________________
એ આપણા જેવા અસમર્થ ક્યાંથી ખાઈ શકે ? ધૃતમાં ઘણીયે સુગંધ છે, પણ તે ગોમયને શા કામની ? ધાર કે હું યવ લેવા જાઉં ને રાજપુરુષો મને હણવા આવે તો શું તું વચ્ચે આવીશ ? માટે હું તો એવા યવ લેવા જતો નથી. એ સાંભળીને અજા (બકરી) બોલી-જો મને એ નહીં લાવી આપો તો હું પ્રાણ ત્યજીશ; તો પછી તમને પશ્ચાત્તાપ થશે.
તમને પ્રાણ જવાનો ભય છે; પણ જોતા નથી કે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે સમગ્ર પૃથ્વીનો સ્વામી છે તે યે પોતાની સ્ત્રીને અર્થે પ્રાણ આપવા તૈયાર થયો છે ? અથવા તો જો આ હાડકાની મુઠ્ઠી જ તમને વહાલી હોય, અને હું તમને વહાલી ન હોઉં, તો જાઓ, મારા યે તમે પતિ નથી. આવું સાંભળ્યા છતાં અજે તો મન કઠણ રાખીને કહ્યું-જો તારે મરવું જ હોય તો ભલે મર; મારે તો જીવવું છે. કારણકે પ્રાણ ત્યજવાથી આપણું સર્વસ્વ નષ્ટ થાય છે. વળી તું કહે છે કે આપણો દંપતીપણાનો સંબંધ હવે ગયો, તો હું કહું છું કે ભલે ગયો; કારણકે હે મૂર્ખ ! મેં તારા જેવી અનેકને ત્યજી દીધી છે તેમના વિના મને ચાલ્યું તેમ તારા વિના પણ ચાલવાનું. આ બ્રહ્મદત્ત એક ક્ષુદ્ર પત્ની પર મોહિત થઈ પૃથ્વીને અનાથ કરી મરવા તૈયાર થયો છે તે મૂર્ખ છે; એ નરપતિ નહીં, પણ નરપશુ છે. ધિક્કાર છે એને ! એના અંતઃપુરમાં રૂપવતી સ્ત્રીઓ અનેક છે છતાં શા માટે એ આ એકને અર્થે આવો સર્વ પુરુષાર્થને સધાવનારો ઉત્તમ મનુષ્યભવ ગુમાવવા તૈયાર થયો છે ? અથવા તો મને લાગે છે કે વિધિ જ્યારે અવળો હોય છે ત્યારે માણસની બુદ્ધિ જ નિશ્ચયે નષ્ટ થઈ જાય છે.
અજ અને અજાના આ સંવાદ પશુભાષા જાણનારા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અર્થતિ સાંભળ્યો. તે પરથી તે મનમાં જ કહેવા લાગ્યો.-મારાં કરતાં તો
આ અજ સમજુ ઠર્યો. કારણકે પશુ છતાં એનામાં રાગનો નિગ્રહ કરનારું પુરુષત્વ છે અને હું એક ચક્રવર્તી છતાં એટલું યે પરાક્રમ મારામાં નથી.
૧૪
૧. છાણ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)