________________
કરવાને જ હોય નહીં એમ વિલેપન કરી નવાં વસ્ત્ર પહેરાવ્યાં. વળી પછી એને પોતાના વૈભવ પ્રમાણે ભોજન પણ કરાવ્યું. કારણકે સર્વ પ્રકારની ભક્તિમાં ભોજન કરાવવારૂપ ભક્તિ જ શ્રેષ્ઠ છે. આમ અત્યંત હર્ષ પામેલો કૃતપુણ્ય પણ ચંદ્રમાં રોહિણીની સાથે રહે તેમ, એ રાત્રિ પત્ની સાથે રહ્યો. તે વખતે જયશ્રી ઋતુસ્નાતા હોવાથી એને ગર્ભ રહ્યો. એવામાં એકદા. કૃતપુયે એને પૂછ્યું કે- તારી પાસે કંઈ દ્રવ્ય છે કે નહીં? કારણકે મારે દેશાંતર જવું છે અને ત્યાં જઈ વ્યવસાય કરવો છે. હું આ વાત એટલા માટે પૂછું છું કે જે પ્રકારનો પવન વાય તે પ્રકારનું આચ્છાદન કરવાનું કહ્યું છે. વળી બીજું એ કે, અહીં રહી મારાથી જુજ વ્યાપાર થઈ શકશે. નહીં. માટે વિદેશ જઈ અજ્ઞાતાવસ્થામાં યથારૂચિ કરીશ.
જયશ્રીએ તો પતિના પૂછવાથી “મારી પાસે મારા સર્વ આભરણો અને વેશ્યાએ મોકલાવેલ સો સુવર્ણ મહોર છે.” એમ સ્પષ્ટ કહ્યું. આમ કૃતપુણ્ય જવાનું મન કરતો હતો તે વખતે એક સાર્થ વસંતપુર ભણી જવાનો હતો. કહ્યું છે ભાગ્યશાળીને મનવાંછિત પૂર્ણ કરનારી સામગ્રી આગળ આવીને ખડી જ થઈ ગઈ હોય છે. પછી પ્રશસ્ત દિવસે સાર્થે. પ્રયાણ કરીને જ્યાં વાસ કર્યો તે જ દેશ પ્રતિ કૃતપુણ્ય ચાલી નીકળ્યો. એ વખતે પોતાના સ્વામીનાથને ભૂમિપર શયન કરવું ન પડે એટલા માટે જયશ્રીએ એક મોટો સુંદર પર્યક લાવીને એની પાસે મૂક્યો. ખરે જ સર્વે. અવસ્થામાં એનો વિનયગુણ અવર્ણનીય હતો. પછી જ્યાં સંઘે જઈને વાસ કર્યો હતો એની નજદીકમાં કોઈ દેવકુળ હશે ત્યાં પત્નીએ જઈને પતિ માટે એ પર્યક ઢાળી તૈયાર કરી આપ્યો; તે જાણે ભવિષ્યમાં આવી મળનારી લક્ષ્મીને માટે જ તૈયાર કરી મૂક્યો હોય નહીં ! પછી “મારા. પતિ રાત્રે એમાં પોઢશે એ પ્રભાતમાં હું આવીને ઘેર લઈ જઈશ.” એમ કહીને એ ઘરે ગઈ, પણ ચિત્ત તો અહીં જ મૂકીને ગઈ. કૃતપુણ્ય તો. આવો સુંદર પર્યક મળ્યો એટલે તદ્દન શાંતિથી ગાઢ નિદ્રામાં પડ્યો. પણ સાધન-સામગ્રી ઉત્તમ પ્રકારનાં મળ્યાં હોય, પછી સાધ્ય પણ એવું જ થાય એમાં આશ્ચર્ય શું?
હવે આજ નગરીમાં કોઈ એક શ્રેષ્ઠિની રહેતી હતી. જેમ
૧૬૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)