________________
કોણ રહે ? પછી એઓ પરસ્પર કહેવા લાગ્યા કે-આપણે આ પાપીને આપણે હાથે ક્યાંથી ઉછેર્યો ? એ આપણને પણ હવે સુખે રહેવા દેતો નથી ! માટે એને હવે તસ્કરની જેમ પકડાવી બંધાવવો જોઈએ. આમાં કહીને, સર્વે મળીને શ્રેણિક રાજા પાસે ગયા.
એ નરપુંગવ નરપતિની પાસે જઈ તાપસોએ યોગ્ય આશીર્વાદ આપ્યો. જેની છત્રછાયામાં સુખે રહેવાનું મળતું હોય એને યોગ્ય સન્માન આપ્યા વિના પણ કેમ ચાલે ? આશીર્વાદ આપીને કહ્યું કે-હે રાજન ! ચંદ્રમાના કિરણો સમાન ધવળ, આગળના ભાગમાં ઊંચો, ચાર દંકૂશળવાળો, સૂક્ષ્મ અને પિંગળ લોચનવાળો, વીશ નહોર યુક્ત, ભૂમિ સુધી પહોંચતી સુંદર શુંઢવાળો, એનાથી થોડા નાના પૂચ્છવાળો, લઘુ ગ્રીવાવાળો, ઊંચા કુંભસ્થળવાળો, નીચી નીચી ઉતરતી પીઠવાળો, પાછળના બંને પડખાં નીચાં અને આગળનાં બંને પડખાં ઊંચા-એવાં એવાં અનેક લક્ષણોએ લક્ષિત એવો એક સેચનક નામનો ગજરાજ અમુક વનમાં આવી રહ્યો છે. વિશેષ શું કહેવું ? (મહાસાગરમાંથી) જેના કરતાં શ્રેષ્ઠ નથી નીકળ્યો એવો, ઐરાવણનો બંધુ જ જાણે હમણાં સમુદ્રમાંથી નીકળ્યો હોય નહીં ! એવો એ સેચનક છે. તે આપ મહારાજાને ત્યાં જ શોભે એવો છે. ઐરાવત હસ્તિ ઈન્દ્ર વિના અન્ય કોને ત્યાં શોભે ?
શ્રેણિક મહારાજાએ એ સર્વ સાંભળી લઈને પ્રસન્ન થઈ તાપસોને ઉચિત સન્માનપૂર્વક વિસર્જન કર્યા, પછી એણે સમસ્ત સામગ્રી લઈ જઈ વારીના પ્રયોગથી એ ગજરાજને પકડીને બાંધ્યો (બંધનમાં નાખ્યો); પ્રાણાયામ કરનારા જેમ શ્વાસને બાંધે છે-રોકે છે એમ. એના પર તીક્ષ્ણ અંકુશ તથા આર વતી અને મોટા મોટા મુદગરવતી પ્રહાર કર્યા; કારણકે ભય વિના શિક્ષા નથી. વળી પગે સાંકળો બાંધી એને આલાનમાં નાખવામાં આવ્યો કારણકે સૌ કોઈ પોતાની જાત સિવાય અન્ય સર્વનું દમન કરનારા છે. એ સ્થિતિમાં એ શૂઢ, પુચ્છ તથા કર્ણદ્વયને હલાવતો દેવે દીધેલી
૧. હાથીને વનમાં યુક્તિથી પકડવા માટે તૈયાર કરેલું સ્થળ. ૨. હાથીને બાંધવાનો સ્તંભ-દોરડું-સાંકળ. ૧૭૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)