________________
સોંપે ? તે વખતે ફક્ત એક ગણિકા જ ઊઠીને બોલી કે “હું એ કરીશ.” અથવા તો ખરું જ કહ્યું છે કે દગાબાજ-દંભી માણસો જ્યાં જોઈએ ત્યાં પુષ્કળ મળી જ રહે છે. એ સાંભળીને રાજાએ ગણિકાની પ્રશંસા કરતાં કહ્યું-મારા રાજ્યમાં ફક્ત તુંજ (એકલી) છે; શૌર્યવતી પણ તું જ છે; ચતુર પણ તું જ છે; વિદુષી અને કળાવાન પણ તું જ છે. અથવા તો વધારે શું કહું ? મારું સર્વસ્વ તું જ છે. આ દુષ્કર કાર્ય તારાથી જ થઈ શકશે. આવી પ્રશંસા કરી એની આવશ્યકતા પણ હતી કારણ કે એક ગાડીને પણ ચાલતી કરવા માટે તેલ ઉજવું પડે છે. પછી વળી એને કહ્યું- હે કળાનિધિ તારે દ્રવ્યાદિનું સાધન જે જોઈએ તે કહે એટલે પૂરું પાડું; કારણકે વણકર પણ તંતુ, શાળા અને કાટલાં વિના વસ્ત્ર વણી શક્તો નથી.
વેશ્યા જો કે ચતુર હતી તો પણ વિચારમાં પડી કે “મેં રાજાની સમક્ષ આ પ્રતિજ્ઞા તો કરી, પરંતુ એનો નિર્વાહ કેવી રીતે થશે ? કારણકે બોલવું સહેલું છે, પણ કરવું બહુ દુષ્કર છે. શ્રેણિક મહિપતિનો પુત્ર અને મંત્રી અભયકુમાર ધૈર્યવાન, સ્થિર ચિત્તવાળો અને સકળ શાસ્ત્રનો પારગામી છે; દુષ્ટ અને ગર્વિષ્ટ શત્રુઓના ગર્વને ભેદી નાખવાની એનામાં સત્તા છે; અને અન્ય પણ અનેક ઉત્કૃષ્ટ ગુણો એનામાં છે. એની પાસે ગમે તેટલી વાર જવા આવવા છતાં પણ મારા જેવી અનેક ભેગી મળીએ તોયે એને બાંધી શકીશું નહીં; ગમે એટલા ઉંદર એકઠા થાય તો યે. એઓ કંઈ બિલાડીને ગળે ઘંટ બાંધી શકે નહીં. પણ એને જો ધર્મના છળથી બાંધવો હોય તો બાંધી શકાય; હાથીને ખાડામાં ઉતારીને કપટથી બંધનમાં લે છે તેમ. તે સિવાય તો એને મનુષ્ય તો શું પણ દેવ ને દાનવ સુદ્ધાં બાંધી શકે તેમ નથી. એટલે મારે હવે કંઈ ધર્મનું રહસ્ય જાણવાની પણ આવશ્યકતા છે. વળી સહાયમાં મારે કામદેવની સ્ત્રી-રતિના સમાન સૌંદર્યવાન બે સ્ત્રીઓ લેવી પડશે.”
આમ વિચારીને એણે ચંડપ્રદ્યોતરાજા પાસે સમાન રૂપવાળી બે યુવતીઓની માગણી કરી. એ એના કહેવા પ્રમાણે એને આપવામાં આવી; અને સાથે પુષ્કળ દ્રવ્ય પણ આપ્યું. અથવા તો પોતાનું સાધ્ય સિદ્ધ કરવું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૦૭