધિ દુર્લભ છે. પૃથ્વીપતિ રાજાની કૃપા, સુંદર ભોગોપભોગ, ગૌરવવાનું સામ્રાજ્ય અને અણિમા વગેરે મહા સિદ્ધિઓએટલાં વાનાં પ્રાણી કદાચિત પ્રાપ્ત કરી શકે; પરંતુ જન્મમરણનો ઉચ્છેદ કરનાર એવા જિનધર્મની પ્રાપ્તિ યથા તથા થઈ શકતી નથી. (બોધિદર્લભ્ય ભાવના).” ધર્મનો ઉપદેશ કરનાર તીર્થકર દુર્લભ છે. કેવળજ્ઞાની પણ દુર્લભ છે. અરે ! ગણધર, શ્રુતકેવળી કે દશપૂર્વધર પણ દુર્લભ છે. એટલું જ નહીં પણ સર્વથા આચાર પાળનાર-એવા આચાર્ય કે અન્ય કૃતવેદી ઉપાધ્યાય પણ દુર્લભ છે. ચાર્વાક, શાક્ય, સાંખ્ય આદિ અસત્માર્ગના પ્રવર્તકો સુલભ છે પણ એઓ થોડા જ જિનધર્મના પ્રરૂપકો છે ? ધર્મની શોધમાં ફરનારા પ્રાણીઓ પણ એવા ઉત્સુત્ર ભાષણ કરનારા-પ્રતારકોથી મોહિત થઈ જઈને શુદ્ધ ધર્મના ઉપદેશકોને જાણતા નથી. શુદ્ધ પ્રરૂપક વિના મુક્તિનો ઉપાય જાણી ન શકવાથી પ્રાણીઓ અરઘટ્ટના ઘટોની જેમ ભવકૃપમાં ભ્રમણ કર્યા કરે છે. જેવી રીતે અરણ્યવાસી ભીલ લોકો મુક્તાફળ મૂકીને ચણોઠી ગ્રહણ કરે છે, અજ્ઞાની જનો નીલમણિ ત્યજીને કાચ પસંદ કરે છે, નિર્ભાગી પુરુષો કલ્પદ્રુમ છોડીને લીંબડાની સેવા કરે ૧. અરઘટ્ટ = રહેંટ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ છે અને મૂર્ખ માણસો અમૃત છોડી વિષપાન તરફ લલચાય છે; તેવી રીતે જડ મનુષ્યો શુદ્ધધર્મ સમજાવનારા ગરૂને ત્યજીને, વેષની સમાનતાને લીધે ભ્રાન્તિમાં પડી જઈ કુગુરુનો આશ્રય લે છે. વિચક્ષણ હોય છે એઓ જ ફક્ત નાના પ્રકારના કુગુરુઓમાંથી સદ્ગુરુને ઓળખી કાઢી ગ્રહણ કરે છે; હંસપક્ષીઓ નીરથકી દૂધને ભિન્ન કરીને ગ્રહણ કરે છે એમ. હે મહાનુભાવો ! આ પ્રકારે ધર્મોપદેષ્ટા મળવા મુશ્કેલ છે. માટે પ્રયાસ કરીને એમને શોધી કાઢી એમની સેવા કરો અને એમનાં વચનામૃતનું પાન કરો. (ધર્મોપદેશકૌર્લભ્ય ભાવના).” “આ પ્રમાણે ભવ્ય પ્રાણિઓએ બાર ભાવના પૂરેપૂરી ભાવવી. મંત્રધ્યાનથી વિષ ઉતરી જાય છે એમ એ ભાવના ભાવવાથી પાપમાત્રનો વિલય થાય છે, શીલ કે તપશ્ચર્યા ન હોય, છતાં વિશુદ્ધ ભાવના હોય તો એના યે પ્રભાવથી પ્રાણીઓ, આદર્શ-ગૃહસ્થ-ભરતચક્રવર્તીની પેઠે, ઘાતિકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! આ ભાવનાધર્મને વિષે આદર કરો. ઉત્તમ કોમળ ઉપાય હોય તો એ શા માટે ન કરવો ?” પ્રભુની આવી દેશનાને લીધે, સૂર્યોદયથી કમળપુષ્પો જાગ્રત-વિકસ્તર થાય છે એમ, ભવ્ય પ્રાણીઓ જાગ્રત થયા-બહુ બોધ પામ્યા. પછી પર્ષદામાં બેઠેલા કૃતપુણ્ય અવસર પ્રાપ્ત કરીને, પ્રભુને અંજલિ જોડી વિજ્ઞાપના કરી. કારણકે બુદ્ધિમાન હોય છે એઓ અવસર ઓળખીને જ ભાષણ કરે છે. એણે પૂછ્યું -હે ભગવાન ! આપ હથેળીમાં રહેલા આમળાની જેમ સમસ્તભુવનની વાત જાણો છો તો કૃપા કરીને કહો કે પૂર્વભવમાં મેં શા પુણ્ય-પાપ કર્યા હતાં કે, મેઘના આચ્છાદનથી સૂર્યના આતપમાં અંતરાય પડે છે એમ મારા સુખભોગમાં અંતરાય પડ્યો ? વળી ભક્તિ આદિને વિષે પ્રવીણ એવી સાતસાત સ્ત્રીઓ મારા કયા પૂર્વ ભવના યોગને લીધે મને પ્રાપ્ત થઈ ? મંથન કરાતા સમુદ્રના ઘોષ જેવી ગંભીર વાણી વડે ભગવાને ઉત્તર આપ્યો કે ૨૧૦ “કોઈ નગરમાં એક સૂરાદિત્ય નામનો ગૃહસ્થ રહેતો હતો. એને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #220 -------------------------------------------------------------------------- ________________ રત્ના નામની મહાપતિવ્રતા સ્ત્રી હતી. એમને પ્રસન્નાદિત્ય નામનો એક પુત્ર હતો. પણ આ જીવલોકમાં કઈ વસ્તુ નિશ્ચળ છે ? એકદા પ્રચંડ પવનને લીધે દીપક બુઝાઈ જાય છે એમ સૂરાદિત્યનો જીવન-પ્રદીપ બુઝાઈ ગયો-એ મૃત્યુ પામ્યો. એટલે વિપત્તિમાં આવી પડેલી એની સ્ત્રી ખાંડવુંપીસવું–જળભરવું-લીંપવું આદિ પરગૃહના કાર્યો કરવા લાગી. એનો પુત્ર પણ લોકોના વાછરૂ ચરાવવા જવા લાગ્યો; કારણકે વિદ્યાવિહીન બાળકોને એવી જ રીતે ઉદરનિર્વાહ કરવો પડે છે. એકદા નગરમાં લોકોએ ક્ષીરભોજન-ઉત્સવ કર્યો; કારણકે કૃપણલોકો પણ એનો ઉપભોગ લઈ શકે છે. પોતાના સમાન વયના બાળકોને ક્ષીરભોજન કરતાં જોઈને પુત્રે માતાને કહ્યું-આ બાળકો આવું સ્વાદિષ્ટ ક્ષીરનું ભોજન જમે છે તો મને પણ એવું આપ. બાળપુત્રનું એવું બોલવું સાંભળીને પતિની સંપત્તિનું સ્મરણ થવાથી રત્ના તો રૂદન કરતી, સાક્ષાત દુઃખના કણ હોય નહીં એવાં અશ્રુ સારતી કહેવા લાગી-હે પુત્ર ! તું મારી પાસે ક્ષીરભોજન માગે છે. એ શૂન્ય ઘરમાં શીરો લાપશી ખોળવા જેવું કરે છે ! આપણને મહાકષ્ટ હૅશ મળે છે, અને તે પણ વખત બે વખત મળે છે. તો તને ક્ષીર ક્યાંથી આપું ? આ લોકો પુણ્યવાન હોઈ એવું ઉત્તમ ભોજન જમે છે એમાં આપણા જેવા દુર્ભાગીને શું ? પણ એટલામાં કોઈ પાડોશીની સ્ત્રીઓએ આવીને પૂછ્યું, બેન ! તારો પુત્ર શા માટે રૂદન કરે છે તે અમને યથાસ્થિત કહે એટલે રત્નાએ ઉત્તર આપ્યો-ભલી વ્હેનો ! એને ક્ષીર ખાવી છે. બાળક શું જાણે કે અમારો કેવી રીતે માંડમાંડ નિભાવ થાય. છે ? રત્નાનાં વચન સાંભળીને એ સ્ત્રીઓને જે ગાઢ દુઃખ થયું તે દુઃખને લીધે જ જાણે, ગુણશાળી-લાયકાતવાળા મનુષ્યોની સંખ્યા અલ્પ થઈ ગઈ છે ! જુઓ, પારકાના ગુણોને જાણનારા બહુ અલ્પ છે, ઉત્તમ કાવ્યકારો પણ અલ્પ છે; સાધારણ ધનવાનો પણ અલ્પ છે અને “પારકે દુઃખે દુઃખી' એવા પણ અલ્પ છે. પેલી સ્ત્રીઓએ કહ્યું- બ્લેન, મુંઝાઈશ નહીં. તારા પુત્રના સર્વ મનોરથો અમે પૂર્ણ કરશું. એમ કહીને એને કોઈએ ગોળ આણી આપ્યો, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ કોઈએ દૂધ આપ્યું, તો કોઈએ શાળના ચોખા દીધા. એટલે એણે વાસણ અને ઈન્ધન આદિ સામગ્રીથી ક્ષીર તૈયાર કરી-તે જાણે એણે પોતાના પુત્રને પુણ્ય હાંસલ કરવાનું સાધન તૈયાર કરી આપ્યું હોય નહીં ! પછી એણે એ ક્ષીર ઘી ગોળ મેળવીને પુત્રને પાટલે બેસાડીને પીરસી. તેજ ક્ષણે ત્યાં કોઈ ત્રિગુપ્ત, પંચસમિત સંયત, સમાહિત, દાન્ત, શાન્ત, મલિન વસ્ત્ર અને દેહધારી માસોપવાસી સાધુ પારણા-અર્થે ભક્તપાન વહોરવા આવ્યા; તે જાણે વાછરૂ ચરાવનાર એ બાળકનો સાક્ષાત્ શુભકર્મોનો ઉદય જ આવ્યો હોય નહીં ! બાળક તો મુનિનાં દર્શનથી બહુ સંતુષ્ટ થયો અને કહેવા લાગ્યો-અહો ! આ મુનિને કંઈ આપવાનો મને ઘણો ભાવ છે. પરંતુ મારા જેવા આ જન્મદરિદ્રી પાસે આ ક્ષીરાન વિના બીજું કંઈ નથી. તો પણ આવું ઉત્તમ પાત્ર આવ્યું છે એમને એ આપીને કૃતાર્થ થાઉં. કારણકે ત્રિવેણી સંગમ જેવું તીર્થ કદાચિત્ જ પ્રાપ્ત થાય છે. એમ વિચારી ઊભો થઈ મુનિને વંદન કરી કહેવા લાગ્યો-હે મુનિરાજ ! કૃપા કરી આ નિર્દોષ ક્ષીરાન્ન ગ્રહણ કરો. સુપાત્ર એવા મુનિએ પણ, પોતે અમૃદ્ધ છતાં, એના પર અનુગ્રહ કરવાની ઈચ્છાએ દ્રવ્યાદિ જોઈ તપાસીને પાત્ર ધર્યું. એટલે બાળકે પોતાની થાળીમાંથી ત્રીજો ભાગ ક્ષીર વહોરાવી. અથવા તો સત્યમેવ પ્રાણિઓની દાનપ્રવૃત્તિ વિચિત્ર હોય છે. વળી એના મનમાં આવ્યું કે-આ તો ઘણી ઓછી પડશેએટલાથી એમની ક્ષુધા સંતોષાશે નહીં-માટે હજુ વિશેષ આપું. એમ વિચારી ફરી પણ પહેલા જેટલી વહોરાવી. અથવા તો શુક્લપક્ષ પણ ચંદ્રમાની કળાને પ્રતિદિન નથી વધારતો જતો ? વળી પુનઃ એને લાગ્યું કે આટલાથી એ મુનિની ક્ષુધા પૂરી શાંત નહીં થાય-કેમકે ત્રણ ‘આઢક'થી કંઈ ‘દ્રોણ' પૂર્ણ ભરાય નહીં. માધુકરી વૃત્તિએ, એ તો થોડું-અલ્પ એને જોઈશે એ, જેવું મળશે એવું બીજેથી લઈ લેશે; કેમકે એઓ રાગદ્વેષ વિનાના છે. પરંતુ એવા કદનથી આ પરમાનનો રસ સર્વ વિનષ્ટ થશે; કઠિન અક્ષરોની ગૂંથણીથી શૃંગારરસ નષ્ટ થાય છે એમ. માટે આ ૧. આઢક અને દ્રોણ એ એક જાતનાં માપ છે. ચાર આઢકનો એક દ્રોણ થાય છે. ૨૧૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #222 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ભાગ વધ્યો છે એ પણ વહોરાવી દઉં. મારા જેવા નિર્ધનને પુનઃ ક્યાંથી આવો પ્રસંગ મળશે ? વળી આવું પાત્ર પણ જ્યારે ત્યારે મળવું અશકય છે; મોતીનો વર્ષાદ વરસાવનારા મેઘ ક્યાં હંમેશાં દેખાય છે ? એમ વિચારીને એણે શેષ ક્ષીર હતી તે મુનિને વહોરાવી દીધી-તે જાણે એમને પોતાના શુભકર્મોની આવલિ વ્યાસ તરીકે સોંપી હોય નહીં! મુનિએ પણ “રાખ, બસ કર” એમ કહેતાં ક્ષીર ગ્રહણ કરી; કારણકે ઉત્તમ સાધુઓ સદા લોભરાજાની સત્તાની બહાર હોય છે. આમ મુનિએ ભિક્ષા ગ્રહણ કરી અને બદલામાં એને અનેકગણો ધર્મ આપ્યો; કારણકે સૂર્ય પણ જળ લે છે (શોષે છે) એ સહસ્ર ગણું પાછું આપવાને માટે જ. તે વખતે એ બાળકની માતાએ પણ કહ્યું કેવત્સ ! મોકળે મને સાધુને ક્ષીર આપજે; હું તને બીજી આપીશ. લેશ પણ અન્યથા ન ચિંતવવો. કેમકે પરમાન-ક્ષીર તો સુલભ છે; સુપાત્ર મળવા એજ દુર્લભ છે. પાડોશીની છ સ્ત્રીઓએ પણ એની પ્રશંસા કરી કે-તને ધન્ય છે ! તેં પૂરાં પુણ્ય કર્યા છે ! કે આવા શુદ્ધ ચારિત્રવાળા અને શમતાગુણયુક્ત સાધુ પોતે તારે ઘેર પધાર્યા છે ! માટે એમને પાત્રપૂર્ણ ભિક્ષા આપીને તારો નરભવ સફળ કર. કારણકે પ્રથમ પુરુષાર્થ સાધનારા બહુ વિરલા હોય છે. તારે જોઈશે એ બધું અમે તને આપીશું કારણકે તને આપ્યું એ શુભસ્થાને આપ્યા બરાબર છે. કેમકે એ સર્વને ઉપકાર કરનારું છે. આમ ઉત્તમ મુનિને દાન દેવાથી તથા દાનની પ્રશંસા કરવાથી સર્વેને ઉત્તમ મનુષ્યભવ તથા શ્રેષ્ઠ ભોગવિલાસ પ્રાપ્ત થયા. પરંતુ તારી માતા રત્નાએ મુનિનું મલિન શરીર જોઈને વિચાર્યું કે- “મુનિ દેહને સ્નાન કરાવતા હોય તો એનું શું જાય ? એની કાયામાંથી દુર્ગધ છુટે છે એને લીધે, કોઈએ લસણ ખાધું હોય એવાની પાસે ઊભું ન રહી શકાય, એમ એમની આગળ ઊભું રહ્યું જતું નથી. બીજે પ્રકારે ક્યાં ધર્મ ઉપાર્જન કરાતો નથી ? મૂડી રોકવાના નાના નાના ધંધા નથી હોતા શું? પછી રાગદ્વેષ રહિત મુનિએ તો પોતાને સ્થાનકે આવીને અહિબિલ પ્રવેશ ન્યાયે આહાર લીધો. ૧. લોભી હોતા નથી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ હે કૃતપુણ્ય ! પછી વત્સપાલકનો જીવ તું અહીં શ્રેષ્ઠીનો પુત્ર થયો, અને પાડોશીની છ સ્ત્રીઓ તારી જયશ્રી આદિ પત્નીઓ થઈ. રત્નાએ મુનિની નિંદા કરીને પાપ બાંધ્યું હતું એને લીધે એ ગણિકા થઈ; કેમકે સત્યમેવ કર્મરૂપી ગણિતશાસ્ત્રી પ્રસ્તાવની ગણત્રી કર્યા જ કરે છે. વળી. હે મહાભાગ ! તે મુનિને દાન દીધું તો પૂર્ણ ભક્તિ સહિત; પરંતુ ત્રણ વિભાગ પાડ્યા તેથી તારા ભોગવિલાસમાં વિભાગ પડ્યા-અર્થાત તારા સુખમાં અંતરાય આવ્યા. કેમકે રથ ગમે એટલા વેગવાળો હોય તોયે વચ્ચે. ગર્ત આદિ આવવાથી સ્કૂલના પામ્યા વિના રહેતો નથી. પણ પરિણામે તમારું-સર્વનું સર્વ સારું જ થયું; કારણકે સુપાત્રદાન ગમે તેમ પણ મનુષ્યના ભવિષ્યના વૈભવનો જ હેતું છે.” પુનઃ કૃતપુણ્ય ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રભુ ! ત્યારે જો આ દેવદત્તા પૂર્વભવમાં મારી જનની હતી તો અહીં આ જન્મમાં એણે મને, મારું સર્વસ્વ લઈ લઈને એક ક્ષણ માત્રમાં કેમ બહાર કાઢી મૂક્યો ? એ સાંભળી સર્વ વસ્તસ્વરૂપનું જેમને જ્ઞાન છે. એવા જિનેશ્વરે ઉત્તર આપ્યો કે આ વર્તમાન ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તમે બંને ચંદ્ર અને ભદ્ર નામના મિત્રો હતા. અથવા તો આ જગતમાં કોણ એવો છે કે જેને કોઈની સાથે મિત્રતા કે શત્રુવટ નહીં હોય ? એ ચંદ્ર અને ભદ્ર હંમેશા પરસ્પર લે દે કરતા; કારણકે લેવું ને દેવું એ પ્રીતિના છ લક્ષણમાનું એક લક્ષણ છે. એ છ લક્ષણો આ પ્રમાણે છે; દેવું અને લેવું, ગુપ્ત વાત કહેવી અને જાણવી; તથા જમવું અને જમાડવું. એ બંનેની મિત્રતા બંધાયાને કેટલાક દિવસ થયા એવામાં એકદા ચંદ્રને ઘેર કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. એ વખતે ચંદ્ર પોતાની સ્ત્રીને માટે ભદ્ર પાસે એકાદ મણિભૂષિત આભરણ માગ્યું. એટલે ભદ્રસ્વભાવી ભદ્ર, મિત્રના ઉપયોગમાં આવે એ વસ્તુ જ ૧. ખાડાખડીઆ. २. ददाति प्रतिग्रह्णाति गुह्यमाख्याति पृच्छति । भुंक्ते भोजयते चेव षड्विधं प्रीतिलक्षणम् ॥ ૨૧૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #224 -------------------------------------------------------------------------- ________________ સફળ વસ્તુ છે એમ કહી આદરપૂર્વક ચંદ્રને એક આભૂષણ આપ્યું. પણ પછી ઉત્સવ પૂરો થયો ત્યારે એ લોભી ચન્દ્રે એ આભૂષણ ભદ્રને પાછું આપ્યું નહીં. અથવા તો ‘દ્રવ્ય મતિવિભ્રમનું કારણ છે' એ કથન સત્ય જ છે. ભદ્ર, ચંદ્રને એ પરથી કહ્યું-ભાઈ ચંદ્ર ! ઘણા દિવસ થયા, તો હવે પેલું આભૂષણ મને પાછું આપ. પણ દ્વિતીયાના ચંદ્રમા જેવા કુટિલ ચંદ્રે પોતાની મતિથી કલ્પના ઉપજાવી કાઢીને ઉત્તર આપ્યો કે “મેં રાત્રે ભયને લીધે તારું આભૂષણ ગોમયના પિંડમાં સંતાડ્યું હતું પણ ત્યાંથી એ કોઈ ચોરી ગયું છે ! કારણકે તસ્કરો સાહસમાં પૂરા પ્રવીણ હોય છે.” ભદ્ર તો ચંદ્રનું કહેવું સાંભળીને બહુ વિષાદ પામ્યો કે અહો ! આણે તો મને વગર અસ્ત્રે મૂંડી નાખ્યો ! એની એવી ધૃષ્ટતા છે. તે પરથી જણાય છે કે એ મને આભૂષણ પાછું આપવાનો નથી. તલમાં કેટલું તેલ છે એ મેં જોઈ લીધું ! પણ મિત્રની સાથે દ્રવ્યસંબંધી લેણદેણ થતી નથી. ત્યાં સુધી જ મિત્રાઈ નભે છે. દ્રવ્યની લેણદેણ થતાં જ, ગુણવાન એવા પણ મિત્રની મૈત્રી ધનુષ્યપરથી બાણ છૂટે છે એમ છૂટી જાય છે. તો પણ કોમળ શબ્દોથી કહેતા એ માને તો માને; કારણકે ગાય પણ એની પીઠ પર ધીમેથી હાથ ફેરવીએ છીએ તો દોહવા દે છે. એમ વિચાર કરીને ભદ્રે ચંદ્રને કહ્યું“ભાઈ ! હવે મશ્કરી પડતી મૂક, ને આભૂષણ આપી દે. તું ચંદ્રમા જેવો સૌમ્ય છો, સવૃત્ત છો, અને શીતળ છો એવો જ રહે. એની જેમ તારા આત્માને પરદ્રવ્ય હરણરૂપી કલંકથી કલંકિત ન કર.” પણ પ્રપંચી ચન્દ્રે તો કુટિલતા ન ત્યજતાં કહ્યું કે-હે મિત્ર જો મેં ૧. ભદ્રનો મિત્ર ચંદ્ર કુટિલ અને પટી; બીજનો ચંદ્રમા કુટિલ એટલે ઓળાયા જેવો વાંકો. ૨. ગુણવાન (મિત્ર) =સદ્ગુણી; ગુણવાન (ધનુષ્ય)=ગુણ-દોરી-પ્રત્યંચા ચઢાવેલું. ૩. ચંદ્રમા સૌમ્ય એટલે સોમ-ચંદ્રમાં-ના ગુણોવાળો, કળા (સોળ કળાઓ)નો નિધિ, પિતા-બુધને-આનંદ આપનારો, અને સવૃત્ત એટલે ગોળાકાર. ભદ્રનો મિત્ર ચંદ્ર સૌમ્ય એટલે નમ્ર, કળાનિધિ એટલે ચાતુર્યનો ભંડાર, બુધ એટલે વિદ્વાનોને આનંદ આપનાર, અને સવૃત્ત એટલે ચારિત્રવાન. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ તારું આભરણ સંતાડ્યું છે એવો તને સંશય ઉપજતો હોય તો તું કહે તેવું વિષમ દિવ્ય કરીને તારો સંશય ભાંગુ કારણકે વસ્તુ નષ્ટ થાય ત્યારે બીજું શું થાય ? વળી મારા ઘરમાં જો એટલું દ્રવ્ય હોય તો તો હું યે તને એવું બીજું ઘડાવી આપું ! એ સાંભળી ભદ્રે કહ્યું-ભલા માણસ ! આ બધો વાગાડંબર પડતો મૂક. કંઈક તો વિચાર કર. મારું આભરણ રાખીને દિવ્ય કરવાની વાત કરી પડેલાની ઉપર શા માટે પ્રહાર કરે છે ? આથી હું કંઈ તારી મૈત્રી છોડવાનો નથી. આ આભૂષણ નથી ગયું પણ તારી પ્રતિષ્ઠા ગઈ છે એમ સમજ્જ. આમ કહી ભદ્ર મૌન રહ્યો; કારણકે બહુ બોલવાથી કંઈ સિદ્ધિ થતી નથી. પણ ત્યારથી ભદ્ર, ચંદ્રની લક્ષ્મી ઉપાડી જવાના ઉપાયો શોધવા માંડ્યા. એટલામાં તો આવાને આવા જ અનિષ્ટ મન પરિણામમાં એનું મૃત્યુ થયું; એનો જીવ રત્નાપણે ઉત્પન્ન થયો; કારણકે કર્મરૂપી શિલ્પશાસ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે સ્ત્રી કે પુરુષ નીપજાવે છે. વળી પૂર્વભવમાં ચંદ્રનું દ્રવ્ય હરી લઈ જવાના ઈરાદાને લીધે આ ભવમાં એને નિર્ધનપણું પ્રાપ્ત થયું; કારણકે કર્મની ગતિ વિચિત્ર છે. પાછળથી ચંદ્રને પણ પશ્ચાત્તાપ થયો કે-મેં મિત્રને ઠગ્યો એ ઠીક કર્યું નથી. અન્ય કોઈને છેતરવું એ સારું નથી તો પછી મિત્રને એમ કરવું એ તો કેટલું ખોટું ? આમ પશ્ચાત્તાપ કરતાં એના કર્મ કંઈ ક્ષીણ થયા-અને એવામાં એ પણ પંચત્વ પામ્યો; કારણકે કોઈનો આજે તો કોઈને કાલે એજ માર્ગ છે. પછી ત્યાંથી આ જ રત્નાના પુત્રપણે એ ઉત્પન્ન થયો. (અહો ! પ્રાણીમાત્ર પાસે આવું વિવિધ નાટ્ય કરાવતી ભવિતવ્યતારૂપી નટીને ધિક્કાર છે !) એમાં વળી બંનેને પૂર્ણ દરિદ્રી અવસ્થા પ્રાપ્ત થઈ. પછી ત્યાંથી રત્નાનો જીવ ગણિકારૂપે ઉત્પન્ન થયો અને એના પુત્રનો જીવ તું ધનાઢ્ય કૃતપુણ્ય થયો. તેં એનું આભૂષણ રાખ્યું હતું તેથી એ તારું સર્વસ્વ હરી ગઈ; કારણકે કર્મ જધન્યપણે દશગણું ફળ આપે છે. ૧. પરીક્ષા પસાર કરીને. પોતાની વાત સત્ય છે એવું પુરવાર કરવા માટે પૂર્વે માણસો ઉકળતા તેલમાં હાથ બોળતા, ઉગ્ર સર્પહાથમાં લેતા ઈત્યાદિ “દિવ્ય' કરતા કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૧૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ અહો ! પ્રાણીઓએ પોતે કરેલાં પાપકર્મો, કોપાવિષ્ટ ક્ષત્રિયની જેમ, એમનો ચિરકાળે પણ પરાભવ કરે જ છે. એટલા માટે હે ભવ્યા પ્રાણીઓ ! તમને ભવનો ભય હોય તો પારકું અત્યદ્રવ્ય પણ રાખી લેવું નહીં. વળી લોકોનું દ્રવ્ય રાખી લેવામાં આવી દશા અનુભવવી પડે છે તો દેવસંબંધી દ્રવ્ય રાખી લેવાના પાપનાં ફળ કેવાં ચાખવાં પડતાં હશે ! “જે પ્રજ્ઞાહીન શ્રાવક પોતે દેવદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા નિશ્ચિતપણે એની ઉપેક્ષા કરે એ પાપનો ભોક્તા થાય છે. જે દેવદ્રવ્ય ભાંગે અથવા પોતે અંગીકાર કરેલું આપે નહીં અથવા એનો નાશ થતો હોય છતાં ઉપેક્ષા કરે એને અનેક ભવમાં ભમવું પડે છે. વળી જે માણસ જિનભગવાનના દ્રવ્યના સંબંધમાં દ્રોહ કરે એ ધર્મપંથી અજ્ઞાન હોઈ નરકનું આયુ બાંધે છે. ચૈત્યનું દ્રવ્ય વિનાશ પામતું હોય એની, જે મુનિ, શક્તિ છતાં, ઉપેક્ષા કરે એને પણ બહુ ભવભ્રમણ કરવું પડે. ચૈત્યનું દ્રવ્ય રાખી લઈને જે માને નહીં અને પોતા પાસે ધન હોય છતાં આપી દે નહીં એને મિથ્યાદષ્ટિ સમજવો. જેને દેવદ્રવ્યસંબંધી દેવું હોય એની પાસે એ દ્રવ્યનો વહીવટ કરનારાઓએ લોભને વશ થઈ કંઈ પણ બદલો આપ્યા વિના પોતાના ઘરનું કામકાજ કરાવવું-એ ખરશ્લેષ્ણિકારૂપ પુણ્ય પ્રાણીઓને સાક્ષાત્ સંસારની વૃદ્ધિને અર્થે થાય છે; તો પછી એ દ્રવ્યનો ઉપભોગ લે એની તો વાત જ શી ? વળી દેવદ્રવ્ય કદિપણ ઉધારે આપવું નહીં. ભલે ઓછામાં ઓછું વ્યાજ મળે-પણ કંઈ વસ્તુ લઈને તે ઉપર ધીરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ કરનાર અને શાસનની ઉન્નતિ કરનારએવું જે દેવદ્રવ્ય-તેનું ભક્ષણ કરનારા અનંત સંસારી થાય છે. કહ્યું છે કે સંયમીની પાસે સેવા કરાવવી, દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ધર્મની હીલના કરવી અને મુનિનો ઘાત કરવો-આટલાં વાનાં સમકિતનો નાશ કરનારાં છે. વળી એમ પણ કહ્યું છે કે દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવકની ૧. ખરની મૂર્ખતારૂપ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૧૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ પેઠે ભવોભવ સુધા અને તૃષ્ણાના દુઃખ સહન કર્યા કરે છે. એ વાત આ પ્રમાણે છે: અનેક યોગયુક્ત-અને પુરચ્છિષ્ટ-પ્રદેશોથી પૂર્ણ-તથા સતત સ્થિર-ક્ષેત્રજ્ઞ હોય નહીં એવા આ જ ભરતક્ષેત્રને વિષે, અપ્સરાઓના તથા સુમનના વિજયવંત-એવા વિમાનમુનિઓથી સંકુલ અમરાવતી હોય નહીં એવી ગંધિલાવતી નામની નગરી છે. એ નગરીમાં જાણે દેવલોકથી સાક્ષાત્ વિમાન ઉતરી આવ્યું હોય નહીં એવું શક્રાવતાર નામે જિનમંદિર હતું. એ મંદિર પ્રાયઃ સર્વ લોકો દર્શન-પૂજા-અર્થે આવતા; અથવા તો સત્ય જ કહેવાય છે કે ગંગા કાંઈ કોઈએકના બાપની નથી. ત્યાં આનંદ શ્રાવક જેવો કોઈ સંકાશ નામનો શ્રાવક રહેતો હતો. તે જ્ઞાન-દર્શન અને ચારિત્ર-ત્રણેયથી સમલંકૃત હતો; બાર વ્રતધારી હતો; દાન, શ્રદ્ધા અને તપશ્ચર્યામાં અનુરકત હતો; નિત્ય ત્રણ વખત દેવપૂજા અને બે વાર પ્રતિક્રમણ કરતો; અને પાપનાં કાર્યોથી દૂર રહેતો. એ આ દેવમંદિરમાં નામું ઠામું રાખતો અને વિવિધ યુક્તિઓ વડે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો. એટલે એના પર વિશ્વાસ બેસી જવાથી કોઈ એના કામમાં વચ્ચે આવતું નહીં; અથવા તો ભવિતવ્યતા જ એવી હશે. અનુક્રમે એકદા આ શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ સંકાશે કેટલુંક દેવદ્રવ્ય પોતાના ઉપયોગાર્થે ગ્રહણ કર્યું-તે જાણે વિષનો ભરેલો કાળો નાગ ગ્રહણ કર્યો હોય નહીં ! પોતાનું કામ પતી ગયા પછી પણ એ દ્રવ્યા એણે પાછું મૂક્યું નહીં; અથવા તો આવા બનાવો બને છે માટે જ ૧. અહીં ભરતક્ષેત્રને ક્ષેત્રજ્ઞ એટલે “આત્મા'ની ઉપમા આપી છે. યોગયુક્ત ધનવાન; (પક્ષે) ચિત્તની એકાગ્રતાવાળા. પુરચ્છિષ્ટાનગરોનો આશ્લેષ કરીને રહેલા; (પક્ષે) શરીરને આશ્રયીને રહેલા. પ્રદેશ દેશ; (પક્ષે) આત્મપ્રદેશ. સદાસ્થિર નિશ્ચળ (ભરતક્ષેત્ર); (પક્ષે) શાશ્વત (આત્મા). ૨. અમરાવતી (=ઈન્દ્રની રાજ્યધાની), અપ્સરાઓ તથા સુમન (દેવતાઓ)ના જયશાળી વિમાનથી સંકુલભરેલી. ગંધિલાવતી, અપ્સરાઓના સુમન-મનને જીતનારા (છતાં) વિ-માન (નિરહંકારી)મુનિઓથી ભરપૂર. ૩. આનંદ અને કામદેવ નામના, મહાવીર પ્રભુના, બે ઉત્તમઅગ્રણી શ્રાવકો હતા. ૨૧૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યનો વહીવટ કરનાર ત્રણચાર જણ હોવા જોઈએ. એ પાપીએ એ કાર્યમાં ન જોયો દોષ કે ન ગણી નિંદા; કારણકે લોલુપી પ્રાણીઓ સ્વાદ ચાખ્યા પછી યોગ્યાયોગ્ય કંઈ જોતા નથી. પછી અનુક્રમે પોતાના દોષોની આલોચના કર્યા વિના તે પંચત્વ પામ્યો. કહ્યું છે કે જન્મમરણ પ્રાણીઓને સહચારી જ છે. જે જે યોનિમાં એ ઉત્પન્ન થતો ગયો તે તે યોનિને વિષે એને અસહ્ય દુઃખ સહન કરવાં પડ્યાં; કારણકે મંદાગ્નિ પ્રાણીઓને અન્ના જેમ દુર્જર છે તેમ દેવદ્રવ્યભક્ષણ સર્વ કોઈને દુર્જર છે. “અરે પાપી ! તારા આ ગળામાં દેવદ્રવ્ય ગયું છે.” એમ કહી કહીને પરમાધાર્મિક દેવો, એના કરૂણ આક્રંદો છતાં, એને તપાવેલું સીસું પાતા; એને ભેદતા, બાંધતા, છેદતા અને વધ પણ કરતા. વળી તપાવેલી લોહની પુતળીનો. પરિરંભ કરાવીને, તથા કુંભમાં નાખી અગ્નિ પર રાખી અસહ્ય પીડા ઉપજાવીને એની કદર્થના કરતા એવાં નારકીનાં દુઃખમાંથી મુક્ત થયા પછી પણ તિર્યચની યોનિમાં આવ્યો ત્યાં પણ એની માતાના સ્તનમાં દૂધ સુકાઈ ગયું; તેથી સુધા તથા તૃષાથી પીડાઈ બાલ્યાવસ્થામાં જ એ મૃત્યુ પામ્યો. આવો પાપી જીવ પોષાઈને યુવાનવય સુધી પહોંચે જ શાનો ? જળા તો ન મળે પણ ઊલટી અગ્નિની કદર્થના સહેવી પડે ! આહાર ન મળે ને ઊલટા એના જ માંસનો આહાર પાપિષ્ઠ પારધીઓ કરે ! જેઠ માસની, ન છીપે એવી તૃષા લાગતાં, ઊલટો એને નિર્દયપણે નિર્જળ મરૂભૂમિના રણને વિષે ફેરવવામાં આવે ! દંડના પ્રહાર પડે, અને આરથી વીંધાવું પડે ! આવી આવી અનેકવિધ પીડા એ દેવદ્રવ્યભક્ષકને તિર્યંચયોનિમાં સહેવી પડી. વળી મનુષ્યનો અવતાર મળ્યો તો એમાં યે દારિદ્રય, વિષાદ, મહાન વ્યાધિઓ, ચિંતા, સંતાપ, શોક આદિ અનેક પીડાઓ ઊભી જ હતી ! સ્વર્ગને વિષે આભિયોગિક દેવ થયો તો ત્યાં કે અન્ય દેવોની ૧. મોટા દેવોના આદેશને આધીન. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ મનોહર લક્ષ્મી નીહાળવાથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા-લોભ આદિ અત્યંતર શત્રુરૂપી અગ્નિની જવાળાઓ એને બાળી નાખવા તૈયાર જ હતી ! અનુક્રમે આવાં દુઃખો નિરંતર ભોગવવાથી એનાં ભારે કર્મો હળવા થયા. નદીના મોટા પથ્થરો પણ નિરંતર ઘસાઈ ઘસાઈને નાના થઈ જ જાય છે ને ? હવે આ જ જંબુદ્વીપમાં એક મહાન નગર જેવી તગરા નામની નગરી હતી. એ જાણે અન્ય નગરીઓના સૌંદર્યાભિમાનરૂપી કફને નિગ્રહમાં રાખનારી તગરા જ હોય નહીં ! એ નગરીમાં વસતા કુબેરની જેવી સંપત્તિવાળા એક શ્રેષ્ઠીને ત્યાં, દેવદ્રવ્યભક્ષકી શેઠનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં એના પાપકર્મ અદ્યાપિ કંઈક ભોગવવાં અધુરાં હશે એટલે એના આ પિતાની લક્ષ્મી નાશ પામી અને એ દરિદ્ર થયો; કારણકે ઉચકર્મની આગળ શેષકર્મોનું કંઈ ચાલતું નથી. શેઠની લક્ષ્મી જતી રહી જોઈ સર્વ લોકો કહેવા લાગ્યા કે આ પુત્ર આવ્યા ને સ્વભ દિન થયા ત્યાં તો પિતાનું સર્વ દ્રવ્ય વિનાશ પામ્યું. સત્યમેવ એ નિર્ભાગ્ય શિરોમણિ ઠર્યો ! એને ધિક્કાર છે ! આમ કહી નિંદા કરવા લાગ્યા. પણ એમાં કંઈ નવાઈ નહોતી; કેમકે લોકો પડેલા પર પ્રહાર કરનારા છે. વળી એવામાં શેઠ પણ પરલોકવાસી થયો, એટલે એને “દાજ્યા. ઉપર ડામ” જેવું થયું ! પુત્ર વળી વ્યાપાર કરતો હતો એમાં કોઈ વખત એને અવકેશી વૃક્ષની જેમ ફળપ્રાપ્તિ થઈ જ નહીં. કનિષ્ઠમાં કનિષ્ઠ કામ કરવા છતાં પણ એને ઉદરપૂરણ જેટલું યે મળતું નહીં. પણ અત્યંતર કર્મ બળવત્તર હોય ત્યાં બાહ્ય-બહારનાં કર્મો-કાર્યો શું કરી શકે ? આમ દુઃખે બળીજળી રહેલો એ કહેવા લાગ્યો-નિશ્ચયે મેં પૂર્વે કોઈ એવાં પાપ કર્યા હશે કે આ ભવમાં નિર્વાહ પૂરતું પણ મને મળતું નથી ! ત્યારે કોઈ એવા સુકતી પણ હોય છે કે જેઓ સુખે લક્ષ્મી ઉપાર્જન કરી પોતાના સમસ્ત બંધુવર્ગને પણ દ્રવ્ય આપીને પોષે છે ! મારા જેવા પાપિષ્ઠને મારું ૧. કફને દાબી દેનારી એક જાતની ઔષધી. ૨. જેને ફળ નથી આવતા એવું. ૨૨૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #230 -------------------------------------------------------------------------- ________________ એકનું જ ઉદર (પૂરવાનું) છે, તે પણ અન્ન વિના ખાલી હોઈ ઊંડું પેસી ગયું છે ! અઢી દિવસે એક શ્વાનને પણ ઉદરપૂરણ જેટલું મળે છે, પણ મારા જેવો નિર્ભાગી એમાંથી પણ ગયો ! આમ વિચારતાં એને સુધાનું દુ:ખ એટલું બધું લાગ્યું કે એ આત્મઘાત કરવા તૈયાર થયો !” એવામાં નગરીને વિષે ભવ્યપ્રાણીઓના ભાવરોગના ચિકિત્સક એક કેવળજ્ઞાની મુનિ પધાર્યા. એનાં દર્શનાર્થે લોકોના વૃંદ ને વૃંદ જતા હતા. એવો એ નિર્ધન શ્રેષ્ઠીપુત્ર પણ લોકોની સાથે મુનિનાં દર્શન કરવા ગયો. એને આવા તીર્થરૂપ મુનિનાં દર્શનની ઈચ્છા થઈ એ એનાં ભાવિકલ્યાણની નિશ્ચિતતા જ હતી. | સર્વેજનો જ્ઞાની મહાત્માને ભક્તિસહિત વંદના કરીને યથા સ્થાને બેઠા એટલે એમણે પ્રતિબોધ આપવા માટે વ્યાખ્યાન શરૂ કર્યું. “લોભાદિક મહાપાપને લીધે જીવ જન્મ-મરણ-દારિદ્રય-રોગ-શોક આદિ ઉપદ્રવોથી પીડાય છે. તથાપિ એવાં પાપકાર્યો પ્રાણીઓ કર્યા જ કરે છે. જે જે દુ:ખ છે એનું કારણ સંતોષ છે–એ નિશ્ચયની વાત છે. માટે ડાહ્યા માણસોએ લોભનો ત્યાગ કરીને સંતોષ ધારણ કરવો. જુઓ ! હંસ પણ ખાબોચીયાં પડતાં મૂકીને માનસ સરોવરને વિષે ક્રીડા કરવા જાય છે.” આ વખતે અવસર જાણીને શ્રેષ્ઠીપુત્ર વિજ્ઞપ્તિ કરી-હે ભગવાન! મેં પૂર્વ ભવમાં એવું શું દુષ્કૃત્ય કર્યું હશે કે આ જન્મમાં મેં સુખનો લેશ પણ દીઠો નહીં; જન્માંધ પ્રાણી રૂપ દેખી શકે નહીં એમ ? એ સાંભળી સર્વ વસ્તુસ્વરૂપ સાક્ષાત વિલોકીને કેવળી ભગવાને સંકાશના ભવથી આરંભીને એના સર્વ ભવ એને કહી સંભળાવ્યા. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી એ કહેવા લાગ્યો-“ધિક્કાર છે મને કે મેં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું ! હું નિશ્ચયે ધૃષ્ટ ઠર્યો ! દુષ્ટ કર્યો પાપિs ઠર્યો ! દુરાત્મા ઠર્યો! સાધુ અને શ્રાવક આદિની સમસ્ત સુંદર સામગ્રી મારી પાસે હતી, અને સિદ્ધાન્તનું તાત્પર્ય પણ હું જાણતો હતો છતાં મેં મારા આત્માને કેટલી નીચી પાયરી. પર આણી મૂક્યો ! મારા કરતાં તો કાશ સારો; કેમકે, એનામાં ફક્ત ૧. આત્માના રોગ. ૨. વૈદ્ય. ૩. એક જાતિની વનસ્પતિ-એન ફક્ત પુષ્પ આવે છે, ફળ નથી આવતાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૨૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળતા છે પણ મારામાં તો પૂરી કટ્રફળતા ઠરી ! આહા ! દેવદ્રવ્ય ભક્ષણ કર્યાનું કેવું અનિષ્ટ પરિણામ આવ્યું ! ખરેખર વિષભક્ષણ જેવા ભયંકર દેવદ્રવ્યભક્ષણ કરનારનું કલ્યાણ ક્યાંથી થાય ? સત્યમેવ હું તો સર્વભવને વિષે ઉત્કૃષ્ટ-એવો મનુષ્યભવ સમસ્ત હારી ગયો.” આમ પોતાની જાતની નિંદા કરતાં પુનઃ એણે કેવળી ભગવાનને પૂછ્યું-“હે મહાત્મા ! હું આ પાપથી છૂટું એવો માર્ગ હોય તો કૃપા કરીને કહો.” મહાત્માએ કહ્યું-“સ્વસંપત્તિ અનુસાર દેવદ્રવ્ય આપતા રહેવું એથી સર્વ સારાં વાનાં થશે એ પરથી એણે અભિગ્રહ લીધો કે-મારી કમાણીમાંથી અન્નવસ્ત્રનો વ્યય જતાં શેષ રહેશે, એ હું દેવને અર્થે વાપરીશ. એણે આવો નિયમ કર્યો ત્યારથી દિવસે દિવસે એના પાપ ક્ષીણ થવા લાગ્યાં. પછી તો વ્યાપારમાં એને એના લાભોદય કર્મને લીધે દ્રવ્ય મળવા લાગ્યું; જામીનને લીધે, દેવાદાર પાસેથી લેણદારને મળે છે એમ. એટલે એ પરમ આનંદ પામ્યો અને વિચારવા લાગ્યો-હું ! આ જે દ્રવ્યને જોઉં છું એ સર્વ અભિગ્રહનો જ પ્રતાપ છે. આટલા દિવસ મને, નરકના જીવની જેમ, એક રંક જેટલું પણ મળતું નહીં. પણ હવે લાભ થવા માંડ્યો તે નિશ્ચયે ધર્મનું જ પરાક્રમ છે. માટે મારે હવે વિશેષ ધર્મકાર્ય કરવાં જોઈએ. એનો ઉત્સાહ સવિશેષ વૃદ્ધિ પામવા લાગ્યો એથી એણે તો નિત્ય જિનબિંબની પૂજા-અર્ચના કરવા માંડી. ઉત્કૃષ્ટ ભાવસહિત ચૈત્યભક્તિ કરવાથી જ, અમને લાગે છે કે, એને દ્રવ્યલાભ વધવા માંડ્યો. વળી એણે મદાષ્ટક નો ત્યાગ કરીને, કર્માષ્ટકનો નાશ કરવા માટે ચૈત્રમાસમાં તથા આશ્વિન માસમાં આઠ અષ્ટહિકા મહોત્સવ કર્યા. વૃત દહીંને, અને દહીં ધૃતને ધારણ કરે છે એમ અભિગ્રહને ધારણ કરતા એ સંકાશે વળી જીર્ણ ચૈત્ય આદિનો ઉદ્ધાર કરીને પોતાનો પણ ભવ થકી ઉદ્ધાર કર્યો. એનું ૧. પ્રતિજ્ઞા-નિયમ. ૨. આઠ મદઃ કુળમદ. જાતિમદ, રૂપમંદ, જ્ઞાનમદ, દ્રવ્યમદ, તપમદ અને લાભમદ. ૩. આઠ કર્મ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ૨૨૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય અનેક ધર્મસ્થાનોમાં વ્યય થતાં છતાં, વિદ્યાની જેમ વધતું જ ગયું. પુષ્કળ દ્રવ્ય ખરચી એણે, પોતાને પ્રતિબોધ આપનાર કેવલી મહાત્માના મૂર્તિમાન પ્રસાદ હોય નહીં એવાં પ્રાસાદ પણ બંધાવ્યાં. વળી પુનઃ ભવભ્રમણના પ્રસંગે ઉપસ્થિત ન થાય એટલા માટે એણે ત્રણ ચાર શ્રાવકોને સંગાથમાં રાખી દેવદ્રવ્ય-સંબંધી નામ ઠામું સાચવ્યું; એક કૃપણ માણસ પોતાના દ્રવ્યનું રક્ષણ કરે એમ બીજા વિચક્ષણોની સાથે રહીને, લેશ પણ હાનિ ન પહોંચે એમ, એનું નિશદિન રક્ષણ કર્યું અને ગુણશ્રેણિએ આરોહણ કરનારો અંશ અંશ વધારતો જાય એમ એ યોગ્ય રીતે વધારતો ગયો. જેનું શુભ ધ્યાન વૃદ્ધિ પામતું રહ્યું છે એવા આ શ્રેષ્ઠીપુત્ર સંકાશે, સન્મનિ ચારિત્ર યાવજીવ પાળે છે એમ પોતાનો અભિગ્રહ માવજીવ પાળ્યો. પ્રાંતે નિર્મળ ચિત્તે આરાધના કરી, મણિદર્પણ સમાન નિર્મળએવો સંકાશનો આત્મા દેવલોકે ગયો. દેવદ્રવ્યનો ઉપભોગ કર્યાથી સંકાશ શ્રાવકે દુઃખનાં ઓઘ અનુભવ્યા છે–એ વાત સ્મરણમાં રાખીને હે ભવ્યજીવો ! તમે કદિ એવું કરશો નહીં. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ અને શાસનની ઉન્નતિ કરનારાદેવદ્રવ્યની રક્ષા કરનાર અ૫ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે; અને એ દ્રવ્યમાં વૃદ્ધિ કરનારો તીર્થંકર પદ મેળવે છે. માટે વિવેકી ભવ્ય શ્રાવકોએ દેવને અર્થે વિશેષ વિશેષ દ્રવ્ય આપ્યા કરવું; અને પોતાનું જ હોય એમ એની નિત્ય રક્ષા તથા વૃદ્ધિ કર્યા કરવી. આ પ્રમાણે જિનેશ્વરે કહેલો પોતાનો પૂર્વભવ સાંભળીને કૃતપુણ્ય અને એની સ્ત્રીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું; અને એમનો સંસાર પરથી મોહ જતો રહ્યો. એટલે ત્રિજગતગુરુ-ભગવાન પાસે કૃતપુણ્ય વિજ્ઞપ્તિ કરી કે-તમે પ્રભુ કેવળજ્ઞાનરૂપી દીપકથી લોકાલોકને જાણો છો; તમે જે જે કહ્યું તે સર્વ સત્ય છે. કેમકે તમારા પ્રસાદથી અમને પણ જાતિસ્મરણ થયું છે તેથી હું પણ મારો પૂર્વભવ મારો પોતાનો હાથ જોતો હોઉં એમ જોઈ શકું છું. પાશમાં રહેલ હરિણ અકળાઈ જાય એમ હું હવે સંસારમાં રહી રહીને અકળાઈ ગયો છું માટે મને સંસારત્યાગરૂપ દીક્ષા આપીને અનુગ્રહિત કરો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૨૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરે અનુમતિ આપીને કહ્યું કે વિવેકી સજ્જનોને એ યુક્ત જ છે. માટે હે ચતુર કૃતપુણ્ય ! એમાં નિમેષ માત્ર પણ વિલંબ કરવો નહીં. પછી અત્યંત આનંદના પૂરથી પૂર્ણ થઈ ગયું છે મન જેનું એવા કૃતપુણ્ય પ્રભુને નમી ઘેર જઈ પોતાના કુટુંબીજનોને ભેગા કરી પોતાની સંસારત્યાગ કરવાની ઈચ્છા જણાવી; અને ગૃહનો સમસ્ત કાર્યભાર, વિક્ષેપ ન થાય એવી રીતે, પુત્રોને સોંપ્યો. પછી ઉત્તમોત્તમ ભાવના સહિત વિશાલ શિબિકામાં આરૂઢ થઈ સંધ હસ્તિની જેમ દાન દેતો, નગરને વિષે ફરતો ફરતો પત્ની સહવર્તમાન સમવસરણે પહોંચ્યો. શ્રેણિકરાજાએ પોતે પાસે રહીને કરાવ્યો હતો એવા આ દીક્ષા-ઉત્સવમાં સ્થળે સ્થળે બંદિજનોના વૃંદ મંગળિક શબ્દોનો ઉચ્ચાર કરી રહ્યા હતા; અને લોકો પણ “ધન્ય છે આ કૃતપુણ્યને કે જેણે પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી યથારૂચિ ભોગવી જાણી, આપી જાણી અને ગૃહવાસનું ફળ મેળવી જાણ્યું ! અહો ! આ સર્વ સુંદર કરીને હવે એ શ્રી વીરપ્રભુના ચરણ સમીપે વ્રત લેવા ચાલ્યો ! એણે એનો માનવભવ સત્યમેવ સાર્થક કર્યો !” એવું એવું બોલી સર્વત્ર એની પ્રશંસા કરી રહ્યા હતા. સમવસરણ પાસે જઈને કૃતપુણ્ય શિબિકા થકી ઉતર્યો, પણ ભાવના થકી ઉતર્યો નહીં. વળી પછી એણે સમવસરણને વિષે પ્રવેશ કર્યો ત્યારે સાથે સર્વ જનના ચિત્તને વિષે પણ પ્રવેશ કર્યો. પ્રવેશ કરી પ્રભુને નમીને પ્રદક્ષિણા દઈ એમની સન્મુખ આવી કહેવા લાગ્યો-હે નાથ ! આ સંસારસાગરથકી મારો શીધ્ર વિસ્તાર કરો. એટલે પ્રભુએ એને સ્ત્રીસહવર્તમાન પોતાને હાથે દીક્ષા આપી. અહો ! જિનેશ્વરનો હસ્ત અત્યંત ભાગ્યશાળી હોય એના મસ્તક પર જ હોય ! દીક્ષા આપી કે તુરત જ સર્વ દેવોએ અને મનુષ્યોએ કૃતપુણ્યમુનિને વંદન કર્યું. અથવા તો મુનિ મહાત્માને કોણ ન નમે ? પછી અભ્યાસને માટે કૃતપુણ્ય મુનિને પ્રભુએ ગણધરને સુપ્રત કર્યા; અને જયશ્રી આદિ સાધ્વીઓને અન્ય સાધ્વીઓને સુપ્રત કરી. ૧. પાછો હક્યો નહીં. અર્થાત એનો વૈરાગ્ય વધતો જ ગયો. ૨. સર્વેનાં ચિત્ત એના તરફ આકર્ષાયાં. ૨૨૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #234 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી કૃતપુણ્યમુનિ પોતાના સર્વ પવિત્ર આચાર અદીનપણે પાળવા લાગ્યા; અને જયશ્રી આદિ સાધ્વીઓ પણ સર્વદા વિધિવત એ આચરનું પુત્રપેઠે અનુપાલન કરવા લાગી. અનુક્રમે નિર્મળ મુનિવ્રુતપાળી પ્રાંતે આરાધના કરી એઓ ઉત્તમ ભોગવૈભવોવાળા દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને અનક્રમે કેટલાક ભવ પછી યોગ્ય સામગ્રી પ્રાપ્ત થયે નિત્યઅભય-એવું મોક્ષલક્ષ્મીનું અવિચળ ધામ પ્રાપ્ત કરશે. શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો નવમો સર્ગ સમાપ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક સર્ગ છ ઠ્ઠો. પૃષ્ઠ-પંક્તિ. ૧. ૨. આ હાર અને ગોળાની વાતના સંબંધ માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ, સર્ગ પમો, પૃષ્ઠ ૨૪૭. ૩. ૯. ઘર બાળીને તીર્થ કરે નહીં. આને સ્થાને “ઘર બાળીને કીર્તિ મેળવે નહીં' એમ જોઈએ. “ઘર વેચીને તીર્થ કરે નહીં? એવી પણ કહેવત છે. ૩-૧૭-ગાંઠ (ગાંઠે બાંધેલું) દ્રવ્ય. ૩. ૨૦. આગળ કાંઈ આંબા નથી રોપી મૂક્યા. મૃત્યુ પછી જે ગતિમાં તું જઈશ ત્યાં તારે માટે સુખના સ્વાદ તૈયાર નથી કરી મૂક્યા. (આંબાના ફળની સ્વાદિષ્ટતા દષ્ટાન્તરૂપ છે.) ૩. ૨૫. કાંઠા વિનાના ઘડાની જેમ કઠોર વર્તન રાખવું જોઈએ. ઘડાને કાંઠો હોય તો તો હાથવતી સહેલાઈથી મૃદુતાથી ઉંચકી શકાય. પણ કાંઠો ન હોય તો દોરડાથી ચોતરફ દઢ રીતે સીકડ્યો હોય તો જ ગ્રહણ કરી શકાય. એવી રીતે સીકડવારૂપ કઠોર વર્તન. ૫. ૬. પથ્યનું અનુપાલન ન કરે. લાભકારી અનુકુળ શિખામણ ન માને. ૬. ૧૧. દુષ્ટસ્વભાવવાળો અશ્વ, સરખાવો “વિપરીત શિક્ષિત અશ્વ. (પૃષ્ઠ ૩૭ પંક્તિ ૮.)” ૭. ૭. આદિ વરાહાવતાર. આને સ્થાને “આદિ વરાહ” એમ જોઈએ. આદિ વરાહકવરાહરૂપે વિષ્ણુ. વિષ્ણુના મલ્ય, કર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ-આ દશરૂપ અવતાર કહેવાય છે. ૭. ૨૬. અદ્વૈતવાદ. સ્વૈત બેપણુ. અદ્વૈત એકપણુ. એકતા. બે ૨૨૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #236 -------------------------------------------------------------------------- ________________ કાર્ય એક સાથે-સહયોગે ન થઈ શકે એવો વાદ-કથન અદ્વૈતવાદ. અહીં પ્રસ્તુત હંસો નૃત્યક્રીડા અને મધુરગાન બંને વાનાં સહયોગ કરે છેએટલે એમણે અદ્વૈતવાદનો નિષેધ કર્યો કહેવાય. ૮. ૨૪. કાલપાશ. મૃત્યુ પામેલાઓને બાંધી લઈ જવા માટે યમરાજા પોતાની પાસે “ફાંસો' રાખતા કહેવાય છે તે. ૧૧. ૧. ભવાભિનંદી. સંસારમાં વારંવાર અવતાર લેવાનું પસંદ કરનારા. એનો વિપર્યાય “ભવછેદક.' ૧૧. ૨૨. ઉપદ્રવ વિશેષ. અહીં ‘વિશેષ' એટલું ન જોઈએ. ૧૧. ૨૮. અંતધાન. એ “અંતર્ધાન’ જોઈએ. ૧૨. પહેલા આખા પેરાગ્રાફની જગ્યાએ આ પ્રમાણે વાંચવું - દેવતાઓ વરદાન આપી જાય છે એમાં પ્રાયે સ્વલ્પ હસવા જેવા દોષ હોય છે. પણ એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણકે બકરીએ દૂધ આપે છે તેની સાથે લીંડી પણ આપતી-મૂકતી જાય છે. ૧૨. ૧૦. રાજાની ગૃહકોકિલા. આની જગ્યાએ “પાસે ફર્યા કરતી ગરોળી” એમ વાંચવું. મેં ગૃહકોકિલાનો અર્થ ઉતાવળે વગર વિચાર્યું “કોકિલા-કોયલ' એવો કર્યો છે-એ ભૂલ થઈ છે. ૧૨. ૧૦. પ્રિયતમ કોયલને. આને સ્થાને “પ્રિયતમને' એમ જોઈએ. ૧૫. ૪. ઉગ્રરાગ કે ઉગ્રવિષ. આને સ્થાને “ઉગ્રરાગરૂપી વિષ' એમ જોઈએ. ૧૫. ૧૩. દયા. આને સ્થાને “મૂર્ખતા–મોહ' એમ વાંચવું. ૧૭. ૧૩. સુંદર. આની જગ્યાએ “સુપ્રસન્ન' વાંચવું. ૧૮. ૧૮. કાયોત્સર્ગ રહ્યો. કાયોત્સર્ગ કર્યો. કર્મક્ષય-નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. કાયોત્સર્ગ-કાયા-શરીર-ના વ્યાપારનો ઉત્સર્ગત્યાગ. અર્થાત્ સર્વ સાવધ વ્યાપાર ત્યજી એકસ્થાને, મૌન ધારણ કરી, ધ્યાનસ્થ, સ્થિર ઊભા રહેવું એનું નામ કાયોત્સર્ગ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૨૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ૧૮. મર્કટે કરેલી ભક્તિ. નિદ્રાયમાણ રાજાના શરીર પર આવી આવીને બેસતા ભ્રમરની પીડા ટાળવાને, રક્ષક તરીકે રહેલા વાનરે, એ ભ્રમરને તલવારવતી મારવા જતાં રાજાના જ શરીરના ટુકડા કર્યા-એ મર્કટભક્તિનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. ૨૩. ૧૦. એવા પુત્રને એવું જ વરદાન હશે. આને સ્થાને એવી માતાના પુત્રે એમ જ કરવું ઉચિત હતું એમ જોઈએ. ૨૫. ૨૮. એને એઓ... રાખવી પડે છે. આને સ્થાને “એને એઓ, ઈષ્ટદેવનું સ્મરણ કરવું પડે એવી અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં મૂકે છે' આમ વાંચવું. ૨૮. ૨૭. સુંદર સ્ત્રીઓને. આની જગ્યાએ “સ્ત્રીઓને જોઈએ. ૨૯. ૨૫. અસદ્ આચરણ. આના બદલે અશુભ કર્મ વાંચવું. ૩૨. ૧૬. બ્રહ્મચર્યની નવ વાડ. આને માટે જુઓ પૃષ્ઠ ૨૦૨ની પંક્તિ ૨૩થી.. ૩૩. ૫, ગચ્છ- એક આચાર્યની મર્યાદા-ધર્મશાસનમાં રહેનારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના સમુદાય કે સંઘવિભાગ ગચ્છ' કહેવાય છે. ૩૩. ૬. નવપૂર્વ-ધારી. જે લખવામાં એક હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા વિસ્તારવંત) શાસ્ત્રને “એક પૂર્વ' કહે છે. બે હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા શાસ્ત્રને બે પૂર્વ; ચાર હસ્તિપ્રમાણ શાહી જોઈએ એટલા શાસ્ત્રને ત્રણ પૂર્વ કહે છે. એમ ઉત્તરોત્તર અનુક્રમે અકેક ‘પૂર્વ માટે શાહી બમણી બમણી કરતા બસોને છપ્પન હસ્તિપ્રમાણ શાહીથી લખાય એટલા શાસ્ત્રને “નવ પૂર્વ' કહે છે. “નવપૂર્વ' શાસ્ત્રના જ્ઞાનવાળા નવપૂર્વધારી કહેવાય. ૩૩. ૨૩. આયુષ્યનાં દળ. આયુષ્ય-આયુષ્યકર્મ-ના થર. (આઠ પ્રકારનાં કર્મમાં એક આયુષ્યકર્મ છે.) ૩૩. ૨૭. કારૂ. કારીગર. ૩૫. ૧૫. શત્રુનું દળ. શત્રુનું સૈન્ય. ૨૨૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૫. ૧૬. ઘાતિ કર્મ. કર્મના આઠ પ્રકાર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામ. આમાંના પહેલાં ચાર ‘ઘાતિ કર્મ' કહેવાય છે; કેમકે એઓ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ઘાત કરનારા છે. (કેવળજ્ઞાન થવા દેતા નથી.) ૩૬. ૨૦. વિપરીત શિક્ષિત અશ્વ. લગામ ખેંચી ઊભો રાખવાનું કરીએ ત્યાં ઊલટો વેગસહિત દોડ્યો જાય, ને લગામ ઢીલી મૂકીને ‘ચાલવાનું' કહેતાં ઊલટો ઊભો રહે-એવા ઊલટા-વિપરીત-વર્તનવાળો અશ્વ. ૩૭. ૧૧. પર્યાય. સમાનાર્થ વાચક શબ્દ. Synonym. ૩૭. ૧૫. જીવનાં પુદ્ગલોને. અહીં ‘જીવ તથા પુદ્ગલોને' એમ વાંચવું. (ધર્માસ્તિકાયને લીધે જ જીવ અને પુદ્ગલ એક સ્થાનેથી અન્ય સ્થાને જઈ-આવી-કરી શકે છે.) ૩૮. ૬. યશઃપ્રશસ્તિ. યશના વર્ણનવાળી કાવ્ય પંક્તિઓ. ભૂરા આકાશમાંની શ્વેત બગલીઓ-તે જાણે રાજાએ શીલા પર ભીલની પ્રશંસાનું કાવ્ય લખાવ્યું હોય તેની પંક્તિઓ હોય નહીં ! આકાશ ભૂરું હોય તેમ શીલા પણ પ્રાયઃ ભૂરી હોય, અને બગલીઓ શ્વેત તેમ શીલા પરના અક્ષર પણ શ્વેત. (ભૂરી ભૂમિ પર શ્વેત વર્ણ જ ઊઠી નીકળે માટે શ્વેત રંગથી અક્ષરો લખાવ્યા હોય.) ૩૮. ૮. ઘોર વાયુની કુક્ષિને વિષે. પૃથ્વીની ચોતરફ ઘન વાયુ રહેલ છે-માટે એમ કહ્યું. સર્ગ સાતમો ૪૧. ૧. સમકિત. તીર્થંકરમહારાજાએ કહેલા તત્ત્વો પર સ્વાભાવિક રીતે અથવા ગુરુના ઉપદેશથી થયેલ શ્રદ્ધા-એનું નામ સમકિત-સમ્યક્ત્વ. ૪૧. ૫. દર્દુરાંક દેવે આપેલો હાર. આના સંબંધ માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ સર્ગ ૫. પૃષ્ઠ ૨૫૭. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૪૩. ૧૧. આર્તધ્યાન. ધ્યાન ચાર પ્રકારના હોય. (૧) ધર્મધ્યાન (૨) શુક્લ ધ્યાન (ઉપાધિરહિત-નિર્મળ ચિત્તવાળાનું ધ્યાન.) (૩) આર્તધ્યાન (દુ:ખ આવી પડે ત્યારે ચિંતવન થાય તે.) (૪) રૌદ્રધ્યાન (ક્રોધ થયો હોય તે વખતે ચિંતવન થાય તે.) ૪૩. ૧૯. ઈહાપોહ. અ। શબ્દ ‘ઊહાપોહ' એમ જોઈએ. અમુક વાતનો નિશ્ચય કરવા માટે, તરફેણની અને વિરુદ્ધની દલીલોથી પૂર્ણ વિચાર કરી જોવો એનું નામ ‘ઊહાપોહ.' ૪૬. ૧૨. ગલોફાં... ઈત્યાદિ. જેમ ગલોફાં કાણાં હોય ને ખાવું અશક્ય છે તેમ, તારા સ્વાધીનમાં છતાં હાર ગુમ થવો અશક્ય છે. ૪૬. ૧૫. ધ્વનિ કાવ્ય. કાવ્યના ત્રણ મુખ્ય પ્રકારમાનું સૌથી પ્રથમ અને ઉત્તમ પ્રકારનું કાવ્ય (બીજું અને ત્રીજું ચિત્રકાવ્ય છે.) ૪૭. ૧૫. સ્થિરતાને માટે. પોતામાં સ્થિરતા લાવવા માટે. તુલના. માપ કાઢવું; અજમાયશ કરવી. ૪૮. ૧૭. અભિષેક. રાજાને રાજ્યારોહણ પ્રસંગે, કે ધર્માધ્યક્ષ આદિને મહાન પદવી આપવાને સમયે કરવામાં આવતો ઉત્તમ દ્રવ્યયુક્ત જળનો અભિષેક. ૪૮. ૨૪. જિનકલ્પ. જિનભગવાનના આચાર-રહેણી કરણી. એ આચાર-કરણીનું અનુપાલન કરવાનો દૃઢપણે સ્વીકાર કરનાર સાધુ ‘જિનકલ્પી' કહેવાય. ૫૦. ૬. દુષ્ટલક્ષણવાળો અશ્વ ઈત્યાદિ. દુર્લક્ષણોવાળાં અશ્વાદિક પશુઓ માલિકનું અરિષ્ટ કરનારાં કહેવાય છે. ૫૦. ૯. પ્રમાર્જન, ક્ષૌરકળા, ચંદ્રમાની જ્યોત્સના. આની જગ્યાએ 'ક્ષૌર, ચંદ્રમાની કળા' એમ વાંચવું. ૨૩૦ ૫૦. ૨૪. રહ્યો છતાં. અહીં ‘રહ્યો છતો' વાંચવું. ૫૧. ૮. ખડ્ગ પંજર. ખડ્ગ રાખવાનું મ્યાન-કોશ. ૫૩. ૯. વૈતરણી. એ નામની નરકમાં આવેલી નદી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ૧૦. લક્ષ્મીરૂપી ચિત્રાવેલી. આની જગ્યાએ “મર્કટી વનસ્પતિ (કૌચાં)” એમ વાંચવું. એના સ્પર્શથી કંચન એટલે ખરજ બહુ થાય છે, માટે એ જાય એટલે દુઃખ ટળે ને સુખ થાય. ૫૬. ૨૧. સુભાષિત. સુંદર શબ્દ રચનાવાળું ભાષણ; વિદ્યા. ૫૭. ૨૦. ઈન્દ્રધ્વજની પૂજા. ઈન્દ્રધ્વજની પૂજા કાર્તિકી પૂર્ણિમાએ થતી કહેવાય છે. ૬૧. ૧૦. અશાતાવેદનીય કર્મ. જે કર્મ વેદતાં અશાતા-દુઃખ ઉપજે એવાં. (એથી વિરૂદ્ધ શાતાવેદનીય.) ૬૨. ૧૭. વંશજાળ. વાંસનું ગીચવન. અગાધ. પ્રવેશ ન થઈ શકે એવું સમજી ન શકાય એવું. ૬૫. ૪. વ્રજ. ગામડું. ૬૭. ૧૬. જરાકુમારને હાથે. ઈત્યાદિ. આ વાત એમ છે કે દ્વારિકાદહન સમયે વનમાં ચાલી નીકળેલા વિષ્ણુ-કૃષ્ણ (‘વિષ્ણુ કુમાર’ નહીં) કોઈ સ્થળે બેઠા હશે ત્યાં મૃગયાર્થે ફરતા એમના સાવકા ભાઈ જરાકુમારે એમને દૂરથી ભૂલમાં પશુ ધારીને એમના તરફ તીર ફેંક્યું-એ તીરે કૃષ્ણના પ્રાણ લીધા. ૬૯. ૧૬. મરકી દુષ્કાળ આદિ સંકટો. આને સ્થાને, (મૂળમાં કવિએ આણેલો અલંકાર ભાષાન્તરમાં પણ આવવો જોઈએ એ હેતુએ) ‘મરકી દુષ્કાળાદિ-રૂપ ઈતિઓ' એમ જોઈએ. સ્ત્રીઓ વિનાનાં ગૃહને ધન્ય, એમ (સ્ત્રીલિંગવાચી) ‘ઇતિઓ' વિનાનાં દેશને ધન્ય. (અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, મૂષક, પોપટ અને પરરાજ્યનું આક્રમણ-આ છ ‘ઈતિઓ’ -દેશના સંકટો કહેવાય છે.) ૬૯. ૧૮. સ્ત્રીને કારણે. સ્ત્રીને પીડારૂપ માનીને શુકન જોવા પણ ઊભા રહ્યા વિના સંસારમાંથી ચાલી નીકળ્યા છે. ૭૧. ૨૩. એકવર્ણનું છતાં ચારવર્ણોથી શોભતું. ગામ એક વર્ણનું છતાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-આમ ચાર વર્ણ-જાતિવાળું, એ વિરોધ. એ શમાવવા ‘એક વર્ણનું'નો અર્થ ‘એક રંગનું-એકજ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપવાળું' એવો લેવો. (વિરોધાભાસ અલંકાર.) ૧૩. ૧૭. ખંઢ. વીર્ય શૌર્યહીન-નપુંસકો. ૧૩. ૧૭. સાંઢ. વીર્યશૌર્યવાળા-(સાંઢ જેવા) સમર્થ પુરુષો. ૭૪. ૩. દંડપાશિક. પોલીસના માણસો. ૭૪. ૨૨. રૂદ્ર. કૈલાસ પર શંકરની સાથે રહેનારા એનાજ સ્વરૂપના પણ ઓછા અધિકારવાળા અગ્યાર રૂદ્રો છે. ૭૫. ૧૧. બ્રહ્મહત્યા અને મહેશ્વર. મહેશ્વરને મારવા એની પાછળ બ્રહ્મહત્યા દોડી હતી એવી કંઈ પુરાણની વાત છે. ૭૫. ૨૮. સૌધર્મ-ઈન્દ્ર અને ઈશાન-ઈન્દ્ર. બંનેને ભિન્ન ભિન્ન અધિકાર છે; એકને દક્ષિણ દિશાનો અને બીજાને ઉત્તર દિશાનો. ૭૬. ૫. ગડુચી. એક પ્રકારની વનસ્પતિ. એ અનંતકાય હોવાથી પાણી છાંયે તાજી થાય છે. ૭૭. ૫. ઉષરક્ષેત્ર. ક્ષારવાળી ભૂમિ, ખારાપટ. ૭૮. ૧૧. ઈન્દ્રવારૂણીના ફળ. આ ફળ દેખાવડાં છે; એમાં કોઈ જાતનો ગુણ નથી-રસકસ વિનાનાં છે. ૮૦. ૨૩. સાતે કર્મોના બંધનથી. ઉપર પૃષ્ઠ ૩૬ પં.૧.ની નોટમાં આઠ કર્મ ગણાવ્યાં છે એમાંથી આયુષ્યકર્મ બાદ કરતાં બાકીના સાતે કર્મો, મોહાદિ જેનાં શાંત થયાં છે એવો પ્રાણી બાંધે નહીં. (આયુષ્ય કર્મ બાંધે તે હરકોઈ એક વખત જ બાંધવાનું હોય.) ૮૭. ૬. ક્ષેપક મુનિ. પરમાત્માએ “ગુણ'ના ઉત્તરોત્તર ચૌદ સ્થાન કે ક્રમ (પગથીયાં), અને એ ચૌદ ક્રમની એક શ્રેણિ બતાવી છે. એ શ્રેણિના સાતમે ક્રમે કે સ્થાને પહોંચ્યા પછી કોઈ મુનિ કર્મને એકદમ નાબુદ ન કરી શકતાં, ઉપશમાવતા-શાંત પાડતા પાડતા આગળ વધતા જાય એ મુનિ ઉપશામક મુનિ કહેવાય; અને જે મુનિ(કર્મને) ખપાવતા એટલે એકદમ નાબુદ કરતા કરતા આગળ વધતા જાય એ ક્ષેપકમુનિ કહેવાય. વળી બંનેની શ્રેણિ અનુક્રમે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ કહેવાય. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૨૩૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૮૯. ૧૩. કૈકેયીએ કર્યું હતું એમ. દશરથ રાજાએ પોતાની પ્રિય રાણી કૈકેયીને ત્રણ વચન આપ્યાં હતાં, અને કૈકેયીએ એ “અવસરે માગીશ” કહી રાજા પાસે થાપણની જેમ રહેવા દીધાં હતા-એ વાતા સુપ્રસિદ્ધ છે. ૯૦. ૬. સાતવેદનીય પ્રકૃતિ. સાતાવેદનીય કર્મનો ઉદય. ૯૫. ૧. પદ્મિની. કમલિની-કમળપુષ્પોની તળાવડી-કમળ પુષ્પો. સૂર્યનો ઉદય થયે એ પુષ્પો પ્રફુલ્લિત થાય છે માટે એમને એ (સૂર્ય) જ પ્રિય હોય. ૯૬. ૩. સંજીવની. જુઓ પૃષ્ઠ ૧૯૮ની ફુટનોટ. ૯૬. ૯. પંઢ. નિર્વીર્ય માણસ. ભાંડ. મશ્કરી-મજાક કરવામાં પૂરા વર્ણસંકર જાતિના ભાંડ લોકો. ૯૭. ૬. અંધકાર. (૧) અંધારું, (૨) અજ્ઞાન. ૯૮. ૨. પરિગ્રહ આદિ સંજ્ઞા. અનાદિ અભ્યાસને લીધે રૂઢ થઈ ગયેલી, જીવની કર્મજન્મ વૃત્તિ-એનું નામ સંજ્ઞા. જીવને એવી ચાર પ્રકારની સંજ્ઞા હોય છે. (૧) આહાર સંજ્ઞા (આહાર કરવાની વૃત્તિ), (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા (પદાર્થનો સંગ્રહ કરવાની વૃત્તિ.) સંજ્ઞાના દસ ભેદ પણ કહેવાય છે; એટલે (૫) ક્રોધસંજ્ઞા (૬) માનસંજ્ઞા (૭) માયાસંજ્ઞા (૮) લોભસંજ્ઞા (૯) ઓઘસંજ્ઞા (જીવની અત્યંત અવ્યક્ત સ્થિતિ) અને (૧૦) લોકસંજ્ઞા (પોતપોતાની જાતિનું અનુસરણ કરવાની ગતાનુગતિક વૃત્તિ.) સર્ગ આઠમો ૧૦૧. ૨૩. દેવતાઓનાં જંગમ ગૃહો. હાલતાં ચાલતાં વિમાનો. (કેટલાક દેવવિમાનો સ્થિર હોય છે-રહે છે; જેવાં કે (નવ) રૈવેયક, અને (પાંચ) અનુત્તર વિમાનો.) ૧૦૪. ૨૬. ઉતારાની ભૂમિ. અહીં. ‘આવાસની ભૂમિ (રહેવાનાં ઘર)” એમ જોઈએ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૩ ૨૩૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. ૪. મહારથિ. મહાન યોદ્ધો, શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હોય, અને દશસહસ્ર ધનુષ્યધારીઓની સામે ટક્કર ઝીલી શકે-એ “મહારથિ'ની વ્યાખ્યા છે. ૧૦૮. ૩. મોહનીય-કર્મની ત્રણ પ્રકૃતિ. સમકિતમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય-એ ત્રણ. ૧૦૮. ૧૭. જુહારવાને. જુહાર કરવાને; દર્શન-વંદન કરવાને. ૧૦૮. ૨૧. ત્રણ નૈષેલિકી કહીને. “મનથી, વચનથી અને કાયાથી ઘરસંબંધી સર્વ વ્યાપારનો નિષેધ-ત્યાગ કરું છું.” એમ કહીને. ૧૧૧. ૧૨. ભિન્ન ભિન્ન (ગતિ.) દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. (એમ ચાર.) ૧૧૨. ૨૨. સ્વાધ્યાય, વંદનક. સામાયિક, પ્રતિક્રમણ. ૧૧૭. ૨. સીત્તેર પ્રધાનની વાર્તા. આ “સૂડાબ્દોંતેરી' નામની પ્રસિધ્ધ લોકવાર્તા હશે. ૧૨૯. ૨૦. મિથ્યાત્વ. શુદ્ધ ન હોય એવા દેવ-ગુરુ-ધર્મને વિષે શ્રદ્ધા રાખવી એ. ૧૪૦. ૧૧. રાજ્યોગ થયો હોય. રાજા થવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોય; રાજ્ય મળ્યું હોય. ૧૪૩. ૧૩. પલ્યોપમ ‘પલ્યોપમ'-સાગરોપમ' આદિ “કાળના' માપ છે. ૧૪૩. ૧૫. રજુ. એ ભૂમિ-ક્ષેત્રનું માપ છે. ૧૪૩. ૨૭. અગ્નિભીરૂ. એ નામનો પ્રધોતરાજાનો રથ. (એનાં રાજ્યનાં ચાર રત્નોમાંનું એક.) જુઓ પૃષ્ઠ ૧૨૪. પ.૧૭. ૧૪૪. ૧૬. પ્રદ્યુમ્નકુમાર. કૃષ્ણના આ એક કામદેવસમાન અત્યંત સૌંદર્યવાન પુત્રનું પણ એકદા હરણ થયું હતું.-એનું આ દષ્ટાંત છે. ૧૪૬. ૫. અગ્નિથી દગ્ધ થયેલાને-ઈત્યાદિ. અગ્નિથી દગ્ધ થયેલો-દાઝી જવાથી મૃત્યુ પામેલો-હોય એને, પછી તો અગ્નિનું શરણ ૨૩૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #244 -------------------------------------------------------------------------- ________________ અગ્નિસંસ્કાર જ હોય. ૧૪૮. ૧૫. આ પ્રમાણે અભયકુમારે... શરૂ રાખ્યું. આને સ્થાને “બુદ્ધિરૂપી કમલિનીનો વિકાસ કરવામાં ચંદ્રોદય સમાન-એવા અભયકુમારે નિત્ય આ પ્રમાણે કરવું શરૂ રાખ્યું.” એમ વાંચવું. ૧૪૮. ૨૧. આષાઢમાસના દિવસ જેવી ક્ષણ. સર્વ દિવસોમાં આષાઢમાસના દિવસો બહુ લાંબા-ખુટે નહીં એવા; તેમ ક્ષણ પણ ખૂટે નહીં એવી. સર્ગ નવમો ૧૫૩. ૧૪. તારું સુખ જોઈને જઈશ. “તારું દુઃખ લઈને જઈશ' એમ પણ કહેવાય. ૧૫૫. ૧૧. પુત્રપ્રાત્યન્તરાય કર્મનો ક્ષયોપશમ. પુત્રપ્રાપ્તિમાં અંતરાય કરનાર કર્મનો ક્ષય. ૧૫૬. ૬. રત્નદ્વીપ. જ્યાં બહુબહુ રત્નો જડતાં હતાં એવો એક દ્વીપ. પૂર્વે ઘણા લોકો રન મેળવવાને ત્યાં જતા એવું રાસ, વાર્તાઓ વગેરેમાં વાંચવામાં આવે છે. ૧૫૭. ૨૫. વિટ. વ્યભિચારી પુરુષો. ૧૫૮. ૧૧. પુષ્પધવા. પુષ્પના ધનુષ્યવાળો. કામદેવને કવિઓએ ધનુર્ધારી કપ્યો છે, અને એ ધનુષ્ય પણ “પુષ્પનું કહ્યું છે. ૧૫૯. ૧૫. અવર (કલ્પવૃક્ષ). ગૌણ, અલ્પપ્રભાવવાળું. ૧૬૧. ૧. જાગતાને પાડી (મળ); ઊંઘતાને પાડો (મળે). પાડી મળે એ દૂધ આપે એટલો જાગતાને લાભ. પાડો મળે એ શું આપે ? કંઈ નહીં. એટલો ઊંઘતાને ગેરલાભ. અહીં કૃતપુણ્ય ઊંઘી ગયો એટલે એને ગેરલાભ થયો. ૧૬૧. ૧૯. ગંધર્વ નગર. આકાશમાં દેખાતું કથિત નગર, જે ક્ષણવાર દેખાઈને લુપ્ત થઈ જાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. ૮. જે પ્રકારનો પવન વાય. ઈત્યાદિ. “સાથરા પ્રમાણે સોડ' કરવી કહી છે. (“મુડી હોય એના પ્રમાણમાં વેપાર થાય,” “પવન પ્રમાણે આચ્છાદન જોઈએ.” આ બધી સમાનાર્થવાચી કહેવતો છે.) ૧૬૭. ૧૦. શ્રુતિપ્રતિપાદિત વચનો; શાસ્ત્રનાં વચનો (વેદ વાક્યો ?) ૧૬૭. ૨૬. ખરલ અને બિલ્વનો સંયોગ. (અહીં “ખરલને સ્થાને “ખલ્લા’ વાંચવું.) ખલ્લા=બોડકું મસ્તક. બિલ્વ=બીલું. બોડકા મસ્તક અને બીલાનો-સંયોગ કોઈવાર થઈ જાય છે (બોડકા મસ્તક પર કોઈવાર બીલું પડે છે.) તેમ શ્રેષ્ઠિનીને ઘરેથી કૃતપુણ્યના આગમરૂપ ઘટના, અને વસંતપુરથી સંઘના આગમનરૂપ ઘટના-એ બંને ઘટનાનો સંયોગ થયો (બંને ઘટના સાથે બની.) ૧૬૮. ૧૯. પરિગ્રહ સંજ્ઞા. જુઓ આ પરિશિષ્ટમાં પૃષ્ઠ ૯૮ પંક્તિ ૦૨ ઉપરની ટિપ્પણી. ૧૬૯. ૬. શેષ. યજ્ઞમાં હોમતાં વધેલી શેષ રહેલી વસ્તુઓ ફળાદિ; (જે પાછળથી વહેંચી દેવામાં આવે છે.) ૧૬૯. ૧૦. લઘુકર્મી. જેનાં કર્મો લઘુ-હળવાં થઈ ગયાં હોય, એવો. ૧૭૧. ૨૮. તૃણનો પૂળો. તૃણનો પૂળો એટલા માટે લઈ ગઈ કે બચ્ચે અવતરે એ તરતને માટે તૃણની શય્યા પર સુખે રહી શકે. (હાથણી તૃણની પથારીમાં જ બચ્ચાને જન્મ આપે.) ૧૭૨. ૫. સમુદ્રમાં પેસી ગયેલા પર્વતો. એમ કહેવાય છે કે પૂર્વે પર્વતોને પાંખ હતી એટલે ઊડી ઊડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રને સુદ્ધાં હેરાન કરતા. તેથી ઈન્દ્ર પોતાના વસ્થી એમની પાંખો કાપવા માંડી એટલે એ પર્વતો ભયને લીધે સમુદ્રમાં પેસી ગયા, જ્યાં ઈન્દ્ર કાંઈ કરી શકે નહીં. ૨૩૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩. ૨૧. અનંતાનુબંધી (ક્રોધ). અનંત અનુસંધાનવાળો; શરૂને શરૂ જ રહે-કાયમ ટકી જ રહે એવો. ૧૭૪. ૨૧. પ્રાણાયામ. શ્વાસરૂંધવો. દેવતા આદિના નામોનું અથવા એમના ગુણોનું મનન કરતી વખતે શ્વાસને રૂંધવોએ ક્રિયા “પ્રાણાયામ' કહેવાય છે. ૧૮૨. ૩. કેશની વેણી બાંધી લીધી. પુષ્પ આદિથી કંઈપણ વિભૂષા-શોભા કર્યા વિના, સમસ્ત કેશની એક જ વેણી બાંધી લીધી. આ, અને એની સાથે જણાવેલાં બીજાં, પ્રવાસે ગયેલા પતિની પતિવ્રતા સ્ત્રી (=પ્રોષિતભર્તૃકા)નાં લક્ષણો છે. ૧૮૭. ૩. લેપ્યમયી (પ્રતિમા.) લેપની, પ્લાસ્ટરની. ૧૯૩. ૪. મોહરાજાના મસ્તક પર... ઈત્યાદિ. આવો જ વિચાર કવિએ આ ચારિત્રના સર્ગ ત્રીજામાં બતાવ્યો છે. (જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ ૧૧૭ પંક્તિ ૧૮.) ૧૫. ૫. અવ્યવહારિક રાશિ. બીજાઓની સાથે જેમને વ્યવહાર નથી એવો સમૂહ-જાતિ, સૂક્ષ્મ નિગોદના જીવ, આ “રાશિ” ના હોય. એ “રાશિમાંથી નીકળી બીજા જીવોની સાથે વ્યવહારમાં આવે-ભેળાયા ત્યારે “વ્યવહારિક રાશિમાં આવ્યા કહેવાય. ૧૯૫. ૮. ઉત્સર્પિણી અને અવસર્પિણી. આ બે કાળચક્ર છે. ઉત્સર્પિણી ચઢતો કાળ. (એમાં લોકોની સમૃદ્ધિ આદિ વૃદ્ધિ પામતાં જાય. અવસર્પિણી–ઉતરતો કાળ.) (એમાં એ ન્યૂન થતાં જાય.) ૧૫. ૧૨. દશદષ્ટાન્ત દુર્લભ. “મનુષ્યભવની દુર્લભતા' ઉપર દશ દષ્ટાન્તો છે. શાસ્ત્રકારોએ અમુક દશ દુર્લભ ઘટનાઓ બતાવીગણાવી છે તેવી જ આ મનુષ્યભવપ્રાપ્તિરૂપ ઘટના પણ દુર્લભ છે. ૨૦૧. ૧૨. સંયમના સત્તર ભેદ. સત્તર ગુણયુક્ત સંયમ. પાંચમહાવ્રતનું પરિપાલન-એ પાંચ ગુણ; ચારે કષાયના નિરોધરૂપ ચાર ગુણ; પાંચ ઈન્દ્રિયોના નિરોધરૂપ પાંચગુણ અને ત્રણ દંડના નિરોધરૂપ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુણ-આમ સત્તરગુણ. (જુઓ પૃષ્ઠ ૨૦૯ પંક્તિ ૯–૧૦.) ૨૦૩. ૧૦. ચિલાતીપુત્ર. એ એક તપસ્વી મુનિ પાસેથી ઉપશમ, વિવેક તથા સંવર એ ત્રણ પદ શ્રવણ કરી એની અર્થ વિચારણામાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે કોઈ દુષ્ટ જાનવરો એમને પૂર્ણ પણે સતાવી રહ્યા હતા. છતાં શુભ ધ્યાનથી ચલિત ન થતાં, એણે અઢી દિવસમાં સ્વર્ગ પ્રાપ્ત કર્યું. ૨૦૩. ૧૮. દઢપ્રહારી. એક પ્રસિદ્ધ ચોર. જેણે એક વખત કોઈ બ્રાહ્મણ અને એની સ્ત્રીની ઘોર હત્યા કરી હતી; પરંતુ પછી એ બ્રાહ્મણીના તરફડતા ગર્ભને જોઈને વૈરાગ્ય-પૂર્વક સંયમ લીધો અને ઘોર તપશ્ચર્યા કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૨૦૬. ૨૪. ર-પ્રમાણ. દેવતાની ગતિ એક નિમેષમાત્રમાં એક લક્ષયોજન કહેવાય છે-એ ગણત્રીએ એ સતત છ માસ પર્યન્ત ચાલ્યા કરતાં જેટલી ભૂમિ કાપે એટલી ભૂમિ એક “રજુ' સમજવી. ૨૧૨. ૧૨. ત્રિવેણીસંગમ. ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ. બે કે વિશેષ નદીઓનો સંગમ. સંગમ સ્થળ (દષ્ટાંત તરીકે પ્રયાગતીર્થ) બહુ પવિત્ર ગણાય છે. ૨૧૩. ૨૬. મુનિએ પોતાને સ્થાને આવીને અહીં બિલ પ્રવેશ ન્યાયે. અહીં “મુનિએ અહિ બિલ પ્રવેશ ન્યાયે પોતાને સ્થાને આવીને” એમ વાંચવું. “અહીં-સર્પ પોતાના બિલ-દરમાં પ્રવેશ કરે છે. તેવી રીતે સીધા-પાંસરા પોતાને સ્થાને આવીને.” (સર્પને માટે કહેવત છે કે “બીજી બધી જગ્યાએ વાંકો, પણ દરમાં પાંસરો.”) ૨૧૫. ૨૫. પિતા બુધને આનંદ આપનારો. આને સ્થાને “પુત્ર બુધને આનંદ આપનારો' એમ વાંચો. (બુધનો ગ્રહ ચંદ્રમાનો પુત્ર કહેવાય છે.) ૨૧૭. ૭. પ્રજ્ઞાહીન. અજ્ઞાન. ૨૧૮. ૧૧. બારવ્રત. (૧) જીવહિંસા ન કરવી, (૨) અસત્ય ન ૨૩૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) Page #248 -------------------------------------------------------------------------- ________________ બોલવું, (૩) ચોરી ન કરવી, (૪) પરસ્ત્રીગમન ન કરવું, (૫) પરિગ્રહ– દ્રવ્યાદિ-નું પ્રમાણ કરવું, (૬) દિશાઓનું પ્રમાણ-જવા-આવવાનું માપ બાંધવું, (૭) ભોગ-ઉપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું, (૮) અનર્થદંડનો ત્યાગ કરવો, (અનર્થના કાર્યોમાં આત્માને પ્રવર્તાવવો નહીં,) (૯) દરરોજ (બે ઘડી) સામાયિક કરવું, (૧૦) દેશાવગાસિક કરવું. (છઠ્ઠ અને સાતમા વ્રતમાં જે પ્રમાણ બાંધવાનું કહ્યું છે એ પ્રમાણનો પ્રતિદિન સંક્ષેપ કરવો,) (૧૧) પર્વ-તિથિએ પૌષધ કરવો (અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિઓ કહેવાય છે-તે દિવસોએ આહાર, શરીરની શુશ્રુષા અને સાવધ વ્યાપારનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ધર્મક્રિયા કરવી,) (૧૨) સુપાત્રે દાન દેવું (સાધુ, શ્રાવક આદિ સુપાત્ર અતિથિને દેશકાળનો વિચાર કરીને ભક્તિપૂર્વક અન્ન જળ આદિ આપવું)-આ બાર, શ્રાવકનાં બારવ્રત કહેવાય છે. ૨૧૯. ૪. આલોચના. થયેલા દોષોનું સ્મરણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત. ૨૧૯. ૯. પરમાધાર્મિક, પાપી પ્રાણીઓને એમના પાપની શિક્ષા કરનારા પરમ અધાર્મિક દેવો. ૨૧૯. ૧૩. કદર્થના. તીવ્ર વેદના. ૨૨૩. ૩. પ્રાસાદ. જિનમંદિર. ૨૨૩. ૭. ગુણશ્રેણિ. આને માટે જુઓ આ પરિશિષ્ટમાં પૃષ્ઠ ૮૭ પંક્તિ ૦૬. ઉપરનું ટિપ્પણ. ૨૨૪. ૭. શિબિકા. પાલખી. ૨૨૪. ૨૪. ગણધર. ગણ-શિષ્યસમૂહ-ને વિષે મુખ્ય-મુખ્ય શિષ્ય. ૨૨૫. ૪. પ્રાંતે આરાધના કરવી. પ્રાંતે-છેવટે-મરણસમયે આરાધના-મોક્ષની આરાધના કરવી-મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય લેવા. આરાધનાના દશ અધિકાર-પ્રકાર છે; (૧) વ્રત લઈને ભાંગ્યું હોય એનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું, (૨) ગુરુ સમક્ષ (કંઈ નવું) વ્રત લેવું, (૩) સર્વ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ જીવોની ક્ષમા માગવી, (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવાં-બુત્સર્જન કરવાં-ત્યજવાં, (૫) અરિહંતનું, સિદ્ધભગવંતનું, શ્રીજૈનધર્મનું, અને ગુણવંત સાધુનું-એમ ચાર શરણ અંગીકાર કરવાં, (૬) દુષ્કૃત્ય કર્યા હોય એની નિંદા કરવી, (૭) જેજે શુભ કાર્યો કર્યા હોય એની અનુમોદના કરવી, (૮) ઉત્તમ ઉત્તમ ભાવના ભાવવી, (૯) યોગ્ય અવસરે અનશન આદરવું. (ચારે આહારનો ત્યાગ કરવો.) (૧૦) નવકારમંત્રનો જાપ કરવો-એનું સ્મરણ કર્યા કરવું. ૨૪૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-1 Page #250 -------------------------------------------------------------------------- ________________ ut મપૂજા નીક કલાકાત લીમ્ કૃતિon ધિરહિત સંસ્કૃત મહાકાવાનું ગુજરાતી બાળકના આબકારા મંત્રીશ્વરનું જીવનચરિત્ર -ભાગ- 2E SIRIS શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રિન્ટીંગઃ જય જિનેન્દ્ર અમદાવાદમો:૯૮૨૫૦ 2424