________________
કાર્ય એક સાથે-સહયોગે ન થઈ શકે એવો વાદ-કથન અદ્વૈતવાદ. અહીં પ્રસ્તુત હંસો નૃત્યક્રીડા અને મધુરગાન બંને વાનાં સહયોગ કરે છેએટલે એમણે અદ્વૈતવાદનો નિષેધ કર્યો કહેવાય.
૮. ૨૪. કાલપાશ. મૃત્યુ પામેલાઓને બાંધી લઈ જવા માટે યમરાજા પોતાની પાસે “ફાંસો' રાખતા કહેવાય છે તે.
૧૧. ૧. ભવાભિનંદી. સંસારમાં વારંવાર અવતાર લેવાનું પસંદ કરનારા. એનો વિપર્યાય “ભવછેદક.'
૧૧. ૨૨. ઉપદ્રવ વિશેષ. અહીં ‘વિશેષ' એટલું ન જોઈએ. ૧૧. ૨૮. અંતધાન. એ “અંતર્ધાન’ જોઈએ.
૧૨. પહેલા આખા પેરાગ્રાફની જગ્યાએ આ પ્રમાણે વાંચવું - દેવતાઓ વરદાન આપી જાય છે એમાં પ્રાયે સ્વલ્પ હસવા જેવા દોષ હોય છે. પણ એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણકે બકરીએ દૂધ આપે છે તેની સાથે લીંડી પણ આપતી-મૂકતી જાય છે.
૧૨. ૧૦. રાજાની ગૃહકોકિલા. આની જગ્યાએ “પાસે ફર્યા કરતી ગરોળી” એમ વાંચવું. મેં ગૃહકોકિલાનો અર્થ ઉતાવળે વગર વિચાર્યું “કોકિલા-કોયલ' એવો કર્યો છે-એ ભૂલ થઈ છે.
૧૨. ૧૦. પ્રિયતમ કોયલને. આને સ્થાને “પ્રિયતમને' એમ જોઈએ.
૧૫. ૪. ઉગ્રરાગ કે ઉગ્રવિષ. આને સ્થાને “ઉગ્રરાગરૂપી વિષ' એમ જોઈએ.
૧૫. ૧૩. દયા. આને સ્થાને “મૂર્ખતા–મોહ' એમ વાંચવું. ૧૭. ૧૩. સુંદર. આની જગ્યાએ “સુપ્રસન્ન' વાંચવું.
૧૮. ૧૮. કાયોત્સર્ગ રહ્યો. કાયોત્સર્ગ કર્યો. કર્મક્ષય-નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. કાયોત્સર્ગ-કાયા-શરીર-ના વ્યાપારનો ઉત્સર્ગત્યાગ. અર્થાત્ સર્વ સાવધ વ્યાપાર ત્યજી એકસ્થાને, મૌન ધારણ કરી, ધ્યાનસ્થ, સ્થિર ઊભા રહેવું એનું નામ કાયોત્સર્ગ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક)
૨૨૭