________________
નહિ તેથી મૂર્છા આવવાથી તે પૃથ્વી પર ઢળી પડ્યો. સુકુમાર પ્રાણીઓ જરાજરામાં પણ કલેશ પામે છે, તો મહાદુ:ખ આવી પડે ત્યારે તો શું થાય ? એવામાં ત્યાં જાણે રાજાના કોઈ ઉત્તમ કર્મથી આકર્ષાઈને જ હોય નહીં એમ એક ભિલ્લ આવી પહોંચ્યો. તે રાજાનો સુંદર વેષ જોઈને બહુ વિસ્મય પામ્યો. અને “આ જરૂર કોઈ મોટો રાજા આવી દુર્દશાને પામ્યો છે માટે એના પર ઉપકાર કરું, કારણકે મારા જેવાને આવા મોટા માણસનો સમાગમ ક્યાંથી ?” એમ વિચારી તેણે તત્ક્ષણ કમળપત્રને વિષે જળ આણી રાજાના મુખપર છાંટ્યું. અહો ! એના જેવા ભિલ્લને વિષે પણ કેવો દયાગુણ રહેલો છે ! જળ છાંટવાથી રાજા તુરત જ શુદ્ધિમાં આવ્યો. અહો ! “અભિધાન સંગ્રહ” (કોષ) ને વિષે જળનાં ‘જીવન,’ ‘અમૃત' આદિ ઉત્તમ નામપર્યાય કહ્યાં છે એ યુક્ત જ છે. પછી નિદ્રામાંથી જાગ્યો હોય એમ ચારે દિશામાં દષ્ટિ ફેરવતો રાજા બેઠો થયો એટલામાં એનું સર્વ સૈન્ય ચિંતાને લીધે એની પાછળ શોધમાં નીકળ્યું હતું તે ત્યાં આવી પહોંચ્યું એટલે રાજા ત્યાંથી નગર ભણી જતાં પોતાને જીવાડનાર એ પુલિંદને સાથે લઈ ગયો; જેમ ધર્માસ્તિકાય જીવના પુદ્ગળોને અન્ય સ્થાને લઈ જાય છે તેમ.
નગરમાં જતાં એ પુલિંદ ઊંચે જોઈ જોઈને નગરની શોભા નિહાળવા લાગ્યો. પણ એના જેવો અરણ્યવાસી જેને આવાં સુંદર જંગમ મંગળો જોવા ન મળ્યા હોય તે આમ કાન માંડીને ઊંચે નેત્રે જોઈ રહે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી ત્યાં રાજાએ તેને અપ્સરા સમાન મનહર સ્ત્રીઓ અને સેવકવર્ગ સહિત એક આવાસ રહેવાને માટે આપ્યો. કારણકે કૃતજ્ઞ પુરુષોના કાર્યો સુંદર હોય છે. આ પૃથ્વી પર બે નરોનો જ સર્વદા ખપ છે. એક, જે અપકાર પર ઉપકાર કરે છે; અને બીજો, જે ઉપકાર પર કદિ અપકાર કરતો નથી. વળી શૌર્ય, ધૈર્ય, નીતિ, દાક્ષિણ્યતા, વક્તૃત્વ, સ્થિરતા અને ગૌરવ આદિ ગુણોનો સમૂહ ભલે હોય; પણ જો “ઉપકાર કરવો” અને ‘ઉપકાર જાણવો' એ બે ગુણો ન હોય તો તે સર્વ નેત્ર વિનાના મુખ જેવું લાગે છે. ત્યાં પુલિંદે ઘણા દિવસ વારાંગઓના સ્પર્શરૂપ-રસ-ગંધ અને સુસ્વરોના ઉપભોગમાં નિર્ગમન કર્યા; અપ્સરાઓની
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ)
39