________________
આ પ્રમાણે કૃતપુણ્યનો પૂર્ણ ભાગ્યોદય થયો અને લક્ષ્મી પ્રાપ્ત થઈ–એ વાત પેલી દેવદત્તા ગણિકાને કાને પહોંચી. એટલે એ માયા પ્રપંચની પુતળીએ કુટિલ અને શ્યામવર્ણા-એવા પોતાના કેશની વેણી બાંધી લીધી; તામ્બલ ભક્ષણ કર્યા કરવાની ટેવને લીધે અભુત રક્ત થઈ ગયેલા દાંતને ઘસાવી સાફ કરાવ્યા; પોતે જાણે પવિત્રતા અને પતિવ્રતપણાની સાક્ષાત મૂર્તિ હોય નહીં એમ, હાથમાંથી કંકણ, અને કંઠમાંથી કંઠી આદિ આભૂષણો ઉતારી નાખ્યા, અને એને સ્થાને સૂત્રના દોરા બાંધ્યાતે જાણે “હું તુચ્છ છું એટલે આવા તુચ્છ સૂત્રને જ લાયક છું.” એમ બતાવવાને હોય નહીં ? વળી એણે વસ્ત્રો સુદ્ધાં બદલીને શ્વેતવસ્ત્રો ધારણ કર્યા, તે જાણે-દ્રવ્યના આપનાર પ્રત્યે પણ વિરાગભાવ ધારણા કરનારી-મારા જેવી-ને આવાં વિરાગી વસ્ત્રો જ શોભે એમ કહેવરાવવાને માટે જ હોય નહીં! આમ સંપૂર્ણ પ્રપંચ રચીને, નાના પ્રકારની વચનચાતુરીને વિષે પ્રવીણ એવી પોતાની એક દાસીને એણે કૃતપુણ્યની પાસે મોકલી. એણે એની પાસે જઈને, વર્ષોમાં ઊગી નીકળતાં તૃણની જેવાં પારાવાર આંસુ સારતાં સારતાં કપટમય વચનો કહેવા માંડ્યા
હે શ્રેષ્ઠિ ! જે દિવસે કલ્પવૃક્ષના સહોદર જેવા-તમને, બુદ્ધિભ્રષ્ટ વૃદ્ધાએ ઘરબહાર કાઢી મૂક્યા તે દિવસથી તમારી પ્રાણપ્રિયા દેવદત્તા
સ્નાન-તાંબૂલ-પુષ્પાદિ સર્વ ભોગ ત્યજીને બેઠી છે; શરીર પરના આભૂષણો પણ, દુર્ભાગ્યના પાત્રો હોય નહીં એમ, એણે ઉતારી નાખી દૂર ફેંકી દીધા છે; અને ત્યારથી જ, પોતાની વૃદ્ધ માતાને કંઈ પણ કહેવાને કે અન્ય કંઈ પણ કરવાને અશક્ત હોઈને, રોષને લીધે, વેણી બાંધી લીધી. છે ! વળી તમારા વિયોગના દુઃખને લીધે અન્ન જળ પણ લેતી નથી, અને દુરાગ્રહી બાળકની જેમ રૂદન કર્યા કરે છે. વૃદ્ધાએ ઘણું કહ્યું ભાપાન વિના નિરાધાર શરીર ટકશે નહીં, માટે ભોજન કર. પરંતુ તમારી પ્રિયા તો કહે કે જેમ એક યોગી સૂર્યના દર્શન કર્યા પછી જ અન્ન લે છે તેમ હું પણ મારા પ્રાણાધાર કૃતપુણ્યના દર્શન કરીશ ત્યારે
૧. રાગ-પ્રેમ-નો અભાવ. ૨ રાગ-રંગ-વગરના=શ્વેત.
૧૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)