________________
સંગીતકળા જ એને દ્વિતીય નેત્ર બક્ષશે. એને એમ આદેશ કરીને પછી પોતે અંતઃપુરમાં પુત્રી પાસે ગયો. ત્યાં જઈને કહ્યું કે “મેં તારે માટે એક સંગીતવેત્તા ગુરુ શોધી કાઢ્યો છે. પણ એને કુષ્ટનો રોગ છે (કારણકે કળાવાન મનુષ્યોમાં કોઈ નહીં ને કોઈ દૂષણ તો હોય છે.) તો હવે તને કહેવાનું કે તું એની પાસે અભ્યાસ કરવા બેસે ત્યારે તું એના સામું બીલકુલ જોઈશ નહીં. કેમકે એ તને ગમશે નહીં. વળી કાંઈ માંગલિકયા જેવું હોય તે નીરખીએ તો તો જાણે ઠીક. પણ આવા અમાંગલિક તરફ દષ્ટિ પણ શા માટે કરવી ?
એ ઉપરાંત વળી, તારાં નેત્રો કોઈ શ્રેષ્ઠરૂપ આદિ જોવાને યોગ્ય છે, નહીં કે આવું બીભત્સ કુષ્ટિનું શરીર. બીજું સુરેન્દ્રના અશ્વરનને નિરંતર જોનારી દેવકન્યા કદિ પણ પામર શ્વાન તરફ આડી નજરે યે જુએ ખરી ? પિતાના વચનોને શિરસાવંધ માનનારી હે પુત્રી ! હું તને વારી વારીને કહ્યું છે કે તારે સ્વપ્નને વિષે પણ એ તારા અધ્યાપકગુરુના તરફ દષ્ટિ સરખી પણ કરવાની ઈચ્છા ન કરવી. ડાહ્યા માણસો જે વસ્તુ પોતાને કલ્યાણકારી હોય નહીં તે તરફ લલચાતા નથી. હે પુત્રી ! નિરંતર એકચિત્તે એવી રીતે અભ્યાસ કરજે કે અલ્પ સમયમાં તું એ કળામાં પ્રવીણ થઈ જા. એ કુષ્ટીને પણ પછી તુરત જ રજા આપવાની છે કારણકે એવાઓનો પરિચય ઝાઝો સારો નહીં.”
કનાતનો પડદો રાખીને રાજપુત્રીને અભ્યાસ કરાવવા માટે ઉદયનરાજાને પસંદ કરી રાખ્યો એ અમને તો દૂધની થાળી બિલાડીને સાચવવા આપ્યા જેવું થયું એમ લાગે છે !
આ પછી રાજપુત્રીએ તો વત્સરાજગુરુ પાસે સાત સ્વર, સર્વ રાગ, અનેક ભાષા, ત્રણ ગ્રામ અને એકવીશ મૂર્છાનાવાળું; તથા મેઘને પણ ભેદી નાખનારું એવું મધુર સંગીત પરમ આદરપૂર્વક શીખવું શરૂ કર્યું. પરસ્પર ગુરુશિષ્યભાવ ધારણ કરતા અને એક બીજા સામું દષ્ટિએ ન કરતાં મુગ્ધપણે રહેતા એવા-એમનો કેટલોક કાળ વ્યતીત થયો. પણ આવો સમય વૃથા નિર્ગમન કરે એવા તો કોઈક જ હોય છે. એમાં એકવાર રાજપુત્રીને પાઠ કરતાં કરતાં વિચાર થઈ આવ્યો કે આ મારા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૩૧