________________
તાપસો પણ વિધાધરપુત્રીને સાથે લઈ ધીમે ધીમે ચાલતા સુખે પ્રધોતનરાજાની ઉજ્જયિની નગરીએ પહોંચી ગયા. સમજુ લોકો સાથ, શોધે છે તે આજ કારણોને લીધે.
ઉજ્જયિની પહોંચ્યા એટલે તાપસોએ રાજપુત્રવધુને શિવાદેવીને સુપ્રત કરી અને સર્વ વૃત્તાંત અથેતિ કહી બતાવ્યો; રત્નાકરે તો રત્ના કાઢી નાખ્યું પરંતુ એ રત્ન પાછું પરીક્ષકના હાથમાં જ આવી પડ્યું ! પોતે ચેલણાની બહેન હોવાથી ચેલ્લણાની શોક્ય જે નંદાતેના પુત્ર અભયકુમારને પોતાનો ભાણેજ જાણી એની સ્ત્રીને ભાણેજવહુ તરીકે બહુ ગૌરવ સહિત રાખી. એટલા જ માટે બહુ સંબંધઓવાળા. માણસોનું સારું કહેવાય છે. વળી અભયકુમાર પણ અહીં હતો. એ પણ એની નિર્દોષતા અને નિષ્કલંકતા જાણી એને બોલાવી એની સાથે સુખ ભોગવવા લાગ્યો. અથવા તો સૂર્ય કાંઈ હંમેશા ધૂળથી છવાયેલો રહેતો નથી. પ્રદ્યોતનરાજાએ પણ ચંદન-બરાસ-કસ્તુરી-ઉત્તમ બગીચો આદિ સમસ્ત ભોગની વસ્તુઓ અભયકુમારને પૂરી પાડી; અથવા તો બંધનમાં સપડાયેલા એવા યે હસ્તિને મહીપતિ-રાજાઓ સદા ઉત્તમોત્તમ ભોજ્ય પદાર્થો આપે જ છે.
હવે પ્રદ્યોતના મહારાજાના રાજ્યમાં (૧) રાણી શિવાદેવી (૨) અનલગિરિ નામનો હતિ (૩) અગ્નિભીરુ નામનો રથ અને (૪) લોહલંઘ નામનો કાસદ-એ ચાર એનાં સર્વ કાર્ય સિદ્ધ કરનારાં અગ્રણી રત્નો ગણાતાં હતા; અને એજ એનું સૈન્ય છે એમ કહેવાતું. મહારાજા લોહજંઘને નિરંતર મંડળિક રાજાના ભૃગુકચ્છ નગરે મોકલ્યા કરતો. (એટલા માટે જ કહેવાય છે કે રાજાધિરાજ હોય તે અન્ય નાના રાજાઓને લેશ પણ ગમતો નથી.) એ લોહજંઘના જવા આવવા પ્રસંગે ઉતારા આદિની સર્વ ગોઠવણ કરવાની પૂરી ચિંતા કરવી પડતી હોવાથી એ રાજાઓના મન સદા ઉદ્વેગમાં રહેતા એટલે સર્વ મળીને કહેવા લાગ્યા-આ પાપિષ્ઠ એક વહાણની પેઠે હંમેશા એક દિવસમાં પચવીશ યોજનનો પ્રવાસ કરીને કેવી રીતે આવે છે ? અન્ય કોઈ હોય તો તો તે મહિને માસે, કે પખવાડીએ આવે; અને તેથી આપણને થોડા દિવસ
૧૨૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)