________________
આપીને એનો બહુ સારો સત્કાર કર્યો. વળી રાત્રિને સમયે એની ખીજમતમાં એક સુંદર વારાંગના પણ આપી. આમ, એણે કદિ પણ પૂર્વે નહીં અનુભવેલાં સુખોનો ઉપભોગ કરાવ્યો.
બીજે દિવસે બીજી રાણીએ રાજાએ અભ્યર્થના કરી એને પોતાને ત્યાં રાખ્યો. કહ્યું છે કે વારા પછી વારો આવે છે. આ બીજી રાણીએ ચોરનું પહેલીવાથી વિશેષ ગૌરવ કર્યું. કારણ કે પ્રાયઃ લોકોને સ્પર્ધા હોય તો જ વિશેષ ઉત્સાહ થાય છે. એમ ત્રીજે દિવસે ત્રીજી રાણીએ પણ પોતાને ત્યાં રાખી એનો પહેલી બે કરતાં વિશેષ વિશેષ સત્કાર કર્યો.
ચોથે દિવસે ચોથી રાણીનો અભ્યર્થનાનો વારો હતો પરંતુ એણે તો. કાંઈ માગણી કરી નહીં,” કેમકે મોટા લોકો જેવા તેવામાં વચન નાખતા નથી. એ પરથી રાજા જાતે એને ત્યાં આવી આદરપૂર્વક કહેવા લાગ્યોદેવિ ! તારી બીજી બહેનોની જેમ તું કેમ કંઈ માગતી નથી ? એ સાંભળી એ બોલી-માગ્યું ન મળે એવું માનવામાં શો લાભ ? એમાં તો ઊલટી માગનારની લઘુતા થાય છે. રાજાએ કહ્યું- હે પ્રિયે ! તું આમ કેમ કહે છે ? આ રાજ્ય, આ દેશ અને હું પોતે પણ-સર્વ તારું જ છે. માટે ગમે એવી ગરિષ્ટ વસ્તુ તારે માગવી હોય એ મારી પાસે માગ. હે રાણી ! પોતાનો પ્રિયજન સામો આવીને પ્રાર્થના કરતો હોય તો પછી શા માટે ના માગણી કરવી ? એ સાંભળી રાણીએ સ્પષ્ટ કહ્યું- હે સ્વામિનાથ ! તમે કહો છો તો હવે દઢ રહેજો-બોલ્યું પાળજો. ઘણીવાર લોકો પૂર્વે દઢતાથી કહેલી હોય એવી બાબતમાં પણ, પાછળથી ઢીલા પડી જાય છે. એ સાંભળી રાજાએ કહ્યું- હે રાણી ! બીજાની પાસે મેં પ્રતિજ્ઞા કરી હોય એ અન્યથા નથી થતી, તો પછી તારી સમક્ષ કરેલી પ્રતિજ્ઞાની તો વાત જ શી ?
આમ રાજાએ પ્રતિજ્ઞા કરવાથી રાણીએ કહ્યું-જો એમ હોય તો આ ચોરને તમે અભયદાન આપો. તમારી બીજી રાણીઓની જેમ મને બાહ્ય ખોટો ડોળ કરવો આવડતો નથી. એ સાંભળી રાજાએ તત્ક્ષણ તસ્કરને છોડી મૂક્યો; કારણકે સજ્જનોનું વચન પ્રલયકાળે પણ મિથ્યા થતું નથી. જેમ હસ્તિને વારી", મૃગવર્ગને પાશ અને મત્સ્યને જળ બંધનરૂપ છે તેમ
૧. જુઓ નોટ ૧. પૃષ્ઠ ૧૭૪. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૯૯