________________
છે એ પોતે એ મણિ ગોપવી દીધું.
હવે અહીં પૂર્વે કોઈ હોમહવન આદિ ક્રિયાકાંડમાં પ્રવીણ દ્વિજ હતો એણે એકદા મોટો યજ્ઞ આરંભ્યો હતો. એ યજ્ઞની રક્ષાને અર્થે. એણે કોઈ દાસ રાખ્યો હતો. કેમકે ઉત્તમ, મધ્યમ અને હીન, સૌ એકત્ર થાય છે ત્યારે જ કાર્યસાધના થાય છે. એ દાસે બ્રાહ્મણને કહ્યું હતું કે જો તું મને શેષ આપવાની કબુલાત આપ તો હું અહીં રહું. નહીં તો નહીં રહું. દ્વિજે એ વાત માન્ય કરવાથી દાસ ખુશી થઈને ત્યાં રહ્યો હતો. કેમકે માગ્યું હોય એ મળે તો માણસ ગુલામ થઈને રહે છે. એને મળતો. એ શેષ યજ્ઞભાગ પ્રાસુક અને એષણીય હોવાથી એ સર્વદા ભક્તિસંહિતા સુસાધુઓને વહોરાવતો. અથવા તો ખરું જ કહ્યું છે કે લઘુકર્મી જીવ આમા વિજય-ઉચ્ચપદવી પ્રાપ્ત કરે છે. પરગૃહે દાસત્વ કરનારો આ પ્રમાણે મુનિને કેવી રીતે દાન દેતો હશે એવી શંકા કરવા જેવું નથી. કારણકે કોઈ કોઈમાં સ્વાભાવિક જ દાનને વિષે અવર્ણનીય શ્રદ્ધાળુતા હોય છે. જો કે કોઈ એવા મનુષ્યો પણ હોય છે કે અપાર સંપત્તિ હોવા છતાં પણ દાઝી-બળી ગેયલી રોટલીનો ટુકડો પણ પોતાને હાથે યાચકને આપતા. નથી ! આ દ્વિજસેવકે તો દાન દેવાથી દેવનું આયુ બાંધી, અનુક્રમે કાળધર્મ પામી સ્વર્ગને વિષે દેવત્વ પ્રાપ્ત કર્યું; અથવા તો મોક્ષ આપવા જેટલા સામર્થ્યવાળી મુનિભક્તિ આગળ આટલું શી વિસાતમાં ? ત્યાં સ્વર્ગમાં એણે ચિરકાળપર્યન્ત દેવતાના સુખો ભોગવ્યાં; કારણકે પોતે વાવે એ પોતે લણે એમાં અભુત શું ? પછી ત્યાંથી ચ્યવીને એ શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. કારણકે ઉગ્રપરિણામી પુણ્ય પુણ્યાનુબંધિ હોય છે. આ રાજકુમાર, જેનું નામ “નંદિષેણ' રાખવામાં આવ્યું હતું, તેણે ચંદ્રમૌલ મહાદેવના પુત્ર “કુમાર” ની જેમ સત્વર સર્વે કળાઓનો, તથા નિરંતર નિશ્ચયુક્ત-અને સન્મતિ તથા વિશ્વાસના અદ્વિતીય હેતુભૂત-એવા મોટા કર્મગ્રંથ અને દ્રવ્યગુણપર્યાય"નો અભ્યાસ કર્યો. પછી વૈશેષિક મતવાળાઓ
૧. અચેતન-જીવોત્પત્તિરહિત ૨. ઈચ્છાવાયોગ્ય-લેવાયોગ્ય-નિર્દોષ.
૩. કાર્તિકેય. ૪. એમાં “કર્મ' પર વિસ્તારયુક્ત વિવેચન કરવામાં આવ્યું છે. ૫. એમાં છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવેલું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૬૯