________________
મનોહર લક્ષ્મી નીહાળવાથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા-લોભ આદિ અત્યંતર શત્રુરૂપી અગ્નિની જવાળાઓ એને બાળી નાખવા તૈયાર જ હતી ! અનુક્રમે આવાં દુઃખો નિરંતર ભોગવવાથી એનાં ભારે કર્મો હળવા થયા. નદીના મોટા પથ્થરો પણ નિરંતર ઘસાઈ ઘસાઈને નાના થઈ જ જાય છે ને ?
હવે આ જ જંબુદ્વીપમાં એક મહાન નગર જેવી તગરા નામની નગરી હતી. એ જાણે અન્ય નગરીઓના સૌંદર્યાભિમાનરૂપી કફને નિગ્રહમાં રાખનારી તગરા જ હોય નહીં ! એ નગરીમાં વસતા કુબેરની જેવી સંપત્તિવાળા એક શ્રેષ્ઠીને ત્યાં, દેવદ્રવ્યભક્ષકી શેઠનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં એના પાપકર્મ અદ્યાપિ કંઈક ભોગવવાં અધુરાં હશે એટલે એના આ પિતાની લક્ષ્મી નાશ પામી અને એ દરિદ્ર થયો; કારણકે ઉચકર્મની આગળ શેષકર્મોનું કંઈ ચાલતું નથી. શેઠની લક્ષ્મી જતી રહી જોઈ સર્વ લોકો કહેવા લાગ્યા કે આ પુત્ર આવ્યા ને સ્વભ દિન થયા ત્યાં તો પિતાનું સર્વ દ્રવ્ય વિનાશ પામ્યું. સત્યમેવ એ નિર્ભાગ્ય શિરોમણિ ઠર્યો ! એને ધિક્કાર છે ! આમ કહી નિંદા કરવા લાગ્યા. પણ એમાં કંઈ નવાઈ નહોતી; કેમકે લોકો પડેલા પર પ્રહાર કરનારા છે.
વળી એવામાં શેઠ પણ પરલોકવાસી થયો, એટલે એને “દાજ્યા. ઉપર ડામ” જેવું થયું ! પુત્ર વળી વ્યાપાર કરતો હતો એમાં કોઈ વખત એને અવકેશી વૃક્ષની જેમ ફળપ્રાપ્તિ થઈ જ નહીં. કનિષ્ઠમાં કનિષ્ઠ કામ કરવા છતાં પણ એને ઉદરપૂરણ જેટલું યે મળતું નહીં. પણ અત્યંતર કર્મ બળવત્તર હોય ત્યાં બાહ્ય-બહારનાં કર્મો-કાર્યો શું કરી શકે ? આમ દુઃખે બળીજળી રહેલો એ કહેવા લાગ્યો-નિશ્ચયે મેં પૂર્વે કોઈ એવાં પાપ કર્યા હશે કે આ ભવમાં નિર્વાહ પૂરતું પણ મને મળતું નથી ! ત્યારે કોઈ એવા સુકતી પણ હોય છે કે જેઓ સુખે લક્ષ્મી ઉપાર્જન કરી પોતાના સમસ્ત બંધુવર્ગને પણ દ્રવ્ય આપીને પોષે છે ! મારા જેવા પાપિષ્ઠને મારું
૧. કફને દાબી દેનારી એક જાતની ઔષધી. ૨. જેને ફળ નથી આવતા
એવું.
૨૨૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)