________________
લોકો એને ઉપાડીને પોતાની પત્નીએ લઈ ગયા ત્યાં કોઈ સ્થળે હાથીદાંતના ઢગલા પડ્યા હતા તો કોઈ જગ્યાએ અજા-ગાય-ભેંસ-હસ્તિ અને હરણ આદિના ચામડા પડ્યા હતા. વળી ક્યાંય તો ખીલીઓ ઉપર ચમરી ગાયના ચામરો ટાંગેલા હતા. એક જગ્યાએ પશુઓના હાડકાંના ઢગલાથી ઉકરડા જેવું થઈ રહ્યું હતું. અને સર્વત્ર રક્ત-માંસવસા અને મધની ઉત્કટ દુર્ગધ ફેલાઈ રહી હતી. પલ્લીમાં ચોરોએ મારી એ સ્ત્રીને પોતાના નાયકને અર્પણ કરી કારણકે એવી દુષ્ટાને નાયક સિવાય બીજો કોણ. રાખી શકે ?
ચોરોના નાયકે તો એને ઈન્દ્રાણી, જેવી માનીને પોતાની સ્ત્રી બનાવી. અથવા તો રંકને દુઝણી ગાય મળે છે ત્યારે તે ક્યાંય સમાતો નથી. પછી તો એ એની સાથે આનંદમાં સુખ ભોગવવા લાગી કારણકે સ્ત્રી અને લક્ષ્મી સ્વાભાવિક રીતે નીચેનો આશ્રય લે છે.
અહીં પાછળ ગામમાંથી ચોર લોકો ગયા એટલે લોકો સૌ પાછા ગામમાં આવ્યા કેમકે ઘરમાંથી સર્પ જતો રહ્યા પછી ઘરના માણસો શા માટે ઘરમાં ન આવે ? હે બુદ્ધિશાળી ! હું પણ “પાંચ માણસો કરે એમાં કરવું” એ ન્યાયે બહાર નીકળ્યો; પણ સર્વ લોકો ગામમાં આવ્યા છતાં મારી સ્ત્રી આવી નહીં. લાજ મૂકીને ગયેલી પાછી આવે જ શાની ? પછી એને પેલા ચોરોએ લઈ જઈને રાખી છે એમ નિશ્ચય થવાથી એના. બાંધવોએ મને કહ્યું- હે સત્ત્વવાન ! કેમ નિરાંતે બેસી રહ્યો છે ? ગમે એટલું ધન આપીને પણ તારી સ્ત્રીને પાછી લઈ આવ. શું તે આ નીતિવાક્યા નથી સાંભળ્યું કે “દ્રવ્ય આપીને પણ સ્ત્રીનું રક્ષણ કરવું. ધણી જીવતાં છતાં સ્ત્રી પર ઘેર હોય એવા અધમ પુરુષમાં ને શ્વાનમાં શું અંતર ? માટે જ્યારે તારી પાસે દ્રવ્યાદિનું જોર છે ત્યારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તને ખબર નથી કે યુદ્ધ કરીને પણ રામ સીતાને રાવણ પાસેથી લઈ આવ્યો હતો ?”
સંબંધીઓના આવા ઉત્સાહભર્યા શબ્દોથી મને પોરસ ચઢ્યો એટલે હું તો ચાલ્યો. અથવા તો દુર્બળ રાજાને સુભટો જ ચઢાવીને મરાવી નાખે છે. પ્રિયાનો કયારે મેળાપ થશે એનું રટન કરતો કરતો હું વિષવેલી જેવી ૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)