________________
કહી મારી જીવ્હાની મોળ ઉતારતો મારે ગામ પહોંચ્યો; અને એ દુશ્ચારિણીને મારા બંધુઓને સોંપી; અથવા તો ગળા પર થયેલ ગુમડાને કોઈ ફોડાવવા ઈચ્છતું નથી.
એ સાંભળી અભયકુમારે પ્રશ્ન કર્યો “એને એકવાર જવા દીધી હતી તો ફરી શા માટે આમ જીવને જોખમમાં નાંખવાનું આદર્યું ? સુવ્રત સાધુએ ઉત્તર આપ્યો-હે કુશાગ્રબુદ્ધિ ! તારો પ્રશ્ન વ્યાજબી છે; પણ મારો એમાં હેતુ હતો-આવી અનર્થ કરનારી સ્ત્રીનું કંઈ બીજું કામ તો નહોતું; પણ મારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી હતી. અભયકુમારે કહ્યું-તમારું કહેવું યથાર્થ છે. કારણકે “અધમ લોકો વિઘ્નના ભયથી કાર્ય આરંભતા જ નથી; મધ્યમજનો કાર્ય આરંભી વિપ્ન આવ્યું તે ત્યજી દે છે; પરંતુ તમારા જેવા સત્ત્વવાન ઉત્તમ પુરુષો સેંકડો વિપ્ન આવે તો પણ આરંભેલું ત્યજી દેતા નથી. પ્રહારથી જર્જરિત થયા છતાં ઉત્તમ ક્ષત્રિય કદિ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી શસ્ત્ર પડતાં મૂકે છે ?”
પછી સાધુએ કહ્યું-પછી તો મારી સ્ત્રીનું સકળ ચરિત્ર જોઈ મને વૈરાગ્ય ઉપજ્યો. અહો ! એવા ગૃહોને ધન્ય છે કે જ્યાં સ્ત્રીઓ મૂળથી હોતી નથી. જે દેશને વિષે મરકી, દુષ્કાળ આદિ સંકટો નથી તે દેશ શું ખરેખર પ્રશંસાને પાત્ર નથી ? એવા પુરુષોને ધન્ય છે, એજ વંદનીક છે, એઓ જ આ લોકના ભૂષણરૂપ છે, કે જેઓએ સ્ત્રીને કારણે શુકન પણ જોયા નથી. વિષની વેલડી જેવી સ્ત્રીને વિષે જેઓ આસક્ત નથી થયા એઓ જ સત્યસુખ સમજ્યા છે. એકલા કપટનું જ ધામ, અને સંધ્યાની જેમ ક્ષણમાં રક્ત અને ક્ષણમાં વિરક્ત એવી સ્ત્રીઓનો કોણ વિશ્વાસ કરે ? ચિત્તમાં કંઈક, બોલવાનું બીજું, અને કરવાનું કોઈક ત્રીજું જ-એવાં જેમનાં વિપરીત આચરણ છે એવી સ્ત્રીઓને ધિક્કાર છે ! ગંગાનદીની રેતીનું, હેમાચળ પર્વતનું અને સમુદ્રના જળનું માપ થઈ શકે, પણ સ્ત્રીના હૃદયનું ન થઈ શકે. જેમનાં ચિત્ત માયાકપટથી ભરેલા છે. એવી સ્ત્રીઓનો મનોભાવ કોણ જાણી શકે ? કર્મપ્રકૃતિનું સ્વરૂપ બધા માણસો થોડું જ જાણે છે ! જે સ્ત્રી પતિને અનુરક્ત હોય છે તેમને દૂધસાકર-દ્રાક્ષ-અમૃતની ઉપમા આપવામાં આવે છે અને એઓ પતિ પરલોક
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)