________________
સિદ્ધદશા પણ ધર્મને આદરવાથી જ પ્રાપ્ત થાય છે. સત્યમેવ સમ્યકપ્રકારે સેવન કરાય તો ધર્મરૂપી કલ્પવૃક્ષ કેમ ફળ્યા વિના રહે ?”
આ જે ધર્મ કહ્યો, તે જાણે ચૌગતિ સંસારરૂપી શત્રુનું નિવારણ કરવા માટે જ હોય નહીં એમ, ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણેદાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મ. એમાં જે દાનધર્મ છે એના પણ ચાર પ્રકાર છે. જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપષ્ટભદાન અને ચોથો દયાદાન. પ્રતિબોધને અર્થે સિદ્ધાન્તની વાચના આપવી અને પાટી–પુસ્તક આદિ આપવું એ જ્ઞાનદાન કહેવાય છે. જ્યારે મનુષ્યનું ચિત્ત જ્ઞાને કરીને ઉદ્દીપિત થાય છે ત્યારે તે સાંસારિક બંધનોથી વિમુક્ત થઈ, કર્મક્ષય કરી, કૈવલ્ય પામી સિદ્ધદશાએ પહોચે છે. માટે ચક્ષુસદશ સિદ્ધાન્તના જ્ઞાનનું દાન સમસ્ત કલ્યાણનું કારણ છે. સર્વ જીવનું રક્ષણ કરવું એનું નામ અભયદાન. એના “કૃત, કારિત અને અનુમત' એવી રીતે તથા “મન, વાણી અને કાયાના યોગ વડે' એવી રીતે પણ ત્રણ ત્રણ પ્રકાર છે.”
“જીવના બે ભેદ છે; સ્થાવર અને બસ. એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ-એ સ્થાવર સમજવા. વનસ્પતિના બે પ્રકાર છે; પ્રત્યેક અને સાધારણ. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ-એ ચારના, સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. પ્રત્યેક-સૂક્ષ્મ નથી. સુગંધના દાબડાની જેમ આ લોક સૂક્ષ્મોથી ભરેલો છે. રંગ, માટી, ખડી, ધાતુઓ, વિદ્રમ, માટીના ઢેફાં, લવણ, રેતી, તામ્ર વગેરે ખનિજ-આ સર્વ પૃથ્વીકાયનાં ઉદાહરણ છે. વિદ્યુત, ઉલ્કા, ફોતરાં તથા કાષ્ટનો અગ્નિ-આ અગ્નિકાયના ઉદાહરણ છે અને જળના તરંગો તથા વીંજણાથી ઉત્પન્ન થાય તે-અને વંટોળીઓ-આ વાયુકાયના ઉદાહરણ છે. લતા, પુષ્પ, પત્ર, વૃક્ષ, તૃણ અને અંકુરો-આ બધા વનસ્પતિના ઉદાહરણો છે. પૃથ્વી આદિ આ સર્વે એકેન્દ્રિય છે. છીપ, શંખ, કોડી, જળો, કરમીયાં, પૂરા આદિ બેઈન્દ્રિય છે. કીડી, જ, લીખ, મંકોડા, માંકડ, ઉદ્ધઈ વગેરે ત્રી-ઈન્દ્રિય છે. તીડ, માખી, ડાંસ, ભમરા, કાનડીઆ, વીછી અને મચ્છર ચૌરિન્દ્રિય છે. હવે જે પંચેન્દ્રિય જીવ છે એના બે ભેદ છે; સંજ્ઞાવાળા અને સંજ્ઞા વિનાના. દેવો, ગર્ભ જ જીવો અને નારકીના જીવો-એ સંજ્ઞી અને સંમૂચ્છિમ અસંજ્ઞી છે. એના પણ વળી બે ભેદ છે; પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૧૯૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)