________________
અન્યાયથી પૃથ્વીપતિનો, વિષયલાલસાથી મુનિજનો, ક્રોધાગ્નિથી તપસ્વીનો, તીવ્ર પાપાભિલાષાથી પંડિત પુરુષનો અને મદથી કુલીનજનનો, તેમ વેશ્યાના પરિચયથી કામિજનોને અધ:પાત થાય છે. જેમ શલભોજ શાળને, અને ઘુણ કાષ્ટને, તેમ ગણિકા કામીજનોની સર્વ લક્ષ્મીને ફોલી ખાય છે.
વળી કાકને કોણ પક્ષી ગણે છે ? કાચને કોણ મણિ માને છે ? ચક્રને કોણ વાહન કહે છે ? એરંડાને કોણ વૃક્ષમાં ગણે છે ? દાસવૃત્તિવાળાને કોણ માનવી લેખે છે ? મૃગલાને કોણ હસ્તિ કહે છે ? તેમ વેશ્યા સ્ત્રીને કોણ સ્ત્રીમાં ગણના કરે છે ? અને એના પ્રેમીને કોણ પ્રેમી માને છે ? વળી વિશ્વાસઘાત જેનો પિતા છે, ચોસઠ કળા-એજ જેની માતા છે, સર્વ અસત્યતા-એજ જેના પ્રાણ છે, પરદ્રવ્યહરણ-એજ જેનું વ્રત છે, સ્વ શરીર-એજ જેની વિક્રયની વસ્તુ છે, અને દંભ જ જેનો સહચર છે એવા દુષ્ટ વણિકના આચરણ વેશ્યામાં હોય છે માટે જેમ એનાથી તેમ આનાથી દૂર રહેવું સારું છે. “હે ઉદાર ભાગ્યવંતા નાથ ! આપના વિયોગે તો ક્ષણવારમાં મારા પ્રાણ ચાલ્યા જાય !” આ પ્રમાણે જેને એક વાર સંબોધ્યો હોય તેને જ પુનઃ “અરે ! નીચ ! અધમ ! મારા ઘરમાંથી જતો રહે” એમ કહેતાં વેશ્યા કદિ લજવાતી નથી.
આવાં રૂડાં ? આચરણવાળી વેશ્યાને કારણે મેં મારા માતપિતા, સ્નેહાળ પત્ની અને બંધુવર્ગ પણ ત્યજી દીધો એથી હા ! મને બહુ ખેદ થાય છે. મારું નામ “કૃતપુણ્યકેમ પાડ્યું હશે ? મારા જેવા પાપિષ્ઠનું કૃતપાપ” નામ પાડવું યોગ્ય હતું. મારા પૂર્વજોએ ઉપાર્જન કરેલી લક્ષ્મીને હા હા ! મેં પાપીએ વેશ્યામાં આસક્ત થઈને લીલામાત્રમાં ઊડાવી દીધી છે ! ત્યારે કેટલાક એવા મહાત્મા હોય છે કે જેમને પોતાની સ્વોપાર્જીત સંપત્તિ હોય છે અને એનો પણ ભાવસહિત ધર્મસ્થાનોને વિષે વ્યય કરે છે. પરંતુ હવે વિશેષ શોક કરવાથી કંઈ લાભ નથી. માટે ઘેર જાઉં અને મારી સ્ત્રી શું કરે છે તે જોઉં.
એમ વિચારીને કૃતપુણ્ય ઘેર ગયો તો જોયું કે ઘર તદ્દન નિર્માલ્યા થઈ ગયું છે અને પોતાની સ્ત્રી એકલી અંદર બેઠી છે. પતિને જોયા. કે તરત જ પત્ની ઉઠી ઊભી થઈ તે જાણે એના પુણ્યની સુકાઈ જવા
૧-૨ એક જાતનાં જીવડાં-કીડા. ૧૬૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)