________________
ૐ નમ: શ્રી સર્વાયા
કોર
અભયકુમાર મંત્રીશ્વરનું
જીવન ચરિત્ર
સર્ગ છઠ્ઠો
પછી શ્રેણિકરાજાએ દેવતાએ આપેલી વસ્તુઓમાં સુંદર હાર હતો તે ચેલણા રાણીને, અને રમણીય ગોળા હતા તે પટ્ટરાણી નંદાને આપ્યા. એટલે નંદાએ ઈર્ષ્યા લાવીને કહ્યું- હે સ્વામી ! તમે મને આ ગોળા આપીને નિશ્ચયે મારી મશ્કરી કરો છો. એથી તો મને ખેદ થાય છે ! હું તે શું એક કુમારિકા છું કે એ ગોળાવડે રમું ? આમ કહીને એણે બંને ગોળા સહસા ક્રોધ કરીને ભીંત તરફ ફેંક્યા એટલે એ, માળામાંથી નીચે ભૂમિપર પડવાથી ઇંડુ ફૂટી જાય એમ તત્ક્ષણ ફુટી ગયા. એટલે એક ગોળામાંથી સૂર્ય અને ચંદ્ર જ હોય નહીં એવાં, પોતાની કાંતિથી સર્વ દિશાઓને પૂરી દેતાં બે કુંડળ નીકળ્યાં; અને બીજા ગોળામાંથી અત્યંત કોમળ એવાં બે દેવદૂષ્ય (વસ્ત્ર) નીકળ્યાં. એ જોઈને તો નંદાને અત્યંત આનંદ થયો અને તક્ષણ એ લઈ લીધાં. ખરું જ છે કે પ્રાણીઓને ઘડીમાં ખેદ અને ઘડીમાં હર્ષ થાય છે. પણ નંદાને મળેલી આ વસ્તુઓ જોઈ ચેલણાને એ લેવાનો લોભ થયો, કારણકે પ્રાણી માત્રને જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ તૃષ્ણા વૃદ્ધિ પામતી જાય છે. આમ હોવાથી પતિની માનીતી ચલણાએ પતિને કહ્યું- હે નાથ !
૧. દૂષ્ય વસ્ત્ર; દેવદૂષ્ય-દેવતાઈ વસ્ત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છછું)