________________
તે એને મન બહુ અલ્પ લાગ્યો. એમ કરતાં કરતાં તે પોતાના નગરમાં પહોંચી ગયો-પ્રાણ જવાનો ભય હોય એવે પ્રસંગે એક સસલો જેમ તેમ કરીને પોતાના દરમાં પેસી જાય છે તેમ. અન્ય મુકુટધારીઓ અને મહારથિઓ પણ “આ શું થયું ?” એમ ચિંતવતા પ્રધોતરાજાની પાછળ નાસી આવ્યા; કારણકે પોતાનો સ્વામી નાસી જતો રહે ત્યારે શૂકર એટલે ભૂંડ કેમ ઊભા રહે ? એઓ કહેવા લાગ્યા-આપણે અને આપણા સુભટો શત્રુનો પરાજય કર્યા પછી જ પાછા ફરવાનો નિયમ કરીને આવ્યા હતા, છતાં આ પ્રમાણે નાસી આવ્યા તે લેશ પણ શોભા ભર્યું થયું નથી. એમ પરસ્પર વાત કરતા મહાપ્રયત્ન ઉજ્જયિની પહોંચ્યા.
ઉજ્જયિની આવીને એમણે અંજલિ જોડીને માલવપતિ-પ્રદ્યોતરાજાને પૂછ્યું- હે રાજન ! આ શું થયું ? એમ તો દઢ પ્રતિજ્ઞા કરીને નીકળ્યા. હતા તે આમાં સત્યવાત-ખરી હકીકત શી છે તે કંઈ સમજી શકતા નથી માટે કૃપા કરીને આપ સમજાવો. એ સાંભળીને, વ્યાધિગ્રસ્ત માણસ વ્યાધિનું મૂળ કારણ વૈદ્યને કહે તેમ, રાજાએ પોતાના મનના વિકારનું કારણ એમને કહી સંભળાવ્યું. એટલે એઓ બોલ્યા-હે સ્વામી ! અમે આપના ચરણના સોગન પૂર્વક કહીએ છીએ કે આ બાબતમાં અમે લેશ પણ જાણતા નથી. એ સાંભળીને પ્રદ્યોતરાજા હાથ ઘસવા લાગ્યો અને બોલ્યો કે-ખરે ! અભયકુમારે મને પ્રપંચ કરીને છેતર્યો છે. અથવા તો. એણે નિરંતર આ સમસ્ત પૃથ્વી ફૂટબુદ્ધિથી જ ભોગવી છે. “શિવારાણી મારી માતા ની બહેન-માસી થાય છે” એમ કહીને એ કપટીએ મારા જેવા સરલ બુદ્ધિવાળાને છેતર્યો છે. ખરું જ છે કે ધૂર્ત પુરુષો ખરું ખોટું સગપણ કાઢીને શ્રીમંતોને સુખેથી ફોલી ખાય છે. માટે જ્યારે હું એ અભયકુમારને પોતાને બાંધીને અહીં લાવીશ ત્યારે જ આ જગતમાં મારો જન્મ હું સાર્થક ગણીશ. આ પ્રમાણે એણે પોતાના મનમાં દઢ નિશ્ચય. કર્યો. કારણકે અસહિષ્ણુ જીવો કદિ શત્રુએ કરેલા પ્રહારને ભૂલે નહીં.
પછી એણે ઈંદ્રરાજાની જેવી-પોતાના સામંત, સચિવ આદિની-મહાસભા ભરી તેમાં નવીન મેઘની ગર્જના સમાન વાણી વડે જાહેર કર્યું કે-આ મારી સભામાં એવો કોઈ પણ છે કે અભયકુમારને બાંધી લાવીને મને
૧૦૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)