________________
બાહુ એના કંઠમાં નાખીને એને વળગી પડી હોય નહીં ! વળી એને શરીરે ધાતુ અને મસીનું ચૂર્ણ ચોપડવામાં આવ્યું; અથવા તો વધને અર્થે લઈ જતા હોય એવાને આ વિડંબના કોણમાત્ર (શી ગણત્રીમાં) ? તે પછી એના મસ્તક પર કરેણના પુષ્પો મૂકવામાં આવ્યા-તે જાણે ભયને લીધે એના શરીરમાંથી ઊડી જતા શોણિતના બિંદુઓ હોય નહીં ! વળી “મને જીવતો રાખ, ગમે તેમ કરીને મને એકવાર છોડી દે.” “એમ કહી કૃપા યાચતો હોય નહીં એમ એણે સ્કંધ પર શૂળી ઉપાડી હતી. વળી એના મસ્તક પર એક જીર્ણ સૂપડું મૂકવામાં આવ્યું હતું તે જાણે-આ ચોર પોતાનાં એવાં કાર્યથી શરમાય છે, માટે કોઈ મિત્રની સામુ એ જોઈ શકશે નહીં, એટલા માટે-આડું પત્ર ધર્યું હોય નહીં ! કલકલાટ કરતા બાળકો વળી એની પાછળ લાગ્યા હતા. કહેવત છે કે એકના પ્રાણ જાય છે ને બીજાને કૌતુક થાય છે ! “અરે લોકો, આમાં રાજાનો કંઈ પણ દોષ નથી-એ ચોરે ચોરી કરી છે એનું જ આ પરિણામ છે.”-એવી ઉદ્ઘોષણા પૂર્વક એની આગળ વિરસપણે ડિંડિમ વગાડવામાં આવતું હતું-તે જાણે યમરાજા એને પોતાની પાસે તેડાવવા માટે સાદ કરતો હોય નહીં !
“આ સ્થિતિમાં એ ચોરને નગરમાં સર્વત્ર ફેરવતા હતા એવામાં ઉત્કૃષ્ટ સંજીવિની હોય નહીં એવી, ઝરૂખામાં રહેલી રાજાની રાણીની દૃષ્ટિ એના પર પડી. એટલે કરૂણા ઉત્પન્ન થવાથી એ કહેવા લાગીઅહો ! આ બિચારાને શા માટે વધ્યસ્થાને લઈ જતા હશે ? કારણકે માતા પોતાના પુત્રને એક રાજપુત્ર જેવો ગણે છે. માટે આજે તો હું રાજાને કહીને એને છોડાવીને એક પુત્રની જેટલો એનો સત્કાર કરું. સ્વાભાવિક મંદગતિવાળી છતાં આ વખતે સત્વર રાજા પાસે જઈને એ ચોરને એણે મુક્ત કરાવ્યો; કારણકે એવા કામમાં વિલંબ કરવા જેવું હોય નહીં. રાણીની આજ્ઞાથી દાસીઓએ એને સ્નાન કરાવી ભોજન જમાડ્યું. પછી સર્વાંગે સુગંધી દ્રવ્યોનું વિલેપન કરાવ્યું-પુષ્પની માળાઓ પહેરાવી અને ઉત્તમ વસ્ત્રો પરિધાન કરાવ્યાં. એટલું જ નહીં પણ વારંવાર ઉત્તમ તાંબૂલ
૧૯૮
૧. મરેલાંઓને જીવતાં કરનારી કહેવાતી એક જાતની ઔષધી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)