________________
છ પર્યાપ્તિ કહેવાય છે; આહાર, શરીર, વચન, મન, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ. જેઓ પોતપોતાની પર્યાપ્તિ પૂરી કરે એ પર્યાપ્ત; અને પૂરી ન કરે એ અપર્યાપ્ત. નારકીના જીવ, તિર્યંચ, મનુષ્ય અને દેવતા-એમનો પંચેન્દ્રિયમાં સમાવેશ થાય છે. રત્નપ્રભા આદિ સાત નારકીને વિષે રહેનારા એ નરકના જીવો. જળચર, સ્થળચર, અને ખેચર-એમ ત્રણ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ છે. એમના વળી બે ભેદ છે; ગર્ભજ અને સંમૂર્ણિમ, ઉચ્ચાર, વીર્ય, શ્લેષ્મ અને બહાર પડેલા થુંક-મૂત્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે એ સંમૂર્ણિમ-એમનું અંતઃ મુહુર્તનું આયુષ્ય છે. દેવતાના ચાર પ્રકાર છે; વ્યંતર, અસુર, જ્યોતિષિક અને વૈમાનિક. આ ચારે, સ્ત્રી અને પુરુષ-એમ બે જાતિના છે. ગર્ભજ જીવોના સ્ત્રી, પુરુષ અને નપુંસક-એમાં ત્રણ ભેદ છે. એ સિવાયના અન્ય સર્વ જીવો નપુંસક જાતિના છે.”
આ પ્રમાણે જીવનિકાયનું સ્વરૂપ છે. એ જીવોને જે બુદ્ધિમાનજનો અભયદાન દે છે. એમણે એમને રાજ્ય આપ્યું સમજવું, સામ્રાજ્ય આપ્યું સમજવું, અરે ઈન્દ્રનું ઐશ્વર્ય આપ્યું સમજવું; અથવા તો એથી પણ આગળ વધીને કહીએ તો ત્રણે જગતના સર્વમાત્ર સુખ આપ્યાં એમ કહેવાય. કારણકે દેવાધિપતિ ઈન્દ્રથી આરંભીને અશુચિમાં ઉત્પન્ન થતા કૃમિ પર્યન્તના સર્વ જીવો જીવવાની જ ઈચ્છાવાળા છે. માટે યશ અને ધર્મના આધહેતુરૂપ-એવાં સર્વદાનોને વિષે અભયદાન જેવું ઉત્તમ એક પણ નથી. (શ્રી વીર ભગવાન કહે છે) હે જીવો, આ વિષયમાં હું એક દષ્ટાંત આપું છું તે સાંભળો; કારણકે એથી તમારામાં પણ અભયદાન દેવાની બુદ્ધિ ઉત્પન્ન થશે.”
“વસંતમાસ જેવા કૌતુકમય વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામે પ્રસિદ્ધ રાજા હતો. એને, જાણે સ્વર્ગથકી દેવીઓ ઉતરી આવી હોય નહીં એવી, પરમપ્રિય ચાર રાણીઓ હતી. આ નગરમાં એકલો અનીતિનો ભરેલો કોઈ એક ચોર રહેતો હતો. એને એક દિવસ ખાતર પાડતાં સૈનિકોએ પકડયો એટલે રાજાના હુકમથી, એને તક્ષણ મૂર્તિમાન પાપ હોય નહીં એવા પુચ્છ કાન વિનાના રાસભ પર બેસાડવામાં આવ્યો. પછી એને સરાવની માળા પહેરાવવામાં આવી, તે જાણે “તે મારું બહુ દિવસ લાલનપાલન કર્યું છે, હવે તારા વિના મારા જેવી અનાથની કોણ ભાળ લેશે.” એમ કહી ચોરી પોતે પ્રેમને લીધે બંને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૯૭