________________
મનુષ્યલોકપ્રમાણ સિદ્ધશિલા છે. તે શિલાની ઉપર એક યોજન પછી કેવળ અલોક છે. અહીંથી મોક્ષે જતો જીવ, સિદ્ધદશામાં; એ સિદ્ધશિલાની ઉપરના યોજનના છેવટના ચોવીશમા ભાગમાં સ્થિતિ કરી રહે છે અને ત્યાં અહીંના શરીરનો બેતૃત્તીયાંશ ભાગ અવગાહે છે. આમ ત્યાં સર્વ જીવોનો એકસરખો શાશ્વતભાવ વર્તે છે. ત્યાં નથી ઈષ્ટનો વિયોગ, નથી વૈરિનો મેળાપ, નથી દીનતા-અભિમાન-જન્મ જરા કે મૃત્યુ, નથી આધિ કે વ્યાધિ. વળી ખેદ-ભય-શોક-તિરસ્કાર-છેદ-ભેદ-વધ-બંધન આદિ કે અન્ય પણ કંઈ અશુભ ત્યાં નથી. કારણકે ક્ષીરસાગરમાં ખારાશ હોય નહીં. ત્યાં તો અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અને અનંત ચારિત્ર-એ અનંતા પાંચવાનાં જાણે પંચતાના વિજયસૂચક હોય નહીં એમ ત્યાં નિરંતર વર્તે છે. જે સુખ એ સિદ્ધ રાશિના જીવોને છે તે નથી આ મનુષ્યલોકમાં, કે નથી દેવલોકમાં. કારણકે સૂર્યના તેજ જેવું તેજ અન્યત્ર ક્યાંય હોય નહીં. જેમ એક પુલિંદ હતો તે પોતે જાતે જોયેલા નગરની શોભા કેવી હતી તે કોઈપણ ઉપમાથી સમજાવી શક્યો નહીં તેમ આ સિદ્ધના જીવોનાં સુખ પણ કોઈ વર્ણવી શકે નહીં.
એ પુલિંદનું દષ્ટાંત આ પ્રમાણે
અત્યંતરૂપને લીધે ઈન્દ્રસમાન, ઉત્તમ બુદ્ધિને લીધે બૃહસ્પતિ તુલ્ય, અને તેજસ્વિતામાં સૂર્ય કરતાં પણ શ્રેષ્ઠ-એવો જિતશત્રુ નામે રાજા
હતો.
એકદા આ જિતશત્રુ રાજા એક વિપરીત શિક્ષિત અશ્વ પર આરૂઢ થયો એવામાં એ અશ્વે એને ઉપાડીને એક ગાઢ અધંકારમય અરણ્યને વિષે લાવીને નાખ્યો; જીવહિંસા જેવી રીતે પ્રાણીને ભવ (અનેકવિ) ને વિષે નાખે છે (અનેકભવ કરાવે છે) તેમ. ત્યાં, તે એક લોભી માણસની જેમ તૃષ્ણાને લીધે દુઃખી થવા લાગ્યો તેથી જળ શોધવાને અશ્વ પરથી નીચે ઉતર્યો; કારણકે ઊંચે રહેવાનું (ઉચ્ચ સ્થાન) તો સ્વસ્થ કે સુખી હોય તેને જ ગોઠે છે. તૃષા બહુ લાગી હતી પણ ક્યાંયથી જળ મળ્યું
૧. પંચતા=પંચત્વ-મૃત્યુ. ૨. ભિલ. ૩. તૃષ્ણા (૧)લોભ (૨)પાણીની તરસ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૩૬