________________
માટે મને રાજી થઈને રજા આપ કે હું જઈને મારા માતપિતાને સધ મળે. કેમકે મહાભાગ્યશાળીને જ વડીલની સેવા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે.
મારાં આવા અસરકારક વચનોથી પીગળીને એણે કહ્યું હે સ્વામીનાથ ! જો એમ છે તો તમે ભલે જાવ; સુખે સમાધિએ ઘેર પહોંચો. પણ પાછા આવજો સત્વર. કેમકે જળ વિના મત્સ્ય રહી શકતું નથી તેમ, મારું તમારા વિના થશે. મેં કહ્યું-હે પ્રિયે ! એમ કેમ કહે છે ? મારી પણ તારા વિના એવી જ સ્થિતિ કલ્પજે. જો, ચંદ્ર અને ચંદ્રિકાની પ્રીતિ પણ અરસપરસ સાધારણ છે. માટે હું સધ પાછો ફરીશ, હૃદયમાં જરા પણ અવિશ્વાસ રાખીશ નહીં. કલહંસ દૂર ગયો હોય ત્યાંથી પાછો કમલિની પાસે શું નથી આવતો ? આવાં અમૃતરસ જેવાં મધુર વાક્યો વડે વેશ્યાને સારી રીતે સમજાવીને રજા લઈ નીકળી બંદિખાનામાંથી નાસી છૂટ્યો હોઉં એમ ઉતાવળે પગલે ઉજ્જયિની ભેગો થયો.
-
ઘેર જઈ વિયોગાગ્નિથી પીડાતા મારા માતપિતાને મારા સંયોગરૂપી શીતળજળથી ઠાર્યા. પછી એમની આજ્ઞા લઈ મારી સ્ત્રી પાસે ગયો; અને પહેલાંની પેઠે કંઈ જાણતો જ ન હોઉં એમ અજાણ્યો થઈને રહ્યો. ધૂતારીએ પણ મારી સાથે પહેલાના જેવું વર્તન રાખ્યું. આમ અમે બંને ધૂતારે ધૂતારા ભેગા મળ્યા. પછી ભોજન સમય થયો એટલે એણે બનાવી રાખેલા ઘેબરમાંથી એક પેલા ખાડા પાસે મૂક્યું અને પછી શેષજનોને ભોજનાદિ પીરસ્યું. માટીના ઢગલા નીચે રહેલા એના પ્રિયજનની તરફ એની અધાપિ આવી ભક્તિ જોઈ મને તો બહુ જ આશ્ચર્ય થયું. પણ એણે તો રોજ નિઃશંક ચિત્તે એમજ કરવું શરૂ રાખ્યું. કારણકે એવા કાર્યમાં પાસ થયેલા પાત્રોને લાજ કે ભય હોતો નથી. એકદા તો પૂરેપૂરી ખાત્રી કરવા માટે મેં એને કહ્યું-આજે તો સાકર નાખીને પાતળા નાના નાના ઘેબર બનાવ. શ્રાદ્ધ પર જેવી બ્રાહ્મણને પ્રીતિ હોય છે તેવી મારે આ ઘેબર ઉપર છે. વળી હે પ્રિયે ! મારા જમ્યા પહેલાં તારે એમાંથી કોઈને પણ આપવું નહીં. મારાં એ વચન સાંભળીને કપટ નાટકની આચાર્યા-મારી સ્ત્રી પોતાના ઉત્તમ ભક્તિભાવનો અભિનય કરતી કહેવા લાગી-હે સ્વામીનાથ ! એમ કેમ કહેવું પડે છે ? પ્રિયનાથ ! શું મારે આપના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૯૪