________________
સહન કરી શકે એવો નથી માટે તારે નિત્ય પ્રભાતે એને માટે કંઈ નાસ્તો મોકલ્યા કરવો.” એટલે રસોઈયાએ એ પ્રમાણે કરવા માંડ્યું. એકદા એણે એક ઉત્તમ કેસરીઓ મોદક દાસીની સાથે રાજાને મોકલાવ્યો, એવો કઠણ કે જાણે દાંતને પાડી નાખવાને માટે એક પાષાણનો ગોળો હોય નહીં! દાસીના હાથમાં એ જોઈને રાણીએ પૂછ્યુંઆ તારા હાથમાં શું છે ?
દાસીએ કહ્યું-રાજા માટે મોદક લઈ જાઉં છું. રાણી (રાજાની અપરમાતા) એ કહ્યું-એ કેવો છે ? મને દેખાડ તો ખરી, એમ કહીને એ મોદક એણે પોતાના વિષવાળા હાથમાં લીધો. અને “અહો ! છે તો બહુ સુંદર, પણ એમાં લેશ માત્ર સુવાસ નથી.” એમ કહીને દાસીને પાછો આપ્યો. અહો! માયા કપટવાળા મનુષ્યોની વચનચાતુરી સામાને કેવી કેવી રીતે વિશ્વાસ ઉત્પન્ન કરાવે છે ! દાસીએ તો એ પછી રાજાને જઈને આપ્યો. તે વખતે દૈવયોગે એના બે અપરભાઈઓ પાસે હતા એટલે રાજાના મનમાં વિચાર થયો-આ મારા નાના ભાઈઓ સુધિત છતાં મારાથી એ કેમ ખવાય ? એમ કહી એણે એ એમને વહેંચી આપ્યો; કારણ કે સજ્જનોને લઘુ ભાઈ ઉપર પુત્રસમાન પ્રેમ હોય છે. પછી બંને ભાઈઓએ એ મોદક ખાધો. પણ ત્યાં તો એમની દૃષ્ટિ ભાંગવા માંડી, શરીર ધ્રુજવા લાગ્યું અને એમને મૂર્છા આવી. એ પરથી રાજા તો પોતાનું સર્વ રાજ્ય હારી બેઠો હોય એમ આકુળ વ્યાકુળ થઈ ગયો. “જરૂર આ કોઈ વિષનો વિકાર છે, અન્યથા આમ થાય નહીં. માટે એનો સત્વર ઉપાય કરું, કારણ કે પછી મોડું થશે તો શત્રુની પેઠે એ દુર્જય થઈ પડશે.” એમ વિચારી પ્રવીણ વૈદ્યોને બોલાવીને તત્ક્ષણ સુવર્ણનું પાન અને ઉત્તમ મંત્રો આદિ ઉપાયો વડે રાજાએ પોતાના લઘુ બંધુઓને સ્વસ્થ કર્યા.
પછી ખરું સ્વરૂપ જાણવા માટે તરત જ દાસીને બોલાવીને પૂછ્યુંઆ અત્યંત ઘોર પાપ કોણે કર્યું? દાસીએ કહ્યું-હે નાથ ! ખરી હકીકતની આમાં મને કંઈ ખબર નથી. પણ આપની અપરમાતાએ મારી પાસેથી એ મોદક પોતાના હાથમાં લઈ જોયો હતો; માટે કદાચિત્ એણે આવું નિંધ પાપકાર્ય કર્યું હોય તો ! નિશ્ચયે, હે સ્વામી ! અગ્નિ ત્યાંથી જ પ્રગટ્યો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૨૨