________________
ધિક્કાર છે મને કે મેં મોહિત થઈને આ સાર્વભૌમ રાજ્ય ત્યજી દઈ મૂર્ખ બની આવું અવિચારી કાર્ય કરવા માંડ્યું ! આ પશુએ મને પણ પશુ કહ્યો એ પણ મારા જેવાને યોગ્ય સંબોધન દીધું છે. એના પર મારે કાંઈ પણ કોપ કરવાનું કારણ નથી. યથાર્થ સત્ય કહે ત્યાં કોપ શાનો ? ઉચરાગ કે ઉગ્ર વિશ્વની મૂછમાં પ્રાણીઓ યોગ્યાયોગ્ય કાંઈ પણ જાણતા નથી, એટલે હિતકારક આચરણ એઓ ક્યાંથી જ કરી શકે ? કારણકે સર્વ શુભ કાર્યો જ્ઞાન હોય એઓ જ કરી શકે છે. આ અજના વચન મને શ્રવણગોચર થયા એ મને તત્ક્ષણ ઉપકારી થયા છે માટે મારે એ અજનું ગુરુની પેઠે સન્માન કરવું જોઈએ; અન્યથા હું એના ત્રણમાંથી મુક્ત થઈ શકીશ નહીં.
આવો વિચાર કરીને બ્રહ્મદતે પોતાના કંઠમાં સુવર્ણની માળા હતી તે કાઢીને સવિસ્મય તે પશુના ગળામાં પહેરાવી. કારણ કે મૃત્યુના મુખમાંથી ઉગારનારને ગમે તેવી અમૂલ્ય વસ્તુ પણ આપવા યોગ્ય છે. પછી એણે અત્યાર સુધી ધારણ કરી રાખેલી દયાને બાજુએ મૂકી રાણીને કહ્યું-હું તને મારા હાસ્યનું કારણ નહીં કહું; તું મરતી હો તો ભલે મર. કારણકે તું મૂર્ખ છે; હું મૂર્ખ નથી. કુષ્ટના વ્યાધિવાળો ઉગપીડાને લઈને બળી મરવા તૈયાર થાય એની સંગાથે બીજાઓએ પણ બળી મરવું એ ક્યાંનું ડહાપણ ? આમ મહાવૈદ્યના હાથમાં આવેલા દર્દીની જેમ ચક્રવર્તી મૃત્યુના મુખમાં જતો બચ્યો. રાણી પણ આશાભંગ થઈ પોતાને આવાસે ગઈ. કારણકે જેવા તેવાથી કંઈ સહેલાઈથી પ્રાણ કાઢી શકાતા નથી.
(મહાવત કહે છે) માટે હું સમજુ હસ્તિપાલક ! તું પણ બ્રહ્મદત્તની જેમ, આ વેશ્યાના દુરાગ્રહને લાત મારી સુખી થા. કહેવત છે કે વારાંગનાઓનું ભલું ક્યાંથી થાય ?
ગવાક્ષમાં રહેલી ચેલ્લણા આ સર્વ વૃત્તાંત સાંભળીને મદ ત્યજી કહેવા લાગી-આ મહાવતે કહેલી વાત સર્વ યર્થાથ છે. એવા તુચ્છ જાતિના માણસોના પણ બુદ્ધિવૈભવ કેવો આશ્ચર્યજનક છે ! અથવા તો સરસ્વતી દેવી જેના પર પ્રસન્ન થાય છે એઓની બુદ્ધિ એવી જ હોય છે. એ બુદ્ધિમાને કહ્યું તે સત્ય જ છે. જો હું મરીશ તો મારા જીવની જઈશ. જેના મસ્તક પર રાજા હાથ મુકશે એજ ચેલણા (રાજાએ માની એજ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૧૫