________________
વધુઓને સાથે લઈ, કૃતપુણ્ય રહ્યો હતો એજ દેવકુળે પહોંચી. અને તક્ષણ પર્યક સહિત એને ઉપાડી પોતાને ઘેર આણ્યો. એક એવો પણ દિવસ હતો કે એને વેશ્યા ઊંઘમાં જ ઘર બહાર કાઢી મૂકી આવી હતી, અને એક આવો પણ દિવસ આવ્યો કે એજ પ્રમાણે નિદ્રામાં જ એને એક ગૃહપતિ તરીકે ઘરની અંદર લાવી મૂક્યો ! આશ્ચર્ય છે કે, નિદ્રા તો સમાન જ છતાં, એનો વિપાક કેવો પ્રશસ્ત નીકળ્યો-નીવડ્યો ! પછી વૃદ્ધાએ પોતાની વધુઓને કહ્યું “પુત્રીઓ, તમારો સ્વામી સમુદ્રમાં ડુબી મૃત્યુ પામ્યો છે. પણ આ પણ મારો પુત્ર છે, એ મને ઘણે દિવસે મળી આવ્યો છે. ગઈ રાત્રે છેલ્લે પહોરે દેવતાએ મને સ્વપ્નમાં જણાવ્યું હતું કેઆવતી કાલે રાત્રિને વિષે દેવમંદિરમાં આવીને સૂતો હશે એને તારો પુત્ર જાણજે, અને એને ઘેર લઈ આવજે. હે પુત્રીઓ ! એ પ્રમાણે જ બન્યું છે; કારણકે દેવવાણી મિથ્યા હોય નહીં. હવે આ તમારો દીયર હું તમને સોંપું છું—એ જ તમારો સ્વામી.”
કૃતપુણ્યના રૂપ લાવણ્યથી મોહિત થઈને પેલી વધુઓએ પણ વૃદ્ધા સાસુની વાત માન્ય કરી; સ્મૃતિઓ વેદશાસ્ત્રને માન્ય કરે છે એમ કહે છે કે લોકો તો અનીતિ કરવામાં તત્પર બેઠા જ છે; એમાં જો વળી ગુરુજનની પ્રેરણા હોય તો તો એઓ એમાં સવિશેષ બળવાન થાય છે. કૃતપુણ્ય પણ એમની સર્વની પ્રેરણાથી, વ્યંતરેન્દ્ર પોતાની અગ્ર મહિષીઓની સંગાથે ભોગવે એવા ભોગવિલાસ, ચારે સ્ત્રીઓ સંગાથે ભોગવવા લાગ્યો.
વૃદ્ધાની કોઈ એવી યુક્તિને લીધે, ઘરનું આંગણું પણ જોવા પામ્યા વિના, કૃતપુછ્યું ત્યાં બાર પહોરની જેમ બાર વર્ષ લીલામાબમાં નિર્ગમન કર્યા. દરમ્યાન ચારે સ્ત્રીઓને સુસ્વભાવવાળા અને મધુરા ઉલ્લાપ કરતા ચારચાર પાંચ પાંચ પુત્રો થયા. એટલે અત્યંત કઠોર સ્વભાવવાળી વૃદ્ધાને વિચાર થયો કે હવે આવા દ્રવ્યનું રક્ષણ કરનારા અને વંશને પણ વધારનારા પુત્રો થયા છે તો આ જારનું નિમ્પ્રયોજન પોષણ શા માટે કરવું ? ભાત પુષ્કળ થઈ ગયા હોય પછી ડાંગરને શા માટે પાણી પાયા.
૧. પરિણામ - ફળ.
૧૬૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)