________________
પ્રભાતમાં જ સામી ગઈ. સંઘ ઉતર્યો હતો ત્યાં આવીને જોયું તો પેલાજ દેવકુળને વિષે પતિદેવ હજુ પર્યંકને વિષે સૂતેલા હતા. એટલે રવિપ્રભા પદ્મકમળને કરે એમ એને જાગ્રત કર્યા. જાગ્રત થયો એટલે તો ચારે દિશામાં દષ્ટિ ફેરવતો વિચારમાં પડ્યો કે-આ તે શું સ્વપ્ન છે ? કે ઈન્દ્રજાળ છે ? કે મારી મતિનો જ વિભ્રમ છે ? અથવા કંઈ બીજું છે ? પતિને સુખે સુવા માટે પૂર્વે પર્યંક મૂકી ગઈ હતી તે, તે વખતે વળતે દિવસે મારા જોવામાં નહોતો આવ્યો ને આજે અહીં ક્યાંથી ? -એમ જયશ્રી પણ ચિંતામાં પડી. પછી પ્રમોદ સહિત મોદકના ડબા સાથે પર્યંક ઉપાડી એ કૃતપુણ્યને લઈ ઘેર ગઈ, અને એને સ્નાનાદિક કરાવ્યું. અથવા તો ખરું જ કહ્યું છે કે ચંદ્રમાની મૂર્તિ સતત અમૃતની જ સવનારી છે.
એટલામાં, કૃતપુણ્ય ઘરેથી દેશાવર જવા નીકળ્યો હતો ત્યારે, જેગર્ભમાં હતો અને અત્યારે અગ્યાર વર્ષનો થયો હતો એ-પુત્ર લેખશાળાથી ઘેર આવ્યો, અને વાછરડો જેમ ગાયની પાસે આવીને ઊભો રહે એમ માતા પાસે આવીને ઊભો રહ્યો; ને ‘મને ક્ષુધા લાગી છે, મને ખાવાનું આપ' એમ કહેવા લાગ્યો. માતા એ પણ તત્ક્ષણ પેલામાંથી એક મોદક એને આપ્યો. કારણકે આપતાં વાર લાગે છે તો બાળકો વાસણો ભાંગફોડ કરી મૂકે છે. અમૃતફળ મળ્યું જાણી એ લઈને ઘર બહાર જઈ ભાંગ્યો તો એમાંથી મણિ નીકળ્યું. એ એકદમ ગોપવી દઈ પછી મોદક ખાવા બેઠો; કેમકે એક ઉંદરને પણ પરિગ્રહસંજ્ઞા હોય છે. મણિનો પ્રભાવ ન જાણનારા એ બાળકે પછી કોઈ કંદોઈની દુકાને જઈ એને એ મણિ આપ્યું; કારણકે બાળક તે બાળક જ. પછી એ મણિના એણે વડાં લીધાં; કારણકે વિપ્રોની જેમ બાળકોને વડાં જ ગમે છે. એ કંદોઈએ પણ એ મણિ પોતાની પાસે પાણીની કુંડી પડી હતી એમાં નાખ્યું, કારણકે એમની એવી રીત હોય છે કે જે કંઈ લાભની ચીજ આવે એ એમાં નાખવી. પાણીમાં મણિ પડ્યું એવું જ પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું; એકત્ર રહેલા બે ભાઈઓનું દ્રવ્ય વહેંચાઈ જાય છે એમ. કંદોઈ તો તત્ક્ષણ એ જળકાંત મણિ છે એમ સમજી ગયો; અને અમાવાસ્યા જેમ ચંદ્રમાને ગોપવી રાખે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૬૮