________________
સર્ગ આઠમો.
આ પૃથ્વી ઉપર માલવ (માળવા) નામનો પ્રખ્યાત દેશ છે. ધાન્યની મોટી નીપજને લીધે તેનું “શોભન” એવું નામ પડેલું છે; અને તેનું અઢારલાખ બાણું હજાર પ્રમાણ કહેવાય છે. અતિ સમર્થપણાને લીધે વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવા માટે મળવાથી અને ગોલમના બહુ સારા પાકને લીધે પૂરતો ખોરાક ખાવા માટે મળવાથી દીનજનો પણ ત્યાં સુખી હતાં. અથવા પહેરવાને વસ્ત્ર અને ખાવાને અન-એ બે વસ્તુ જ ખરેખર જરૂરની છે. ઊંચા ઉછળતા મોજાંઓના સમૂહને લીધે ભયાનક દેખાતાપોતાના વૈરી-જળના ગંજાવર જથ્થાથી ભરેલી નદીઓને જ જાણે જોઈને અત્યંત ભય પામ્યો હોય એમ દુષ્કાળ તો ત્યાં કદિ આવતો જ નહીં. ત્યાં ઉજ્જયિની નામે એક મહાપુર છે. કારણકે જેની આગળ અવર શાંત થઈ નમી પડે તે જ મહાપુર. આ ઉજ્જયિની નગરી માલવગતા છતાં ત્યાં લક્ષ્મી અનર્ગળ હતી; અને ચિત્રને વિષે એક રૂપયુક્ત છતાં તે વિચિત્ર રૂપવાળી હતી.
શેવાળ રૂપી નીલવસ્ટવાળી, નાદકરતા ચક્રવાક-પક્ષીઓરૂપી નૂપુરવાળી, અતિશય ધનરસને લીધે આÁ છે મધ્યભાગ જેનો એવી, વિસ્તારવાળા તરંગરૂપી ભૂજાવાળી, કમળમુખી સિખાનદી એની (એ નગરીની) એક સખી જ હોય નહીં એમ એનું સામીપ્ય મુક્તિ જ નથી (સમીપમાં જ-પાસે થઈને વહે છે.) વળી લક્ષને વિષે છે એક દષ્ટિ જેની
૧. “પુર” શબ્દના (૧) “પુરી-નગરી’ અને (૨) “બુદ્ધિ' એ બે અર્થ ઉપર અહીં કવિએ શ્લેષ રચ્યો છે. ૨. અવર=(૧) અન્ય નગરી; (૨) અન્યબુદ્ધિ. ૩. મા લક્ષ્મી; લવ અલ્પતા. માલવગતા લક્ષ્મીની અલ્પતાવાળી નિર્ધન જેવી. “નિર્ધન જેવી છતાં અનર્ગળ દ્રવ્યવાળી” એ વિરોધ. પણ “માલવગતા”નો “માળવા દેશમાં આવેલી” એવો અર્થ લઈને વિરોધ શમાવવો. (વિરોધાભાસ અલંકાર.) ૪. સખીપક્ષે ઘન-ઘટ્ટ; રસ શરીરમાં રહેલો “રસ' નામનો પ્રવાહી પદાર્થ; આÁનરમ, પોચું; મધ્ય કટિપ્રદેશ. નદીપક્ષે ઘનરસ અગાધ જળ; આદ્ગભીનો, નિરંતર જળવાળો; મધ્યભાગ. ૫. (૧) કમળ સમાન છે મુખ જેનું એવી સખી; (૨) કમળોરૂપી મુખોવાળી નદી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૦૦