________________
હતો ? શ્રી નારાયણે સમુદ્ર વલોવ્યો એમાં એને કૌસ્તુભ મણિ જેવા બીજા ક્યા મણિ મળ્યા ? વળી એને આપની પુત્રી સાથે શરીર સંબંધ પણ થયો સંભળાય છે તો એને હવે એ પતિ સિવાય અન્ય કોઈને આપવી યોગ્ય ન કહેવાય. તમારી પાસેથી જ તમારી પુત્રીએ વત્સરાજ જેવો યોગ્ય પતિ મેળવ્યો છે તો એને હવે તમારો જમાઈ જ માનો. અન્યથા તમને એની પાસે અભ્યાસ કરાવવાની બુદ્ધિ જ કેમ ઉપજત, અને એ પણ વળી અહીં ક્યાંથી આવત ?
મંત્રીના આવાં સમજણવાળાં વચનોથી પ્રદ્યોતનરાયનો ક્રોધ જતો રહ્યો અને એનું સ્થાન આનંદે લીધું. તેથી એણે તરત જ પોતાના જમાઈ થયેલાને ગજ-અશ્વ-રથ-ઉત્તમ વસ્ત્રાલંકાર આદિ અનેક વસ્તુઓ મોકલાવી. અથવા તો ભાગ્યયોગે રાજયોગ થયો હોય તો પછી મનના સર્વ મનોરથો શા માટે ન પૂરવા ?
એવામાં એકદા રાજ્યસંપત્તિ, ધાન્યસંપત્તિ અને વ્યાપારસંપત્તિ તથા નિર્ભયતા આદિ અનેક સુખના ધામરૂપ આ ઉજ્જયિની નગરીમાં અગ્નિદેવને
કોપ થયો. હે લોકો ! તમે મને સપ્તાર્ચિ' એ નામથી કેમ સંબોધો છો એમ કહીને ડરાવવાને માટે જ હોય નહીં એમ એ અગ્નિદેવે ચારે દિશામાં પોતાની અગણિત જ્વાળા ફેલાવી. વળી અતિશય ગર્વથી ધધગ અવાજ કરતો એ અગ્નિ જાણે હમણાં જ, ધૂમાડાના ગોટે ગોટાથી નિસ્તેજ દેખાતા, છતાં અતિશય તપી રહેલા સૂર્યને ડુબાવી દેશે એમ જણાવા લાગ્યું. એમાં સપડાયેલા વાંસોની ગાંઠો ફૂટતી ત્યારે જે અનેક પ્રકારનો શટ્કાર અવાજ થતો તે અવાજથી, તે દૂર રહેલા. લોકોને પણ ત્રાસ ઉપજાવવા લાગ્યો. તેમ ગગનમાં ચારે દિશામાં ફેલાઈ રહેલા ધૂમાડાથી લોકોના નેત્રોમાંથી આંસુ પડાવતો જગત આખાને અંધ બનાવવા લાગ્યો; જેમ એક દુષ્ટ કડવા બોલો નાયક લોકોને અપશબ્દો સંભળાવીને કરે છે તેમ. રાત્રિ પડી તોયે શાંત ન થયેલા અગ્નિના ઊડતા તણખા વડે આકાશ તો જાણે રાતા પટ્ટા એ સૂત્રના ફુલ ભરેલું કાળું વસ્ત્ર હોય એવું દેખાવા લાગ્યું.
૧૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)