________________
હવે જે બીજી સત્યતુલના છે તે પાંચ રીતે કાયોત્સર્ગ કરવાથી થાય છે. (૧) ઉપાશ્રયની અંદર (૨) ઉપાશ્રયની બહાર (૩) ચતુષ્કને વિષે એટલે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં (૪) શૂન્ય દેવાલયને વિષે અને (૫) સ્મશાનને વિષે. આ પાંચમો ઓચિંતો કે ઉંદર આદિનો ભય આવી પડે તો તેનો અને ક્રમે ક્રમે નિદ્રાનો પણ પરાજય કરવાનો છે.
ત્રીજી સૂત્ર તુલનામાં હંમેશના પરિચયના સૂત્રો નિરંતર ધારણ કરી રાખવાના હોય છે; કે જેથી કોઈ વખત મેઘ કે વંટોળીઆથી નક્ષત્ર કે સૂર્ય આચ્છાદિત થઈ ગયા હોય તો તે પ્રસંગે રાત્રદિવસ પ્રેક્ષા-ભિક્ષા. આદિના સમયની ખબર પડે.
- હવે ચોથી એકત્વભાવના નિત્ય ભાવનાની કહી છે તે સાધુ જેમ જેમ ભાવતો જાય તેમ તેમ તેને પોતાના ગુરુ આદિને વિષે પણ મમત્વ રહે નહીં, તો પછી બીજાને વિષે તો શાનો જ રહે. તે આ પ્રમાણે;- આનંદદર્શન-જ્ઞાન-સમ્યકત્વ અને વીર્ય એ છે લક્ષણ જેનાં એવો એક આત્મા જ મારો છે; એ સિવાય અન્ય કંઈ પણ મારું નથી. ધન, ગૃહ, મિત્ર,
સ્ત્રી પુત્રાદિ, તથા ઉપકરણો કે આ દેહ પણ મારો નથી, આ ધર્મ બંધુઓ પણ મારા નથી.” એ રીતે મમત્વ મૂળથી કાપી નાખવાથી ઉત્કૃષ્ટ નિઃસંગતા. થઈ શકે છે. આચાર્ય ગુર કે કોઈ પ્રકારનો અભિષેક કે કોઈ બીજું પણ મમતાનું સ્થાન જીવને સુગતિને વિષે લઈ જતું નથી; ફક્ત જ્ઞાનાદિ જ લઈ જાય છે.
છેલ્લી બળતુલના બે પ્રકારની કહી છે. શરીરબળથી અને મનોબળથી. કાયોત્સર્ગ વિધિને વિષે જોઈએ તે શક્તિ અથવા શરીરબળ, અને બીજું ધૈર્ય એ મનોબળ. આ બંને પ્રકારના બળ અભ્યાસ કે મહાવરાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લંખ-મલ્લ લોકો આદિના દષ્ટાન્ત જુઓ. આ પ્રમાણે સાધારણ જીવોને દુષ્કર એવો જિનકભી સાધુઓનો આચાર બહુધા સૂત્રોને વિષે વર્ણવ્યો છે.
અહીં આવીને ઉતરેલા સુસ્થિત આચાર્યને સર્વોતુલના આદરવી હતી એથી એઓ ઉપાશ્રયની બહાર આવીને નિશ્ચળ કાયોત્સર્ગ રહ્યા. આજે હારની શોધમાં ફરતા અભયકુમારને છ દિવસ પૂરા થઈને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૪૮