________________
માતા વસુંધરા ! તું અને મંદિરે જઈશ નહીં.” એમ સૂચવતાં, માતાવસુંધરાની પ્રથમની પૂજા કરી હોય નહીં!
હવે મદરૂપી હસ્તિપર આરૂઢ થયેલો અર્થાત્ મદોન્મત્ત એવો ચંડપ્રદ્યોતરાજા પ્રયાણ કરતા કરતો હર્ષમાં ને હર્ષમાં જાણે પોતાને મોસાળ આવતો હોય એમ સમજતો કેટલેક દિવસે રાજગૃહનગર પાસે આવી પહોંચ્યો; અને કપટથી એને ચોતરફ ઘેરી લીધું-એક કરોળીઓ પોતાની લાળ વતી જંતુને ઘેરી લે છે તેમ. તે વખતે અભયકુમારે વિચાર્યું કે આ “સામ” એટલે સમજુતિથી કામ લેવાનો યોગ્ય નથી કેમકે એ અભિમાનનો ભરેલો છો; “દાન' ને ઉચિત પણ એ નથી કેમકે એની પાસે દ્રવ્ય પષ્કળ છે; અને એને “દંડ' એટલે શિક્ષા પણ થઈ શકે એમ નથી. કારણકે એ અત્યંત બળવાન છે; ફક્ત “ભેદ” એટલે શત્રુપક્ષવાળાઓને વિષે માંહે માંહે વિરોધ ઉત્પન્ન કરાવવો, એ બની શકે એમ છે–માટે એ જ ઉપાય અજમાવું.” એમ વિચાર કરીને અભયકુમારે પોતાના આપ્તજનોની સાથે શત્રુરાજાને એક લેખ-પત્ર મોકલાવ્યો. એનું મૃત્યુ ઉપજાવનાર યંત્રકામ જેવો એ પત્ર ચંપ્રદ્યોત ને પહોંચ્યો તે તેણે ગુપ્તપણે વાંચ્યો. એમાં લખેલા હતું કે
“કૃત્તિકાનક્ષત્રના તારાઓની જેમ ચેડારાજાની પુત્રીઓ સંબંધીઓનો કદાપિ લેશ પણ ભેદ કરે એવી નથી. એમાંએ શિવારાણી તો ચલ્લણાથી ચઢી જાય એવી છે. એવાં મારાં માસીના તમે પતિ છો તેથી હું તમને કંઈ કહું છું તે લક્ષમાં લેજો. મારા પતિએ આપના સર્વ મંડલેશ્વરોને સુવર્ણ મહોરના ભાજનો આપી આપીને ભેદ પમાડ્યા છે. (ફોડ્યા છે;) જેમ હંસ દૂધ જળને ચંચુપાત વડે ભેદ પમાડે છે (જુદાં કરે છે) તેમ. હે રાજન ! આપના જ મંડળવાળાઓ નિશ્ચયે આપને બાંધી લઈ મારા પિતાને સોંપશે; જેવી રીતે એક અવિચારી રાજા, યમરાજા જેવા કનિષ્ટ અધિકારીને પટ્ટો કરી આપીને પોતાનો દેશ સોંપી દે તેમ. જો આ મારી વાતમાં તમને વિશ્વાસ ન હોય તો તમારે શીઘ એ લોકોના ઉતારાની ભૂમિ ખોદી જોવી તેથી તમને સત્યાસત્યની ખાત્રી થશે. સૂર્ય જેવું ખુલ્લું પ્રત્યક્ષ હોય ત્યાં બીજા પ્રમાણની તમારે જરૂર નહીં રહે.”
૧૦૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)