________________
હે વત્સ અભય ! તું ખરે બુદ્ધિનો ભંડાર છો, તું અત્યારે સર્વ અમાત્યોનો શિરોમણિ નીવડ્યો છે. તારી માતાએ તને જ જન્મ આપ્યો છે અને અગત્ય ઋષિની જેમ સર્વ કળાઓના સમૂહરૂપી મહાસાગરનું તે જ પાના કર્યું છે. કારણકે જેને કોઈ સંભારતું પણ નહોતું એ હાર તું શોધી લાવ્યો; જેમ ચૂડામણિ ગ્રંથનો જાણનાર ખોવાયલી વસ્તુને શોધી આપે છે તેમ.
આ પ્રમાણે બહુ બહુ પ્રશંસા કરીને પિતાએ પુત્ર પર કૃપાનો વરસાદ વરસાવ્યો; અથવા તો ક્યો પંડિત પુરુષ પુત્રના આવા પરાક્રમ પર કળશ ન ચઢાવે ? વળી “જ્યાં સુધી ચંદ્રમા, સૂર્ય, પર્વતો, પૃથ્વી અને સમુદ્રો હયાતી ભોગવે ત્યાં સુધી પ્રજાના સર્વ માનવાંછિતને પૂર્ણ કરતો તું ચિરંજીવી રહે.” એવો આશીર્વાદ આપીને ચેલ્લણા રાણીએ પણ પુત્ર પર કૃપા દર્શાવી તે પણ જાણે એના ઉત્કૃષ્ટ પરાક્રમ પર ધ્વજાનું આરોપણ કર્યું. (ધ્વજા ચઢાવી) !
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
સાતમો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
GG