________________
“ઉર્ધ્વ લોકને વિષે સૌધર્મ વગેરે બાર દેવલોક છે, નવ રૈવેયક છે, અને પાંચ અનુત્તર વિમાન છે. બાર દેવલોકમાનાં પહેલા આઠમાં એકેક ઈન્દ્ર છે; પછીના બળે દેવલોકમાં એક ઈન્દ્ર છે. નવ ચૈવેયક વગેરેમાં અહમિંદ્રો છે. એઓ રાગદ્વેષરહિત સાધુઓની જેમ નિરાકુળપણે રહે છે. વળી બાર દેવલોકમાંના પહેલામાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીશ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠમાં પચાસ હજાર, સાતમમાં ચાલીશ હજાર, આઠમામાં છ હજાર, નવમા અને દશમામાં ચારસો, અને, અગ્યારમા અને બારમામાં ત્રણસો વિમાનો છે. નવરૈવેયકોમાંના નીચલા ત્રણમાં એકસો અગ્યાર, વચલા ત્રણમાં એકસો સાત ને ઉપલા ત્રણમાં એકસો-એમ નવેમાં કુલ ત્રણસો. અઢાર વિમાનો છે. વળી અનુત્તર વિમાન પાંચ છે. એમ સર્વે મળીને ચોરાશીલાખ સત્તાણું હજાર ને વેવીશ વિમાનો છે. બાર દેવલોકમાંના પહેલે દેવલોકે બે સાગરોપમ, બીજે બે સાગરોપમથી કંઈક અધિક, ત્રીજે સાત સાગરોપમ, ચોથે સાત સાગરોપમથી અધિક, પાંચમે દશ-, છઠું ચૌદ-, સાતમે સતર-, આઠમે અઢાર-, નવમે ઓગણીશ-, દશમે વીશ-, અગ્યારમે એકવીશ-, અને બારમે બાવીશ સાગરોપમ, સ્થિતિઆયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનો પૂરા તેત્રીશ સાગરોપમ સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજને સિદ્ધિ છે–સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધના જીવ અનંતકાળ શાશ્વત સુખમાં રહે છે.”
આ લોક નથી કોઈએ નિર્માણ કર્યો કે નથી; કોઈએ અદ્ધર ધરી રાખ્યો. એ તો સ્વયંસિદ્ધ છે અને કેવળ આકાશમાં રહેલ છે. વળી એ ધર્મ, અધર્મ, આકાશ-, જીવ-, અને પુદગલ-અસ્તિકાયોથી અને કાળથી ભરેલો છે. અલોક કેવળ આકાશમય છે.”
“આ પ્રમાણે લોકસ્વરૂપ છે, તેની હે ભવ્યજનો, તમે વિશેષપ્રકારે ભાવના ભાવો, જેથી સુખે કરીને ચિત્તની એકાગ્રતા થશે. (લોકસ્વરૂપ ભાવના).”
જેવી રીતે વસ્ત્રને લાગેલા રજકણો ખંખેરી નાખીએ છીએ, તેવી રીતે આત્માને લાગેલા કર્મ ખંખેરી નાખવા એનું નામ નિર્જરા છે. એના
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૨૦૮