________________
એ ઉભયથી જ સાધ્ય થાય છે. પરંતુ એ મદોન્મત્ત સેચનક હસ્તિઓ દુર્બોધ્ય મનુષ્યની જેમ કંઈ ગણકાર્યું નહીં. પણ જ્યારે એણે નંદિષેણ. કુમારને જોયો અને એના શબ્દો સાંભળ્યા ત્યારે એ સાધુની જેમ શાંત થઈ ગયો; કારણકે એને વિર્ભાગજ્ઞાનને લીધે પોતાનો નંદિષેણ સાથેનો પૂર્વ ભવનો સંબંધ યાદ આવ્યો. પછી નંદિષેણ પણ તત્ક્ષણ એના દોરડાને અવલંબીને એક પછી એક પગ મૂકી મૂકીને ભીંતની જેમ એના પર ચડી ગયો. અને ગારૂડીના મંત્રથી સર્પ થંભાઈ જાય એમ નંદિષેણના શબ્દોથી, હસ્તિ થંભાઈ ગયો અને દંકૂશળના પ્રહાર કરતો અટક્યો.
પછી શ્રેણિકરાજા વગેરે પરિવાર સહિત, હસ્તિ પર આરૂઢ થયેલા નંદિષેણ, જાણે ઈન્દ્રનો પુત્ર જયંત હોય નહીં એવો શોભવા લાગ્યો. પછી એણે એને એના સ્તંભ સાથે શૃંખલા (સાંકળ) વતી બાંધી લીધો તે જાણે, જે કોઈ ઉશ્રુંખલ” થઈ ગયો હોય એને હું આમ વશ કરી શકું છું. એમ સૂચવતો હોય નહીં “જ્યારે તાપસોના ઉપાલંભ સાંભળીને ક્રોધાયમાન થઈ સેચનક વનને વિષે જતો રહ્યો હતો ત્યારે બીજા આચાર્યોએ એને દેવતાધિષ્ઠિત સમજીને એને એમ કહ્યું હતું કે-વત્સ સેચનક ! તેં કોઈ એવું કર્મ ઉપાર્જન કર્યું છે કે તું શ્રેણિકરાજાનું વાહન થઈશ. તારી પાસે એ બળાત્કારે સેવા કરાવશે. કારણકે કર્મ જ બળવત્તર છે. માટે બાપુ ! પાછો જા, અને તારી મેળે જ તારા સ્થાને જઈ રહે. એમ કરવાથી જ તારું સન્માન થશે, કારણકે અનુકુળ વર્તન કરનારાનું કોણ પ્રિય નથી કરતું ?” આવાં એ આચાર્યોના કથન સાંભળીને જ જાણે પોતાને વિશ્વાસ ઉત્પન્ન થયો હોય એટલે જ એ હસ્તિએ એ પ્રમાણે વર્તન કર્યું હોય નહીં ! કેમકે દેવવચનમાં વિશ્વાસ ન હોય તો પછી બીજા કોનામાં વિશ્વાસ હોય ? હસ્તિપાલકે પણ પછી જઈને શ્રેણિક રાજાને ખબર આપ્યા કે હે
૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકારમાંનો ત્રીજો પ્રકાર “અવધિજ્ઞાન' છે. મિથ્યાત્વી જીવને આ ત્રીજા પ્રકારનું જ્ઞાન થાય તે “વિભંગ' જ્ઞાન, (અર્થાત્ વપર્યાસવાળું-કંઈક ત્રુટિવાળું અવધિજ્ઞાન)
૨. શ્રૃંખલા-બંધનમાંથી છૂટી ગયેલો; સ્વેચ્છાચારી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૭૭