________________
ગૃહને વિષે ક્યાં સુધી રહેવાની ? કારણકે સ્વચ્છંદપણે રહેલાને પરતંતા ગોઠતી જ નથી. માટે રોગના જેવા દારૂણ આ ભોગ મારે ન જોઈએ. તેથી આ વેશ્યાને એને ઘેર મૂકી આવીને હું મારું સાચું કાર્ય સિદ્ધ કરું.
(યોનયમુનિ અભયકુમારને કહે છે) આ પ્રમાણે ચિંતવન કરતો હું ઘરમાંથી ગુપ્તપણે નીકળી, મગધસેના નગર બહાર બગીચામાં બેઠી હતી ત્યાં જઈ કહેવા લાગ્યો “તેં ભવિષ્ય ભાખ્યું હતું તે પ્રમાણે મારી સ્ત્રી કુલટા ઠરી. ખરું છે કે સ્ત્રીઓનો સ્વભાવ સ્ત્રીઓ જ જાણે છે. માટે ચાલ આપણે રાજગૃહે પાછા જઈએ. વિષની ખાતરી થયા પછી એની પાસે કોણ ઊભું રહે ? મગધસેનાએ હા કહી એટલે અમે તત્ક્ષણ પાછા વળી નીકળ્યા; પાટીવાળો મજુર બોજો મૂકીને તુરત પાછો ચાલ્યો જાય છે તેમ. અમે પાછાવળી રાજગૃહ આવ્યા અને ત્યાં હું શ્રદ્ધા વિના પણ એ વેશ્યાના ઘરમાં રહ્યો; કારણકે એકદમ બંધન તોડી નાખવું અશક્ય છે. એના જેવી અનેક કળાઓમાં પ્રવીણ વારાંગનાના સહવાસમાં મેં કેટલાક દિવસ તો નિર્ગમન કર્યા.”
પણ એક દિવસ મેં એને કહ્યું-હે મૃગનયની ! મારે ઉજ્જયિની જવું છે. તો જવાની હા કહે. એ સાંભળી એણે કહ્યું-હે નાથ ! આમ જા આવ શું કરો છો ? વણકર પોતાના કાટલાંને ફેંકે છે અને પાછું લાવે છે એમ નિરંતર કર્યા કરે છે તેની પેઠે તમે પણ ક્યાંથી શીખ્યા ? હે સ્વામિ ! તમે ત્યાં ન જાઓ તો શું બગડી જવાનું છે ? તમારી વ્હાલીના આચરણ શું એક ઘડીમાં જ તમે ભૂલી ગયા ? મેં કહ્યું-પ્રિયે ! તું કહે છે તે સત્ય છે, પરંતુ આપણે ત્યાં ગયા હતા તે રાત્રે મારા માતપિતાને પણ હું મળ્યો નહોતો એઓ મારા વિયોગને લીધે અતિકષ્ટ સહન કરતા હશે. જળ નથી છંટાતું તો વેલા પણ સૂકાઈ જાય છે. બુધના ગ્રહની જેમ જેને પિતાની સાથે હંમેશાં મળવાનું બનતું નથી એવા પુત્રને કુપુત્ર સમજવો; અને એ ચોરની જેમ અસ્પૃહણીય છે. વળી જે માતપિતાના ચરણમાં નમન કરતો નથી તે પુત્રથી માતપિતા પુત્રવાળા નથી જ કહેવાતા. એમની આઠે પહોર સુધી ભક્તિ કરવાનો જેને પ્રસંગ મળતો નથી એવો પુત્ર હોય તે ન હોવા જેવો છે, એવાએ તો માતાનું નિષ્ફળ જ યૌવન હર્યું કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૯૩