________________
પામ્ય એમની પાછળ મરે છે. પરંતુ વિરક્ત એટલે પતિને પ્રતિકૂળ-દુષ્ટા હોય છે એને તો નાગણી, દુષ્ટમંત્ર-વિષ વગેરેની સાથે સરખાવે છે; એઓ પોતાના પતિને જીવતો મારી નાખવામાં પાછી પાની કરતી નથી; પોતે જૂઠું રૂએ છે અને પતિને રોવરાવે છે; જૂઠું બોલે છે છતાં સામાને પોતાનો વિશ્વાસ બેસાડવા પ્રયત્ન કરે છે; અને કવચિત વિષ ખાધાનું ડોળ કરવા પણ ચુકતી નથી. કુળ-રૂપ-શૌર્ય-વિધા-દાન કે માનથી પણ એને જીતવી કઠણ પડે છે. છતાં કેટલાક મહારોગી અને કામાધીન પુરુષો જુદી દષ્ટિએ જુએ છે. એઓ કહે છે કે સત્ય-હિતકારક અને સારવાળા જ અમારા આ શબ્દો છે કે-આ અસાર સંસારનો સાર હરિણાલિઓ (સ્ત્રીઓ) જ છે. રાગયુત ચિત્ત છતાં પણ, જેનાથી નિર્વાણ મળે છે એવી જે સ્ત્રી-તેનાં દર્શન એજ દર્શન છે; બીજાં બધાં વૃથા છે.”
મને તો વૈરાગ્ય જ થયો હતો તેથી મેં તો ગૃહવાસ ત્યજીને સુસ્થિતાચાર્યની પાસે, સ્ત્રીના વસ્ત્રના છેડાનો પણ જ્યાં સ્પર્શ થવો મુશ્કેલી છે એવી, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. હે નીતિજ્ઞ ! તેં મને “મહાભય”નું કારણ પૂછ્યું હતું તે આજ હતું-મને સંસારમાં અનુભવેલો આ મહાભય યાદ આવ્યો હતો તેથી મારા મુખમાંથી “મહાભય” એ શબ્દો નીકળી ગયા હતા. અથવા ઉત્તમ જ્ઞાનના સંસ્કારને લીધે કંઈ કંઈ સ્મરણો સ્વભાવિક રીતે થઈ આવે જ છે.
પછી અભયકુમારે અંજલિ જોડીને મુનિને કહ્યું-આ જગતમાં તમને ધન્યવાદ છે, તમે જ પુણ્યશાલી છો. કારણકે ભવશ્રેણિને અટકાવનાર એવો વૈરાગ્ય તમને પ્રાપ્ત થયો છે. બાકી જે મર્કટ વૈરાગ્ય કહેવાય છે તેતો ઘણાને થાય છે.
અભયકુમાર આમ ભાવના ભાવતો હતો ત્યાં તો ત્રીજો પહોર થયો અને ધનદનામના ત્રીજા સાધુ બહાર આવ્યા. સૂરિના કંઠમાં અચાનક હાર જોઈને ક્ષણવાર વીજળીના ચમકારાથી જ હોય નહીં એમ એ કંપાયમાન થયા. “અહો ! પરિણામને નહીં જાણનારા કયા માણસે આવું કૃત્ય
૧. (૧) સુખ. (૨) મોક્ષ.
90
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)