________________
સિવાય બીજું કોઈ પ્રિયજન છે ? પદ્મિનીને સૂર્ય સિવાય અન્ય કોઈ પ્રિય છે ? અન્ય કોઈને કાંઈ આપું છું તે આપને ભોજન કરાવ્યા પછી જ આપું છું; કારણકે પહેલું આતિથ્ય વડીલનું કરવાનું કહ્યું છે, અને નારીને પતિ એજ વડીલ છે. તો પણ આર્યપુત્રે આપનો અભિપ્રાય જણાવ્યો તે બહુ સારું કર્યું; કેમકે, નહીં તો અજાણપણે ભૂલ થઈ જવાનો સંભવ રહે છે. પછી ઘેબર બનાવી રહ્યા પછી મારાં ચરણ પખાળી મને બેસવાને માટે વિશાળ આસન આપી મારી સમક્ષ થાળ મૂક્યો. પછી એ નિર્લજજ સ્ત્રીએ પેલા ખોદેલાની ઉપર અતિઆદર પૂર્વક સાક્ષાત્ પોતાનું હૃદય હોય નહીં એવો ઘેબર મૂકીને બાકી રહેલા મને પીરસવાને મારી પાસે લાવીને મૂક્યા. એની એવી આશ્ચર્યકારક દુષ્ટતા જોઈને મેં કહ્યું-શું હજુ પણ- ? પણ એટલામાં તો તે બોલી ઊઠી તારે શું કહેવું છે ? મેં કહ્યું-હે કલંકિની ! આ તારો બાપ...
આ સાંભળી અતિશય ક્રોધથી ધમધમતી તેણે મને ડરાવવા માટે લલાટમાં ભ્રકુટી ચઢાવીને ને તેનાં નેત્ર અને શરીર લાલચોળ થઈ ગયાં તે જાણે તેના ઉપપતિ ઉપરના રાગને લીધે જ હોય નહીં ! તેના અંગોપાંગમાં થરથરાટ છુટ્યો અને તે ઉતરી ગયેલ હાંલ્લાંની જેમ અતિશય કંપવા લાગી. તો પણ મને મ્હેણું માર્યું કે-રે દુષ્ટ ! મારા પ્રિયજનનો તેં ઘાત કર્યો છે તો તેનું વેર હું આજે લઈશ. બીજાં પણ અનેક કટુ વચનો મને કહ્યાં. કારણકે “નાચવા ઊભા થયા પછી ઘુંઘટો શો કાઢે ?” પછી તો અત્યંત તપી ગયેલા ઘીથી ભરેલી લાલચોળ કડછી લઈને મારી સામે દોડી તે જાણે યમરાજાની સેવિકા હોય નહીં ! એનું રાક્ષસસ્વરૂપ જોઈને ભય પામી હું તો ત્યાંથી નાઠો પણ નાસતાં નાસતાં દ્વાર પાસે પહોંચ્યો નહીં ત્યાં તો તે દુષ્ટા પણ આવી પહોંચી, લોભપ્રકૃતિ જેમ સૂક્ષ્મસંપરાય ગુણઠાણે રહેલા મુનિની પાસે આવે છે તેમ. તુરત જ એણે તે કડછી મારી ઉપર
૧. મોક્ષમહેલે ચઢવાના શાસ્ત્રોક્ત ચૌદ ગુણઠાણા (ગુણસ્થાન) રૂપ ઉત્તરોત્તર ચઢતા ચઢતા ક્રમ (પગથીયા)માંનું આ ‘સૂક્ષ્મસંપરાય' અથવા ‘સૂક્ષ્મલોભ' નામનું દશમું છે. આ ગુણસ્થાને મુનિને હજું સૂક્ષ્મલોભનો અંશ ઉદયભાવથી હોય જ છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૯૫