________________
ત્રીજો ભાગ વધ્યો છે એ પણ વહોરાવી દઉં. મારા જેવા નિર્ધનને પુનઃ ક્યાંથી આવો પ્રસંગ મળશે ? વળી આવું પાત્ર પણ જ્યારે ત્યારે મળવું અશકય છે; મોતીનો વર્ષાદ વરસાવનારા મેઘ ક્યાં હંમેશાં દેખાય છે ? એમ વિચારીને એણે શેષ ક્ષીર હતી તે મુનિને વહોરાવી દીધી-તે જાણે એમને પોતાના શુભકર્મોની આવલિ વ્યાસ તરીકે સોંપી હોય નહીં! મુનિએ પણ “રાખ, બસ કર” એમ કહેતાં ક્ષીર ગ્રહણ કરી; કારણકે ઉત્તમ સાધુઓ સદા લોભરાજાની સત્તાની બહાર હોય છે.
આમ મુનિએ ભિક્ષા ગ્રહણ કરી અને બદલામાં એને અનેકગણો ધર્મ આપ્યો; કારણકે સૂર્ય પણ જળ લે છે (શોષે છે) એ સહસ્ર ગણું પાછું આપવાને માટે જ. તે વખતે એ બાળકની માતાએ પણ કહ્યું કેવત્સ ! મોકળે મને સાધુને ક્ષીર આપજે; હું તને બીજી આપીશ. લેશ પણ અન્યથા ન ચિંતવવો. કેમકે પરમાન-ક્ષીર તો સુલભ છે; સુપાત્ર મળવા એજ દુર્લભ છે. પાડોશીની છ સ્ત્રીઓએ પણ એની પ્રશંસા કરી કે-તને ધન્ય છે ! તેં પૂરાં પુણ્ય કર્યા છે ! કે આવા શુદ્ધ ચારિત્રવાળા અને શમતાગુણયુક્ત સાધુ પોતે તારે ઘેર પધાર્યા છે ! માટે એમને પાત્રપૂર્ણ ભિક્ષા આપીને તારો નરભવ સફળ કર. કારણકે પ્રથમ પુરુષાર્થ સાધનારા બહુ વિરલા હોય છે. તારે જોઈશે એ બધું અમે તને આપીશું કારણકે તને આપ્યું એ શુભસ્થાને આપ્યા બરાબર છે. કેમકે એ સર્વને ઉપકાર કરનારું છે. આમ ઉત્તમ મુનિને દાન દેવાથી તથા દાનની પ્રશંસા કરવાથી સર્વેને ઉત્તમ મનુષ્યભવ તથા શ્રેષ્ઠ ભોગવિલાસ પ્રાપ્ત થયા. પરંતુ તારી માતા રત્નાએ મુનિનું મલિન શરીર જોઈને વિચાર્યું કે- “મુનિ દેહને સ્નાન કરાવતા હોય તો એનું શું જાય ? એની કાયામાંથી દુર્ગધ છુટે છે એને લીધે, કોઈએ લસણ ખાધું હોય એવાની પાસે ઊભું ન રહી શકાય, એમ એમની આગળ ઊભું રહ્યું જતું નથી. બીજે પ્રકારે ક્યાં ધર્મ ઉપાર્જન કરાતો નથી ? મૂડી રોકવાના નાના નાના ધંધા નથી હોતા શું? પછી રાગદ્વેષ રહિત મુનિએ તો પોતાને સ્થાનકે આવીને અહિબિલ પ્રવેશ ન્યાયે આહાર લીધો.
૧. લોભી હોતા નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૧૩