________________
દેવદ્રવ્યનો વહીવટ કરનાર ત્રણચાર જણ હોવા જોઈએ. એ પાપીએ એ કાર્યમાં ન જોયો દોષ કે ન ગણી નિંદા; કારણકે લોલુપી પ્રાણીઓ સ્વાદ ચાખ્યા પછી યોગ્યાયોગ્ય કંઈ જોતા નથી. પછી અનુક્રમે પોતાના દોષોની આલોચના કર્યા વિના તે પંચત્વ પામ્યો. કહ્યું છે કે જન્મમરણ પ્રાણીઓને સહચારી જ છે.
જે જે યોનિમાં એ ઉત્પન્ન થતો ગયો તે તે યોનિને વિષે એને અસહ્ય દુઃખ સહન કરવાં પડ્યાં; કારણકે મંદાગ્નિ પ્રાણીઓને અન્ના જેમ દુર્જર છે તેમ દેવદ્રવ્યભક્ષણ સર્વ કોઈને દુર્જર છે. “અરે પાપી ! તારા આ ગળામાં દેવદ્રવ્ય ગયું છે.” એમ કહી કહીને પરમાધાર્મિક દેવો, એના કરૂણ આક્રંદો છતાં, એને તપાવેલું સીસું પાતા; એને ભેદતા, બાંધતા, છેદતા અને વધ પણ કરતા. વળી તપાવેલી લોહની પુતળીનો. પરિરંભ કરાવીને, તથા કુંભમાં નાખી અગ્નિ પર રાખી અસહ્ય પીડા ઉપજાવીને એની કદર્થના કરતા એવાં નારકીનાં દુઃખમાંથી મુક્ત થયા પછી પણ તિર્યચની યોનિમાં આવ્યો ત્યાં પણ એની માતાના સ્તનમાં દૂધ સુકાઈ ગયું; તેથી સુધા તથા તૃષાથી પીડાઈ બાલ્યાવસ્થામાં જ એ મૃત્યુ પામ્યો. આવો પાપી જીવ પોષાઈને યુવાનવય સુધી પહોંચે જ શાનો ? જળા તો ન મળે પણ ઊલટી અગ્નિની કદર્થના સહેવી પડે ! આહાર ન મળે ને ઊલટા એના જ માંસનો આહાર પાપિષ્ઠ પારધીઓ કરે ! જેઠ માસની, ન છીપે એવી તૃષા લાગતાં, ઊલટો એને નિર્દયપણે નિર્જળ મરૂભૂમિના રણને વિષે ફેરવવામાં આવે ! દંડના પ્રહાર પડે, અને આરથી વીંધાવું પડે ! આવી આવી અનેકવિધ પીડા એ દેવદ્રવ્યભક્ષકને તિર્યંચયોનિમાં સહેવી પડી.
વળી મનુષ્યનો અવતાર મળ્યો તો એમાં યે દારિદ્રય, વિષાદ, મહાન વ્યાધિઓ, ચિંતા, સંતાપ, શોક આદિ અનેક પીડાઓ ઊભી જ હતી !
સ્વર્ગને વિષે આભિયોગિક દેવ થયો તો ત્યાં કે અન્ય દેવોની
૧. મોટા દેવોના આદેશને આધીન. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૧૯