________________
છે. પછી રાજાએ પણ પોતાની અપરમાતાને બોલાવીને નિષ્ફર વચનો કલા-અરે ડાકણ ! તારું હૃદય આવું રૌદ્ર કેમ થયું ? તેં આવું ઘોર પાપાચરણ કેમ આદર્યું ? તને તે વખતે રાજ્ય આપવા માંડ્યું હતું છતાં તેં નિસ્પૃહતા બતાવીને તેં લીધું નહીં, અને હવે આવું કર્યું; તારાં ઉભય વર્તન પરસ્પર વિરોધી છે (મળતાં આવતાં નથી.) તારી નેમ તો નિરર્થક મારા પ્રાણ લેવાની હતી; એમાં જો કથંચિત મારું મૃત્યુ થયું હોત તો તારી જેવી અધર્મિણીની શી ગતિ થાત ? હે માતા ! તું હવે નિ:સંશય આ રાજ્ય ખુશીથી ગ્રહણ કર. જે કાર્ય પ્રેમથી સિદ્ધ થાય છે તે વિરસતાથી શા માટે કરવું જોઈએ ? એમ કહી તેજ ક્ષણે તેને રાજ્યધુરા સોંપી રાજાએ હર્ષ સહિત ચારિત્ર લીધું. અથવા તો એવા પુત્રને એવું જ વરદાન હશે ! પછી એ રાજર્ષિ ઉગ્ર ચારિત્ર પાળતા અને દુશ્ચર તપશ્ચર્યા કરતા, સાક્ષાત્ સાધુ ધર્મ જ હોય નહીં એમ સતત શાસ્ત્રામૃતનું પાન કરવા લાગ્યા.
એકદા ત્યાં અવંતી નગરીથી બે મુનિઓ આવ્યા. એમને રાજર્ષિએ ત્યાંના સાધુઓના સુખશાતાના સમાચાર પૂછળ્યા. એ પરથી એમણે ઉત્તર આપ્યો-હે મહામુનિ ! ત્યાં રાજાનો અને પુરોહિતનો એમ બંનેના પુત્રો જાણે રાગ અને દ્વેષના લઘુભાઈઓ હોય નહીં એમ નિત્ય સાધુઓને હેરાન કર્યા કરે છે. ભક્ત-પાન-વસ્ત્ર આદિ વસ્તુઓના સંબંધમાં કાંઈ અડચણ નથી; ત્યાંના શ્રાવકોની ભકિત નિરૂપમ છે. વળી ત્યાં સાધુઓને આગમનો શુદ્ધ પાઠ ભણવા ગણવાનું–અર્થ સમજવાનું અને નવા શિષ્યને અભ્યાસ કરાવવાનું કાર્ય સર્વદા બહુ સારું ચાલે છે. સર્વ વાત સાંભળીને રાજર્ષિને સહસા દુઃખ લાગ્યું. “સાધુઓને ઉપસર્ગ કરનારા એ બંને તો ભવકુપને વિષે પડશે; પણ મુનિઓની કદર્થના થાય છે. એ સારું થતું નથી.” એમ વિચારી ગુરુની આજ્ઞા લઈને એ બંનેને ઉપદેશ આપી સમજાવવાને માટે સત્વર અવંતી ભણી ચાલ્યા. અથવા તો મુનિઓ સદા પરોપકારને વિષે તત્પર જ હોય છે.
હવે અવંતીમાં આવીને રાજર્ષિ ઉપાશ્રયમાં વસતિ માગી લઈને રહ્યા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૨૩