________________
લોકોના ઘરબાર તોડી પાડી નાખતો અને સીને ક્ષોભ પમાડતો દૂર દૂર ભમવા લાગ્યો. એ જોઈને લોકો કેટલાક ઊંચી હવેલીઓ પર ચઢી ગયા; યુવાન વર્ગ દેવતાના મંદિરમાં પેસી ગયો અને કોઈ મોટો વૃક્ષ પર ચઢી એના પાતરા અને ડાળીઓમાં ભરાઈ બેઠા. વળી કોઈ કોઈ તો નજીકની વિકટ અટવી સુધી જઈ પહોંચ્યા. જેઓ વૃદ્ધ હતા તેઓ બિચારા ક્યાંય પણ જઈ ન શકવાને લીધે ભયમાં ને ભયમાં હાટડાં-મઠ-ઘર-ચોરા અને પરબની જગ્યાઓમાં ખૂણે ખાંચરે સંતાઈ ગયા. ફક્ત વૃક્ષો જ બિચારા. બેસી રહ્યા ! એમના અંગો ઘણાયે તાપથી શેકાઈ જતા હતા પણ જાય
ક્યાં ?
વળી દોડાદોડ કરી મૂકતા ચપળ બાળકો ભયને લીધે નાસી જતાં ભૂમિ પર પડવા આખડવા લાગ્યા; જાણે દડાની રમત રમતા હોય નહીં તેમ. સ્ત્રીઓ પણ એકઠી મળીને માંહોમાંહે બોલવા લાગી-અરે બાઈઓ ! આ પર્વત જેવો નલગિરિ છૂટો થઈ જતાં કોણ જાણે શુંયે થશે ? અથવા તો પર્વત પરતી પડતા ધોધનો પ્રવાહ કેવી રીતે રોકી શકાય ? કેટલીક વળી એમ પણ કહેવા લાગી કે-બહેનો ! આ હસ્તિનો આટલો બધો ભય શા માટે રાખો છો ? હવે તો ભય ત્યજીને ધૈર્ય ધારણ કરો. કારણકે ભયને છેક વશ થશું તો આપણા ગાત્રો ઢીલાં થઈ જશે અને પછી આપણાથી નાસી જઈ શકાશે નહીં. આ ઉશ્રુંખલ હસ્તિ નગરમાં ક્ષોભ પમાડી રહ્યો છે. એ ખરું, પણ એ એમ ક્યાં સુધી કરશે ? શું તમે નથી સાંભળ્યું કે ધનાઢ્ય જનોનું પુણ્ય જેટલું જોર કરે છે તેટલું ઠગારા અને તસ્કરોનું પુણ્ય જોર નથી કરતું ?
એ વખતે નગરમાં રાત્રિને વિષે અગ્નિમાતાનો કોપ થાય ને જેવો સંક્ષોભ થઈ રહે એવો સંક્ષોભ ચારે દિશામાં થઈ રહેલા જોઈને, ભયભીત થઈ પ્રદ્યોતન રાજાએ સત્વર અભયકુમારને બોલાવીને કહ્યું- “હે સમયસૂચક બુદ્ધિના ભંડાર ! આ નલગિરિ છુટો થઈ ગયો છે તે કેવી રીતે પકડાશે એ કહે. (કહેવાય છે કે કેશ વીખરાઈ ગયા હોય છે ત્યારે દાંતીઆને સંભારવો પડે છે.) એનો સમય સૂચક અભયકુમારે હાજર જવાબ આપ્યો કે એની સમીપમાં રહી જો આપણો વત્સરાજ ગાય તો એ અવશ્ય વશ્ય
૧૩૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)