________________
એ તાપસીના આશ્રમમાં રાજપુત્રવધુ પોતાના આવાસમાં જ રહેતી હોય એમ સુખમાં હર્ષ સહિત રહેતી હતી. એવામાં ઉજ્જયિની જવા નીકળેલો એક સંઘ જાણે એના દર્શનામૃત માટે આતુર હોય નહીં એમ ત્યાં આગળ થઈને જતો જણાયો. એટલે એ તાપસો, શિવાદેવીને સોંપવા માટે, તેને સાથે લઈ એ સંઘની સંગાથે ચાલી નીકળ્યા-તે જાણે કોઈ આવો જ પ્રસંગ પ્રાપ્ત થયે એ પોતાના સ્વામીનાથને પુનઃ મેળવી શકશે એવા હેતુથી જ હોય નહીં !
વ્યાપારીઓની વ્યાપારની વસ્તુઓ આદિ સામાનનો ભાર ઉપાડીને ચાલતા શ્રેષ્ઠ ઊંટો, વૃષભો, ભેંસ અને રાસભો આદિ જાનવરો સહિત પ્રયાણ કરતો સંઘ, દંડ-બાણ-તલવાર આદિ શસ્ત્રવાળા વિકરાળ રક્ષપાળોની સહાયથી આગળ આગળ કુચ કરતો ચાલ્યો. હિંગ-પ્રવાળાલવણ આદિ કરીયાણાથી ભરેલી ગુણોથી લદાયેલા, પહોળા પૃષ્ટભાગ અને દીર્ઘ શૃંગોવાળા વૃષભો ઘંટાનો ટસત્કાર કરતા આવતા હતા તે જાણે માર્ગને વિષે આવતાં ગામડાના લોકને બોલાવવા માટે જ હોય નહીં ! વળી નાના પ્રકારની અનેક અન્ય વસ્તુઓથી ભરેલા ગાડાના ચાલવાથી થતા ચીત્કારરૂપ અવાજને લીધે જાણે એટલા બધા ગાડાઓના ચક્રો-પેંડાઓનો ઘસારો સહન ન થઈ શકવાથી પૃથ્વી રૂદન કરતી હોય નહીં એમ દેખાતી હતી !
બહુ મૂલ્યવાન વાસણો અને વનજદાર યંત્રો આદિ આવા ગાઢ માર્ગે લઈને ચાલતા ઊંટો પોતાની ગ્રીવા-ડોકને વાળી વાળીને વૃક્ષોની શાખાઓને તોડી ખાતા હતા. (કહ્યું છે કે મોટા શરીરવાળાઓનું જ્યાં ત્યાંથી પણ બધું પૂરું થઈ રહે છે). “આપણને લોકો અપશુકનમાં ગણે છે તો આપણે એમને એવી રીતે સંતોષીએ કે પાછા એઓ આપણા જ શુકન જોઈને ચાલે.” એમ વિચારીને જ હોય નહીં એમ મહિષોપાડાઓ જળની પખાલો વહીવહીને લોકોની તૃષા છીપાવતા હતા. વળી કાનને ઊંચો અને કંધરા-ડોકને સીધી રાખીને રાસલો પણ માર્ગને વિષે દાંત ડરતા-કચકચ કરતા હતા; ખરું જ છે કે દુઃખને વિષે પણ જાતિસ્વભાવ જતો નથી. આ પ્રમાણે દડમજલ કરતા તે સંઘની સાથે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૨૩