________________
પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક
સર્ગ છ ઠ્ઠો. પૃષ્ઠ-પંક્તિ.
૧. ૨. આ હાર અને ગોળાની વાતના સંબંધ માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ, સર્ગ પમો, પૃષ્ઠ ૨૪૭.
૩. ૯. ઘર બાળીને તીર્થ કરે નહીં. આને સ્થાને “ઘર બાળીને કીર્તિ મેળવે નહીં' એમ જોઈએ. “ઘર વેચીને તીર્થ કરે નહીં? એવી પણ કહેવત છે.
૩-૧૭-ગાંઠ (ગાંઠે બાંધેલું) દ્રવ્ય.
૩. ૨૦. આગળ કાંઈ આંબા નથી રોપી મૂક્યા. મૃત્યુ પછી જે ગતિમાં તું જઈશ ત્યાં તારે માટે સુખના સ્વાદ તૈયાર નથી કરી મૂક્યા. (આંબાના ફળની સ્વાદિષ્ટતા દષ્ટાન્તરૂપ છે.)
૩. ૨૫. કાંઠા વિનાના ઘડાની જેમ કઠોર વર્તન રાખવું જોઈએ. ઘડાને કાંઠો હોય તો તો હાથવતી સહેલાઈથી મૃદુતાથી ઉંચકી શકાય. પણ કાંઠો ન હોય તો દોરડાથી ચોતરફ દઢ રીતે સીકડ્યો હોય તો જ ગ્રહણ કરી શકાય. એવી રીતે સીકડવારૂપ કઠોર વર્તન.
૫. ૬. પથ્યનું અનુપાલન ન કરે. લાભકારી અનુકુળ શિખામણ ન માને.
૬. ૧૧. દુષ્ટસ્વભાવવાળો અશ્વ, સરખાવો “વિપરીત શિક્ષિત અશ્વ. (પૃષ્ઠ ૩૭ પંક્તિ ૮.)”
૭. ૭. આદિ વરાહાવતાર. આને સ્થાને “આદિ વરાહ” એમ જોઈએ. આદિ વરાહકવરાહરૂપે વિષ્ણુ. વિષ્ણુના મલ્ય, કર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ-આ દશરૂપ અવતાર કહેવાય છે.
૭. ૨૬. અદ્વૈતવાદ. સ્વૈત બેપણુ. અદ્વૈત એકપણુ. એકતા. બે
૨૨૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)