________________
સંગીતકુશળ ગુર કેવાક છે તે જોઉં તો ખરી ! અથવા તો બાળકો પોતાની સ્વાભાવિક ચપળતા કેટલીક રોકી શકે ? આમ એનું મન જુદા વિષય તરફ આકર્ષવાથી ગુરુ શીખવતા હતા એમાં એનું ધ્યાન ન રહ્યું એટલે એ અન્યથા (બીજું જ કંઈ) બોલવા લાગી.
તે પરથી ગુરુ-વત્સરાજે એને ઉપાલંભ સહિત કહ્યું- હે કાણે ! આ અપૂર્વ ગીતશાસ્ત્રને તું આમ કેમ ખરાબ કરી નાખે છે ? પ્રાચીન ઋષિરાજોએ મહાકષ્ટપૂર્વક ગ્રંથો રચ્યા છે તેને મૂર્ખ લોકો ફેંકી દે છે. હે મૂર્ખ ! તને તારા ગુરુજનોએ (વડીલોએ) બહુ માથે ચડાવી જણાય છે એટલે તું બરાબર પાઠ કરતી નથી. કહ્યું છે કે બાળકોને પૂરો ભય બતાવીને શિક્ષણ આપવામાં આવતું નથી ત્યાં સુધી તેઓ કહ્યા પ્રમાણે વર્તતા જ નથી. પોતાનો તિરસ્કાર થવાથી એને ક્રોધ ચઢ્યો એટલે એણે પણ ગુરુને સામું કહ્યું- હે કુષ્ટી ! તું તો મને આમ કાણી કહી તદ્દન અસત્ય બોલે છે. પણ તારું તો તું તપાસ. સર્વે લોકો સામાને પોતાના જેવા જુએ છે એટલે ઉદયને કલ્પના કરી કે આ રાજપુત્રી મને જેવો કુષ્ટી કહે છે એવી જ એ કાણી હશે; કારણકે સૌ કોઈ જે કહે છે તે અનુમાનથી જ કહે છે. માટે એ કેવી છે તે જોઉં–એમ વિચારી, મેળાપ ન થવા દેનારું મૂર્તિમાના કર્મ હોય નહીં એવો જે પોતાના બંનેના વચ્ચે કનાતનો પડદો હતો તે એણે ખસેડ્યો કારણકે પુરુષોમાં સ્વાભાવિક રીતે પ્રાગભ્ય-હિંમત હોય છે. પડદો દૂર થતાં જ, જાણે દેવકન્યા હોય નહીં એવી, તંદુરસ્ત લોચન યુગલવાળી રાજપુત્રી ઉદયનની દષ્ટિએ પડી. એણે પણ વિકસિત નયનોવડે, દેવતાઓ કરતાં પણ રૂપમાં ચઢી જાય એવા, પોતાના ગુરુ તરીકે રહેલા ઉદયનને ભાળ્યો.
પછી તો સુંદર-કોમળ-હસ્તવાળો રાજા ઉદયન, અને અત્યંત સુવાસે ભરેલી રાજપુત્રી બંને પરસ્પર હાસ્ય વિનોદ કરવા લાગ્યા; રાત્રિને સમયે પૂર્ણિમાનો ચંદ્ર અને કુમુદિની કરે તેમ. હર્ષને લીધે પ્રમત્ત એવી રાજનંદિની કહેવા લાગી-હે સૌભાગ્ય રત્નસાગર ! મને પિતાએ ખરેખર ઠગી છે. તેથી જ, એકદમ નિર્વતિ-સુખ આપનારું તમારું દર્શન મને આટલા દિવસ સુધી થયું નહીં. આ કનાતની પાછળ સંતાયેલા જેવી રહેતી એવી મને એ
૧૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)