________________
અભયકુમારનો એ પત્ર વાંચીને ચંડપ્રદ્યોત રાજાએ પોતાના મુકુટધારી રાજાઓમાંના એકની નિવાસભૂમિ પોતાના વિશ્વાસુજનોની પાસે ખોદાવી જોઈ તો તેમાંથી સુવર્ણ મહોરનો દાબડો નીકળ્યો. તે જાણે પૃથ્વીએ પુષ્કળ દ્રવ્ય પ્રસવ્યું હોય નહીં ! એ પરથી વિસ્મયા અને ભયથી વ્યાકુળ થયેલ રાજા ચંડuધોત વિચારવા લાગ્યો- “શું મારા સેવકોને પણ શ્રેણિકે દ્રવ્ય આપીને પોતાના કરી લીધા ? એ વૃદ્ધ શ્રેણિક નિત્ય આવું જ કરતો હશે. જો અભયકુમારે સગપણની અવગણના કરી આ બીના જણાવી ન હોત તો આ લોકો મને શત્રુના હાથમાં જ સોંપત. ખરી વાત છે કે સમજુ દુશ્મન સારો. દુશ્મન ભલે હોય, પણ તે અક્કલ-બુદ્ધિવાળો હોય તો. ચંદ્રમાની જેવો શીતળ અને અમૃત જેવાં મિષ્ટ વચન બોલતો આ અભયકુમાર જેવો મારો બંધુ ન હોત અને એ લોકો મને બાંધીને શત્રુના હાથમાં સોંપત, તો આ રાજ્ય કોણ ભોગવત ? શું મારા પિતૃઓ આવત ?” આટલી બધી ચિંતાનો ભાર આવી પડવાથી, ભયને લીધે એનો કચ્છ પણ શિથિલ થઈ ગયો તેથી તે ત્યાંથી પલાયન કરી ગયો. અભયકુમારના મંત્રજળથી વ્યાકુળ થતા રાજહંસ પણ શું મોં લઈને પડ્યા રહે ! વળી પાછળ સૈન્ય લઈને રાજગૃહના સ્વામી શ્રેણિકે નગર બહાર નીકળી પ્રદ્યોતરાજના સૈન્યનું અચ્છી રીતે મંથન કર્યું, રવૈયાથી દહીંનું મંથના કરે (દહીં વલોવે) તેમ. અર્થાત્ છિન્ન ભિન્ન કરી નાંખ્યું. તે વખતે કોઈ પણ સુભટ ધનુષ્ય પર બાણ પણ ચઢાવવાની હિંમત કરી શક્યો નહીં. સૈનિકો જો સેનાધિપતિ ન હોય ને યુદ્ધ કરે તો પછી આજ્ઞા આપનાર સેનાપતિને કોણ ગણે ?
વળી પ્રદ્યોતરાજાના સૈન્ય પાસેથી શ્રેણિકરાજાએ પુષ્કળ હસ્તિ, અશ્વ, રથ આદિ પણ લઈ લીધા; પણ આવો અપરાધ કરવામાં શું મહાજનોની મોટાઈ છે ? અથવા એમનો અધિકારી વર્ગ નિર્ણય રહે છે? ચંડuધોતરાજા શ્રેણિકરાજાની ભૂમિ-દેશ ઓળંગતો ઓળંગતો ચાલ્યો
૧. એ નામના પક્ષી; શ્રેષ્ઠ રાજાઓ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૦૫