________________
રાણી) થશે. જો મેં આ વાતમાં મૃત્યુ અંગીકાર કર્યું હોત તો નિશ્ચયે મારો પુનઃજન્મ રૌરવાદિ નરકને વિષે થાત; કારણ કે કષાયરૂપી વૈરિઓને લીધે જે દુર્ગતિ પ્રાપ્ત થાય છે તેમાંથી ઉદ્ધાર કરનાર કોઈ નથી. આમ મહાવતે કહેલી વાત ઉપરથી રાણી પ્રાણ ત્યજી દેવાની વાત પરથી અટકી. લોકો ગમે તેમ માનતા હોય પણ માણસ હારે છે ત્યારે જ હેઠા બેસે છે.
અનેક રત્નોના કિરણોને લીધે ઈન્દ્રના ધનુષ્ય જેવો દેદીપ્યમાન એવો એ હાર પછી તો ચલ્લણાના હૃદય પર શોભવા લાગ્યો. (અર્થાત ચેલ્લણાએ એ પહેર્યો.) તે જાણે એના હૃદયને વિષે રહેલા કોઈ દેવના પૂજન-અર્ચનને અર્થે એણે એ દયપર સ્થાપન કર્યો હોય નહીં ! આમ થવાથી એ ચેલ્લણા દિવ્ય કુંડળધારી અને દેવદુષ્ય વસ્ત્રથી અલંકૃત એવી નંદા રાણીથી (જાણે સ્વર્ગને વિષે રહેલી ઈન્દ્રની ઈન્દ્રાણીથી અધિક હોય નહીં એમ) અધિક શોભવા લાગી.
હવે દેવમંદિરો, સભાસ્થાનો, તળાવ, કુવા, ધર્મના મઠ આદિ અનેક સ્થળો જ્યાં શોભી રહ્યા છે એવું અને સર્વ સંપત્તિના ભાજનરૂપ એવું કોઈ સાકેતપુર નામનું નગર હશે. ત્યાં ઊંચા ઊંચા સુરાલયનો શિખર પર રહેલા સુવર્ણના કળશોને વિષે પ્રતિબિંબિત થયેલો ચંદ્રમા જાણે એ કળશોને એમના પીતવર્ણને લીધે ભ્રમથી અંબુજ એટલે કમળ પુષ્પ સમજીને એનો. સુગંધ લેવાને હોંશે હોંશે આવ્યો હોય નહીં ! એમ દીસતું હતું. આ નગરને વિષે જેની આગળ નિરંતર બુધમંડળ રહેતું હતું એવો અને જેને લેશ માત્ર પણ મિત્રના આશ્રયની જરૂર ન હતી (અર્થાત્ બળવાન) એવો, નવીન ચંદ્રમા હોય નહીં એવો ચંદ્રવતંસક નામનો રાજા હતો. એના
૧. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર “કષાય' કહેવાય છે.
૨. (રાજપ) શાણા પ્રધાનોનું મંડળ; (ચંદ્રપક્ષે) બુધ નામનો ગ્રહ (જે હંમેશા ચંદ્રમાની નજીદીકમાં જ રહે છે.)
૩. રાજાને ચંદ્રમાની ઉપમા આપી; પણ ચંદ્રને તો મિત્ર એટલે સૂર્યની હમેશા ગરજ છે (કારણ કે એને સૂર્યનું જ તેજ પોષે છે; અને આ રાજાને તો કોઈ મિત્રદોસ્તદારની સહાયનો ખપ નથી) (એ પોતાના બાહુબળ પર ઝૂઝનારો છે. માટે એને નવીન ચંદ્રમા” કહ્યો.
૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)