________________
અને ચિંતવવા લાગ્યો કે-ખરેખર ! ભુજંગીની જેમ આ સ્ત્રીઓની ગતિ પણ કુટિલ એટલે વાંકી ચુકી છે. સકળ સ્ત્રી જાતિને શસ્ત્રની-અગ્નિનીવિષની-વાઘની-સર્પની-વીંછીની-વેતાળની-ભૂતની અને પ્રેતની, ઉપમા આપી શકાય. અથવા તો આ ઉપર કહ્યાં તે તો, એમની સામે થઈએ તો જ આપણને મારે છે; અન્યથા નથી મારતા; પણ આ સ્ત્રી જાતિ તો આપણે એને પ્રતિકૂળ રહીએ કે અનુકૂળ રહીએ તો પણ આપણો વિનાશ કરે છે. અનેક શાસ્ત્રો આદિ જાણ્યા છતાં મારી સ્ત્રીનું હૃદય હું પારખી શક્યો નહીં; અથવા પાતાળ કુવાનો તાગ કોણ લાવી શકે છે ? ઘણું બધું જોયેલું હોય એવો પુરુષ પણ નારી જાતિનું હદય જાણી શકતો નથી; કારણકે આકાશ પ્રદેશનું અંતર કોણ દેખી શકે છે ?
ઊંચા ગૌત્રમાં જન્મેલી, શમ્બરથી પોષાતી અને તટપ્રદેશના મધ્યમાં રહેલી" એવી પણ સ્ત્રી જાતિ નદીની પેઠે નીચ તરફ વળનારી છે. નારી જનની મનોવૃત્તિ પવન કરતાં પણ ચપળ છે; કારણકે પવનને તો ધમણથી પણ કબજામાં રાખી શકાય છે પણ સ્ત્રીને કોઈ પ્રકારે રાખી. શકાતી નથી. અત્યંત જડના સંગને લીધે, કુત્સિત માર્ગે પ્રવૃત્ત થયેલી
સ્ત્રી નદીની જેમ બંને કુળનો નાશ કરે છે. ઉત્તમ કુળમાં જન્મેલી, મેં વારંવાર પ્રશંસેલી અને મારા પિતાએ મને પરણાવેલી એવી છતાં પણ હા ! આ આવી નીચ નીવડી; તો પછી વેશ્યાને વિષે તો વિશ્વાસ જ કેમ કરાય ? પુત્ર પણ જ્યારે પોતાનો નથી, ત્યારે અન્ય જનની તો વાત જ શી કરવી ? ત્યારે અનેક જાર પુરુષોએ સેવેલી આ વેશ્યા પણ મારા
૧. સાપણ-નાગણી. ૨. મધ્યભાગ-અનંદરનો ભાગ. ૩-૪-૫-૬ આ ચારે વિશેષણો સ્ત્રી અને નદી બંનેને સંબોધીને કહેલાં છે. સ્ત્રીના સંબંધમાં (૩) કુળ: (૪) દ્રવ્યથી પોષાતી; (૫) આકાશમાં રાખી હોય તો યે; (૬) નીચદુષ્ટપ્રવૃત્તિ. નદીના સંબંધમાં ૩. પર્વત; ૪. મેઘનું જળ; ૫. બે કાંઠાના મધ્યમાં રહેલી; ૬. નીચાણ
ઢાળ.
૭-૮-૯ સ્ત્રીના સંબંધમાં, (૧) અજ્ઞાન; (૨) દુષ્ટ માર્ગે; (૩) શ્વશૂરનું અને તાતનું એમ બંને કુળ નદીના સંબંધમાં, ૧. જળ; ૨. આડે અવળે વાંકે માર્ગે ૩. બંને કાંઠા-તીર.
૯૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)