________________
બે ભેદ છે; સકામ અને અકામ. જ્ઞાનહીન પ્રાણીઓ, રોગ-શીત આદિ દુઃખોનો અનુભવ થતાં કરે છે એ અકામ નિર્જરા; અને જ્ઞાનદર્શનાદિથી યુક્ત એવા પ્રાણીઓ સ્વયંભૂ વેદના સહેતાં કરે છે એ સકામ નિર્જરા અથવા, નિર્જરાનો હેતુ તપ છે. તે તપના ભેદ પ્રમાણે નિર્જરાના બાર ભેદ પણ થાય. (નિર્જરા ભાવના).
એકેન્દ્રિયાદિ તિર્યંચને વિષે ભ્રમણ કર્યા કરતા પ્રાણીઓને જિનધર્મપ્રાપ્તિરૂપ બોધિ (સમ્યકત્વ) બહુ દુર્લભ છે. અકર્મ ભૂમિ અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને પણ એ બોધિ દુર્લભ છે. વળી આર્યદેશને વિષે પણ માતંગાદિ નીચ જાતિને એ દુર્લભ છે. એટલું જ નહીં પણ ઉત્તમ જાતિ અને ઉત્તમકુળ હોય છતાં અવજ્ઞા, આળસ અને મોહ ત્યજ્યા ન હોય તો એ બોધિ દુર્લભ છે. પૃથ્વીપતિ રાજાની કૃપા, સુંદર ભોગોપભોગ, ગૌરવવાનું સામ્રાજ્ય અને અણિમા વગેરે મહા સિદ્ધિઓએટલાં વાનાં પ્રાણી કદાચિત પ્રાપ્ત કરી શકે; પરંતુ જન્મમરણનો ઉચ્છેદ કરનાર એવા જિનધર્મની પ્રાપ્તિ યથા તથા થઈ શકતી નથી. (બોધિદર્લભ્ય ભાવના).”
ધર્મનો ઉપદેશ કરનાર તીર્થકર દુર્લભ છે. કેવળજ્ઞાની પણ દુર્લભ છે. અરે ! ગણધર, શ્રુતકેવળી કે દશપૂર્વધર પણ દુર્લભ છે. એટલું જ નહીં પણ સર્વથા આચાર પાળનાર-એવા આચાર્ય કે અન્ય કૃતવેદી ઉપાધ્યાય પણ દુર્લભ છે. ચાર્વાક, શાક્ય, સાંખ્ય આદિ અસત્માર્ગના પ્રવર્તકો સુલભ છે પણ એઓ થોડા જ જિનધર્મના પ્રરૂપકો છે ? ધર્મની શોધમાં ફરનારા પ્રાણીઓ પણ એવા ઉત્સુત્ર ભાષણ કરનારા-પ્રતારકોથી મોહિત થઈ જઈને શુદ્ધ ધર્મના ઉપદેશકોને જાણતા નથી. શુદ્ધ પ્રરૂપક વિના મુક્તિનો ઉપાય જાણી ન શકવાથી પ્રાણીઓ અરઘટ્ટના ઘટોની જેમ ભવકૃપમાં ભ્રમણ કર્યા કરે છે. જેવી રીતે અરણ્યવાસી ભીલ લોકો મુક્તાફળ મૂકીને ચણોઠી ગ્રહણ કરે છે, અજ્ઞાની જનો નીલમણિ ત્યજીને કાચ પસંદ કરે છે, નિર્ભાગી પુરુષો કલ્પદ્રુમ છોડીને લીંબડાની સેવા કરે
૧. અરઘટ્ટ = રહેંટ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૦૯