________________
જાનુકૂમ્પરમાતા કેવળ જ ભાગ્યહીન ! કેમકે પુત્રમુખ જવાને અવસર જ આવ્યો નહીં ! બહુ શું કહું ? આટલું તો નિ:સંદેહ છે કે કોઈ જન્મથી જ દરિદ્ર, અને સંતતિમાં એક જ પુત્રીવાળી, સ્ત્રી હોય એ પણ મારી આગળ તો ભાગ્યશાળી ! એનો પણ અવતાર સારો ! કારણકે એક પણ અલંકાર ન હોય એવે વખતે કાચનાં આભૂષણ પણ શું ખોટા ?
મૂળ થકી ફળ થાય છે-એમ જાણીને જ વસુમતી તો પછી પુત્ર પ્રાપ્તિને માટે વૃક્ષનાં મૂળ ઘસી ઘસીને પીવા લાગી; અને એ પુત્રપ્રાપ્તિમાં અંતરાય પડાવનારું એવું જ કર્મ-તેને જાણે અત્યંત ભય પમાડવાને માટે જ હોય નહીં એમ કટિભાગ પર, ભુજાએ અને કંઠને વિષે નાના પ્રકારના રક્ષાવિદ્યાનો બાંધ્યા. અનેક પ્રકારનાં નૈવૈદ્ય, ધૂપ, પુષ્પ, વિલેપન આદિથી, પ્રખ્યાત દેવતાઓની પૂજા કરી. એમની સમીપમાં ઊભા રહી, કર જોડી ઘણીવાર માનતા માની કે-જો તમારી કૃપાથી મને પુત્ર થશે તો હું પુત્ર, પતિ અને શ્વશૂરવર્ગ તથા પિતૃવર્ગના સર્વ સંબંધીઓ સહિત અહીં આવીને ઉજાણી કરીશ, અને લોકોના ચિત્તને વિષે તમારો ચમત્કાર પ્રદર્શિત કરીશ. હર્ષ સહિત સુવર્ણના પુષ્પો વડે તમને વધાવીશ, પુત્રને ઉત્કંગમાં રાખીને તમારી આગળ નૃત્ય કરીશ અને નવનવીન કૌતુકભર્યા ઉત્સવ રચાવીશ. અથવા તો કહ્યું છે કે સ્ત્રીઓ પુત્રને માટે શું શું માનતા નથી કરતી ?
વળી “મને ક્યારે પુત્ર થશે.” એમ તે ભવિષ્ય જોનારા-દૈવજ્ઞોને પુળ્યા કરતી કારણકે ગરજવાન હોય છે એઓ અલ્પજ્ઞને પણ સર્વજ્ઞા માને છે ! આડંબર કર્યા વિના કંઈ મળતું નથી. એમ સમજીને એઓ પણ ટીપણું હાથમાં લઈ ખડીના કટકાવતી કુંડળી આલેખી એમાં ગ્રહોને
૧. સંસ્કૃતમાં ન ધાતુ “માપવું' અર્થમાં વપરાય છે. માટે માતૃ કે માતા નો. વાચ્યાર્થ તો “માપનારી' એવો થાય છે. અહીં પણ એ વાચ્યાર્થ જ લેવો. જાનું ઘુંટણ. કર્પરકોણી, ઘૂંટણ અને કોણીના માપથી (વડ) માપનારી સંતતિ નથી એટલે પોતે કોઈની માતા (Mother) તો નથી જ.
૨. (૧) મૂળ (સજીવન) હોય તો વૃક્ષને ફળ આવે છે; (૨) મૂળનો ઉપયોગ કર્યાથી સંતતિ થાય છે. ૩. રાખડી-કટિસૂત્ર-કડાં-માદળીઆ વગેરે. ૧૫૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)