________________
કોઈવાર ધૂળેટીને દિવસે લોકો કરે છે એમ, સૂંઢમાં ધૂળ ભરીભરીને પણ એકબીજા પર ઊડાડતા; અને કોઈ વખત ખાખરા આદિના વૃક્ષોના પત્રો લાવીને આદરસહિત સામસામા આપતા; જેવી રીતે ચક્રવાક પક્ષીઓ પરસ્પર મૃણાલના તંતુઓ આપે છે એમ. એ ગજપતિને એવી પ્રકૃતિ પડી હતી કે પંજાતિનું બચ્ચું અવતરતું તો જાણે એની સાથે વૈર બાંધ્યું હોય એમ, અવતરતાં જ એના પ્રાણ લેતો, એવા ભયથી કે એ રહેશે તો કદાચ એને જ હાંકી કાઢીને હાથણીઓને એ ભોગવશે.
હવે પેલો યજ્ઞ કરનાર વિપ્રનો જીવ હતો તે હોમહવનાદિ અનુચિતા કાર્યોને ઉચિત જ એવી અધમ યોનિઓમાં ભ્રમણ કરતો એકદા આ જ ચૂથપતિના ચૂથને વિષે રહેતી કોઈ હાથણીના ઉદરમાં ઉત્પન્ન થયો. એ વખતે હાથણીએ વિચાર્યું કે આ દયાહીન પાપિષ્ઠ હાથીએ, સર્પ પક્ષીઓને મારી નાખે એમ, મારા અનેક પુત્રોને મારી નાખ્યા છે. તો હવે આ વખતે તો હરકોઈ ઉપાય કરીને મારા ગર્ભનું એ અધમના પંજા થકી રક્ષણ કરી સદાકાળ પુત્ર મુખદર્શનનો લ્હાવો લઉં. આવા વિચારથી, એ હાથણીએ, ચરણને વિષે પ્રહાર લાગવાથી જાણે પોતે લંગડી થઈ ગઈ હોય એવો કપટભર્યો દેખાવ કર્યો; અને ગમનાગમનમાં જાણે અડચણ આવતી હોય એમ મંદ ગતિએ ચાલવા લાગી. અથવા તો સ્ત્રી જાતિને તો જાણે માયાનું શિક્ષણ આપવામાં આવ્યું હોય નહીં એમ લાગે છે ! એ, લંગડી થવાથી પોતાની સાથે – પોતાની નજરે નહીં રહી શકવાથી, મોહગ્રસ્ત ચૂથપતિને, એને કોઈ અન્ય હસ્તિ ન ભોગવે એ વાતની પૂરી તપાસ રાખવી પડતી. હાથણીએ પણ એમ રાખ્યું કે કોઈવાર એને એક પહોરે મળે, કોઈવાર બે પહોરે મળે, કોઈવાર વળી વળતે દિવસે, તો કોઈવાર તો બે કે ત્રણ દિવસે (એને) જઈને મળે; સંઘને વિષે રહેતી વાસણો આદિ સામાનની ગાડીની જેમ. એમ અનુક્રમે ઘણે ઘણે વખતે એને મળવાનું રાખ્યું અને એમ કરીને પૂરતો વિશ્વાસ બેસાડ્યો. જ્યારે એને પ્રસવકાળ તદ્દન નજીક આવ્યો જણાયો ત્યારે, જાણે અમે વનસ્પતિની કૃપાથી જ જીવિત ધારણ કરીએ છીએ એવું ગૌરવ દેખાડવાને માટે જ હોય નહીં એમ, મસ્તક પર તૃણનો પૂળો લઈ, પોતાને જ ઘેર જતી હોય એમ, પોતે પૂર્વે જોયેલા, કોઈ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૭૧